ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨

 ધાવણ અને બ્રેન  (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨
અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય તેવું બનતું નહિ. કોઈ ને કોઈ તો ગેરહાજર હોય જ. આતો કામગરો દેશ છે કોઈને અહીં ગપાટા મારવાની નવરાશ હોય નહિ. એટલે જે કામ પતાવીને આવ્યા હોય કે રિટાયર હોય તેવા મિત્રો ભેગાં થઈ જતા. images9ZS5HX7Y

કમુબેન અને મંજુબેન એમના દીકરાઓને હેલ્પ થાય તે માટે ભારતથી અહીં રહેવા આવી ગયેલા હતા. આ દેશમાં પતિપત્ની બંને જૉબ કરતા હોય એટલે નાના બાળકોને સાચવવા બેબીસીટર રાખવી પડે. સરવાળે તે મોંઘું પણ પડે. વધુમાં દાદી સાથે લોહીનો નાતો હોય એટલે બાળકો સાથે લાગણીનાં તંતુ વડે જોડાયેલ દાદીની દેખભાળમાં આભ જમીનનો ફેર પડી જાય. માબાપ પણ ઇન્ડિયામાં એકલાં રહેતા હોય તો એમની ચિંતા કાયમ કરવી એના કરતા અહીં જોડે રહે તેમાં શું વાંધો? અરસપરસ બધાનું હિત જળવાઈ જાય. આમ તમને ભારતમાં સંયુક્ત કુટુંબ જોવા કદાચ ઓછા મળે પણ અહીં રહેતા ભારતીયોમાં સંયુક્ત કુટુંબ વધુ જોવા મળે તેવું પણ બને.

શાંતિભાઈ સાંજે ચાર વાગે જૉબ પરથી છૂટી જાય એટલે ઘેર આવી ચાપાણી પતાવી ફરવા નીકળી પડે. એમનો અભ્યાસ અને વાંચન પણ બહોળું છે. અંબુકાકા પોતે ભરૂચમાં એક સ્કૂલમાં હેડમાસ્તર હતા. નાના દીકરાને ઘેર તે અને તેમના શ્રીમતી રહે છે. એક દીકરો એના બાલબચ્ચાં સાથે બીજે રહે છે. દીકરી જમાઈ પણ બીજે રહે છે. શનિ-રવિ એકબીજાના ઘેર ભેગાં થઈ એમનું કુટુંબ કિલ્લોલ કરતું હોય છે. કાલની જેમ આજે પાછાં અમે ચાર જણા ભેગાં થઈ ગયા.

થોડી ગપસપ પછી કાલની વાત આગળ વધારતા શાંતિભાઈ બોલ્યા, ‘ માતા જ્યારે બાળકને ધવડાવતી હોય ત્યારે માતા અને બાળક બંનેના બ્રેનમાં ઓક્સીટોસીન નામનું ન્યુરોકેમિકલ પુષ્કળ પ્રમાણમાં સ્ત્રવતું હોય છે જે માતા અને બાળક વચ્ચે સામાજિક જોડાણ પાકું કરે છે. બીજું માતાનું ધાવણ બાળકના બ્રેન વિકાસ માટે મહત્વનું છે. ફૉર્મ્યુલા ફીડીંગ ડાયાબીટીસ અને બીજા રોગોનું કારણ બની શકે છે. ઓક્સીટોસીન પ્રેમ અને વિશ્વાસ માટે કારણભૂત કેમિકલ કહેવાય છે.’

મેં કહ્યું મતલબ તમે બાળકને પૂરતું ધવડાવ્યું નાં હોય તો માતા અને બાળક વચ્ચે સામાજિક બૉન્ડ જોઈએ તેવું સખત બને નહિ તેવું કહી શકાય.

