બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં,. ચાર્વાક થી……….

George Jacob Holyoake
George Jacob Holyoake

બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં, ચાર્વાક થી………..

શરુ કરીએ રેશનાલીઝમ થી.. રેશનાલીઝમ ને આપણે વીવેકપંથ કહીએ છીએ. રેશનલ વિચારધારા મતલબ કોઈ વાત કે વાદ ને એમજ માની લેવું અયોગ્ય  છે. કાર્ય અને કારણનો કોઈ સંબંધ હોવો જોઈએ. જ્ઞાન બુદ્ધિગમ્ય હોવું જોઈએ.  એની પાછળ કોઈ રીજન કોઈ કારણ હોવું જોઈએ એને બુદ્ધિ અને તર્ક વડે ચકાસવું જોઈએ. પછી યોગ્ય લાગે તો માનવું બાકી માનવું નહિ આવો સાદો અર્થ વિવેકવાદનો કરી શકાય. જોકે આમ  જોઈએ તો કોઈ વાદ કે વિચારધારા કે દર્શન પોતાનામાં પરિપૂર્ણ હોતા નથી. એમાંથી પછી નવી વિચારધારા પેદા થતી હોય છે.  In philosophy , rationality is the exercise of reason.

 ઍથિઈઝમ એક માન્યતા છે કે ભાઈ ઈશ્વર છે જ નહિ. જ્યારે રેશનાલીઝમ સબ્જેક્ટિવ છે. કાલે કોઈ સોલીડ પુરાવા આપે તો માની પણ લેવાય કે ઈશ્વરભાઈ ભગવાનભાઈ છે. સમયે સમયે વ્યાખ્યાઓ બદલાતી જતી હોય છે, જેમ કે આજે નાસ્તિક આસ્તિકની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જોકે આવા બીજા અનેક વાદ કે વિચારધારાઓ છે જે લગભગ એકબીજા સાથે નજીવા ભેદે પણ સાથે સાથે ચાલતા હોય છે. શક્ય છે કે જુના રેશનાલીસ્ટો ભગવાનમાં અને ધર્મોમાં માનતા પણ હોઈ શકે.  રેશનાલીઝમ તર્ક અને ગણિત સાથે જોડાયેલું હતું.

Rene Descartes ( ૧૫૯૬-૧૬૫૦) કહેતો કે સપના આવે છે તે સત્ય લાગતા હોય છે અને ઘણી વાર ચિતભ્રમ દશામાં ઘણાને આભાસી દ્રશ્યો પણ સત્ય દેખાતા હોય છે. આમ ઇન્દ્રિયો વડે થતી અનુભૂતિ પણ શંકાજનક હોય છે. Baruch Spinoza (૧૬૩૨-૧૬૭૭),Gottfried Leibniz (૧૬૪૬-૧૭૧૬૦) આ ત્રણે મહાન રેશનાલીસ્ટ ગણિતશાસ્ત્રી હતા. Immanuel Kant ( ૧૭૨૪-૧૮૦૪) ટ્રેડિશનલ રેશનાલીઝમની શરૂઆત કરનારા હતા.

