આજે પુસ્તક દિન છે. તો થયું ચાલો પુસ્તકો વિશે કઈક લખું. પુસ્તકો મારા બ્રેન માટે વસાણું છે. બ્રેનનો બદામ પાક કહો કે મનનો મેથીપાક કહો. આપણે શિયાળામાં શરીરને એક્સ્ટ્રા પોષણ મળે માટે વસાણું ખાતા હોઈએ છીએ. મને પુસ્તકો વાંચવાનો શોખ જીનેટીકલી મળ્યો હોય તેમ લાગે છે. ફાધર વકીલ હતા. આખો દિવસ કોર્ટમાં હોય સમય મળે નહિ તો રાતે જાગીને પણ પુસ્તકો વાંચતા. અમે ચારે ભાઈઓ અને એક બહેન બધા વાંચવાના ખુબ શોખીન. ફાધરની ઓફિસમાં કબાટ બધા પુસ્તકોથી ભરેલા રહેતા. “સત્યના પ્રયોગો” મેં એમાંથી જ વાંચેલા..
ફાધર વિજાપુરમાં પ્રેકટીશ કરતા એટલે અમે વિજાપુરમાં રહેતા. વિજાપુર જુના વખતમાં ગાયકવાડ સરકારના તાબામાં હતું. ગાયકવાડ સરકારનો નિયમ કે એમના તાબાના દરેક ગામમાં એક પ્રાથમિક શાળા, એક અખાડો અને એક પુસ્તકાલય ફરજીયાત હોય. વિજાપુરમાં પણ એક સરસ મજાની લાઈબ્રેરી હતી. વળી ફાધર તે પુસ્તકાલયનાં પ્રમુખ પણ હતા. એટલે મારે તો બખ્ખા જ હતા. ગ્રંથપાલ જનુભાઈ જબરા મજાકિયા હતા. હું જાઉં એટલે કહેશે આ માથાની દવા આવી. ચાવીઓનો ઝૂડો મને આપી દે અને કહે મારું માથુ નાં ખાઈશ જે કબાટ ફેંદવું તે ફેંદી લે. બાકી કોઈને ચાવી આપે નહિ. નવા પુસ્તકો આવ્યા હોય તો મને પહેલા આપે. ઘણીવાર સવારે લઈ આવેલું પુસ્તક વાંચીને સાંજે પાછું બદલી આવતો. રજાઓમાં વાંચવાનું ખુબ ચાલતું.
સ્કૂલમાં ગુજરાતી પાઠ્યપુસ્તકમાં નામાંકિત લેખકોની લખેલી વાર્તાઓ કે નવલકથાના ભાગ પાઠ તરીકે ભણવામાં આવતા. પાઠની શરૂઆતમાં લેખકનો પરિચય હોય એમના લખેલા પુસ્તકોની યાદી પણ હોય જ. બસ આપણને ભાથું મળી જતું. બસ એ લેખકે લખેલા તમામ પુસ્તકો લાઈબ્રેરીમાંથી લાવીને વાંચી નાખવાના. ફાધર પોતે થિયોસોફીકલ સોસાયટીનાં મેમ્બર હતા. આમ થિયોસોફીસ્ટ તરીકે જે.કૃષ્ણમૂર્તિ ને સાંભળવા છેક અડ્યાર(મદ્રાસ) સુધી જતા. થિયોસોફીકલ સોસાયટીની શિબિરો ભરાય ત્યારે અમને પણ ઘણીવાર લઈ જતા. તે વખતે સમજ નાં પડે પણ ઉંચી ઉંચી ફિલોસોફીના ભાષણો બગાસા ખાતા ખાતા બહુ સાંભળેલા. આમ ધાર્મિક, અધ્યાત્મિક, ફિલોસોફીકલ પુસ્તકો પણ ખુબ વાંચ્યા છે. માણસા અને વિજાપુરની વચમાં આવેલા અજોલ ગામમાં ફક્ત છોકરીઓ માટે સંસ્કારધામ કરીને બૉર્ડિંગ સ્કૂલ ચાલતી હતી તેમાં એકવાર આચાર્ય રજનીશનો પ્રોગ્રામ હતો. ત્યારે પહેલીવાર આચાર્ય રજનીશને સાંભળેલા. ત્યારે તો બહુ સમજ હતી નહિ.
