મોદીની લહેર કે લહેરે મોદી ?

મોદીની લહેર કે લહેરે મોદી ?

એવરિજ ભારતીય પ્રજા મોજાઓમાં, લાગણીઓના પ્રવાહમાં કે લહેરો પર સવાર થઈને જીવતી પ્રજા છે. તર્ક, બુદ્ધિ કે મગજના ન્યુરોન્સ વાપરનારી પ્રજા નથી. ધર્મ હોય કે રાજકારણ એને કોઈ પૂરમાં તણાઈને જીવવાનું જ ગમતું હોય છે. ખોટું મગજને તસ્દી આપવાની? સંતોષી માતાનું પુર આવે, દશામાનું પુર આવે, સાઈબાબાનું પુર આવે, બચ્ચનનું આવે, સચિનનું આવે, ગાય વાછરડાનું આવે, બે બળદની જોડીનું આવે, પંજાનું આવે, કમળનું આવે, રામમંદિરનું આવે, બાબરી મસ્જીદનું આવે, અન્ના હજારેનું આવે, કેજરીવાલનું આવે બસ પૂરમાં જીવવાનું જ આ પ્રજાને ફાવે છે. પુર વગર આ પ્રજા વિચારી જ શકતી નથી. ભક્ત તો પૂરમાં જીવતો હોય છે વિરોધી પણ પૂરમાં જ તણાઈ ને જીવવા ટેવાયેલા હોય છે. ભક્તના પુરના વિરોધમાં એક બીજું પુર ખડું કરી દેતા હોય છે અંધ વિરોધનું. કહેવાતા બુદ્ધિજીવી હોય કે કહેવાતા સેક્યુલર બંને પૂરમાં જીવતા હોય છે.

એટલે મેં સવાલ પૂછ્યો છે કે મોદીની લહેર છે કે લહેરે મોદી? મોદીની લહેર મોજું કે પુર ઊભુ થયું છે કે કોઈ એવી લહેર ઉભી થઈ છે તેના પર મોદી ચડી બેઠા છે? કે પછી બંને? સોચો. મોદીનો ફક્ત કરવા ખાતર વિરોધ જ કરવો છે કે પછી મોદી કેમ પીએમ બનવા સક્ષમ છે? જો તમારા ન્યુરોન્સ વાપરીને મોદીનો વિરોધ કરતા હોવ તો બરોબર છે કે તમારા ન્યુરોન્સ વાપરીને મોદીની તરફેણ કરતા હોવ તો બરોબર છે. સવાલ છે ફક્ત લાગણીઓમાં તણાઈ જવાને બદલે તમારા ન્યુરોન્સ વાપરવાનો.

આજે ભલે તમે વખોડતા હોવ પણ જવાહરલાલ નહેરુનો કરિશ્મા એક સમયે જોરદાર ચાલતો જ હતો. એટલો કરિશ્મા ઉભો કરવા સરદાર લાંબુ જીવ્યા જ નહોતા અને ગાંધી તો ગોળી ખાઈને દેવ થઈ ચુક્યા હતા. જબરદસ્ત કરિશ્મા ધરાવતા નહેરુ સરકારના ભ્રષ્ટાચાર સૌથી પહેલા એમના જમાઈ ફિરોઝ ગાંધીએ જ બહાર પાડેલા. વાતાવરણની અસર જિન્સ ઉપર પડતી હોય છે તે હિસાબે ફિરોઝ ગાંધીના જિન્સ સંજય, રાજીવ અને રાહુલમાં બદલાઈ ગયા લાગે છે. બાપ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતો હતો ને બેટાઓ ભ્રષ્ટાચારમાં રચ્યાપચ્યા રહે છે. લાલબહાદુર શાસ્ત્રી આવા કોઈ કરિશ્મા વગરના સીધાસાદા સિદ્ધાંતવાદી નેતા હતા. પણ ત્યાર પછી આવેલા ઈન્દિરાજી પિતાની જેમ કરિશ્મા ધરાવતા અને કોઈ લહેર ઉભી થઈ હોય તો એની પર સવાર થઈ જવામાં નિષ્ણાંત હતા. એમને લહેર ઉભી કરવાનું તો આવડતું જ હતું પણ ઉભી થયેલો લહેર પર ચડી બેસવાનું પણ આવડતું હતું.

