અવતાર

imagesCAJDO3OFઅવતાર

આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. અવતારવાદની ધારણાએ લોકો રાહ જોતા હોય છે કે ભગવાન અવતરશે અને બધું સારું થઈ જશે. ખાલી ભારતમાં જ કેમ અવતારો અવતરે? બીજા દેશોમાં કે બીજા ધર્મોમાં કેમ નહિ? અને જિસસ કે મોહમદ ને અવતાર માનો તો ફક્ત એક એક જ કેમ? બીજા ક્યાં છુપાઈ ગયા? શું તે લોકો ભગવાનના અળખામણા છે? ખાલી ભારત જ પુણ્યભુમી છે?

મૂળ તો અવતારો ઉપરથી અવતરે તે ધારણા જ ગલત છે. અવતારોની ધારણા રૂપક છે. રૂપકને સાચા માની લેવા મૂર્ખતા છે. પ્રાચીન મનીષીઓ પાસે વાર્તાઓ કહેવાની કળા હતી. આપણે સ્ટોરી ટેલીંગ ચિમ્પાન્ઝી છીએ. વાર્તાઓ કહીને બાળકોને સમજણ આપવાની આપણી કળા છે. મને એમાં ઈવોલ્યુશન દેખાય છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. પહેલો અવતાર મત્સ્ય અવતાર, તો પહેલો વ્યવસ્થિત સજીવ માછલી છે. પછી કૂર્મ અવતાર થયો તે માછલી કરતા વધુ વિકસેલો સજીવ છે. જમીન ઉપર પણ ફરી શકે છે અને પાણીમાં પણ ફરી શકે છે. માછલી જમીન ઉપર ફરી શકતી નથી તો કૂર્મ એટલે કાચબાને અવતારી મતલબ વિશિષ્ટ ગણવો જ રહ્યો. પછી વરાહ અવતાર આવ્યો. ધરતીને ખોદી નાખતું મેમલ પ્રાણી. કથા પણ એવી જ છે ધરતીને એના દંત ઉપર ધરીને રાક્ષસનાં પંજામાંથી છોડાવી લાવ્યું. પછી આવ્યો નૃસિંહ અડધો પશુ અડધો માનવી. ૩૦ લાખ વર્ષ જુનું લ્યુસી નામ આપેલું ફોસિલ મળ્યું છે જે અડધું પશુ અને અડધું માનવી બેપગે ચાલતું હશે તેવું છે..

પછી વામન અવતાર આવ્યો. ઇન્ડોનેશિયામાંથી એક બાળકનું ફોસિલ મળ્યું હતું. વૈજ્ઞાનિકોને એમ કે કોઈ બાળકનું હશે પણ પરીક્ષણ પછી જાણવા મળ્યું કે પુખ્ત ઉંમરની સ્ત્રીનું હતું. પૃથ્વી પર એક આવી માનવોની જાત વિકસેલી હતી જે કદમાં સાવ નાની હતી. કાળક્રમે એનો સંપૂર્ણ વિનાશ થઈ ગયો. એવું પણ બને કે પહેલા આખા ભારતમાં અનાર્યોનું રાજ હતું. આર્યો બહારથી આવ્યા અને એમના કોઈ બટકા મહાપુરુષે અનાર્યોને ખદેડી મૂક્યા હોય દક્ષિણ ભારત બાજુ એને વામન અવતાર ગણતાં હોય. આજે પણ બલિરાજાની પૂજા દક્ષિણ ભારતમાં થાય જ છે. વામન અવતાર સાથે મહામાનવોને અવતાર માનવાનું શરુ થયું. પછી આવ્યા પરશુરામ. પરશુરામે કયા દિવ્ય કાર્યો કર્યા હતા? ક્ષત્રિયાણીઓના ગર્ભ ચીરીને ગર્ભસ્થ બાળકોની હત્યા કરનાર કઈ રીતે દિવ્ય કહેવાય? સોચો જરા? એક ક્ષત્રિયનાં પાપે સમસ્ત ક્ષત્રિયોની હત્યા? તે પણ એકવીસ વખત? ક્ષત્રિયોના લોહી વડે પાંચ પાંચ તળાવ ભરેલા. અતિશયોક્તિ હશે પણ આમાં કોઈ અવતારી કાર્ય જણાતું નથી. હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિટલર, સ્ટાલિન, માઓ બધાએ વખતોવખત જેનોસાઈડ કરેલા જ છે. દિવ્યતાની વાતો છોડો પરશુરામ આજે પણ આપણી અંદર વસેલા ચિરંજીવ જ છે.