રેશનાલીઝમની સાથે સાથે મુસાફરી કરનારો એક વાદ છે Empiricism. અહીં અનુભવજન્ય જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે. અવલોકન, પ્રયોગો, વૈજ્ઞાનિક મેથડ, પુરાવા બધું સોલીડ હોવું જોઈએ. રેશનાલીઝમની જેમ ખાલી રીજન શોધીને બેસી રહેવાનું નથી, પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ. John Locke બ્રિટીશ એમ્પીરીસિઝમના મહાન તત્વજ્ઞાની હતા. જ્ઞાન ફક્ત સિદ્ધાંતો પર આધારિત નહિ પણ પ્રયોગમૂલક હોવું જોઈએ તે એમ્પિરિસિઝમનો મહત્વનો સિદ્ધાંત છે. સંશયવાદ Skepticism પણ આ બધા વાદ સાથે ચાલનારો વાદ છે. રેશનાલીઝમમાં ૧૦૦ માંથી ૩૫ માર્ક્સ આવે તો પાસ થઈ જવાય પણ સ્કેપ્ટીસિસમમાં ૧૦૦ માંથી ૧૦૦ જ લાવવા પડે. એક પણ માર્ક ઓછો પડે તો નાપાસ. David Hume (૧૭૧૧-૧૭૭૬)  એમના empiricism અને skepticism માટે ખૂબ જાણીતા હતા. આમ skepticism વિજ્ઞાન પર બહુ મોટો આધાર રાખે છે. અરે વિજ્ઞાન ઉપર પણ સંશય કરવો એમાંથી પણ નકલી વિજ્ઞાન જુદું પાડવું જેને સ્યુડો સાયન્સ કહેવાય. આમ કહેવાતી વૈજ્ઞાનિક વાતો પર પણ સંશય કરે તેવો આ વાદ છે. Skepticism નાં મૂળિયા ચાર્વાક સ્કૂલમાં રહેલા છે. અનેકાંતવાદ પણ આવો જ એક જબરદસ્ત વૈજ્ઞાનિકવાદ હતો કે એક સત્ય જુદા જુદા અનેક પોઇન્ટ ઑફ વ્યુથી જોઈ શકાય છે. દરેકના સત્ય જુદા જુદા હોય છે. એબ્સોલ્યુટ ટ્રુથ જેવું કશું હોતું નથી, non-absolutism.

Innatism ઇન્નેટીસમ  વળી માને છે કે જન્મ સમયે આપણું મન કોઈ કોરી સ્લેટ નથી. આને સહજવાદ કે સહજ પ્રત્યયવાદ પણ કહેવાય છે. આ વાદનું આધુનિક રૂપ છે Nativism નેટિવિઝમ. આને પ્રકૃતિવાદ પણ કહી શકાય. હું જે હ્યુમન નેચર વિષે અને ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે લખું છે તે બધું આ પ્રકૃતિવાદમાં આવી જાય કે આપણાં જિન્સમાં આપણે ઘણું બધું જ્ઞાન જન્મ સાથે લેતા આવીએ છીએ. હમણાં હું કાંગારું વિષે પ્રોગ્રામ જોતો હતો. કાંગારું અવિકસિત બચ્ચાને જન્મ આપે છે એકાદ વેંતનું પણ નાં હોય તેવું આ બચ્ચું જન્મી ને તરત કાંગારુંનાં પેટે રહેલી કોથળી તરફ પ્રયાણ કરે છે. એને કોણે શિખવાડ્યું કે કોણે બતાવ્યું કે ત્યાં કોથળી છે?

આમ લગભગ બધા વાદ કે વિચારધારાઓ કે દર્શન સંપૂર્ણ લાગતા નથી. ક્યાંક ને ક્યાંક ત્રૂટીઓ જણાય છે. Atheism માને છે કે કોઈ ભગવાન કે દેવ કે સુપર નેચરલ પાવર જેવું હોતું નથી. તો Agnosticism માને કે અમુક વસ્તુઓના જવાબ હોતા નથી, નરો વા કુંજ રો વા જેવું.

untitled-=-Richard Dawkins જેવા હાલના ગ્રેટ ડાર્વિનવાદી હવે Secular Humanism ની તરફેણ કરવા લાગ્યા છે, તો ચાલો હવે સેક્યુલરિઝમ વિષે થોડું જાણીએ. સેક્યુલર કે સેક્યુલરિઝમ નો સીધો સાદો અર્થ એવો કરી શકાય કે ગવર્નમેન્ટ કે સંસ્થાઓ કે એના દ્વારા અપાતા અધિકૃત આદેશોને ધાર્મિક સંસ્થાઓ કે ધર્માધિકારીઓ થી અલગ રાખવા. ટૂંકમાં કહીએ તો સરકાર કે સંસ્થાઓનાં વહીવટમાં ધર્મો અને ધર્માધિકારીઓની દખલ જોઈએ નહિ. આને ગુજરાતીમાં બિનસાંપ્રદાયિક કહેતા હોઈએ છીએ. એક એવો અર્થ પણ થાય કે ધર્મો કે ધાર્મિક માન્યતાઓ કે આદેશો થી મુક્ત. એવું પણ કહી શકાય કે જાહેર પ્રવૃત્તિઓ અને નિર્ણયો ખાસ તો રાજકીય, આ બધું ધાર્મિક માન્યતાઓ અને પ્રેકટીશ ની અસર કે પ્રભાવ વગરનું હોય.

