નઘરોળ સમાજની અહલ્યા.

images-9અહલ્યા, મમતા, સીતા, દ્રૌપદી થી માંડીને આજની દિલ્હીની કૉલેજ કન્યા સુધી ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો છે. એ બાબતમાં એનો આદર્શ કુંભકર્ણ રહ્યો છે. રાવણના પૂતળા દર વર્ષે બાળીયે છીએ તે હવે બંધ કરવું જોઈએ. એના બદલે દિલ્હીના આ બળાત્કારીઓના પૂતળા દર વર્ષે બળવા જોઈએ. રાવણ જેવો મહાબલી જે કરવા નહોતો માંગતો તે આ લોકોએ કરી બતાવ્યું છે. રાવણ સીતાજીને ભલે ઉપાડી ગયો પણ એમના પર બળાત્કાર નહોતો કર્યો, એમને રોજ સમજાવવા જતો હતો. કે ભાઈ મારી પાસે અમાપ સંપત્તિ છે. મારા બનીને રહો. તે સિમ્પલ મેમલ બ્રેઈનને અનુસરતો હતો, કે સ્ત્રીઓને સંપત્તિ વડે હાઈ સ્ટેટ્સ વડે આકર્ષી શકાય છે. સ્ત્રી બળવાન પુરુષ પ્રત્યે આકર્ષાય છે કેમકે એને બળવાન જિન્સ ઉછેરવા છે. સ્ત્રી સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે કેમકે આ જિન્સ તેને મોટા કરવાના છે. સ્ત્રીઓ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે એમાં કશું અનૈતિક નથી, કશું ખોટું નથી, કેમકે એનામાં રોપેલા જિન્સ એને મોટા કરવાના છે. સંપત્તિ વગર તે સારી રીતે શક્ય નથી હોતું. રાવણ કરતા સાવ ખાડે ગયેલાંઓની આપણે પૂજા કરીએ છીએ અને રાવણના પૂતળા બાળીએ છીએ તે પણ દર વર્ષે. આ દિલ્હીના નરાધમોના પૂતળા દર વર્ષે બાળી સમાજે કંઈક નવું ઇનોવેટીવ કરવું જોઈએ.

આપણો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તેવું કહું છું ત્યારે ઘણા બધાને મરચાં લાગી જતા હોય છે. બળાત્કાર આખી દુનિયામાં થતા હોય છે. પણ પશ્ચિમનો સમાજ આટલો સેક્સ સપ્રેસ્ડ નથી. ન્યુયોર્કની ભૂગર્ભ ટ્રેઇનોમાં  ખુબ ભીડ હોય પણ કોઈ પુરુષ બાજુમાં ઊભેલી સ્ત્રીને ઇરાદાપૂર્વક અડકવાની ચેષ્ટા કરે નહિ. ભૂલથી દોડતી ટ્રેઇનમાં અડકી જવાય તો કેટલીય વાર સોરી કહેવાનો..અહીં કોઈ હાથની અદબવાળી બાયસેપ નીચેથી બીજા હાથની આંગળીઓ લંબાવી બાજુમાં બેઠેલી સ્ત્રીના અંગોને સ્પર્શવાની કુચેષ્ટા કરતું જોવામાં આવતું નથી. ભારતીય સ્ત્રીઓ તો પુરા કપડામાં સજ્જ હોય છે. એની ચામડીને ડાઇરેક્ટ સ્પર્શ તો તમે ભાગ્યેજ કરી શકો, જે સ્પર્શ કરો તે એના કપડાને જ કરી શકો છતાં આ વિકૃતો સ્ત્રીના કપડાને અડીને પણ સ્ખલિત થઈ જતા હોય છે. જો સ્ત્રીનું અનાવૃત શરીર હાથમાં આવે તો શું દશા કરી નાખે?

શિવપાર્વતીના લગ્નમાં મહારાજ મતલબ પુરોહિત કોણ બનેલું? લગ્નની વિધિ બ્રહ્માજીએ કરાવેલી. ચોરીમાં પાર્વતી આવ્યા મહારાજ મતલબ બ્રહ્માજી કર્મકાંડ કરાવતા કરાવતા એમના પગ જોઇને સ્ખલિત થઈ ગયા. અવિશ્વાસુઓએ શિવપુરાણ વાંચી લેવું હિતાવહ છે. ભાગવતના ત્રીજા સ્કંધમાં બ્રહ્માજીનો એમની પુત્રી પ્રત્યેના કામાંધપણાનો ઉલ્લેખ છે અને મરીચી વગેરે પુત્રો એમને સમજાવે છે કે આવું કોઈ કરતું નથી અને ભવિષ્યમાં કોઈ કરશે નહિ. બાપા હવે તો સુધરો..