પછી આવ્યા રામ. એમની કથા એટલી બધી કહેવાઈ ગઈ છે કે હવે રસકસ હીન થઈ ગઈ છે. લોકો અજાગ્રત પણે એમની કથા હજારો વર્ષથી સાંભળે જ જાય છે. એમની કથા કુશળ વક્તાઓને સામે મૂર્ખ શ્રોતાઓના ટોળા મળી રહેવાથી પેટ ભરવાનું મુખ્ય સાધન બની ચૂક્યું છે. શ્રી. વર્ષા અડાલજા સંદેશમાં ચંદરવો નામની થાંભલી લખે છે, એમાં ઘણીવાર પ્રશ્ન પૂછી ચૂક્યા છે કે ભારતમાં સ્ત્રીઓની અગ્નિપરીક્ષા ક્યારે બંધ થશે? હું મજાકમાં કહેતો હોઉં છું કે જ્યાં સુધી કથાકારો રામાયણ વાંચતા રહેશે ત્યાં સુધી બંધ નહિ થાય.. હહાહાહાહા

પછી આવ્યા શ્રી.કૃષ્ણ એક મહાન ઐતિહાસિક યોદ્ધા. હા! તો મિત્રો, આપણે સૌ ભારતીયો કૃષ્ણને અવતારીપુરુષ ગણીએ છીએ….હું તો નથી સમજતો…કૃષ્ણને અવતારી સમજીને એની મહત્તાનું અવમૂલ્યન કરીએ છીએ. કૃષ્ણ એક માનવ હતા , મહામાનવ હતા, એક રાજા હતા, સર્વાઈવલનાં યુદ્ધના એક વીર યોદ્ધા હતા. એક ભગવાન અગણિત પરાક્રમો કરે એમાં શું નવાઈ? એ તો કરવાનો જ છે. એક માનવ અગણિત પરાક્રમો કરે તો એની મહત્તા સમજાય લોકોને પ્રેરણા મળે કે આપણે પણ આમ કરી શકીએ તેમ છીએ. રાજાઓને ભગવાન માનવાની આ દેશમાં પ્રથા છે. ગીતા કૃષ્ણનો મહાન સંદેશ ગણો કે વ્યાસજીએ કૃષ્ણના મુખે સર્વે ઉપનિષદનો સાર મૂકી દીધો પણ આ “સંભવામિ યુગે યુગે” મૂકીને બધા ઉપર પાણી ફેરવી નાખ્યું.. “પરિત્રાણાય સાધૂનામ, વિનાશાયચદુષ્ક્રુતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે” નિત્ય ગાનારી પ્રજા કદી ક્રાંતિ કરી શકે નહિ…ભગવાન આવશે બધું કરશે આપણે શું???

ધીમે ધીમે ભગવાન કે અવતાર પણ સુસંસ્કૃત થતા જતા હોય તેવું લાગે છે. એમાં પણ ઈવોલ્યુશન થતું લાગે છે. પરશુરામ જેટલા રામ અને કૃષ્ણ ક્રૂર નહોતા. માનવીય સંવેદનાઓથી ભરેલાં હતા. કૃષ્ણ પછી બધું ઠપ્પ થઈ ગયું. કલ્કી ભવિષ્યની કલ્પના હતી. ભૂતકાળની કલ્પનાઓમાં ક્યાંક કૃષ્ણ ઐતિહાસિક હતા તેવા પુરાવા મળે છે. બુદ્ધને હિંદુ ધર્મની ધારામાં અવતાર માનવા તે બહુ મોટો દંભ છે. કૃષ્ણ સુધીના તમામ અવતારો યુદ્ધખોર હતા. બુદ્ધ તો અહિંસક હતા. બુદ્ધ પોતાને હિંદુ માનતા હતા ખરા? બુદ્ધે ઈશ્વરનો ઇનકાર કર્યો. અલગ ધર્મ સ્થાપ્યો. હિંદુ રાજા પુષ્યમિત્ર શૃંગે એક એક બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરના ઇનામ જાહેર કરેલા. બૌદ્ધ ધર્મને હિન્દુઓએ બહાર ખદેડી મૂક્યો અને હિંદુઓ હવે બુદ્ધને અવતાર ગણે તો નર્યો દંભ જ કહેવાય.

