ગપોડી લેખકો-૨

ગપોડી લેખકો-૨

એચ. ચતુર્ભુજ નામના એક લેખકનો લેખ હમણાં વાંચવામાં આવ્યો લેખ હતો ગાયત્રી પરિવારના સ્થાપક પંડિત શ્રી. રામશર્મા આચાર્ય વિષે. શ્રી. રામ શર્મા બહુ મોટા વિદ્વાન હતા. વેદોના સરળ ભાષ્ય એમણે હિન્દીમાં કર્યા છે. ખાસ તો સ્ત્રીઓ પણ ગાયત્રીમંત્ર રટણ કરી શકે તે એમણે શરુ કરેલું. અહીં વાત લેખકે મારેલા ગપ વિષે કરવી છે. એટલે શ્રી. રામ શર્માના ચાહકો એમને વચમાં લાવતા નહિ તેવી વિનંતી છે. લેખકે લખેલું શબ્દશઃ નીચે ઉતારુ છું.

“લગભગ સવાસો વર્ષ પહેલા, મૃત્યુલોકની મુલાકાત અને ભારત ભ્રમણ વેળા, નારદજીને જ્ઞાન થયું કે બ્રાહ્મણોએ વેદમાતા ગાયત્રીને કેદ કે બાનમાં રાખેલ છે. ફક્ત બ્રાહ્મણો જ અને તેમાં પણ ફક્ત પુરુષ વર્ગ જ અમોઘ ગાયત્રી મંત્રોચ્ચાર કરી શકે, બ્રાહ્મણ સ્ત્રીઓ કે ઈતર જ્ઞાતિના લોકો તે કરી શકે નહિ. આ પહેલાં એક સમય એવો હતો કે જ્યારે બધીજ જ્ઞાતિ કે વર્ણનાં, નર કે નાર, સર્વે ગાયત્રી મંત્રના અધિકારી હતા. પછી બ્રાહ્મણોએ, નિજ સ્વાર્થ માટે કઈ બંધનો મૂક્યા અને ગાયત્રીગાન પર ધાર્મિક પ્રતિબંધ મૂક્યો. શ્રી નારદજીએ શ્રી વિષ્ણુ ભગવાનને માહિતી આપી. તુરત દેવોની સભા બોલાવાઈ, તાત્કાલિક એક દેવને વેદમાતા ગાયત્રીના બંધનો તોડવા મૃત્યુલોકમાં મોકલ્યા, ઉપરોક્ત દેવદૂતને, વેદમાતા ગાયત્રીના બંધનોમાંથી મુક્ત કરી, સર્વજન માટે ઉપલબ્ધ કરે તેવી સૂચના અપાઈ. ફલસ્વરૂપ દેવદૂતનો જન્મ તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૧૧માં પિતા વિદ્વાન સદગૃહસ્થ પંડિત રૂપકુમાર શર્મા અને માતા તપસ્થિતિ દાનકુંવરનાં કુટુંબમાં પુત્રરૂપે, ગ્રામ-સ્થળ-આવંલ ખેડા(ઉત્તરપ્રદેશ)ભારતમાં થયો. તેમનું શુભનામ શ્રીરામ શર્માજી.”

એક અન્ય ફકરામાં લેખક ઉમેરે છે, “ વળી ભારતભરમાં ફેલાયેલ આ ધાર્મિક, સમૃદ્ધિ, સાત્વિક સંસ્થાનો કાર્યભાર કે સોંપણી તેઓના સુપુત્રને આપવાને બદલે એક ગાયત્રી ઉપાસક એવા ગોલ્ડમેડાલીસ્ટ મેડીકલ ડૉક્ટર શ્રી પ્રણવ પંડ્યાને સોંપ્યો.”

ઉપરની વાર્તા વાંચી? સવાસો વર્ષ પહેલાં નારદજી ભારતમાં ફરવા આવેલા..હહાહાહાહાહાહાહા વિષ્ણુ ભગવાનને માહિતી આપી, દેવોની સભા બોલાવાઈ વગેરે વગેરે કેવી મજાની કલ્પના છે? આ આખો લેખ શ્રી. રામ શર્માજીનો પરિચય આપવા લખાયેલો છે. એક મોટું ગપ એ માર્યું છે કે રામશર્માએ એમના પુત્રને એમની સંસ્થાનો કારોબાર નાં સોંપ્યો પણ ડૉક્ટર પ્રણવ પંડ્યાને સોંપ્યો. હવે સત્ય એ છે કે રામશર્માજીને પુત્ર છે જ નહિ..હહાહાહાહાહા એક દીકરી જ છે અને ડૉ. પ્રણવ પંડ્યા એમના જમાઈ જ છે.

