પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

 પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

th એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક મત્સ્ય અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત થશે કે નહી તેની દરકાર તેઓ કરતાં નથી.  કોઈ કોઈ જાતિમાં નરપક્ષી એના બચ્ચાને ખવડાવે છે, પણ ઊડવાનું શીખ્યા પછી બચ્ચાને ભૂલી જાય છે. સસ્તન પ્રાણીઓ  એના નાના બચ્ચાને પ્રિડેટરથી બચાવે છે, પણ પોતાની જાતને પહેલો પ્રેફરન્સ આપે છે. સિંહ સિંહણે કરેલા શિકારને છીનવી લે છે, બચ્ચાનાં મુખમાંથી ખાવાનું છીનવી લે છે. વાનરો અને એપ્સ એમના બચ્ચા સાથે રમે છે, પણ કોઈ વાર એમને મારી નાખવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. ખાલી  માનવ નર એના બાળકોના રસમાં રસ લે છે, એની સાથે રમે છે, પોતાના રસ એનામાં રેડે છે. આ એક બહુ મોટું વિશાળ ઇવલૂશનરી સ્ટેપ છે. પિતા આપણને લાગણીઓ ઉપર કાબૂ રાખવાનું શીખવે છે.

        પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો છે. The act of fathering is the foundation of human civilization.

ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. ઘરમાં પિતાની સક્રિય હાજરી છોકરાઓમાં થતા બિહેવ્યર પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે અને છોકરીઓમાં સાઇકૉલોજિકલ પ્રૉબ્લેમ્સ ઓછા કરે છે. બાળકોમાં પેદા થતું આક્રમક વલણ પિતાની હાજરીમાં ઓછું થતું હોય છે. પિતાની નિયમિત સક્રિયતા બાળકોમાં પેદા થતા માનસિક અને બિહેવ્યર પ્રશ્નો ઓછાં કરી ચિંતનકારક વિકાસ કરતો હોય છે. મતલબ બાળક વિચારશીલ બનતું હોય છે.

કિશોરવયની છોકરીઓમાં મોટો પ્રશ્ન ડિપ્રેશન હોય છે. કિશોરવયના છોકરાઓમાં મોટો પ્રશ્ન બેદરકારી અને પ્રમાદ હોય છે, કોઈ કામ સરખું કરે નહી. પિતાની હાજરી આમાં ચોક્કસપણે ઘટાડો કરે છે. એક “good father” બાળકના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે, પણ “good father” કોને કહેવો ? બાળકોના જીવનમાં સક્રિય ફાળો આપતા હોય તેને સારા પિતા કહેવાય.

Active involvement is often defined in terms of (a) engagement (directly interacting); (b) accessibility (being available); and (c) responsibility (providing resources). સંતાનો સાથે સંવાદિતા, સંતાનો માટે સમય અને સંતાનો માટે સંપદા ફાળવનાર પિતા ઉત્તમ પિતા કહેવાય. સંવાદિતા, સમય અને સંપદા ત્રણ ખૂબ મહત્વના છે. Abusive પિતા ક્યારેય સંતાનો માટે ફાયદાકારક હોતો નથી. actively-involved પિતા એના બાળકો માટે સારા માનવી બનવા, સારા પતિ અને સારા માતા-પિતા બનવા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે. અને આવા પિતા ધરાવનાર બાળકો શારીરિક, માનસિક અને સમાજિક રીતે વધુ બેટર હોય છે.

ઘણા પિતા એમના બાળકોના જીવનમાં બ્રેડવિનર તરીકે સક્રિય હોય છે. એમની પાસે બહુ સમય હોતો નથી. ૧૦-૧૨ કલાક કામ કરવું પડતું હોય છે. એમની પાસે એમના બાળકના બાળોતિયાં બદલવાનો કે સ્કૂલની પેઅરન્ટ મિટિંગ અટેંડ કરવાનો સમય હોતો નથી. પણ એ તમામ ટ્યૂશન ફી, પુસ્તકો વગેરે ખર્ચા ભોગવતા જ હોય છે. બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ ભવિષ્ય માટે ઓવરટાઈમ જૉબ કરીને ખર્ચો પૂરો પાડતા હોય છે.

