ગપોડી લેખકો-૧

 euthanasiaમૃત્યુનું માહાત્મ્ય નામના એક પુસ્તકમાંથી કેટલાક અંશ હમણાં અચાનક વાંચવામાં આવ્યા. ડોસા સાવ ઘરડા થઈ ગયા હોય દવાઓ ચાલતી હોય, ઘરના સભ્યો કંટાળી ગયા હોય, ડોસો મરે તો સારું તેવા મતલબના વાક્યો અંદર લખેલા હતા. પણ એમાં મહાન લેખકનો લખેલો એક ફકરો વાંચી ચમકી જવાયું કે કેવું મનઘડંત લખે છે? શબ્દો એવા વાપરે છે કે વાંચનાર જો વિચારે જ નહિ તો કેવી ખોટી માન્યતા ઘર કરી જાય? ચાલો લેખકે લખેલા ફકરાભાઈને શબ્દશઃ નીચે ઉતારુ.

“ઘરનાં બધાંયની પ્રબળ ઇચ્છા હોય કે, ડોસાનું શરીર છૂટે તો સારું. ડોસાને પણ બંધનરૂપ બનેલા શરીરથી છૂટવાની ખૂબખૂબ ઇચ્છા હોય, પરંતુ તેને છોડાવે કોણ ? પશ્ચિમના દેશોમાં તો શારીરિક પીડાથી ભયંકર કષ્ટ પામતા માણસને ગોળીથી ઠાર કરી દેવાય છે. અગર તો ઝેર દઈને મારી નાખવામાં આવે છે. આને Mercy Death કહે છે. આપણા દેશમાં ડોસાને ઝેર આપીને કોઈ મારી નાખતું નથી. આવા Mercy Deathનો પ્રયોગ કરવાની પણ કોઈની જિગર ચાલે નહિ.”

ઉપરનો ફકરો વાંચી પહેલી ઇમ્પ્રેશન એવી પડે કે પશ્ચિમના લોકો કેટલા ક્રૂર હોય છે કે ઘરડા લોકોને ગોળીથી ઠાર કરી દે. અને જાણે આ બધું લીગલ હોય તેમ લાગે છે. આ ગ્રેટ લેખકનું નામ હીરાભાઈ ઠક્કર છે. અગાઉ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકમાં મનઘડંત બનાવટી ઉદાહરણ આપી ચૂક્યા છે. Mercy Death ને Euthanasia કહેવામાં આવે છે. અને તે ઘણા દેશોમાં લીગલ છે પણ એના અનેક નિયમો છે. એમ કાંઈ કોઈને ગોળી મારી દેવાય નહિ, અને ગોળી મારવું તો ક્યાંય લીગલ છે જ નહીં. અહીં એક સ્ટેટમાં કોઈ ડોસાએ એની વર્ષોથી બીમાર ડોસીને મારી નાખી હશે તો પોલીસે એને જેલમાં પૂરી દીધેલો. મર્સી ડેથ માટે કોર્ટમાં બહુ લાંબો જંગ લડવો પડતો હોય છે અને પરમિશન મળ્યા પછી સહેલો ઉપાય દર્દીને જે લાઇફ સપોર્ટ પર રાખ્યો હોય તે સિમ્પ્લી હટાવી લેવાના હોય છે. અમુક કેસમાં દર્દીને પહેલા Barbiturate આપી બેભાન કરી નાખવામાં આવે પછી Potassium Chloride આપી એનું હાર્ટ સ્ટૉપ કરવામાં આવતું હોય છે. એકદમ પેએનલેસ ડેથ હોય છે. છતાં અમેરિકાના બધા સ્ટેટમાં Euthanasia લીગલ નથી.

ભારતમાં Euthanasia વિષે હજુ કોઈ પ્રોપર કાયદો છે નહિ. Passive euthanasia ભારતમાં લીગલ છે. ૩૭ વર્ષ કોમામાં રહેલી મુંબઈની અરુણા શાનબાગના કેસ પછી સુપ્રીમ કોર્ટે  Passive euthanasia ને છૂટ આપી છે, એમાં ખાલી લાઇફ સપોર્ટ હટાવી લેવાના હોય છે. તે પણ હાઇકોર્ટની પરમિશન લેવી પડે. તામિલનાડુના અમુક જિલ્લાઓમાં ગેરકાયદે હોવા છતાં ઘરડા બીમાર લોકોને મારી નાખવામાં આવે છે તેને Thalaikoothal કહે છે. ગાયનું દૂધ પિવડાવતી વખતે નાક બંધ કરી શ્વાસ રૂંધી, તેલમાં નવડાવી, ઝેર આપી, માથે પુષ્કળ ઠંડુ પાણી રેડી બૉડી ટેમ્પરેચર એકદમ ઘટાડી હાર્ટ ફેઇલ કરી, પુષ્કળ નળિયેર પાણી પિવડાવી કીડની ફેઇલ કરી ક્રુરતાપુર્વક મારી નાખવામાં આવે છે. કદાચ આ બધું હીરાભાઈ ઠક્કરને ખબર નહિ હોય.