ત્યાર પછી જે નેતાઓ આવ્યા તે અકસ્માતે ઉભી થયેલી લહેરો ને કારણે આવ્યા. શાસ્ત્રીજી આપણી બહાદુર સેનાના કારણે યુદ્ધ તો જીત્યા પણ મૂળ ઘૂંટણીએ પડી જવાની માનસિકતાએ સેનાએ જીતેલું યુદ્ધ ટેબલ પર તાશ્કંદ કરારમાં હારી ગયા, પણ એનો અપરાધબોધ હ્રદયરોગના હુમલાનાં બહાને એમને દેવલોક લઈ ગયો. બાર્બીડોલ બનાવીને નચાવે રાખીશું સમજી સખત એવા મોરારજીને વડાપ્રધાન બનાવવાને બદલે કામરાજ આણી લુચ્ચી મંડળીએ ઇન્દિરાને વડાંપ્રધાન બનાવ્યા. એલ્ફા ચિમ્પેન્ઝીનાં તમામ ગુણ ધરાવતી ઈન્દીરા બાર્બીડોલ નહોતી તે આ નેતાઓ સમજી શક્યા નહિ. ઇન્દિરાજીએ આ બુઢાપો ભોગવતા એલ્ફાઓ ને એક જટકે ફેંકી દીધા. સિદ્ધાંતનિષ્ઠ નેતાઓનો જમાનો પૂરો થઈ ચૂક્યો હતો. ગમે તે ભોગે જીતવું તેવો મૂળ મેમલ બ્રેનનો સિદ્ધાંત છેવટે આગળ આવી જ ગયો હતો. સિદ્ધાંતો અને આદર્શોને મેમલ બ્રેન પ્રોસેસ કરતુ નથી તે હકીકત થી અજાણ મોરારજી રાહ જોઇને ધીમે ધીમે વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યા હતા. સંજય ગાંધી સાચો હતો અતિશય વસ્તી વિકાસ આડે મહત્વનું પરિબળ હતું. સુકા ભેગું થોડું લીલું બળે એમાં સંજય ગાંધીના નસબંધીના પ્રોગ્રામમાં થયેલી જ્યાદતીએ ઈન્દીરા વિરુદ્ધ લહેર પેદા કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. એવામાં ઈન્દિરાએ કટોકટી મૂકવાની ભૂલ કરી ને ઈન્દીરા વિરુદ્ધ એક જબરદસ્ત લહેર ઉભી થઈ ગઈ. એના પર સવાર થઈને મોરારજી વડાપ્રધાન તો બની ગયા, પણ જે જે બીટા મેમલ્સ નો સહારો લઈને મોરારજી વડાપ્રધાન બનેલા તેવા ચરણસિંહ અને બીજા બધા નેતાઓની મૂળ મહેચ્છા તો વડાપ્રધાન બનવાની જ હતી. આવા સમયે સિદ્ધાંતોનું પૂછડું પકડીને બેસી નાં રહેવાય. ટોળા પર કાબૂ મેળવવા સિદ્ધાંતો નહિ સખતાઈની જરૂર પડે. ઇન્દિરા તો ડેમ એલ્ફા ચિમ્પેન્ઝી બ્રેન ધરાવતા જ હતા. ચૌધરી ચરણસિંહની એલ્ફા બનવાની મહેચ્છાનો કેવી રીતે ઉપયોગ કરવો જાણતા જ હતા. ચરણસિંહને ટેકો આપી હાલ ટેમ્પરરી વડાપ્રધાન બનાવો પછી સમય આવે ટેકો પાછો ખેંચી લેતા કોણ રોકવાનું છે? સિદ્ધાંતવાદી મોરારજી હાર્યા ને પરમેનન્ટ ફેંકાઈ ગયા.