સેક્સ પ્રત્યેના ખોટા અવૈજ્ઞાનિક અભિગમને લઈને એક સેક્સ સપ્રેસ્ડ સમાજ પેદા થાય છે. જે સેકસના કુદરતી આવેગને જરાય સહન કરી શકતો નથી. સેક્સ પર જેટલો કાબુ મેળવવા જાય છે તેટલો જ સેક્સ તેના પર કાબુ મેળવી લેતો હોય છે. શું ઉકાળ્યું બ્રહ્મચર્યની વાતો કરીને? નેચરલ પોલીગમસ સમાજમાં બધાને સ્ત્રીઓ ઉપલબ્ધ નહોતી. સ્ત્રી બળવાન અને વિપુલ સંપત્તિવાન પુરુષની ત્રીજી ચોથી પત્ની બનવા તૈયાર હતી અરે એની રખાત બનીને રહેવા તૈયાર હતી પણ માયકાંગલા અને ભિખારીની પહેલી પત્ની બનીને એના નકામાં વિર્યહીનનાં  બાળકોની માતા બનવા તૈયાર નહોતી. ત્યારે અમુક વિચારશીલ પુરુષો સ્વેચ્છાએ એમનો સ્ત્રીઓ પરનો દાવો જતો કરીને કે સ્ત્રી મેળવવાનો પ્રયત્ન બંધ કરીને વનમાં જતા રહેતા કે બ્રહ્મમાં ચર્યા કરતા કે જગતના અજાણ રહસ્યો ઉકેલવા એમની શક્તિ કામે લગાડતાં, ચિંતન મનન કરતા આ થયા બ્રહ્મચારી.

સમાજે આવા પુરુષોનું  ખુબ સન્માન કર્યું હતું. એમને ઉચ્ચ સ્થાને બેસાડ્યા હતા. પણ પછી મજબૂર મહાત્માઓ પણ બ્રહ્મચારી બની જતા તો બ્રહ્મચર્યનો સંબંધ સેક્સ ના કરવો એમાં ગૂંથાઈ ગયો. સેક્સ કરવા નહોતો મળતો તેઓ બ્રહ્મચારી બનતાં એમાં બ્રહ્મચારી બની સેક્સ ના કરવો એવો ગલત અર્થ ભળી ગયો..અસલી બ્રહ્મચારીઓ જેઓ અભ્યાસુ હતા, ઋષિઓ હતા, વૈજ્ઞાનિકો હતા એમનું સમાજે અઢળક માન કર્યું તો મજબૂર મહાત્માઓએ ગલત અર્થ ધારણ કરી લીધો કે સેક્સ કંટ્રોલ કરી બ્રહ્મચારી બનીએ તો સમાજ ઊંચા સ્થાને બેસાડે. આમ ગલત ધારણાઓ પર અનર્થના પડ ચડતા ગયા અને એક સુંદર શબ્દનો અર્થ જ બદલાઈ ગયો. બ્રહ્મચર્ય એટલે સેક્સ બંધ એવું પ્રચલિત થઈ ગયું.

કૃષ્ણને બ્રહ્મચારી કહીને કેટલાક બુદ્ધિશાળી લોકોએ આ અનર્થ રોકવા પ્રયત્ન કર્યો પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. સેક્સ સપ્રેસ્ડ સમાજ રાતોરાત પેદા નથી થઈ જતો. હજારો વર્ષની ગલત ધારણાઓ પેઢી દર પેઢી ઊતરતી જાય છે. ત્યારે બસમાં બાજુમાં બેઠેલી સ્ત્રીના નિર્જીવ કપડાનો સ્પર્શ પણ માનસિક બળાત્કારનું કારણ બનતો હોય છે, ઉત્તેજનાનું કારણ બનતો હોય છે. પછી અદબ વાળી હાથ ગતિ કરવા માંડતા હોય છે. સંદેશ કે ગુજરાત સમાચાર પહોળું કરીને વાંચવાનો ડોળ કરીને છાપાની આડમાં પણ હાથ ગતિ કરવા લાગતા હોય છે. બસને લાગતી હળવી બ્રેક મજાનો મોકો પૂરો પાડતી હોય છે. ભીડનો લાભ લઈ બિપાશા બસુના સ્તન પર હાથ ફેરવાય જતો હોય છે.

આવી ગલત ધારણાઓથી ઘણા બધા સારા ચિંતકો, મહાત્માઓ પણ મુક્ત રહી શક્યા નથી. ગાંધીજી એનું ઉત્તમ ઉદાહરણ હતા. ગાંધીજી પાછળ ચાલતી એક આખી પેઢી આ સડેલી માન્યતા દિમાગમાં લઈને ફરતી હતી અને સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવતી ગઈ..કિશોરલાલ મશરૂવાળા એવી શેતરંજી ઉપર બેસતા નહિ જેના બીજે દૂરના ખૂણે સ્ત્રી બેઠી હોય. સ્ત્રીનો કરંટ વાયા શેતરંજી પણ લાગી જાય? કપડું તો અવાહક છે યાર?? ગાંધીજી પરણેલા અંતેવાસીઓને ફરજિયાત બ્રહ્મચર્ય પળાવતા..મૂર્ખામીની હદ તો એટલે સુધી હતી કે બ્રહ્મચર્યનું વ્રત લેવડાવી પછી પરણવાની છૂટ આપતા.

બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવા અર્થમાં ભલભલાં મહાત્માઓ ફસાયેલા હતા. આ અનર્થે ભારતને બહુ મોટું નુકશાન કરેલું છે. અને હજુ પણ કરે જ જાય છે. હવે ઘણા નવા સંપ્રદાયોમાં માનનારા ઘેટાઓ એમના મૂરખ પ્રમુખોની બીમાર વાતોમાં આવી જાય છે કે સ્ત્રીઓના મુખ ના જોવાય. સ્ત્રીઓ માટે આનાથી મોટી અવહેલના બીજી કઈ હોય? આનાથી મોટી અપમાનજનક વાત કઈ હોય? સમાજને ઓર સેક્સ સપ્રેસ્ડ બનાવવાનું એક ઓર ગતકડું..બાવાના બુદ્ધિ વગરના મગજમાં તુક્કા આવે અને ઘેટા સમાજ એને પકડી લેતા હોય છે. પણ ભારતમાં આવા લોકો પૂજાય છે. સેક્સ સપ્રેસ્ડ સમાજ આવા લોકોની જોરશોરથી પૂજા કરવાનો જ છે કે ભાઈ અમે સેક્સને તાબે થઈ જઈએ છીએ જુઓ આ મહાત્માઓ કેવાં મહાન છે? ખાનગીમાં આ મહાત્માઓ શું કરતા હોય કોને ખબર?

દ્રૌપદીની તાર્કિક બુમોનાં જવાબ આ સમાજે આપ્યા નથી. સીતાના મુક ચિત્કાર આ સમાજે સાંભળ્યા નથી, ખુદ એના પતિએ સાંભળ્યા નહોતા. એમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ( સુસાઈડ)..અહલ્યા ઇન્દ્રની નાલાયકી અને ગૌતમની અન્યાયી રસમને લીધે પથ્થર જેવી બની ગઈ.. છેતરામણી ઇન્દ્રે કરી સજા એક સ્ત્રીને પડી.. કરુણતા એ જુઓ કે અહલ્યાનો ઉદ્ધાર કરનાર(રામ) એની ખુદની પત્નીનો ઉદ્ધાર ના કરી શક્યા. મમતાની ફરિયાદ આ સમાજે સાંભળી નથી. અહલ્યાની વેદના આ સમાજે જાણી નથી. બુમો પાડ્યા વગર આ સમાજ સાંભળે એવો છે ખરો? સદીઓથી સ્ત્રીઓના હક બાબતે સુતો આ સમાજ ધમાલ કર્યા વગર સંભાળે છે ખરો? કહેવાતા સતયુગમાં મીડિયા હતું નહિ ત્યારે સ્ત્રીઓની બુમો કોણ સંભાળે?

આજનો કલિયુગ સારો કે આજે તો સોશિયલ વેબ સાઈટો છે, મીડિયા છે. ઘણા ચમ્પુઓ કહેતા હોય છે છાના રહો. સારી ભાષામાં કહેતા હોય છે આમ સંવેદનાઓ ના ઉઘરાવો, પુરુષો પ્રત્યે ઘૃણા ફેલાવો છો. છાનું રાખો, લોકો જાણી જાય, દુનિયા જાણી જાય. બળાત્કાર થાય એનો વાંધો નહિ દુનિયા જાણી જાય એનો વાંધો. ગુરુ બૃહસ્પતિએ ભાઈની ગર્ભવતી પત્ની મમતા પર બળાત્કાર કરેલો, મમતાએ વિરોધ કર્યો તો દેવતાઓએ મમતાને ગાળો દીધેલી..આજે પણ આવા દેવતાઓ સમાજમાં હાજર છે જ. આજના ગ્લોબલ મીડિયાના જમાનામાં કેટલું છાનું રાખશો? અમેરિકામાં એક હત્યા થાય તો ભારતમાં તરત લોકોને ખબર પડી જાય છે. ગંગા દુષિત છે આખી દુનિયા જાણી ગઈ છે તો શરમ આવે છે તો ગંગાને દુષિત કહેનારને ભાંડયા વગર એને શુદ્ધ કરો ને?

એક હરામી મીનીસ્ટરના બદમાશ છોકરાએ ત્રણસો નપુંસક લોકોની હાજરીમાં જેસીકાને ગોળી મારી દીધી. ત્રણસો નજરે જોનારા હોવા છતાં એક પણ સાક્ષી મળતો નહોતો..મીડિયા ઘણીવાર સારું કામ કરતું હોય છે. મીડીયાએ આ વાત એટલી બધી ચગાવી કે છેવટે દર દર ભટકતી જેસિકાની નાની બહેનની ન્યાય માટેની દોડધામ પૂરી થઈ..હરિયાણાના પોલીસ વડાને કોણ હાથ લગાવી શકે? રુચિકા રોળાઈ ગઈ. છેવટે મીડીયાએ બુમો પાડી ત્યારે પોલીસવડાને કસ્ટડીમાં લીધા. ઈન્ટરનેટના જમાનામાં શું છૂપું રહેવાનું છે?

