ચુંબનમીમાંસા

 ચુંબનમીમાંસા

136497-136496Kiss me and you will see how important I am,” Sylvia Plath (October 27, 1932 – February 11, 1963) was an American poet, novelist and short story writer) નામની ફક્ત ત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયેલી એક કવિયત્રીની આ એક પ્રસિદ્ધ પંક્તિ છે. આ એક સ્ત્રીની સંવેદના છે કે એક ચુંબન કરો પછી ખયાલ આવશે કે તે કેટલી મહત્વની છે. એક ચપટી સિંદૂરની કિંમત તો હવે દંભ બનીને રહી જવાનો છે, એની શરૂઆત થઈ ચૂકી છે પણ એક ચપટી ચુંબન તો કાયમ કિંમતી રહેવાનું જ છે. સખ્યભાવ અને સૌજન્ય દર્શાવવા, માન આપવા અને માતા-પિતા દ્વારા કરાતાં ચુંબનો સિવાય કામોદ્દીપક ચુંબનો દરેક સંસ્કૃતિમાં માન્ય છે. આખી દુનિયામાં બહુમતી લોકો આવું શૃંગારિક ચુંબન કરતી વખતે ઉત્તેજના, આનંદ, અણઆવડત, કઢંગાપણું, વૈચારિક ગભરાટ મહેસૂસ કરતા હોય છે. મુખરસ(સલાઇવ) અને જમતી વખતે સલાડની આપલે જેવો અનુરાગનો આચાર ઇચ્છનીય પળો તરીકે મહત્વનો હોય છે. ચુંબન કામકેલીનું અવિભાજ્ય અંગ છે.

136497-136466અમુક વિશેષજ્ઞોનું માનવું છે કે સંભવિત સેક્સ્યૂઅલ પાર્ટનરની ઇન્ફર્મેશન એકઠી કરવાના મેકનિઝમ તરીકે ચુંબન ઈવૉલ્વ થયેલું છે. ચુંબન શારીરિક સજ્જડ નિકટતા પ્રદાન કરતું હોય છે, એટલું નિકટવર્તી કે તમે સૂંઘી શકો અને સ્વાદ પણ લઈ શકો. આપણી રોગપ્રતિકારક શક્તિઓ અને જિનેટિક સંબંધિત માહિતી ધરાવતા ગૂઢ રસાયણોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા ચહેરાની આસપાસ વધુ હોય છે. આપણી લાળ(saliva) હોર્મોનલ સંદેશાઓ ધરાવતી હોય છે. વ્યક્તિના શ્વાસની મહેક, ઓષ્ઠની લહેજત, અને દંતસ્પર્શ સંવેદના વ્યક્તિની તંદુરસ્તી અને હાઇજિન પ્રત્યે ઇશારા દર્શાવી સંતાનોત્પાદક સુયોગ્યતા જતાવતી હોય છે.

માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. સેક્સ વર્કરને એના ક્લાયન્ટને ચુંબન કરવામાં કે કરાવવામાં જરાય રસ હોતો નથી. ધંધાના ભાગરૂપે કરે તે જુદી વાત છે.

ચુંબન એટલે કામોદ્દીપક મોહક પ્રલોભન, સ્ત્રીઓના હોઠ અને ઓષ્ઠ્ય ધ્વનિને નકારવાનું બહુ મુશ્કેલ. લાલ રંગ આમેય કામોત્તેજક હોય છે. માટે સ્ત્રીઓ એને લાલ રંગે

Sylvia Plath
Sylvia Plath

રંગતી હોય છે. પુરુષોને ભીનું ચુંબન કરવાનું ગમતું હોય છે માટે ચુંબનમાં પુરુષો જિહ્વાની સામેલગીરી સ્ત્રીઓ કરતા વધુ ઇચ્છતા હોય છે. ભીનું મુખ અને એમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતી જિહ્વા કામોત્તેજના વધારી સમાગમને વિશિષ્ઠ બનાવી દે છે. પુરુષોને ભીનું ચુંબન વધુ ગમતું હોય છે કેમકે પુરુષોનાં મુખરસમાં testosterone હોય છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં કામ ઉદ્દીપન માટે જવાબદાર હોય છે જેથી ભીના ચુંબન દ્વારા પુરુષ એનું testosterone સ્ત્રીનાં મુખમાં પ્રવેશ કરાવી એની કામોત્તેજના વધારી મૂકવાનું કામ કરતો હોય છે.

