સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

untitled=-=-
સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)

અમારી ગામગપાટા મંડળીમાં શનિ -રવિ હોય એટલે બેચાર સભ્યો બીજા ઉમેરાઈ જાય. પચીસેક વર્ષની નિકિતા એચ-૧ વિઝા ઉપર આવેલી છે તેને શનિ-રવિ સિવાય ટાઈમ મળે નહિ ફરવાનો. એક ભારતીય ફૅમિલીમાં પેઈંગ ગેસ્ટ રહે છે. બેઝમેન્ટમાં નાની રૂમ જેટલી જગ્યા મળી જાય. એક એરબેડ વસાવી લેવાનો. એક ટાઈમ ચા નાસ્તો અને એક ટાઈમ જમવાનું મળી જાય તેના મહીને ચારસો-પાંચસો ડોલર્સ ચૂકવી દેવાના. એક જૂની કાર લઈ લેવાની. નહિ તો અમુક માણસો રાઈડ આપવાનો ધંધો ઘેરબેઠાં કરતા હોય છે, ફોન કરો એટલે સ્થળ ઉપર લઈ જાય અને પાછાં મૂકી જાય. મોંઘું પડે પણ શરૂઆતમાં લાઇસન્સ મળ્યું ના હોય, કાર ખરીદવાના પૈસા ભેગાં થયા ના હોય તો શું કરવાનું? ભારતમાં ઊછરેલી અને ગુજરાતમાં રહેતા અમારી ઉંમરના એના માબાપને મિસ કરતી નિકીતાને અમારી મંડળીમાં ગામગપાટા મારી ખૂબ સારું લાગતું, બાકી અહીં બોર્ન થયેલી યુવા પેઢીને અમારા જેવડા આધેડ ઘરડાઓની કંપનીમાં વધારે સમય પસાર કરવો ફાવે નહિ.

નિકીતા અવતાવેત સમાચાર લાવી કે ભારતમાં હવે જૈન લોકોને કાયદેસર લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત થઈ ગયો અને લઘુમતીને મળતા તમામ સામાજિક, આર્થિક અને કાયદાકીય લાભ એમને મળવાના. સંભાળીને પ્રથમ તો મને ખૂબ હસવું આવ્યું. મેં કહ્યું ચાલો હવે સ્કૂલમાં હિંદુ-જૈન લખાવતા હતા તેના બદલે એકલાં જૈન લખાવશે. આમેય ઘણા જૈન મુનિઓ વિરોધ કરતા જ હતા કે અમે હિંદુ નથી જૈન છીએ. જો તમે હિન્દુને ધર્મ સમજતા હોવ તો જૈન હિંદુ નથી પણ જો તમે હિન્દુને સંસ્કૃતિ સમજતા હોવ, એક વિચારધારા સમજતા હોવ કે જીવન જીવવાનો એક તરીકો સમજતા હોવ તો જૈન હિંદુ જ છે.

અંબુકાકા કહે જૈન લઘુમતી શબ્દના અર્થમાં કહીએ તો લઘુમતી તો ખરા જ ને? મેં કહ્યું બેશક એમને સંખ્યા અને જૈન ધર્મી સમજો તો લઘુમતીમાં જ ગણાય. આમ તો હિંદુઓમાં પણ કેટલા બધા સંપ્રદાય છે? જૈનોમાં જ ચાર ફાંટા છે, તેમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં પણ ચારપાંચ ફાંટા છે. આમ દરેક સંપ્રદાયવાળા એમ કહેશે કે અમે સંખ્યાની દ્રષ્ટીએ ઓછા જ છીએ તો અમને પણ લઘુમતીમાં ગણો. નિકીતાનો સવાલ એ હતો કે તમે લઘુમતીમાં ગણાવાનું પસંદ શા માટે કરો? મેં કહ્યું બેશક લઘુમતીને મળતા સ્પેશલ લાભ મેળવવા હોય. બાકી તમને કોણ મારી નાખે છે?

