સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી

પીંઢારા શબ્દ વિષે કેટલા જાણતા હશે? આ શબ્દ શેના માટે વપરાય છે તે પણ મોટાભાગના લોકોને ખબર નહિ હોય. ભણેલા ગણેલા અને રાજકીય બાબતોમાં રસ ધરાવનાર લોકોમાં આ શબ્દ થોડોઘણો પ્રચલિત છે એનું કારણ બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ સમયના વડાપ્રધાન ચર્ચિલ છે. કારણ ભારતને આઝાદી આપવાના નિર્ણય સામે તે સમયના બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન ઍટલીને આ ચર્ચિલે કહેલું કે તમે ઠગ અને પીંઢારાઓને રાજ પાછું આપી રહ્યા છો. ચર્ચિલનું આ વાક્ય ઇતિહાસમાં અમર થઈ ગયું છે. અને આપણા નેતાઓએ આ વાક્ય સાચું પણ પાડ્યું કે ખરેખર ચર્ચિલ સાચો હતો. સ્વિસ બેન્કોમાં પડેલા ભારતના લોકોની પરસેવાની કમાણીના ૧૫૦૦ બિલ્યન ડૉલર્સ એની સાબિતી છે. હવે તો સમજાઈ ગયું હશે કે પીંઢારા શબ્દ શેના માટે વપરાતો હશે.

મૂળ પીંઢારા મુઘલ બાદશાહોનાં મોટાભાગે નામ પાછળ ખાન લગાવતા પઠાણી સૈનિકો હતા. કાળક્રમે પગાર આપવાના ફાંફાં પડી જતા છૂટાં મૂકી દેવાયેલા ભૂખ્યા વરુઓ. મુસલમાન ઇતિહાસકાર ફીરીસ્થાએ ઈ.સ.૧૬૮૯માં નોંધ્યા મુજબ  ઔરંગઝેબના લશ્કરમાં મુસલમાન પઠાણોની અમુક ટુકડીઓ સામાન્ય નાના નાના કામો માટે રાખવામાં આવતી હતી. મુસલમાનો નબળા પડ્યા ને મરાઠાઓ મજબૂત થયા ત્યારે આ ટુકડીઓ મરાઠાઓના લશ્કરમાં કામ કરવા લાગી. છત્રપતિ શિવાજી સુધી તો એમની સેવાઓ લીધી નહોતી,  પણ બાલાજીરાવે ગર્દીખાનની રાહબરી નીચે આ લોકોને સેવામાં રાખ્યા. આ લોકોનું કામ યુદ્ધ પત્યા પછી સામી છાવણીઓમાં આતંક ફેલાવવાનું અને લૂંટફાટ મચાવી બધું સળગાવી દેવાનું રહેતું. એટલે પીંઢારાનો જન્મદાતા ઔરંગઝેબ અને એમનો વિકાસ કરનારા  પાલનહાર એટલે મરાઠા.

લુટારાઓની  કોઈ જાત હોતી નથી. નર્મદાનો ખીણ પ્રદેશ આ લોકોનો ગઢ હતો. સંતાડેલા ગુપ્ત ધનની માહિતી ઓકાવવા પીંઢારા માણસના નાક અને મુખમાં ગરમ કોલસા અને રાખ ભરતા, એની સ્ત્રી પર બળાત્કાર કરતા, એના બાળકના તલવાર વડે બે ભાગ કરી નાખતા. ગામના મુખીને પકડીને આખી રાત ટૉર્ચર કરતા જેથી ગામના લોકો વધુને વધુ ધન આપે, મુખીનું એક એક અંગ ધીમે ધીમે કાપતા અને છેવટે એનું હૃદય કાઢી લેવામાં આવશે તેવી ચેતવણી આપતા. આ પીંઢારાઓનો નાશ મરાઠી રાજાઓનો સહકાર લઈને અંગ્રેજોએ કરેલો એના માટે અંગ્રેજોને થેન્ક્સ કહેવા જોઈએ.

હવે સલમાનખાનનું ‘વીર’ મુવી જેણે જોયું હશે તેને ખયાલ આવી જશે કે આ ખાન બંધુઓએ કેવી રીતે સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી કરી છે. કદાચ એમના મૂળિયા આ પીંઢારાઓમાં હોવા જોઈએ. એટલે ‘વીર’ મુવીમાં પીંઢારાઓને દેશભક્ત અંગ્રેજોમાં સામે સ્વતંત્રતાની લડાઈ લડતા વીર સૈનિકો બતાવી દીધા. ઇતિહાસની માબેન સર્જકતાને બહાને કરી નાખી. ફિલ્મ શરુ થતા લખી નાખવાનું કે આ કાલ્પનિક વાર્તા છે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ. પણ લોકોના મનમાં દ્રશ્યશ્રાવ્ય મીડિયાની ભયાનક અસર પડતી હોય છે. આપણે જોએલું  જલ્દી સાચું માની લેતા હોઈએ છીએ ભલે પડદા ઉપરનું હોય. ફિલ્મોમાં કે ટીવીમાં દ્રૌપદીનાં ચીર પૂરતા કૃષ્ણને જોઈ કોઈને વિચાર નહિ આવે કે તે ૫૦૦૦ વર્ષ પહેલાના જમાનામાં સુરતની સાડીઓ હતી નહિ.

મિત્ર રાજીવ જોશીનું કહેવું છે કે “સામ્યવાદની અસર હેઠળ બંગાળી ફિલ્મ નિર્માતાઓએ જમીનદાર કાયમ ખરાબ, વ્યાપારી અને પૂજારી હંમેશા લુચ્ચો સાથે ભારતની ગરીબી અને ઝૂપડપટ્ટીઓનું ચિત્રાંકન કરી વિદેશોમાંથી ખૂબ એવૉર્ડ ભેગાં કરેલા. મુસ્લિમ ચાચા હમેશાં ઈમાનદાર, હીરો મંદિરમાં ના જાય પણ ૭૮૬ના  બિલ્લાને આખો દિવસ માથે લગાવ્યા કરે અને અડ્ડા બધા માઈકલનાં જ હોય.”

મૅમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે સોશિઅલ સાયન્સની રીતે જોઈએ તો જૈવિક સત્ય છે. પોતાના સમૂહથી છુટું પડેલા કોઈ પણ મૅમલ પ્રાણીનાં બ્રેનમાંથી તરત સ્ટ્રેસ કેમિકલ કૉર્ટીસોલ છૂટવા લાગે છે તે સંભવિત જોખમનો ઉપાય કરો તેની સૂચના આપતું હોય છે. જલ્દી સમૂહમાં પાછાં ભળી જાઓ નહીતો માર્યા જશો તેવી ચેતવણી આપતું હોય છે. ટોળાથી વિખૂટું પડેલું ઘેટું તરત મેં મેં કરવા લાગતું હોય છે. બીજા મૅમલ પ્રાણીઓ કરતા માનવો મોટું વિચારશીલ બ્રેન ધરાવે છે એટલે બહુ મોટી કૉમ્પલેક્ષ સમાજ વ્યવસ્થા ધરાવે છે. પહેલો સમૂહ વ્યક્તિનું અંગત કુટુંબ હોય છે, માબાપ અને એમના સંતાનો. એના કરતા થોડો મોટો સમૂહ કાકાબાપા પિતરાઈ ભાઈઓ વગેરેનો સમૂહ હોય છે. પછી સમૂહ વિસ્તરતા એકજ બ્લડ લાઈન ધરાવતી જ્ઞાતિ અને વંશ આવે. વળી આવા અલગ વંશ કે જ્ઞાતિ ભેગી થઈને વસતું ગામ પણ એક જાતનો વિશાલ ફલક પરનો સમૂહ જ ગણાય. આમ પ્રાંત અને દેશ પણ બહુ મોટા મોટા ફલક પરના સમૂહ કહેવાય.