ઇવલૂશનરી ઍન્થ્રપૉલજિસ્ટ હેલન ફિશર (Rutgers University, New Jersey) કહે છે ચુંબન વિકાસના ક્રમમાં સંતાનોત્પાદક વ્યૂહરચના તરીકે ત્રણ તબક્કાઓમાં કામ કરે છે. એક તો ચુંબન કામોત્તેજના વધારી બહુવિધ(મલ્ટિપલ) પાર્ટનર સાથે સંભોગ કરવા ઇચ્છા પ્રેરક બનતું હોય છે. ત્યાર પછી રોમૅન્ટિક પ્રેમની ભઠ્ઠીમાં ઈંધણ ઉમેરી એને વધારે પ્રજ્વલિત કરી બહુવિધ પાર્ટનરમાંથી એક પસંદ કરી તેના પ્રત્યે મોહ ઉત્પન્ન કરવા પ્રેરક બનતું હોય છે. અને પછી તે પાર્ટનર સાથે મજબૂત સામાજિક જોડાણ(ફેવિકોલ બૉન્ડ) વધારી બંને પાર્ટનરનાં Genes ધરાવતા સંતાનો ઉછેરવા પ્રેરકબળ બનતું હોય છે.

 Robert Gallup (University of Albany, New York) અને તેમના સાથીઓએ કરેલા સંશોધન મુજબ શૉર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વ ધરાવતું હોય છે. રોમૅન્ટિક રિલેશનશીપ માટે સુંદર ચુંબન એકલું પૂરતું હોતું નથી પણ સ્ત્રીઓ પરનો અભ્યાસ બતાવે છે કે ચુંબન કરનાર પુરુષ પાત્રની ગંધ અને સ્વાદ પણ વધુ વજન ધરાવતો હોય છે જે આગળ ચુંબન કરવા દઈને સંબંધ આગળ ધપાવવા મદદરૂપ બને. આમ અસફળ ચુંબન સંભવિત સાથી ગુમાવવાનું કારણ પણ બની શકે. પુરુષને ચુમ્બનમાં અને સ્ત્રીને ચુંબનની ગુણવત્તામાં વધુ રસ હોય છે. પુરુષ ચુંબન પછી સીધો સમાગમની ઇચ્છા ધરાવતો હોય છે. અને ચુંબન સમાગમ તરફ દોરી જાય તેને good kiss સમજતો હોય છે. આમ પુરુષ ચુંબન માટે ઉતાવળો હોય છે અને ચુંબન પછી સમાગમમાં ઊતરવાનું દબાણ સ્ત્રીને કરતો હોય છે, એની ફરિયાદ સ્ત્રીઓને રહેતી હોય છે.

