ચા વાળા થી ચક્રવર્તી સુધી..

ચા વાળા થી ચક્રવર્તી સુધી..imagesPVZ708HN

શ્રીમાન નરેન્દ્ર મોદીના બ્રેનમાં ત્રણ હેપી ન્યુરોટ્રાન્સમીટર્સ કે ન્યુરોકેમિકલ્સ ધૂમ મચાવતા હશે. એક ભારતના વડાપ્રધાન બનશે તે નક્કી થઈ ગયું, આમ નંબર વન બનવાના માટે Serotonin, ભારતની જનતાએ એમને એમની મહેનત અને સેવાનો જબરદસ્ત રીવોર્ડ આપ્યો છે અને એમને એમની મંજિલ મળી ગઈ છે માટે Dopamine, અને પ્રજાએ મોદીમાં વિશ્વાસ મુક્યો છે અને મોદીએ પણ કબુલ્યું કે મોદીને પણ જનતામાં વિશ્વાસ છે આમ વિશ્વાસજનક Oxytocin, આમ ત્રણ સુખ અર્પતા ન્યુરોકેમિકલ્સનાં ફુવારા એમના બ્રેનમાં છૂટતા હશે અને મોદી આજે જબરદસ્ત આનંદ અનુભવતા હશે. સાથે સાથે મોદીને ખોબલે ખોબલે વોટ આપનારી પ્રજાના બ્રેનમાં પણ આ ત્રણ હેપી ન્યુરોકેમિકલ્સ ધૂમ મચાવતા હશે.અને હારેલા નાં?

હારેલા ઉમેદવારોના બ્રેનમાં કોર્ટીસોલ નામનું દુઃખ અર્પતું જોખમ સામે ચેતવણી સૂચક ન્યુરોકેમિકલ ધુબાકા મારતું હશે. એક ઘેટાનું બચ્ચું એના ટોળામાંથી છુટું પડી જાય એટલે તરત સર્વાઈવલ માટે જોખમ ઊભુ થાય. કોઈ પ્રિડેટર આવીને ચાવી જાય તેના ચાન્સ વધી જાય. એટલે તેનું બ્રેન તરત કોર્ટીસોલ છોડવા માંડે એટલે તરત ઘેટાના મનમાં સ્ટ્રેસ ઉભો થાય અને બેં બેં કરવા માંડે. પોતાના સમૂહમાંથી છુટા પડવાનું જોખમ બ્રેન નોટીસ કરતુ હોય છે. સામાજિક બહિષ્કાર વખતે માનવનું બ્રેન પણ આવું જ રીએક્ટ કરતું હોય છે. ચૂંટણી હારવી એક પ્રકારનો સામાજિક બહિષ્કાર જ થયો. બહુમત લોકોએ નકાર્યા એટલે જે થોડા સમર્થકો હોય જેમણે વોટ આપ્યા હોય તે બધાના બ્રેન સામાજિક બહિષ્કાર અનુભવવાના તે હકીકત છે. એટલે હારેલા ઉમેદવાર સાથે એમના સમર્થકો પણ દુઃખી થવાના.

આપણે સ્ટેટ્સ સીકિંગ એનિમલ છીએ. પ્રથમ ભલે બધા આવી ના શકે પણ પોતપોતાના ક્ષેત્રમાં પ્રથમ આવવું દરેકની મહેચ્છા હોય છે. આમ બધા પ્રથમ નાં આવી શકે પણ કોઈના પ્રથમમાં પોતાનો પ્રથમ સમાઈ જતો હોય છે. આજે લગભગ બધા ગુજરાતીઓ ગર્વ અનુભવતા હશે કે આપણો એક ગુજરાતી દેશનો વડાપ્રધાન બનશે. ઇવન મોદીના વિરોધી ગુજરાતીઓ પણ મનોમન હરખાતા હશે કે આપણો એક ગુજરાતી દેશનો વડો બનશે. ભાજપને સમર્થન આપનારા આખા દેશના લોકો ગર્વ અનુભવતા હશે કે અમે જેને સમર્થન આપ્યું તે હવે દેશનો વહીવટ કરશે. આમ કોઈની જીતમાં આપણી જીત સમાઈ જતી હોય છે તેમ કોઈની હારમાં આપણી હાર સમાઈ જતી હોય છે.

narendra-modi-wallpaper-221(www_new-hdwallpaperz_blogspot_com)પ્રેમ અને યુદ્ધમાં બધું જાયજ હોય છે.

