Semantic મૅમરી તમે વારસામાં આપી શકો? એક તાજો પૂરાવો

શ્રી જુગલકીશોર વ્યાસ
શ્રી જુગલકીશોર વ્યાસ

‘સ્મૃતિ જનમ પહેલાની’ આવો એક લેખ હમણાં તાજો જ લખીને મૂકેલો છે. મિત્રો હજુ તેને વાગોળતા હશે. અનેક પ્રકારની મૅમરી હોય છે એમાં ત્રણ મુખ્ય પ્રકાર ૧) Episodic memory- ઍપિસૉડિક- પ્રાસંગિક કથાત્મક, કથા ઘટકોવાળું કોઈ ખાસ પ્રસંગની યાદગીરી બ્રેઈનમાં સ્ટોર થઈ જાય તેને પ્રાસંગિક સ્મૃતિ પણ કહી શકાય. દાખલા તરીકે ગઈ સાલ કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોઈએ તે ઇવેન્ટની મધુર યાદોને એપીસોડીક મૅમરી કહી શકાય. ૨) Semantic memory- કોઈ ખાસ પ્રકારની માહિતી જે સત્ય હોય તેને semantic મૅમરી કહેવાય છે. જેમકે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે અને ઓબામાં અમેરિકાના પ્રૅસિડેન્ટ છે. કે ૩૧ પ્રાઈમ નંબર છે. અંતમાં ૩) Procedural memory-કાર્યપ્રણાલિ-કામ કરવાની પદ્ધતિ,કંઈક કરવું, બલ્બ બદલવો કે તરવું કઈ રીતે કે સાઈકલ કઈ રીતે ચલાવવી… procedural memory વારસામાં મળી શકતી હોય છે. હવે semantic મૅમરી તમે વારસામાં આપી શકો કે નહિ? સિમૅન્ટિક એટલે શબ્દોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. કેટલાં જાણીતાં તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો અને ભાષાશાસ્ત્રીઓનું માનવું છે કે સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી. અમુક આવી સ્મૃતિઓ વારસાગત મળતી હોય છે. આનો એક અદ્ભુત પૂરાવો મને બ્લોગ જગતમાં વડીલ મિત્ર જુગલભાઈના લખેલા એક લેખ જે અંગત અનુભવ આધારે છે તેમાં જણાયો.

જુગલકિશોર વ્યાસ પોતે ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે એમનો બ્લોગ નેટ ગુર્જરી પોતે એક શાળા જ છે. એમણે મારો સ્મૃતિ જનમ પહેલાની કદાચિત્ વાંચ્યો હશે. બહુ વ્યસ્ત માણસ છે માટે ના પણ વાંચ્યો હોય. એમણે તે લેખમાં બચપણનાં અનુભવો લખ્યા છે. જુગલકિશોર હજુ સ્કૂલે ગયા નથી. શાળાનું પગથિયું ચડવાને હજુ વાર છે. કોઈ વડીલ સાથે શહેરના રેલવે સ્ટેશને બેઠાં હશે. ત્યાં કોઈ દુકાનનું ચીતરેલું પાટિયું એમને આકર્ષી ગયું. ઘેર આવીને કક્કો બારાખડી શીખ્યા વગરના બાળ જુગલે ‘કમલબિટરખસ’ એવું લખી બતાવેલું. કક્કો શીખ્યા વગરનું એ પહેલું લખાણ કઈ રીતે લખી શક્યા? બ્રેઈનમાં cerebral cortex ની અંદર ન્યુરલ નેટવર્ક તરીકે સ્મૃતિઓનો સંગ્રહ થતો હોય છે. બ્રેઈન ખાસ પ્રકારની પ્રોટીન બનાવતું હોય છે જે ન્યુરોન્સને ભવિષ્યમાં કૉમ્યુનિકેશન માટે કામ લાગે. કશું શીખતી વખતે આ પ્રોટીન બનતા હશે કે કામ કરતા હશે તે વખતે એમાં કોઈ જિનેટિક કોડ તરીકે બધું છપાઈ જતું હશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. એટલે સિમૅન્ટિક મૅમરી જિનેટિક કોડ તરીકે પૂર્વજો દ્વારા વારસામાં મળતી હોવી જોઈએ. આવો જિનેટિક કોડ જુગલભાઈને પિતા દ્વારા જિન્સમાં મળ્યો જ હોય એનું ડીકોડીંગ જુગલભાઈના બ્રેઈને કરી નાખ્યું હશે. અને કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બોર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કોપી પેસ્ટ…