જનતાનો ભરોસો આમ મોરારજીની જનતા પાર્ટી તૂટી જવાથી એના પ્રત્યેથી તૂટી ગયો. એક મસ્ત લહેર ઉભી થઈ ને ઈન્દીરા બાખૂબી તે લહેર પર ચડી બેઠા. ગાય વાછરડું ચૂંટણી પ્રતિક રાખી લહેરને જોરદાર ધક્કો આપી ધાર્મિક લાગણીઓ પણ મત રૂપે રોકડી કરી લેવામાં આવી હતી. આખી લોકસભામાં ભાજપાની ફક્ત બે જ સીટો આવેલી. ટાંટિયાખેંચ વિશ્વાસઘાત પ્રજાએ અનુભવ્યો ને વિરોધની જે લહેર ઉઠેલી તેના પર સવાર થઈ જવાનું ઈન્દીરા બાખૂબી જાણતા હતા. ત્યાર પછી એમની હત્યા થઈ અને સહાનુભુતિની જે લહેર ઉઠી તેના પર રાજીવ ને સવાર થવામાં કોઈ કૌશલ્યની જરૂર નહોતી પડી જે એનામાં હતું જ નહિ. જનતાનો અસંતોષ લહેર રૂપે આમથી તેમ દિશાવિહીન ભટક્યા કરતો. રાજીવની હત્યા થઈ ફરી પછી સહાનુભુતિની લહેર ઉઠી તેના પર કોંગ્રેસ સ્વાભાવિક સવાર થઈ જાયએમાં કોઈ નવી વાત હતી નહિ. બાજપાઈ અડવાણી કોઈ મોટી લહેર ઉભી કરવામાં નિષ્ફળ રહેલા.

આજ સુધીના સૌથી વધુ નિષ્ફળ અને નાકામ વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ પંકાઈ ગયા છે. એમનો લાંબો બાયોડેટા કે રેઝ્યુમી વાંચીને ગર્વ થતો હતો હવે શરમ ઉપજે છે. સાલું ઘરમાં પાળેલું કુતરું પણ કોઈવાર સામું ઘરકીયું કરી લેતું હોય છે. સૌથી વધુ આર્થિક કૌભાંડો એમના રાજ્યમાં એમના પ્રધાનોએ કર્યા પણ બેટ્ટો થાય જો બોલે તો. એક પછી એક કૌભાંડોની શ્રુંખલા ચાલુ જ રહી. કોંગ્રેસ વિરોધની લહેર ઉઠવાની શરુ થઈ ચુકી હતી. લહેર ઉભી કરવામાં અને ઉઠેલી લહેર પર સવાર થઈ જવામાં નિષ્ણાંત નરેન્દ્ર મોદી ચાન્સ ચુકે ખરા? અન્ના સીધોસાદો સૈનિક મને તો ખબર જ હતી કે બહુ લાંબુ નહિ ચાલે. અરવિંદ કેજરીવાલે શરૂમાં સરસ આશા જગાવેલી. શિસ્ત વગરના તોફાની છોકરાનું ટોળું લઈને હેડમાસ્તર સામે પડેલા મોનીટરથી વધુ કાઈ લાગ્યું નહિ. ભલે એના આદર્શો ઊંચા હશે પણ એલ્ફા નેતા સમૂહના બીજા સભ્યો કરતા થોડો જુદો અને વિશિષ્ટ હોય તો જ નેતા બની શકે. આમઆદમી કરતા થોડો જુદો હોય તે આમઆદમીની નેતાગીરી કરી શકે. રોજ લાફા ખાતો નેતા તમને કોઈ લાફો મારવા આવશે ત્યારે કઈ રીતે બચાવશે? પ્રજાનું  કલેકટીવ બ્રેન આ બધું નોટીસ કરતુ હોય છે.

સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સસ્તન પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય. આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય. બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને દરેક સમૂહને એક નેતાની જરૂર હોય છે. નેતા જેટલો ડોમીનન્ટ તેટલો તેનો સમૂહ સીધો ચાલવાનો. બળવાન નેતાની જરૂર દરેક સમૂહને હોય છે. કારણ બળવાન નેતા જ સમૂહને પ્રિડેટરથી બચાવતો હોય છે. દરેક mammals ની સર્વાઈવલની તકનીક કે પધ્ધતિ બેજીકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે. mammals ગ્રૂપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે, અને નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. ઉત્ક્રાંતિવાદના મનોવિજ્ઞાનનું  આ કડવું સત્ય છે.

