ધાવણ અને ધાવમાતા

untitled-0-=

 બાળઉછેરની ચર્ચાઓ સ્ત્રીઓમાં ચાલતી હોય ત્યારે Breast vs Bottle વિષય મહત્વનો બની જતો હશે. બ્રિટીશ સરકારે બ્રેસ્ટ ફીડીંગને ઉત્તેજન આપવા એક પાઇલટ સ્કીમ શરુ કરી છે એના અંતર્ગત જે સ્ત્રીઓ એમના બાળકોને બ્રેસ્ટફીડીંગ કરતી હોય તેને છ અઠવાડિયા સુધી ૧૨૦ પાઉન્ડ શોપિંગ વાઉચર તરીકે આપવા અને છ મહિના સુધી બ્રેસ્ટફીડીંગ કરે તો આ રકમ ૨૦૦ પાઉન્ડ સુધી વધી શકે. ઘણી સ્ત્રીઓ પૌષ્ટિક ખોરાકના અભાવે પોતાનું દૂધ ઉત્પાદન જોઈએ તેવું કરી શકતી નહિ હોય તેવું ધારી કદાચ આવો નિર્ણય લેવાયો હોય તેવું બની શકે. ઘણી સ્ત્રીઓ પૂરતું દૂધ ઉત્પાદન કરી શકતી ના હોય તે નવું નથી.

તાજાં જન્મેલા બાળકોને પહેલાં કોઈ બીજા પ્રાણીનું દૂધ આપતું નહિ. ૧૯મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ યુરોપમાં શરૂ થઈ સ્ત્રીઓ કારખાનામાં કામ કરતી થઈ અને બાળકોને સર્વપ્રથમ ગાયનું દૂધ આપવાનું શરુ થયું. બ્રેસ્ટફીડીંગ કરતાં બોટલથી દૂધ આપવું ઝડપી અને સ્ત્રીઓ કામના કલાકો વધુ ખેંચી પણ શકે. વધુને વધુ સ્ત્રીઓ કામ કરતી થઈ તેમ કામ કરતી નવી બનેલી માતાઓને તો બ્રેસ્ટફીડીંગ અઘરું લાગવા માંડતા બોટલ ફીડીંગ ઝડપથી ફેલાવા લાગ્યું. પરિણામ એ આવ્યું કે ત્રીજા ભાગના બાળકો એમનો પહેલો જન્મદિવસ જુએ અને ઊજવાય તે પહેલા પૃથ્વી પરથી કાયમી વિદાય લેવા લાગ્યા. ૨૦મી સદીમાં એમાં થોડો સુધારો આવ્યો કે દૂધ આપવાની બોટલ હાઇજીનનું ધ્યાન રાખીને બનાવવાનું અને વાપરવાનું શરૂ થયું, સાથે સાથે દુધને બદલે તૈયાર ફૉર્મ્યૂલા-ફીડ પણ વપરાવા લાગ્યા. ભારતમાં તો બોટલ વડે દૂધ આપવાનું બહુ પાછળથી શરૂ થયેલું. અમારી પેઢી સુધી તો હતું જ નહિ.

હવે આપણે શીખ્યા કે formula-feeding ભવિષ્યમાં બાળકની તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે જેવું કે ભવિષ્યમાં ડાયબીટિઝ અને ઓબેસિટી વડે પીડાવાનું જોખમ વધી શકે છે. પણ હવે જાદુઈ ચિરાગમાંથી બહાર છટકી ગયેલો જિન પાછો પૂરવો મુશ્કેલ છે. જો કે ૧૯૦૦માં પોતાના બ્રેસ્ટફીડીંગ તરફથી નવા વિકલ્પ પ્રત્યે સ્ત્રીઓ અચાનક ધ્યાન આપતી નહોતી શરુ થઈ ગયેલી. એની શરૂઆત બહુ જૂની છે. ૧૯મી સદીમાં શરૂ થયેલા બોટલ-ફીડીંગ ને લીધે એક સદીઓ જુનો વ્યવસાય wet nursing નદારદ થઈ ગયો. ભારતમાં એને ધાવમાતા કહેતા(breastfeeding another woman’s baby). ભારતમાં રાજઘરાનાના લોકો આવી ધાવમાતાઓ રાખતા. wet nursing(ધાત્રીકર્મ) વિશેના સૌથી જુના લગભગ હજાર વર્ષ જુના ઉલ્લેખ ઇઝરાયલ, ઈજીપ્ત અને ગ્રીસમાં મળે છે. કોઈ શારીરિક ખામીને લીધે કોઈ સ્ત્રી એના બાળકને દૂધ આપી શકતી ના હોય ત્યારે આવી ધાવમાતા તરીકે સ્ત્રીઓ પગાર આપી રાખવામાં આવતી જે પેલી સ્ત્રીના બાળકને ધવડાવવાનું કામ કરતી.