સ્ત્રીઓ માટે ચુંબન કીમતી હોય છે. ઓવુલ્યેશન સમયે  સંભવિત પાર્ટનરની ઇન્ફર્મેશન ભેગી કરવાનો અનકોન્શયસ તરીકો એટલે ચુંબન. જે સ્ત્રી અને પુરુષ પોતાને આકર્ષક ગણાવતા હોય તેઓ ચુંબનને વધુ મહત્વ આપતા હોય છે. જે લોકો વધુ આકર્ષક હોય છે તેઓ પાસે સેક્સૂઅલ ઑપ્શન પણ વધુ હોય તે સ્વાભાવિક છે. તો તેવા લોકો માટે પાર્ટનર પસંદ કરવા અને તેને લલચાવવા માટે ચુંબન એક ટૂલ(tool) બની જતું હોય છે. શૉર્ટ ટર્મ રિલેશનશીપ માટે સમાગમ દરમ્યાન કે સમાગમ પછી કરાતા ચુંબન કરતા સમાગમમાં ઊતરતા પહેલાનું ચુંબન વધુ મહત્વનું બની રહેતું હોય છે તેવું અભ્યાસ બતાવે છે. જ્યારે લોંગ ટર્મ રિલેશનશીપમાં સમાગમ પહેલા, સમાગમ દરમ્યાન કે સમાગમ પછીનાં ચુંબનો સરખું જ મહત્વ ધરાવતા હોય છે તેવું અભ્યાસ જણાવે છે.

ચુંબન લોંગ ટર્મ રિલેશનશીપની ક્વૉલિટી સુધારવામાં પણ મહત્વનું બની રહેતું હોય છે. Kory Floyd ( Arizona State University) કરેલા સંશોધન મુજબ વધુ ચુંબન કરવાનું સૂચવ્યા પછી તે સૂચના અમલમાં મૂક્યા પછી તે લોકોના કલેસ્ટરૉલ અને સ્ટ્રેસ હૉર્મોન ઘટ્યા હતા. Wendy Hill (Lafayette College  Pennsylvania) કરેલા સંશોધન મુજબ રોજનું પંદર મિનિટ ચુંબન કરનાર લોકોના stress hormone cortisol લેવલમાં ઘટાડો નોંધાયો હતો. તારણ એવું નીકળે છે કે ટૂંકા ગાળાના સંબંધમાં ચુંબન સમાગમ તરફ વધુ ઝોક ધરાવતું સંભવિત સાથીની પસંદગી અને પ્રલોભન તરીકે વપરાતું જણાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધમાં ચુંબન માનસિક સમીપતાની અભિવ્યક્તિ તરીકે અને સંબંધમાં નિકટતા વધારવામાં બહુ કામ લાગે છે. પુરુષ માટે ચુંબન સીધું સેક્સમાં ઉતારવાનો ગેટવે અને ઓવરટાઈમ ઘટાડવાનો નુસખો જ્યારે સ્ત્રીઓ માટે ચુંબન વધુ મહત્વનું, તંદુરસ્ત પાર્ટનરની પસંદગી અને સંબંધ લાંબો લાંબો સમય ટકાવી રાખવાનું તેને બળવત્તર બનાવવાનું મહત્વનું પ્રેરકબળ બનતું હોય છે. પુરુષને ચુંબન સાથે સેક્સમાં વધુ રસ હોય છે જ્યારે સ્ત્રીને ચુંબન વખતે સેક્સ કરતા જે તે પુરુષના સ્વાદ અને સુગંધમાં રસ વધુ હોય છે.136497-136494

આ ચુંબનમીમાંસાનો વારંવાર પાઠ કરનારનું કલેસ્ટરૉલ ઓછું થશે, વધારે હશે તો ઓછું થશે બાકી સરખું જ રહેશે, સ્ટ્રેસ હૉર્મોનમાં ઘટાડો થવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે. અલ્યા ભાઈઓ અને બહેનો આનો વારંવાર પાઠ કરવાને બદલે પોતપોતાના જીવનસાથીને ચુંબનો વધુ ચોડશો તો ફાયદો થશે. આ કોઈ સત્યનારાયણની કથા નથી તે રોજ રોજ જપ્યા કરવાથી ફાયદો થાય. વાંચો વંચાવો અમલમાં મુકો.

Bhupendrasinh Raol, Edison NJ.  11 November 2013

12 thoughts on “ચુંબનમીમાંસા”

 1. બાપૂ, તમારી ચુંબન એક્ષપર્ટીને સો સો સલામ. સરસ સંશોધન ઉપરાંત જાત અનુભવ આ લેખમાં સરસ વણાયા છે.

