સોમવારની સવાર ઉદાસી કે નામ..

imagesસોમવારની સવાર ઉદાસી કે નામ..
જો કે ઘણા બધા માટે તો રવિવારની સાંજ જ ઉદાસી વડે છવાઈ જતી હોય છે કે સાલું કાલે સોમવાર સવારે વહેલું ઊઠીને કામે જવું પડશે. સોમવારની કામ પર જવાની ચિંતા રવિવાર સાંજથી જ ચાલુ થઈ જાય. એ ચિંતામાં તો અમેરિકામાં રવિવાર સાંજે લીકર સ્ટોરો ઉપર દારૂનું વેચાણ પણ ઓછું થઈ જતું હોય છે. આમ સોમવાર મોટાભાગના લોકોને ઉદાસ લાગતો હોય છે. અમેરિકામાં તો વિકએન્ડનું ખૂબ મહત્વ. શુક્રવારથી આપણને મળતા લોકો હૅપી વિકેન્ડની દુવાઓ દેતા થઈ જતા હોય છે. શુક્રવારે બૅન્કમાં જઈને છુટા પડતા રૂપાળી ક્લાર્ક મીઠું મલપતી હૅપી વિકએન્ડ અવશ્ય બોલવાની. સોમવાર જેમ ઉદાસ લાગતો હોય છે તેમ શુક્રવાર ઉત્સાહી લાગતો હોય છે કે ચાલો આજે છેલ્લો દિવસ કાલથી બે દિવસની રજા.

મને એક ભાઈ શુક્રવારે બોલ્યા કે આજે છેલ્લો દિવસ, હું તો ચમકી ગયો. કે શું થયું? મેં પૂછ્યું કાલથી જૉબ નથી આવવાનાં? બીજે જૉબ મળી? તબિયત તો સારી છે ને? હું તો મનમાં ગભરાઈ ગયેલો કે સ્વર્ગમાં જતા એ.સી. બોગીમાં બુકિંગ કરાવી નાખ્યું છે કે શું? કે પછી સદેહે સ્વર્ગમાં લઈ જવાની ગેરંટી આપતા સ્વામી સજીવન થયા કે શું? તો કહે નાં યાર ! આજે શુક્રવાર કામનો છેલ્લો દિવસ ને? અહાહાહા

શુક્રવાર સાંજે અહીં ડોક્ટર્સ ઓફિસો વહેલી બંધ થઈ જતી હોય છે. આપણા ગુજરાતી-ભારતીય ડોક્ટર્સની વાત નથી કરતો. એ લોકો તો શનિ-રવી પણ એમના સેવાકેન્દ્રો ખુલ્લા રાખીને બેસતા હોય છે જેથી પ્રજાને કોઈ તકલીફ ના પડે. શુક્રવાર સાજ અહીં દારૂની દુકાનો ઉપર જબરદસ્ત વકરો થવાની સંભાવના લઈને આવતી હોય છે. અમેરિકન્સ એમાય સ્પેનીશ લોકો ખાસ, શુક્રવાર સાંજથી બીયર પીવાનું શરુ કરી દેતા હોય છે. એમાં ફાયદો ન્યુ જર્સીમાં તો આપણા ભારતીયોને જ છે કારણ? અરે! ન્યુ જર્સીમાં મોટાભાગના લીકર સ્ટોર આપણા ભારતીયોના એમાય ગુજરાતીઓના એમાય પટેલોના છે. હહાહાહાહા

સોમવાર સવારે સ્કૂલમાં જવાનું બાળકોને આકરું પડતું હોય છે કેમકે રવિવારે જલસા કર્યા હોય ને? ગૃહિણીઓને શનિ-રવિ સાસ-વહુની એકતા કપૂરની સીરીયલો જોઇને જે મજા લીધી હોય, મુવી જોયા હોય, ટૅલેન્ટ હન્ટ પ્રોગ્રામની ભરમાર જોઈ હોય તેમને આ સોમવાર ક્યાંથી આવ્યો એવું લાગતું હોય છે.