નબળો આલ્ફા નેતા પોતાના સાથીદારોને કાબુમાં રાખી શકતો નથી. આવા ઉત્તમ આલ્ફા નેતાનું ઉદાહરણ છે નરેન્દ્ર મોદી. કોઈ લોબીને તે ગાંઠ્યા નથી. એમના હાથ નીચે કામ કરતા પ્રધાનોને પણ એમની કેબીનમાં જતા ડર લાગતો હશે. ઢીલાં કેશુભાઈએ મોટાભાગના ધારાસભ્યોને પ્રધાન અને બીજા મહત્વના પદ સોંપીને રાજી રાખવાનો પ્રયત્ન કરેલો. પણ દરેકને મુખ્ય પ્રધાન બનવું હોય છે. છેવટે સરકાર તૂટી પડી હતી. મોદીએ ૧૫ પ્રધાનોથી શરુ કરેલું. આજે પણ ધારે તો ફક્ત પાંચ પ્રધાનો વડે ચલાવે તેવા છે. આપખુદ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગ્રૂપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પાન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. મોદી પણ એમના ભાષણો માટે પ્રખ્યાત અને કાબેલ છે. બુમો પાડવામાં શુરા છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રીડેટરથી કઈ રીતે બચાવશે?

આપખુદ શાસકો એ જ આજ સુધી સફળતાપૂર્વક રાજ કર્યા છે. કારણ તમે લીડર તરીકે તમારા સમૂહના તમામ સભ્યોને કદી સંતોષ આપી શકો નહિ. કારણ તમામની અંતિમ ઈચ્છા તો પ્રથમ નંબરે સ્થિત રહેવાની જ હોય છે. સમાનતા-ઇક્વાલિટી આદર્શ તરીકે બરોબર છે પણ મેમલ બ્રેન તેને પ્રોસેસ કરી શકતું નથી. એટલે નેતા તરીકે બધાને સરખા રાખીને તમે ચાલી શકો નહિ. આવા ટાઈમે તમારો આપખુદ સ્વભાવ જ તમને બચાવે. ઘરમાં પણ તમે જોજો પિતાશ્રી ઢીલા હશે તો તેમના છોકરા સ્વચ્છંદી બની જતા વાર નહિ લાગે. ઘરમાં કોઈ શિસ્ત જેવું હશે જ નહિ. માતા અથવા પિતા બે માંથી એકાદે તો આપખુદ બનવું જ પડે.

ભાજપાની ઘરડી નેતાગીરી ખસવા માંગતી નહોતી. હવે ૮૬ વર્ષે વડાપ્રધાન બનીને અડવાણી શું કાંદા કાઢવાના હતા? સામે થી કહી દેવું જોઈએ કે ભાઈ હવે મારી ઉંમર થઈ તમે બધા સંભાળો. ચાલવાના ફાંફાં છે પણ તેવા નેતાઓને હજુ ચૂંટણી લડીને ખુરસી પ્રાપ્ત કરવી હોય છે. મોદીએ કડક થયા વગર ચાલે તેમજ નહોતું.

મોદી ભલે તમને બેફામ બોલતા હોય તેવું લાગે પણ તોલી તોલીને બોલે છે. તે આંતકવાદીઓ વિરુદ્ધ બોલે છે મુસલમાનો વિરુદ્ધ નહિ. મોદીના બધા ઈન્ટરવ્યું મેં જોયા છે. હશે ક્યાંક અગાઉથી સેટિંગ થયેલા મેચ ફિક્સિંગ જેવા પણ લોકોને લાગ્યા હશે. પણ ગમે તેટલું ફિક્સિંગ કરો મોદી જેવી બોડી લેન્ગવેજ ક્યાંથી લાવશો? અર્નબે રાહુલનો ઈન્ટરવ્યું લીધેલો, આ ઈન્ટરવ્યુંએ રાહુલની ઈમેજ ઉઘાડી જ પાડી દીધી. રાહુલ માટે આ બહુ મોટું નુકશાન હતું. આખા દેશે આ ઈન્ટરવ્યું જોયો છે એની બાંધી મુઠ્ઠી લાખની હતી તે ખાકની થઈ ગઈ. એના કરતા તો રાજ ઠાકરે સારી રીતે હેન્ડલ કરતા હોય છે.

