સાંયા જુલા કરીને એક મહાન ભક્ત હતા. એજ યૂઝુઅલ ભક્તો મહાન જ હોય છે. ઈડર મહારાજના દરબારમાં એમનાં બેસણાં હતા. કયા મહારાજા હતા એમનું નામ ખબર નથી.. સાંયા જુલા કવિ પણ હતા એટલે જ કદાચ રાજદરબારમાં બેસતા હશે. આ મહાન ભક્ત દ્વારકાધીશના પરમ ભક્ત હતા. દ્વારિકામાં આરતી થાય એટલે ત્યાં હાજરી આપવાનો એમનો અચૂક નિયમ હતો. સાંયા જુલા રહેતા હતા ઈડર પણ રોજ સાંજની આરતી સમયે ૪૪૯.૨૫ કી.મી. અથવા ૨૪૨.૫૮ Nautical માઈલ્સ અથવા ૨૭૯.૧૫ માઈલ્સ દૂર સ્થિત દ્વારિકામાં હાજર રહેવાનો વિશ્વવિક્રમ ધરાવતા હતા. જો કે આજે આ વાત શક્ય છે ઈડરથી અમદાવાદ કારમાં જઈ પ્લેનમાં દ્વારિકા જઈને આરતીમાં હાજરી આપી પાછા ઈડર આવી શકાય. એજ યૂઝુઅલ ભગવાન ભક્તને કશું આપવા ઈચ્છે પણ મહાન ભક્તો સવિનય નાં પાડતા હોય છે. આ ભગવાનની મેન્ટાલિટી ની મને ખબર નથી પડતી, એક બાજુ એના દર્શન કરવા જનારા લોકોના ડીઝાસ્ટરમાં પ્રાણ હરી લે અને સાંયા જુલા જેવા ભક્તોને નાં પાડવા છતાં સાંઢણી પર પુરસ્કાર મોકલતા હોય છે.
એકવાર દરબાર ભરાયેલો છે અને ભક્તરાજ અચાનક હાથ પછાડતા હોય તેમ કરવા લાગ્યા. થોડીવાર પછી બધું રાબેતામુજબ થઈ ગયું. મહારાજાએ પૂછ્યું આપ શું કરતા હતા? એજ યૂઝુઅલ ભક્તે વાત ટાળવાની કોશિશ કરી. પણ રાજા માને? થયેલું એવું કે તે સમયે દ્વારિકામાં ભગવાનના વાઘા બદલવા પુજારી કશું કરતા હશે તે સમયે ભગવાન પાસે મુકેલા દીવા ને લીધે સમથીંગ આગ જેવું લાગેલું ભગવાન દાઝે નહિ માટે ભક્તે અહી ઈડરમાં બેઠા બેઠા હાથ પછાડી આગ હોલવી નાખી. આ ભગવાન કેટલો અસહાય છે નહિ? નથી કપડા જાતે પહેરી શકતો નથી તેની નજીક આગ લાગે તો હોલવી પણ શકતો નથી. હવે ભક્ત જુઠું બોલે તેવો અવિશ્વાસ તો કરાય નહિ. છતાં મનમાં અવિશ્વાસ તો છે જ એટલે મહારાજા કોઈ માણસ દ્વારિકા મોકલી તપાસ કરાવે છે. સી.બી.આઈ નો રીપોર્ટ આવે છે કે વાત સાચી છે તે સમયે દ્વારિકામાં ભગવાન આગળ નાનકડી આગ લાગેલી અને પુજારીએ કહ્યું કે સાંયાજી અહી ઉભા હતા તેઓએ આગ હોલવી નાખેલી. સિક્રેટ સર્વિસ એજન્ટે કહ્યું પણ સાંયાજી તો ઈડરમાં રહે છે અહી કઈ રીતે આવે? પૂજારીએ કહ્યું આ ભક્ત તો રોજ સાંજે અહી આવે છે આરતી ટાણે. સિક્રેટ સર્વિસ એજન્ટ એમ કાઈ કાચું મુકે ખરો? થોડા દિવસ ત્યાં રહીને ખાતરી કરી લીધી ભક્તરાજ રોજ ત્યાં આરતી સમયે હાજરી આપતા હતા.
