એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ…

એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ

સ્ત્રીની ઇજ્જત થોડા સેન્ટિમીટરનાં પડદામાં કેમ છુપાઈ ગઈ હશે? ઇજ્જત, આબરૂ કોને કહેવાય? કુંવારી સ્ત્રીની ઇજ્જત ફક્ત એક પડદામાં કેમ સમાઈ ગઈ હશે જે સાવ નાનકડો અને ગમેuntitled ત્યારે તૂટી જાય તેવો હોય છે. મૂળ સવાલ Virginity નો છે. વર્જિન હોવામાં જ ઇજ્જત સમાઈ કઈ રીતે જાય? એકલાં ભારતમાં નહિ આખી દુનિયામાં સ્ત્રી વર્જિન હોય તેવું ઇચ્છાતું હતું. વર્જિન છે તેની ખાતરી મેળવવાનું સાધન પેલો કૌમાર્યપટલ Hymen હોય છે જે લગભગ ૪૩% સ્ત્રીઓમાં જ સાબૂત હોય છે. બેબી ગર્લ જેમ જેમ મોટી થતી જાય તેમ Hymen પાતળો પડતો જાય છે. ઘણી સ્ત્રીઓમાં એની ઇલૅસ્ટિસિટી ખુબ વધુ હોય છે જેથી એકાદ ઇન્ટર્કૉઅર્સમાં તૂટે પણ નહિ. જ્યારે આશરે ૫૭ % સ્ત્રીઓમાં આ નાજુક પડદો એમજ તૂટી જતો હોય છે.

બાઇસિકલ ચલાવવાથી, કસરત કરવાથી, કૂદવાથી કે બીજી રમતગમતો રમવાથી તૂટી જતો હોય છે જે પેલી છોકરીને ખબર પણ હોય નહિ તેવું પણ બની શકે. હ્યુમન ઇવલૂશનમાં સ્ત્રી આખી જ ખુબ કીમતી હોય તો પછી તેની વર્જિનિટિ કેમ કીમતી ના હોય? એટલે હ્યુમન ઇવલૂશન અને સેક્સ્યૂઅલ રીપ્રડક્ટિવ સક્સેસ માટે પણ સ્ત્રી ખુબ કીમતી છે. આ બાબતમાં સ્ત્રીની ઇજ્જત ખરેખર ખુબ છે જેની કદર પુરુષોએ કરવી પડે, એનો આભાર માનવો પડે. પણ પુરુષપ્રધાન સમાજે ઊલટા ચોર કોટવાલ કો ડાટે એવું કરીને આ ઇજ્જત સાચવવાની જવાબદારી સ્ત્રીના માથે નાખી દીધી.

લાભ એમને પોતાને લેવાનો છે અને આ લાભ મળે નહી તો દોષી સ્ત્રીને માનવાનું શરુ કરી દીધું. એમની ભૂલોનો ભોગ પણ સ્ત્રીને બનવાનું અને એમની ભૂલની સજા પણ સ્ત્રીને આપવાની. આતો કોઈ આપણા ઘરમાં ચોરી કરી જાય અને જજ સાહેબ સજા ચોરને બદલે આપણને આપે તેવું છે.
આમ સ્ત્રીની ઇજ્જત સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે છે તો ખરી જ. એના ઇવલૂશનરી કારણોમાં જરા ઊંડાં ઊતરવાની કોશિષ કરીએ. એક અંગ્રેજી ગીતના શબ્દો છે,
“Some guys have all the luck. Some guys have all the pain.”

