સ્તન આકર્ષણ મહા કર્ષણ

કુચાકર્ષણ મહા કર્ષણ

એક તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. સારા નસીબે રુદન કામ કરી20130513-123131.jpg જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહીં શીખવાનું શરુ કરે છે. આમ એક બાળકનો પૃથ્વી પર અવતરણ થવાની સાથે સર્વાઇવલનો પહેલો અનુભવ એની માતાના સ્તન સાથેની ઓળખ સાથે થતો હોય છે. આમ ઉરજની ઓળખ પહેલી ઓળખ કાયમ ઉરમાં જડાઈ જાય છે. આખી જિંદગી એનું આકર્ષણ મહા કર્ષણ તરીકે દિલોદિમાગ પર છવાઈ જતું હોય છે. પીનપયોધર હાઈ estrogen લેવલ દર્શાવે છે જે ઉચ્ચ ફળદ્રુપતા સાથે જોડાયેલ છે. પીનપયોધરા કોને ના ગમે?

સ્વ. રાજકપૂર ‘રામ તેરી ગંગા મૈલી’ ચિત્રપટમાં અભિનેત્રી મંદાકિનીનાં ઉરમંડન સાથે એના કુચાગ્ર બહુ કલાત્મક રીતે દર્શાવવામાં સફળ થયેલા. એમની ફિલ્મોની તમામ અભિનેત્રીઓ જબરજસ્ત સ્તનવૈભવ ધરાવતી અને તે કલાત્મક રીતે જતાવવામાં રાજકપૂર જબરા નિષ્ણાત હતા. ઉંમર નિદર્શન, ફલદ્રુપતાની નિશાની, માતાની યાદ સાથે એના દ્વારા પોષણ મળતું બધી ભેગું થઈને સ્તન કાયમ માટે દિમાગમાં જડાયેલા રહેતા હોય છે.

આદિવાસી સમાજો જ્યાં સ્ત્રીઓ ટૉપલેસ ફરતી હોય છે ત્યાં ઉરોજ વિષે ખાસ દેખીતું આકર્ષણ હોતું નથી તેવું કહેવાય છે, ત્યાં સ્તન ફક્ત દુધના કૅન તરીકે ઓળખાતા હોય છે. આવા સમાજોમાં પણ સંસર્ગ પહેલાની રમત તરીકે કુચાગ્ર મર્દન તો થતું જ હોય છે. સ્તન મર્દન સ્ત્રીઓને ઉત્તેજિત કરવામાં ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. કામોત્તેજના સમયે સ્તનવૈભવમાં(volume) વધારો થાય છે તેવું Masters and Johnson નું કહેવું છે.

બાળક જ્યારે માતાને ધાવતું હોય છે ત્યારે માતા પણ બાળકના માથે હાથ ફેરવતી હોય છે, એને લાડ કરતી હોય છે, એને પંપાળતી હોય છે. આ સમયે માતા અને બાળક બંનેના બ્રેનમાં વિશ્વાસનું જનક, પ્રેમનું જનક બ્રેન કેમિકલ ઑક્સિટોસિન સ્ત્રાવ વધી જતો હોય છે જે માતા અને બાળક સાથે સામાજિક જોડાણ વધારવામાં ખૂબ મહત્વનો ફાળો આપતું હોય છે. Oxytocin is often referred to as the “cuddling hormone” . માતાને વહાલ ઊભરાઈ જાય તો તરત એના બાળકને ખોળામાં લઈને સ્તનપાન કરાવતી હોય છે. બાળક સ્તનપાન કરતું બંધ થઈ જાય ત્યારે પણ વહાલ ઊભરાય ત્યારે છાતી સાથે જડી દેવાનો એક શિરસ્તો ઊભો થઈ જાય છે.

Oxytocin નું એક બીજું મહત્વનું કામ છે milk let-down response દૂધ નીચે ઉતારવાનું. ખેડૂત મિત્રોને અનુભવ હશે કે ગાય કે ભેંસના થાનમાં દૂધ ભરેલું હોય પણ આંચળોમાં નીચે એકદમ આવતું નથી. દેશી ગાયો અને ભેંસોમાં ખાસ આ પ્રૉબ્લેમ હોય છે. એનું બચ્ચું એને વળગાડો એટલે ગાય કે ભેંસના બ્રેનમાં Oxytocin સ્ત્રવે પછી દૂધ આંચળોમાં નીચે આવે, પછી એનું બચ્ચું ખસેડી ગાયને દોહવાનું શરુ થતું હોય છે. બચ્ચું કોઈ કારણસર મરી ગયું હોય કે બીજા કોઈ કારણસર દૂધ થાનમાં ભરેલું હોય છતાં આંચળોમાં નીચે ઊતરતું નથી ત્યારે પશુપાલકો પશુને Oxytocin ઇન્જેક્શન આપતા હોય છે ત્યારે તરત દૂધ નીચે ઊતરી આવે છે.