મારા એક જુના સુપરવાઇઝર ભરુચમા કૉમર્સ ભણેલા. અહીં અમેરિકા આવ્યા પછી લાકડા વહેરવાની જૉબ ફક્ત કલાકના પાંચ ડોલર પગારે કરેલી. ત્યાર પછી એક કંપનીમાં મિકેનિકના હેલ્પર તરીકે જૉબ કરી, એમાંથી પોતે મિકૅનિક બની ગયા, છેવટે સુપરવાઇઝર પણ બન્યા. એમના દીકરાને બ્રાઉન યુનિમાં ભણાવ્યો. દીકરાએ પણ બાપની મહેનત ઉજાળી હાલ ન્યુઅરૉલજિસ્ટ બન્યો છે તે પણ યુનિ પ્રથમ આવી ને.. અમેરિકામાં તમે જે તે સ્ટેટના રહેવાસી હોવ તે મૂકીને બીજા સ્ટેટમાં સંતાનને ભણવા મૂકો તો ફી ડબલ ભરવી પડે. એમણે ડબલ ફી ભરીને દીકરા-દીકરીને ભણાવ્યા છે. પિતાના આવા બલિદાન જલદી નજરમાં આવતાં નથી

મારા પિતાશ્રી માટે એમનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાનો ધ્યેય મુખ્ય હતો. એનાં કારણે આજે એમનાં વારસદારોમાં ત્રણ પી.એચ.ડી થયેલા છે. એમણે ક્યારેય થાક લાગ્યો એવી ફરિયાદ કરેલી નહી. તેઓ વકીલ હતા અને તાલુકો વિજાપુર હોવાથી કોર્ટ વિજાપુરમાં હતી. તેઓ માણસાથી વિજાપુર બસમાં અપડાઉન કરતા. પહેલીવાર વિજાપુરથી આવીને એક સાંજે એ મારી આગળ બોલ્યા કે બેટા કોઈ દિવસ નહી અને આજે થાક લાગ્યો છે. મેં કહ્યું કાલે સવારે ડૉક્ટરને બતાવી આવીએ. પણ સવાર શું પડે, થાક લાગ્યાની પહેલીવારની વાત કર્યાના બેત્રણ કલાકમાં જ હાર્ટ અટૅક આવ્યો. માણસામાં તે સમયે કોઈ હાર્ટ સ્પેશલિસ્ટ હતો નહી. મારા ખાસ મિત્ર વિક્રમસિંહ રાણા અને મારા એક કઝન બિપિનસિંહ રાઓલ એમની જીપમાં સ્થાનિક ડૉક્ટરને ત્યાં લઈ ગયા. એમણે કહી દીધું કે વકીલસાહેબનું જમણું હ્રદય કામ કરતું નથી મોટો હાર્ટ અટૅક છે એક ડગલું પણ ચલાવતા નહી હાલ તાત્કાલીક ગાંધીનગર હૉસ્પિટલમાં દાખલ કરી દો. બિપિનસિંહ મારા પિતાશ્રીને કોઈ બાળકને ઊચકી ફરે તેમ ઊચકીને ફરેલા. ચાર દિવસ પછી ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ફરી ક્યારેય થાકની ફરિયાદ કરવા રોકાયા નહી, દેહ મૂકી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા.

માતાએ પાએલા દૂધનો વાસ્તો પિતાના મૂક પ્રેમ અને આપેલાં બલિદાન ભુલાવી દેવા પૂરતો હોય છે.

મારકણા આખલા જેવા યુવાનીમાં ખૂબ અગ્રેસિવ સ્વભાવના હોય એવા પિતાશ્રીઓ એમના દીકરા દીકરીઓ મોટા થતા નરમ પડી જતા મે જાતે જોયા છે. લગભગ પિતા બનતા જ અગ્રેસિવ જણાતા યુવાન મિત્રો થોડા નરમ પડી જતા હોય છે. નવો અભ્યાસ જણાવે છે કે બાળકો સાથે રાત્રે સૂઈ જતા પિતાના testosterone લેવલમાં થોડો ઘટાડો થતો હોય છે. પિતૃત્વ પોતે જ testosterone લેવલ ઘટાડતું જોવા મળે છે. આનું કારણ એ પણ હોઈ શકે કે હવે વંશ વારસો મળી ગયા છે, જીન ટ્રાન્સ્ફર થઈ ચૂક્યા છે હવે બીજા કોઈ પુરુષ સાથે સ્પર્ધા રહી નથી. testosterone પુરુષમાં આક્રમકતા વધારે છે તે હકીકત છે. આમ બાળકો સાથે સુવામાં અકારણ આવતી આક્રમકતા ઓછી થાય છે. જુના વખતમાં ઘણા સમાજોમાં બાળકને તેડી તેડીને આખો દીવસ ફરતા પિતા પ્રત્યે લોકો હસતા, એમાં આ testosterone વિષે તો જાણતા ના હોય પણ એની પુરુષ સહજ આક્રમકતા ઓછી થઈ જવાનો ભય જણાતો હોવો જોઈએ.