સેક્યુલરિઝમનાં બુદ્ધિગમ્ય મુળિયા   Marcus Aureliusઅને  Epicurus જેવા ગ્રીક અને રોમન ફિલોસોફર Denis Diderot, Voltaire, Baruch Spinoza, John Locke, James Madison, Thomas Jefferson, અને  Thomas Paine જેવા વિચારકોમાં અને આધુનિક  freethinkersઅને  atheists એવા  Robert Ingersollઅને  Bertrand Russell વગેરેમાં જોવા મળે છે. સેક્યુલરિઝમ ને ટ્રેડીશનલ ધાર્મિક મૂલ્યો થી દૂર આધુનિકતા તરફ ગતિ કરતી એક ચળવળ પણ ગણવામાં આવે છે. બ્રિટીશ રાઈટર George Jacob Holyoake એ પહેલીવાર ૧૮૫૧મા સેક્યુલરિઝમ શબ્દ ઉછાળ્યો હતો. પોતે agnostic હતો અને ધાર્મિક માન્યતાઓનું ખંડન કર્યા વગર સામાજિક નિર્દેશો ધર્મોયુક્ત નાં હોવા જોઈએ તેવું માનતો હતો. એ કહેતો કે સેક્યુલરિઝમ એ સ્વતંત્ર વિચારધારા છે, કોઈ ક્રીશ્ચિયાનીટી વિરુદ્ધની ગરમગરમ ચર્ચા નથી.

સેક્યુલર સ્ટેટ(રાજ્ય, દેશ) મતલબ ધર્મ અને ચર્ચ થી મુક્તિ. આપણે ધર્મ કે મંદિર થી મુક્ત કહી શકીએ. ચર્ચ કે મંદિર કે મસ્જિદ શબ્દને ધાર્મિક માન્યતાઓ કે આદેશો તરીકે સમજવો. ધાર્મિક પવિત્ર ગ્રંથોમાં જે કાનૂન દર્શાવ્યા હોય જેવા કે Torah અને Sharia તેનાથી અલગ, સરકાર પોતાના કાનૂન ઘડે. ગરબડ એ છે કે દરેકની પોતાની વ્યાખ્યાઓ આવા શબ્દોમાં ઉમેરાતી હોય છે. લોકશાહીમાં ધાર્મિક લઘુમતીઓના હકોનું રક્ષણ કરવું જોઈએ તેવો પણ એક મત હોય છે.

અહી સેક્યુલરિઝમ ગૂંચવાઈ જાય છે. ધાર્મિક લઘુમતીઓને એમના સ્ક્રિપ્ચર પ્રમાણે કાનૂન અને ફાયદા જોઈતા હોય છે. હવે લોકશાહી તરીકે એમને સંતોષ આપવા જાવ તો બીજા લોકોને મનદુઃખ થવાનું જ છે. ભારતમાં એવું જ થાય છે. ભારતના મુસ્લિમોનો દંભ જુઓ એમને ફાયદા શરિયત મુજબ જોઈએ છે પણ સજાઓ ભારતીય કાયદા મુજબ જોઈતી હોય છે. મુસલમાન ચોરી કરે તો શરીયત મુજબ હાથ કાપી નાખો કે વ્યભિચાર કરે તો મારી નાખો અને બીજા ભારતીયોને આ લાગુ પડે નહિ. તો હાલ મુસલમાન શરીયત મુજબ ચાલવાનું ના પાડી દેશે. એમને ફાયદા શરિઆ મુજબ જોઈએ છે સજાઓ નહિ.

