સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.

સમજમાં ના આવે આ સ્નેહબંધન

યત્રનાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:|
યત્ર એતાસ્તુ ન પૂજ્યન્તે તત્ર સર્વા અફલા ક્રિયા:||

કહેનારનાં દેશમાં બુધે ઢોર પાંસરું, બુધે નાર પાંસરી કે ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી એવું પણ કહેવાય છે. કેમ કે આવું કહેનારા મહાપુરુષો જુદા જુદા હોય છે. જ્યારે imagesનારીની પૂજા નથી થતી ત્યાં બધી ક્રિયાઓ અફળ જાય છે તેવું કહેનારનાં દેશમાં સ્ત્રીને ચૂંથીને એની યોનિમાં જીવલેણ સળિયા પણ ભોંકાયા છે. સ્ત્રીઓ પ્રત્યે જોવાનો દરેકનો નજરિયો અલગ અલગ હોય છે. અંગત ગાઢ સંબંધોમાં સામેની જાતિના વ્યક્તિ પ્રત્યે માનસન્માન અને એને ગમાડવાની લાગણી અનેક બાબતો વડે ઘડાતી હોય છે.

હેટરોસેકસ્યુઅલ-વિજાતીય સંબંધોમાં તમારા પ્રેમીજન બાબતે તમારું વલણ કેવું છે તેનો આધાર વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે તમારું વલણ કેવું છે તેના ઉપર પણ આધાર રાખે છે. દાખલા તરીકે તમે પુરુષ હોવ તો તમારી પત્ની કે પ્રેમિકા પ્રત્યે વલણ કેવું છે તેનો આધાર સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યે કેવું વલણ છે તેના ઉપર પણ આધાર રાખે તેમાં નવાઈ નહિ.

સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હૉસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનૅવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ હકારાત્મક બાબત બની શકે. હિતકારી હોય કે શત્રુતાવાળું અણછાજતું તો અણછાજતું જ રહેવાનું. Sexism in any form is still sexism.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ એવું માનતા હોય છે કે સ્ત્રીઓ પ્રપંચયુક્ત હોય છે, એમને સ્પેશલ કાયદા કે આરક્ષણને લીધે અમારી જૉબ છીનવાય છે, સ્ત્રીઓ વિનાશક છે. નારી નરકની ખાણ કે બુધે નાર પાંસરી કહેનારા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ હોય છે. સ્ત્રીઓના મુખ નાં જોવાય કહેનારા પણ સ્ત્રીઓ પ્રત્યે ચીડ, ગુસ્સો અને રોષના બંદરે નાવ લાંગરીને બેઠેલા હૉસ્ટાઇલ સેક્સિસ્ટ મહાપુરુષો જ છે. સ્વાભાવિકપણે સ્ત્રીઓ માટે સારા પાર્ટનર પુરવાર થવું આવા લોકો માટે મુશ્કેલ છે અને ખાસ તો આવું શત્રુતાવાળું વલણ રાખનારને સ્ત્રી પહેલા તો પસંદ જ ના કરે.

બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષો તો તમને ઠેર ઠેર મળી જવાના. બસમાં સ્ત્રી પ્રવેશ કરે ઊભા થઈને બેસવાની જગ્યા આપનારા પુરુષો તમને જોવા મળતા જ હશે. કોઈ અશક્ત કે જેને ખરેખર જરૂર હોય, જેવી કોઈ બાળકને તેડીને ઊભેલી સ્ત્રીને જગ્યા આપે તો બરોબર છે. બિનૅવલન્ટ સેક્સિસ્ટ ભલે એક રીતે સારા લાગે પણ ખરેખર આવા પુરુષો સ્ત્રી સ્વાતંત્ર્ય માટે વધુ જોખમી હોય છે. તેઓ સ્ત્રીને નાજુક, અસહાય, કમજોર સમજતા હોય છે. તેઓ સમજતાં હોય છે કે સ્ત્રીને હમેશાં પુરુષોના રક્ષણ નીચે જીવવું જોઈએ. સ્ત્રીને કાયમ પુરુષ પ્રટેક્શનની જરૂર હોય જ છે. સ્ત્રી પુરુષના રક્ષણ અને મદદ વગર જીવી જ ના શકે. સ્ત્રીએ હમેશાં પુરુષોની આજ્ઞામાં રહેવું જોઈએ જેથી એમનું રક્ષણ થાય. એકંદરે આવા. બિનૅવલન્ટ સેક્સિસ્ટ પુરુષોની નિશ્રામાં જીવતી સ્ત્રીઓ પણ માનતી થઈ જતી હોય છે કે એમને સતત રક્ષણની જરૂર છે. આમ કોઈપણ પ્રકારનું સેક્સિઝમ સ્ત્રીની મેન્ટલ હેલ્થ, એની કામ કરવાની ક્ષમતા, સુખની લાગણીઓ વગેરે માટે હાનિકારક હોય છે.