મોદીને ફસાવવા ગાળિયો નાખશો તો તે એની ટાઈ બનાવીને પહેરી લેશે. આ એમની ખૂબી છે. મોદી મક્કમ છે, નિર્ણય લેવામાં સખત છે, આપખુદ છે તે જ એમની એક એલ્ફા લીડર તરીકેની મૂડી છે. ગુજરાતમાં વિકાસ કરીને વિકાસના મુદ્દે મોદીએ એક લહેર ઉભી કરેલી તેને આખા ભારતમાં ફેલાવવામાં સફળ થયા છે. કોંગ્રેસના મોસ્ટ કરપ્ટ શાસન કાળથી ત્રાસેલી પ્રજામાં જે વિરોધની લહેર ઉઠેલી તેના પર પણ મોદી સવાર થઈ ચુક્યા છે. લહેર ઉભી કરવામાં અને ઉઠેલી લહેર પર સવાર થઈ જવામાં ઉસ્તાદ મોદી સુનામીને હવે કોઈ રોકી શકે તો રોક લો..

11 thoughts on “મોદીની લહેર કે લહેરે મોદી ?”

 1. મોદીની લહેર કે લહેરે મોદી?

  જવાહરલાલ પછી શાસ્ત્રી પછી ઈંદીરા ગાંધી, મોરારજી દેસાઈ, નરસીંહ રાવ, રાજીવ ગાંધી, બાજપેયી અને મન મોહન સીંહ સુધીની લહેરમાં મનમોહનસીંહ પાળેલા કુતરાથી ગયા.

  ગઠજોડમાં ઘણી વીગતો હોય છે અને બાંધછોડ કરવી પડે છે.

  નરેન્દ્ર મોદી સરકાર બનાવશે પછી બંધારણની કલમ ૩૭૦ અને રામ મંદીર મુદ્દો મોદી અને બીજેપી બનેને ડુબાડશે. કલમ ૩૭૦ રદ્દ થતાં કાશ્મીર સ્વતંત્ર દેશ બની જશે. રામ મંદીર નામનો મુદ્દો મડદું પેક કરવા માટે છેલ્લો ખીલો બનશે. અને આ બધું નજીકના ભવીષ્યમાં. બધી લહેરમાં હમણાંની લહેર સુનામી બનશે..

  Like

  1. Vora saheb Ekdam sachi vaat kari tame bhartiyo praja pase dirgh drashti nathi loko tolashahi ane samuhik vichar Kare chhe swantra vichar dhara dharavta loko bahar aavta nathi ghetana tola Jevu chhe ane modi na naam ni upjaveli laher tarva karta dubadva mate karan banse.

   Like

 2. મોદીને ફસાવવા ગાળિયો નાખશો તો તે એની ટાઈ બનાવીને પહેરી લેશે. આ એમની ખૂબી છે. મોદી મક્કમ છે, નિર્ણય લેવામાં સખત છે, આપખુદ છે તે જ એમની એક એલ્ફા લીડર તરીકેની મૂડી છે. ગુજરાતમાં વિકાસ કરીને વિકાસના મુદ્દે મોદીએ એક લહેર ઉભી કરેલી તેને આખા ભારતમાં ફેલાવવામાં સફળ થયા છે. – કબુલ પણ તેમણે કરેલી મહેનતને નજર અંદાઝ ના કરી શકાય . છેલ્લા ,8 મહિનાથી લગલગાટ આખા દેશમાં ફરીફરીને તેમણે કરેલી,સભાઓ અને પબ્લિક મીટીંગ ની સંખ્યા જુવો .અટલબિહારી વાજપાયી કે લાલકૃષ્ણ આડવાણી એ આખી જીંદગીમાં નહિ કરી હોય એટલી સભાઓ તેમણે એકલેહાથે છેલ્લા 8-મહિનામાં કરી છે ,,,જૂનાજોગી ,અને પેધી ગયેલા નેતાઓ ને સાઈજ પ્રમાણે વેતરે નહિ તો ,એ ડોસલાઓ મોદીનો ખીમો કરી નાખે એટલા ઘડાયેલા અને ઉસ્તાદ છેજ ..તેમને ફક્ત વિરોધ-પક્ષ નહિ પોતાના પક્ષના ખખડ્ધજ નેતાઓ સામે પણ લડવાનું છે , અને આવી પરસ્થિતિ માં તેંઓ -દરરોજના 18 કલાક સતત કામ કરે છે ,,એક જ જીદ સાથે ,નાં રુકેંગે નાં જુકેંગે ! ના આત્મ-વિશ્વાસ સાથે ,,,,આ સંઘમાં તેમણે કરેલા સંગઠનના કર્યો અને તે અનુભવ પણ કામ આવે છે ,,40 વરસ એ માણસે ભિક્ષાથી ચલાવ્યું છે ,સ્વ-માટે નહિ એ તો બાદ-માં આવ્યો ,,સમાજ માટે સંઘ માટે ,,,આ તપ ,છે એનો પ્રભાવ પણ તેમના વ્યક્તિત્વમાં જોવા મળે છે ,,મને લાગે છે આ વખતે મોદી ,બાજી મારી જવાના ,તેમને હક્ક છે ,બોસ્સ !!