અમેરિકા જોયા વગર, જાણ્યા વગર ભારતના લેખકો પુષ્કળ ગપ્પા મારતા હોય છે. સામાન્ય જન સાચું માની લે કારણ લેખક બહુ મોટી પ્રતિષ્ઠા મેળવી ચૂક્યા હોય છે. અહીં પણ એક જ સ્ત્રી કે પુરુષ સાથે ૫૦-૬૦ વર્ષ લાંબું સુંદર લગ્નજીવન વિતાવતા વૃદ્ધ કપલ જોવા મળે છે. અહીં પણ બીમાર પત્નીની સેવા કરતા પતિદેવો મેં જાતે જોયા છે. અહીં પણ માબાપની સેવા કરતા સંતાનો જોવા મળે જ છે. આશરે ૪૦ લાખ અમેરિકન કુટુંબ ત્રણચાર પેઢીનાં(દાદા, દાદી, પુત્ર પૌત્રાદી) મેમ્બર એક જ ઘરમાં સંયુક્ત રહે છે. દરેકનું પોતાનું કલ્ચર છે. આપણું જ કલ્ચર મહાન બીજાનું ખરાબ તેવું પણ નાં હોય.

હવે અહીં અમેરિકનોમાં બાળકો પેદા કરવાને બદલે ઇથિયોપિયા જેવા ગરીબ આફ્રિકન દેશોમાંથી બાળકો દત્તક લઈને પારકાને પોતાના બનાવવાનો જબરદસ્ત રિવાજ શરુ થયો છે. આ માનવતા નથી તો શું છે? એમાં આપણા ગુજરાતીઓ પણ જરાય પાછળ નથી. મારા એક ગુજરાતી ડૉક્ટર મિત્રનો પુત્ર અમેરિકન-જાપાનીઝ છોકરી સાથે પરણ્યો છે અને ઇથિયોપિયાથી બાળકો દત્તક લઈ આવ્યો છે. ગુજરાતી ડોક્ટરદાદા પ્રેમથી એમને રમાડે પણ છે. ભગવાનમાં નહિ પણ માનવતામાં માનતા ખરા અર્થમાં વસુધૈવ કુટુમ્બકમ જીવતા આ ગુજરાતી ફૅમિલીને પ્રણામ કરવા પડે.

કોઈપણ જાતના પુરાવા વગર લખતા ગપોડી લેખકોને હવે ઓળખી લેવા જોઈએ.

આવો બીજો દાખલો નવા લેખમાં ફરી આપીશ..

16 thoughts on “ગપોડી લેખકો-૧”

 1. સકારાત્મક અને નકારાત્મક બન્ને પાસાની સારી રજુઆત…

  Like

 2. મારા જેવા કાલ્પનિક વાર્તાઓ લખી શકે. તેમાં ગપ્પા પણ ચાલી જાય. પણ જવાબદાર લેખ પૂરા સંશોધન વગર ન લખાય. ભુપેન્દ્રભાઈ, કેટલાક મહાનુભાવોએ દુનિયા જોઈજ નથી. ફર્યા જ નથી. ફર્યા હોય તો સગાવ્હલાઓએ જેટલું બતાવ્યું તેટલું જ જોયું હશે. એ લોકો બીજાને જ્ઞાન મળે એવું કેવી રીતે લખી શકે?. આજે ઘર બેઠા કોમ્પ્યુટર પર આખી દુનિયાની માહિતી મળી શકે. પુરાણા તુક્કાઓનો જમાનો ગયો. જોકે મારી વાર્તાઓમાં ઘણી કલ્પનાઓ અને હાઈપોથેટીકલ વાતો લખું છું. પણ આખરે એ વાર્તા છે.

  Like

 3. શ્રાવણ માસમાં આંધળા થયેલાં (અધુરા જ્ઞાન સાથે ઉતાવળાં બનેલાં લોકોનો દીર્ઘદૃષ્ટીનો અભાવ) ને બધું લીલું જ દેખાય.