ઘેટાઓ માટે એમના ભરવાડ હમેશાં અવતાર જ હોય છે.

8 thoughts on “અવતાર”

  1. એક્વીસ વખત પ્રુથ્વી નિ:ક્ષત્રિય કરી એ જરા વધારે પડતુ છે,,અયોગ્ય છે,,, આપે કહ્યુ તેમ આ રૂપકો કદાચ આપડે સમજી નથી શકતા,,,માટે આવી પરીસ્થીતી સર્જાય છે,,,એકવીસ વખત પ્રુથ્વી નિ:ક્ષત્રિય કરી એટ્લે કે એકવીસ રાજાઓને તેમણે માર્યા,,તે વખતના એક્વીસે એકવીસ ભોગવાદી થઈ ગયેલા રાજાઓને પરશુરામે કંઠસ્નાન આપ્યુ,,જેમના રાજ્ય મા દૈવી વાડ્મય અને ભારતીય સંશ્ક્રુતી ની ઉપેક્ષા થતી હતી આ રાજાઓ ભારતીય સંશ્ક્રુતીના બંધારણ મુજબ રાજ્ય ન કરતા ભોગવાદી અને આસુરી વિચારો નો ફેલાઓ કરતા,,તેમણે દૈવી જીવન ખલાસ કરી નાખેલુ,,વેદો ભણાવવા બંધ કરેલા વૈદિક વાડમયની ઉપેક્ષા કરેલી, આવા સત્તાના નશામા ઉન્મત્ત થયેલા એકવીસ રાજાઓને તેમણે કંઠસ્નાન આપ્યુ. આ રાજાઓમા અંગ,,બંગ,,કલીંગ વગેરે દેશોના રાજાઓ હતા,,સત્તા અને સપત્તિથી દુનીયાને લુટવાવાળા રાજાઓના ના નામ શા માટે બોલવાના?? તેમણે એકવીસ વખત પ્રુથવી નિ:ક્ષત્રિય કરી એવુ કઈ જ નથી,,,છેવટે એકાદ બે પ્રષ્નો ઉભા થશે કે એક ગાય ચોરાઈ જવાથી પરશુરામે આટલા બધા ક્ષત્રિયોનો સંહાર શા માટે કર્યો????શુ પરશુરામ એક ગાયને કારણે આખા ક્ષત્રિય્ કુળ નો સંહાર કરવા જેટલા અવિવેકી હતા???? અને એક ગાયની શુ એટલી મહ્ત્તા હતી કે એને લીધે સમસ્ત ભારતમા વર્ણ્યુધ્ધ થાય???અને બીજો સવાલ કદાચ એ ઉભો થશે કે ભિક્ષુક બ્રાહમણની ગાય રાજાએ ચોરવાનુ કારણ શુ????એક બ્રાહમણ ચિડાઈ લડવા ઉભો થાય અને આખી ક્ષત્રિય સત્તાને ઉડાવી નાખે તે શુ શક્ય છે???સત્ય હકીકત શુ છે???ક્ષત્રિયો પાસે ગાયો ન હતી કે એક બ્રાહમણની ગાયો ચોરવા ગયા????

    આ બધુ સંકેતાત્મક લખાણ છે,,,જે કાળમા પરશુરામ થઈ ગયા તે કાળથી લોકો અજ્ઞાત છે તેથી પરશુરામકાળની સ્થીતી તેઓના ધ્યાન મા આવતી નથી..