ચાલો બીજી આવી એક વાર્તા જોઈએ. વડોદરા પાસેના છાણી ગામના સ્વ.મનસુખ માસ્તર ડાકોરના રણછોડરાયના ખાસ ભગત. દર પૂનમે ડાકોર જવાનું. શાળામાં દર પૂનમે રવિવાર હોય નહિ તો પણ ડાકોર જવાનું એટલે જવાનું. માસ્તર સ્વભાવે બહુ સારા હતા, વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એમના વિરોધીઓએ એમને નીચા પાડવાના કાવતરા કર્યા કરતા. શિક્ષણ અધિકારીઓને ચેકિંગ માટે બોલાવતા પણ માસ્તરની સારી વર્તણૂક અને લોકપ્રિયતા જોઈ અધિકારીઓ દર વખતે એમનો બેપાંચ રૂપિયા પગાર વધારીને જતા રહેતા. છેવટે એક પૂનમે માસ્તર શાળા ચાલુ હતી છતાં ડાકોર પહોચી ગયા, અને અગાઉ ઘડી કાઢેલી યોજના એમના દુશ્મનોએ શિક્ષણ અધિકારીને ચેકિંગ કરવા બોલાવી લીધેલાં.
આ બાજુ માસ્તર તો ડાકોરમાં હતા. એમને આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ દેખાયું નહિ. બીજી બાજુ રણછોડરાયને ચિંતા થઈ કે મારા ભગતની નોકરી આજે જવાની, તો માસ્તરનું રૂપ લઈને શાળામાં આવી ગયા. અહીં શિક્ષણ અધિકારીઓ સાથે વાતો કરી. વિરોધીઓ નવાઈ પામ્યા કે માસ્તર તો ડાકોર હતા અને અહીં કઈ રીતે હાજર? અધિકારીઓ પાંચ રૂપિયા પગાર વધારી સ્ટેશને જવા રવાના થયા. અહીં સ્ટેશને મૂળ મનસુખ માસ્તર ટ્રેનમાંથી નીચે ઊતર્યા, સામે ટ્રેનમાં બેસવા આવેલા શિક્ષણ અધિકારીને જોઇને પગે પડી ગયા કે માફ કરો. અહીં બધાને નવાઈ લાગી કે માસ્તર તો શાળામાં હતા, અહીં ટ્રેઇનમાંથી આ કોણ ઊતર્યું? માસ્તર બોલી ઊઠ્યા કે હવે સમજ્યો કે આજે મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું? એનું કારણ એ હતું કે રણછોડરાય માસ્તર બનીને અહીં શાળામાં આવી ગયેલા. છાણી ગામમાં સ્વ. મનસુખ માસ્તરનું સ્મારક આજે ઊભું છે.
આ ભગવાન મારા કે તમારા રૂપ લઇ શકે પણ મહમદ ગઝની સોમનાથ કે બાબર ને રામ મંદિર તોડતા રોકી શકતો નથી. એના અક્ષરધામ પર હુમલા થાય ત્યારે સુઝાનસિંઘ જેવાને શહીદ થઈ જવું પડે છે. આપણે સમજીએ છીએ કે ઈશ્વર, ભગવાન, ગુરુ અને ધાર્મિક ગ્રંથો જેવા કહેવાતા ઊંચા તત્વોમાં અફર વિશ્વાસ રાખવો તે શ્રદ્ધા, અને ભૂત-પ્રેત, ડાકણ, ચુડેલ, જાદુટોનામાં વિશ્વાસ રાખવો તે અંધશ્રદ્ધા. ભગવાનને શીરો ધરાવો કે ભૂતને બાકળા મનોદશા બંનેની સરખી જ છે. એક નાળીયેર વધેરે અને એક બકરું વધેરે, વધેરવાનું કામ બંને કરે છે, બંનેના બ્રેનની સર્કીટ સરખી જ છે. પણ એક કહેવાય શ્રદ્ધા અને બીજું કહેવાય અંધશ્રદ્ધા. આપણે આદિવાસીઓ અને પછાત વર્ગના, ગરીબ વર્ગના લોકોની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. ઊંચા અને ઊજળા પૈસાદાર શિક્ષિત વર્ગના લોકોની અંધશ્રદ્ધાને શ્રદ્ધા ગણાતા હોઈએ છીએ. કોઈ ગરીબનું કામ એના માનેલા માતાજી કરે તો અંધશ્રદ્ધા અને મનસુખ માસ્તરનું કામ રણછોડ કરી જાય તો શ્રદ્ધા. શ્રદ્ધાની વિરુદ્ધનો શબ્દ છે અશ્રદ્ધા, અંધશ્રદ્ધા નહિ. અંધશ્રદ્ધામાં જ શ્રદ્ધા સમાઈ જાય છે.
શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શી જરૂર છે તેવી ચવાઈ ગયેલી કોમેન્ટ્સ અહી કોઈએ કરવી નહિ.
‘અંધશ્રદ્ધામાં શ્રદ્ધા’ કટાક્ષમાં આંખ ઉઘાડનારો લેખ
એકવાર આવો જ પ્રશ્ન પૂછાયો હતો કે- ફક્ત સરસ્વતીના પાઠ કરે તો પરીક્ષામા પાસ થવાય ?
તો સંતનો ઉતર ના હતો .
પાઠ કરવાથી મન દઇ અભ્યાસ કરવાની શક્તી વધે
બાકી અભ્યાસ દરેકે જાતે જ કરવો પડે.
આવી બધી જ અંધશ્રધ્ધા બાબતે છે…
LikeLike
વેબ ગુર્જરી ઉપર ૨૪.૦૫.૧૪ના દીપકભાઈ ધોળકીયાએ આપના ડીએનએ નો હીસાબ આપેલ છે. યુરોપથી મધ્ય એશીયા અને ત્યાંથી પશ્ચીમ એશીયા થઈ અફ્ઘનીસ્તાન થઈ ભારતમાં ૧૩-૧૫૦૦૦ વરસનો ઈતીહાસ.
આ આગ હોલવવાનો પ્રસંગ છેલ્લા ૧૫૦૦ વરસમાં મેં ઠેક ઠેકાણે વાંચ્યો છે. જેમકે પાલીતાણામાં, જુનાગઢમાં, મક્કામાં, વારાણસીમાં અને દક્ષીણ ભારતમાં.
ધાવ માતાનો પ્રસંગ દરેક રજવાડાના વારસામાં હોય અને હોય એ રીતે. આગ લાગે ક્યાંક અને હાથપગ ઉછાળે કોઈક. આ આગ પ્રસંગ મને લાગે છે કોઈ જૈન સાધુએ બનાવેલ છે અને પછી તો કોપી પેસ્ટની જેમ.
LikeLike
There you are!
LikeLike
શ્રદ્ધા કોનામાં કે શાનામાં રાખવી જોઈએ? આપમેળે આવી મળતી શ્રદ્ધા અંગે
પસંદગીનો અવકાશ ના હોય. છતાં જો શક્ય હોય તો વિચારવું જોઈએ કે પોતાની શ્રદ્ધા
ખરેખર શ્રદ્ધા છે? હોય તો તે પરમેશ્વરમાં કે બીજા કોઈ કે બીજા કશામાં?
જુઠું બોલવાથી લાભ થતો હોય છતાં તે ના બોલીએ તો તે સત્ય પરની સાચી શ્રધ્ધા કહી
શકાય.