દિલ્હી બળાત્કાર કેસમાં આટલી બધી બુમો પડી ત્યારે ગૃહપ્રધાનને એમની દીકરી યાદ આવી ગઈ, જાહેરમાં બોલ્યા કે મારે પણ દીકરીઓ છે મને પણ ખરાબ લાગે છે. બાકી ખૂણે બેઠાં બેઠાં હસતા હોત… હદ તો એ થઈ ગઈ કે નરાધમોએ બળાત્કાર કર્યા પછી પેલી છોકરીની યોનીમાં સળીયો ઘુસાડી પાશવી આનંદ માણ્યો. હવે તે ભવિષ્યમાં ક્યારેય માતા નહિ બની શકે. એનું ગર્ભાશય જ ફાડી નાખ્યું. એના આંતરડામાં કાયમી ઈજા થઇ ગઈ. છતાં સંવેદનહીન ચમ્પુઓ કહે છે છાનું રાખો.ગુપ્ત રાખવાની વૃત્તિ અને આબરૂ જાય છે તેવી માનસિકતાએ લાખો બાળકો અને સ્ત્રીઓ ગુપચુપ બળાત્કાર સહન કરે જતા હશે કોણ જાણે?

ભારતનો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તો પશ્ચિમનો સમાજ સેક્સ સ્વછંદ છે. સત્ય અંતિમ છેડાઓ પર હોતું નથી વચમાં ક્યાંક હોય છે. સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે. જાતીય શિક્ષણની વાતો કરતા સંસ્કારીઓના ભવા ઊંચા ચડી જતા હોય છે. જાતીય શિક્ષણથી સમાજ સ્વછંદ બની જશે તેવી ધારણા જ ખોટી છે, ઉલટાની સેક્સ વિશેની સમજ વધશે. પશ્ચિમમાં પ્રવર્તતી સ્વછંદતાના બીજા અનેક કારણો હોઈ શકે, જાતીય શિક્ષણ નહિ. અમેરિકન ઓર્થોડોક્સ સમાજ તો વળી ભારતની ખાપ પંચાયતોને શરમાવે તેવો છે.

ખેતીની શરૂઆત થઈને પુરુષનું આધિપત્ય શરુ થયું. ભુવનેશ્વરીની જગ્યા બ્રહ્માએ પડાવી લીધી. મહાકાળીને પદચ્યુત કરીને શંકરને ગાદી મળી ગઈ. મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયા તો ઠીક વિષ્ણુના પગ દબાવતી દાસી બની ગઈ. માતૃપ્રધાન સમાજ પુરુષપ્રધાન બની ગયા અને સ્ત્રીઓને વસ્તુ સમજવાની શરૂઆત થઈ ગઈ. પત્ની એટલે દાસી. બ્રહ્મચર્યના ગલત અર્થની ધારણામાં વિશ્વાસ ધરાવતા મહાપુરુષ રામકૃષ્ણ પરમહંસે લગ્ન કર્યા ત્યારે માં શરદામણીદેવી ફક્ત ૧૨ વર્ષના હતા. બાર વર્ષની છોકરીને શું સમજ હોય? કોઈએ રામકૃષ્ણને પૂછ્યું કે તમે બ્રહ્મચર્યનું (સેક્સ ના કરવો) વ્રત લઈને બેઠાં છો તો પછી લગ્ન શું કામ કર્યા? એમનો જવાબ હતો કામ કરવા સેવા કરવા કોઈએ જોઈએ ને? Thakur you too?

46 thoughts on “નઘરોળ સમાજની અહલ્યા.”

  1. sir.. chabkha…thakur you too….hahahaa.. અહીં તો લોકો હજીયે અવતાર ની રાહ જોશે ને આમ જ સહન કરતા રેહશે . કેટલાક તો સ્ત્રીયો નો જ વાંક ગણાવે , ને કેટલીક સ્ત્રિયો પણ મૂરખ આવા ની પૂજા કરે . પ્રમુખો પાછળ પાગલ થાય . અરી મૂરખ આ તારું મોઢું પણ જોવા તૈય્યાર નથી .

    Like

  2. અને પુરુષનું આધિપત્ય શરૂ થયું. એમનો જવાબ હતો કામ કરવા સેવા કરવા કોઈએ જોઈએ ને? સત્ય અંતિમ છેડાઓ પર હોતું નથી વચમાં ક્યાંક હોય છે. પત્ની એટલે ‘બૈરૂ’…ઘરમાં વગર પૈસે વૈતરું કરવા માટે સામાજીક વિધિસર ઢસડી લાવવામાં આવેલું એક પાત્ર. પોતે ઘરમાં પગ મુકે એટલે તરત ખડે પગે પોતાના બધા હુકમ ઝીલનાર અને પોતાની ઈચ્છાએ તરત પથારીમાં તાબે થનાર એક ગુલામડી. પતિને તાબે થઈને રહેવું અને તે કહે તે કરવું. ગ્રે શેડમાં વસેલા આ સંસ્કાર દરેક દીકરીઓને સેક્સ સપ્રેસ્ડ સમાજમાં ગળથુથીમાંજ આપવામાં આવે છે. બાપુ નઘરોળ સચ્ચાઈઓ આલેખી નાંખી. સેલ્યુટ સર.