શાંતિભાઈ અત્યાર સુધી ચુપ હતા તે બોલ્યા ભાઈલા આ બધું રાજકારણ છે. ચૂંટણી આવી રહી છે તેના આ બધા નાટક છે. ભાગલા પાડો રાજ કરો અંગ્રેજો શીખવી ગયા છે. બાકી ભારતમાં તો ઠીક અમેરિકામાં ભારતીયોમાં ગણીએ તો પણ જૈનો જ વધુ સમૃદ્ધ છે. ભારતમાં પણ સ્ટોક માર્કેટ, કાપડ માર્કેટ, ઉદ્યોગધંધા, ડાયમંડ માર્કેટ બધામાં જૈનોની જ બોલબાલા છે, એજ્યુકેશનમાં પણ જૈન સમાજ જ બધા કરતા આગળ છે. તો એમને લઘુમતીમાં ગણાઇને ફાયદા લેવાની ક્યાં જરૂર છે?

મેં કહ્યું દલિતો માટે આદિવાસી માટે અનામતનો કૉન્સેપ્ટ બરોબર હતો કે સદીઓથી એમને ઇરાદાપૂર્વક પછાત રાખવામાં આવ્યા છે તો થોડી સ્પેશલ સગવડો આપ્યા વગર .

નિકિતા થોડી અપસેટ થઈ ને બોલી પહેલા તો વર્ણ વ્યવસ્થાને લીધે અસમાનતા ઊભી થઈ. મેં કહ્યું એક પાણીનો ગ્લાસ ઢોળાઈ ગયો તે પાણી હવે ગ્લાસમાં પાછું જવાનું નથી. હવે હું તારો ગ્લાસ ઢોળું તું મારો ઢોળે એનો કોઈ અંત આવે નહિ. ફરી કોઈના પણ ગ્લાસ ઊંધા પડે નહિ તે જોવાનું છે. જૈનોને તો ડબલ ફાયદો ઉચ્ચ વર્ણના લોકોએ સદીઓ સુધી પછાત લોકોનું શોષણ કર્યું એમાં જૈનો ઉચ્ચ વર્ણ તરીકે તે શોષણ કરવામાં સામેલ જ હતા હવે લઘુમતીમાં એન્ટ્રી મારી ફરી લાભ લેવા પણ તૈયાર. images=-=-=-

બધી મગજમારી આ વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિપ્રથાને લીધે ઊભી થઈ છે કમુબેન બોલ્યા. મેં કહ્યું સાચી વાત છે. વર્ણ વ્યવસ્થાને લીધે જ્ઞાતિવાદ સજ્જડ હોવાના લીધે બે કોમ વચ્ચે કોઈ પ્રેમભાવ લાગણી રહી નહિ અને એના લીધે રાષ્ટ્રવાદ કમજોર બનતો ગયો. હવે અંગ્રેજો તો ૧૭૫૭માં આવ્યા તે પહેલાથી જ્ઞાતિપ્રથા હતી જ તો ભાગલા પાડો રાજ કરો અંગ્રેજોએ શીખવ્યું કે આપણે અંગ્રેજોને હિન્ટ આપી? આપણને વાતે વાતે અંગ્રેજોને ભાંડવાની નપુંસક ટેવ પડી ગઈ છે કેમકે આપણને આપણી ભૂલો દેખાતી જ નથી.

સાચી વાત છે રાઓલભાઈ તમારી મંજુબેન બોલ્યા, આપણે ત્યાં કોઈ પ્રેમપ્રકરણ પકડાય કોઈ આપઘાત કરે તરત હોબાળો મચી જાય કે પશ્ચિમનું આંધળું અનુકરણ. આ દુર્યોધન દ્રૌપદીના ચીર ખેંચવા ભરી સભામાં તૈયાર થયેલો તે અંગ્રેજો જોડે કે પશ્ચિમ જોડે શીખવા ગયેલો? આ રાવણ સીતાજીનું અપહરણ કરવાની ટ્રેનીગ લેવા અમેરિકા ગયેલો? વિશ્વામિત્ર અને મેનકા લફરાં કરવાનું શીખવા બ્રિટન ગયેલા નહિ? મંજુબેનનો આક્રોશ સાંભળી અમે બધા હસી પડ્યા.

