ક્ષુધાતુરદરિદ્રાણામ્ પ્રિયા: પીનપયોધરા:

ક્ષુધાતુર, દરિદ્રાણામ્ પ્રિયહ્ પીનપયોધરા124650-123409

એમાં કોઈ નવાઈ નથી કે ઘણાં પુરુષોને પુષ્ટ ભરાવદાર(buxom) સ્ત્રી ગમતી હોય છે જ્યારે અમુક પુરુષોની પહેલી પસંદ પાતળી પરમાર હોય છે. પાતળી પરમાર માટે હાલ ઝીરો ફિગર શબ્દ વપરાય છે. એક બહુ જુનું લોકગીત છે. ”માડી હું તો બાર બાર વરસે આવીયો, ક્યાં ગઈ મારી પાતળી પરમાર ?” બહુ ઇમોશનલ ગીત છે. પિયરના ગામની દિશા બાજુ ખાટલામાં ઓશિકુ ના મૂકવા દે તેવી સાસુના જમાનાનું ગીત છે. ખેર બહુ જૂનો સવાલ છે કે અમુક પુરુષોને હુષ્ટ્પુષ્ટ મોટાં ભરાવદાર ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. જોકે આવી પસંદ નાપસંદીમાં અનેક કારણો અને પરિબળો ભાગ ભજવતાં હોય છે છતાં તાજેતરમાં થયેલાં બે અભ્યાસ  આના ઉપર સારો એવો પ્રકાશ પાડે છે.

એવા કયાં પરિબળ પુરુષને આવી મનોવૃત્તિ ધરાવવા માટે ખેંચતાં હશે? માનવ સ્ત્રી માટે સ્તનનું માપ ચરબી સંગ્રહ સૂચક(signal of fat reserves) ગણાતું હોય છે. પુરુષો માટે “resource security” અને “resource insecurity” ની ભાવના નાનાં-મોટાં સ્તન ગમવા માટે ભાગ ભજવતી હશે ખરી ? મતલબ જે લોકો સંપત્તિવાન છે અથવા ઓછી સંપદા ધરાવે છે તેનો આ પસંદગી બાબતે પ્રભાવ પડે ખરો ? Viren Swami અને Martin Tovée નામના બે મનોવૈજ્ઞાનિકોએ આના ઉપર રસપ્રદ અભ્યાસ કર્યો છે.

પહેલાં અભ્યાસમાં ફાઈનૅન્શલ સિક્યુરિટી સ્તન સાઇઝ પસંદગી બાબતે સંબંધ ધરાવે કે નહી તે ચકાસવામાં આવેલું. આર્થિક રીતે ગરીબ, મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોને આમાં સામેલ કરવામાં આવેલાં. ભાગ લેનારાઓને પાંચ જુદી જુદી સાઇઝ્નાં સ્તન ધરાવતી સ્ત્રીઓના ફોટા બતાવી કંઈ સ્ત્રી આકર્ષક લાગે છે તે જણાવી ક્રમાંક આપવાનો હતો. બહુ સાદો પ્રયોગ હતો. આર્થિક રીતે નિમ્ન સ્તર ધરાવનારાઓએ મોટાં સ્તનને પહેલો ક્રમાંક આપ્યો હતો. સાદું તારણ એવું નીકળ્યું કે ગરીબ લોકોને મોટાં સ્તન ગમતાં હોય છે.

બીજા પ્રયોગમાં “food security” ધ્યાનમાં લેવામાં આવી હતી. આમાં ફક્ત શ્વેત બ્રિટીશ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવેલા, કારણ ethnicity પણ બહુ મોટો ભાગ સ્તન સાઇઝ પસંદ બાબતે ભાગ ભજવતી હોય છે. આફ્રિકન પ્રજાને નાના સ્તન ક્યારેય ગમે નહી. ભાગ લેનારા અમુક ભૂખ્યા હતાં અને અમુક ભૂખ વગરના તૃપ્ત હતા. પ્રયોગાત્મક અભ્યાસનો સમય પણ સાંજનો ૬ થી ૭ રાખેલો કે ત્યારે ભૂખ પણ બરોબર લાગી હોય. સ્ત્રીઓના ફોટા પણ પહેલા અભ્યાસમાં રાખેલા તે જ રાખેલાં. સાદું તારણ એ નીકળ્યું કે ભૂખ્યાજનો એ ભૂખ વગરના તૃપ્ત લોકોની સરખામણીએ મોટાં સ્તન પસંદ કરેલાં.

ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો મોટાં સ્તન તાજાં જન્મેલાં બાળક માટે વિપુલ ખોરાકની સંભાવના ધરાવતાં હોય છે. મોટાં સ્તન ફલદ્રુપતા સાથે સંબંધ ધરાવતાં estradiol હૉર્મોન લેવલ સૂચક પણ છે. Christopher Burris અને  Armand Munteanu નામના સંશોધકો માને છે કે જે પુરુષોને પિતા બનવાની ખાસ ઇચ્છા ના હોય તેને મોટાં સ્તન ખાસ અપીલિંગ લાગતાં નથી. આ હાઇપૉથિસિસ ચકાસવા કેટલાક કૉલિજ યુવાનો સાથે ઑન-લાઇન અભ્યાસ કરવામાં આવેલો. પહેલાં એમની પિતા બનવાની ઇચ્છા ક્રમાંક આપીને ચકાસી લેવાઈ હતી. પછી એમને સ્ત્રીઓના ચિત્રો આપવામાં આવેલાં જેની સ્તન સાઇઝ ઇચ્છા મુજબ ફેરવી શકતા હતાં. સાદું તારણ એવું નીકળ્યું કે જેઓ બાળકોથી મુક્ત રહેવા ઇચ્છતાં હતા તેઓએ નાનાં સ્તન પસંદ કરેલાં.

સ્તન સાઇઝ પસંદગી બાબતે કોઈ ચોક્કસ ધારણા બાંધી લેવી જરૂરી નથી. અનેક પરિબળ આમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ ભજવતાં હોઈ શકે. કોઈને વિધ્યા બાલન ગમે કોઈને દીપિકા પડુકોણ. દક્ષિણ ભારતની ફિલ્મોમાં દૂબળી અભિનેત્રી ચાલતી નહી. Ethnicity પણ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. ઍવરિજ દક્ષિણ ભારતીયને ભૂખ્યો હોય, તૃપ્ત હોય, દરિદ્ર હોય કે ધનવાન મોટાં સ્તન જ ગમવાનાં તે હકીકત છે. છતાં ઉપરના પ્રયોગો અને તેનાં તારણ કેવો ઉરજવૈભવ પસંદ છે તે બાબતે આપણાં મનના ઊંડા અતલમાં જરૂર થોડો પ્રકાશ તો ફેંકે જ છે તે પણ હકીકત છે.

8 thoughts on “ક્ષુધાતુરદરિદ્રાણામ્ પ્રિયા: પીનપયોધરા:”

  1. તમે એક બહુ રસપ્રદ અધ્યયનનો પરિચય કરાવ્યો છે. તર્ક માનવા યોગ્ય છે.

    દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ સામાન્ય રીતે ભરાવદાર હોય છે, ઉત્તર ભારતમાં પાતળી દેહયષ્ટિ માટે આકર્ષણ છે. મને લાગે છે કે આખા ભારતમાં સ્તનની બાબતમાં એક જ પ્રકારનો અભિપ્રાય હોવો જોઈએ. ગરીબ, તવંગર બધા જ ઉત્તુંગ ઉરોજના ચાહક હશે, આમાં ધર્મના ભેદભાવ પણ નહીં હોય. કારણ કે આપણા સાહિત્યમાં, નાટ્યશાસ્ત્રમાં એની પ્રશંસા થયેલી છે.

    તમે એક વાત લખી છે તેનો અર્થ હું જુદી રીતે કરૂં છું, તમે લખો છો કે ” જ્યારે અમુકને પાતળી માપસરનાં ઉરજ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય છે. મને લાગે છે કે લોકગીતવાળી ‘પાતળી પરમાર’ શરીરે પાતળી એવો અર્થ લાગે છે. કારણ કે આપણી સૌંદર્યદૃષ્ટિમાં પાતળી કમરનું પણ મહત્વ છે. અહીં સ્તનની વાત નથી.

