ભૂખ લગે તો ખાના ખાઓ ડર લગે તો ગાના ગાઓ-૨
જ્યારે આપણે કોઈ અજાણ્યા ને જોઈએ ત્યારે કે કોઈ અજાણ્યા સાથે મુલાકાત થાય ત્યારે આપણું એમિગ્ડલા (amygdala) સ્ટ્રેસ હૉર્મોન રિલિસ કરતું હોય છે. આ એક ચેતવણી સૂચક છે. અજાણ્યો જોખમકારક પણ હોઈ શકે. આપણી સોસાયટીમાં કોઈ અજાણ્યા ચહેરાને ચક્કર મારતા જોઈએ કે કોઈ નવો રહેવાસી આવે ત્યારે પણ આવું જ થાય. મતલબ અજાણ્યાથી દૂર રહેવું સારુ કે એનાથી દૂર ભાગી જવું, ખોટું જોખમ લેવું ? પણ સાથે સાથે અચેતનરૂપે Social Engagement System શરૂ થતી હોય છે. કારણ અજાણ્યો માનવી પણ અચેતનરૂપે સિગ્નલ મોકલતો હોય છે, જેવું કે સામે જોઈને હસવું. હવે આ સિગ્નલ વડે લાગે કે કોઈ જોખમ જેવું લાગતું નથી કે અજાણ્યાનો વિશ્વાસ કરાય તેવો છે ત્યારે સોશિઅલ ઇંગેજમન્ટ સિસ્ટમ “Vagal Brake” શરુ કરે છે, (neurological stimulation of the vagus nerve, that slows the heart and causes the parasympathetic nervous system to reduce arousal).
ધારો કે આપણને કોઈ પાર્ટી કે કોઈ લગ્ન પ્રસંગે જવાનું આમંત્રણ મળી ગયું છે અને તે દિવસ આવતાં આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ છીએ. હવે જેણે આમંત્રણ આપ્યું હોય તે આવકારવા દેખાય નહીં અને સાવ અજાણ્યા ચહેરા નજરે આવે તો એમિગ્ડલા તરત સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરશે. તો પહેલો રિસ્પૉન્સ એવો આવશે કે ચાલો ઘેર જતા રહીએ. સ્થળ છોડી જવાથી તરત રાહત થઈ જાય પણ ભલે અજાણ્યો હોય કોઈ માનવી સામે જોઈ મલકાશે અથવા કેમ છો કહી વાતચીત કરવાનો પ્રયત્ન કરશે તો તરત પેલી તાત્કાલીક ઘેર જવાની ઇચ્છા અદ્રશ્ય થઈ જશે. છતાં હજુ એમિગ્ડલા સ્ટ્રેસ હૉર્મોન સ્ત્રાવ કરવાનું ચાલું જ રાખશે કારણ હજુ પેલો માનવી અજાણ્યો છે. આ સ્ટ્રેસ હૉર્મોનના લીધે હાર્ટ બીટ મિનિટના ૧૦૦ કરતાં વધી જવાના. થોડી વધુ વાતચીત થાય, કોઈ નવી ઓળખાણ નીકળે અને આપણી સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ વાંચી લે કે અજાણ્યો લાગતો માણસ કોઈ જોખમી નથી Vagal Brake શરૂ જે હાર્ટ બીટ ૧૦૦ ઉપરથી ૭૦ ઉપર લાવી મૂકશે.
સોશિઅલ ઇંગજમન્ટ સિસ્ટમ પાસે એક બીજી વધારાની સગવડ છે તમને શાંત પાડવાની. તે anti-anxiety hormone oxytocin સ્ત્રાવ કરશે. જે ફિઅર સિસ્ટમનું શટર બંધ કરશે. ઑક્સિટોસિન એમિગ્ડલાને સતત સ્ટ્રેસ હૉર્મોન છોડતું હંગામી ધોરણે અટકાવશે. ફિઅર સિસ્ટમના દ્વાર બ્રેન કેમ બંધ કરતું હોય છે ? Nothing is more important in biology than reproduction. હવે આ અજાણ્યા ભાઈ જે આપણી સાથે વાતચીત કરીને સંબંધ વધારી રહ્યા છે તેમની બાજુમાં કોઈ યુવતી આવી જાય એમને શોધતી શોધતી તો ? એમિગ્ડલા જે સ્ટ્રેસ હૉર્મોન્સ સ્ત્રાવ કરતું હોય છે તેના ઉપર નિયંત્રણ આવી જશે. Inhibition of the amygdala facilitates mating with a person who is genetically dissimilar. હવે ઘેર જવાનું મન નહીં થાય. હાહાહાહાહાહા ! ! !
ઑક્સિટોસિન મન ઉપર “do not disturb” લખેલું પાટિયું સમજો. બે પ્રેમીઓ એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે. એક માતા એના બાળકને ધવરાવતી હોય ત્યારે બંનેના બ્રેનમાં ઑક્સિટોસિન સ્ત્રાવ થતો હોય છે.
On occasion of party the attractive faces are greatly valued. આ વાક્ય મગજમાંથી નીકળતા નર્વ ને માટે વાપરતા તેમા ૧૦મો વેગસ ખાસ ધ્યાન દોરતો.વેગસ ને લીધે ભૂખ જ ન લાગે તો લીવર ને બદલે વેગસનો વિચાર કરવો.પહેલા આવી માનસિક અસ્થિરતા મા તો Vagal Brake ને બદલે Vagal કાપવામા આવે છે!
પ્રોસ્ટેટ કેન્સર માં જેવી રીતે ટેસ્ટોસ્ટરોન બદનામ છે પણ એકાએક તેનું વેચાણ વધી ગયું તે રીતે વેચાણમા ઓક્સીટોસીન વેચાણનો અસાધરણ વેચાણ વધ્યું તો તે પાનો મૂકવા વપરાતા ભારતીય નાગરીકોના શરીરમાં પહોંચી ગયું! તેને બદલે…
‘ડર લગે તો ગાના ગાઓ’ સરસ ઉપાય છે હાં સાંભળનારના સ્ટ્રેસ હોરમોન હસી હસીને કમ થઇ જશે!
LikeLike