ધાર્મિક મહિલાઓ જે ગાયત્રીગાનથી વંચિત હતી તેઓ માટે રામ શર્માજીએ બહુ મોટું કામ કર્યું છે. સ્ત્રીઓ પણ યજ્ઞાદી કર્મકાંડ કરાવી શકે તેવું સુધારાવાદી પગલું તેમણે ભરેલું. એમની હયાતીમાં તેઓ મોટાભાગે એકાંતવાસ ગાળતા ત્યારથી એમની સંસ્થાનો વહીવટ એમના ધર્મપત્ની ભગવતીદેવી શર્મા સંભાળતા. હવે એમના નિધન પછી એમના પુત્રી અને જમાઈ સંભાળે છે.

મૂળ વાત લેખકની અદ્ભુત કલ્પના શક્તિની છે. છેલ્લે લેખક ઉમેરે છે કે ‘ લેખક ૧૦૦ ટકા બ્રાહ્મણ છે. વિનંતી કે કોઈ બંધ બેસતી પાઘડી પહેરે નહિ.’ શું બીજા બ્રાહ્મણો ૧૦૦ ટકા બ્રાહ્મણ નહિ હોય?…

9 thoughts on “ગપોડી લેખકો-૨”

  1. આ બ્રાહ્મણોની અનેક પેટાગ્નાતિઓ વિશે જાણ્યુ હતુ પણ હવે આ ‘ટકા’ મા શુદ્ધતા ચેક થાય છે એ નવુ જ છે. પણ લેખક ૧૦૦ ટકા વાળા છે એ સત્ય છે કેમકે , ૧૦૦ ટકા વાળો જ આવા ગપ્પા હાંકી શકે છે .

    Like

  2. ભૂતો દેખાવ માં કેવા હોય ? ,,,,, એક વાર આ વાંચો ,,,,,,તમારા મિત્ર ધોળકિયા સાહેબ ની જેમ તમે પણ પીસી શટ ડાઉન કરી ને ઘડીક વાર નો બેસી જાવ તો મને કેજો ,, ખી ખી ખી

    Like

  3. લેખકની વાત કદાચ સાચી કે, તેઓ ૧૦૦ ટકા બ્રાહ્મણ છે, કેમકે હું કદાચ એવું દાવા સાથે ન કહી શકું, હું ૭૫ બ્રાહ્મણ છું એવું કદાચ કહી શકું, અથવા ૫૦ ટકા બ્રાહ્મણ તો છું જ એવું દાવા સાથે કહી શકું, એટલે તમારે લેખકનો એટલો તો વિશ્વાસ કરવો જ રહ્યો… હા, હા, હા…

    Like

  4. લિખતે ભી દીવાને ઔર ઐસા પઢને વાલે ભી દીવાને

    લોકોની ધાર્મિક શ્રધાનો ગેર લાભ ઉઠાવી આવી જાતે બનાવી કાઢેલી વાતો ફેલાતી રહે છે .

    Like

  5. ૧૯૧૧ પછી ૧૯૫૧માં હજી ઉમેરો થઈ શકે. ૧૯૯૧માં બધું સત્ય અને હજી જો જો ૧૯૩૧માં તો ભગવાનનો અવતાર. એટલે ૪૦ વરસે લેખક કે સંત દાદા બને તો ૧૯૧૧ પછી ૪૦ એટલે ૧૯૫૧ અને માંડો હીસાબ.

    પછી આવા લેખકમાં ઘણાં બધા આવી જશે. ઠેઠ વ્યાસ અને વાલ્મીકી સુધી…..

    Like

  6. very nice article some writers write anything (without actual knowledge about the subject)
    and spoil people’s mind.

    Like

  7. raolji.. સાદર નમસ્કાર..

    અપ્પના ” ગપોડી લેખકો” વાંચી ને તો એટલુજ કહેવાનું મન થાય “અહો વૈચીત્ર્યમ !”””

    અમુક લોકો કુવા માં ના દેડકા જેવા જેવા હોય છે અને પાછા પોતાની જાત ને મહા જ્ઞાની સમજતા હોય છે… અને અપના દેશ માં એવા લોકો નો કમી નથી જે ઉઠતા વેત ટુથબ્રસ થી માંડી ને સાંજે સુતી વખત ના મચ્છર દાની સુધી વિદેશ/પ્છીમ નું વાપરતા હોય છે છતાં એમને તો કમલા ની જેમ પીળું જ દેખાય છે,, એમને ત્યાની possitive વાસ્તુ દેખાતી નથી જેમકે ત્યાની ચોખ્ખાઈ, ટ્રાફિક સેન્સ, ત્યાની પ્રગતિ ( સ્પોર્ટ્સ થી માંડી ને નવી ટેકનોલોજી સુધી),,

    પણ મજા પડી ગઈ… keep it up ….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s