હૉસ્ટાઇલ સેક્સિસ્ટ તો તરત પરખાઈ જતો હોય છે. Non-sexist અને બિનૅવલન્ટ સેક્સિસ્ટ વચ્ચે ભેદ પારખવો બહુ મુશ્કેલ હોય છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય કહેનારો આપણો તો ઍવરિજ આખો સમાજ સ્ત્રીઓના હિત માટે એની સાથે અણછાજતું વર્તન કરનારો ( બિનૅવલન્ટ સેક્સિસ્ટ) છે. પહેલા સ્ત્રી નાની હોય ત્યારે માતાપિતા ભાઈઓના રક્ષણ હેઠળ જીવવાનું, પછી પતિના રક્ષણ હેઠળ જીવવાનું પછી ઘરડી થાય એટલે પુત્રોના રક્ષણ હેઠળ જીવવાનું.images=-==

Non-sexist બિનજરૂરી ભાવ બતાવનારો કે સ્ત્રીના કામમાં મદદના બહાને પણ બિનજરૂરી દખલ દેનારો હોય નહિ. સ્ત્રીને સ્ત્રીનું કામ કરવા દો જરૂર પડશે તો મદદ કરીશું. સ્ત્રી એના પગ ઉપર ઊભી રહેવા પૂરતી સક્ષમ અને સ્વતંત્ર છે. ઓશો કહેતા કે બાળકોના હિત માટે ફાયદા માટે ભલા માટે આપણે આપણા બાળકો ઉપર ઘણી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. એવી રીતે સ્ત્રીઓના ભલા માટે મદદ માટે આપણે એમની સાથે ક્રૂરતા કરતા હોઈએ છીએ પણ એ માનવું મુશ્કેલ છે.

આ સિવાય સ્ત્રી પુરુષ વચ્ચે સ્નેહબંધનનો પ્રકાર હોય છે જેને attachmentstyle કહેતા હોય છે. સ્ત્રીપુરુષના સંબંધો બહુ કૉમ્પ્લેક્સ હોય છે. Attachment style રોમૅન્ટિક રિલેશનશીપ તરફ આગળ વધતા તમારા માતાપિતાએ તમારો ઉછેર કઈ રીતે કર્યો છે તેના પર આધાર રાખતી હોય છે. જો તમે બચપણમાં અવગણના, અનાદર સહન કર્યા હોય, પૂરતી સલામતી અનુભવી ના હોય તો મોટા થઈને તમારો પાર્ટનર તમને છોડી દેશે તેવું સતત લાગ્યા કરતું હોય છે. જો તમે તમારા માતાપિતા કે કેરગીવર પાસેથી પૂરતી સલામતી અને આદર અનુભવી ચૂક્યા હશો તો પુખ્તવયે તમારા પાર્ટનર માટે તમને ખૂબ વિશ્વાસ રહેવાનો જ છે. Attachment style-સ્નેહબંધન, અનુરાગમાં પણ secure-સલામત અને insecure-અસલામત એમ બે પ્રકાર માનવામાં આવતા હોય છે. Insecure અટૅચમંટ સ્ટાઇલમાં વળી મનોવૈજ્ઞાનિકો વધુ વિભાગ પાડતા હોય છે. Anxiously-આતુરતાપૂર્વક જોડાયેલા વળી અસ્વસ્થ કાયમ ગભરાતાં હોય છે. એમને કાયમ કોઈની જરૂર પડતી જ હોય છે. Avoidant અટૅચમંટ સ્ટાઇલ ધરાવતા લોકો વળી એમની અસલામતી અંતર રાખીને જતાવતાં હોય છે. કદી નજીક આવશે નહિ આમ એમના પાર્ટનર સાથે ઈમોશનલી નજદીકિયા રાખી શકતાં નથી.