સેક્યુલરિઝમમાં ધર્મોનું અપમાન કરવાનો ઈરાદો હોતો નથી, એમાં ફક્ત ધર્મોની ઉપેક્ષા છે. કારણ તમે બધા ધર્મોના પવિત્ર પુસ્તકોમાં લખેલા કાયદા કાનૂન પાળી સરકારો ચલાવી શકો નહિ. કારણ દરેક ધર્મની માન્યતાઓ અને એમાં લખેલા કાયદા કાનૂન અલગ અલગ હોય છે. અમેરિકામાં વસાહતીઓ આવેલા એનું એક ફન્ડામેન્ટલ કારણ દરેક ને જે તે ધર્મ પાળવાની છૂટ મળે તે હતું. અમેરિકન બંધારણમાં કોઈ પણ ધર્મ પાળવાની અને કોઈ પણ ધર્મ નાં પાળવો હોય તો તેમ કરવાનો મૂળભૂત હક છે. પણ ત્યાં કાયદો અમેરિકન સરકારનો પાળવો પડે છે ધર્મ ગ્રંથોમાં લખેલા કાયદા નહિ. અહી તો ફોર્મ ભરો તેમાં હિંદુ ધર્મ કે મુસ્લિમ ધર્મ લખવાની પણ છૂટ છે. ન્યુ જર્સીના પાર્લિનમાં વોશિંગટન રોડ પર આવેલા દ્વારકાધિશ મંદિરમાં કોઈ ઉત્સવ હોય ત્યારે પોલીસ ખડેપગે ટ્રાફિક અને જનતાની સલામતીની જવાબદારી સંભાળે છે. છતાં ધર્મેન્દ્ર અને હેમા મુસ્લિમ બની અહી ફરી લગ્ન કરી શકે નહિ, એ પહેલા ધર્મેન્દ્ર એ ડિવોર્સ લેવા પડે. આમ જોઈએ તો ભારતદેશ  લોકશાહી ખરો પણ સેક્યુલર ના કહેવાય

ઉપર વર્ણવ્યા તે બધા વાદ વિષે જુદા જુદા કલ્ચરમાં ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ થતી હોય છે. દરેકનું પાછું પોતાનું રેશનાલીઝમ અને સેક્યુલરિઝમ હોય છે. ગુજરાતી રેશનાલીસ્ટ ને માંસાહાર કરવામાં કોઈ રેશનાલીઝમ નહિ દેખાય. પણ અમેરિકન રેશનાલીસ્ટ આરામથી ગાયનું માંસ શુધ્ધા ખાશે. આમ તો ખાવાપીવાનું સેક્યુલર કહેવાય એમાં ધર્મોના આદેશની જરૂર નથી હોતી. પણ આજે અગિયારસ છે, ઉપવાસ છે પણ બટેટાનું શાક ખવાય કારણ ધાર્મિક નિર્દેશ છે તો પછી ખાવાનું સેક્યુલર રહ્યું નહિ. હવે આ જ બટેટા જૈન ધર્મમાં ઉપવાસ તો ઠીક રોજીંદા ખોરાકમાં પણ વર્જ્ય છે. બટેટા ખાવા સેક્યુલર ગતિવિધિ છે પણ ઉપવાસ હોય તો પણ ખવાય અથવા તો કદી ખવાય જ  નહિ તેવા ધાર્મિક નિર્દેશ તેને સેક્યુલર રહેવા દેતા નથી. ટૂંકમાં ધર્મના દિવેલ વડે જ દીવા બાળી એના પ્રકાશ વડે પગદંડીઓ શોધવાની જરૂર નથી. બીજા તેલ પણ બજારમાં મળે છે અને હવે તો સરસ બેટરીઓ પણ મળે છે.