ભારતમાં તો આવી માતાઓ બાળકની તમામ સારસંભાળ રાખતી. જરૂર પડે જે તે બાળક માટે બલિદાન આપી દેતી. મુઘલ બાદશાહ અકબરને ના નમનાર એકમાત્ર મહારાણા પ્રતાપ ઉપર આજે આપણે બહુ ગર્વ કરીએ છીએ એના મૂળમાં પન્ના નામની ધાવમાતાનું બલિદાન બોલે છે. પન્ના મહારાણા પ્રતાપના પિતાશ્રી મહારાણા ઉદયસિંહનાં ધાવમાતા હતા. બાળ ઉદયસિંહને મારી નાખવા વનવીર નામનો હંગામી રાજા આવેલો ત્યારે ભવિષ્યના મહારાણા બાળક ઉદયસિંહને બચાવી લેવા એમની જગ્યાએ પોતાના બાળકને ઘોડિયામાં મરવા માટે સુવડાવી ઉદયસિંહને પન્ના દ્વારા બચાવી લેવાયા હતા. પોતાના બાળકને મરવા દઈ ભવિષ્યના એક ગ્રેટ લીડર(રાજા)ને બચાવી લેનાર પન્નાનું બલિદાન ભારતીય ઇતિહાસમાં અજોડ છે. એ મહારાણા ઉદયસિંહે ઉદયપુર નામનું સુંદર શહેર વસાવ્યું અને એમના પુત્ર તે અજોડ મહારાણા પ્રતાપ…

imagesપશ્ચિમના જગતમાં તો હવે કોઈ સ્ત્રી બ્રેસ્ટફીડીંગ માટે મુશ્કેલી અનુભવતી હોય તે ટીકાનો ભોગ બને તેવું થવા લાગ્યું છે. લોકો મનાવા તૈયાર જ ના થાય કે આવું પણ બની શકે. પણ ઈજીપ્તનો ૧૫૫૦ BC પહેલાનો એક મેડિકલ રિકોર્ડ બતાવે છે કે બાળકને દૂધ આપવા સક્ષમ ના હોય તેવી સ્ત્રીઓ માટે સારવાર ઉપલબ્ધ હતી. સ્વોર્ડફિશના ગરમ હાડકા વડે આવી સ્ત્રીઓના પીઠ પર માલીશ કરવામાં આવતી. મતલબ સ્ત્રી બાળકને પોતાનું દૂધ પિવડાવવા સક્ષમ ના હોય તે પ્રૉબ્લેમ નવો નથી.

ઈશા પૂર્વે ૩૦૦-૪૦૦ વર્ષ પહેલા પૈસાદાર રોમનો પોતાના બાળકોને દૂધ આપી શકે તેવી wet nurses સ્ત્રીઓ ગુલામ તરીકે રાખતા. પણ યુરોપમાં મધ્યયુગમાં એવો વિચાર વહેતો થયો કે wet nurse બાળકને દૂધ પિવડાવે તો એના ગુણો દૂધ મારફતે બાળકમાં આવી જાય. જેથી ધીમે ધીમે wet nurse રાખવાનું બંધ થવા લાગ્યું. ભારતમાં પણ આવી વાર્તાઓ પ્રચલિત હોય છે કે દાસીનું દૂધ તારા પેટમાં બે છાંટા આવી ગયું માટે તુ આવો પાક્યો. આમ ધાવમાતાનું મહત્વ અકારણ ઓછું થવા લાગ્યું.

ગર્ભાવસ્થા દરમ્યાન માતાના સ્તનોમાં ધીમે ધીમે જે દૂધ ભરાય છે તે બહુ કીમતી હોય છે. એમાં તમામ રોગપ્રતિકારક શક્તિઓ ભરેલી હોય છે જે માતા ધરાવતી હોય છે. બાળક જન્મે તરત આ જમા થયેલું દૂધ પહેલું આપવાનું હોય છે, પણ આપણે મૂર્ખાઓ આ દૂધ વેડફી ને ઘી અને ગોળ ચટાડીએ છીએ જે હાલ બાળકને પચે તેવું ના પણ હોય. ગાય-ભેંસના આ સુવાવડ પછીના પ્રથમ દૂધમાંથી બરફી જેવા ચોસલાં પાડી એમાં ઇલાયચી વગેરે નાખી બળી બનાવવામાં આવતી હોય છે. WHO સજેસ્ટ કરે છે કે બાળકને બ્રેસ્ટફીડીંગ ઓછામાં ઓછું બે વર્ષ તો કરાવવું જ જોઈએ.