શાંતિભાઈ કહે, ‘અપવાદ રૂપ કિસ્સા હોય બાકી સરેરાશ જુઓ તો જે બાળકો માતાને વધુ સમય ધાવ્યા હોય અને જે બાળકો ઓછો સમય ધાવ્યા હોય તેમના એમની માતા સાથેના સામાજિક સંબંધોમાં ફેર તો રહેવાનો જ. Bryan Rodgers નામના મેડિકલ સંશોધકે ૮ થી ૧૫ વર્ષના ૨૦૦૦ બાળકોના જ્ઞાનભંડોળ વિષે ચકાસણી કરી એક અભ્યાસ કરેલો. જે બાળકો સમગ્રતયા બોટલ ફીડીંગ પર ઊછરેલા તેમનો જ્ઞાનભંડોળનો સ્કોર માતાના દૂધ સાથે ઊછરેલા બાળકો કરતા થોડો ઓછો હતો. માતાનાં દૂધ પર ઊછરતા ૬ મહિના થી ૨ વર્ષની ઉંમર સુધીના બાળકોનાં મેન્ટલ ફંક્શન પણ બોટલ-દૂધ પર ઊછરતા બાળકો કરતા વધુ નોંધાયા છે.’

વધુમાં શાંતિભાઈએ ઉમેર્યું, “ઘણી માતાઓ ચાર-છ  મહિના ધવડાવી બાળકોને બોટલ પર ચડાવી દેતી હોય છે. માનવવંશ શાસ્ત્ર અને પુરાતત્ત્વવિદ્યા જેવી અભ્યાસની શાખાઓ તરફથી મળેલા પુરાવા જતાવે છે કે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે દુનિયાના બધા સમાજો હન્ટર-ગેધરર હતા તે આપણા પૂર્વજો મિનિમમ ૩ વર્ષ તો બાળકોને ધવડાવતા જ હતા. એટલે અભ્યાસમાં બેચાર મહિના ધાવેલા બાળકો અને બેત્રણ વર્ષ ધાવેલા બાળકો વચ્ચેનો તફાવત ધ્યાનમાં લેવો જોઈએ. ૧૯૯૩માં Walter Rogan અને Beth Gladen નામના જીવ વૈજ્ઞાનિકોએ ૬ મહિનાથી માંડી ૫ વર્ષ ઉંમર સુધીના બાળકોનો અભ્યાસ કરેલો. એમનું તારણ એ હતું કે જેમ વધારે મહિના કે વર્ષો બાળક ધાવ્યું હોય તેમ તેમનો માનસિક વિકાસનો સ્કોર વધુ હોય છે. ઘણાબધા અભ્યાસ આ બાબતે થયા છે. મૂળ વાત એ છે કે સ્ત્રીઓ ધવડાવવા અને બાળકો ધાવવા માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ તો ઉત્ક્રાન્તિના ક્રમમાં ઇવોલ્વ થયેલા જ છે, અને વધુમાં વધુ પાંચ વર્ષ. કારણ પાંચ વર્ષ પછી દૂધમાં રહેલું લેક્ટોસ પચાવતું એન્ઝાઈમ બનતું બંધ થઈ જતું હોય છે. એટલે જેટલું વધારે સમય બાળક ધાવ્યું હોય તેમ તેનો માનસિક વિકાસ વધુ નોંધાયો છે. એટલે જે માતાઓએ બાળકને બિલકુલ નાં ધવડાવ્યું હોય તે અને ફક્ત થોડા મહિના બાળકને ધવડાવ્યું હોય તે માતાઓ એક જ નાવમાં સવાર છે, એમના બાળકોનો લાંબાગાળે માનસિક વિકાસ લગભગ સરખો જ હોય છે.”

લાંબું ભાષણ આપી શાંતિભાઈ ઊંડા શ્વાસ લેવા લાગ્યા. તો મંજુબેન એક ચિત્તે બધું સાંભળીને એમના દીકરાની વહુ જે ફક્ત છ મહિનામાં જ ધાવણ છોડાવી દેવાનું વિચારતી હતી એને કઈ રીતે સમજાવવી તે વિચારી રહ્યા હતા. આજકાલની જનરેશનને એમ સીધું કહી દેવાથી માની જાય તેવી હોતી નથી. હું એમની સમસ્યા સમજી ગયો હતો. મેં શાંતિભાઈને કહ્યું આ મંજુબેન હવે અહીં આવીને ઈ-મેલ વગેરે વાપરતા થઈ ગયા છે. નવરાં હોય ત્યારે કોમ્પ્યુટર પર બેસે પણ છે તો એમને તમે કરેલા અભ્યાસની લિંક જે હોય તે ઈ-મેલમાં મોકલી આપો. મંજુબેન તે બધી લિંક એમની વહુને ફૉર્વર્ડ કરી દે. વહુ જાતે જ વાંચી અભ્યાસ કરી નિર્ણય લે તે યોગ્ય છે.