ધારી લો કે એક સમાજમાં સ્ત્રી અને પુરુષ પચાસ પચાસ ટકા છે અને પૉલીગમી પર કાયદેસર પ્રતિબંધ છે. તો એવું હોવું જોઈએ કે ૫૦ પુરુષ પરણેલા હોવા જોઈએ અને ૫૦ સ્ત્રીઓ પણ પરણેલી હોવી જોઈએ. પણ વાસ્તવમાં એવું હોતું નથી. કદી લગ્ન કર્યા નાં હોય તેવા પુરુષોની સંખ્યા કે ટકાવારી વધુ હોય છે. સ્ત્રીઓની એવી ટકાવારી ઓછી હોય છે. લગ્નવ્યવસ્થા જ્યાં સખત મજબૂત હોય તેવા દેશોની વાત જુદી હશે. પણ અમેરિકામાં એવું જ છે, અહી કુંવારા પુરુષો વધુ હોય છે, કુંવારી સ્ત્રીઓ ઓછી.

રીપ્રડક્ટિવ સક્સેસનો આધાર એક સ્ત્રી કે પુરુષ એના લાઇફ ટાઈમમાં કેટલાં સંતાન પેદા કર્યા તેના પર હોય છે. ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ reproductive success જેમ વધુ તેમ બૅટર ગણાય. તો એવરેજ સંતાન પેદા કરી શકવાની ક્ષમતા સ્ત્રીની કેટલી અને પુરુષની કેટલી? મતલબ સ્ત્રી અને પુરુષની ઍવરિજ reproductive success કેટલી હોઈ શકે? સરખી હોઈ શકે? ધારો કે એક સામાન્ય સ્ત્રી એની લાઇફમાં વધુમાં વધુ કેટલા બાળકો પેદા કરી શકે? આશરે ગણીએ તો સ્ત્રીની લાઇફમાં ૨૫ વર્ષ એવા હોય છે યુવાનીના કે બાળકો પેદા કરી શકે. ૧૫-૪૦ વર્ષનો ગાળો કે ગણો કે થોડો આઘોપાછો ગણો. દર વર્ષે ગર્ભવતી થાય તો વધુમાં વધુ ૨૫ બાળકો થઈ શકે.

ટૂંકમાં સ્ત્રી પાસે બાળકો હોવાની મર્યાદા ૧-૨૫ હોઈ શકે. સ્ત્રી ઇચ્છે અને એને પુરુષ ના મળે તેવું બને નહિ. કોઈ પુરુષ ના પાડે તેવું બને નહિ. સાવ ગાંડી-પાગલ રખડતી ભટકતી સ્ત્રીઓને પણ પુરુષોએ ગર્ભવતી બનાવેલી છે. સામે પુરુષની બાળકો પેદા કરી શકવાની ક્ષમતા કે રેંજ જુઓ. થીઅરી પ્રમાણે  જો એક પુરુષને રોજ નવી નવી એક એક ફળદ્રુપ સ્ત્રી મળે તો વર્ષના ૩૬૫ બાળકો પેદા કરી શકે. તો ૫૦ વર્ષમાં ૧૮૨૫૦ બાળકો પેદા કરી શકે. વાસ્તવમાં આવું બનતું નથી તે વાત જુદી છે. મોરોક્કોના સમ્રાટ Moulay Ismael the Bloodthirsty(૧૬૭૨-૧૭૨૭) ૮૮૮ સંતાનો હોવાનો રિકૉર્ડ ધરાવે છે. કેટલાક ચીનના રાજાઓ એના કરતા પણ વધારે સંતાનો ધરાવતા એવું કહેવાય છે. કડવું સત્ય એવું પણ છે કે અમુક પુરુષોને સ્ત્રી નસીબ હોતી નથી. મૂર્ખાં, કુરૂપ, બીમાર, માયકાંગલા, કમજોર, નિર્ધન, દરિદ્ર એવા પુરુષોને પોતાના સંતાનના બાપ બનાવવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહિ.