પ્રાણીઓને બહુ વિચારવાનું હોતું નથી માટે એમની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય નહિ. માનવી ખૂબ વિચારે છે માટે એની સમાજ વ્યવસ્થા બહુ જટિલ હોય છે. માનવીનો પ્રૉબ્લેમ હોય છે કે અમુક સમય સમૂહમાં રહીને પણ એકલો જીવવા માંગતો હોય છે. મોટા સમૂહના રક્ષણ સાથે બહુ નાના ગૃપમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય છે. કોઈ લગ્ન કે પાર્ટીમાં સૌ પોતાના નાના ગૃપ બનાવી બેસી જતા હોય છે. સામાજિક બહિષ્કાર વખતે જીવના જોખમ જેટલું જ જોખમ એનું બ્રેન અનુભવતું હોય છે. ગામ, પ્રાંત કે દેશમાં જુદા જુદા સમૂહો ભેગાં જ રહેતા હોય છે છતાં આ સમૂહો એકબીજા વડે જોખમ અનુભવતા હોય છે. એકબીજાની સાથે રહેવું છતાં એકબીજા વડે જોખમ-થ્રેટ અનુભવવાનું સામાન્ય હોય છે.

ઘરમાં લડતા ભાઈઓ કુટુંબ સામું પડે ત્યારે એક થઈ જતા હોય છે. કુટુંબમાં લડતા વ્યક્તિઓ પણ ગામનાં લોકો લડવા આવે ત્યારે એક થઈ જતા હોય છે. મોટા સમૂહ તરફથી થ્રેટ અનુભવાય તો નાના નાના સમૂહ એક થઈને મોટો સમૂહ બનાવી મુકાબલો કરતા જ હોય છે. આ થીઅરી જુઓ તો બીજા રાજ્ય તરફથી જોખમ અનુભવાય તો સમગ્ર ગુજરાત અમે ગુજરાતી તરીકે એક થઈ જવાનું ભલે રોજ અંદર અંદર લડતા હોય. આમ જ પાકિસ્તાન સામે આખું ભારત એક થઈ જવાનું તે વખતે આમચી મુંબઈ, જય જય ગરવી ગુજરાત કે જય મહારાષ્ટ્ર જેવા મંત્ર ભુલાઈ જતા હોય છે. ત્યારે ભારત માતાકી જય સહુ પોકારવા લાગશે. કોઈ પરગ્રહવાસી ચડી આવે તો સમગ્ર પૃથ્વી પરના માનવ સમૂહો કે જેને આપણે દેશો તરીકે ઓળખીએ છીએ તે એક થઈ જવાના. નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ. કુટુંબ માટે વ્યક્તિઓ બલિદાન આપતા હોય છે. રાષ્ટ્ર માટે જાતિવાદ અને પ્રાંતવાદ ભૂલી જવો પડતો હોય છે. સમાજ મતલબ પોતાના મોટા સમૂહ માટે વ્યક્તિગત ફાયદા ભૂલીને સમાજના હિતમાં કામ કરે તેને પરમાર્થ કહેવાય. વ્યક્તિગત હિત જવા દઈને આખા ગામ કે જેમાં બીજા સમાજો પણ રહેતા હોય છે તેવા સમગ્ર ગામ, રાજ્ય કે દેશ માટે કામ કરે તેને સ્વાભાવિક ઊંચું ગણવામાં આવે.

   ચાલો આટલાં પિષ્ટપેષણ પછી મૂળ વાત પર પાછાં ફરીએ. ૧૯૯૯માં કચ્છનાં નખત્રાણા તાલુકામાં બિબર ગામમાં થયો હશે કોઈ વિખવાદ બાવજીભા જાડેજાનું ભણસાલી કોમની ટોળીએ ખૂન કર્યું. ત્યાર પછી સામે બદલો લેવાની કાર્યવાહી તો થવાની એમાં ગામ સળગ્યું અને સામે કેટલાક ભણશાળીની પણ હત્યાઓ થઈ. આપણે જાણીએ છીએ કે આ બધું ખોટું જ થયું છે. ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી આ નખત્રાણા તાલુકાના બિબર ગામનો. એમનું મોસાળ રાજસ્થાનમાં છે. જાડેજા દરબારો અને કચ્છી ભણસાલી વચ્ચેની આ જૂની પણ બહુ જૂની પણ ના કહેવાય તેવી દુશ્મની સંજય લીલા ભણશાલીનાં દિમાગમાં રમતી તો હોય જ.

ભાનુશાળી કહો કે ભણસાલી કહો હિંદુઓમાં વૈશ્યની કેટેગરીમાં આવતા મૂળ હાલ પાકિસ્તાનમાં ગણાતા સિંધના બલુચિસ્તાન બાજુથી કચ્છમાં આવેલા. કોઈ ચોક્કસ ઇતિહાસ મળતો નથી પણ સિકંદર ભારત પર ચડી આવ્યો તે સમયે સલામતી ખાતર અંતરિયાળ ગણાતા કચ્છમાં આવીને વસ્યા હશે. ઘણા મુઘલ કાળમાં કચ્છમાં વસ્યા હશે તેવું પણ કહે છે. સિંધ તે સમયે બૉર્ડર પર ગણાય એટલે બૉર્ડર પર વસવાટ આમેય અઘરો એટલે સલામતી ખાતર કચ્છમાં આવી ગયા હશે. વસવાટના આધારે કચ્છમાં વસેલા કચ્છી ભાનુશાળી અને હાલાર(જામનગર) વસેલા હાલારી ભાનુશાળી કહેવાતા હોય છે. કચ્છમાં સેંકડો વર્ષોથી જાડેજાઓનું રાજ હતું. એમ જામનગરમાં પણ જાડેજા વંશ રાજ કરતો. કચ્છમાંથી જામનગર બોલાવી ભાનુશાળીઓને વસાવનારા પણ જામનગરના જાડેજા રાજવીઓ જ હતા. જામનગર અને કચ્છના જાડેજા રાજાઓએ આ કોમને પાળી પોષી વસવાટ કરવાની સગવડો આપી તે જાડેજા દરબારો માટે આ રીતે ખરાબ ચિત્રાંકન કરી દુશ્મની કાઢવી અને તે પણ ફક્ત એક ગામના બે કોમ વચ્ચેના વિખવાદને લઈને? કેટલું યોગ્ય છે?

