જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)

જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)images09-87

અમારી ગપાટા મંડળીના સભ્ય શાંતિભાઈ આજે જરા ઉગ્ર મિજાજમાં હતા. કેબીનેટ મીનીસ્ટર ડૉ હર્ષવર્ધન ઉપર ગુસ્સામાં હતા. આવતાવેંત કહે, ‘આ ડૉ ગાંડો થયો લાગે છે. કહે છે જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ અને યોગ શીખવવો જોઈએ.’

‘ આમાં અડધું સજેશન ખોટું છે અને અડધું સારું’, મેં કહ્યું.

‘એટલે સમજ્યો નહિ.’

‘જાતીય શિક્ષણ બંધ કરી દેવું જોઈએ તે ખોટું અને યોગ શીખવવો જોઈએ એમાં એક સુધારા સાથે કહું તો મેડીટેશન ખાસ શીખવવું જોઈએ તે સારું’.

‘આ જાતીય શિક્ષણ ની જરૂર શું કામ પડે? આ પ્રાણીઓને તો જરૂર પડતી નથી ?’ અંબુકાકા બોલ્યા.

મને થયું આ મનોવિજ્ઞાનનાં માજી શિક્ષક શાંતિભાઈ, અંબુકાકા ઉપર પણ ગુસ્સે થવાના છે. એટલે મેં વાત વાળી લેતા કહ્યું કાકા પ્રાણીઓ સહજ હોય છે, સેક્સ એમના માટે બેસિક નીડ અને બેસિક ઇન્સ્ટીન્કટ છે અને તે રીતે તેનો સહજ ઉપયોગ કરે છે. જ્યારે આપણે પ્રાણીઓ કરતા વધુ બુદ્ધિશાળી એટલે આપણે સેક્સને સહજ રહેવા દીધો નથી માટે આપણે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે.

‘વધારે ડાહ્યા વધારે ખરડાય’, કમુબેન બોલ્યા.

શાંતિભાઈ હસી પડ્યા. હસતા હસતા ઉમેર્યું, ‘ પ્રાણીઓ કરતા આપણી પાસે કોર્ટેક્સ બહુ મોટું છે મતલબ વિચાર કરવાવાળું બ્રેન બહુ મોટું છે માટે આપણે સેક્સને સુસંસ્કૃત અને વિકૃત બંને બનાવી શકીએ છીએ, એટલે સંસ્કૃત બનાવવા અને વિકૃત નાં બને તે માટે સેક્સ એડ્યુકેશનની જરૂર પડે એવું મારું માનવું છે.’

મેં કહ્યું બધા આ વાત પર ઠોકો તાલી.

મંજુબેન જરા જુનવાણી વિચારો ધરાવતા તે બોલ્યા આ જાતીય શિક્ષણ આપવાથી પછી કામાચાર વધી નહિ જાય? લોકો લગ્ન કર્યા વગર પણ સેક્સ ભોગવવા લાગશે.

મેં કહ્યું આમેય કોણ બાકી રહે છે કામાચાર વગર? ચાલો આજ સુધી ભારતમાં જાતીય શિક્ષણ ક્યા અપાતું હતું છતાં ૧૨૫ કરોડનો દેશ અમસ્તો થોડો બની ગયો હશે? અને જે સાધુ મહાત્માઓ સેક્સને કાયમ વખોડતા હોય છે તે લોકો પણ ખાનગીમાં સેક્સ વગર રહેતા નથી. જે સાધુઓ સ્ત્રીઓના મુખ પણ જોતા નથી તેવા લોકો નાના છોકરાઓનો દુરુપયોગ કરે જ છે. ઉલટાનો આવા લોકો સેક્સનો વધુ ઉપયોગ અને તે પણ વિકૃત રૂપે કરે છે. એક ખોટી માન્યતા છે કે સેક્સ શિક્ષણ આપવાથી લોકો પછી ચોરે ને ચૌટે સેક્સ માણ્યા કરશે.

