નવા વર્ષે પ્રાચીન પાઠ

untitled=વૃદ્ધાવસ્થા બહુ વસમી બની જતી હોય છે જો એકલાં રહેવાનું આવે તો. પશ્ચિમના સમાજમાં આ સામાન્ય થઇ પડ્યું છે. ભારતમાં પણ હવે વૃદ્ધાશ્રમો નવાઈની વાત રહી નથી. દર બેમાંથી એક અમેરિકન વૃદ્ધ એકલતાની ભાવના વડે પીડાતો હોય છે. જાપાનમાં એકલાં મૃત્યુ પામેલા(kodokushi) વૃદ્ધોના દેહ દિવસો, અઠવાડિયા કે મહિના સુધી કોઈના ધ્યાનમાં આવતા નથી, અને નવાઈની વાત એ છે કે આવું જાપાનના ગામડાઓ કરતા શહેરોમાં વધુ બને છે જ્યાં હમેશાં પુષ્કળ ભીડ હોય છે. જેમ જેમ આપણે વૃદ્ધ થતા જઈએ તેમ આજુબાજુથી લોકો દુર થતાં જતા હોય તેમ લાગતું હોય છે. વૃદ્ધો માટે ડિપ્રેશન મોટો સીરીયસ પ્રશ્ન છે. સામાજિક વેગળાપણું અને એકલતા આપણા પૂર્વજો માટે અસંભવ હતું. હવે પૂર્વજો કહું એટલે ફક્ત રામાયણ-મહાભારતના પૌરાણિક કાળના પૂર્વજો માની લેવા નહિ. આ બધાં ૫-૧૦ હજાર વર્ષ કરતા જુના નથી. દસ-૧૫ હજાર વર્ષ પહેલા દુનિયાના બધા માનવ સમાજો હંટર-ગેધરર હતા. હવે હંટર-ગેધરર કહું એટલે ફિલ્મોમાં જોએલા અને કથાઓમાં વર્ણવેલા ભયાનક, બિહામણા માણસખાઉં જંગલી માનવસમાજ માની લેવા નહિ. હવે ચારપાંચ આંગળીને વેંઢે ગણાય તેટલાં જ હંટર-ગેધરર સમાજ બચ્યા છે અને તે પણ સાવ એકાંતમાં. આ લોકો ફક્ત પેટ ભરવા પૂરતાં શિકાર કરે છે. જે જંગલી સમાજો હિંસક છે તે પેલાં હંટર-ગેધરર કરતા થોડા સુસંસ્કૃત અને ખેતી કરતાં સમાજ છે, અને જમીન વગેરેની માલિકી અને ખેત ઉત્પાદન માટે લડતા સમાજ છે. હંટર-ગેધરર દુનિયાના સૌથી ઓછી સામાજિક, શારીરિક અને માનસિક હિંસા કરનારા સમાજો છે. જમીન માલિકીની ભાવના આવી અને માનવ સમાજો હિંસક બનતા ગયા.

જંગલમાં પ્રાણીઓ વચ્ચે સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં રહેવાના કારણે સ્વાભાવિક આ લોકોનું આયુષ્ય ઓછું હોય છે પણ અભ્યાસ મુજબ ઘણાં ૭૦-૮૦ વર્ષ પણ જીવી જતા હોય છે. Hadza હંટર-ગેધરર સમાજમાં kodokushi શક્ય જ નથી. આ સમાજનો અભ્યાસ જણાવે છે તે પ્રમાણે, આ લોકોના સામાજિક તાણાવાણા એકબીજા સાથે જબરદસ્ત ગૂંથાયેલા હોય છે. પ્રાઇવસી જેવો શબ્દ આ લોકોની ડિક્શનેરીમાં ભાગ્યેજ જોવા મળતો હોય છે. શિકાર કરવા પણ સમૂહમાં જતા હોય છે. સ્ત્રીઓ ફળફળાદિ ભેગાં કરવા સમૂહમાં ફરતી હોય છે. ખાવાનું બનાવવાનું પણ સમૂહમાં જ થતું હોય છે. પુરુષો શિકારે ના જાય તે દિવસે આખો દિવસ ભેગાં બેસી રમતા બાળકોનું ધ્યાન રાખતા હોય છે. રાત્રે નાચવાનું ગાવાનું અને સુવાનું પણ લગભગ એકબીજાની નજીકમાં. કોઈ તકલીફ થાય તો બાયાલોજીકલ સંબંધ હોય તેવા ભાઈ કે પિતાને બૂમ પાડવાની જરૂર જ નહિ. બધા એકબીજાની એક કુટુંબ હોય તેમ કાળજી રાખે. ખાવાનું પણ સરખાં ભાગે વહેંચાય. વૃદ્ધ હોય તેને જરૂર કરતા વધુ કેલેરીવાળો ખોરાક અપાય. સ્ત્રીઓ પુરુષો બહાર ગયા હોય તો બાળકોનું ધ્યાન વૃદ્ધો કૅમ્પમાં રહીને રાખે. નિર્ણયો સામૂહિક લેવાય અને વૃદ્ધોનો અવાજ પહેલો સાંભળવામાં આવે.