Sy-Miin Chow of University of Virginia નું રિસર્ચ એવું કહે છે કે સોમવારની ઉદાસી માટે કામ પર જવાની બાબતમાં નકારાત્મક વલણ કારણભૂત નથી, પણ વિકેન્ડમાં જે ઉલ્લાસ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તે કારણભૂત છે. મતલબ કામ પર ચડવું પડશે તેની ઉદાસી હોતી નથી પણ જે આનંદ ઉલ્લાસનો પ્રચંડ ભાવાવેશ અનુભવ્યો હોય છે તે ઓછો થઈ જાય છે તેની ઉદાસી સોમવારે આવતી હોય છે. કામચોરોની વાત જુદી છે. કામચોર માટે પ્રત્યેક દિવસની સવાર ઉદાસી લઈને જ ઊગતી હોય છે. શનિ-રવિ મોજ મજા સાથે જોડાયેલા હોય છે. એક જાતનું માઈન્ડ કંડીશનિંગ થઈ જતું હોય છે. સંશોધકોના કહેવા પ્રમાણે આપણા બ્રેઈનમાં ડ્રમ પર પડતી તાલબદ્ધ થાપટોની જેમ ઉલ્લાસ અને ઉદાસીની થાપટો નિયમિત પડતી હોય છે. એ બે થાપટો વચ્ચેનો સમય ગાળો દરેક માનવીનો અલગ અલગ હોય છે. આમ ઉલ્લાસ અને ઉદાસીના તબલાં આપણી અંદર તાલબદ્ધ વાગ્યાં કરતાં હોય છે.

એક અભ્યાસ એવું પણ કહે છે કે સોમવારે આપઘાતનું પ્રમાણ વધુ હોય છે. પણ અમેરિકાનો એક અભ્યાસ એવું પણ જતાવે છે કે અમેરિકામાં બુધવાર આપઘાત કરનારાઓ માટે ફેવરીટ છે. Augustine Kposowa, a sociology professor at the University of California નું કહેવું એવું છે કે જૉબ સ્ટ્રેસ ધીમે ધીમે વધતો બુધવાર જેવા વચ્ચેના દિવસે ટોચ ઉપર એવો પહોચી જાય કે હેન્ડલ કરવો મુશ્કેલ લાગી શકે. ગુરુવારથી તો રાહત થવા લાગતી હોય કે ચાલો હવે કામ કરવા માટે એક શુક્રવાર જ આડો રહ્યો છે પછી તો આરામ જ છે. સંખ્યાબંધ સંશોધન બતાવે છે કે સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. મતલબ સોમવારે હાર્ટઍટેક અને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ હોય છે. કામ પર પાછાં ફરવાનું ભારણ ભલભલાંને ઍટેક લાવી દે તેવું હોય છે. પણ જેને કામ કરવામાં રાહત મળતી હોય એવા કામગરા લોકોને વળી સોમવારે હાર્ટએટેકનું જોખમ ઘટી પણ જતું હોય તેવું પણ એક અભ્યાસમાં જણાયું છે. આવી સરખી શક્યતાઓ રિટાયર લોકો માટે પણ હોય રહેતી હોય છે. નિવૃત્તિ ઍટેક લાવી શકે છે અને નિવારી પણ શકે છે. એક અભ્યાસ એવું પણ બતાવે છે કે વીકેન્ડમાં ખૂબ પીધું હોય વધુ પડતા જલસા કર્યા હોય તો બી.પી. વધીને સોમવારે કાર્ડીઓવસ્ક્યુલર રિસ્ક વધી જતું હોય છે. આમ એકંદરે સોમવાર જોખમી તો ખરો.

જો તમે તમારા કામને ચાહતાં હશો તો સોમવાર ઉદાસ જરાય નહિ લાગે. જે ગૃહિણીઓ એમના બાળકોની સારસંભાળમાં કાયમ રહેતી હોય તેને સોમવારે રાહત લાગવાની.. થોડીક સેલ્ફ-અવેરનેસની જરૂર છે. આપણી અંદર વાગતા ઉલ્લાસ અને ઉદાસીના તબલાની રીધમ જાણી લેવી જરૂરી છે. આપણી વિશિષ્ટ પ્રકૃતિને લગતી રીધમ ઓળખી લેવી હિતાવહ છે.

એક બીજા સાથેની સરખામણી-comparing mind ઉદાસીમાં, દુખમાં વધારો કરતી હોય છે. પાડોશી બહુ ઉલ્લાસથી ભરેલો દેખાતો હોય પણ એના દુખ અલગ હોય છે તે આપણને દેખાતા નથી. સુખી અને સંપૂર્ણ દેખાતા જોડા પણ અંદરથી દુખી હોય કોણ જોવા જાય છે? અબજપતિના એના પોતાના દુખ અને ઉદાસી હોય છે. મુકેશ અંબાણી આપણા કરતા વધુ સુખી હશે? જરાય નહિ..બુદ્ધ કહેતા દુખ્ખ- suffering એનાથી કોઈ મુક્ત હોતું નથી. બીમારી, ઈજા, ઘડપણ, પ્રિયજનોની જુદાઈ દરેકને પીડતી હોય છે, અબજપતિ પણ એનાથી મુક્ત હોતો નથી. આપણે આપણા અનુભવો અને ભૂતકાળના માઈન્ડ કંડીશનિંગની પ્રોડક્ટ છીએ. આપણે બાળકોને કાયમ કહ્યા કરીએ કે આ બરોબર નથી તે બરોબર નથી તો એનું માઈન્ડ કંડીશનિંગ થઈ જવાનું કે તે જે પણ કરે છે તે બરોબર નથી અને તેની પ્રત્યેક સવાર એક ઉદાસી લઈને ઊગશે. આપણા વડીલોએ પણ આપણા માટે આજ કરેલું હશે..હહાહાહાહા …. ક્યારેક તો બાળકો સારું કામ કરતા જ હશે ને? કોઈવાર ભૂલ થાય તો ટોકવું અને કાયમ ટોકવું બેમાં ફરક હોય છે. વડીલોને એક વહેમ હોય છે કે પોતે કરે અને માને તે મહાન હોય છે. યુવાનો કરે તે હંમેશા ખોટું હોય તેવો વહેમ લઈને પણ કેટલાક વડીલો ફરતા હોય છે. આપણી ઉદાસીના, દુખના ઊંડા મૂળિયા આ કંડીશનિંગમાં છુપાયેલા હોય તો જાણી લેવા સારા..

