સાથે‘ચા’ ની ચૂસકી મહેન્દ્ર
જો તમે મહેન્દ્ર શાહના કાર્ટૂન જોઈવાંચી દુંટીમાંથી હસી ના પડો તો સમજવું તમે હ્યુમરના ઔરંગઝેબ છો. એમનું બનાવેલું એક કાર્ટૂન કહું. એક આધેડ કપલ ઊભુ છે. પતિ એની પત્નીને
કહે છે, ‘ફરિયાદો, ફરિયાદો, ફરિયાદો ! ફરિયાદો સિવાય બીજું કાઈ કર્યું છે તે? તું સુગર અને પાણી ને પણ છોડતી નથી, સુગર સ્વિટ છે પાણી થીન છે, સ્વીટનેસ સુગરનો નેચર છે અને પાતળાંપણું પાણીનો સ્વભાવ છે.’ પત્ની જવાબ આપે છે, ‘સરસ ! ફરિયાદ કરવી મારો સ્વભાવ છે.’ .. હહાહાહાહાહાહા….
એમના અંગ્રેજીમાં લખાયેલા અને દોરાયેલાનો અનેક કાર્ટૂનનો સંગ્રહ છે i said it too ! ( CHAi WiTH MAHENDRA). કાયમ કોફી ટેબલ પર મૂકી રાખવા જેવું આ પુસ્તક છે. કોઈ પણ ગેસ્ટ આવે ચા કે કોફી પીતા પીતા હાથમાં લઈને જુએ તો એનું દિલ ખુશ થઈ જાય. મને તો આદત હતી કે કોઈના ઘેર જાઉં તો કોફી ટેબલ પર પડેલા પુસ્તક કે મેગેઝીન જરૂર ફેદવાના.
હું ભારતમાં હતો ત્યારે કાયમ ‘સંદેશ’ અખબાર મંગાવતો. એમાં ‘ચકોર’ નું આવેલું કાર્ટૂન પહેલું જ જોઈ લેવાનું પછી અખબાર વાંચવાનું.
એક વાર્તાકાર એક મેસેજ આપવા આખી બેચાર પાનની વાર્તા રચી નાખે. તો કવિ એજ મેસેજ આપે છે થોડી પંક્તિઓ રચીને. અને હાયકુ લખનાર તો બે વાક્યોમાં જ કહેવાનું કહી દેતો હોય છે. કાર્ટૂન ચિત્રાત્મક હાયકુ જેવું છે. માંડ બેચાર વાક્યો અને એક ચિત્ર જોઈ સમજનાર સમજી જાય. આમેય કલાકારોના બ્રેન આમઆદમી કરતા વધુ મોટા ને સક્રિય હોય છે. એમાય સારી ઉત્તમ હ્યુમર સેન્સ બધામાં હોય નહિ. કાર્ટૂનીસ્ટ ઘણી બધી ક્ષમતાઓ એકસાથે ધરાવતો હોય છે. એક તો સારો ચિત્રકાર હોય, સારો હ્યુમરિસ્ટ હોય અને સારો લેખક કે કવિ પણ હોય.
૧૯૪૫માં જન્મેલા મહેન્દ્ર શાહ ૧૯૭૪માં અમેરિકામાં આવી ને વસ્યા. આર્કિટેક એવા મહેન્દ્ર શાહ સફળ ઔદ્યોગિક સાહસ ખેડનાર(ઑન્ટ્રપ્રનર) અને બિઝનેસમેન છે. એક ચિત્રકાર કાર્ટૂનીસ્ટ અને વેપારી તે પણ ગુજરાતી અને એમાય પાછા શાહ બધું ભેગા હોવું તે રેઅર ક્વોલિટી કહેવાય. કારણ વેપારી અને ખાસ તો ગુજરાતી વેપારીને કલામાં રસ હોય અને સાથે કલાના કોઈ માધ્યમમાં માહેર પણ હોય તેવું ભાગ્યે જ જોવા મળે. પીટ્સબર્ગમાં રહેતા મહેન્દ્ર શાહ આપણી કોમ્યુનિટી માટે પણ ઘણી સેવા આપે છે. એમના કાર્ટૂન લોકલ ગુજરાતી મેગઝીનમાં આવે છે અને એના અનેક પ્રદર્શન ભરાઈ ચુક્યા છે.