We didn’t evolve to be islands.

આપણે સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. સર્વાઈવલ અને રીપ્રોડકશન માટે સમૂહમાં રહેવું જ બહેતર હતું. લગભગ બધા જ મેમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. સમૂહમાં રહેવાથી ભૂખે મરવામાંથી પણ બચી જવાય અને પ્રીડેટરથી પણ બચી જવાય. એકલાં રહેવાનું નક્કી કરો એટલે લાંબું જીવાય નહિ અને વારસો પણ વધુ પેદા કરી શકો નહિ. ટૂંકમાં આપણે ટાપુ બનીને જીવવા ઉત્ક્રાંતિ પામેલા નથી. અને એટલે જ જ્યારે આપણે એકલાં પડીએ ત્યારે એકાંત ખાવા ભાસતું હોય તેમ લાગે છે, અને એક ઉદાસીનતા છવાઈ જાય છે. This is evolution’s safeguard against social isolation. આમ એકાંત અને ડિપ્રેશન એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

હજુ આપણા ગામડાઓમાં આ હંટર-ગેધરર જીવવાની પ્રથા સચવાયેલી છે. ચાર ભાઈઓના નવા ચાર ઘર બનાવ્યા હોય પણ તે લાઇનબંધ હોય અને ચારે ઘરની પરસાળ તો લાંબી એક જ હોય. પ્રાઇવસી અને સમૂહમાં રહેવાનું બધું સચવાઈ જાય. નવરાં પડે સાંજે બધા ભેગાં બેસી મજાના ગામગપાટા મારે.

So as we ring in this New Year, let us borrow from past practices and devote some of our time to be with those most vulnerable. imagesCAU75MM6

5 thoughts on “નવા વર્ષે પ્રાચીન પાઠ”

  1. જેમ ઉંમર વધે તેમ પોતાનાથી નાની ઉંમર નાં મિત્રો બનાવવા જોઇયે. જો આવું થશે તો કદાચ kodokush નહી થાય.