આમ પુરુષની રેંજ ૦ થી શરુ થઈને ખુબ હાઈ હોય છે. કેટલાક reproductive jackpot winners હોય છે. આવા માણસ જોડે એવું કયું સાઇકૉલોજીકલ અને ફિઝિકલ adaptations  હશે જેના લીધે તે અસંખ્ય સ્ત્રીઓ પામી શક્યો અને માનવજાતના માનસરોવરમાં એના પેદા કરેલા સૌથી વધુ હંસલા તરતા મૂકી શક્યો? કડવું સત્ય છે કે એવા કેટલાય પુરુષો હોય છે જેમનાં વડે સ્ત્રીઓ કદાપિ ગર્ભવતી બનવાનું ઇચ્છતી નથી.

સ્ત્રી પુરુષની રીપ્રડક્ટિવ સફળતામાં ખુબ વિસંગતિ છે. “reproductive jackpot winners” પુરુષો  સિરિઅલ મેરેજ અને મલ્ટિપલ રિલેશનશીપ દ્વારા અસંખ્ય સ્ત્રીઓ પ્રાપ્ત કરી લેતા હોય છે. પૉલીગમી ભલેને ગેરકાયદે હોય પણ ડિવૉર્સ લઈને વારંવાર મેરેજ કરતા કોણ રોકે છે? આવા પુરુષો સ્ત્રીઓને પોતાના તરફ આકર્ષવા અસફળ રહેતા હોય તેવા પુરુષો માટે કોઈ ચાન્સ રહેવા દેતા નથી.

આમ રીપ્રડક્ટિવ સફળતા બાબતે પુરુષોમાં વિસંગતિ ઊંચા પ્રમાણમાં હોય છે. ક્યારેક ખુબ સફળતા મળે અથવા ચાન્સ જ ના મળે. સ્ત્રીઓ માટે તેવું હોતું નથી. માટે પુરુષો આ બાબતે ખુબ ડેસ્પરેટ હોય છે. અને ખુબ મોટું રિસ્ક લેતા ખચકાતાં નથી. સ્ત્રીઓ માટે જેકપોટનો સવાલ નથી તો અસફળતાનો પણ સવાલ નથી. તો પુરુષોએ જાતજાતના સાઇકલૉજિકલ અને સામાજિક અનુકૂલન સાધ્યા છે. સફળતા માટે જાતજાતના મનોવૈજ્ઞાનિક અને સામાજિક રસ્તાઓ શોધી કાઢ્યા છે.

પહેલું તો મનૉગમી શોધી નાખી. મનૉગમી સામાજિક છે, પૉલીગમી બાયલૉજિકલ છે. લગ્નવ્યવસ્થા શોધી કાઢી, દરેક પુરુષ બાયલૉજિકલી એવું ઇચ્છતો હોય કે મારા જ જેનિસ સૌથી વધુ ફેલાયેલા હોવા જોઈએ બીજાના નહિ. એમાં એવું આવ્યું કે સ્ત્રીએ બીજા પુરુષ જોડે કોઈ પણ ભોગે જવું જોઈએ નહિ. તો એમાં મનોવૈજ્ઞાનિક રસ્તો એવો શોધાયો કે જો આવું થાય તો પાપ કહેવાય, ચારિત્રહીન કહેવાય, વ્યભિચાર કહેવાય. કૌમાર્યપટલ ફક્ત મારાથી જ ભેદાવો જોઈએ. બીજા કોઈએ તોડેલો હોય તો ચારિત્રહીન કહેવાય. પહેલી રાત્રે બ્લડ નાં નીકળે તો લોચો પડી ગયો ક્યાંક જઈ આવી હશે. ચારિત્રહીન નથી તેની સાબિતી જોઈએ.

યુરોપમાં અને ઘણાબધા દેશોમાં લોહીવાળી ચાદર સવારે બધાને ભેગી કરીને બતાવવામાં આવતી હતી.. હજુ લંડનના મ્યુઝિયમમાં ચૅસ્ટિટિ બેલ્ટ જોવા મળશે. પુરુષ બહાર જાય અને ઘણા દિવસો પાછો આવવાનો નાં હોય તો યોનીપ્રદેશ ફરતો બેલ્ટ બાંધી તાળું મારી ચાવી જોડે લઈ જાય. આવા બેલ્ટ મોટાભાગે લોખંડના પણ બનતા. કેટલી બધી તકેદારી???