પણ આ સર્જક બહુ ચાલાક છે. રામલીલા મુવી બનાવ્યું એમાં મુખ્ય અભિનેત્રી જાડેજા ફૅમિલીની બતાવી પણ મુખ્ય અભિનેતા ભણસાળી કોમનો બતાવે એટલો મૂરખ તે છે નહિ. આ લવ સ્ટોરીનું સ્ત્રી પાત્ર જાડેજા પણ પુરુષ પાત્ર રબારી કોમનું બતાવી દીધું. વળી બે કોમ વચ્ચે ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી દીધી. દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મનીનો કોઈ ઇતિહાસ છે જ નહિ. ઉલટાના રબારીઓ તો રાજપૂતોની બેન દીકરીઓના વળાવિયા તરીકે એમનું રક્ષણ કરવાનું કામ કરતા અને જરૂર પડે રાજપૂતોની દીકરીઓ માટે જીવ પણ આપી દેતા. તો સામે પક્ષે ગોપાલક રબારીઓની ગાયોનું રક્ષણ કરવા આ રજપૂતોએ પોતાના માથા આપ્યા છે. જે બે કોમ હજારો વર્ષોથી સંપીને રહી હોય તેના વચ્ચે દુશ્મની હોય તેવો ઇતિહાસ બતાવી દેવો તે પણ ફિક્શનના બહાને કેટલો વાજબી છે? હજુ તો ફિલ્મ રજૂ થઈ નથી ત્યાં રાજપૂત અને રબારી સમાજ એકબીજા વડે થ્રેટ અનુભવવા લાગ્યો છે. જે સમાજો એકબીજાના કદી દુશ્મન હતા નહિ તે હવે દુશ્મન બનશે. એની શરૂઆત થઈ ચૂકી છે.

એક મિત્ર સાવજરાજ સોઢા જણાવે છે, “રબારી અને જાડેજા રાજપૂત સમાજ વચ્ચે જે આજસુધી સંબંધો રહ્યાં છે એવાં કોઈ પણ સમાજો વચ્ચે સૌહાર્દ અને આત્મીય સંબંધો નહી હોય. પણ રામલીલાની ચર્ચા પછી એ બંને સમાજ કટ્ટર દુશ્મન જેવાં બની ગયાં છે.. આપ તે સમયની ફેસબુક પરની રબારીઓ અને રાજપૂતોની ચર્ચા જોજો ગાળો સિવાય ભાગ્યે કાંઈ હશે.. આ સમાજોમાં ફેલાયેલી કડવાશ માટે જવાબદાર કોણ? માત્ર રામલીલા. ભુજ રામલીલાનાં વિરોધ વખતે બંને સમાજ વચ્ચે ઝગડો થયો આઠેક જણાં ઘાયલ થયાં જવાબદાર કોણ…??? રામલીલા.” જે ફિલમ હજુ આ લખાય છે ત્યાં સુધી રજૂ થઈ નથી, રજૂ થશે પછી શું થશે?

લખેલું વંચાય એવું કહેવાય છે તેમ જોએલું મનાય તે પણ એટલું જ સાચું છે. ભલે આપણે લાખવાર કહીએ કે કાલ્પનિક સ્ટોરી છે પણ દ્રશ્યશ્રાવ્ય માધ્યમ બહુ પાવરફુલ હોય છે. એ સીધું તમારા બ્રેનમાં ઊતરી જશે. તમારા ન્યુરૉન્સને જકડી લેશે. આપણે જાણીએ છીએ કે આ પડદા પર દોડતા ચિત્રો છે છતાં ફિલ્મના કરુણ દ્ગશ્યો જોતા જોતા આપણે રડતા હોઈએ છીએ. હોરર મુવી જોઇને હાર્ટઍટેક આવ્યાનાં અને મરી ગયાના દાખલા પણ નોંધાયેલા જ છે.

આ વાર્તા કાલ્પનિક છે અને એમાં આવેલા પાત્રો સાથે કોઈ સામ્યતા દેખાય તો અકસ્માત સમજવો તેવું કેટલા સમજતા હશે? આવી સૂચનાઓ ભૂલી જવાતી હોય છે. આવી સૂચનાઓ ભવિષ્યમાં આવનારા વિવાદો ટાળવા પૂરતી જ લખાતી હોય છે. ફિલ્મોના બનાવટી પાત્રો સાથે આત્મીયતા બંધાઈ જતી હોય છે. એક સમભાવ કેળવાતો હોય છે. હું કોઈ ગુંડાને મારી શકતો ના હોઉં પણ બચ્ચનને મારતો જોઈ મને અચેતનરૂપે હું મારતો હોઉં તેવું લાગે. હું બચ્ચન સાથે ઇન્વોલ્વ થઈ જતો હોઉં. આમ મારી ગુંડાને મારવાની ઇચ્છાની પાદપૂર્તિ થઈ જાય. ફિલમ જોઈને એક તૃપ્તિ સાથે બહાર નીકળીએ ત્યારે હેપી હેપી થઈને નીકળીએ કે મજા આવી ગઈ. પણ શેની મજા આવી તે ભલે કૉન્શિયસલી ના સમજાય પણ મજા આવી ગઈ તેટલું તો સમજાઈ જાય છે.

ફિલ્મો જોઈ કોઈ હિંસા કરતું નથી. ક્યાંક કોઈ બનાવ બન્યો હશે બાકી મોટાભાગે આપણી અંદર રહેલી હિંસાનું હિંસક ફિલ્મો જોઈ કૅથાર્સિસ થઈ જતું હોય છે. ફિલ્મોના દુઃખી પાત્રો સાથેનાં દુઃખો સાથે આપણા દુઃખોની સામ્યતા કેળવાઈ જતી હોય છે. હીરોના કરુણ મૃત્યુ સાથેનો અંત જોઈ રડતા રડતા ભલે બહાર આવીએ પણ એક અજાણ્યો ના સમજાતો તૃપ્તિનો ઓડકાર ખવાઈ જતો હોય છે. કારણ દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક કહેવાતા દુઃખો અને કરુણ અંત સમાયેલા જ હોય છે. ચાલો આપણે એકલાં દુઃખી નથી બીજા પણ આપણા જેવા છે જ. મૃત્યુ પામતા હીરો પ્રત્યે આપણી અંદર રહેલી કરુણા વહેવા લાગતી હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આ હીરો તો હજુ જીવે છે ખાલી પડદા પર મર્યો છે. ‘આનંદ’ આજે પણ હીટ છે. રાજેશખન્નાનું ‘બાબુ મોશાય’ આજે પણ કાનમાં એટલું જ ગુંજે છે.

કાલ્પનિક ફિલ્મોની પડતી મનોવૈજ્ઞાનિક અસરોની અવગણના તમે કરી શકો નહિ. આ ભારતીય સમાજ છે, અહીં એક કાલ્પનિક ફિલ્મ બનાવી સંતોષી માતા ઉભા કરી શકાય છે. આ ભારતીય સમાજ છે જ્યાં કાલ્પનિક કવિતા લખી ‘રાધા’ ઊભી કરી શકાય છે અને તેની પાછળ આખા દેશને ગાંડો કરી શકાય છે. મેં તો ત્રણ વર્ષ પહેલા લખેલું કે રાધા મહાભારત, હરિવંશ પુરાણ કે ભાગવતમાં ક્યાંય નથી. ઑથેન્ટિક ગણવામાં નહિ આવતા એવા બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા કૃષ્ણની મામી છે. છતાં એક જયદેવ કાલ્પનિક રાધાનું સર્જન કરી આખા દેશને પાગલ બનાવી શકે છે. હવે જો સદીઓ પહેલા લખેલી એક કવિતા પાછળ જો દેશ ગાંડો બની શકતો હોય તો આવી દ્રશ્યશ્રાવ્ય ફિલ્મ બનાવી શું ના કરી શકાય?

