ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)

ઈંડા મૂકતાં સસ્તન
ઈંડા મૂકતાં સસ્તન

૧- ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી) -૧
અમારી રેડબડ સ્ટ્રીટમાં મોટાભાગે ગુજરાતીઓ રહે છે, જે રેડબડ રોડ તરીકે ઓળખાય છે. થોડા શ્વેતાશ્વેત અને થોડા ચાઇનીઝ મૂળના લોકો પણ રહે છે. આખી સ્ટ્રીટ અર્ધગોળાકાર રૂપે ફેલાયેલી છે. સામસામે મકાનો વચમાં રોડ, એક બાજુથી પ્રવેશ મેળવો અર્ધવર્તુળ ફરી બીજી બાજુથી બહાર નીકળી જવાય. એક મોટા એરીયામાં નાનું પાર્ક જેવું છે. એમાં વૉલીબોલ રમવાનું નાનકડું પાકું મેદાન, થોડા નાના બાળકોને રમવાના લપસણી જેવા સાધનો, થોડી લાકડાની પાટલીઓ પણ મૂકેલી છે. અર્ધગોળાકાર ફેલાયેલી મકાનોની સામસામેની લાઈન આગળ ચાલવા માટેના પાકા વૉક વે પણ ખરા. દરેક મકાન આગળ કાર મૂકવાના ડ્રાઈવ વે તો ખરા જ. સાંજ પડે વૉક વે પર સ્ટ્રીટનાં રહીશો ચાલવા નીકળી પડે. થાકે એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર બેસી ગામ ગપાટા મારે.

સ્ટ્રીટમાં ચારપાંચ ચક્કર મારી અંબુકાકા થાક્યા એટલે પાર્કમાં મૂકેલી બેંચ પર આવીને બેઠાં, ત્યાં થોડીવારમાં શાંતિભાઈ પણ આવી પહોચ્યા. કમલાબેન અને મંજુલાબેન ચાલી ચાલી થાક્યા તો એ પણ રોજ સાંજે ભરાતી મિટીંગમાં જોઈન થઈ ગયા. ૨૫-૩૦ વર્ષ પહેલા અમેરિકામાં આવીને વસેલી ગુજરાતી મહિલાઓમાં દર બે પાંચ મહિલાએ એકનું નામ મંજુલા નીકળે જ. આ બધાને જોઇને હું પણ ચલાવાનું મુલતવી રાખી આવીને બેસી ગયો. શાંતિભાઈ હાલ તો એક ડે કેઅર સેન્ટરમાં નોકરી કરે છે પણ મૂળ સૌરાષ્ટ્રનાં અને ભારતમાં હતા ત્યારે મનોવિજ્ઞાનનાં શિક્ષક હતા. ધોરણ અગિયાર અને બારમાં મનોવિજ્ઞાન ભણાવતા. એટલે એમની વાતોમાં મનોવિજ્ઞાન આવી જાય. અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય નહિ. પણ જે હાજર હોય તેમની વચ્ચે ગપાટા મારવાનું શરુ થઈ જાય.

મંજુલાબેન છએક મહિના પહેલા દાદી બન્યા હતા. એમની પૌત્રીને ધાવતી બંધ કરવાના ઉપાયો ઘરમાં શોચવાનું શરુ થઈ ગયું હતું. મંજુબેનને તે ગળે ઊતરતું નહોતું. કારણ એમના સંતાનો ઓછામાં ઓછું બે વર્ષ તો માતાના ધાવણ પર રહેલા જ હતા. એમનો બળાપો હતો કે “નૉની અમથી સોડી..નઅ. અતારથી દૂધ સોડાઈ દેવાનું? બચારી અજુ પૂરું ખાવાનું ય શીખી નહિ.”

મને કહે અલ્યા રાઓલભઈ તમે બઉ વૉચો સૉ અન શૉન્તીભાઈ તમેય બઉ ઉશીયાર સૉ તો કૉક આ ધાવણ વિષે કૉ ને? અતારથી ધાવણ સોડાઈ દેવાનું હારું કેવાય?

આપણ ને તો ચાન્સ મળવો જોઈએ ડહાપણ ડહોળવાની એક પણ તક જવા દઈએ નહિ. મેં શરુ કર્યું, “સસ્તન પ્રાણીઓમાં બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો વાળ હોવા અને બીજું  મૅમલ એટલે સસ્તન પ્રાણીના બચ્ચાનું માતાને ધાવવાનું. આ બે ગુણધર્મ ઉત્ક્રાન્તિના ક્રમમાં બહુ વહેલા મળેલા છે. માતાના ગર્ભમાં બચ્ચું ઊછરવાનું અને પછી જીવિત જન્મ આપવાનું પણ વિકાસના ક્રમમાં પછી મળેલું, તે પહેલા વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું.”