મેં કહ્યું ખરેખર તો કોઈ બહુમતી કે લઘુમતી જેવા વર્ગીકરણ કરવા જ ના જોઈએ. આ દેશના સર્વે નાગરીકો સમાન હોવા જોઈએ, ના કોઈ દલિત, ના કોઈ ઉચ્ચ વર્ણ, ના કોઈ નીચા વર્ણ, ના કોઈ આદિવાસી. આવા ભેદભાવની પરખયુક્ત કે સમજયુક્ત શબ્દો જ ડીક્શનેરીમાં હોવા ના જોઈએ. કાયદો કાનૂન બધા માટે એકસમાન હોવો જોઈએ. આર્થિક રીતે કમજોર હોય પછી ગમે તે કોમનો, જાતનો કે ધર્મનો હોય તેને એની યોગ્યતા મુજબ મદદ લાભ મળવો જોઈએ. ફક્ત સંખ્યાના આધારે કોઈ સમૃદ્ધ જાતી લઘુમતીમાં ગણાઇને લાભ લેવા દોડી જાય એ તો નવાઈ જેવું લાગે છે.

અમે બધા તો અમેરિકામાં નવા કહેવાઈએ પણ અંબુકાકા બહુ જુના રહેવાસી કહેવાય. તે કહે અમેરિકામાં કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને ધર્મ ના પાળવો હોય તેની પણ છૂટ છે. અહીં કોઈ પામ જગ્યા એ કોઈ ફોર્મ ભરવાના હોય તો તમારે તમારો ધર્મ લખવાની પણ છૂટ છે. તમારી Race પણ લખવાની હોય છે. પણ અહીં કાયદા તમામ નાગરીકો માટે સમાન છે. તમે જાતિ, race, ધર્મ કે જેન્ડર આધારિત ભેદભાવ કરી શકો નહિ. ડીસ્ક્રીમીનેશન અહીં ગુનો ગણાય છે. ધર્મ ગમે તે પાળો કાયદા સરકારના પાળો.. હોસ્પિટલો વગેરેમાં કોઈપણ ભેદભાવ વગર જો તમે આર્થિક રીતે નબળા હોવ તો સારવારનું બીલ ચેરિટીમાં જાય. બાકી આ તો આખો દેશ ઇમિગ્રન્ટ લોકો વડે બનેલો છે. લઘુમતીઓ ગણવા બેસો તો પાર જ આવે નહિ..

શાંતિભાઈ કહે સૌરાષ્ટ્રના લોહાણા સમાજના કોઈ આગેવાને આવી રીતે ભૂતકાળમાં લોહાણા કોમને લઘુમતીમાં મૂકવાની વાત કરેલી તો લોહાણા સમાજે જ વિરોધ કરેલો ને વાત પડતી મૂકાયેલી.

મેં કહ્યું આપણે બધા અહીં વાતોના વડા કરીએ છીએ એની કોઈ અસર ત્યાં પડવાની નથી, ચાલો હવે ઘેર ભાગીએ.. સી યુ ટુમોરો….

10 thoughts on “સર્વ નાગરિક એકસમાન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી -૩)”

 1. ભારતમાં સંજય દત્ત જેવા સજા પામેલ ગુનેગાર જેલની બહાર જઈ શકે છે. બાકી નીર્દોષ, જામીન કે દંડના પૈસા ન હોય તો વરસો શું આખી જીંદગી જેલમાંથી બહાર ન આવે. બંધારણથી એક ઝાટકે બધાને સરખા હક મળ્યા પણ અમલ આજ સુધી કરવાનું બાકી છે. કોંગ્રેસ લઘુમતીઓને પંપાળે છે અને ભાજપ રામ મંદીરની માળા જપે છે. બાબરી મસ્જીદ તુટ્યા પછી ઘેટા બકરાના વાડાના ભરવાડો જાગી ગયા અને વાડાની સંભાળમાં ઉતરી આવ્યા જેથી ઘેટા બીજા વાડામાં જાય નહીં….