  Like

 2. dearest Bhupendrasinhji BAPU…superb lekh n worth Reading n sharing also but as many of our FRINDS are COMMON i am not sharing…We also have had read CHUMBAN N IT’S PRAKAAR …n once shared also ..I ma search in my Timeline n if it’s …i shall share it….
  CHUMBAAN N CHUBHAAN are two different..words n identity also…..
  NICE sharing..
  gbu jsk jmj jj
  Dadu..

  Like

 3. અમેરિકા અને યુરોપ માં થતી લાંબા-ચુંબનની સ્પર્ધામાં તમે જાને ભાગ્લેતા હોવ તેમ કોઈપણ હરીફ વગર પ્રેમિકા સાથે તમારા બંધ રૂમમાં તમે તે લાંબા-ચુંબનની સ્પર્ધામાં ઉતર્યા હોય ત્યારે તેના હોઠ વારે-વારે ભીના કરી અને તેના-તમારા શ્વાસને પણ તમારી કામૌતેજનાની સુગંધ તેની સુગંધમાં ભેળવી અને સમયની પરવા કર્યા વગર પરોવાઈ જાવ પછી તેની અસર-રૂપે તમારા હોઠ તેની સંવેદના સતત 12-કલાક હોઠ ઉપર ઝણ-ઝાણાટી અને હોઠ તે-જ ચુંબનની લય અને અસર અનુભવે ત્યારે તમે પ્રેમિકાની નજીક હોવ અને તેની પ્રસ્વેદાનની સુગંધ સાથે તેની કામેચ્છા-સુગંધ તેની લાળ સાથે મુખ-મહી ચગળ્યા કરતા હોવ તેવો સતત અનુભવ તમને રહ્યા કરે અને એક તીવ્ર બળ-બળતી કામેચ્છા સાથેની ફરી તમારી પ્રેમિકાને મળવાની ઈચ્છામાં તમે આંખનું મટકું પણ નાં મારી શકો અને સતત તમારું શારીરી તેજ-રુધીરા-ભીષ્ણની પ્રક્રિયા અનુભવી ધધગતો લાવા શરીર નસોની નહેરોમાં દોડાવતો રહે … અને ફરી એ-જ સમયે તમારા રૂમ ના દરવાજાનો ડોર-બેલ વાગતા … તમામ લાવા-ની-નહેરો તે તમારી પ્રેમિકાનાં ઠંડા હોઠ ને મળવા ધસમસે અને તેના તેના શ્વાસને ઉષ્ણ કરી ઉછાળા સાથે … ધીમે-ધીમે તાલમાં આવે અને ફરી એક લાંબા-ચુંબનની સ્પર્ધાના તમે બંને હરીફ બની જાઓ …
  ………
  # ઉપરનાં અનુભવમાં સેક્સનો આશય નાં હોવા છતાં એક તીવ્ર-ઈચ્છા મિલનની રહે … અને 3-મુલાકાતે … સેક્સમાં પરિણામે …

  …. જયેન્દ્ર આશરા …

  Like

 4. જયારે પેહલી વાર (લગભગ કોલેજ માં ) એક મુવી માં કિસિંગ સીન જોયો ત્યારે એક અજીબ જ ફીલિંગ થઇ, રુવાડા ઉભા થઇ ગયા અને સ્વાનુભવ ના હોવા છતાં આવું કેમ થયું એ સવાલ મગજ માંથી ગયો નય અને સ્વભાવ મુજબ ઘેર આવી ને નેટ માં સર્ચ કરવાની કોશિશ કરી કે એવું થયું કેમ..એક અજીબ વાત જાણી કે કિસિંગ નું પણ સાયન્સ છે અને એને philematology કેહવાય.. બવ ફની લાગ્યું કે એનું પણ સાયન્સ… ગૂગલ પાસે આજે પણ જવાબ નથી એ અજીબ એહસાસ નો જે કિસિંગ સીન જોઈ ને આજે પણ થાય છે… 😉

  માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. (Y)
  બાકી આપનું રિસર્ચને પણ વખાણવું પડે.. રેફેરન્સ ગમ્યા અત્યારે તો અમારે એજ ગામડી શકાય….હહાહા।..બાકી કિસ પર જાણવા કરતા માણવા નું હોય છે અને મારું વ્યક્તિગત માનવું છે કે કિસ એ એક સુંદર શોધ છે..