એમના એક બીજા કાર્ટૂનનું વર્ણન કરું. કોર્ટરૂમનું દ્રશ્ય છે. જજ બેઠા છે સામે ગુનેગાર ઉભો છે બે પોલીસવાળા ઉભા છે અને પછી બે છોકરીઓ ઉભી છે. જજ પૂછે છે When did you find out you were raped ? બંને છોકરીઓ સાથે બોલી ઉઠે છે, When the check bounced ! હહાહાહાહાહાહા
યાત્રાધામો ઉપર હવે ગંદકી વધતી જાય છે. લોકો જ્યાં ત્યાં ગુટખાનાં પેપર, પાણીની બોટલ્સ અને એવો અનેક જાતનો કચરો એમ જ નાખી દેતા હોય છે. તેના ઉપર કટાક્ષ કરતું એક સરસ કાર્ટૂન એમણે બનાવ્યું છે. ટેકરીઓમાં ચાર મંદિર દેખાય છે, યાત્રાળુઓ પગથીયા ચડતા દેખાય છે. આજુબાજુ ઢગલો કચરો જોઈ કોઈ યાત્રાળુ ચિંતા કરતો હશે તેને બીજો યાત્રાળુ કહે છે, ‘ Don’t you worry about the trash outside…, just try to keep your inside clean !
એક બીજું મસ્ત કાર્ટૂન વર્ણવું. પતિપત્ની ઉભા છે પત્નીના હાથમાં ફોન છે. પત્ની કોઈની સાથે વાત કરતી હશે તે પતિને કહે છે, ‘કનુભાઈનો ફોન છે તેઓ જાણવા માંગે છે કે આ વિકેન્ડમાં આપણો શું પ્લાન છે?’ પતિ જવાબમાં કહે છે, ‘ એ તો એના ઉપર આધાર રાખે છે કે તેઓ આપણને ઇન્વાઇટ કરે છે કે આપણે ત્યાં વિઝીટ મારવા ઈચ્છે છે? હહાહાહાહ બીચ ઉપર તમે દેશી મહિલાને કઈ રીતે પીછાણી શકો? જવાબ છે સ્વીમીંગ કોસ્ચ્યુમ ઉપર મંગળસૂત્ર પહેરેલું દેખાય તે. દ્રશ્ય છે બીચનું થોડા કપલ બેઠા છે એક મહિલા ઉભી છે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને, ગાળામાં મંગળસૂત્ર લટકે છે, કપાળમાં ચાંદલો કરેલો છે.
આવા તો અનેક વ્યંગચિત્રો આ પુસ્તકમાં છે. જે જોઈ તમે હસ્યા વગર રહી શકો નહિ. એમના આ ઠઠ્ઠાચિત્રો સંદેશ, ગુજરાત સમાચાર, અખંડઆનંદ, કુમાર, દિવ્યભાસ્કર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અકિલા, પીટ્સબર્ગ પત્રિકા, આવા તો અનેક સમાચારપત્રો અને મેગઝીનમાં છપાયેલા છે. એના પ્રદર્શન પણ અમદાવાદ, વડોદરા, મુંબઈ, લંડન, હ્યુસ્ટન, ન્યુયોર્ક, પીટ્સબર્ગ, ફિલાડેલ્ફિયા જેવા અનેક શહેરોમાં ભરાયેલા છે.
આવું અદ્ભુત પુસ્તક મને મોકલવા બદલ શ્રી મહેન્દ્ર શાહનો હ્રદયપૂર્વક આભાર માનું છું.
આ પુસ્તક અમેરિકામાં મેળવવું હોય તો,
201 Spencer Court, Moon Township, PA 15108 USA
E Mail- mahendraaruna1@gmail.com
Blog: www.isaidittoo.com
અને ભારતમાં મેળવવું હોય તો,
PARIMAL DISTRIBUTOR
5/ Park Avenue Complex, Opp- Parimal Garden, Ellisbridge, Ahmedabad-380006 India
Contact person- Amar Shah 9825030422 ..
ભારતમાં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે શ્રી મહેન્દ્રભાઈ એ એને આવરી લઈને જે કાર્ટુનો
કરેલા એમાં હાસ્ય સાથે જબરો રાજકીય કટાક્ષ હતો એ મને બહુ ગમ્યો હતો .
આવા કાર્ટુનો બનાવવા માટે સારો અભ્યાસ ઉપરાંત ઉચ્ચ પ્રકારનું બુદ્ધિ ચાતુર્ય અને દ્રષ્ટિ જોઈએ
જે શ્રી મહેન્દ્રભાઈમાં ભરપુર છે .
LikeLike
પહેલા તો પરિચય નહોતો પણ ચુટણી દરમ્યાન તેમના કાર્ટુનથી જાણકારી મળી હતી. તેમના કાર્ટુનમાં છુપાયેલો કટાક્ષ સમજાય તો મજા આવે તેવા હોય છે!
પોસ્ટમાં નીચે જે બ્લૉગની લીંક જણાવી છે તે ઉપલબ્ધ નથી, તેમાં કોઇ ભુલ લાગે છે. જો સુધારેલી હોય તો આપશો.
LikeLike
We are regular reader of Mahendrabhai cartoons. He is more updated about India then us staying in Mumbai. It is rear combination if Architect plus businessman plus cartoonist if such high caliber. Hates of to him. We wish he continues writing such wonderful cartoons thus reducing stres in people’s life highest form of human service. Mehul Shah Prooject consultant Mumbai
LikeLike
mahendra bhai is too good 🙂
http://vinodini13.wordpress.com
LikeLike