ફ્રેંચ રેવલૂશન દરમ્યાન અને ત્યાર પછી તરત જર્મનીમાં સુપરનેચરલ અને કોઈ અદ્રશ્ય સત્તાને ધ્યાનમાં લીધા વગર ફક્ત માનવજાતને ધ્યાનમાં રાખી નૈતિકતાની ફિલોસફીનાં સંદર્ભમાં Humanism (માનવતાવાદ) શબ્દ વપરાવા લાગ્યો હતો. આની સીધીસાદી વ્યાખ્યા જોઈએ તો ઇશ્વર કે કુદરત નહિ, પણે માનવ(નું હિત) જ સર્વોપરી છે એમ માનનાર વિચારસરણી, માનવતાવાદ, સાહિત્ય અને સંસ્કૃતિનું પુનર્જીવન, માણસની જરૂરિયાતો પર ભાર મૂકીને માણસને લગતા સવાલો બૌદ્ધિક માર્ગે ઉકેલવાનો સિદ્ધાન્ત એટલે માનવતાવાદ. ધાર્મિક માનવતાવાદમાં કોઈ ધાર્મિક ગ્રુપ માનવોની જરૂરિયાતો તરફ વધુ ધ્યાન આપે, તકલીફોમાં એમની સેવા પહેલી કરે. ઘણા ધાર્મિક સમૂહો કે સંસ્થાઓ ડીઝાસ્ટર વખતે સેવા કરવા દોડી જતા હોય છે. ખ્રિસ્તી મિશનરી પ્રવુત્તિ નો મુખ્ય હેતુ માનવસેવા હોય છે. પછી એની પાછળ પોતાના ધર્મને ફેલાવવાનો હેતુ છુપાયેલો હોય છે. કારણ એકવાર તમને તકલીફમાંથી બચાવ્યા હોય એટલે તમે એમના ઉપકાર હેઠળ દબાઈ જવાના અને ધીમે ધીમે તે ધાર્મિક સંસ્થામાં જોડાઈ જવા મનેકમને મજબૂર થઈ જાવ તેવું પણ બને. ધાર્મિક સંસ્થાઓના સેવા કાર્યો જેવા કે એમની હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, મફત ભોજન પુરા પાડવા બધું આડકતરી રીતે એમના ધર્મના ફેલાવવા માટે વધુ હોય છે. ઘેટાને વાડામાં પુરવા થોડો ચારો નાખી લલચાવવું પડે. એક હાથે આપો પછી ચાર હાથે લુંટવાનું મળવાનું જ છે. જો કે બધી સંસ્થાઓ આવું કરે તેવું પણ નથી. ઘણી ધાર્મિક સંસ્થાઓ નિસ્વાર્થભાવે માનવસેવા કરતી હોય છે.

માનવને કેન્દ્રમાં રાખી સુપરનેચરલ સત્તાને અવગણી અંગ્રેજીમાં જેને   Human-centered philosophy કહીએ તેના સૌથી જુના ઉલ્લેખ ચાર્વાક અથવા લોકાયત સિસ્ટમમાં છે. આસ્તિકો માનતા હોય છે કે ધર્મ, પાપ-પુણ્ય, સ્વર્ગ-નરક જેવી માન્યતાઓ, ભગવાન કે ભગવાનનો ડર વગેરે વગેરે માનવજાતને નૈતિક બનાવી રાખતો હોય છે. ઘણા કહેતા હોય છે ધર્મ નાં હોય તો પૃથ્વી રસાતાળ જાય. આમ માનવજાતને નૈતિક બનાવી રાખવા ધર્મના સહારે તમામ અનૈતિકતાઓ આચરતા હોય છે. એટલે બધા ધર્મોમાં આદર્શોની મહાન વાતો હોય છે ખરી પણ અમારો ધર્મ પાળો તો જ નૈતિક બની શકો તે હઠાગ્રહને લીધે સૌથી વધુ હત્યાઓ ધર્મના નામે થઈ છે.imagesKHLY2AAI