મર્યા પછી પણ પોતાની સ્ત્રી બીજાના જેનિસ ઉછેરીલે તેવું ના બનવું જોઈએ એમાં સતીત્વનો કૉન્સેપ્ટ આવ્યો. ભારતમાં આજસુધીમાં લાખો સ્ત્રીઓને આગમાં જીવતી હોમી દીધી હશે. ખુદ સ્ત્રીઓના બ્રેનમાં ચારિત્રહીન, વ્યભિચાર, બેવફાઈ, પતિપરમેશ્વર જેવા અનેક શબ્દોનું અર્થઘટન નાનપણથી હાર્ડ વાયરિંગ કરી ભરી દેવાનું જેથી સ્ત્રી પોતેજ એની કાળજી લે.

બળાત્કાર થયેલી છોકરીનો પોતાનો કોઈ વાંક હોતો નથી છતાં સમાજ એના પ્રત્યે નફરતથી કેમ જોતો હોય છે? ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવો ન્યાય થાય છે. સીતાજીનો કોઈ વાંક નહોતો છતાં હવે શ્રી રામની મજબૂરી સમજાય છે ને કેમ અગ્નિપરીક્ષા લીધી હશે? લાકડા સળગાવી પ્રવેશ થોડો કરાવ્યો હશે? એમાં તો કોઈ પણ સળગીને મરી જાય. કડક સળગી જવાય તેવા પ્રશ્નો પૂછ્યા હશે, આશંકાઓ દર્શાવી હશે, કોઈ તજજ્ઞ જોડે શારીરિક પરીક્ષણ કરાવ્યું હશે. કોઈપણ ખુબ પ્રેમ કરતી અને વફાદાર સ્ત્રી માટે આ બધું અગ્નિપરીક્ષા જ કહેવાય.

આમ સ્ત્રી કોઈ પરપુરુષ સામે જુએ તો પણ કુલટા ગણાઈ જાય અને પુરુષ બધે ફરતો ફરે તો કૃષ્ણ કનૈયાલાલ કહી ગર્વ અનુભવે. સેક્સ્યૂઅલ રીપ્રડકશન માટે ખરેખર સ્ત્રી કીમતી છે, ભારે કીમતી છે. કારણ એક તો લિમિટેડ એગ્ઝ લઈને જન્મે છે, એની સંતાન પેદા કરવાની ક્ષમતાની રેંજ પણ લિમિટેડ છે. તો પુરુષોએ એની ઇજ્જત સાચવવાની છે. સ્ત્રીને કશું થાય તો untitled===પુરુષોએ લજ્જિત થવાનું છે. એક સ્ત્રી પર બલાત્કાર થાય તો પુરુષોએ શરમ અનુભવવાની જરૂર છે. એના બદલે પુરુષો સ્ત્રીને લજ્જિત કરે છે.

ઘણાં દેશોમાં ખાસ તો અમુક મુસ્લિમ દેશોમાં એક છોકરી પર બલાત્કાર થાય તો પેલો હરામી તો છૂટી જાય છે પણ પેલી છોકરીને પથ્થર મારી મારીને મારી નાખવામાં આવે છે. એક નાના પડદામાં સ્ત્રીની ઇજ્જત કઈ રીતે સમાઈ જાય? પણ પુરુષોએ સમાવી દીધી છે. સ્ત્રી પોતે પણ એવું માનતી થઈ ગઈ હતી..એટલે કોઈ બળજબરી કરી પેલો પડદો તોડી નાખે તો રડી ઊઠતી કે ‘ માં ઉસને મેરી ઇજ્જત લૂંટ લી’…