પ્રજાનું કલેક્ટીવ કૉન્શ્યસ નાની નાની વાતો નોટીસ કરતું હોય છે. ઘરમાં કચરો વાળેલો હોય તે અજાણપણે નોંધાઈ જતો હોય છે. અને નાં વાળેલો તે પણ અજાણપણે નોંધાઈ જતો હોય છે. એટલે ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે ઘર સાફ કરીને બધું ઠેકાણે ગોઠવી દેતા હોઈએ છીએ. એમ ગુજરાતમાં ફરીને કોઈ જાય એના પોતાના સ્ટેટમાં ત્યારે ગુજરાતનાં વિકાસની આબોહવા અજાણપણે નોંધાઈ જાય તેમાં કોઈ નવાઈ નહિ. દેશ આખાનું કલેક્ટીવ કૉન્શ્યસ નોટીસ કરતું જ હોય કે ગુજરાતમાં ૧૨ વર્ષથી કોઈ કોમી તોફાન થયા નથી અને શાંતિ છે. અને કરેલા કામને ગાઈ વગાડીને કહેવામાં વાંધો પણ શું છે? જીત્યા પછી કોઈને નહિ પણ સીધું માતાને મળવા જવું એના આશીર્વાદ લેવા, આવી નાની નાની વાતોનો બહુ મોટો ફરક જનતાના બ્રેનમાં સીધો પડતો હોય છે. તમે કોઈ વડીલનાં ચરણસ્પર્શ કરો અને કોઈ વૃદ્ધ તમારા જેવા યુવાનના ચરણસ્પર્શ કરે જોનારના બ્રેનમાં બહુ મોટો ફરક તમારા વિષે નોંધાઈ જતો હોય છે. એક નેતા ઈલેક્શન કેમ્પેન વચ્ચે વચ્ચે બે દિવસ અચાનક ગુમ થઈ જતો હોય અને રજાઓ માણવા ભાગી જતો હોય અને બીજો નેતા એકલે હાથે જબરદસ્ત થાક પમાડતું કેમ્પેન કરીને પણ સીધો પોતાના રાજ્યમાં જઈ કામે વળી જતો હોય આરામ કર્યા વગર તેની નોંધ પણ પ્રજાનું કલેક્ટીવ કોન્શ્યસ લેતું જ હોય છે.

ઘરડી સોચને આ વખતે વિદાય આપી દેવાઈ છે. યુવા ભારતનો વિજય થયો છે. દેશ માટે મરવાની વાત તો બરોબર છે પણ દેશ માટે જીવવાની વાતને વધુ મહત્વ અપાયું છે. હવે દેશનું નેતૃત્વ કોઈ પણ પક્ષ હોય આઝાદી પછી જન્મેલાના હાથોમાં છે કહી મોદીએ મેસેજ આપી દીધો કે હવે ઘરડી સોચને કાયમ માટે વિદાય. મારું તો ગણિત કાચું છે પણ નિષ્ણાંત હોય તે ગણિત માંડી જો જો કે જ્યાં ૩૫-૪૦ ટકા મતદાન થતું હોય ત્યાં ૨૦ ટકા મુસ્લિમ મતદારોનું મહત્વ કેટલું બધું હોય? ભલે ૬૫ ટકા જેટલું મતદાન થયું પણ મારું કાચું ગણિત કહે છે કે આજના યુવાન મુસ્લિમ મતદારો હવે ફનેટીક ઇમામોના જાસાઓમાં બહુ માને તેવા નથી રહ્યા, અને મુસ્લિમ મતદારોએ પણ મોદીને ખોબલે ખોબલે વોટ આપ્યા હશે એ વગર યુપીમાં કોંગી અને મુલાયમની સપાનો આવો સફાયો થઇ જાય નહિ.

ચા વાળા થી ચક્રવર્તી સુધીની સફર બહુ કઠીન અને જબરદસ્ત કૌશલ્ય માંગી લે તેવી હતી. ચક્રવર્તી બન્યા પછીની સફર પણ કોઈ સહેલી રહેવાની નથી. વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની એકપણ નથી. આપણી નંબર વન કંપની રિલાયન્સ ૧૨૧ નંબરે છે. ટોપ ટેન કંપનીઓમાં પાંચ અમેરિકા અને પાંચ ચીનની છે માટે ચીન જોડે હમણાં કમ્પેરીઝન કરવાનું માંડી વાળજો. ટોચની ૨૦૦ યુનીવર્સીટીઓમાં ભારતની એક પણ નથી. શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં પણ ભારત નથી આવતું.