High in hostile sexism લોકોને પ્રથમ તો સ્ત્રીને જો પસંદ કરવા દેવામાં આવે તો પસંદ કરતી જ નથી અને કદાચ રૉમૅન્સ ડિપાર્ટમેન્ટમાં યેનકેન પ્રકારે સફળ થઈ ગયા તો એમને hostile માંથી ધીમે રહીને benevolent sexist બનવા તરફ ઢળવું પડતું હોય છે. આવા લોકોને આ વિષયમાં સંશોધન કરનાર Union College social psychologist Joshua Hart પરસ્પર વિરોધી લાગણીવાળા ambivalent sexist કહે છે.

આતુરતાપૂર્વક સ્નેહબંધનમાં જોડાયેલાં ચિંતાતુર લોકો બિનૅવલન્ટ સેક્સિસ્ટ બની જતા હોય છે. જ્યારે ઉપેક્ષિત થયેલા સ્નેહબંધનમાં હૉસ્ટાઇલ સેક્સિસ્ટ બની જાય તો નવાઈ નહિ. Anxiously attached મહાપુરુષોની સ્થિતિ વળી બહુ કૉમ્પ્લિકેટેડ હોય છે. દિલોજાન દોસ્ત વગર જીવી જ નહિ શકાય તેવું માનતા હોય છે. તેમની સ્ત્રીઓને છેવટે benevolent sexism ની પગદંડી ઉપર મૂકી દેતા હોય છે. આમ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દેતા હોય છે. પત્ની સાથે Anxiously attached મહાપુરુષ કહી ગયા છે કે ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ તાડન કે અધિકારી…

બેસ્ટ રોમૅન્ટિક પાર્ટનર એ છે કે જે સલામતી અનુભવતો સ્નેહબંધનમાં જોડાયેલો સ્ત્રીઓ પ્રત્યે સાનુકૂળ વલણ ધરાવતો હોય હિતકારી બનવાની આડમાં સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારે નહિ. જો કે આ બધી વાતો ભારતીય સમાજ માટે ગળે ઊતારવી અઘરી પડશે. કારણકે કહેવાતા ઉચ્ચ આદર્શો, સમાજમાં દાખલા બેસાડવાના બહાના, રાજધર્મ, પ્રજાધર્મ વગેરે વગેરે અનેક બહાને અને છેવટે સ્ત્રીઓના લાભ માટે સ્ત્રીઓ ઉપર જુલમ ગુજારવામાં કશું બાકી રાખ્યું નથી. અગ્નિપરીક્ષા લીધી તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા કયો દાખલો? શેનો દાખલો? એનો કોઈ વાંક તો બતાવો? ગર્ભવતીનો ત્યાગ તો કહે સમાજમાં દાખલો બેસાડવાનો છે. અલ્યા ભાઈ પાછો શેનો દાખલો? ધોબીએ મહેણું માર્યું હતું. તો જાવ ધોબીને એક લાફો મારો અને સમાજમાં દાખલો બેસાડો. દાખલા જ્યાં બેસાડવાના છે ત્યાં નથી બેસાડવા અને જ્યાં નથી બેસાડવાના ત્યાં બેસાડીએ છીએ

 

10 thoughts on “સમજમાં નાં આવે આ સ્નેહબંધન Hard Truths About Human Nature.”

 1. તમે હૉસ્ટાઈલ અને બેનીવોલન્ટ પુરુષોની વાત કરી છે તે તદ્દન સાચી છે. હિન્દીના સુપ્રસિદ્ધ લેખક યશપાલે ભારતના ભાગલાની પૄષ્ઠભૂમિ લઈને મહાન નવલકથા ‘ઝૂઠા સચ‘ લખી છે. એમાં સ્ત્રીઓ હિન્દુ હોય કે મુસ્લિમ એકસરખા હાલ થયા. યશપાલ કહે છે: ‘ મર્દ ખુશ હો યા ગુસ્સા, દોનોં કે લિયે ઉસે ઔરત મેં એક હી જગહ મિલતી હૈ.”