અમેરિકામાં ગર્ભવતી મહિલાઓ માટે તે બાબતનું જ્ઞાન આપવા સારી સારી હોસ્પિટલો વર્ગ ચલાવતી હોય છે અને તેવી મહિલાઓ સારો પૌષ્ટિક ખોરાક લઈ શકે જેવા કે દૂધ, ઈંડા, બ્રેડ અને ફ્રુટ્સ માટે ૫૦ ડોલર્સના વાઉચર આપવામાં આવે છે. બ્રેસ્ટફીડીંગનાં પોતાના ફાયદાઓ બહુ મહત્વના છે તેમાં કોઈ શક છે જ નહિ. પશ્ચિમની સ્ત્રીઓ તો આ ફાયદા સમજીને ઝડપથી બ્રેસ્ટફીડીંગનું મહત્વ સમજવા લાગી છે અને બીજી સ્ત્રીઓની હેલ્પ વગર એકલી જ એમાં આગળ વધવા લાગી ગઈ છે. થોડીવાર લાગશે પણ ઘડિયાળનું લોલક પાછું એના સ્થાને જતું હોય તેવું લાગશે. 1364583545260_cached

7 thoughts on “ધાવણ અને ધાવમાતા”

  1. dearest BAPU…yes n BREAST-FEEDING may avoid in many cases BREAST CANCER which is now-a-days to every 5th women ……..I may be wrong !!!!??
    Biju DHAV-MATTA nu aaapnu udaharaan SACHHOT…aatayre Anand ma GHARBHA-MATTA ..ke SAROGETTED MOTHER aaj prakaar nu ke je stree o MATRUTVA NAA pami shakva SAXAAM hoye….!!!!??
    Ek Aankh Ugahd-naar lekh…
    Salaam ne sau bahen o …e achuk vanchavo…..
    gbu jsk jmj jj
    Dadu..
    @8.48 am 18.11.13.USA..
    @7.15 pm 18.11.13.INDIA…

    Like

  2. માતા તેના બાળકને ધવડાવે તે પ્રકૃતિ સહજ ઘટના છે .. અને એમજ રહેવી જોઇયે .. કુદરતે આપેલ કોઈ પણ ભેટ સદઉપયોગ માટે હોય છે .. આપણે સર્વે કુદરતી બનીએ ..

    Like

  3. પશ્ચિમની સ્ત્રીઓ તો આ ફાયદા સમજીને ઝડપથી બ્રેસ્ટફીડીંગનું મહત્વ સમજવા લાગી છે અને બીજી સ્ત્રીઓની હેલ્પ વગર એકલી જ એમાં આગળ વધવા લાગી ગઈ છે.
    Absolutely true.

    Like

  4. સુંદર લેખ
    અનેક ગેરમાન્યતા સ્તનપાન વિશે પ્રવર્તે છે.
    આવા માહિતી પૂર્ણ પ્રયાસથી ગેરમાન્યતા દૂર કરવાની આશા છે .’રૂટિંગ રિફલેક્સ’ જેવી વાતો વિગતે ઉમેરવા વિનંતિ જેવી કે ,”મોંની નજીક ઉદ્દીપન હવે ઉદ્દીપક તરફ અને મોં ખોલવા તરફ વાળવા પ્રેરે છે. આ પ્રતિક્રિયાને ‘રૂટિંગ રિફલેક્સ’ કહે છે. અને તે જન્મ પછી ચાલુ રહે છે, જે નવજાત બાળકને તેની કે તેણી માના સ્તનને સ્તનપાન દરમિયાન શોધવામાં મદદ કરે છે…”

    Like

  5. અમારા ગામમા ભરવાડણો તેમની ભેંસ કે ગાય બચ્ચા ને જન્મ આપે તે પછી નુ દુધ ગ્રાહકો ને આપતી, તેને ઢોકળા ની જેમ વરાળ થી પકાવી ને ખાવામાં આવતુ. એ યાદ આવી ગયુ. બળી ખાવામાં સરસ લાગતી.જોકે મોટાભાગે આવા ઢોરમાલિકો આવુ દુધ પોતાના ઢોર નેજ પીવરાવી દેતા.

    Like

  6. ખુબ સરસ લેખ..
    માતાનું ધાવળ એ નાના બાળકો માટે અમ્રુત સમાન છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s