કીડી ખાઉં
કીડી ખાઉં

મંજુબેન બોલ્યા “ઉભા રો ઉભા રો, જરા ધીરે થી હમજાવો. અમુક સજીવો પહેલા ઈંડા મૂકે છે એમાંથી બચ્ચા જન્મે છે. પછી એવા જીવો વિકસ્યા જેમના પેટમાં મતલબ ગર્ભમાં બચ્ચા ઊછરતા અને પુરા મહીને જન્મ લેતા. એના ય પહેલા આ વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું તેવું કહેવા માંગો છો?” મંજુબેન મહેસાણામાં હતા ત્યારે શિક્ષકા હતા એટલે સમજાય નહિ ત્યાં સુધી પીછો છોડે નહિ.

મેં કહ્યું બરોબર હું એજ કહેવા માંગુ છું, “વાળ અને ધાવવાનું પહેલું વિકસેલું ગર્ભમાં બચ્ચાં ઊછરવાનું પછી, વધુમાં ફોસિલ રૂપે મળેલા સીધા પુરાવા જતાવે છે કે મૅમલ ૧૭૦ મિલ્યન વર્ષ પહેલા ચામડી પર ફરકોટ વિકસાવી ચૂક્યાં હતાં. ઇન્ડિરેક્ટ પૂરાવા તો વળી એવું દર્શાવે છે કે મૅમલ ૨૦૦ મિલ્યન વર્ષ કરતાં પણ પહેલાથી વાળ વિકસાવી ચૂક્યા છે. ફોસિલ રિકૉર્ડ પ્રમાણે પ્રથમ મૅમલ ઉદ્ભવ પામ્યા તે પહેલાનાં મૅમલ જેવાં જણાતાં ઍડ્વાન્સ સરિસર્પના લાંબાં સૂંઢ જેવા નાક પર જ્યાંથી વાળ ઊગી શકે તેવા બારીક ખાડા જણાયા છે જ્યાથી મૂછ જેવું ઊગી શકે. ડૉલ્ફિન જેવાં અક્વૅટિક મૅમલ એમના વાળ ગુમાવી ચૂક્યાં છે તે પણ હકીકત છે. માનવ પણ બીજાં મૅમલની જેમ વાળનું તગડુ પડ ધરાવતો નથી.”

“પણ આ ધાવણની વાતોમાં વાળ વચમાં ક્યાંથી આવી ગયા?” અંબુકાકા બોલ્યા. મેં કહ્યું,

“ધાવવાનું તો અપવાદ વગર દરેક મૅમલમાં સામાન્ય હોય છે. પ્લૅટિપસ મૅમલ જે બતક જેવી ચાંચ ધરવતા હોય છે અને ઍન્ટઇટર(કીડી ખાઉ) બંને ઈંડા મૂકતા હોય છે પણ બન્ને વાળ અને આંચળ ધરાવતા હોય છે. ત્યાર પછી વિકસ્યા કાંગારું જેવાં માર્સૂપિઅલ મૅમલ જે અવિકસિત જીવિત બચ્ચાંને જન્મ આપે અને પેટ ઉપર રહેલી કોથળીમાં બચ્ચાને ઉછેરે. વાળની સાથે ચામડી નીચે પરસેવો ઉત્પન્ન કરતી, ગંધ પેદા કરતી અને ઓઇલ પેદા કરતી ગ્રંથિઓ વિકસી. આ તૈલી ગ્રંથિ sebaceous ગ્રંથિમાંથી જ દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ વિકસી છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ દૂધમાં બાળક માટે ફક્ત પોષક તત્વો જ હોતા નથી, એમાં ઍન્ટિબાયૉટિક પણ હોય છે.”
કમળાબેન કહે, “આ મારા દીકરાને તો દૂધ પીવે તરત ઝાડા થઈ જતા હોય છે માટે કદી દૂધ પીતો નથી.”