    Like

  3. X ray..analysis of our society of present days…look to ved ages-where even girls or ladies were keeping few clothings but there was NO VIKRUTI……any ways…people like you MUST raise the voice with such dynamic articles and write ups…or else…….deaf and dumb politicians will not and never respond to people’s voice
    best wishes and GREETINGS FOR THIS WRITE UP
    HAPPY NEW YEAR AND SEASONS’ GREETINGS TOO
    SINCERELY
    dinesh k jani
    http://www.indo-americanmgmtgroup.com
    ahmedabad
    india
    date 23rd dec 2012

    Like

  4. કશું જ સુધરવાનું નથી , ભારતે કેમ કરીને આઝાદી પછીના આટલા વર્ષો કાઢી નાખ્યા ; તે જ સમજાતું નથી !!!

    જો બળાત્કાર વિરોધી કાયદો કડક બનાવવા આટલું બધું પ્રજા દ્વારા સરકાર પર દબાણ કરવું પડતું હોય અને તો પણ સરકાર ત્રણ ચાર દિવસ બાદ માંડ માંડ કહે કે અમે સંપૂર્ણ તપાસ કરીશું અને ઢીકણું પૂછડું 😦 . . . તો તો સમજી જ જાવ કે આવી ભડ્વાઈઓ માત્ર ભારતમાં જ જોવા મળી શકે !!! . . .

    માત્ર ને માત્ર , જો કોઈ પણ સરકાર બળાત્કાર માટે ચુકાદો આવ્યા ભેગો જ મૃત્યુદંડનો કાયદો લાવી શકે તો , બેઠે બેઠા 10 વર્ષ સુધી તો પ્રજા જ તેમને એમને એમ ચૂંટી કાઢે . . .પછી તમે ભલે તમે ગમે તેટલા કૌભાંડો કરો . . છૂટ છે તમને .

    પણ બસ , આ મુદ્દા પર પણ બધા જ રાજકીય પક્ષો ચિત્ર વિચિત્ર એજન્ડા બનાવ્યે રાખશે અને વિરોધ કર્યે રાખશે . . . પણ કોઈ એમ નહિ કહે કે તમતમારે ખતરનાક બળાત્કાર વિરોધી કાયદો લાવો અને અમે 500+ સાંસદો તમને ઉભે ઉભા સહી કરી આપીશું . . . પણ કોઈને એટલી પણ ગર્જના કરતા આવડતી નથી !

    આ હરામી બળાત્કારીઓ તો હવે , આધેડ સ્ત્રીઓ અને વૃદ્ધાઓ ને પણ નથી છોડતા . . . આ લોકો માટે તો બસ એક જ કાયદો હોવો જોઈએ કે દેખો ત્યાં ઠાર મારો . . .આના કરતા તો અંગ્રેજો સારા હતા કે તેઓ બિન્ધાસ્ત ક્રાંતિકારીઓને તોપના નાળચે બાંધીને ઉડાડી દેતા . . . પણ અહી બળાત્કારીઓને મૃત્યુદંડ વિષે પણ કોઈ વિચારતું નથી . . . કારણકે તેમાં કહેવાતા માનવહકનો ભંગ થઇ જાય તો !!! . . . આપણે તો એવી સંસ્કૃતિવાળા કે કોઈ દિવસ કોઈના પર પહેલું આક્રમણ ન કરીએ , તો આ તો મૃત્યુદંડની વાત છે અને તે પણ છેલ્લા કેટલાય વર્ષોમાં માત્ર એક કસાબને જ ફાંસી અપાઈ ! તે પણ કોને ખબર શું કારણે ?

    Like

  5. શીર્ષકથી છેલ્લા વાક્યમાં તમે રામ (અહલ્યા)થી રામકૃષ્ણ સુધીના લગભગ સૌને ડાબે હાથે લીધા છે ! બહુ સચોટ ને દર્દનાક વાતો મુકી છે. સ્ત્રીનું સ્થાન મહીમા ગાવા પુરતું રહ્યું છે. ગર્ભમાં સાચવતી ન હોત તો નારીનું લોકો શું ન કરત ?! માતા સૌથી વહાલું વ્યક્તીત્વ હોય છે તેટલા પુરતું નારી વહાલી લાગે છે. બાકીનું વહાલ તો સ્ત્રીના શરીર માટે જ રહે છે.