ઘણી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી વખતે ચરમસીમાએ પહોચી જતી હોય છે તેવું પણ કહેવાય છે. સ્ત્રી સમાગમ વખતે ઉત્તેજિત થાય ત્યારે એના clitoris, vagina, cervix ત્રણેનું પ્રતિનિધિત્વ કરતા નકશા (sensory maps )એના parietal cortex માં ઝબૂકવા લાગે છે. ઘણી સ્ત્રીઓમાં કુચાગ્ર મર્દન સમયે આ ત્રણે નકશા સામટાં ઝબૂકવા લાગે છે તેવું FMRI વડે જાણવા મળેલું છે. આમ પુરુષો માટે તો ખરા જ સ્ત્રીઓ માટે પણ સ્તન જાતીય જીવનમાં ખૂબ મહત્વના હોય છે. પુરુષોને એવરેસ્ટ જેવો ઉન્નત ઉરજવૈભવ જોવો ગમતો હોય છે તો સ્ત્રીને પણ તે એવો ધરાવે છે તે બતાવવાનું ગમતું હોય છે સીના તાન કે…

20130513-152313.jpg

12 thoughts on “સ્તન આકર્ષણ મહા કર્ષણ”

  1. આ અંગે મેનાકા ગાંધીના લેખો અભ્યાસપૂર્ણ હોય છે.તેમના લેખમાંથી ‘ડેરી ઉદ્યોગની ગાયોનો આર્તનાદ; અમને બચાવો.ગાયોના આંચળમાંથી મશીનથી દૂધ ખેંચાય છે; ઘણીવાર મશીન કાઢવાના રહી જાય છે ઃ ગાયો માટે પીડાદાયક ઃ પ્રતિબંધિત ઓક્સીટોસીન અપાય છે
    ગાયને વારંવાર પ્રેગન્ન્સી માટેના ઈન્જેકશન આપીને અધમૂઈ કરાય છે તે વઘુ દૂધ આપે એટલે કૃત્રિમ પ્રયાસ થાય છે ઃ ડેરીઓનો મુખ્ય આશય વઘુ દૂધ મેળવવાનો હોય છે
    અમેરિકાના એનીમલ વેલફેર ઓર્ગેનાઈઝેશન ‘પેટા’ની ઓફિસ મુંબઈમાં છે. ઈનસાઈડ ધ ઈન્ડિયન ડેરી ઈન્ડસ્ટ્રીઝ અંગેનો રીપોર્ટ તેમણે તૈયાર કર્યો છે. ગાય અને ભેંસનું દૂધ મેળવવા તેમનું કેવી રીતે શોષણ કરવામાં આવે છે તે અંગેનો આ અહેવાલ છે.

    Like

  2. દંભ શા માટે .. એ સહજ આકર્ષણ ની બાબતનો પ્રમાણિક સ્વીકાર કરવો રહ્યો.

    Like

  3. પશુપાલકો ગાય અને ભેંસનું શોષણ કરી દુધ લે છે એ ગૌભક્ત હીન્દુ અને જૈનોને ખબર નથી હોતી અને અન્ન એવો ઓડકાર મુજબ જૈન સાધુઓ એ દુધ પી સુફીયાણી અહીંસાની વાતો કરે છે.

    Like

  4. ૪વર્ષ પહેલા BBC પર એક સરસ કાર્યક્રમ સાત એપિસોડમાં આવેલો “ Anatomy of SEX” એમાં આ બધા વિષયો પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.. પણ આપનો લેખ પણ એટલો જ માહિતીપ્રદ છે..
    અને હજુ ‘સ્ત્રી – પુરુષ અને શરીર સબંધો’ ના ક્ષેત્રોમાં અનેક બાબતોને ગૌણ ગણી અવગણવામાં આવે છે.. જે આગળ જતા તકલીફો ઉભી કરે છે…

    Like

  5. ડગાય સાથી આપને શા જુલમ કરીએ છીએ તે જાનવા આ લેખ વાંચો, આપણેગોવધ તો નથી કરતા પણ જ્યાં ગોહત્યા પર પ્રતિબંધ છે ત્યાંથી કેરળ જેવાં રાજ્યોમાં વસૂકી ગયેલી ગાયોની મોટા પાયે નિકાસ થાય છે. વલી, વાછરડાને બહાર બાંધી દેવાય છે, જેથી એ ભૂખે મરી જાય.

    The Hindu અખબારનો આ લેખ આંખ ઉઘાડી નાખે તેવો છેઃ

    http://www.thehindu.com/features/magazine/whats-behind-that-glass-of-milk/article4675921.ece

    Like

  6. પહેલું વાક્ય કઈંક કપાઈ ગયું છે. ગૂંચવાયેલું પણ છે. આ રીતે વાંચશો. અથવા ઍડિટ કરી લેશો.

    ” મોટા પાયે દૂધ મેળવવાના ઉદ્યોગમાં આપણે ગાય સાથે શા જુલમો કરીએ છીએ……”

    Like

  7. વૈજ્ઞાનિક અભિકોણથી લખાયલા માહિતી સભર લેખમાં કોઈ પણ મહિલાનો અભિપ્રાય જ નહિ? ભુપેન્દ્રભાઈ, સરસ લેખ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s