ભણસાળી અને દરબારો વચ્ચેની દુશ્મની તે પણ એક ગામ પૂરતી છે તેને મિટાવવાનાં પ્રયત્નો  કરવાને બદલે આ સર્જકે આખા કચ્છ અને સૌરાષ્ટ્રના દરબારો અને રબારીઓ વચ્ચે દુશ્મની ઊભી કરી દેવાનો હીન પ્રયત્ન કર્યો છે. એની આ હીનતા રબારીઓ અને દરબારોએ ઓળખી લેવી જોઈએ અને અંદર અંદર લડી એની આ હલકટ ચાલમાં આવી જવું ના જોઈએ. આ દેશમાં એક ગાય વાછરડાનું ચૂંટણી પ્રતીક મૂકીને લોકોને ઈમોશનલી છેતરી ચૂંટણી જીતી શકાય છે. રામના રથ કાઢી લોકોની ધાર્મિક ભાવનાઓનો વેપલો રાજકીય હેતુ માટે કરી શકાય છે. લોકોએ એમના ન્યુરૉન્સ વાપરવા જોઈએ.

આ દેશમાં જ્ઞાતિવાદ સજ્જડ છે. જ્ઞાતિ એક સમૂહ છે અને મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છે તે હકીકત ભૂલવી ના જોઈએ. જ્ઞાતિવાદના પ્રકાર બદલાશે પણ સમુહવાદ તો જીવતો રહેવાનો જ છે. પણ તમે એટલું કરી શકો કે એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ કરતા ઊંચી કે નીચી ના માનો. વ્યક્તિગત કે નાના સામૂહિક સ્વાર્થને જતા કરી મોટા સામૂહિક સ્વાર્થમાં બદલી પરમાર્થ જેવું નામ આપી શકો. વ્યક્તિગત કે નાની નાની સામૂહિક ભક્તિ સાથે ક્રમશઃ મોટી ને મોટી સામૂહિક ભક્તિ વધારી એને રાષ્ટ્રપ્રેમ તરફ વાળી શકો છો. છેવટે માનવતાવાદ તરફ પણ આજ રીતે જઈ શકાય. કવિશ્રી ઉમાશંકર જોશી પાછલી જીંદગીમાં એમને વિશ્વમાનવ તરીકે ઓળખાવતા હતા. કેટલી ઊંચી સંવેદનશીલતા કહેવાય?

આપણે ત્યાં કોમવાદ સજ્જડ છે માટે રાષ્ટ્રવાદ કમજોર છે. માણસ નાના નાના સમૂહ બનાવીને તો રહેવાનો જ છે પણ વર્ણવ્યવસ્થાના સજ્જડ ધારાધોરણોની જરૂર નહોતી. અહીં દરેક કોમની ચોક્કસ ડેફીનેશન છે, કે વાણિયા એટલે આવા, દરબાર એટલે આમ, બ્રાહ્મણ એટલે આવા, પટેલ એટલે આવા એમાય કડવા એટલે આવા અને લેઉંઆ એટલે આવા. હવે પટેલને તમે મખ્ખીચૂસ કહી શકો ખરા? આ ડેફીનેશન બહાર તમે બતાવો એટલે જે તે સમાજ તરત થ્રેટ અનુભવી વિરોધ કરવાનો જ છે. જાડેજાની દીકરીને અશ્લીલ હરકતો કરતી કે ભાષા બોલતી બતાવો એટલે તરત તે સમાજ થ્રેટ અનુભવી વિરોધ કરવાનો.

સિંધના સુમરા(મુસ્લિમ રાજવી)એ તેના તાબાના કોઈ ગામની મુસ્લિમ દીકરીઓની લાજ લૂટવા માટે બંદી બનાવેલી ત્યારે તે બધી ગમે તેમ નાસી જઈને કચ્છમાં આવી અને ત્યારે અબડાસાના જામ અબડાજી જાડેજા એ તેમને આશરો આપીને યુદ્ધ કરેલ અને વિજય મળેલ અને તે દિવસ અષાઢી બીજ હતી અને તે દીકરીઓ ને મુક્ત કરાવીને નવું જીવન આપવા બદલ તે દિવસને કચ્છી નવું વર્ષ તરીકે ઊજવાય છે. ભણશાળીઓને કચ્છમાં અને જામનગરમાં સુખરૂપ વસાવનારા આ જાડેજા રાજાઓ જ હતા.

દરબારોએ એમની રીતે આ ફિલ્મનો વિરોધ કર્યો. શક્તિ પ્રદર્શન થયું, તોડફોડ થઈ, જાહેર હિતની અરજી થઈ. પણ સામે સંજય લીલા કપિલ સિબ્બલ અને એના જેવા બીજા 001[1]મહારથીઓને લઈને આવી ગયો. કોર્ટે ચુકાદો આપ્યો કે જાડેજા અને રબારી શબ્દો ફિલ્મમાંથી કાઢી નાખવા. એડીટીંગ કરીને ફિલ્મ રજૂ કરવી. પણ એનો કોઈ અર્થ નથી. રબારી શબ્દ કાઢી નાખશે પણ રબારી ડ્રેસકોડ કઈ રીતે બદલશે? દરબારનો જે ડ્રેસકોડ વપરાયો હશે તે ક્યાંથી કાઢી નાખશે? સદીઓથી રબારીને ઓળખવા અહીં નામની ક્યાં જરૂર હતી? કોર્ટે ખરેખર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જેવો હતો. ગુજરાત પૂરતો તો મૂકી જ શકાય. સામસામે થોડા માણસો મરે તેની કોર્ટ કદાચ રાહ જોતી હશે.

 બસ અહીં જ દરબારો અને રબારીઓએ સંયમ રાખી અહિંસક વિરોધ કરી સંજય લીલા ભણશાલીની બે કોમ જે કદી એકબીજા સાથે લડી જ નથી તેને લડાવી મારવાની ચાલમાં આવી ગયા વગર સંપીને રહેવું જોઈએ.

રાઓલ ભૂપેન્દ્રસિંહ રતનસિંહ,

એડિસન, ન્યુ જર્સી.

 ૪ નવેમ્બર ૨૦૧૩.

37 thoughts on “સંજય લીલા ભણશાળીની સર્જનાત્મક બૌદ્ધિક બદમાશી”

  1. ૧. આ વાત બહુ ગમી – “નાના સમૂહના સ્વાર્થ કરતા મોટા સમૂહનો સ્વાર્થ કે ફાયદો ઉત્તમ ગણવામાં આવતો હોય છે, એને આપણે પરમાર્થ કહેતા હોઈએ છીએ.”

    ૨. મેં આ ફિલ્મ વિશે કંઈ વાંચ્યું સાંભળ્યું નથી પણ તમે કહો છો તે સ્થિતિ હોય તો ખરાબ કહેવાય. રાજપૂતો અને રબારીઓએ સાથે મળીને આ સમસ્યા સમજવી જોઇએ અને સંયુક્ત રીતે વિરોધ કરવો જોઇએ.ીમના વચ્ચે ભૂતકળમાં સંબંધો સારા હતા જ, એટલે એક વાત પરથી સંબંધ બગડે એનો અર્થ એ કે વર્તમાન બદલાય છે, ઇતિહાસ નહીં. અફસોસની વાત છે.

    ૩. ઇતિહાસને વિકૄત કરવા પાછળ વર્તમાનને ખળભળાવવાનો હેતુ હોય છે. આપણા દેશમાં આ પહેલો બનાવ નથી અને છેલ્લો પણ નહીં રહે.

    Liked by 2 people

    1. ટોળામાં અક્કલ હોતી નથી ટોળાને કોણ સમજાવે માટે ફિલ્મ સર્જકોએ સમજવું જોઈએ. પણ એમને એમાં રસ નાં હોય. એમને ફક્ત પબ્લીસીટીમાં રસ હોય જેથી ફિલ્મ વધારે કમાઈ આપે.