બીજો દાખલો.. એમના પિતાજી સાહિત્યના શોખીન હતા. શાસ્ત્રો બહુ વાંચેલા અને ‘હવેલી સંગીત’નાં જાણકાર હતા. એક તો સંગીતજ્ઞનાં બ્રેઈન બીજા કરતા થોડા મોટા હોય. મેટ્રિક થતા પહેલા જુગલભાઈને લાઇબ્રેરીમાંથી કોઈ સર્જકનું શીખરીણી છંદમાં લખેલું કાવ્ય ખુબ ભાવી ગયું હશે. તેવા જ ભાવવાળું એક કાવ્ય લખીને પિતાશ્રીને બતાવ્યું. તો પિતાશ્રીએ એને વખાણ્યું. જુગલભાઈએ વટભેર કહી દીધું શીખરીણી છંદમાં છે. પિતાશ્રીએ જવાબમાં કહ્યું ખોટી વાત છે. શીખરીણી છંદમાં નથી. ત્યાં બેઠેલા ને એમણે શીખરીણી છંદ વિશેનું જ્ઞાન તત્કાલીન આપ્યું. ફક્ત અડધો કલાકમાં જુગલભાઈ શુદ્ધ શીખરીણીમાં રચના લઈને પિતાશ્રી સમક્ષ હાજર થઇ ગયા. એમનાં પિતાશ્રીએ જો આ જગ્યાએ બેચાર કલાક બગાડીને જો મને શીખરીણી છંદ શીખવ્યો હોત તો પણ હું એ છંદમાં કવિતા રચી શક્યો ના હોત તે હકીકત છે. અહીં સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ થયેલું સ્પષ્ટ દેખાય છે. બધા હોશિયાર કવિતા કેમ લખી શકતા નથી? અને બધા કવિઓ છંદમાં કવિતા કેમ લખી શકતા નથી? હા તમે પૂરતો રસ લઈને મહેનત કરો તો અવશ્ય કવિતા તે પણ છંદમાં લખી શકો. પણ અડધો કલાકમાં શીખરીણી શીખી અને એમાં જ કવિતા રચી નાખવી તે પેલી સિમૅન્ટિક મૅમરીનું ડીકોડીંગ વધુ લાગે છે જે પિતાશ્રી દ્વારા જિન્સમાં મળેલી જ છે. હવે તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની.. સિમૅન્ટિક મૅમરી કાયમ શીખીને પ્રાપ્ત કરી શકાતી નથી તેવું વૈજ્ઞાનિકો કહેતા જ હોય છે.

મારા પિતાશ્રી વકીલ હતા ને વાંચવાના ખૂબ શોખીન હતા પણ સાહિત્ય કરતા ફિલોસોફી બહુ વાંચતા. એ જમાનામાં છોકરાઓના હાથમાં ગુલશનનંદાની વેવલી પ્રેમકથાઓની પોકેટબુક્સ રહેતી ત્યારે મારા હાથમાં સસ્તી પડે માટે ઓશોની કહેલી શબ્દોમાં ઊતારેલી પૉકેટબુક રહેતી. અમારી તો સાત પેઢીમાં કોઈએ કવિતા શું જોડકણા પણ નહિ લખ્યાં હોય. લગભગ મારા દાદાશ્રીની પેઢીથી તલવાર ચલાવવાનું બંધ થયું હશે. બાકી આગળની બધી પેઢીઓ તલવાર ચલાવવાનો મુખ્ય બિઝનેસ કરતી હતી. હહાહાહાહાહાહા!!!

ટૂંકમાં સિમૅન્ટિક મૅમરી વારસામાં મળી શકતી હોય છે તેનો પૂરાવો અહીં જુગલભાઈના દાખલા ઉપરથી મળે છે. આપણા પૂર્વજો બ્રેઈન વિષે ખાસ જાણતા નહોતા તો આવા દાખલાઓ પરથી પુનર્જન્મ વિષે ધારણા બંધી લેતા હોવા જોઈએ. હકીકતમાં આપણી હયાતીમાં જ આપણો પુનર્જન્મ આપણા બાળકો રૂપે થઈ જતો હોય છે.imagesCAQSTKHA

11 thoughts on “Semantic મૅમરી તમે વારસામાં આપી શકો? એક તાજો પૂરાવો”