પિતાની હાજરીની અસર સંતાનોના સર્વાઇવલ રેટ ઉપર પણ પડતી હોય છે. જો કે અમેરિકા જેવા દેશોમાં એવી અસર જણાતી નથી. માતાના મરણ સાથે એનાં બાળકોનો મૃત્યુ દર વધી જતો દરેક સમાજમાં જોવા મળે છે. હંટર-ગેધરર, ખેતી અને પશુપાલન ઉપર નભતા હોય એવા બધા નહી પણ અમુક સમાજોમા પિતાના મૃત્યુ સાથે એમના બાળકોના મૃત્યુ દરમાં પણ વધારો નોંધાયો છે. Mary Shenk અને Brooke Scelza એ પિતાની હાજરીની અસરો વિશે બેંગ્લોરમાં એક અભ્યાસ કરેલો. બાળકો સાવ નાના હોય કે સગીર હોય અને પિતા મૃત્યુ પામે તો એની અસર ખૂબ પડતી જોવા મળી. એમની અભ્યાસની તક ઉપર ખાસ અસર પડતી હોય છે. પિતા બાળકોના અભ્યાસ, નોકરી કે ધંધોપાણી મેળવવામાં અને લગ્ન વગેરેના ખર્ચ કરી મદદ્કર્તા બનતા હોય છે. પિતા ના હોય કે મૃત્યુ પામ્યા હોય તો આ બધી બાબતોમાં અસર પડતી હોય છે.

આધુનિક બ્રેન સ્કેનિંગ અભ્યાસ જતાવે છે કે પોતાનું બાળક રડતું હોય ત્યારે પિતાના બ્રેનના વિવિધ  hypothalamus, hippocampus, midbrain, અને anterior cingulate વિભાગોમાં ઍક્ટિવિટિ વધી જતી હોય છે. કોઈ બીજાનું બાળક રડતું હોય ત્યારે બ્રેનના આ વિભાગોમાં હલચલ એટલી બધી વધતી નથી.

૧૪ % અનમેરિડ અમેરિકન  male-male couple પાસે બાળકો છે. દત્તક લેવાતા બાળકોમાં ૪ % બાળકો સજાતીય કપલ્સ પાસે છે. સજાતીય સંબંધ ધરાવતા પુરુષ હોય એટલે નપુંસક હોય તેવું માની લેવું નહી. મોટાભાગના ‘ગે’ પુરુષો જે બાળકો ધરાવતાં હોય છે તેઓ ‘ગે’ જાહેર થાય અને એમની પત્ની સાથે ડિવોર્સ લે તે પહેલાં નૉર્મલ સેક્સ દ્વારા બાળકો પેદા કરી ચૂક્યાં હોય છે. ‘ગે’ કપલ સરોગેટ મધર શોધી કોઈ સ્ત્રીનાં એગ(અંડ) એગડૉનર દ્વારા મેળવી પોતાના સ્પર્મ દ્વારા બાળકો મેળવતા હોય છે અને પોતાની પિતા બનવાની મહેચ્છા પૂરી કરી પિતૃત્વ છલકાવતા હોય છે. અથવા કોઈનું બાળક દત્તક લઈને પણ પિતૃત્વ દાખવતા હોય છે.

અમેરિકામાં મધર્સ ડે સફળ વ્યાપારીક ઑકેઝન બની ચૂક્યો છે. આ દિવસે અમેરિકનો ૨.૬ બિલ્યન ડૉલર્સ ફુલો પાછળ, ૧.૫ બિલ્યન ગિફ્ટ પાછળ મોટાભાગે ઝવેરાત, ૬૮ મિલ્યન ગ્રીટિંગ કાર્ડ પાછળ વાપરતાં હોય છે. સૌથી વધારે ફોન પણ આ જ દિવસે થતા હોય છે, પણ સૌથી વધારે collect calls ફાધર્સ ડે ઉપર થતા હોય છે.