અગિયારમાં ધોરણમાં ભણવા બરોડા આવ્યો ત્યારે એક દિવસ મિત્ર કલ્યાણસિંહ યાદવ સમાચાર લાવ્યા કે કારેલીબાગમાં બહુચરાજી રોડ પર ‘સ્વરૂપમ રજનીશ ધ્યાનકેન્દ્ર’ ચાલે છે ત્યાં દર બુધવાર અને શનિ-રવી એમના પ્રવચનોની કેસેટ સાંભળવા મુકવામાં આવે છે. બસ પછી તો દર બુધ-શનિ-રવિ આચાર્ય રજનીશના કેસેટમાં કંડારેલા પ્રવચનો સાંભળવા જવાનો નિયમ થઈ ગયેલો. પછી તો એ આચાર્યમાંથી ભગવાન અને પછી ઓશોમાં તબદીલ થઈ ગયા પણ એમને નિયમિત વાંચવાનો સિલસિલો શરુ થઈ જ ગયેલો. એક ઓશો ભક્ત ફક્ત ઓશોના પુસ્તકો અને કેસેટ્સ ની લાઈબ્રેરી ચલાવતા એમાંથી લાવી લાવી ને ખુબ વાંચ્યું અને સાંભળ્યું પણ ખરું. ઓશોના પુસ્તકની એક ખૂબી એ હોય છે કે ઓશો કદી પેન પકડીને લખતા નહોતા. એટલે ઓશો જે પ્રવચન આપે તે રેકોર્ડ થાય અને તે અદ્દલ પુસ્તક રૂપે મુકાય. એટલે ઓશોનું પુસ્તક વાંચતા હોઈએ તે સમયે એકાગ્ર થઈ જઈએ તો એવું લાગે કે ઓશોનું પ્રવચન સાંભળીએ છીએ.
ધમ્મપદ ઉપર ઓશો પ્રવચન આપતા હતા. બુદ્ધનું એક વાક્ય હતું કે “જેને સાંભળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે પણ પ્રજ્ઞા વધતી નથી”, આ વાક્ય ઉપર ઓશોએ ખુબ સરસ પ્રવચન આપેલું એમાં સાંભળવાની કળા જેને આપણે અંગ્રેજીમાં ગુડ લીસનીંગ કહીએ છીએ તે સવિસ્તર સમજાવેલું. સાંભળે તો બધા છે જ. પણ એની કલા કોને આવડે છે? અહી એમણે માનસિક અને શારીરિક ઉંમર વચ્ચેનો તફાવત પણ સમજાવેલો. બુદ્ધના જમાનામાં વાંચવાનું ઓછું હશે સાંભળવાનું વધુ હશે. હવે આજના આધુનિક પ્રિન્ટ મીડીયાના જમાનામાં સાંભળવાનું ઓછું પણ વાંચવાનું વધુ હોય ત્યારે ગુડ લીસનીંગ ની જેમ ગુડ રીડીંગની કલા ના હોય તો આપણું શરીર આખલાની જેમ વધે પણ પ્રજ્ઞા મતલબ બુદ્ધિ વધે નહિ. આમ ગુડ લીસનીંગ જેટલું જ ગુડ રીડીંગ પણ મહત્વનું છે. હવે આ ગુડ રીડીન્ગની વ્યાખ્યા પાછી સાપેક્ષ છે. .. હહાહાહાહાહા
હવે તો e-books આવી ગઈ છે. ઓનલાઈન અઢળક વાંચવા મળે. હું ભારતમાં હતો ત્યારે સવારે સંદેશ ન્યુઝ પેપર વાંચતો તે હું અત્યારે સવારે મારા iphone માં વાંચી લઉં છું. આમ વાંચવું મારા બ્રેનનો ખોરાક છે વસાણું છે.