      Liked by 2 people

  2. ભુપેન્દ્રભાઈ ધન્યવાદ…ધન્યવાદ…ધન્યવાદ. ખૂબ જ સરસ, માહિતીદાયક અને સંશોધનાત્મક લેખ. હું મુવી જોતો નથી એટલે બીજી વાતો ખબર નથી પણ તમારા આ આર્ટિકલ દ્વારા ઘણું જાણવા મળ્યું.
    પ્રવીણ શાસ્ત્રી.

    Like

  3. “આરક્ષણ” ફિલ્મ વખતે પણ ખૂબ વિવાદ થયો હતો,ઘણા રાજ્યો એ પ્રતિબંધ પણ લગાવ્યો પણ ફિલ્મ થઇ ત્યારે બધો જ વિરોધ શાંત થઇ ગયો હતો,
    તેથી (મારા મતે) #રામલિલા ફિલ્મ જોયા પહેલા તે ફિલ્મ પ્રત્યે (સાચો/ખોટો) અભિપ્રાય બાંધવો યોગ્ય ન કેહવાય.

    -ધ્રુવ ત્રિવેદી

    Like

    1. ઘોડા નાસે પછી તબેલા ને તાળા મારનાર ને સમાજ મૂર્ખ સમજે છે જો ફિલ્મ માં એવી વિરોધ જનક હોય જ નહી તો સંજય લીલા કેમ જગ જાહેર પ્રેસ નોટ આપી ને વિરોધ ને શાંત કરી દેતો નથી ? ,,,, આની પહેલા પણ એના પર શારીરિક કે માનસિક વિકલાંગ પર એન્તેર્મેન્ત કરે છે એવા આરોપ માં આખા પેજ ની જાહેર ખબર આપી ને તેનો સ્ટેન્ડ ક્લીયર કરેલો જ છે ,, મુંબઈ મિરર ને બીજા ચારેક ટીવી શો માં પણ પોતાની વાત રજૂઆત કરી જ હતી આ વખતે શું એની માં ને આણું આવું સે કે પ્રેસ નોટ રીલીઝ કરવા નો સમય નથી ?

      Like

  4. Bhupendrasinh – જ્યાં સુધી લોકોને ‘તમાશા’માં રસ છે ત્યાં સુધી આવી બેહુદી-જાતીવાદી વાર્તાઓ ઉપર ફિલ્મસ બન્યા કરશે … તે ‘આરક્ષણ’ હોય કે ‘રામ-લીલા’ હોય કે પછી મુસ્લીમોના સ્વમાન વિરુદ્ધ આલેખાતી ‘વિશ્વારુપમ’ હોય અને અંતે આવા જાતીઓ-ધર્મ અનુયાયીઓને લડાવી-ઝગડાવી વાર્તા-ને આધાર પણ ફિલ્મ બનાવીને તેના ‘વિવાદ’ કે પ્રજા-ની-મુર્ખ-લાગણીઓને ધંધાકીય માધ્યમ બનાવી …. 100-કરોડ+ રૂપિયા ઉલેચી લેવાતા હોય છે … પ્રજા બાઘાની જેમ દિલ-માં-ડંખ લઈને સ્તબ્ધ-બનીને બધો ખેલ જોતી રહ્યી જાય છે … અને ફિલ્મ-મેકર્સ પોતાની (સંજય) લીલા આટોપી અને જયાફત/ પાર્ટી ઉજવાતા હોય છે … જનતાની ભીની-લાગણીઓ જાય ‘તેલ’ લેવા …
    ………
    # હકીકત એ-જ છે કે આ વર્ણ-વાદને કારણે-જ મુસલીમ અને અંગ્રેજો આ દેશ માં ઘુસી ગયા કારણકે … દરેક નાના સમુહે પોતાના ફાયદા જોયા કે – “મારે શું? બીજાનું જે થવું હોય તે થાય …” …. અને સંજય લીલાની ફિલ્મ પણ એ-જ કરી રહ્યી છે … તેથી Bhupendrasinh પોતે કલમ-તલવાર થી સંજય-લીલા ઉપર ‘જનોઈ-વઢ’ વાર કરવા ઉતારી આવ્યા છે ….

    Like

  5. યુદ્ધ પત્યા પછી ઠગ અને પીંઢારા આંતક ફેલાવતા. આ ઠગ અને પીંઢારાઓનો નાશ અંગ્રેજોએ કર્યો. પાછા નવા પીઢાંરા જનમતા ગયા. રામાયણ મહાભારતથી, મૌગલ શીવાજી અને સંજય લીલા ભણસાલીએ નવા પીંઢારા માટે નવી ફીલ્મો બનાવી. કપીલ સીબ્બલો એ વખતે હતા અને આજે પણ છે.

    કોર્ટના ન્યાયાધીશોને આ જ્ઞાતી કે પેટાજ્ઞાતીઓનો અભ્યાસ કરવાનો સમય નથી હોતો અને માણસો મરે એટલે સંજય લીલા ભણસાલીને નવા વીચાર આવે. કોમો એકબીજા સામે લડે એ માટે….

    Like

  6. મને ખબર નથી તમે ક્યાંથી માહિતી મેળવી છે. મને એ પણ ખબર નથી કે રબારી અને દરબારોની લડત ૫૦૦ વર્ષ જુની છે. પણ હુ ભાવનગર માં રહુ છુ, અને રબારી ના પાડોશ માં રહુ છુ. હુ નાનો હતો ત્યારેય રબારી અને દરબારો વચ્ચે ધારિયા અને તલવારો ઉડતી અત્યારે પણ બન્ને પોતાન કટ્ટર દુશ્મનો જ માને છે. રબારીના એરિયામાં દરબાર આવીને ઉંચે સાદે બોલી જાય તો અત્યારે પણ ઇગો હર્ટ થઇ જાય છે. હવે જો તમે એમ કહેતા હોય કે આ બે કોમ વચ્ચે જઘડો છે જ નહિ. તો ભાવનગરમાં એકવાર મુલાકાત લેવા આવવા વિનંતી. જ્યાં કેટલાંય દરબારો એ રબારીના અને કેટલાક રબારીઓએ દરબારોના ખુન પણ કરી નાખ્યા છે. અને પાયા વિનાની અધકચરી માહિતી ન મુકવા વિનંતી કારણ કે હુ તમારા વિચારોથી પ્રભાવીત પણ છુ અને તમારા બ્લોગની પોસ્ટ મને વાંચવી પણ ગમે છે.

    Like

    1. ભાવનગરનો સ્થાનિક પ્રોબ્લેમ હશે. બાકી રબારી કોમ અને દરબાર કોમ સમગ્ર ગુજરાતની દ્રષ્ટીએ જોઈએ તો એકબીજાના દુશ્મન નથી. ફિલ્મમાં નખત્રાણા બતાવ્યું છે ત્યાં એવી કોઈ દુશ્મની નથી. પણ આ ફિલ્મમાં ૫૦૦ વર્ષ જૂની દુશ્મની બતાવી છે. બીજું જાડેજા દરબારોને ખરાબ ચીતર્યા છે એમાં એમનો ઈગો ઘવાયો છે. હવે આ ફિલ્મને લીધે બીજા ગામોમાં દરબારો અને રબારીઓ લડે તેવું કરવાની જરૂર નહોતી. સંજયે લવસ્ટોરી બનાવવી હોય તો બીજી રીતે પણ બનાવી શકાય. મૂળ ઝઘડો જાડેજા અને ભણશાળી વચ્ચે હતો એમાં સામસામે મર્ડર પણ થયા જ છે.