  Like

 3. Well explained Bhupendrabhai. Yes, 86 years old definately not going to do anything, not even Kanda Kadhi sake khetar mathi. I have experince election during 1977. Since then I moved to USA and has no touch of anything. Yet, so far what I have observed through social network and media, I do believe that Modi Laher is real. Indian citizen must take him for real.

  As you have explained, I am afraid that 2-3 years of his being PM, their will be someone in party want to create some sort of commotion and depart from him which will create hardship on him for what he want to do and what he can accomplish. Example of Morarji Desai in 1977 can be repeated. If it does than answer to your question would be ‘Modi ki Laher’. Laher die down – honeymoon is over. For sake of Indian Citizen, I pray this will not happen.

  ps: Last time (in 2001) I was in Navsari, some one have told me “jiya soodhi dhotiyawala khurshi nahi chhode tiya soodhi potiyawala ye sahvaanu”. I can see this with people like Advani. We need younger and fresh genration to be in power.

  Like

 4. Bahuj saras Bhupendra bhai, Intelligently tame Modi ni sarvochchta ne tathaa emna Gujarat Vikaas Model na pan drashtanto aapya. Please, mane Modi virodhee maanvaani bhool na karsho. Mane koi pan vyakti ke paksh par prem nathee ke nathhe aandhulkiyo virodh. Modi aapkhud shashak (Dictator) chhe aa vaat to badhan jaanenj chhe. Gujarat ma ‘Vikaas’ thayo eni naa nathee. Pan ae vikass kona bhoge thayo? Fakta pahodaa rastaa, banaavva, Narmda par dam bananvvun, Sabarmati front ne vkisavvi, Adani, Ambani ane Tata o dwaraa mota udhogo lavva ane evun to ghanu badhun.

  Have aapne nispaksh thai shaantithee vichaariye. Maanva vikaas ketlo thayo? Maanav vikaas ni amulya chaavi rup Cruikshank no vikaas ketlo thayo? Dar varshe Karodo na MOUs par hashtakshar thayaan samaacharo pahela paane jaroor chmkya ke chamkaavya. Tyaarbaad emanthee ketalaa kharekhar saakaar thayaa ena samchaar, maaf kar jo, men aaj sudhee nathee vaanchya. SC/ST/OBC maate ketlan kaamo thayaan? Lokayukta nahin banaavva maateni emni ladat chhek Supreme court sudhee lai gayaan. Shun maliyun? Maanvadhikaaro nu ketlun hanan thayun? Aapkhudshahi ma aame Human Rights nu sahu partham bali levay chhe. Ketli primary and secondary schoolo ma Taechers ni nokario khaali padi chhe? Shun ek abheeyan maarfat aavnaar prdhine asusheekshit raakhvanu shadyantra nathee rachai rahiyun? Loko ek bijaan na kshtrama makaano kharidee nathee shakta. Kem? Law banaavaayo chhe ke alpa sankhyako bahumativala khsetrama makaano naa kharidee shake? Lokone Ghettos ma purvaanu kaam jordaar rite chaali rahiyun chhe. Shaa maate?

  Nahin Bhupendra saheb Modi ji ni vicharsharani ane kaam karvaani reet banne ne amaanya raakhvij rahi. Aapkhudsahi hamesh vinashaj laave chhe. Aapkhud ‘Vikaas’ anhin parantu ‘Vinaash’ laave chhe. Duniyae ghanaa Aapkhudshao ne joya chhe. Hitler, Idi Amin ane evaa to anek. Aaapkhudsahi ni tarfen karij na shakaay ane naa to ene vakhaani shakaay.