  Like

 5. જયારે પેહલી વાર (લગભગ કોલેજ માં ) એક મુવી માં કિસિંગ સીન જોયો ત્યારે એક અજીબ જ ફીલિંગ થઇ, રુવાડા ઉભા થઇ ગયા અને સ્વાનુભવ ના હોવા છતાં આવું કેમ થયું એ સવાલ મગજ માંથી ગયો નય અને સ્વભાવ મુજબ ઘેર આવી ને નેટ માં સર્ચ કરવાની કોશિશ કરી કે એવું થયું કેમ..એક અજીબ વાત જાણી કે કિસિંગ નું પણ સાયન્સ છે અને એને philematology કેહવાય.. બવ ફની લાગ્યું કે એનું પણ સાયન્સ… ગૂગલ પાસે આજે પણ જવાબ નથી એ અજીબ એહસાસ નો જે કિસિંગ સીન જોઈ ને આજે પણ થાય છે… 😉

  માનસિક રીતે જોઈએ તો ચુંબન વ્યક્તિ પ્રત્યેની નિકટતા, ગાઢ અંગતતા અને વિશ્વાસની અભિવ્યક્તિને બળવત્તર કરતું હોય છે. આમ ચુંબન ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિયને સમીપતાનાં ઉત્સવમાં ભાગ લેવા આમંત્રિત કરી એને વધુ ઊંડાણ અર્પતું હોય છે. વધારામાં ચુંબન બીજી વ્યક્તિને આપણા નાજુક અંગત સ્થાન એવા મુખમાં પ્રવેશ આપી ચેપી રોગ પામવાનું જોખમ લેવા સંમતિ દર્શાવતું હોય છે. આવી રોગ પામવાની શક્યતા હોય છતાં ચુંબન થવા દેવા મતલબ સામેની વ્યક્તિ પર વિશ્વાસ હોય છે, એક નિકટતા હોય છે. ખાસ તો ચુંબન સ્ત્રીઓમાં રહેલી સૂગને(Disgust) દૂર રાખવા પ્રેરતું હોય છે. મતલબ માનસિક નિકટતા વગર ચુંબન શક્ય હોતું નથી. માટે માનસિક સમીપતા વગરની સેક્સ્યૂઅલ પ્રવૃત્તિઓમાં ચુંબન ખાસ સામેલ થતું નથી. (Y)
  બાકી આપનું રિસર્ચને પણ વખાણવું પડે.. રેફેરન્સ ગમ્યા અત્યારે તો અમારે એજ ગામડી શકાય….હહાહા।..બાકી કિસ પર જાણવા કરતા માણવા નું હોય છે અને મારું વ્યક્તિગત માનવું છે કે કિસ એ એક સુંદર શોધ છે..

  Like

 6. સ રસ સંકલન
  “Kiss me and you will see how important I am,” Sylvia Plath નું વાક્ય “Kiss me, and you will know how important I am.” જોઇએ એમ અમારા સ્નેહીનું કહેવું છે. જે હોય તે પણ ક્વોટેશન વર્ષો બાદ પણ પ્રખ્યાત રહ્યું છે !

  Like

 7. બાપુ આ વિષયમાં ઘણાંની સાથે કીસનો અનુભવ નહીં પણ તમારી દરેક વાત જોરદાર છે. બીલકુલ સોલિડ. આજના શુભ પર્વે મેં મારા બ્લોગમાં રિ બ્લોગ કરી છે. સાથે સાથે આભાર પણ કહું જ છું.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s