      Like

      1. નખત્રાણાની વાત આપણને ખબર નથી. બાકી ભાવનગર માં આવુ ઘણા વર્ષોથી હુ જોવ જ છુ. એટલે કહ્યુ.

        Like

    2. આજ સુધી માં રબારી અને દરબાર કોમ વચ્ચે કેટલા ખૂન થયા છે ? ,,,, મને તો એવી જાણકારી છે કે ભાવનગર ના રાજવી દર ચૈત્રી પૂનમે શિહોર માં હાલ રબારી અને એના સાથીદારો નાં પાળીએ દીવા કરવા જાય છે ,,,,, બીજું જે કોઈ બનાવ બન્યા એ રબારી હતા કે દરબાર હતા એટલે બન્યા છે કે એ સિવાય કોઈ બીજું કારણ હતું ? ,,,,, જાડેજા અને જેઠવા વચ્ચે તો યુદ્ધ થયેલા છે ચુડાસમા અને સોલંકી વચ્ચે યુદ્ધ હતું ગોહિલ અને રાઠોડ વચ્ચે યુદ્ધ હતું પણ આ કોમ લેવલે ક્યારેય એક બીજા ના દુશ્મન નથી ,,, ઉલટા નું આઝાદી બાદ રાજપૂતો પાસે જ સોંથી વધુ વીડ ની જમીન છે જે પશુપાલન માટે હોય છે તો આજે પણ આ બેય કોમ વચ્ચે એ રીતે પણ ઉતમ વ્યાવાસિક સબંધ તો છે જ ,,,,, ફિલ્મ રામ લીલા નો પ્રબળ વિરોધ રબારી કોમે પણ કરેલો છે ,,,,

      Like

      1. બને વંચ્ચે અમુક બનાવો પછી,… અમુક એરીયામાં એવા સંબંધો બની ગયા કે પછી આજ સુધી સંબંધો વિફર્યા જ છે, સુધર્યા નથી…!

        Like

      2. બને વંચ્ચે અમુક બનાવો પછી,… અમુક એરીયામાં એવા સંબંધો બની ગયા કે પછી આજ સુધી સંબંધો વિફર્યા જ છે, સુધર્યા નથી…! બાકી મારા તો રબારી મીત્રો પણ છે અને દરબાર મીત્રો પણ છે.

        Like

    3. MR.Hiren Kavad , aap ni vaat sacchi k bhavagar ma Raajput and rabari vacche aajey dhariya ude che , surendra nagar ma pan ude che pan na to RABARI na koi mahanubhave a tapaas karva ni tasdi lidhi k aa thava nu kaaran su…AAP na ghar ma koi a sastra k puraan vachyu hoy k sambhalyu hoy ne bharat ni sanskruti thi jara pan vaakef hoy to aap ne khayl hovo joiye k Brahmaaji a varn vyavastha banavi ,, Jema BRAHAMAN ,KSHATRIY (RAAJPUT), VAISHY , and KSUDRA am char vibhaag padya … PAchi AMA darek varn na peta vibaag padya ..ane a pramane amne karm sompavaa ma aavya. BRAHMAN ne DHARM nO PRACHAR karvanu kaary Sompvaa maa aavyu, KSATRIY Ne PRAJA DHARAM, BHUMI ,STREE nu kary sompavaa maa aavyu ,VAISHAY ne DArek VARN NI jarooriyaat ni sadha Samgri nu ghadtar karva nu kaam sompva ma aavyu… ane KSUDRA ne Tamaam Varn Ne swachataa nu karya sompava ma aavyu … MR. Hiren AAP NI Jaan Ma A pan jaroor hase ,k AAPNE HINDU KARM ANE PAR BHAV (BIJO janm ) pan maaniye chiye .,ANE e aapna karm mujab aapne darek yoni ma janm mae che .EASWAR na Darek AVTAAR RAAJPUT KUL ma jova male che , DHARAM NA RAXAM MAATE, PRAJA NA Hit maate BHagawan AVTARAN KArata ane smaaj vyavasta ma yogya udaharan maate SHREE RAAM !$ VARS VANVAAS BHAGVE che ane UDAHARAN AAPE CHE k SARO Putra A Che Je KOI pan SAWAaL Puchya VAGAR POTANA PITA ni DAREK VAAT MAANE , ad pita ni aabru maate potane nyochavaar kare.. biju UDAHARAN MATA SITAA JI A AAPYU RAAVAN ATLO VAIBHAV SALI HATO jyare SITAAJI SREE RAAM SATHE van MA Hata..TYAARE Temne PATI NA PAGLE CHAALI NARI mate udaharan mukyu k pati game te samjog maa hoy nari no dharam ane hamesha sath aapvano che.. ,, RamaYAN Na Darek PAGE Par HINDU DHARAM CHE.. BHAI BHARAT , LAXMAN darek paatra samaaj ne udaaharan aape che avi j rite SHree KRISHNA BHAGVAAN ..pan dharam maate panadavo na pax ma rahe che ,, as YOU know MR. HIREN k PANDAVO ane KAURAVO BANNE bhagwaan na FAIBAA NA DIKRAA HATA… AATLU DETAIL MA MARE Atle LAKHVU PADYU K HU AAPNE UNDI VAAT SMAJAAVI SAKU .. have MUL VAAT karu … RAJPUTO NA ITIHAAS JANO K TEME POTAANA PARIVAAR NA BHOGE SMAAJ NI RAXA Kari ATLE PURAATAN kaal ma DAREK VARAN RAJPUT NE SPecial MAAN AApti ,,,, have RABARI (VAISHY) PrAja ,RAJPUTO NI Sam kx aavvva ni kosish kare to swabhavik pane LAGNI ne thes pahoche ..ane aa badhaa vivaad ubha thay ..TYARE BIJA SAMAAJ NA LOKO am KAHE Che K HAve A JAMAANO GAYO Ane RAJWADA GAYA PAN ITIHAAS JUVO K TAMAARA VAdiLo na raxan Kone kaaryaa che ,,,ane su kaam ….?? ane tame atyaare aa jamaana ma k v rite cho.,, jo Tamara vadilo j na bachya hot to atyaare RAJPUT SAMe AANKH Unchi Kai sakat..?? TYAARE bijaa sammaaj na darek DIL thi RAJPUT NA naam Ne NAMMAN KARTA ANe NIRBAHY THAYi JATA … VANCHJO ITIHAAS MA RABBARI NI DIKRI ne PARNAVI NE Bija rajya ma k saher ma moklvaa maaa aavti tyaare BAHAARVATIYA THi raxan mate Rajput ne aajiji karwamaa aavti k bapu aap mari dikri e valaavi aavo..tyaare A BAPU JO potana gharna baalko ne stree k maa baap nu vichari ne besi rahyaa hot to e dikri na udar ma thi jetlaa RAbaari pedaa thaya ane vans velo halyo ne aaje matha amari same j upaadyaa anu dukh thay ne anu khotu laage …ae aavi ek dikri nahi darek sammaj ni karodo dikriyu na raxan karya che rajputo A ,PAN AATO UPAKAAR SAME RAJPUTO Ne malel BADLO AMAA koi ne su kahevu…,, HINDU SANSKRUTI nU JATAN KOI PAN NATHI KARI RAHYU ATLE J VISHV MA MUSALMAANO vadhataa rahyaa che .. ane jo aap BRAHMAA JI NI AA varn VYAVSTHA NA Swikaari saktaa hoy ne to pachi aapni farj bane che k visv na darek khune kaho darek maanvi ne k na hu hindu chu ,, na tame musalmaan , KHristi cho..kaaran k sarv pratham varan vyavastha je koi pan easwaer che amne jaati ni kari … jema HINDU, MUSLIM ,ISAI che… pachi temaa peta vibhag HINDU MA BRAHMAN , KSATRIY, VAISHY ANE KSUDRA , MUSLIM mA SIYA ane SUNNI ,, KRISHTI (ISAI) ma PROTESTANT ane CATHLIC … kya kyaa kone kone su kehvaa jaso…???? …………………. mare haji ghanu badhu kahevu che.. pan kadacch tamari vaanchvaa ni xamtaa nahi rahe.. ,.EASWER E SAHU THI moto DHARM GAHDYO CHE MANVTAA no.. PAN AAJ no manushay …KALIyUG MAA che ANE MAANAVTAA YAAD Naa AAve … ANe fakt sambhare LAXMI PAN MAATA swarupe nahi NOte ane sona na sikka rupe… )) je AA MR. SNAJAY LEELA BHANSALI kari rahyaa che… ,, ))) ASTU… MR. HIREN AAPna taraf thi COMMENT AAVKARYA CHE..,, ))