    Like

  2. Bhupendrasinh – આર્થિક કે ધન-પોષણની નિર્ભરતાને કારણે મનુષ્ય જાતી સમૂહમાં રહેતી … હવે આર્થીક સ્વાતંત્ર્ય અને દુર વિદેશ કે પ્રદેશમાં વ્યવસાયિક ઉત્તમ તકનાં કારણે આ સંયુક્ત-કુટુંબનું વિભાજન થઇ અને નાનો ફક્ત પતિ-પત્ની-બાળકનો સમૂહ અસ્તિત્વ માં આવ્યો અને તે પણ હવે 12માં ધોરણ પછી બાળક-ને યોગ્ય શિક્ષણની જરૂરતને લીધે વિચ્છેદ પામવા લાગ્યો છે ત્યારે … આ તરફ સંતાન અને બીજી તરફ માતા-પિતા ચિંતાનાં કારણે સતત માનસિક તાણ અનુભવે છે … સંયુક્ત કુટુંબ માંથી વિભાજિત થઇને ન્યુકલીયર-કુટુંબ બન્યા અને હવે તે ન્યુકલીયર-કુટુંબ પણ વિભાજ્ત થઇ માનસિક-શારીરિક કથળેલી પરિસ્થિતિમાં એક જલદ-જિંદગી જીવી રહ્યા છે … પણ તેનો કોઈ ઉપાય ખરો? … કે પછી એમ વિચારો કે – “પક્ષી પણ પોતાના બચ્ચાને પંખો આવતા ઉડતા જોઈ અને બીજે માળો બનાવતા જોઇને ખુશ થાય છે … યુવાન સિંહને પોતાનું સામ્રાજ્ય તો જમાવવું-જ રહ્યું … વગેર-વગેર માની-સમજીને આપણે ક્યાંક સસ્તન-પ્રાણીઓ-ની-કુદરતી સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને ‘ચેલેન્જ’ તો નથી કરતા ને? …
    એક વાત હવે સારી છે – ઈન્ટરનેટનાં આગમનથી હવે ત્યાં વિદેશમાં સંતાનનો વેબ-કેમ ખુલ્લો હોય છે અને અહી માં-બાપ નો વેબ-કેમ ખુલ્લો હોય છે … આખું કુટુંબ એક આભાસી જાળથી નજીક હોવાનો અનુભવ કરે છે … પણ તેવી-જ રીતે તો અહી સોઅશીયલ-મીડિયા ઉપર પણ કેટલાય વૃધ્ધો મિત્રો બનાવે છે… ચેટીંગ કરે છે અને હવે સમાજનાં મૂળ પ્રવાહ સાથે જોડાય છે … આ સોશિયલ-મીડિયા તે અદ્ભુત શોધ અને માધ્યમ તો છે-જ-છે તેમના માટે કેજે ઓ આ માધ્યમનો ઉપયોગ જાણે છે …… જે વિચ્છેદિત કુટુંબ ને ન્યુકલીઅર કુટુંબ અને તેને સંયુક્ત-કુટુંબ બનાવે છે …
    આ સોશિયલ-મીડિયાએ ખરેખર તો પૃથ્વીને પોતાની જાળથી બાંધીને મહા-કુટુંબ બનાવ્યું છે …
    હવે કોણ એકલું રહ્યી ગયું પાછું? …
    અરે યાર!!! થોડું જરૂર પુરતું કોમ્પ્યુટર શીખીલોને તમે પણ યાર!!!

    Like

  3. “અમેરિકન વૃદ્ધ એકલતાની ભાવના વડે પીડાતો હોય છે…”
    અમે જોયેલી અનુભવેલી વાત…!
    એકલતા દૂર કરવાની પ્રક્રિયામાં મન અને હૃદય સક્રિય હોય છે. ભાવનાત્મક સ્પર્શ પોતાનું કાર્ય તો કરે જ છે, તેમ છતાં એવું જરૂરી નથી કે તેનાથી એકલતા દૂર થાય. ઘણી વખત તેનાથી પૂર્ણ સંતોષ નથી પણ મળતો. ભાવનાત્મક રીતે એકલતા દૂર કરવામાં મન માત્ર વિચારો અને જાણકારીઓ ભેગી કરે છે અને પછી તેને દૂર કરી દે છે

    Like

  4. મેં મારા બ્લૉગે જેનું એકાદ પ્રકરણ આલેખેલું તે પી.ક્રોપોત્કિનનું પુસ્તક ’સહાયવૃત્તિ’ છેક પ્રાથમિક અવસ્થાના માનવ જીવનથી આધૂનિક સમાજ અને ઘણાંખરાં તુચ્છ મનાતા જંતુઓથી લઈ પ્રાણી સમાજોમાં પણ સહજીવન, સહાયવૃત્તિનાં મહત્વ વિશે આપે લખ્યું તે અર્થની વાત જ જણાવે છે. તેઓએ ઘણાં બધાં ઉદાહરણો પણ આપ્યા છે. તેના થોડા પાનાંઓ (હંટર ગેધરર સમાજની સમાજ રચના વિશેનાં) હું આપને મેઇલ કરીશ. આપને વાંચવા ગમશે અને ચોક્કસ રસપ્રદ લાગશે.

    સ_રસ લેખ. ધન્યવાદ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s