  રાવણ સીતાજીનું અપહરણ કરવાની ટ્રેનીગ લેવા અમેરિકા ગયેલો.

  વિશ્વામિત્ર અને મેનકા લફરાં કરવાનું શીખવા બ્રિટન ગયેલા.

  વાહ…વાહ…..આક્રોશ સાંભળી બધા હસી પડ્યા.

  Like

 2. આ દુર્યોધન દ્રૌપદીના ચીર ખેંચવા ભરી સભામાં તૈયાર થયેલો તે અંગ્રેજો જોડે કે પશ્ચિમ જોડે શીખવા ગયેલો? આ રાવણ સીતાજીનું અપહરણ કરવાની ટ્રેનીગ લેવા અમેરિકા ગયેલો? વિશ્વામિત્ર અને મેનકા લફરાં કરવાનું શીખવા બ્રિટન ગયેલા નહિ?

  મંજુબેનએ આક્રોશમાં પણ મુદ્દાની વાત કહી નાખી !

  રેડબડ ગામ ગપાટામાં થતી ચર્ચા મજાની હોય છે .

  Like

 3. ચિત્રમાં તો બધા એક બીજાને કામ કરતા અટકાવે છે. તે સહેતુક છે?

  Like

 4. “અમેરિકામાં કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે અને ધર્મ ના પાળવો હોય તેની પણ છૂટ છે. અહીં કોઈ પામ જગ્યા એ કોઈ ફોર્મ ભરવાના હોય તો તમારે તમારો ધર્મ લખવાની પણ છૂટ છે. તમારી Race પણ લખવાની હોય છે. પણ અહીં કાયદા તમામ નાગરીકો માટે સમાન છે. તમે જાતિ, race, ધર્મ કે જેન્ડર આધારિત ભેદભાવ કરી શકો નહિ. ડીસ્ક્રીમીનેશન અહીં ગુનો ગણાય છે. ધર્મ ગમે તે પાળો કાયદા સરકારના પાળો.. હોસ્પિટલો વગેરેમાં કોઈપણ ભેદભાવ વગર જો તમે આર્થિક રીતે નબળા હોવ તો સારવારનું બીલ ચેરિટીમાં જાય. બાકી આ તો આખો દેશ ઇમિગ્રન્ટ લોકો વડે બનેલો છે. “મને ખૂબ ગમતી વાત.

  Like

 5. totally agree with you sir… જો અહીની સરકારો જરાપણ આવું વિચારે તો દેશ નો ઉદ્ધાર થઇ જાય પણ અહી તો એ જ જુનું રાજકારણ ચાલ્યા કરે છે ને દેશ (રાજકીય રીતે) ખાડે જતો જાય છે …

  Like

 6. Well, Atleast in USA, they are discriminating based on religious belief. The discrimination takes many forms, including:
  •Some affiliated schools firing women because they became pregnant while not married;
  •Business owners refusing to provide insurance coverage for contraception for their employees;
  •Graduate students, training to be social workers, refusing to counsel gay people;
  •Pharmacies turning away women seeking to fill birth control prescriptions;
  •Bridal salons, photo studios, and reception halls closing their doors to same-sex couples planning their weddings.
  All above are examples of discrimination. So in short, they are using religion to discriminate

  Like

 7. બહુ વખતે રાઓલ સાહેબ, આપના કુરુક્ષેત્ર પર લટાર મારી.
  નરકારોહણની જેમ આ ગામગપાટા શૈલી પણ રસપ્રદ છે. લગે રહો.

  Like

 8. Bharatma badhani sirname ekaj rakhvani ,Hindi,Hindu ke bhartiy etale aa laghumati ke bahumatino prashnaj nikali jay ane badhane sarkha hakko tem farjo pan badhani sarakhi. faraj chooke etale ana hakko par tarap mari devani.
  Hu pan Raolji aapana blog par bahu divase aavi ane aaje charek lekho shantithi vachi lidha.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s