    પરશુરામ કાળની બ્રાહમણસત્તાને ક્ષત્રિયોએ સત્તા અને સંપત્તીના જોરથી નબળી પાડવા માંડી,,,એટલુ જ નહી તેની મશ્કરીઓ કરવાની શરુઆત કરી,,,અને બ્રાહમણ ની ગણતરી વિદુષક મા કરવા લાગ્યા,,, તેને હાસી પાત્ર વ્યક્તી બનાવવા લાગ્યા,,,સત્તા અને સંપત્તીવાળાને કાન પકડીને બે શબ્દો સમજાવાની હિંમત ફક્ત બ્રાહમણો પાસે જ રહી શકે છે,, મને પૈસા નહિ મળે તો ચાલશે,,અડધો રોટલો ખાઈને જીવિશ,,,,મને તારી જરૂર નથી,, આટલી મિજાજ થી લાત મારી ખુમારીથી રહેવાની હિંમત બ્રાહમણ લોહીમા હતી,, તે કાળના બ્રાહમણલોહીમા આવી રીતની હિંમત હોવાથી એ બ્રાહમણો તેમની આંખો મા આવી ગયા,,,એ બ્રાહમ્ણો એમને સહન થયા નહી,,,સત્તા અને સંપત્તીવાળા ક્ષત્રિયોએ બ્રાહ્મણોને તોડી પાડવાની,, હલકા કરવાની તેમને ઉતારી પાડવાની શ્રુઆત કરી,,,તે બે વર્ગ વચ્ચે લડાઈ શરુ થઈ,,…
    એકવીસ ક્ષત્રિય મહાસત્તાઓ નો તેમણે વિનાશ કર્યો,, પણ તે સત્તા જો સાવ મરી જશે
    તો રાક્ષસો વધશે,,,અને સંશ્ક્રુતી મરી જસે,,અને ત્યારબાદ પરશુરામે પોતે જ સમજાવ્યુ કે ક્ષત્રીયો પાસે શક્તિ છે અને બ્રાહમ્ણ પાસે વિદ્યા,, આ બન્ને નો સુમેળ કરી પછીથી બ્રાહમણ અને ક્ષત્રિયો ખભે -ખભા મિલાવીને મહા-પ્રચંડ કાર્ય કર્યુ છે,, તેઓની ભુલ તેઓને સમજાઈ હતી,,,………….અજ્ઞાત

    Like

  2. વાહ વાહ !!!!

    પરશુરામ આજે પણ આપણી અંદર વસેલા છે….

    હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિટલર, સ્ટાલિન, માઓ બધાએ વખતોવખત જેનોસાઈડ કરેલા જ છે…

    Like

  3. awesome…તમારા તર્ક ખરેખર 100% ગળે ઉતરી જાય એવા છે …. તમારી સાથે સંપૂર્ણ સહમત .

    Like

  4. સરસ લેખ… પરંતુ કડવાં સત્યને પચાવવાં અને સમજવાં વાળા કેટલાં?… એક વાત યાદ આવે છે એક માતા પોતાના પૂત્રને કહે છે દિકરા બાજુમાં રામકથા સાંભળવાં જાઉં છું, દિકરાએ પ્રશ્ન કર્યો મા રામના પત્ની કોણ હતાં? માતા: સીતાજી પૂત્રએ બીજો પ્રશ્ન કર્યો સીતાજીના પિતા કોણ હતાં? માતાજીએ ફટ જવાબ આપ્યો દશરથ… પૂત્રે કહ્યું માતા તમે તો રામકથા વિષે બધું જાણો જ છો પછી વારંવાર સાંભળવાંનો શું અર્થ? માતા કહે દિકરા એ બહાને કાન પવિત્ર થાય… લો આમાં ક્યાં તર્ક આવ્યો?… બાપુ ખોટા હેરાણ ન થાવ… નઘરોળ પ્રજામાં ખોટી ધાર્મિક્તા રુવે રુવે ફેલાયેલી છે એમ કાંઇ ક્રાંતિ બ્રાંતિ થાય નહિ હહાહાહા

    Like

    1. સીતા ના પિતા નું નામ દાસરશ નોતું જનક હતું પેલા જાણો પછી ક્રાંતિ ની વાત કરો

      Liked by 1 person

Leave a comment