મંજુબેન ખુશ થઈ ગયા, કહે રાઓલભાઈ તમે સરસ ઉપાય બતાવ્યો એમ જ કરવું પડશે. જોઈએ અમારો પ્લાન સફળ થાય છે કે કેમ? હાલ તો આટલું વિચારી અમે છુટા પડ્યા.

5 thoughts on “ધાવણ અને બ્રેન (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૨”

 1. ધન્યવાદ વૈજ્ઞાનિક વાત સામાજિક સ્વરૂપમાં. સરસ શૈલી અને જાણવા જેવી બાત. જૂના જમાનામાં કેટલીક માતાઓ ચાઈલ્ડ મેન્યુફેકચરિંગ ફેક્ટરી વની ગઈ હતી. દર ડૉઢ વર્ષે બાળકને જન્મ આપતી માતા કેટલા બાળક ને નર્શીગ કરાવી શકે?
  અને આજની યુવાન માતા પોતાના સ્તનના સૌંદર્ય અને જોબને કારણે પહેલા દિવસથીજ બાળકને બોટલ ફીડીંગ કરાવતી થઈ જાય છે. આ વાસ્તવિક વાત છે. બોટલ પર ઊછરેલા બાળકો પણ તેજસ્વી હોવાનું જાણ્યું છે. એજ રીતે માને લાંબો સમય ધાવીને મોટું થયેલું બાળક હંમેશા માતૃભક્ત જ બને એ વાતમાં માલ નથી. પુરુષ કરતાં ઘડાયલી મહિલાઓ આ બાબતમાં પોતાનો અભિપ્રાય જણાવે તે વધારે ક્વોલિફાય ગણાય.

  Like

 2. રાઓલભઈએ જે ઉપાય બતાવ્યો એનાથી મંજુબેન ખુશ થઈ ગયા.

  નેટ, ઈમેલ, બ્લોગ, કોમેન્ટ, મોબાઈલ વગેરે, વગેરેથી સપંર્ક જલ્દી થઈ શકે છે અને એની અસર પણ થાય છે. બે ચાર લાઈનમાં સામે વાળો સમજી જાય છે.

  આને કહેવાય ઈફેક્ટીવ કોમ્યુનીકેશન સ્કીલ. રાઓલભઈની આ પોસ્ટ ઉપર મેં વાંચનાર બધાને કોમેન્ટ લખવા માટે પ્રોત્સાહન આપેલ છે. મંજુબેન જરુર કોમેન્ટ દ્વારા જણાવશે…

  Like

 3. યાદ આવે ન્યુ જર્સીના અમારા ડૉ પટેલ.