  Modi saame Rahul to bachhun chhe. Ene to boltaan pan nathee avadtun. Eto Raj Thakrey ne pan compete nathee kari shakto. Raj is a Fire brand speaker. Ene hun balpanthee olkhun chhun. 1966 maa Raj na kaka Baal Thakrey jode maline Shiv Sena banavvaani bhool karvaa maate aaje pan pastaavo kari rahyo chhun.

  Advani ni mahechha vishe maare kashunj nathee kehvun. Aa vaat emni aantrik chhe. Maare maathun nathee maarvun.

  jo uprokta maar vichaaro tamne ke koine pan ‘Modi Virodhee’ laage to ae maarun durbhagya hashe. Hun tathasta chhun ane rahish. Bharat maa koi dudh nu dhoyelun nathee. Democracy bahuj saari chhe pan kamnaseebe lokoe ans khaas kari lampat rajkaarniyoe ene ek ‘Necessary Evil’ banaavi didhhee chhe.

  Firoz Khan
  columnist, Commentator and Critic.
  Toronto, Canada

  Like

  1. આપખુદશાહીનું નામ આવે ત્યારે હિટલર અને ઈદી અમીનના નામો લેવાય છે. છેવટે હિટલરને આપઘાત કરવો પડયો અને ઈદી અમીનને દેશ છોડી બીજે ભાગી જવુ પડયું. ગદાફીનું એમ જ થયું. ઈરાન, ઈરાક, અફઘાનીસ્તાન, પાકીસ્તાનમાં ટોળાશાહીએ નાગરીકો ઉપર આંતક ફેલાવેલ છે.

   અયોધ્યામાં બાબરી મસ્જીદનો ઢાંચો ટોળાશાહીને કારણે તુટ્યો એના પછી સંસદ ઉપર હુમલો થયો અને ઠેઠ કરાંચીથી મુંબઈના રેઢિયાળ જળ રસ્તે હુમલો થયો. પાકીસ્તાન અને ભારતનું સંરક્ષણ મંત્રાલય બદનામ થયેલ ભૃષ્ટાચારી ખાતાઓમાં ટોચ ઉપર છે. પાકીસ્તાનમાં જે હાલ લશ્કરના સરમુખ્ત્યારના થાય છે એવી હાલત ભારતમાં ટોળાશાહી કે આપખુદશાહી લાવશે…

   Like

   1. Ekdam sachi vat vora saheb je desh ma neta abhineta santo cricketer na mandiro banave ane pachhi savar sanj aarti puja pan thai evi mansikta dharavti praja hoi tya 33 karod devta pan aavij rite peda karya hoi evu lage chhe tola shahi ma swatrant vichar Vivek nathi hoto ek unmad hoi chhe je rajkaraniyo e bhadkavelo hoi chhe ane ej rajkarani satta par aavta Judi bhasha ma vat karva lage chhe joiye 60 mahina ma su Thai chhe….

    Like

  2. Firozbhai
   Ek bhartiy/Canadian tarike Bahuj tatstha mulyankan kar agama safalata melvi chhe.
   Aabhar. Pan Mr. Modinu mulyankan karvaama nishfalta melvi.
   Karan Gujaratna 2002 na ramkhan ni sharuat kone kari? Sha maate musafarona be dabba bandh kari musafarone jivta salgavya? Koi Karan vina.chhe Jawab eno tamari paase?

   Like

 5. બહુજ સરસ !

  મોદીશ્રી અને ગુજરાતી જનોએ એ ફક્ત હીન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે , તેમનો ધ્યેય શું છે,તેમના હીન્દી પ્રચાર મંત્રો શું છે અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શીરોરેખા મુક્ત ગુજનાગરી લીપીમાં માં શક્ય છે કે નહી તેનો અભ્યાસ કરવાની જરૂર છે.

  જો હીન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લીપીમાં શીક્ષણ (દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહી ?શીક્ષણ વીભાગ આ બાબતમાં કેમ વીચારતું નથી?

  વીદ્યાર્થીઓને હીન્દી તો બોલીવૂડ જરૂર શીખવશે પણ ભારતની રાજકીય અને આન્તર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી?

  આ ઈન્ટરનેટ યુગમાં સર્વે ભારતીય ભાષાઓ સ્વલીપીમાં ,ભાષા લીપી રૂપાંતર દ્વારા શીખી શકાય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s