      Like

      1. mane khatri che .. k sanjaybhai bhansali pan ek gujarti che pan kaik aantrik abhav ne kaarne and paisa tatha potani aavdat no ayogya upyog kari rahya che.

        amno antar aatmaa jaage to parmarth pan jaroor thay pan have aa vadhu khub aagal vadhi gayu .. have vaat ”vat” par aavi gayi…. banne paxe koi namtu nahi jokhe… karan RAJPUT NA to lohi ma j nathi namvaa nu …, ane DHAN VRUDDHI PACHI KOI PAN VARAN POTANO BHUTKAAL YAAD HOVAA CHATA AANKH MINCHI RAAKE CHE Ane POTANI TAMAM SAKTI POTANA BHUT KAAL ne BADLAVA K CHUPAAVA ma vaapre che… RAJPUT BHALE RAJWADAA JATA KARE ,, MATHA VADHAAVE pan naame nahi..,,kaik judi j vichardhara dharaaviye chiye,, AME JOIYE BAS AMAARO MAAN ANE MOBHO … RAJA HARISHCHANDRA SATYA KAJe RAJPAT CHODI SMASAN MA NOKRI KARI POTAANI JIBH MAATE .., RAGHU VANsh vachan kaje jibh khatar SHREE RAM ne pan van ma moklvaa pade che (Dasrath RAJA A KAI KAI Ne AAPEL vachan ) maate …RAJPUT A SAMAY to pacho nahi laavi sake na to bhagvaan ne fari dharti par utaari sake pan ha satyaa ne bacchavva no AMARO DHARAM CHE je ame amaari sakti mujab kari rahyaa chiye… )) ahi amari same AA movie che.. ,@Hirenbhai kavad
        ))

        Like

  7. I do not understand that in 2013 a movie which hardly runs for a week can have any social impact. Form total 7 days run , 4 days multiplex are empty
    & during week end half of the audience is busy on their smart phone & whats app. Only thing they are bothered while leaving multiplex is to grab table in food court or in restaurant or to take out their vehicle from 7th floor parking.

    Like

  8. કાઠીયાવાડ માં કાયમ જ્ઞાતિવાદી ઝઘડા થતા જ રહે છે, અને ફિલ્મ માં ચોખ્ખું લખ્યું તો છે કે એ રોમીઓ-જુલીએટ ઉપર આધારિત છે. પણ ભારતવાસીઓની લાગણીઓ નાની નાની વાત માં કાયમ દુભાતી જ રહેતી હોય છે. ફિલ્મ ડીરેક્ટર ને એટલી તો સ્વતંત્રતા હોવી જ જોઈએ ને ઠાકુર અટક વાળા ને વિલન ચીતર્યા તો શું બધા ઠાકુરો ખરાબ થઇ ગયા? કોઈ તો નામ અટક લેવી જ પડે.

    Like

    1. રોમિયો જુલીએટ .. હહાહાહાહા શું ડફોળ બનાવવાની વાત છે.. જગતની તમામ લવ સ્ટોરી મુવી આગળ રોમિયો જુલીએટ લખી શકાય.. સંજય વધુ પડતો હોશિયાર છે માટે રોમિયો જુલીએટ લખે છે હીર રાંઝા કે શેણી વિજાણંદ પણ લખી શક્યો હોત. ઉલ્લુ બનાવે છે બધાને.

      Like

  9. Hiren Kavad lakhe chhe k bhavnagar ma rabari ane darbar vachhe problem chhe e khotu chhe. hu bhavngar ni chhu ane darbar pan chhu. tya avu kashu j nathi.

    Like

  10. Wonderful read 🙂 it would be much helpful and appreciated if you could provide the reference for the claim that SLB is from Nakhtrana and that 1999 rift between Darbar and Bhansali. Thanks.

    Like

  11. રાઅોલસાહેબ, ભાનુસાળીઅોનો ઉદભવ / ઇતીહાસ અમારા લોહાણા જ્ઞાતિના ઘણા ૫ુસ્‍તકોમાંથી મળી શકે… સાથોસાથ ખોજા, મેમણ જ્ઞાતિના ઉદભવ ૫ણ આમાંથી મળી શકે… આ ફકત આ૫ની જાણકારી માટે..
    🙂

    Like

    1. આપણને કોઈ જ્ઞાતિ માટે દ્વેષભાવ નથી. હું ઉલટાનો એવું કહું કે કોઈ પણ જ્ઞાતિને ઉંચી કે નીચી માનવી જોઈએ નહિ. લોહાણાનાં મુળિયા ક્ષત્રિયોમાં નીકળે.. ખોજા મેમણ હિંદુઓ જ હતા પણ વટલાઈ ગયા. મહમદઅલી જિન્નાહના દાદા લોહાણા જ હતા. જિન્નાહના દાદી ઘરમાં સંતાડીને મર્યા ત્યાં સુધી શ્રીનાથજીની પૂજા કરતા. તે સમયના લોહાણા સમાજની જડતાએ જિન્નાહના દાદાને મુસ્લિમ બનવા મજબૂર કરેલા. આખી દુનિયાની વાત જવાદો પણ ઉત્તર ભારતમાં માંસાહાર સામાન્ય છે. બંગાળી બ્રાહ્મણો પણ મચ્છી ખાતા હોય છે. જિન્નાહના દાદાએ ખાધી નહોતી પણ વેપાર કરેલો એમાં નાત બહાર મૂકી દીધેલા. પછી તો ગમેતેટલી માંફી માગે આપણા સમાજોની જડતા તો તમે જાણો છો.. વેદોમાં બીફ ઇટીંગનાં શ્લોકો છે, આપણા ભગવાન રામ પણ માંસાહારી હતા તો એમણે એવો શું ગુનો કર્યો કે સમાજમાં પાછા નાં લેવાય? ભણશાળી કોમ ખાલી જામનગર અને કચ્છમાં છે. મુંબઈમાં વેપાર કરવા ગયા હોય તે જુદી વાત છે. બાકી પારસીઓની જેમ લુપ્તપ્રાય જાત છે. એને જાળવવી જોઈએ.