બે શબ્દો મફતમાં કોંગ્રેસી મિત્રોને કહેવા છે. રાજીવ ગાંધી ખુદ રાજકારણી હતા નહિ. રાહુલની બોડી લેન્ગવેજ જુઓ કોઈ રીતે લીડર બને તેવા લખ્ખણ દેખાતા નથી. અર્નબ જેવો ચાંપલો પત્રકાર એના પર ચડી બેઠેલો. એના કરતા તો ગુજરાતના કોંગ્રેસના કોઈ પ્રવક્તાની બોડી લેન્ગવેજ જોરદાર લીડર જેવી હોય છે. ભારતીય કોંગ્રેસની મતી મારી ગઈ છે. નહેરુ વંશની બનાવટી આભાના ભ્રમમાંથી વહેલાસર મુક્તિ મેળવી લેવી જોઈએ. પ્રિયંકામાં તારણહાર શોધ્યા વગર કોઈ નવી યુવા સોચ ધરાવતી નેતાગીરી ઉભી કરો. જ્યાં સુધી નહેરુ વંશ થી કોંગ્રેસ મુક્તિ નહિ મેળવે ત્યાં સુધી એની અવદશા ચાલુ રહેવાની છે. કોન્ગ્રેસના નેતાઓમાં ખબર નહિ કોઈ અજીબ આત્મવિશ્વાસ ની ખોટ વર્તાય છે કે હરીફરીને જેને રાજકારણનો ‘ર’ આવડતો નાં હોય તેવા ઈન્દિરાજી પછીના વારસદારો પાછળ ભટક્યા કરે છે.

અને છેલ્લે, આપણા નેતાઓના મોઢા સિંહના અને પૂંઠ શિયાળની હોય છે. એજ યુજઅલ આપણા નેતાઓ પહેલા ખુબ ગરજતા હોય છે પણ સાચે જ પગલા લેવાના આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય દબાણના નામે ફસકી જતા હોય છે. આતંકવાદ દેશની બહુ મોટી સમસ્યા છે અને પીઠ પાછળ પાકિસ્તાન એમાં મદદ કરતુ હોય છે. એટલે મને તો વિશ્વાસ આવતો નથી કે પાક બાબતે મોદી જેટલું ગરજે છે તેટલું વરસે.. ઇઝરાયેલ ની જેમ મોદી જરૂર પડે પગલા લેશે ત્યારે આપણે એમને ૫૬ ની છાતી ધરાવતા માનીશું ત્યાં સુધી નહિ.

13 thoughts on “ચા વાળા થી ચક્રવર્તી સુધી..”

 1. કલેક્ટીવ કૉન્શ્યસ ,દેશ માટે જીવવાની વાત –અમને નવું જાણવાનુ મળ્યું…ખૂબ ગમ્યું
  ઇઝરાયેલ ની જેમ….વાત પર શ્રધ્ધા જાગે છે

  Like

  1. મોદીએ એમના ભાષણમાં કહ્યું કે દેશ માટે મરવાનો ચાન્સ મળ્યો નથી પણ હવે દેશ માટે જીવીશું..

   Like

 2. મોદીજીએ પ્રજાને બહુ મોટા સપના બતાવ્યા છે, એક રાજ્ય ગુજરાત અને એક દેશ ભારતનુ શાસન કરવુ તે બંને જુદી વાતો છે, આ વખતેતો પુર્ણ બહુમતી મળી છે એટલે કોઇ નિર્ણયો લેવામાં સાથી પક્ષોને મનાવવાનો વારો નથી આવવાનો અને તે રીતે જવબદારી વધીછે કે હવે આપેલા વચનો પુરા કરવામાં કોઇ બહાના ચાલશે નહિં, એટલે જો ગાજ્યા તેટલુ વરસ્યા નહીં તો છેવટે હળવા ઝાપટા પણ કરવા પડશે નહીંતર પ્રજા ફરીને માફ નહીં કરે. મોદીજીને લાગે વળગે છે ત્યાં સુધી તે પ્રજાની અપેક્ષા પુરી કરવામાં પાછા નહીં પડે. હા, કદાચ વાર લાગશે……આશા રાખીએ તે ખરા ઉતરે….