હવે વારો શાન્તીભાઈનો હતો. ‘ઘણા બુદ્ધુઓ માને છે કે સેક્સ એડ્યુકેશન એટલે નિરોધ વાપરવાનું કહેવું અને પહેરાવવાનું શીખખવું બસ આટલામાં જ બધું આવી ગયું. ઘણા મુરખો એવી દલીલ પણ કરે છે કે સેક્સ એડ્યુકેશન મેળવવા તમારા સંતાનોને કોઈ પારકી વ્યક્તિ પાસે મોકલવા રાજી છો? ભાઈ તમે ગુરુત્વાકર્ષણનો નિયમ સમજવા કે થિઅરી ઓફ રીલેટીવીટી શીખવા ન્યુટન કે આઇન્સ્ટાઇન પાસે ગયેલા ખરા? ગણિત, વિજ્ઞાન, ભૂગોળ બધું એક જ કલાસરૂમમાં ૫૦-૧૦૦ વિધાર્થીઓ સાથે બેસી ને જ શીખેલા કે નહિ? બધી વસ્તુઓ પ્રેક્ટીકલ શીખવી જરૂરી છે ખરી? મુલે સેક્સ ને પાપ ગણનારા જાતજાતની દલીલો કરશે. ઘણા બુદ્ધુઓ કહેશે સાચું સેક્સ શિક્ષણ દીકરીને માતા જ આપી શકે. તો દીકરાઓને કોણ આપશે? ચાલો પશ્ચિમનો સમાજ તો ઓપનનેસ ધરાવે છે ત્યાં માતા આપશે પણ ભારતની માતા કઈ રીતે આપશે? શરમ નહિ આવે? એના કરતા આનો નિષ્ણાંત શિક્ષક વર્ગ ખંડમાં આપે તે શું ખોટું? ઘણા બુદ્ધુઓને છાપાઓમાં પીરસાતા નગ્ન અર્ધનગ્ન ફોટાઓ, ગ્લેમરસ જાહેરાતો અને ડૉ મુકુલ ચોકસી કે ડૉ મૃગેશ વૈષ્ણવ કે ડૉ હંસલ ભચેચ જેવા નિષ્ણાંતો વડે પીરસાયેલા જ્ઞાન વચ્ચે કોઈ ફરક દેખાતો નથી. મારી તો બચપણની ઘણી બધી સેક્સ વિશેની ખોટી માન્યતાઓ અને ગીલ્ટ ફક્ત ડૉ મૃગેશ વૈષ્ણવનાં પુસ્તકો વાંચીને જ દૂર થઈ ગયા હતા, નાં તો મારે કોઈની જોડે પ્રેક્ટીકલ શીખવા જવું પડેલું કે નાં કોઈ ડોક્ટરની મુલાકાત લેવી પડેલી.’

મેં કહ્યું ઘણા મિત્રો એવી પણ દલીલ કરતા હોય છે કે આજ સુધી ક્યાં તમે સ્કૂલમાં જાતીય શિક્ષણ લેવા ગયેલા? ભાઈ પહેલા ભણવા જ કોણ જતું હતું તો હવે સ્કૂલ કૉલેજો બંધ કરી દઈશું? લાખો વર્ષ લગી ડોક્ટર્સ હતા જ નહિ લોકો એમ જ બીમાર પડતા ને મરતા પણ ખરા તો શું હવે તમામ ડોક્ટર્સ ને ગોળી મારી દઈશું?

કમુબેન બોલ્યા આ લોકો સેક્સ એડ્યુકેશનનો વિરોધ કેમ કરે છે તેનું મૂળ કારણ શું છે ખબર છે?

મેં કહ્યું નાં તમે કહો.

અરે ! આ મુર્ખાઓ એવું સમજે છે કે સેક્સ એડ્યુકેશન એટલે સેક્સ કરતા શીખવવું? એની જ આ બધી મોકાણ છે. અલ્યા સેક્સ કરતા કોઈને શીખવવું નાં પડે એ તો બધાને સમય થાય આવડી જ જાય. હહાહાહાહાહાહાહા.. સેક્સ એડ્યુકેશનમાં સેક્સ વિષે સાચી સમજ, એના અતિરેક અને એના આત્યંતિક વિરોધ બધાથી કઈ રીતે બચવું, એમાંથી કઈ રીતે શક્ય આનંદ મેળવવો, એની વિકૃતીઓથી બચવું આવું  બધું શીખવાનું હોય. એને કરતા શીખવાનું તો બધાને જન્મજાત આવડતું જ હોય, પ્રાણીઓ પણ વગર શીખે કરતા જ હોય છે.