  અમારી ભાણેજ વહુને ટ્વીન બાળકો હોવાથી અમે અમારા ટોળા સાથે પહૉંચ્યા તેમના ક્લીનીક પર! અમારા સ્નેહીને સવાલ થયો…આર વી એટ રાઇટ પ્લેસ ? ડૉ પટેલ મળ્યા દેશી ગુજરાતીમા જેને જે પૂછવુ હતું તે પૂછ્ય્ં અને તેમના નિદાનને માન આપી ૨૪ કલાકમા ઓપરેશન કરાવવા તૈયાર થયા.તે આવ્યા,ઓપરેશન કર્યું અને ભાણાભાઇ બે બાબાને લઇ બહાર આવ્યા.
  પ્રશ્ન ત્યારે થયો જ્યારે માને ઘેર જવાની રજા મળી અને પ્રી મૅચ્યોર બાળકોને રજા ન મળી.ધવડાવવા હોસ્પી.મા આવવાનું અને બાકીના વખત માટે લેબલ લગાવી દૂધ મોકલવાનું અને અમારો બ્રેસ્ટ મીલ્ક ડેરીનો પ્રોગ્રામ શરુ થયો અને જ્યાં સુધી કારની બેબી સીટમા બેસાડાય તેટલું વજન ન થાય ત્યાં સુધી ચાલુ રહ્યો. તકલીફ પડી પણ ‘બ્રેસ્ટ મીલ્ક’ના ફાયદા સિવાય ઘણી વાતો જાણવા મળી મને કહ્યું -તમારું વજન વધારે છે તો મારી જેમ મગની દાળના લોટના ટોરટીલા ખાવ અને તે લોટ ક્યા મળેથી માંડી કેવીરીતે બનાવવા તે સમજાવ્યું.અમેરીકન સ્ટાફ વિચારતો હશે કે કોઇ ગંભીર વાતની ચર્ચા ચાલે છે. આ દૂધ ના વખાણ કરતા ઘણી વાત કરી તેમા આ વાત તો બરોબર યાદ છે કે તેનાથી ન કેવળ શરીર પણ બ્રેનની શક્તી વધે છે.
  વિશ્વાસ ન આવતો હોય તો ચાલો ભાણાઓને મળવા અને તેની સાથે ચર્ચા કરી જુઓ

  Like

 4. યાદ આવે ન્યુ જર્સીના અમારા ડૉ પટેલ. અમારી ભાણેજ વહુને ટ્વીન બાળકો હોવાથી અમે અમારા ટોળા સાથે પહૉંચ્યા તેમના ક્લીનીક પર! અમારા સ્નેહીને સવાલ થયો…આર વી એટ રાઇટ પ્લેસ ? ડૉ પટેલ મળ્યા દેશી ગુજરાતીમા જેને જે પૂછવુ હતું તે પૂછ્ય્ં અને તેમના નિદાનને માન આપી ૨૪ કલાકમા ઓપરેશન કરાવવા તૈયાર થયા.તે આવ્યા,ઓપરેશન કર્યું અને ભાણાભાઇ બે બાબાને લઇ બહાર આવ્યા.
  પ્રશ્ન ત્યારે થયો જ્યારે માને ઘેર જવાની રજા મળી અને પ્રી મૅચ્યોર બાળકોને રજા ન મળી.ધવડાવવા હોસ્પી.મા આવવાનું અને બાકીના વખત માટે લેબલ લગાવી દૂધ મોકલવાનું અને અમારો બ્રેસ્ટ મીલ્ક ડેરીનો પ્રોગ્રામ શરુ થયો અને જ્યાં સુધી કારની બેબી સીટમા બેસાડાય તેટલું વજન ન થાય ત્યાં સુધી ચાલુ રહ્યો. તકલીફ પડી પણ ‘બ્રેસ્ટ મીલ્ક’ના ફાયદા સિવાય ઘણી વાતો જાણવા મળી મને કહ્યું -તમારું વજન વધારે છે તો મારી જેમ મગની દાળના લોટના ટોરટીલા ખાવ અને તે લોટ ક્યા મળેથી માંડી કેવીરીતે બનાવવા તે સમજાવ્યું.અમેરીકન સ્ટાફ વિચારતો હશે કે કોઇ ગંભીર વાતની ચર્ચા ચાલે છે. આ દૂધ ના વખાણ કરતા ઘણી વાત કરી તેમા આ વાત તો બરોબર યાદ છે કે તેનાથી ન કેવળ શરીર પણ બ્રેનની શક્તી વધે છે.
  વિશ્વાસ ન આવતો હોય તો ચાલો ભાણાઓને મળવા અને તેની સાથે ચર્ચા કરી જુઓ

  Like

 5. In today’s world many mothers have to return to work after maternity leaves are over. I have seen many mothers are choosing option of expressed milk whith breast pump. do you think expressed breast milk contain any oxytocin?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s