  Liked by 1 person

  1. Fakt sapnaj batavse (Gujarat vikas model ni jem ) tacan jutha Gujarat no umargam thi ambaji sudhi no purviya Patto juvo to khabar pade aaj sudhi Bharat Gujarat ma aavyo hoi tem vato karvavala modi saheb ne have khabar padse karanke bharatnu rajkaran bahu pakshiya bahu bhashiya ane bahu dharmik hoi badhane ek rakhava sahela nathi ane gujaratna vikas ni juthi jaherat na lidhe parprantiyo Gujarat ma aave chhe pachhi roji na Malta ghunakhori tarif vale chhe ane mul gujaratione jivavu jokhami thayu chhe vikas kagal par thayo chhe vastavikta Judi chhe….

   Like

   1. P M Patel tame kayi duniya ma raho chho? Aaje aakhu Bhaarat Gujarat ni pragati ne sehmat chhe. Fakt Bhaarat j nahi parantu paschimi desho ane Industrialized desho pan Modi ane Gujarat ni pragati ne salaam kare chhe…. Haa ye vaat saachi chhe ke pragati saathe saathe crime pan thoda vadhiya chhe. Ane ye to thavaanu j. Joovo ne USA ma jem jem pragati thati gayi tem tem crime pan vadhtaa j gayaa.

    Wake up my friend. Go see yourself how much of Gujarat has become ‘green’ Gujarat and their growth. Gujarat can stand alone now with world as its own country if it is seperate from India. And Modi’s Sarkaar is fully responsible for this growth.

    Liked by 1 person

    1. Sanjay-smita gandhi upar lakhyu j chhe u USA ane janme gujarati chhu jivan na 4 varas UK ma galya chhe 47 varas India ma galya chhe 1 1/2 varas thi USA ma chhu e tamari Jan khatar rahi vat gujarat na vikas ni to dakshin Gujarat na Gamda no je vikas dekhai chhe tema 80 % paisa NRI na ane kheduto na chhe gujarati praja e duniya ma jya jai tya vikas karyo chhe UK nu licestes town gujarati oe vikasavelu chhe te tya ni government kahe chhe bijibaju vat hu khedut no dikro chhu ane gramya jivan joyu chhe ane khet majuro ni dasha joi chhe ane Temne Sahkar pan aapyo chhe ane Gujarat ni koi kacheri bhrashtachar mukva hoi evi me joi nathi rahi vaat ni te fakt media ma dekhai te vastav ma nathi me upar lakhyu j chhe UMARGAM THI AMBAJI SUDHI NO PURV NO PATTO tya jai ne juo to khabar pade vikas ane prajana paisa jetla prachar ane sobhayatra ma nakhya chhe tetla aaj sudhi na koi CM e kharch a karya nathi.

     Like

 3. જોરદાર આલેખન બાપુસાહેબ. અને એમણે આભાર પ્રસ્તાવ ભાષણમાં સહજતાથી એક વાત કહી દીધી કે હવે દેશમાટે જીવવાનું છે અને એક્શનનો સમય છે. વાતો બહુ કરી.

  અને હવે જો કોંગ્રેસને તેમના અસ્તીત્વની ચીંતા હોય તો આ કહેવાતા ગાંધી ફેમીલીની પછેડી છોડી નવી સક્ષમ નેતાગીરી ઉભી કરવી પડે. આપે જે લખ્યું છે તે શતપ્રતીશત સત્ય છે કે કોઈ પણ કોંગ્રેસી નેતામાં આત્મ વિશ્વાસનો ગજ્જબ અભાવ દેખાય છે.

  Like

 4. Well Narrated and explained Bhupendrabhai. With pride of being Modh Gandhi as well as Gujrati, I have no doubt that Modi will bring result to country.

  My biggest take from this article as well as from election result: I hope congress party wake up and smell coffee. They must not carried away from emotion like they have in past. If they want to survive then they must find better canadidate to run their party. They must do this soon if not today.

  Despite of their is nothing to oppose, country still needs opposition party which can oppose on those things that rulling party blindly runaway with like Congress did in last 10 years or so.

  Only time will tell……

  Like

 5. saru karva mate no prayatna ……sari vaat che ….result what ever…

  Like

 6. It is not 100% wrong.
  પરીક્ષા મો પાસ થવા બધા વિસય મો પાસ થવુ પડે.
  એક વીષય માં 95 આવે અને બીજા માં 23 આવે તો નપાસ કહેવાય.
  I m not supporter of congress nor oppose modi.
  It is my neutral opinion.
  My concern is economy and modiji may be out of root.
  In another subject I always praise modi and mostly for his nationalism idea.
  Pragnesh patel

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s