    Like

  2. ટાયટલમાં વ્યાકરણની દ્રષ્ટીએ કોઈ ભૂલ હોય તો વિદ્વાન મિત્રોએ જણાવવા વિનંતી જેથી સુધારી શકાય.

    Like

  3. કદાચ આદિ શંક્રારાચાર્યજી એ કહ્યું હશે
    नारीस्तनभर नाभीदेशं दृष्ट्रवा मा गा मोहावेशम्।
    एतन्मांसावसादि विकारं मनसि विचिन्तय वारं वारम्।।३।।

    નારીસ્તનભર નાભીદેશં દૃષ્ટ્રવા મા ગા મોહાવેશમ્।
    એતન્માંસાવસાદિ વિકારં મનસિ વિચિન્તય વારં વારમ્।।૩।।

    [ભાવાર્થ]
    સુંદર સ્ત્રીના સ્તન અને નાભિદેશને જોઇને મોહમાં ના પડ. એ તો ફક્ત માંસ અને મજ્જાનો વિકાર છે. પોતાના મનમાં આ વાતનો વારંવાર વિચાર કર.
    અને

    આ દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
    કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે

    માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
    માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
    જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે

    Like

  4. પેઈડ રીસર્ચના તુત વધ્યા હોય અને રિસર્ચ માટે પસંદ કરેલ લોકોની સંખ્યા અને લોકેશન માર્યાદિત હોય ત્યારે તેના પર થી અલ્ટીમેટ તારણ તો ના કાઢી શકાય. ભારતમાં સૌન્દર્ય અને આકર્ષણની પ્રાયોરીટી ચીન, જાપાન કરતા જુદી હોવાની તે તો સ્વાભાવિક છે. જોકે ભારતીયોની પસંદ ભરાવદાર ઉરજો હોય છે. દીપિકા પાદુકોણ નો ચહેરો બાળક જેવો ઈનોસંટ છે એટલે બાકી લોકોને કાજોલ કે કરીના જ વધારે અપીલિંગ લાગે છે. વિદ્યા બાલનને પોતાના વૈભવ થી લોકોના મન જીતી લીધા. આમેય હાડકા છાપ ૦ ફિગર માં કોઈને આકર્ષણ હોય તેવું માનવું વધુ પડતું છે. ભારતીય સાહિત્યમાં પણ મદમસ્ત ચાલ. ઉન્નત ભરાવદાર સ્તન વાળી સ્ત્રીઓને પુરુષોને મોહનારી ગજગામિની કહી છે.

    Like

  5. ઉપરોક્ત દરેક કોમેન્ટ સાથે સમ્મત છું. ભુપેન્દ્રભાઈ સરસ મનોવૈજ્ઞાનિક લેખ છે. ઝીરો ફિગરને માટે કહેવાય છે કે ‘Men are not dog that they like bons, men like meat. પુરુષની નજર પહેલા વિકસેલા સ્તન પર જાય છે, પછી ચહેરો જોવાય અને ફરી પાછો ઉન્નત ઉરોજો પર સ્થિર થાય છે.

    Like

  6. રઓલજી , આપના બધા જ લેખો ખુબજ ગમ્યા. ખાસ કરીને ઘર્મ પરનું લેખ.
    :- નાના સ્તનવાળી સ્ત્રી ની ફળદ્રુપતા ઓછી હોય છે એમ માનવું ?? please explore

    Like

    1. નાણા સ્તનવાળી સ્ત્રી પણ બાળકો પેદા કરતી જ હોય છે. ફળદ્રુપતા નાં હોય તેવું નહિ પણ પ્રમાણમાં થોડી ઓછી હોય તેવું માનવું હોય છે. ફળદ્રુપતાનો આધાર ઘણાબધા પરિબળો ઉપર આધારિત હોય છે. એવું પણ બને કે કોઈ નાના સ્તનવાળી સ્ત્રીમાં વધારે ફળદ્રુપતા પણ હોય.

      Like

Leave a comment