યુરોપના કોઈ ગામમાં એક ભાઈને દસેક દિવસ માટે બહારગામ જવાનું હશે. એણે એની પત્નીના બિકીની એરિઅમાં ચૅસ્ટિટિ બેલ્ટ બાંધ્યો તાળું માર્યું અને ચાવી એના ખાસ મિત્રને આપી કહ્યું કે ભાઈ હું દસેક દિવસ માટે બહારગામ જાઉં છું. કોઈ ઇમર્જન્સીમાં બેલ્ટ ખોલવો પડે તો તને ચાવી આપી રાખું છું. મને તારા પર વિશ્વાસ છે. આટલું કહી તેણે ઘોડો મારી મૂક્યો. એકાદ કલાક પછી એણે જોયું કે કોઈ બીજો ઘોડેસવાર માર માર કરતો એની પાછળ આવી રહ્યો છે. તે થોભી ગયો. પેલો પાછળ આવતો ઘોડેસવાર એનો ખાસ મિત્ર જ હતો જેને તે ચાવી આપીને આવેલો. એને નવાઈ લાગી કે આ કેમ પાછળ આવ્યો હશે? નજીક આવતા જ પેલાં પાછળ આવનાર મિત્રે બૂમ પાડી કહ્યું અરે તે તો ખોટી ચાવી આપી છે…

15 thoughts on “એક પાતળો પડદો કૌમાર્યપટલ Hymen ઇજ્જતનો સવાલ…”

 1. Personally, I never believed in such concepts of marriage/sex related idea of faith. Humans have hunger, thirst. Similarly, sex is also a hunger/thirst. People do not see any harm in drinking/eating at somebody else’s place. Then, why do they worry about doing sex with someone else other than socially considered life partner? Now, I know the answer. Thank you Bhupendrabhai.

  Like

 2. બાપુ મારા એક અભણ મિત્રએ લગ્નના બીજા દિવસે મિત્ર મંડળ વચ્ચે વટથી કહેલું મારી પત્ની સાવ શીલપેક છે હહાહાહાહા કેટલી જડ અને પુરુષ પ્રધાન વિચારધારા ?…કુંવારપટલનું ભેદાવું લોહી નીકળવું જ જોઈએ એવી ખોટી માન્યતાઓ હજુ પણ ફેલાયેલી જ છે, એક આડ વાત કરી દઉં સ્ત્રીના માસિક સ્ત્રાવ વિષે પણ હજુ સભ્ય અને શિક્ષિતોમાં ગેર માન્યતાઓ ફેલાયેલી છે માસિક પિરીયડ દરમ્યાન દીવાબત્તી ના કરવા રસોઈ ના કરવી વગેરે વગેરે… જ્યારે બાળકી પહેલી વાર પિરીયડમા બેસે ત્યારે ખુબ મુંજાયેલી હોય ઉપરથી અવા જડ નિયમોનો પહેલી વાર અમલ કરવો ખુબ અઘરો

  Like

 3. મુ. જુગલભાઈની ઝુંબેશના અનુસંધાને કરેકશન – ‘કુમારીપટલ’
  (રેફરન્સ http://www.gujaratilexicon.com/)
  પુરકમાહીતિમાં – http://www.unmarried.org/single-women-in-india.html
  લીન્ક અને વેબસાઈટ વીઝીટ કરવા જેવી ખરી. સીંગલ્સના કારણો જાણવા મળશે.