 1. હંમણા જ નૅટ ગુર્જરી પર પ્રતિભાવ આપ્યો.
  ‘તમે જો રસ લઈ મહેનત કરી છંદમાં કવિતા કરવાનું શીખી જાવ તો શીખતી વખતે જે ન્યુરલ નેટવર્ક બનતું હશે તે સ્મૃતિઓ જિનેટિક કોડ વડે તમારા બાળકમાં જરૂર જવાની…!વાંચી ફરીથી તેમની આજની પોસ્ટ વાંચી
  બહુ ગતાગમ ન પડી…જીનના જાણકાર અમારા ભત્રીજાને પૂછી જોશું
  ATGC ATGC ATGC ATGC ATGC ATGC ATGC ATGC ATGC ATGC ATGC ATGC કરતા ક્યારે ઊકેલ આવે !!!

  Like

  1. બહેન તમે જે વિદ્વત્તા ભર્યા લખાણ લખો છો તેના મુળિયા તમારા માતા પિતામાં હશે જ જરા શોધી જુઓ…

   Like

 2. ગ્રેટ આર્ટિકલ!

  શ્રી જુગલભાઈના બાળપણના અનુભવ તો એમના બ્લોગ પર વાંચ્યા જ. જીનિયસ કહેવાતા લોકો આવા જ હશે.
  આમ છતાં સિમેન્ટિક મેમરી વારસામાં મળે છે એ સાબીત થતું જણાતું નથી.

  એક તો આપણે મગજ વિશે જાણીએ છીએ તે સરેરાશ વ્યક્તિના મગજની વાત છે. દરેક વ્યક્તિના મગજનો વિકાસ આ સરેરાશની આસપાસ હશે. કોઈ એનાથી ઉપર હશે, તો કોઈ નીચે. શ્રી જુગલભાઈ બાળપણમાં જ સરેરાશથી ઉપર હશે. જે આજે પણ એમનામાં દેંખાય છે.

  આ ઉપરાંત, એમની મેમરી ચિત્રાત્મક હોવાનું વધારે શક્ય છે. એટલે એમણે કમલબિટરખસ લખ્યું ત્યારે અક્ષર ન લખ્યા, પણ એમના મગજમાં અંકિત થઈ ગયેલું ચિત્ર બનાવ્યું! અક્ષરો પણ ધ્વનિચિત્રો જ છે! એ ખરેખર ભાષામાં વપરાતાં ચિત્રો છે. એટલે કોઈ પણ ચિત્રની જેમ આ પણ મગજમાં અંકિત થઈ શકે છે.

  તમે આ લેખ દ્વારા રસપ્રદ મુદ્દો ઊભો કર્યો છે. શ્રી જુગલભાઈ પોતે જ કહી શકે કે એમના મનમાં, એટલે કે મગજમાં, ભૂતકાળની ઘટનાઓ કેટલા પ્રમાણમાં ચિત્રાત્મક રૂપે સ્થિર થઈ છે. આપણી સાથે પણ ઘણી વાર એવું બનતું હોય છે. આપણે પણ કહીએ છીએ કે મારી આખ સામે દેખાય છે.

  અહીં હું કહું છું તે પણ માત્ર મારો વિચાર છે. એ પણ સાબીત થયેલું નથી. એટલે હું તો ઇચ્છું છું કે ચર્ચા આગળ ચાલે.

  Like

  1. કમલબિટરખસ જવાદો અડધો કલાકમાં શીખરીણી છંદમાં કવિતા પરફેક્ટ લખવી સીમેન્ટીક મેમરી વારસામાં મળેલી હોય તો જ થાય. મેં દાખલો આપ્યો છે મને આખો દિવસ શીખરીણી શીખવાડ્યો હોત તો પણ ના આવડ્યો હોત. સીમેન્ટીક મેમરી પુરેપુરી નહિ પણ ઘણીબધી વારસામાં મળે છે તેવું માનવું છે.

   Like

   1. શિખરિણી છંદવાળી વાત તમે સારી યાદ અપાવી. એમાં ચિત્રાત્મક જેવું કઈં નથી એ મારા ધ્યાનમાં ન રહ્યું. શીખ્યો તો હું પણ છું. અને આજે પણ યાદ છે કે શિખરિણી એટલે ‘ય મ ન સ ભ લ ગા‘ એ તો મને નવમા ધોરણથી ૧૯૬૪થી ખબર છે, પણ મેં આજ સુધી એક પણ કવિતા નથી લખી! કૂવામાં હોય તો જ અવાડામાં આવે ને! જો કે હજી વધારે ચર્ચાની જરૂર છે. અવો. જુગલભાઈ, હવે તમે જ મેદાનમાં અને ખુલાસા કરો!