  Like

 4. જવાબદાર વ્યક્તિએ પોતાની વિશ્વસનીયતા જાળવવા હોમવર્ક કરવું અનિવાર્ય છે .. બાકી ગપ્પાનો ઈજારો તો કોઈનો નથીને ?

  Like

 5. I do agree with this article. I have lived here for 25 years and this is the truth what Raol Saheb said. I know families who have their family values and they do support other folks. One important thing living in India and reading the local news papers or reading on internet will not give you the real United States and their values. Dear Pravinji this is real life we are talking and not some make up. Also, internet info are all filled in by one human being and nobody knows how much has he travelled or experienced USA? Only claiming we Indians have culture and we know more values then we don’t know anything about other countries and their people. But you know what ” “bade badayi na kare bade na bole bol” ”
  Also, important thing, these people go to church more than anybody else I saw. They donate everywhere and like Raol sahib said they never show off.
  I can keep going on this article for the hypocrites. So, better don’t let me say all.

  Like

 6. મોંઓ જો દડો કે અજંતાની ગુફાઓની ખબર અંગ્રેજોએ આપી.

  હીન્દુઓ તો સતી થવામાં અને વીધવા ફરીથી લગ્ન કરે તો મારી નાખવામાં માનતા.

  જીવન અને મરણનો ભેદ તો શાસ્ત્રો કહે એ સાચું?

  પુસ્તકોમાંથી કોઈ પણ ફકરો લેશો તો વીચારોની ગરીબાઈ અને ભૃષ્ટાચાર ટપકશે. પછી આચરણ તો એવું જ હોય ને?

  Like

 7. ભુપેન્દ્રસિંહજી, મહત્વના વિષય ઉપર સરસ લેખ, હિન્દુ ધર્મ ની મોટા ભાગ ની ફીલસુફી ઈન્દ્રીયો વિજય,મૃત્યુ વિજય ની આજુબાજુ કેન્દ્રી હોય છે.ને એમ માનતા કે દુખનુ મુળ કારણ ઈચ્છા ઓ જ
  છે,તેથી દરેક માણસે તેની ક્ષમતા પ્રમાણે મૃત્યુ ઉપર લખીયુ તેમા આપણી કમનસીબી થી ધર્મ નો હાર્દ સમજયા વગર, બિજા ધર્મ, દેશ કે સંસ્કૃતિ ને પણ સમજયા વગર પોતાને મહાન મનાવવા જે લખ્યું એને ધણાએ માન્યુ અને આજે આપણ ને હાસ્ય ની હાલતમાં મુકિયા અને હા ધણા મહાપુરુષોએ ધર્મ ને સાદગી, સરરતા, વિવેક, પ્રેમ, કરુણા, માનવતા, દયા, દાન, વિરતા, આધુનિકતા જેવા વિષયો ખુબ સરરતા થી સમનવેય કરી હિન્દુ ધર્મ ને ગરિમા પણ અપાવિ છે.

  Like

 8. મારાં ધર્મ પત્ની સ્ટ્રોકને લીધે લકવા ગસ્ત બની લગભગ બે વર્ષ સુધી ઇન્ડિયામાં કોમામાં પથારીમાં રહેલાં .

  મો થી કોઈ ખોરાક ન લેવાય એટલે નાકમાંથી હોજરી સુધી ટ્યુબ નાખીને પ્રવાહી ખોરાક

  આપીને એમનું કુદરતી રીતે મૃત્યું ન થયું ત્યાં સુધી અમે એમની સેવા ચાકરી કરેલી .

  પોતાનાં માણસને અકુદરતી રીતે મરણને શરણ કરવાનો નિર્ણય લેવો એ બહું કઠિન હોય છે .

  Like

 9. ઓય રે બસ આટલું જ ,,,,,,,,,,,,,,,,,,,,, રામ શર્મા આચર્યા જે ગાયત્રી વેદ પરિવાર વાળા છે એમનું પુસ્તક છે કે ” ભૂત દેખાવ માં કેવા હોય ” એક વાર વાંચો તો આ હીરા અદા તમને ભોળા અને ગામડિયા લાગશે ,,,,,ખી ખી ખી ,,,