મેં કહ્યું, “લગભગ પાંચ વર્ષની ઉંમરે બાળક લૅક્ટોસ પચાવે તેવું લૅક્ટેસ નામનું એન્ઝાઇમ પેદા કરવાનું બંધ કરી દેતું હોય છે. એટલે મોટાભાગના પુખ્ત લોકો લૅક્ટોસ પચાવી શકતા નથી. છતાં અમુક સમાજોમાં ડેરી પ્રોડક્ટ લેવાનું સામાન્ય અને નિયમિત હોય છે તે લોકોમાં ગૌણ અનુકૂલન તરીકે લૅક્ટોસ ટૉલરન્સ જિનેટીક સિસ્ટમ વિકસી જતી હોય છે. એશિયન લોકો કરતાં યુરોપિયન લોકોમાં લૅક્ટોસ ઇનટૉલરન્સ રેટ ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ યુરોપના પશુપાલન કરતા સમાજોમાં આશરે ૭૫૦૦ વર્ષ પહેલાં આવું લૅક્ટોસ પચાવે તેવું જિનેટીક મૉડિફિકેશન થયું હોવું જોઇએ. એટલે બધાને દૂધ પચે નહિ તે હકીકત છે. પહેલા તો એવું કહેવાતું કે કોકેશિયન મૂળના લોકો સિવાય બીજા લોકોને દૂધ પચે જ નહિ.”

કમળાબેન કહે એનો મતલબ બાળક પાંચ વર્ષ સુધી ધાવે તેવી વ્યવસ્થા કુદરતે જ મૂકેલી છે.

મેં કહ્યું સાચી વાત છે. આપણા હન્ટર-ગેધરર પૂર્વજો બાળકોને પાંચ વર્ષ સુધી ધવડાવતા જ હતા. ધાવણ વિષે થોડી મનોવૈજ્ઞાનિક વાતો આ શાંતિભાઈ કરે તો ઓર જાણવા મળે.

શાંતિભાઈ કહે હવે આજે તો હવે મોડું થઈ ગયું છે. જમવાનો સમય પણ થઈ ગયો છે, કાલે મળીશું તો જે જાણું છું તે કહીશ. images-=
આમ અમારી રેડબડ ગામ ગપાટા મંડળી છૂટી પડી..

8 thoughts on “ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)”

  1. અમારા દાદીમા ધાવણ અને વાળ આવે તેવી વાર્તા કરતા..