ઘણી વાર એવું પણ બને છે કે જેને આપણે પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા માનતા
હોઈએ તે તેમ નથી હોતું. દાખલા તરીકે ઘણા લોકો કોઈને કોઈ એક પુસ્તકને, પછી ભલે
તે વેદ, ગીતા, બાઈબલ, કુરાન, ગ્રંથસાહેબ કે તે કક્ષાનું બીજું કોઈ પુસ્તક હોય
તેને, ઈશ્વરનો શબ્દ માનતા હોય છે. તેમને તો કોઈ વડીલ, પિતા, માતા, શિક્ષક
અથવા ધર્મગુરુએ કહ્યું હોય કે તે પુસ્તક ઈશ્વરનો શબ્દ છે. તે કહેનાર
પ્રત્યેના વિશ્વાસને લીધે લોકો માની લેતા હોય છે. પણ આ વિશ્વાસ કંઈ ઈશ્વર
પ્રત્યેની શ્રદ્ધા નથી હોતી. આમ કહેનારને પણ બીજા કોઈએ કહ્યું હોય તે માની
લીધું હોય. આવી રીતે આગળથી ચાલી આવતી માન્યતાને શ્રદ્ધાનું નામ ન આપવું જોઈએ.
બીજા કેટલાક ભક્તોની શ્રદ્ધા ચમત્કાર અથવા વ્યક્તિગત ઉપકારને લીધે
ઉત્પન્ન થયેલી હોય છે. તે પણ કાચી શ્રધ્દ્ધા ગણી શકાય. આવી શ્રધ્ધાને બદલે
આપણે ઈશ્વર અને સત્ય, ન્યાય, પ્રેમ જેવા ઈશ્વરીય ગુણો પર શ્રદ્ધા રાખીએ તો
સારું.
LikeLike
boss( reletion kadhu to jiju thay),
sorry but ,bhartiya sanskruti ni vat ave che to kaik thay che. etale……copy paste karel che pan……
“શ્રદ્ધા તો મારી લઈ ગઈ, મંજિલ પર મને,
રસ્તો ભૂલી ગયો તો, દિશાઓ ફરી ગઈ.”
આજે જ્યારે શ્રદ્ધાની વાત કરીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધાને જાગૃત કરતા શ્રાવણ મહિનાને કેમ ભૂલાય ?
ભોળાનાથ શિવશંભુની આરાધનાનું પર્વ, ભાઈ-બહેનના પ્રેમની ઝાંખી કરાવતો તહેવાર રક્ષાબંધન, કૃષ્ણલીલાના માહાત્મ્યને દર્શાવતો તહેવાર જન્માષ્ટમી, સ્વાતંત્ર્ય દિને શહીદોની કુરબાની યાદ કરાવતો આઝાદીના આનંદનો તહેવાર. આ બધા તહેવારો એક યા બીજી રીતે આપણી શ્રદ્ધાના દીપકને વધુ ઝળહળતો રાખનારા તહેવારો જ છે. પારસીઓનો ન્યૂ યર ડે અને મુસલમાનોના ઇદ-ઉલ-ફિત્ર પણ આ માસના જ તહેવાર છે. સર્વધર્મની શ્રદ્ધાને સબળ બનાવતા આપણા આ તહેવારો આપણને જીવન જીવવાની કળા શીખવી જાય છે તો એને કેમ ભૂલાય ?
LikeLike
I think the difference between faith and superstition is the difference between mass and class ignorance. If you believe something related to nature of existence or universe as explained by the religion (for example, reincarnation, soul, or anything like that) and the matter falls in the catagory of mass ignorance in the sense that science has no definitive answers to that matter as on date, your belief will be classified as matter of faith. But if you believe something as explained by the religion and the matter falls in the catogory of class ignorance (for example cause of some disease for which medical science has remedy available as on date), your belief will be classified as superstition.
As boundaries of knowledge expands, domains of faith and superstition keep on changing and the matters which belonged to the domain of faith at some point of time becomes subject matter of superstion later on due to new knowledge (for example, eclipses). However, every new knowledge makes us realise new ignorance and hence, new domain of superstition is created while old domain is demolished and newer religions or sects gets more acceptance as they are relatively freer from superstitions i.e. matters belonging to mass ignorance in past but belonging to the class ignorance as on date.
Thus, faith gets converted into superstition with the expansion of knowledge but new domains for faith are also created simultaneously.
LikeLike
Saras samjavyu bapu
LikeLike