વિજ્ઞાન પરીકથા(science fiction novel) ‘અંતહીન યાત્રા’ નું વિમોચન
ગુજરાતીમાં સાયન્સ ફિક્શન નવલકથાઓ બહુ ઓછી લખાતી હોય છે. એનું મૂળ કારણ આપણે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા પ્રત્યે ઉદાસીન છીએ. કદાચ હિન્દી અને બીજી ભારતીય ભાષાઓમાં પણ વિજ્ઞાન પરીકથાઓ બહુ ઓછી લખાઈ હશે. આપણે એવા સાયન્સ ફિક્શન મુવી પણ બહુ બનાવતાં નથી. એક બાળકની જિજ્ઞાસા કે ‘પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો?’ આટલી સુંદર સાયન્સ ફિક્શન નવલકથા અને તે પણ ગુજરાતી સાહિત્યમાં આપશે તે કોઈ માની પણ નહિ શકે. આ નવલકથાના બે લેખકો છે. શ્રી પ્રકાશ વૈદ્ય સાહિત્યકાર અને નાટ્યકાર છે. શ્રી પ્રદીપસિંહ રાઓલ જામનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જીનીયર હતા. તેઓએ બિરલા ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલૉજી એન્ડ સાયન્સ, પીલાનીમાંથી એમ.એસ.સી ફીજીક્સ અને બી.ઈ. સિવિલ એમ બે ડિગ્રી હાંસિલ કરેલી છે. પીલાની બિરલાનું વતન થાય તે જાણ સારું લખું છું, અને દેશની અગ્રગણ્ય ગણાતી આ કૉલેજનાં સ્થાપક બિરલા ફેમિલી જ છે. આમ એક નાટ્યકાર અને એક ભૌતિકશાસ્ત્રી સાથે સાથે સિવિલ એન્જીનીયર એવા બે મિત્રોએ આ નવલકથા લખવાનું વર્ષો પહેલા શરુ કરેલું.
પૃથ્વી ધરી ઉપર ફરતી અટકી જાય તો કેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય તેના વર્ણન અને કલ્પના માટે એમનું ભૌતિકશાસ્ત્રનું જ્ઞાન પણ કામે લાગ્યું છે. આ પુસ્તકમાં પર્યાવરણ બચાવો તેવો સંદેશો પણ વણી લેવાયો છે. અહીં પણ પરગ્રહવાસી એલિયન આવે છે પણ તે પશ્ચિમની કલ્પના આધારિત ચિત્રવિચિત્ર મોઢાવાળા નથી. લેખકો તમને સાહિત્ય અને વિજ્ઞાનનો સંગમ કરીને નાના ગામડાથી માંડીને અમેરિકા, નાસા, અને દૂર ગેલેક્ષીઓની સફર કરાવશે. વેદકાળથી વિજ્ઞાનકાળ સુધીની અદ્ભુત રોમાંચિત સફર કરાવશે.
આ નવલકથાના વાચકો માટે એક સુંદર યોજના વાચકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે મૂકવામાં આવી છે. આ નવલકથા વાંચીને એનો ટુંકસાર લખીને મોકલવાનો રહેશે. જે વાચકનો ટુંકસાર સર્વશ્રેષ્ઠ હશે તેને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એ વિષે વધુ વિગતો વિમોચન પ્રસંગે જાહેર કરશે.
વિમોચન સ્થળ : કુંવરબાઈ જૈન ધરમશાળા, જેલ રોડ. જામનગર
એપ્રિલ ૨૮, ૨૦૧૩ સમય : સવારે ૯ થી ૧૨
તમામ મિત્રોને અનુકૂળતા પ્રમાણે આ પ્રસંગે હાજર રહેવા જાહેર નિમંત્રણ છે. જામનગર અને એની આસપાસ રહેતા મિત્રો માટે તો ડૉ.જે.જે.રાવલ ને સાંભળવાનો અણમોલ અવસર છે.
અલ્યા ભાઈ હું તો સંજોગોવસાત હાજરી આપી શકવાનો નથી તો મારા તરફથી મારા પ્રતિનિધિ તરીકે તમે તો જશો તેવી અપેક્ષા રાખી શકું?
પ્રાપ્તિસ્થાન
*અશોક પ્રકાશન મંદિર : રતનપોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ ફોન- ૦૭૯-૨૨૧૪-૦૭૭૦
* નવભારત સાહિત્ય મંદિર : ૧૩૪ પ્રિન્સેસ સ્ટ્રીટ. શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૨ ફોન- ૨૨૦૧ ૭૨૧૩
* નવભારત સાહિત્ય મંદિર : જૈન દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ તથા ૨૦૨, પેલીકન હાઉસ, આશ્રમ રોડ અમદાવાદ
* બુક સેલ્ફ : ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે , અમદાવાદ.
three cheers
LikeLike
આગોતરા અભિનંદન.
ગુજરાતીમાં લખાયેલું સા.ફિ. વાંચવા મળશે. જાણકારી આપવા બદલ ધન્યવાદ.
LikeLike
Excited about the book 🙂 યુગયાત્રાની યાદ આવી ગઇ!
LikeLike