મેં કહ્યું ખરેખર તો સેક્સ એડ્યુકેશન સેક્સ વિકૃતિઓ થી બચી શકવામાં બહુ કામ લાગે. ખોટી માન્યતાઓને લીધે થતા અપરાધબોધનું નિવારણ થાય અને તેના લીધે થતી માનસિક બીમારીઓ માટે પણ બહુ કામ લાગે. ઉલટાનું સેક્સ એડ્યુકેશન વડે સેક્સના અતિરેકથી પણ બચી શકાય.

શાંતિભાઈ બોલ્યા આપણા લોકોનો દંભ જુઓ એક મામી અને ભાણેજના સેક્સ સંબંધો માન્ય, એમના મંદિરો બનાવશે, એમની પૂજા કરશે પણ કોઈ કૉલેજના છોકરાએ બિચારાએ ભૂલ કરી હશે કોલેજની અગાસીમાં તો સજા કરશે.

અરે ! કાઈ સમજાય તેવું બોલો.

આખા ભારતમાં રાધાકૃષ્ણનાં મંદિરો છે કે નહિ? લોકો એમની પૂજા કરે છે કે નહિ?

હા કરે છે.

રાધા યશોદાના ભાઈની વહુ હતી, કૃષ્ણની મામી થઈ કે નહિ? બાલકૃષ્ણને પટાવનારી પીડોફેલીક થઈ કે નહિ? આ દેશમાં સ્ત્રીઓના મોઢા નાં જોનારા મહાન પુણ્યશાળી બાવાઓ નાના છોકરાઓના ગુદાદ્વાર એમની જાતીય વૃત્તિ સંતોષવા ફાડી નાખે તે ચાલે, આ દેશમાં અમે જ કૃષ્ણ છીએ અમને બધું અર્પણ કરો કહી ગુરુઓ ભક્તોની નાજુક કન્યાઓની યોનીઓ ચીરી નાખે તો ચાલે પણ સેક્સ એડ્યુકેશનની વાત કરો તો નાં ચાલે.

મેં કહ્યું બસ બસ શાંતિભાઈ વધુ કહેશો નહિ લોકો મારવા આવશે.. આ શાંતિભાઈ માર ખવડાવશે ચાલો  ભાગીએ અહીંથી કહી અમારી મંડળી છૂટી પડી..

12 thoughts on “જાતીય શિક્ષણ (રેડબડ ગામગપાટા ન્યુ જર્સી-૭)”

  1. રાધાના અસ્તિત્વના જ પ્રશ્નો હોય ત્યાં કૃષ્ણની મામી બનાવવી યોગ્ય લાગતું નથી.
    સેક્સ એજ્યુકેશન અને રાધા-કૃષ્ણને જોડવું પણ જામતું નથી. (હું ભગત નથી, કોઈ મંદીરે નિયમિત જતો નથી, જાણીતા ભગવાનોને વિ્શિષ્ટ માનવ સ્વરુપે સમજું છું, એમનું સારું ગ્રહણ કરી શકીએ તો સારું એમ સમજું છું.) ભુતકાળમાં કોઈક વર્તમાનપત્રમાં રાધાના અસ્તિત્વ અંગે જાણીતા કોલમરાઈટરે લખ્યું છે. એક બ્લોગરે – http://gauravchavan.wordpress.com/2013/01/25/radha-a-tale/ પર સુંદર રીતે રાધા અંગે જણાવ્યું છે. વિશિષ્ટ માનવીઓની નિંદા કરવાથી આપણી ‘વિશિષ્ટતા’ની ભ્રાંતિ થઈ શકે, વિશેષ કંઈ નહીં.
    બાકી સેક્સ એજ્યુકેશન જરુરી છે પણ યોગ્ય વ્યક્તિઓ દ્વારા અને યોગ્ય પ્રકારે અપાય એ મહત્વનું છે. વાત્સ્યાયનના કામસુત્રમ (મુળ સંસ્કૃતમાં) માં જે પરફેક્શન છે એ આજે ક્યાં કોઈ પુસ્તકમાં જોવા મળે છે.