Listening, become good if done with concentration only. In present era, precisely electronuc media has lessen the impsct of listening & reading. Because it has audio visual stuff to present & psychologically human attracts towatds visusls & a picture without caption or video without voice becomes stuff for blind & deaf. Listening with concentration is much necessary not to remembr what you heard but to memorise seceral incidence or examples & know the exact prenaunciation as well.
LikeLike
મેથીપાક, બદામપાકની સાથે બગાસાની ફીલોસોફી કે ફીલોસોફીના બગાસા… નેટ, વેબ અને યુનીકોડને કારણે મગજને પૌષ્ટીક અને સસ્તું ખાતર મળવા લાગ્યું છે… મીત્રો પુસ્તકો વાંચે, લખે, ચર્ચા કરે અને કોમેન્ટ મુકે બધું આંગળીના ટેરવે…
LikeLike
વાંચવાનો શોખ મને મારા બાપુજી અને દાદાજી તરફથી વારસામાં મળ્યો, મારા દાદા પણ સાહિત્યના શોખીન હતા ,અને ભાવનગર સ્ટેટના ગામોમાં કારભારું ,કરતા તેમણે ખરીદેલો કલાપીનો ‘કેકારવ ‘ ફર્સ્ટ એડીસન મારી પાસે છે. મારા બાપુજી શિક્ષક હતા અને વારસામાં અમને 2000/ પુસ્તકોની સમુદ્ધ લાઈબ્રેરી આપતા ગયા ,ઉનાળાનું વેકેશન સૌરાષ્ટ્રના ગામડાઓમાં અમને સગા, 6 ભાઈઓને મારા બાપુજી વાંચન અને લેખન ની સ્પેશીયલ તાલીમ આપતા ,વકતૃત્વ કળા પણ એ સમયે જ શીખ્યા ,,,મારો આર્ટીસ્ટ તરીકેની કેરિયરમાં આ વાંચન અને સંસ્કારે બહુ મોટો ભાગ ભજવ્યો , વાંચનથી કલ્પના શક્તિનો વિકાસ થતો ,જે મને પરકાયા પ્રવેશમાં બહુ ઉપયોગી થતો ,,સમજણ શક્તિ વધી અને એકાગ્રતા સાથે ,કરેલું વાંચન યાદ-શક્તિ વધારવામાં પણ ઉપયોગી થયું ,જે મને સ્ક્રીપ્ટ યાદ રાખવામાં કામ આવ્યું ,,થીએટરની ટ્રેનીગમાં મારા જ્ઞાન-ગુરુ કાંતિ મડિયા ,એ પણ વાંચનના શોખીન ,એમણે પણ જબરદસ્ત ,નાદ લગાવ્યો ,સાહિત્યનો ,એ પણ કલાપીની લાઠીના ,અને અમને સૌને બાળપણથી કલાપીનું એક ખેંચાણ, જે ધીમે ધીમે એ હદે વધ્યું કે અમે ‘કલાપીમય ‘ બની ગયા ,,એકવાત ખાસ નોંધ લેવા જેવી એ છે કે ,,આપણા ,જુના કવિઓ કે સાહિત્યકારોને ,મારા જેવો એક સાચો ચાહક મળી જાય તો તેમના સાહિત્યને સદાય જીવંતતા મળે ,અને નવા-જમનાના નવ-યુવાનોને તેમના સાહિત્યથી પરિચિત કરાવે ,,,,,,મને લાગે છે દરેક ,કવિ,કલાકાર,લેખક ,સાહિત્યકાર,પત્રકાર ,કે કથાકારે , જીવનમાં એક મારા જેવો, વધુ નહિ તો એક,ચાહક પૈદા કરવો જોવે જે તેમના સાહિત્ય-વારસાને આંગળ ધપાવે ,તેમના અધૂરા કાર્યોને પુરા કરે …શું કહો છો બાપુ ?