    રામાયણનું પારાયણ પણ સીતા કે ઉર્મીલાને થયેલા અન્યાયના કેવાકેવા અર્થો આપે છે ?!! સીતાનું તો સમજ્યા પણ ઉર્મીલાને થયેલા અન્યાયનો તો કોઈ જવાબ જ નથી. દીલ્હીમાં જે બન્યું તે તો ટીપ ઓફથી આઈસ જ છે. ગામેગામ ને શહેરે શહેર આ બધું હવે જાણે કોઠે પડી ગયું છે.

    તમારો આક્રોશ સમાજને મોટો સંદેશ છે, પણ જ્યાં સુધી કોઈ મોટું ઓપરેશન નહીં થાય ત્યાં સુધી નકામું…..ધન્યવાદ સાથે –

    Like

    1. એક બીજી વાત પણ સાથે સાથે જ સમજવા જેવી છે કે મહાપુરુષોએ મુકેલા વીચારો સાથે એમના આચરણોને પણ સરખાવતાં રહેવું જોઈએ. ગાંધીજીએ કસ્તુરબાને કાઢી મુકવા સુધીનો ગુસ્સો કર્યો પણ શું તેઓ સ્ત્રીવિરોધી હતા ? રામકૃષ્ણ પરમહંસે શારદામણી દેવીને કામ માટે રાખ્યા હોવાની વાત સામે તેમની શોડષોપચાર પૂજા કરીને એમનું સાક્ષાત્ માતૃસ્વરૂપ સ્વીકાર્યું હતું અને એમ કરીને બન્ને મહાનુભાવોએ પત્નીને માતા તરીકે સ્થાપ્યાં હતાં તે કેમ ભુલાશે ? (સ્ત્રીને ‘શયનેષુ રંભા, કાર્યેષુ મંત્રી ને ભોજ્યેષુ માતા’ કહી છે તે કેમ ભુલાશે ?

      ભારતીય સાહીત્યમાં આપણી કેટલીક મહાન નારીઓને થયેલા અન્યાયને “ભારતીય સાહીત્યની ઉપેક્ષિતાઓ” કે એવા નામે ન્યાય આપવાનો પ્રામાણીક પ્રયત્ન થયો છે, તેની પણ વંદના કરવી જ રહી. સંસ્કૃતી ક્યારેય કાયમી નથી હોતી. કોઈ વખતના દોષોને કાયમી દોષો ગણીને કે કોઈ સમયના ગુણોને કાયમી ગુણો ગણીને તલવાર વીંઝવી તે જોખમી બની રહે.

      ઘણી વાર આક્રોશ સાચો ને બોધપ્રદ હોવા છતાં કેટલીક બાબતોને અન્યાય કરી બેસનારો હોય છે. તમે ડાબે હાથે લીધેલા મહાનુભાવોની આ બાબતે અત્યારના આંદોલનની અસરમાં હું પણ ઉપરોક્ત બાબતો ચુકી ગયો !!

      (અતુલભાઈના આક્રોશે મને આટલું લખવા પ્રેર્યો એનુ ઋણ સ્વીકારવું જ રહ્યું.)

      Like

      1. શ્રી જુગલભાઈ મને ખબર હતી કે રામકૃષ્ણના પરમ ભક્તો આ સત્ય પચાવી નહિ શકે. એક તો મને બ્રહ્મચર્યનો કોન્સેપ્ટ સેક્સ ના કરવો તે જ ગલત લાગે છે. એટલે એક ૧૨ વર્ષની અણસમજમાં પરણેલી કન્યાએ એની કુદરતી જાતીય વૃત્તિઓની વેદના વેઠી હશે. ઉર્મિલાને તો લક્ષમણ ગેરહાજર હતા, અહી તો સામે જ લક્ષમણ બેઠેલા હતા. સ્ત્રીને સામે બેસાડી અબીલગુલાલ વડે પૂજા કરવાથી માં..માં..પોકારવાથી શું વળે? ગાંધીજી ક્ષણિક ગુસ્સામાં કસ્તુરબાને નજીવો અન્યાય કરી ચુક્યા હશે પછી ખુબ પસ્તાયા પણ હશે. ગાંધીજી સ્ત્રી વિરોધી નહોતા તો રામકૃષ્ણને પણ મેં સ્ત્રી વિરોધી ક્યા કહ્યાં છે? માતા શારદામણી દેવીની મહાનતા કે એમના પતિના ગલત તો ગલત વ્રતમાં સાથ સહકાર આપ્યો. ચાલો રામકૃષ્ણની જગ્યા માં શારદામણી દેવીને મુકીને વિચાર કરી જોશો. રામકૃષ્ણ સહન કરત??? વાલ્મિકીએ લખ્યું છે રામ સીતા માંસાહાર કરતા. રામ હરણનો શિકાર કરતા.આટલી સત્ય વાત અતુલભાઇને પચી નહોતી. આતો વાલ્મિકીએ લખેલું હતું મેં નહિ. મેં તો ખાલી રી રાઈટ કરેલું. એના માટે મારી સામે યુદ્ધે ચડેલા. તે તમે જાણો છો. અતુલભાઇને જેટલો આક્રોશ કરવો હોય તેટલો કરે. ગાંધીજીની હજાર આલોચના કરું પણ મને ગાંધીજી માટે અતિશય માન છે. રામકૃષ્ણની ભાગ્યેજ આલોચના કરું પણ મને એમના પ્રત્યે ભાવના છે, અને એટલા માટે જ ઠાકુર યુ ટુ? એવું લખેલું. મારે મન રામકૃષ્ણ કરતા શારદામાં વધુ છે. રામ કરતા સીતા મૈયા અને લક્ષમણ કરતા ઉર્મિલા માટે મને વધુ અહોભાવ છે. આલોચના કરવી અને એના જ પ્રત્યે માન હોવું જુદી જુદી વાત છે. હું આલોચના કરું એટલે એના પ્રત્યે મને દ્વેષ જ હોય તેવું માની લેવું વધુ પડતું છે. આલોચનાને દ્વેષ સાથે જોડી દેવી મુરખાઓનું કામ છે, લાગણીઘેલાઓનું કામ છે. હું આલોચના અને પ્રેમ બંને સાથે કરી શકું છું.
        તમેય અતુલભાઈની વાતોમાં આવી ગયા? જુગલભાઈ યુ ટુ???હહાહાહા ખોટું ના લગાડતાં. હળવો વિનોદ સમજવો.