    Like

 3. આ ખરેખર પુરાવો છે….

  ‘કમલબિટરખસ’ કક્કો શીખ્યા વગરના બાળ જુગલે પેલાં બોર્ડમાં લખેલો શબ્દ લખી નાખ્યો. લાઇફનું પહેલું કોપી પેસ્ટ…

  Like

 4. રાઓલજીની વાતમાં મને તથ્ય જણાય છે।

  મારા પિતાજીનો સાહિત્ય, ધર્મનો વારસો અને મામાજીનો એન્જીનીયરીંગ, કલાનો વારસો અમારા ત્રણ ભાઈ-બહેનોમાં સાંગોપાંગ ઉતાર્યો છે। વળી, મારા દીકરામાં તો એવો ઉતાર્યો છે કે અમેરિકામાં જન્મ્યા અને 11 વર્ષ ઉછર્યા છતાં આ વર્ષે વડોદરા ભણવાનું શરુ કર્યું તો ગુજરાતી વિષયમાં 100/100 ગુણ લાવ્યો અને હિન્દીમાં લખી/વાચી/કવિતા ગોખી શકવાની ક્ષમતા પ્રગટી। વળી, આ જ ઉંમરથી qbasic માં કમ્પ્યુટરનાં પ્રોગ્રામ લખતો થઇ ગયો છે। વળી, તાર્કિક શક્તિ મારી પત્નીની ઉતરી છે। (અને સ્વભાવ પણ 😉 )

  Like

  1. ચિરાગભાઈ વધુ એક પૂરાવો. બાકી અમેરિકામાં ઉછર્યા પછી સારું ગુજરાતી બોલવાના ફાંફાં પડી જતા હોય છે. તાર્કિક શક્તિ તમારા વાઈફની ઉતરી છે જાણી ખુબ આનંદ થયો. કોઈ ભારતીય મહિલા તર્ક શાસ્ત્રમાં પ્રવીણ હોય તો અજાયબી કહેવાય. મારે એ મંડનમિશ્રનાં ધર્મપત્નીના જિન્સ લઈને જન્મેલાનાં દર્શન કરવા પડશે. અને તમારા ઉપર દયા પણ ઉપજી છે. હહાહાહાહા

   Like

 5. એક રસપ્રદ લેખ પરથી બીજો રસપ્રદ લેખ ! બ્લૉગીંગની આ મજા આજે જાણી. હવે મુદ્દાની વાત. શ્રી.દીપકભાઈ કદાચ અંશતઃ આપની વાત સ્વિકાર્ય ગણે છે, આપનું સંશોધન આગળ વધે એ માટે હું માત્ર મારી વાત કહીશ.

  આપનો આ લેખ વાંચી, વિચારી અને અંગત જીવનટેપ રિવાઇન્ડ મોડમાં ચલાવી જોઈ. હું પણ આપનાં સંશોધનને પ્રાથમિક તબક્કે ધારૂં તોયે એમ જરૂર કહીશ કે “બાતમેં કુછ દમ તો હૈ !” મને ’વાચવાનો કીડો’ ક્યાંથી કરડ્યો હશે એ વિશે એક અવલોકન તો આ લેખના નાયક એવા સ્વયં જુગલકશોરભાઈએ મારી મારા મોટાબાપુના વાચનરસની વાત સાંભળી કરેલું. મારા મોટાબાપુ બે-ત્રણ ચોપડી ભણેલા, પણ કરિયાણાની દૂકાનેથી બંધાઈને આવતા પડીકા માંહ્યલું છાપું કે ચોપડીનું અડધું પડધું પાનું પણ સાચવી રાખે. નવરાશે બેઠા વાંચે. સમજ પડે કે ન પડે, બસ વાચ્યાનો સંતોષ પામે. આ ગુણ મારામાં ઉતર્યાનું (આમ તો મારા સઘળા કુટુંબને આવા મફતીયા વાચનનો શોખ !) અવલોકન જુ.ભાઈએ કરેલું.