  Like

 4. શબ્દ, ’કૌમાર્યપટલ’ પણ સાચો જ છે. કુમારીપટલ પણ સાચો, અને ત્રીજો છે; કુમારીચ્છદ.
  * કૌમાર્યપટલ = http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%95%E0%AB%8C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AA%9F%E0%AA%B2*/

  * કુમારીપટલ = http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AA%E0%AA%9F%E0%AA%B2*/

  * કુમારીચ્છદ = http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%A6*/

  Like

 5. ખૂબ જ અભ્યાસી વિચારવંત લેખ..એક ડગલું આગળ જેવું છે આપનું વિચાર મંથન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. થેન્ક્સ રમેશ પારેખ સોરી પટેલ…ભાઈ તમારી કવિતા ફેસબુક પર મુકેલી તો ધૂમ મચાવી ગઈ પણ ઘણા લોકોને સમજાઈ નહિ.. હહાહાહા પછી એ ગુજરાતી કવિતા ગુજરાતીમાં સમજાવવી પડી.

   Like

 6. આમ બહુ પેચીદી ગણાતી, પણ અસલમાં જે સાવ સ્પષ્ટ છે એ વાતને સીધી ને સાદી રીતે કહી દેવા બદલ અભિનંદન.

  Like

 7. યુરોપના કોઈ ગામમાં એક ભાઈને દસેક દિવસ માટે બહારગામ જવાનું હશે. એણે એની પત્નીના બિકીની એરિઅમાં ચૅસ્ટિટિ બેલ્ટ બાંધ્યો તાળું માર્યું અને ચાવી એના ખાસ મિત્રને આપી કહ્યું કે ભાઈ હું દસેક દિવસ માટે બહારગામ જાઉં છું. કોઈ ઇમર્જન્સીમાં બેલ્ટ ખોલવો પડે તો તને ચાવી આપી રાખું છું. મને તારા પર વિશ્વાસ છે. આટલું કહી તેણે ઘોડો મારી મૂક્યો. એકાદ કલાક પછી એણે જોયું કે કોઈ બીજો ઘોડેસવાર માર માર કરતો એની પાછળ આવી રહ્યો છે. તે થોભી ગયો. પેલો પાછળ આવતો ઘોડેસવાર એનો ખાસ મિત્ર જ હતો જેને તે ચાવી આપીને આવેલો. એને નવાઈ લાગી કે આ કેમ પાછળ આવ્યો હશે? નજીક આવતા જ પેલાં પાછળ આવનાર મિત્રે બૂમ પાડી કહ્યું અરે તે તો ખોટી ચાવી આપી છે………..
  dearest BAPU…zabarjast TWIST!!!!!!!??????!!!
  akho lekh sunder ne vishleshaan poorvak no ….maza avi gayi…
  gbu jsk jmj jj
  dadu…

  Like

 8. યુરોપમાં અને ઘણાબધા દેશોમાં લોહીવાળી ચાદર સવારે બધાને ભેગી કરીને બતાવવામાં આવતી હતી..
  ઈજ્જત-આબરુ સાચવવા કેટલીક વાર બકરાના લોહીથી ચાદરને લાલ કરીને ઝરુખામાંથી પ્રદર્શીત કરાતી.

  Like

 9. This is right,

  મૂર્ખાં, કુરૂપ, બીમાર, માયકાંગલા, કમજોર, નિર્ધન, દરિદ્ર એવા પુરુષોને પોતાના સંતાનના બાપ બનાવવા કોઈ સ્ત્રી તૈયાર થાય નહિ.

  Like

 10. સમાજદર્શન…..શરમદર્શન…..શક્તિદર્શન……શરિરદર્શન……માનસદર્શન…..ઇવોલ્યુશનદર્શન…..
  જંગલોમાં કે રેતીના રણમાં ટોળીમાં રહતા લોકોની સ્ત્રી પુરુષના સંબઘોની વાતો તદન જુદી…અવાઇલેબીલીટી…..સમજીને જીવન જીવવું…..વિરજીનીયા વુલ્ફ પણ બને…..મુસ્લીમ રાજાઓ માટે કહેવાય છે કે હારેમમાં સ્ત્રીઓની સાચવણી માટે નપુસંકો કે વ્યંઘળોની નિમણુક થતી…સાચવણીનો પ્રશ્ન……

  Like

Leave a Reply to અશોક મોઢવાડીયા Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s