    એક્ર હતો રાજા.તે ભરમાઈ ગયો અને હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો !
    રાણી તો ચોધાર આંસુ પાડતી વનમાં ચાલી; સાથે નાનાં બાળક અને નિમકહલાલ નોકર.
    ઘોર જંગલ! રાત પણ પડી ગઈ.
    નોકર કહે કે “માજી! તમે આંહીં બેસો તો હું વનમાંથી થોડાં લાકડાં વીણી આવું. રાતે ટાઢ વાશે. વળી જંગલી જનાવર પણ આવે. લાકડાંનું બળતું કરશું તો જ રાત નીકળશે.” એમ કહીને નોકર ગયો વનમાં લાકડાં વીણવા.
    રાજાની રાણી : ફૂલ જેવા તો એના પગ : મહેલ બહાર કોઈ દિવસ પગ નથી મૂક્યો. ટાઢ-તડકો દેખેલ નથી. આજ આખો દિવસ ચાલી ચાલીને એ થાકી ગયેલી, એટલે ઊંઘ આવી ગઈ. પડખામાં બે બાળકો પણ ધાવતાં ધાવતાં સૂઈ ગયાં.
    થોડી વારે રાણી જાગી અને જુએ ત્યાં તો એણે ચીસ પાડી. એણે શું જોયું? એક મોટું રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે. ચીસો પાડતી પાડતી રાણી રાણી એ રીંછની પાછળ દોડી. દોડતાં દોડતાં કેટલે ય આઘે નીકળી ગઈ.
    આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીક હતો. ત્યાંથી એનો ભાઈ શિકારે નીકળેલો. એ રાજા ત્યાં આવી પહોંચ્યો. ઝાડની નીચે જુએ ત્યાં તો એક સુંદર બાળક સૂતેલું. રાજાને થયું કે ઓહો! આ તો કોઈ દેવાંગનાનો દીકરો લાગે છે. એમ કહીને એ છોકરાને પોતાના દેશ લઈ ગયો.
    હવે રાણી તો ખૂબ ભટકી, પણ રીંછ હાથ ન આવ્યું, ત્યાં તો એને સાંભર્યું કે અરેરે! મારું બીજું બાળક એ ઝાડ નીચે પડી રહ્યું છે. વળી ત્યાંથી એ પાછી દોડી, અને આવી એ ઝાડ નીચે; ત્યાં તો બીજું બાળક પણ ન મળે. હાય હાય! મારા બેય છોકરાને ઉપાડી ગયા! એમ કહીને તે ખૂબ રોઈ. એવી જુવાન સુકોમળ રાણીને છાતી ફાટ રોતી સાંભળીને જંગલનાં ઝાડવાં પણ જાણે એની દયા ખાતાં હતાં. પવન પણ થંભી ગયો અને આકાશમાં પૂનમનો ચંદ્રમા એકીટશે એની સામે જોઈ રહ્યો હતો.
    નોકર પણ આવી પહોંચ્યો. એણે કહ્યું: “માજી, તમારા ભાઈનો દેશ આંહીંથી આઘે નથી. ચાલો ત્યાં જશું?” રાણીએ કહ્યું: “ભલે.” પણ તેના દુઃખનો પાર ન હતો. થોડીવારમાં તો એક લોઢાના દાંતવાળો ને લોઢાના હાથપગવાળો રાક્ષસ આવ્યો. તે નોકરને ગદાથી મારીને રાણીને ઊપાડી ગયો.
    હવે આ તરફ રીંછે એ છોકરાને પોતાની બખોલમાં લઈ ગયું. ત્યાં એના બચ્ચાંની પાસે એ બાળકને મૂક્યું. બચ્ચાં ભૂખ્યાં હતાં, પણ કોણ જાણે શું થયું કે બચ્ચાં એ બાળકને ખાય નહિ. ઊલટાં એને શરીરે ને મોંએ ચાટવા માંડ્યા. એ બાળકને પણ બહુ જ આનંદ થતો હતો એટલે તે હસવા લાગ્યો. હાથ લાંબા કરીને રીંછનાં બચ્ચાંની ડોકે વળગવા લાગ્યો. રીંછણને પણ બહુ જ હેત ઊપજ્યું. પછી પોતાનાં બચ્ચાંની સાથે સાથે એ છોકરાને પણ રીંછણ ધવરાવવા લાગી. એ છોકરો મોટો થવા મંડ્યો.
    ઓહો! શું એ છોકરાનું જોર! જંગલના કોઈ જાનવરને જુએ કે દોડીને એનો જીવ લ્યે. મોટાં મોટાં રીંછ સાથે કુસ્તી કરે, આખા જંગલના જાનવર એની પાસે ગરીબ ગાય જેવાં. એક તો રાજાનો છોકરો, તેમાં વળી રીંછનું ધાવણ ધાવ્યો. દિવસ જતા ગયા તેમ તેમ એનો ત્રાસ વધતો ગયો. જંગલમાં કોઈ માણસ પગ મેલી ન શકે. એના લાંબા લાંબા વાળ : મોટી ડાઢી : હાથપગના નહોર વધેલા : અને નાગોપૂગો! આખા વનને ધ્રુજાવે. લોકોએ એનું નામ પાડ્યું બુનો.. ત્યાં તો અમે સૂઇ જતા અને સ્વપ્નામા ધાવણ અને રીંછના વાળ દેખાતા !
    અમે આદિવાસી વિસ્તારમા રહેતા ત્યારે ધાવણ અંગે તેઓની ઉદાર દ્રુષ્ટિ અનુભવી . કોકવાર તો સહજતાથી બીજાના બાળકને ધવડાવતા! ઘણીવાર બીજા બાળકનો જન્મ થાય ત્યાં સુધી ધવડાવતા.કોક તો પાંચ વર્ષના બાળકને પરણાવતા અને રમુજમા કહેતા પરણે ત્યાં સુધી ધવડાવવાનું !
    કોઇ નોકરી કરતી છોકરી ધાવણ બંધ કરવાની દવા લેવા જતી તો અમારી દાયણબેન તો ખીજવાઇ જતી…
    યાદ અદમભાઇ
    ગુર્જરી વ્યવહાર શોધું છું,
    ધાણીફૂટ બોલનાર શોધું છું.

    લાવે પરભાતિયાં પાલવમાં ભરી,
    ખુશનુમા એ સવાર શોધું છું.

    તેંય અંગ્રેજી મૂઠ મારી છે,
    હુંય એનો ઉતાર શોધું છું.