    Like

  2. મીડીયાને વાત મરડીને મૂકવાની ટેવ હોય !
    પોપને પૂછ્યું-તમે નાઇટ ક્લબમા બોલાવે તો જાઓ?
    તેમણે સહજભાવે પૂછ્યું- અહીં નાઇટ ક્લબ પણ છે?
    તો બીજે દીવસે પેપરમા આવ્યું કે પોપે નાઇટક્લબ વિષે પહેલા પૂછ્યું!
    હવે તો મીડીયા સાથે વાતચીતની ટ્રેનીંગ બાદ ઓછી ભૂલો થશે

    Like

  3. Very good meeting,

    Here are Wiki articles……
    http://en.wikipedia.org/wiki/Sexual_abstinence
    Sex education

    આઓ મિલકર સંકલ્પ કરે,
    જન-જન તક ગુજનાગરી લીપી પહુચાએંગે,
    સીખ, બોલ, લિખ કર કે,
    ગુજરાતી કા માન બઢ઼ાએંગે.

    બોલો હિન્દી પણ લખો સર્વ શ્રેષ્ટ નુક્તા/શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં !

    Like

  4. રાધા અને કૃષ્ણ મામી-ભાણેજ હતા એ આજે જ જાણ્યું. પુરાણને હું ધર્મગ્રંથ માનતો નથી પણ એક તે સમયની સંસ્કૃતિનું ઉત્ત્મ સાહિત્ય ઘણું છું. અને મને આ વાતોમાં રસ છે. વીકિપિડિયામાં મામી ભાણેજનો ઉલ્લેખ ન મળ્યો. રાઓલજી, સરસ લેખ છે.

    Like

  5. I strongly believe in sex education and not sexual education. Yes it is different. What all ‘Bava’ aka Guruji in India are doing is sexual education. In USA, when child get in 5th grade (at age of 10-11), school send permission slip to parrent letting them know that certain day they will be discussing sex education, and if you preffer your child should not be part of it then please sign waiver or excuse from class during this period.

    Yes, one may argue here that western world where sex is in practice at as early as Puberty. But as author mention “મેં કહ્યું આમેય કોણ બાકી રહે છે કામાચાર વગર?” meaning it is happening everywhere, it has happen ages ago to….. it is part of our biological cycle. It is best that we learn in detail (not necessary practicle) so it would be more beneficial. I know, many time young boy or men has no clue of how female cycle work or what his responsibility on how to take care of issue with sexual experiences. Having sex education will educate youngster of this. Sex education also teach sexually transmitted decease (STD). This is also most important for everyone.

    Like

  6. લોકોની માનસિક વિકૃતતાનું જબરદસ્ત પ્રદર્શન!

    મારા અંગત મત મુજબ જાતીય શિક્ષણની ભારતમાં તો જરા પણ નથી. સ્વધર્મનું જ્ઞાન આપવું જ બહુ થઈ રહેશે.

    Like

  7. ભારતમાં કોઈ પણ શીક્ષણ હોય લોકો આંખ મીચીને ગુરુકુળ પદ્ધતી અને યોગને મહત્વ આપશે. ભલુઅ થાજો અંગ્રેજોનું કે એમણે ગામડાં સુધી શીક્ષણ પહોંચાડ્યું. પૃથ્વી ગોળ દડા જેવી છે એ સ્વીકારનાર ભારત સૌથી છેલ્લે એમ આ જાતીય શીક્ષણ શીખવામાં આપણે અફઘાનીસ્તાન અને પાકીસ્તાનની પાછળ હોઈશું…

    Like

  8. धर्माविरुध्धो भूतेषु कामोSस्मि भरतर्षम || (ગીતા 7-11 બીજું ચરણ)
    અહીં કામ માટે વિશેષણ વાપર્યું છે ‘ ધર્મ અવિરુદ્ધ’ અર્થાત ધર્મ પાળવામાં
    અંતરાય ના પહોંચાડે તેવો. ‘ધર્મયુક્ત’ એવું વિશેષણ નથી વાપર્યું તે સહેતુક
    છે. પતિ પત્ની ફુરસદના સમયમાં આનંદ માણે તે તો ઈશ્વરનું સ્વરૂપ ગણાય, તેનો
    તિરસ્કાર કરવાનો ના હોય.

    Like

  9. RSS ane BJPna Foolowersni vichardhara janine me 20 varsh pahela bhakhelu ke jo aalokonu raj aavshe to desh pachho 18 ya 16 mi sadima dhakelai jashe….Gandhijinu karyu karvyu badhu bhunsai jashe…ne deshne fari betho karva kon jane ketla Gandhi joishe???

    Like

Leave a comment