બીજું ધર્મોમાં નાં માનતા નાસ્તિકો પણ ક્રૂર બની શકતા હોય છે. એમની નાસ્તિકતા એમનો ધર્મ બની જતી હોય છે અને તે નાસ્તિકતા નામનો નવો ધર્મ ફેલાવવાની લાહ્યમાં માનવજાતનું નિકંદન કાઢી નાખવા તત્પર બની જતા હોય છે. એના ઉત્તમ ઉદાહરણ માઓ, માઓવાદી અને રશિયન સામ્યવાદ અને તેમનો militant ઍથિઈઝમ છે. ચીન અને રશિયન નાસ્તિક સરકારોએ પાયાના હ્યુમન રાઈટ્સનું હનન કરેલું છે તેવું ઘણા માને છે. માટે અહી સેક્યુલર માનવતાવાદ આ બધાથી જુદો પડે છે. સુપરનેચરલીઝમ, સુપરસ્ટીશન, સ્યુડોસાયન્સ બધાને દૂર રાખી ને પણ માનવ જાતની સેવા કરી માનવને નૈતિક બનાવી શકાય છે. માનવ ધર્મ અને ભગવાનની સહાય વગર નૈતિક બનવા કેપેબલ છે તેવું આ સેક્યુલર માનવતાવાદીઓ માનતા હોય છે. એથિઈસ્ટ કે અગ્નૉસ્ટિક માનવતાવાદી હોય તે સારી વાત છે પણ માનવતાવાદી હોય જ તે જરૂરી નથી. અને ધાર્મિક સંગઠનો પણ માનવતાવાદી કામો કરતી હોય છે, પણ એમાં ધર્મના બહાને શોષણ થવાનો ભય હોય છે, માટે સેક્યુલર માનવતાવાદ ઉભો થયો છે જેમાં ઍથિઈઝમ ની સંભવિત ક્રૂરતા અને ધર્મના સંભવિત શોષણ વગેરે થી દૂર રહી શકાય.   

8 thoughts on “બિનસાંપ્રદાયિક માનવતાવાદનાં બુદ્ધિગમ્ય મૂળિયાં,. ચાર્વાક થી……….”

  1. મારા માટે ‘હું ‘ મારો ધર્મ છું , ‘હું ‘ સ્વાર્થી પણ છું .. બીજાને દુઃખ એટલે નથી આપતો કારણ કે તેનાથી મને દુઃખ થાય છે .. સારા કાર્ય એટલે કરું છું કે જેથી મને મજા આવે છે ..મારી મૌજ એ મારું સ્વર્ગ છે ..

    Like

  2. ઘેટાને વાડામાં પુરવા થોડો ચારો નાખી લલચાવવું પડે. આમાં ઘેંટાની સાથે બધા પ્રાણીઓ અને ખાસ તો માણસ નામનું પ્રાણી આવે. મુળ શોષણ છે.

    અત્યારે લોકશાહીમાં શોષણ ઓછું છે. વળી કોઈ નવી શાહી દેખાશે એટલે એને અપનાવવી પડશે.

    દુધ એ પ્રાણીજ ખોરાક એટલે માંસાહાર કહેવાય. જૈનો કે જૈન સાધુ અહીંસાનો પ્રચાર કરે અને દુધ આરામથી હોંશે હોંશે આરોગે. ધાવણાં બચ્ચાનો આહાર. માદા પ્રાણી પાસેથી છીનવેલ દુધ. જૈન દર્શન અહીં ભોઠું પડી જાય છે.

    બીજી કે ચોથીમાં હતો ત્યારે મારા ઘરે કાળી મોટી ગાય હતી. ચબુતરા ઉપર બાંધેલ ઘરમાં ગાય મને મળવા ઘરમાં ધસી આવતી. ખબર નહીં કઈ લાલચ હતી.