  Like

 2. લેખ ગમ્યો , સ્ત્રી ને એની રીતે જ રહેવા દો , સ્ત્રી ને સ્ત્રી સમજો એટલું જ પુરતું છે , એને નબળી કે સબળી બનાવવા ની કોશિશ ના કરો એ જ મોટી મદદ છે , અને સમાજ ના આગેવાનો એ દાખલા બધા ખોટા જ ગણાયા છે ,જ્યાં શરૂઆત જ ખોટી થયી ત્યાં સમાજ બીમાર જ બને ને ?

  Like

 3. રાઓલજી ,,,, રાબેતા મુજબ અફલાતૂન લેખ ,,,, સાથે એક પૂરક જાણકારી કે તુલસીદાસ રચિત શ્રી રામ ચરિત માનસ માં ” ઢોલ, ગંવાર, શૂદ્ર, પશુ, નારી સબ *તાડન* કે અધિકારી… લખ્યું છે એમ માનવા માં આવે છે પણ વિશેષ અભ્યાસ બાદ એવું જાણવા મળેલ છે કે એમાં તાડન (એટલે પીટવું ) નહીં પર તારણ (એટલે સમજદારી પૂર્વક )નું કહવા માં આવ્યું છે પણ પણ જે સમય માં એ લખ્યું છે એ સમય બાદ જ એક પુરુષ તરફી મૌજૂ આવેલું હોય ને આગળ જતાં તારણ ને તાડન માં તબદીલ કરવા માં આવાયું હોય ને લોકો એ સમય અનુસાર સ્વીકારી પણ લીધું જ હોય ? ને એમાં જ આગળ ધકેલ પંચા દોઢસા વાળી પણ કહેવત પ્રમાણે અનુકૂળ હોય તો જુઠ ને પણ સત્ય માનવા માં ખોટું નથી ,,,

  Like

 4. દિયા શાહે સાડા ત્રણ લીટીમાં ખૂબ ચિંતન કરવાના શબ્દો લખ્યા છે. ‘ સ્ત્રીને અેની રીતે જ રહેવા દો, સ્ત્રીને સ્ત્રી સમજો અેટલું જ પુરતૂં છે., અેને નબળી કે સબળી બનાવવાની કોશીશ ના કરો અે જ મોટી મદદ છે…………‘
  આ અેક સંપૂર્ણ સ્ત્રીના મનની વાતો છે. પુરુષ પોતે બનાવેલાં સવાલોના જવાબો મેળવીને તે જવાબોનું તાદ્તમ્ય કાઢે તે તો તેણે જે નક્કિ કરેલું છે તે જ હશે…શીકાઇસ્ટ બનીને પોતાનો અભિપ્રાય આપી દીઘો.
  અેક સ્ત્રી…બાળપણથી શરું કરીને….હાં…બાળપણથી શરુ કરીને…યુવાની…અને…મા બાપ સાથેની જીંદગી….લગ્નજીવનની જીંદગી….વહેવારમાં આવેલાં પુરુષોના કેરેક્ટર….વિ…વિ….ઘણાં પરિબળો….પ્રશ્નો….સ્ત્રીના હૃદય અને મગજમાંથી આવતાં સવાલો અને તેની રીસર્ચ કરે…પોઝીટીવ અને નીગેટીવ…થીંકીંગ વડે મુલવણી…વિ…વિ….પેલું ગીત છે ને…‘ પ્યાર કો પ્યાર હી રહને દો કોઇ નામ ના દો….‘ કુદરતે સ્ત્રીનું શરીર શા માટે બનાવ્યું? અેની પ્રકૃતિ અને રચના ,સંજ્ઞાઓ જુદી કેમ બનાવી ? તેને માટે સ્વતંત્રતા અને સ્વચ્છંદતા પણ અેટલી જ અગત્યની ડેફીનેશન ઘરાવે છે જેટલી અેક પુરુષ માટે. ઇન્ડસ્ત્રીઅાલાઇઝ્ડ ૨૧મી સદીઅે સ્ત્રીને માટે, તેની શક્તિ માટે…માનસિક, બૌઘિક શક્તિ માટે ઘણાં જ્ઞાનની વહેંચણી કરી છે…અને સ્ત્રીઅે તેને સાબિત પણ કરી બતાવ્યા છે…પરંતુ આખરે તે અેક સ્ત્રી છે….પુરુષપ્રઘાન સમાજનાં દુર્ગુણો ૨૧મી સદીમાં આજે પણ ચાલુ રહેલાં હોય તેમાં તે બિચારી સ્ત્રીનો શું વાંક ? કૃષ્ણઅે…ઇક્ષવાકુને કહ્યુ…તેણે મનુને કહ્યુ..અને સ્ત્રીને ભગવાન બની બેઠેલાંઓઅે ‘ગુલામ‘ બનાવી તેમાં તે બિચારીનો શું વાંક ? આજનાં સાયકોલોગીસ્ટો તો રોજે નવી રીસર્ચ કરીને…લોકોને નવું નવું ભણાવતાં રહે છે.
  ચાલો હું આજે મારાં જ ઘરમાં રહેલાં મારા માતા, ભાભી, બહેન, દિકરી,દાદી, પત્નિ, ગ્રાન્ડ ડોટર વિ ને મઘ્યનજર રાખીને આ વિષય ઉપર વિચાર કરવાની શરુઆત કરું…મારું જ વલણ કેવું છે તેનો વિગતે અભ્યાસ કરું…ટૂંકમાં ‘ હું કોણ છું‘ નો અભ્યાસ કરું અને પછી અેક રીસર્ચ રીપોર્ટ લખું…….
  આપણે સૌ શરુઆત કરીયે….( મારું માનવું છે કે જે દિયા શાહે જે લખ્યુ છે તે જ નિચોડ અાવશે.)
  અમૃત હઝારી.