        Like

        1. સીતા, શારદા મા અને ઉર્મીલા માટે માન બરાબર પણ સમાજને મળેલાં પ્રદાનની રીતે જોતાં એમના પતિનું મહત્ત્વ વધુ ગણાય. તમે એ લોકોને પણ માન આપો બલકે વધુ આપો. ફક્ત ત્રણે માતાઓને જ શા માટે ? પતિની એકાદ બે ભુલોની સામે એમના અદ્વીતીય એવા અનેક પ્રદાનો માટે માન નહીં ?
          તમારી વાતનો વિરોધ આત્યંતીકતાને કારણે જ ખાસ રહે છે. ઉગ્રતા પણ ક્યારેક વિરોધ માટે કારણ બની રહે છે….જોકે દરેકની સ્વતંત્રતાને સહન કરવી જ રહી. સૌ પોતપોતાના વિચારોને વળગી રહે ને એમ ચર્ચા જોર પકડતી જાય.

          બ્રહ્મચર્ય અને જાતીયતાની વાતોમાં બહુ ભેળસેળ થઈ શકે છે ને થતી રહે છે. ચર્ચા ચાલતી રહો ને કારવાં ગુજરતા રહો. અંતહીન વિષયોની એ જ તો મજા ને સજા હોય છે. મારી ચાંચ તો ડુબતી નથી એટલે મૌન જ મને ખપે. છતાં હુંય તે જુઓને બળાત્કારીઓના વિરોધમાં હાઈકુ લખવા બેઠો જ છું ને !!