દુખ અને ઉદાસીને દૂર કરવા ફોર્સ કરવો એને બળ આપવાનું કામ કરતો હોય છે. દુઃખ અને ઉદાસીને પ્રેમ કરવામાં પણ જોખમ છે, પછી જશે જ નહિ. એની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો. આવો પધારો હું ઓળખી ગયો છું તમને, બેસો અને ચા પીને રવાના થઈ જાવ. એટલાં માટે બુદ્ધે પ્રેમ શબ્દ ઉપર ભાર મૂક્યો નથી. બુદ્ધ જન્મ્યા હશે ત્યાં સુધીમાં પ્રેમ શબ્દનો અર્થ બદલાઈ ગયો હશે માટે એમણે પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. આખી દુનિયામાં આજ સુધીમાં બે સૌથી મહાન ડાહ્યાં માણસો ભારતમાં જન્મ્યા ભલે આપણે એમની કદર ના કરી કે એમના ડહાપણનો જોઈએ તેવો લાભ લીધો નહિ. એક હતા બુદ્ધ અને બીજા હતા મહાવીર. મહાવીરે પણ રાગ નહિ વિરાગ નહિ અને ‘વિતરાગ’ શબ્દ આપ્યો. દુઃખ અને ઉદાસી વેધરની જેમ જીવનના એક ભાગ છે. ચોમાસું આવે છે થોડા મહિના રહીને જતું રહે છે. ઉદાસી મનમાં ઉદ્ભવે છે થોડી ક્ષણો ટકે છે અને પછી જતી રહે છે.

ઘણીવાર વાતાવરણ કે સ્થળ બદલાઈ જાય તો મૂડ બદલવામાં મદદરૂપ થઈ જાય તેવું પણ બનતું હોય છે. કોઈ પસંદગીની જગ્યાએ ફરી આવીએ કે કોઈ બગીચામાં લટાર મારી આવવામાં ઉદાસી ગાયબ થઈ જાય. તિબેટન બૌદ્ધિષ્ટ ટીચર Pema Chödrön કહે છે દુઃખ અને ઉદાસીનો આસ્વાદ બધા માટે સરખો જ હોય છે. એવા કોઈ સ્ટ્રગલ કરતા બીજા માનવીને મદદ કરીએ તો સમજાય કે આપણે એકલાં નથી આ જગતમાં જેને દુઃખ અને ઉદાસી પીડા આપી રહી છે. એનું દુઃખ દૂર કરવાના પ્રયત્નોમાં આપણું ક્યારે ગાયબ થઈ જાય ખબર પણ ના પડે.

ઉદાસીના સમયને આનંદ કે હળવી મજાનો સમય પણ બનાવી શકાય. ગમતા મુવી જોઈ શકાય, ચિત્ર દોરી શકાય, ચેસ રમી શકાય, ગમતું સંગીત સાંભળી શકાય, આ સોમવારની ઉદાસી ક્યાંથી ક્યાં ખેંચી ગઈ? હહાહાહાહા

7 thoughts on “સોમવારની સવાર ઉદાસી કે નામ..”

 1. ‘…પ્રેમના બદલે ‘કરુણા’ અને ‘મૈત્રી’ શબ્દ આપ્યો. ‘

  તેના કરતા મુદિતા અને ઉપેક્ષા ની વધુ જરુર છે.સોમવારે જાપાનીસ લોકો કે જેઓ ને રવિવારનો આરામ પણ ગમતો નથી તેઓને સોમવારે આનંદ આનંદ

  Like

 2. સરસ લેખ.

  અમારા સોમવારની સવારે જ વાંચવા મળ્યું. નિવૃત્ત (જેમનાં કોઈ વૃત્ત નથી તે) લોકોને તો આઠેય વાર અલ્લાના હોય છતાં રવિવારે સૌ ભેગાં થાય ને એટલે ઘરડાંઓનો પણ રવિવાર મજાનો હોય.