LikeLike
આપણે વાંચીએ છીએ ઘણું અને લેખકની પ્રતિષ્ઠાને કારણે વાંચેલું બધું સ્વીકારી
પણ લઈએ છીએ. આપણે ઘણું સાંભળીએ પણ છીએ અને બોલનારની વકતૃત્વ શક્તિથી અંજાઈ
જઈને સાચું માની પણ લઈએ છીએ. મહત્વ વાંચવા અને સાંભળવા સાથે વિચારવાનું પણ છે
કે આમાંથી કેટલું સ્વીકારવા જેવું, કેટલું નકારવા જેવું અને કેટલું વ્યર્થ
વાણીવિલાસ તરીકે અવગણવા જેવું છે. આમ વિચારવામાં નડતા અંતરાયો છે :
1. આપણને વારસામાં મળેલી શ્રદ્ધા, જે ખરેખર તો અંધશ્રદ્ધા પણ હોઈ શકે, જે
હિરણ્યમય પાત્રની જેમ આકર્ષક અને મૂલ્યવાન દેખાવા ઉપરાંત સત્યને ઢાંકી દે છે,
2. આપણી ઈશ્વરદત્ત વિવેકબુદ્ધિ વિષેની આપણી હીનતાગ્રંથિ,
3. સામાજિક પરંપરાનો પ્રતિકાર ન કરવાનું ‘ડહાપણ’.
LikeLike
Bhupendrasinh – વિષય તો ઉત્તમ છે …
“વાંચવું – સાંભળવું – સમજવું અને જરૂર પડે કહેવું અને બને ત્યાં સુધી અમલમાં મુકવું …” ખુબ અઘરું છે દોસ્ત … અને જ્યારથી ફેસબુક આવ્યું છે ત્યારથી અમે તો “બઘવાઈ” ગયા છે … જે રીતે અહી સુ-વાક્યો અને ચોરેલા- સ્ટેટસની સમજ્યા વગરની કટ-પેસ્ટ ચાલે છે … થાય છે “ટોપાઓ”ને અન-ફ્રેન્ડ કરી દઉં … વગર સમજ્યે CP કરતા જાય અને પછી કહે – “આવું સ્ટેટસ મેં મુક્યું છે … ત્યાં પણ વાંચો અને કોમેન્ટ આપો ” … હા હા હાહા હા …
હવે, કોને સાંભળવા અને કોને નહિ? … રજનીશની વાત સાચી પરંતુ વાંચવા -સાંભળવા -કહેવામાં એક તાર્કિક-સમજ પણ જોઈએ કે નહિ? અને પછી તે વાતના “અમલ-ઉપયોગ”નું શું? … આ “ફેસ-બુક”ની જેમ આપણું મગજ કટ-પેસ્ટ તો નાં-જ સમજેને … એટલે હ્જુ પણ અહી ઘણા હરાયા-ઢોર ચરતા નજરે પડે છે … વાંચે બધું ફક્ત “કટ-પેસ્ટ” કરવા સમજવા નહિ … બસ, આવા-જ શ્રોતાઓ રજનીશ-થી લઈને મોરારી-બાપુની કથાઓમાં હોય છે …
…….
તાત્પર્ય – “જો તર્ક કે વિચારધારા અને પછી તેનો યોગ્ય ઉપયોગ-અમલ નાં હોય તો પછી વાંચન -શ્રાવણનો શું મતલબ? … “
LikeLike
ઓહો !!!! બસ, આવા-જ શ્રોતાઓ રજનીશ-થી લઈને મોરારી-બાપુની કથાઓમાં હોય છે …
LikeLike
Well explained Jayndrabhai….. Aa cut-pest na jamaanaa ma badhu j cut-pest thai chhe to pachhi vanchvaa -lakhvaa nu to shu? I feel like life has become cut-pest and FB, Tweeter, and other midiums has become ‘vasaanu’ of cut-pest life.
In fast pest life, human only read 33% of written text, and will make assumption. Harvard actually have test this by misspelling words in paragraph to see if reader understand or read right word. some 80+ % of reader read it right. Yet their summery of readding were all different.
LikeLike