માછલી થી માંડી ને મનુષ્ય સુધી કુદરતે આપેલી ફરજિયાત માતૃત્વની જવાબદારી જગતની તમામ માતાઓ નિભાવતી જ હોય છે, પણ પિતૃત્વનો આનંદ ખાલી મનુષ્યો જ માણતાં હોય છે. માનવ સમાજમાં માતાનું મહત્વ તો છે  જ પણ પિતાનું મહત્વ જરાય ઓછું નથી હોતું.

પાપા અમે તમને ફાધર્સ ડે વખતે શુભેચ્છાઓ વ્યક્ત કરીશું, પણ તમારા ખર્ચે..

7 thoughts on “પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો”

 1. સંવાદિતા> સમય > સંપદા આ ક્રમમાં મહત્વના છે. એવું એક પિતા તરીકે લાગે છે.

  Like

 2. સીધી વાત છે કે માતાના પ્રેમનું જેટલું મહત્વ આપણે સમજીએ છીએ તેટલું પિતાના મૂક પ્રેમનું નથી સમજતા. પિતા માતાની જેમ લાડ ના લડાવી શકે કારણ કે તેમણે પોતાના સંતાનોને શિસ્તમાં પણ રાખવાના હોય છે. આફ્રિકાના એક સફારી પાર્કને આર્તીફીશીય્લી ડેવલોપ કરવામાં આવી રહી હતી. તેમાં જુદા જુદા જંગલી પશુઓ લાવીને રાખવામાં આવ્યા હતા. એક વસ્તુ જોવામાં આવી કે કિશોર અવસ્થાના હાથીઓ જે લગાવામાં આવ્યા હતા તે ગમે ત્યારે કર્મચારીઓ પર હુમલો કરતા. તેમનો મિજાજ તામસી રહેતો. ક્યારે ઝુંડની અંદર પણ એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરીને જીવલેણ ઈજાઓ પહોચાડતા. આનાથી સફારીના આયોજકો અને ફાઈનાન્સર ચિંતામાં પડી ગયા. અંતે આ સફારીમાં વન્ય જીવવિશેષજ્ઞની સલાહથી તેમાં એક-બે વયસ્ક હાથીઓ ને લાવવામાં આવ્યા. એક-બે અઠવાડિયામાં સફારીમાં કિશોર હાથીઓના હુમલા બંધ થઇ ગયા.
  કેટલાક પિતાઓ અબ્યુસીવ હોય તેઓ સંતાનો માટે સારા નહિ એ હકીકત છે. અમારા કેટલાક મિત્રો એમના પિતાની હાજરીમાં ઘરમાં પણ નથી ટકતા કારણ કે આવા પિતાઓ ઘરમાં પણ આલ્ફા મેલ જેવું વર્તન કરતા હોય, સંતાનોને ધમકાય ધમકાય કરતા હોય. આવા પિતાઓની હાજરીથી તેમના સંતાનો ત્રાસી જતા હોય છે.

  Like

 3. “બાપ એ બાપ બીજુ બધું ધાપ” (આ કહેવત મારી પોતાની છે બધાં હક્કો મારી પાસે છે)
  .
  મારા માતાજી ચાલ્યા ગયાના એક વર્ષ બાદ જ મારા સંપૂર્ણ તંદુરસ્ત પિતાજી પણ ચાલ્યા ગયા… પિતા એ કૌટુંબિક ઇમારતના પાયાની ઇંટ છે… અને પાયાની ઈંટ કે એમના બલિદાનો ક્યારેય દેખાય નહિ… નાની મોટી સમસ્યા કે ઠેંસ વાગે ત્યારે “ઓઇ…મા” બોલાય પરંતુ માતેલા સાંઢ જેવી મસ મોટી સમસ્યાઓ જિંદગીમાં આવે ત્યારે “ઓ… બાપ રે” જ બોલાય જતું હોય છે

  Like

 4. Kem cho….

  Mari Tamne Ek Request che…

  Tame aa Vadilo nu lakhan apo cho… te Ghanuj saru che.

  Pan Hal ma aap na lekh pura vachva no samai darek pase nathi…

  Mate aap “PLEASE” aa lekh ne Image ma apisako to ghanoj saru thase…

  thanks from:

  Vijay I. Panchal….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s