    Like

    1. ભારતીય સનાતન હિંદુ શાસ્ત્રો માં એવી વાત છે કે ગાય એ માતા સમાન છે તેને આપણે જનમ નથી આપીયો પણ તેના દુધ થી આપડો વિકાસ થાય છે સાચી વાત એવી છે કે વૈદિક કાળ માં જયારે ગાયમાતા નું બચ્ચું તેનું દુધ પીલે પછીજ ગાય માતાને વિનંતી કરી પગે લાગી પછી તેને દુહ્વામાં આવતા અને પોતાની સગી માતા જેટલોજ પ્રેમ ગાય પર રાખવામાં આવતો માટે હિંદુઓ ગાય ને માતા મને છે અને તેની પૂજા કરે છે અને માતાનું કામજ બાળક ને દૂધ પાઈને મોટા કરવાનું છે આપ મારાથી મોટા છો માટે મારાથી તમારી સામે ના બોલાય વડીલ પણ તમને કોઈ બાબત માં વિનંતી કરી સકાય તો પણ હું તમારી એક લાખ વખત માફી માંગી તમને ગાય માતા ના દૂધ પીવા બાબત ની સ્પસ્ટતા કરું છુ આપનો આભાર મારું ઈમૈલ vvnakshar@gmail.com છે આપ આપના વિચારો મોકલી શકો છો

      Like

  3. અત્યંત ઉત્કૃષ્ટ લેખ; બધા અભ્યાસક્રમોમાં ફરજીયાત બનાવવા જેવો. આનું
    અંગ્રેજી ભાષાંતર પણ મુકો તો નવી પેઢીને વંચાવી શકાય.
    ઈશ્વર છે કે નહિ તે વિવાદ કરવાની જરૂર નથી. છે એમ માની લઈએ તો પણ સમજવું જોઈએ
    કે જો હોય તો તે બધા ધર્મોથી ઉપર અને વેગળો (above and beyond) જ છે. તેથી
    ઈશ્વર અને ઈશ્વરીય ગુણો જેવા કે પ્રેમ, દયા, ન્યાય વગેરે પર શ્રદ્ધા રાખવી
    જોઈએ; ઈશ્વરના બની બેઠેલા દલાલો પર નહિ.

    Like

  4. ઍથિઈઝમ એક માન્યતા છે કે ભાઈ ઈશ્વર છે જ નહિ. જ્યારે રેશનાલીઝમ સબ્જેક્ટિવ છે. કાલે કોઈ સોલીડ પુરાવા આપે તો માની પણ લેવાય કે ઈશ્વરભાઈ ભગવાનભાઈ છે. સમયે સમયે વ્યાખ્યાઓ બદલાતી જતી હોય છે, start to end knowledge thi bharpur maanv man ena potana swarth pramane yogya lagta ruls taraf vadhu vare chhe camical locho eni potani pasand swarth lalach pramanej jete taraf vadhune vadhu lai jaay chhe pan prani matra badhaj no potpotano ek dharma hoy chhe ne ema jadbesalak eno potano swarth ke potani rit potani manyata potano rastoj sacho dekhavno…. pan aa badha camical locha ne ultavi sakva mate jem bhgwan ma ashta rakhi aarti pooja kare em satat tamara jeva maha mehnate sansodhano kaine aata aatlu taiyar bhaanu pirse to vachvane ene utarva taiyar rehvu pde.. great sir…

    Like

  5. બાપુ, સંપૂર્ણ અભ્યાસપૂર્ણ લેખ. સંશોઘનોનો નીચોડ. જેમ પ્રવિણભાઇઅે કહ્યુ તેમ આ અેકજ રીસર્ચ પેપર તમને પી.અેચ.ડીની ડીગ્રિ મેળવી આપી શકે. બીજા અેક સજેશન પ્રમાણે અંગ્રેજીમાં તરજુમો અને શાળામાં ભણતરમાં સામેલ કરવા માટે સંપૂર્ણ. અેક વખત વાંચીને પુરું ના સમજાય. દરેક ‘વાદો‘ નો ઉંડો અભ્યાસ સાથે સાથે કરવો રહ્યો. હાર્દિક અભિનંદન. ગુજરાતી સાહિત્ય સભા…ગુજરાત…પોતાનો અભિપ્રાય આપે તેવું ઇચ્છું છું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s