      Like

      1. … નાત બહાર મુક્યા. અહીંથી જ્ઞાતી અને પેટાજ્ઞાતીઓ બનવાની શરુ થઈ. જે પોતે વર્ણસંકર હતા એ પણ ફસાઈ ગયા. સંજય લીલા ભણસાલીને કમાણી થઈ ગઈ.

        Like

  12. WOW! HATs off to you Bhupendrasinh. Very knowledgeable and in depth. I have always admire creation of SLB. I agree with વેદોમાં બીફ ઇટીંગનાં શ્લોકો છે, આપણા ભગવાન રામ પણ માંસાહારી હતા તો એમણે એવો શું ગુનો કર્યો કે સમાજમાં પાછા નાં લેવાય?….. I have always said that from view of religion, nothing wrong with being non-vegiterian. For Helth reason, Science recommend not to eat flesh of larger animal. (This another topic of another day).

    After reading your article, I have to give serious thought of spending $10 at theater.

    Like

  13. my, my,
    nice and informative article. Sanjay kala ke lila kari gayo, that is final. However, people of gujarat must use their sense and must not identify themselves with the film. Film is a film and should not be given much weightage. That does not mean that artists should depict or force their crazy ideas on the society. New ideas are always welcome but on the name of creativity or liberty of expression one can not cross boundaries for those values which the societies favors till today. The producer should have investigated social history well, which he has not done. I saw “Pansing Tomar”. The subject was properly researched. One can not add his own mirch masala for earning money.

    Like

  14. ભુપેન્દ્ર સાહેબ, મને એ જણાવશો કે 3 idiots અને તારે ઝમીન પર જેવી મુવીની અસર કેટલી થઇ? મને નથી લાગતું કે આ મુવીની અસર લોકો પર થઇ છે, તમે એમ કહો છો કે મુવીની અસર માનસપટ પર થાય છે તો આ મુવી(3 idiots અને તારે ઝમીન પર)ની પણ અસર થવી જ જોઈએ, પછી લોકો ખરાબ વસ્તુ ને જ એમના માનસપટ પર લે છે તો આ એમનો problem છે, સંજય લીલા ભણસાલીનો નહિ̇, અને જેમ તમે કહો છો કે આવી વાતોની અસર લોકોમાં રહે છે, તો તમારા આ લેખની અસર પણ લોકો પર થવી જોઈએ ને, મુવીનો વિરોધ કે એના પર પ્રતિબંધ મુકવા જેવું મને કઈ લાગ્યું નહિ આમાં, અને જે તમે ઈતિહાસની વાત કરી એ 100% સાચી જ છે?, પુરા ગુજરાત માં કેટલી જગ્યા એ રબારી અને દરબાર કોમ મિત્રો છે અને કેટલી જગ્યા એ દુશ્મનો? Hiren kavad એ કીધું એવી જગ્યા ભાવનગર કરતા વધારે જગ્યા એ પણ હોઈ શકે ને, જો તમે મોટા દિગ્ગજ લેખકો મુવીનો વિરોધ કરવાની જગ્યાએ એમ કહેશો કે મુવીને માત્ર એક મનોરંજન અને સહજતા ખાતર જ લેવું તો આ વાતની અસર વધારે થશે એમના પર, તમારા લેખ ઉપરથી તો એવું લાગે છે કે એક બાજુ તમે એમ કેવા માગો છો કે રાષ્ટ્રવાદ ને જાતિવાદ કરતા વધારે મહત્વ આપવું વિકાસ માટે, પણ આ મુવીનો વિરોધ કરીને તમે પોતે જાતિવાદને જનમ નથી આપતા?

    Like

  15. Sir, U said absolutely right. Acctuly I also thought that Why Bhansali represent Rajput caste so badly? and I find my answer through U. I want to say them who r against Ur idea that, Movies are mirrors of society so, it must be true representation.
    But Bhansali ‘mis-represent’ Rajputs and Rajput women. He draws very rudely and with nuedity and vulgerness, that we cannot find out in any Rajput girl and even in any woman. Other thing is that criminality is not belongs to any caste or community. it is individual thing. In the film Rajputs are shown with criminality and violance, which presents orthodoxy and parciality of the director.
    We must make difference between whole and some. I am also living in Bhavnagar if relationship between two caste is not good it doesn’t mean that in every resion it is bad, but after this movie and it’s misrepresentation, the relation becomes worst.
    If Bhansali played Desclaimer and show that it is not real, true story than why he chooses name of very famous, real castes.we can easily see that it is his clear intention to insult, and get revange to Rajputs. He uses name of Rajputs and also Gujarat to earn money.
    Sir, U written very well in this controvercy and also give reason to other that Why Rajputs Don’t accept ‘Ramleela’ because of mis-representation of woman whom they worships.
    Thank U

    Like

  16. Sir, U relate this event with history. But it is nice of u if you inform me that from which book or from where you gott all informations about history. Waiting for your reply. Thank you.

    Like

  17. પુજાબા તમને પીંઢાંરાનાં ઈતિહાસ વિષે જાણવું છે કે એમાં શંકા છે? ઐતિહાસિક પુસ્તકો મેં ખુબ વાંચ્યા છે. હિસ્ટ્રી મારો રસનો વિષય હતો.. પીંઢાંરા વિષે એક રિસર્ચ પેપર પણ બહાર પડેલું અંગ્રેજીમાં. બીજું વીર ફિલ્મમાં સમય જ ખોટો બતાવ્યો છે. એના માટે એના વિષે લખેલો લેખ વાંચી લેશો તો વધુ ખયાલ આવશે. એની લીંક અહી મુકું છું. https://raolji.com/2010/01/23/%e0%aa%aa%e0%ab%80%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a1%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%aa%e0%ab%80%e0%aa%82%e0%aa%a2%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%ad%e0%aa%af%e0%aa%be%e0%aa%a8%e0%aa%95-%e0%aa%b2/ આ લેખ વાંચી લેશો એના નીચે રેફરન્સ પણ લખેલા છે.

    Like

    1. Hello Sir, it is so nice of U that U replied me. But one thing I want to clear that I am not interested in પીંઢાંરા. But I am only interested in Ram-Leela. Before some days I argued in defence of Ram-Leela controversy and also show your article. But some of my claas mates want proof. So, I want to know that from where U gott history of Sanjay Leela Bhansali and riots in his village and other information about the two castes good relation. I want information regarding movie only. none other. waiting for yr favorable reply.

      Like

      1. પુજાબા આ બધી તો કોર્ટ મેટર હતી જગજાહેર.. બાવજીભા જાડેજાનું મર્ડર થયેલું તે પોલીસ ઈનફોર્મર હતા અને અમુક ભણશાળીને ખુંચતા હતા. એકલા મારી શકાય તેમ નહોતા. કચ્છમાં મારા મિત્રો છે તેઓએ આ બધી માહિતી મને આપેલી. જે તે સમયે છાપે ચડેલી વાતો છે.

        Like

  18. bhai o rabari ane rajput na vache kyarey dushmani na hoy.
    ane je dushmani hashe evi comment ma vat karta hoy e khoti id banavi babal karavva na prayas karta hoy. rabari ane rajputo na sabandh to hajaro varsh juna che.evu hoy to history of rabari joi levu.jay thakar jay mataji.proud to be hindu ek bano ane adharm no vinash karo.

    Like

  19. I don’t like your selective attitude . I am sorry, you have very poor information about Christianity (Please, please don’t rely on the information given by Western critics .) , I am writing this after reading you in ‘Apna adda’ recently, thank you . May Heavenly God bring peace, in Jesus’ name Amen ..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s