    ક, ખ, ગ – ના ગળે શોષ પડે,
    પહેલાં ધાવણની ધાર શોધું છું.
    અમારી દિકરીની માનીતી પંક્તી

    તુજ અશ્રુ , ધાવણની કિંમત
    શું જાણે ? મૂકી માને વૃધ્ધાશ્રમ
    મા તને પ્રણામ

    તુજ અશ્રુ , ધાવણની કિંમત
    શું જાણે ? મૂકી માને વૃધ્ધાશ્રમ
    મા તને પ્રણામ

    અને છેલ્લ્લે સૌથી વયના બ્લોગર આતાજી ની વાણી,”સુરેશ જાની ને મનમાં થયું હશે કે આ અમદાવાદી મફતલાલની મફત ગીરી અહી પણ ચાલે છે .અહીંની લાઈબ્રેરીમાં એક બેન સોફા ઉપર બેસીને નાના બાળકને ઢાંકી ઢુંબી ને સ્તનપાન કરાવતી હતી આ બેન સીરિયા ,ઈરાન ,ઈરાક ઇઝરા એલ ની હશે એવું એની ખુબ સુરતી ઉપરથી જણાતું હતું .બાળક ધાવીને ધરાઈ રહ્યું .એટલે તેને બાયડી એ બહાર કાઢ્યું . મેં એ બાઈ ને પૂછ્યું .બાળક ધાવણથી ધરાઈ રહે છે ? તેણે જવાબ આપ્યો .મારા સ્તનમાં પુષ્કળ દૂધ છે .બાળક ધરાઈ રહ્યું છે તોપણ મારા સ્તનમાંથી ધાવણ વહ્યે જાય છે .એમ કહી મને એણે પોતાનો સ્તન દેખાડ્યો .મેં જોયું તો દૂધ વહયે જતું હતું .મેં મારા ચાર આંગળીઓથી તેના સ્તન ઉપરથી દૂધ લીધું અને મારી જીભ ઉપર મુક્યું આ વખતે મને મારી માં યાદ આવી ગએલી દૂધ મધુરું મધુરું હતું .”

    Like

  2. મને એખ્યાલ નથી આવતો –
    “આપણે સ્તનની સુદારતા વિષે ચિંતિત છીએ કે …
    બાળક પ્રત્યે કઠોરતા થી કઠોર ‘પુખ્ત’નું ઘડતર કરવા માગી છીએ કે …
    પછી ઝડપથી ‘મતા-પિતા’ તરીકે મુક્ત થવા માંગીએ છીએ? …
    પુરતું માતૃ-સ્તન નું-ધાવણ ‘નાં’ મળેતો તે બાળક-નાં કોર્ટેક્સ-બ્રેઈનમાં ‘સ્ન્વેદનાઓ’ નો અભાવ સર્જાવવાની પૂરી શક્યતાઓ છે … અને તેમાંથી ‘ગુનાહિત’ માનસિકતા ધરાવતો માનવ સમાજનું સર્જન થવાની સંપૂર્ણ શક્યતાઓ છે …
    એટલે – “આવો, માનસિક-તંદુરસ્ત માનવ-સમાજ ઘડીએ … શક્ય હોય તેટલા લાંબા સમય માટે બાળક-ને માતૃ-સ્તન નું-ધાવણ પૂરું પાડીએ …”
    ……..
    #
    અમારા-દીકરા ‘વ્યોમ’ ને 3 1/2 – વર્ષ સુધી સ્તન-પાન કરાવેલું … અને તેને સમજાવીને તેનાથી મુક્ત કરેલો … આ સમયમાં આવું જવેલ્લેજ સાંભળ્યું છે … અને ખાસતો જ્યારે માતા પણ ‘ટોપ-મેનેજરીયલ-પોસ્ટ’ ઉપર જોબ કરતી હોય…

    Like

  3. Interesting, we call people with lactose intolerance as not normal. Actually adults who can digest milk are abnormal, as you mentioned in your article.
    Yogendra

    Like

  4. I am very happy to read scientific gujarati article. Happy to know taht you live and enjyoy wit Indian Tradition at abroad and writing blog in Gujarati. I am very sorry i could not type Gujarati. IFrom today onward I will start tom learn Gujarati Tying.Recently mydaughter gave birth to a baby thru C- section. In was very unforunate that neither gynaecologist nor pediatrician advisied us for breast feeding. No breast feeding councellor is avialble in small city even ln big city. Pediatrician prescribed formula powder to fed baby after two hours of borth of baby. My younger daughtrer Pooja is working as a Dietitian at Surat who forced my wife and his elder sister to start breastfeeding by any way. As veterinary Dr, I recommend colostrum and breastfeedinf in pets and large anilams like cow and buffalo. After many afforts the newborn started breastfeeding. It is very urgent need to publish such science base popular articles in megazines published by different community society to make aware the all family memebers of the home in the society. I will be happy if U permit my dietitian daughter to use part of your blog comment on breast feeding in our Samaj Megazine namely” Smaj Darpan”. She will encorporate your blog in her reference. Thanking U. Dr K B Patel, Profeesor of Anatomy

    Like

Leave a comment