  Like

 5. સરસ લેખ ,સમાજના ચિતાંરાઓએ નારીને નબળી ચિતરી છે ,અને રામને અનુસરવામાં ગરવ અનુભવેછે.

  Like

 6. રોલ સર સરસ લેખ …. પેહલા ના સમય માં ઘરમાં પણ બચપન થીજ બાળકી ને નજર અંદાજ કરવામાં આવતી એક બોજ સમજીને, આજ નો સમય કદાચ અલગ છે….. મારા એક મિત્ર ના ક્લોચિંગ ક્લાસ ચાલે છે ત્યાં આવતા છોકરાઓ સાથે વાત વાત માં જાણવા મળ્યું અને આપણે જોઈએ પણ છીયેજ કે જેટલા બોય હતા બધાની ફરિયાદ હતી કે મમ્મી અમને બહુજ લાડ કરે પણ પપ્પા ને તો જાને એમની દીકરીજ એકલી વ્હાલી હોય અમે બે ભાઈ બહેન કૈક ગુનો સાથે કર્યો હોય તો પપ્પા છોકારનેજ ધમકાવે છે ને અમારી બેન ને તો કઈ કેહ્તાજ નથી.,,, કદાચ તમારા લેખ ના અર્થ માં આ જુદો વિષય છે પણ સ્ત્રી પ્રત્યે ની લાગણી માં બદલાવ ઘર માંથી જ આવવો જરૂરી છે ને એની સરુઆત થઇ ગઈ છે.. રહી વાત બળાત્કારીઓ ની તો એમને એમની બેન પર કોઈ નજર પણ કરે તો ખૂન કરી નાખવા સુધી તૈયાર હોય છે એજ માણસ બીજાની દીકરી મારે રાક્ષસ પુરવાર થાય છે.

  Like

 7. Father valese kahyu chhe tem Darek strie pahela vidhava banata shikhavu joie–mane aa lekhana anusandhanma e sav sachu lage chhe.Aapana aa lekhana mantvyo aksharsh: sacha chhe.

  Like

 8. Lekh khub gamyo hu fb par share pan karu chhu.. je haji stree o ni njik nthi aavi sakta.. dil thi lagni nthi dai sakta e vistarthi lakhjo bija kyarek koi lekh ma … chokkas antar rakhi ne prem ke lagni jtave e..par..

  khub saras gamyu

  Like

Leave a Reply to jitu Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s