  Like

 3. tamari mind conditioningni vaat sachi chhe ..evu nathi ke majani palo matr shaniravi vare j aave chhe ..eto vachche pan aave chhe ..pan aapane shaniravi vaare kareli maja ne j maja manie chhie ema somvarno kasho vank nathi hoto …aapane maja ane dukh ne pan ek definition ma bandhi betha chhie etle sukhne dukh manie ane dukhne sukh manie ….koi vaar khub kantalela hoie ane saanje thanda pavanma ek walk laie ekla ke pati/patni sathe …thode door gaya pachhi sadak ne kinare foot path par ke bench par besi fakt duniyane joie jati aavti to pan ek aanand malshe j ..pan e aanand ne shani ke ravivar ni maja jetlo saras kem nathi ganta ???
  mane aa lekh bahu gamyo .. 🙂

  Like

 4. જે ગમતું ના હોય તેવું કામ હોય કે સાવ હિટલરછાપ બોસ હોય તો સોમવારે ઉદાસીનું પ્રમાણ પણ વધી જાય. ચેતન ભગતે કહ્યું હતું કે તેમની જોબમાં એક હિટલરછાપ બોસ હતા. તેમની સાથે કામ કરવું નરકની સજા ભોગવવા બરાબર હતું. મારા એક મિત્ર સેલ્સની એકદમ સ્ટીરિયોટાઇપ જોબ કરતા હતા. તેમને પોતાને ક્રિએટીવ વર્ક કરવું ગમતું હતું પરંતુ તેમની જોબમાં કોઈ ક્રિએટીવીટી હતી નહિ, સ્ટાફ બધો ખડ્ડૂસ રાજકારણીઓને સારો કહેવડાવે તેવો અને ઉપરથી ટાર્ગેટ પ્રેસર. જયારે જયારે સોમવાર હોય ત્યારે સાંજે રડમસ ચહેરે હોય અને કહે કે શી ખબર ગયા જનમમાં શું પાપ કાર્ય હશે તો આવી જોબ કરવી પડે છે. આજ મિત્ર પહેલા જ્યાં જોબ કરતા હતા ત્યાં બોસ પણ વડીલ મિત્ર જેવા, સ્ટાફમાં આત્મીયતા એટલે રવિવારે તેમને ઘરે મઝા ના આવે ઉપરથી સોમવારની રાહ જુવે. જૂની જોબની સેલરીમાં ઘર પૂરું નહોતું થતું એટલે નવી જોબ પકડી. નવી જોબમાં પૈસો હતો એટલે છોડી સકે નહિ અને મનને તે જોબ ગમે નહિ. ઉલ્લાસના વાતાવરણમાંથી રૂટીન લાઈફમાં આવીએ ત્યારે પણ ઉદાસી જેવું લાગે છે એટલે જ જયારે લગ્નપ્રસંગોમાંથી ઘરે આવીએ ત્યારે ઉદાસી ઘેરી વળે છે. જુના મિત્રો, સગાસબંધીઓ વચ્ચે હાહાહીહી કરીને પાછા કામધંધે વળગવાનું આવે મગજ બળવો પોકારી દે. જુના સમયમાં કોઈ લગ્ન પ્રસંગમાંથી કોઈ મરણ જેવા દુખદ પ્રસંગમાં જવાની મનાઈ હતી. હોઈ શકે કે ખુબ ઉલ્લાસના પ્રસંગમાંથી ખુબ ગમગીનીના પ્રસંગમાં જવાનું થાય તો “જગત મિથ્યા” જ લાગવા લાગે અને ડીપ્રેસન સ્ટોક પણ આવી શકે તે વાતને ધ્યાનમાં રાખીને આવી માન્યતા રાખવામાં આવી હોય.

  Like

 5. રવીવાર આઠમે દીવસે આવે.

  મીત્રો ને સગાવહાલા ભેગા કરી ચાયનું ટોપીયું ચડાવે.

  ચા સાકર ને પાણીમાં ભેગા કરી એને ઉકાળે.

  રવીવાર આઠમે દીવસે આવે…..

  ઘણાં કચ્છીઓને સોમવાર ફાવે. કારણ કે એ દીવસે સમાચાર પત્રોમાં મરણ ખબર ન હોય અને બીંદાસ મીંટીંગમાં ભેગા થઈએ,

  Like

 6. U made me remember my first art of living basic course. It was a great experience of ancient vedic wisdom in my life. N the best thing about the course is that it was not just philosophical mind power kind of workshop but with actual, practical and physical way of teaching things.
  The “sudarshan kriya” was something unforgettable experience of my life. though it was an experience I’m unable to share with U in words but for a sake of a curiosity everyone should try it. 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s