  મારી (કે અમારી) મહત્તા દર્શાવવા નથી કહેતો, માત્ર આપનાં સંશોધનમાં કંઈક ઉપયોગી થાય એ આશયે જણાવુ છું, જો કે અમારામાં પણ હજાર અવગુણ ભર્યા પડ્યા છે છતાં પણ, વાત ઈમાનદારી અને ભલમનસાઈની આવે તો, મારી જાણની મારી ચાર પેઢીના વડવાઓની ઈમાનદારી અને ભલમનસાઈ આજે પણ વખણાય છે (ભલે સ્થાનિક ક્ષેત્રે જ !). આ ગુણ (કે હવે જમાના પ્રમાણેનો અવગુણ !) કોઈ બાહ્ય શિક્ષણથી આવતો હોય તો પણ, ઓછામાં ઓછું મને તો, એવું કશું બાહ્ય શિક્ષણ મળ્યાનું યાદ નથી ! ઉલટું બેઈમાની અને બૂરાઈનું જ્ઞાન, શિક્ષણ, શિખામણ વધુ મળ્યા છે, છતાં એને અતિક્રમીને આ ગુણ પણ વારસાગત જ આવ્યાનું હું માનું છું.

  જો કે આ વિષય વધુ ચર્ચા માગે છે એ વાતે હું શ્રી.દીપકભાઈ સાથે સહમત. શ્રી.જુ.ભાઈ પણ આમાં જોડાશે તો આપણને સૌને બે નવી વાતુ જાણવા મળશે. તેઓશ્રીનો આવો અને આટલો અદ્‌ભૂત પરિચય આ પહેલાં ભાગ્યે જ કોઈએ કરાવ્યો હશે. આપને આ માટે શત: શત: ધન્યવાદ.

  Like

  1. શ્રી અશોકભાઈ

   સીમેન્ટીક મેમરી ભાષાને લગતી હોય છે માટે તે પુરેપુરી વારસામાં મળે છે તેવું તો વૈજ્ઞાનિકોનું પણ કહેવું નથી. પણ અંશતઃ જરૂર ઊતરે છે. બીજું એમાં અમુક બાબતો એવી છે કે શીખવે જલદી શીખી ના શકાય. માનો કે અમેરિકન બોર્ન છોકરાઓને ઘરમાં જે ગુજરાતી બોલાતું હોય તે જ આવડે. તે પણ બોલતા ફાંફાં પડતા હોય છે. જ્યારે ચિરાગભાઈનો દીકરો ભારત ભણવા મુક્યો છે તે ગુજરાતીમાં ૧૦૦/૧૦૦ લાવે તેનો શું મતલબ? હવે બીજી પ્રોસીજરલ મેમરી તો વારસામાં આવે જ છે તે હકીકત છે. સર્વાઈવલ માટેની સ્કિલ પ્રોસીજર આપણે વારસામાં જરૂર મેળવીએ છીએ. હવે તમારા દાદા કોઈ ઘોડેસવારના પડી ગયેલા રૂપિયાની થેલી આપવા એમની પાછળ માઈલો દોડેલા તે એક સર્વાઈવલ સ્કિલ થઇ કે મારે મારા જ સમૂહના વ્યક્તિનું ખોટું કરવું નથી. એ જીવશે તો હું જીવીશ. આ સ્કિલ તમારામાં ઊતરે જ અને તે અતિક્રમી જાય બીજી સ્કીલને..બીજી તમારા દાદા કે પડીકા પરનું લખાણ વાંચવામાં રસ ધરાવતા હતા તે સીમેન્ટીક મેમરી થઇ. જુગલભાઈ કદાચ ઈવોલ્યુશનરી સાયકોલોજીમાં માનતા નહિ હોય કે ઉત્ક્રાન્તીવાદમાં માનતા ના પણ હોઈ શકે. એટલે રસ લેતા નહિ હોય. અને એક ખાસ વાત આ તમારા દાદા પેલા ઘોડેસવારની પાછળ રૂપિયા પાછા આપવા દોડ્યા ના હોત તો આજે તમે જરૂર મર્સિડીઝમાં ફરતા હોત. હહાહાહાહાહા પણ પ્રમાણિકતાની સાયકલ વધુ આનંદ આપતી હોય છે.

   Like

 6. માના કે પિતાના ગુણો વારસમાં ઉતરતા નથી કેમકે નહીતો પાબ્લો પીકાસોનો દીકરો કારકુની કરતો ન હોત અને ગાંધીજીનો પુત્ર આડા રસ્તે ગયો ન હોત, મેમરી નું પણ એમ હોય શકે છે.અને પ્રોસીજરલ મેમરી એટલે તમારો ઉછેર જે વાતાવરણમાં થયો હોય તે મુજબ તમારું વિચારવાનું ફંટાય તેમ હોય શકે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s