  Like

 10. યુ.એસ.એ.ના ડોક્ટર જેક કેવોર્કિઅન, જે યૂથનેઝિઆ એક્ટીવિસ્ટ હતા અને જેમણે જાહેરમાં ટર્મીનલી ઇલ દર્દીઓને મરવા માટે મદદ કરી, વર્ષો જેલ ભોગવી હતી. તેઓ માનતા કે જીવલેણ, અસાધ્ય રોગથી પીડાતા માનવી માટે મરવું એ ગુનો નથી અને એમને ડેથ વિથ ડિગ્નિટિ બક્ષવી એ એક ડોક્ટરની ફરજ છે. પરંતુ ધર્મના ધૂરંધરો તેમ જ સમાજનો એક મોટો ભાગ એમની આ વાત સાથે સહમત નથી. પશ્ચીમના કેટલાક દેશોમાં, જ્યાં હેલ્થ કેરનો બોજ ગવર્મેન્ટ ઉપાડી રહી છે એ આ રીતે ઓછો પણ થઈ શકે.

  ‘ડોક્ટર આસિસ્ટેડ સુસાઈડ–યૂથનેઝિઆ’ જેવી વાત જાહેરમાં – મીડિયામાં જોર શોરથી ચર્ચાવી જોઈએ એની જગ્યાએ એને ટાળવામાં આવે છે. સમાજના જૂના રૂઢિચુસ્ત રીતરિવાજોની પકડમાંથી તેમજ પરંપરાગત ચાલી આવેલી ધર્મની ચુંગાલમાંથી બહાર નીકળીને વિવેક બુદ્ધિથી વિચારતા શીખીએ એ મહત્વનું છે. લોજિકલ રીઝનીંગ અને રૅશનલ થિંકિંગ ડેવેલોપ થાય તો કેવું!

  ‘બેબી બુમર્સ’ ની પેઢી, જે દિવસે દિવસે ઘરડી થઈ રહી છે અને આધુનિક વૈજ્ઞાનિક સગવડોને લઈને લાંબુ જીવવાની છે. આ હેલ્થ કેરનો બોઝ કોણ ઉપાડશે? નવી પેઢી? આ વિશ્વવ્યાપક, ચડસાચડસીના સંઘર્ષમાં એ કરી શકશે?

  આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ઇચ્છા પ્રમાણે દેહત્યાગ કર્યાના ઉલ્લેખો જોવા મળે છે. તત્ત્વજ્ઞાનીની દષ્ટિએ વિવેક બુદ્ધિથી જોતાં, આત્યંતિક દુ:ખથી છુટકારો એ જ શું મનુષ્ય જીવનનો મુખ્ય ઉદ્દેશ ના હોવો જોઈએ?! પ્રશ્નો અનેક છે પણ ઉત્તર નથી. આપણા પશ્નોના ઉત્તર મેળવવા આપણે જ વિચારવું રહ્યું.

  કિશોર પટેલ.

  http://shabdsetutoronto.wordpress.com/2011/06/15/%E2%80%98%E0%AA%AB%E0%AA%BE%E0%AA%A7%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%A1%E0%AB%87%E2%80%99/

  Like

 11. હીરાભાઈ ઠક્કરે તો ઘણા અસ્વીકાર્ય દાખલા આપ્યા છે. પણ હું જુદો મુદ્દો રજુ કરવા ઈચ્છું છું.

  અતિવૃદ્ધ કે ખુબ માંદા લોકોની જિજીવિષા પણ એટલી પ્રબળ હોય છે કે જરાજરામાં હોસ્પિટલ પહોંચી જાય અને બાયપાસ સર્જરી જેવી મોંઘી સારવાર પણ લેતા હોય છે. મરણ ટાળવાને બદલે ભલે આવતું એમ વિચારી સારવાર નકારતા હોય તો? જૈનોમાં સંથારો હોય છે જેમાં વ્યક્તિ ખાવા પીવાનું બંધ કરીને મૃત્યુને આમંત્રણ આપતા હોય છે. દવાદારૂ બંધ કરીને મર્યાદિત સંથારો ના કરી શકાય?

  Like

 12. બહુ સરસ દાખલો આપ્યો, આવા અનેક લેખકો થૂંક ઉડાડે રાખે છે અને એમનું લખેલું બધું બ્રહ્મવાક્ય સમજીને પૂંછડી પટપટાવનારાઓની પણ કમી નથી હોતી…. બ્રિટન જેવો વિચારશીલ અને બુદ્ધિવાદી દેશ પણ યુથેનેશિયા કે કૃપમૃત્યુંને પરવાનગી નથી આપતો…

  Like

 13. I like to read it. Mainly cause I come to know that USA have culture of joint family too. Also I liked to be inform about that metter of ethopian kids. Nicely you have used word ”VASUDHAIV KUTUMBKAM”.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s