          Like

          1. શ્રી જુગલભાઈ આપણા સમાજની પાચનશક્તિ બહુ નબળી પડી ગઈ છે. સત્ય પચાવવા માટે જોઈતા પાચક રસો સ્ત્રવતા લગભગ બંધ થઇ ચુક્યા છે માટે મારી વાતો આત્યંતિક અને ઉગ્ર લાગે છે. બાકી હું તો નોર્મલ વાતો જ કરતો હોઉં છું. ગાંધીજીનું ખૂન કોણે કર્યું? ગોડસે એ? અતિશય લાગણીશીલ ઇરેશનલ થિન્કીંગ ધરાવતા લોકોએ. વેરી ઈમોશનલ પીપલ્સ આર મોસ્ટ ડેન્જરસ પીપલ્સ ઇન ધ વર્લ્ડ.ધર્માંધ લોકો પણ દુનિયાના મોસ્ટ ડેન્જરસ લોકો છે. આ લોકોની લાગણી ક્યારે ઘવાઈ જાય ખબર પડે નહિ. આજે એમને ગમતું લખીશું તો ભેટી પડશે બચીઓ કરશે અને ના ગમતું કહીશું તો છરી લઇ મારવા દોડશે. મારા વિચારો કે તર્ક પર હુમલો નહિ કરે સીધો મારા પર હુમલો કરશે. ગદર સમયે ફક્ત એક જ પથરો કોઈએ ઉછાળ્યો હશે અને ભારે લાગણીશીલ ધર્માંધ લોકો ભડકી ઉઠ્યા. સરકારી આંકડો ૧૦ લાખનો છે બિનસત્તાવાર 25 લાખ માણસો એકબીજાને કાપી માર્યા ગયા. ગાંધીજીની હત્યા તો ત્યારે જ થઇ ચુકી હતી. ગોડસે એ તો એમની લાશને ગોળી મારી હતી.. નગીનદાસ સંઘવી અને ચંદ્રકાંત બક્ષી પણ જાહેરમાં લખી ચુક્યા હતા. નગીન્દાસનો બહુ મોટો વિરોધ થયેલો. ભાયડો રામાયણ હાથમાં લઈને જ બેઠેલો આવો બતાવું.. યશવંત ઠક્કર જેવા ઉમદા વ્યક્તિનું અપમાન અતુલભાઈ કરી ચુક્યા છે. યશવંત ભાઈને પણ મારી ઘણી વાતો સાથે અસહમતી હોય છે. અશોકભાઈનું પણ અપમાન થઇ ચુક્યું છે. તે પણ સામાન્ય જોડણીની ભૂલ માટે અનર્થ કરીને. અશોકભાઈને પણ મારા વિચારો સાથે ઘણીવાર અસહમતી હોય છે. પણ અમારી મૈત્રીને ઉની આંચ પણ ના આવે. જોકે હું અશોકભાઈ કે યશવંત ભાઈ જેટલો મહાન બની શકું તેમ નથી. મૈત્રીની જેને કદર ના હોય તેનાથી હું કાયમ માટે દુર જ રહેતો હોઉં છું. મહાકાલી સાથે વાતો કરી શકું છું, માતા હાજરાહજૂર છે તેવા ભ્રમમાં રામકૃષ્ણ જીવતા હતા. પથ્થરની મૂર્તિ કદી બોલતી હશે? પણ અતિ સંવેદનશીલ વ્યક્તિને મૂર્તિ બોલતી જણાય તેમાં નવાઈ નહિ. આ ભ્રમમાંથી અદ્વૈતવાદી યોગી તોતાપુરી સ્વામીએ રામકૃષ્ણને બહાર કાઢેલા તે હકીકત છે. મહાકાળીનો ભ્રમ મનમાંથી ખસતો જ નહોતો. તોતાપુરી થાકી ગયેલા. છેલ્લું અલ્ટીમેટમ આપી દીધેલું કે કાલે સવારે ધ્યાનમાં બેસજે હું તારા કપાળમાં કાચ વડે ચીરો મુકીશ તે સમયે તારી કાલ્પનિક મહાકાલીની હત્યા કરી નાખજે. રામકૃષ્ણ કહે કઈ રીતે કરું? તો તોતાપુરીએ કહ્યું જેમ તે ઉભી કરી છે તેમ, કલ્પના વડે ઉભી કરી છે કલ્પના વડે એને મિટાવો..કાલ્પનિક તલવાર વડે. એક મિત્રે મુંબઈના માતબર અખબારમાં તંત્રી એમના મિત્ર હોવાથી મારા લેખો છપાય માટે પ્રયત્ન કરેલો. પેલા તંત્રીએ એટલા માટે ના પાડી કે આ ભાઈ જે લખે છે તે પચાવી શકવા આપણો સમાજ હજુ સક્ષમ નથી અને મારે અખબાર ચલાવવાનું છે. હહાહાહાહાહાહા..આપણો સમાજ લોજીક બ્લાઈંડ છે તેવું હું કાયમ લખતો હોઉં છું..

            Like

  6. Bhupendrasinh- કુદરતી શક્તિ અને અનાદી-કાળથી થતી આ સ્ત્રી-શક્તિની અવહેલના અને હંમેશા પોતાને અબળા સમજતી સ્ત્રી-જાતી …
    માણસ જ્યારે શિકારી-અવસ્થામાં હતો ત્યારે સ્ત્રીઓ પણ શિકાર કરવા સાથે જતી પણ પછી સ્ત્રીઓ એ કુદરતના નિયમાનુસાર જ્યારથી ઘરે રહી બાળકોનાં ઉછેર ઉપર ધ્યાન આપ્યું ત્યારથી પુરુષોએ તેને અબળા અને મનોરંજનનાં સાધન તરીકે સાહિત્ય-ગ્રંથો-ચિત્રો દ્વારા વધારે ચગાવીને સ્ત્રી-જાતિની મૂળ સર્જનહારની શક્તિને તદ્દન ભુલાવવામાં સફળ રહ્યા … એટલે સુધી કે સ્ત્રીઓ પોતે શ્રીંગાર કરતી થઇ ગઈ … પુરુષોને રીઝાવવાનો પ્રયત્ન કરતી થઇ … પુરુષોને રીઝવવા નૃત્ય કરતી થઇ ગઈ …તેની રખાત બનતી થઇ … પુરુષનાં ફેંકેલા ખોરાક-નાં-ટુકડા ઉપર આ સર્જન-શક્તિ એક પાલતું-નિર્બળ બનીને રહ્યી ગયી … કુદરતમાં જોઈએ તો નર શ્રીંગાર કરે – નૃત્ય કરે – કદમબોસી કરે અને માદાઓ ને અને ઘર/માળો બનાવી અને પોતાના કૌશલ્ય કે તાકાતથી માદાને રીઝવે … માદાઓ (સિંહણો) શિકાર કરે અને ખોરાક એકઠો કરવામાં પણ મદદ કરે … મનુષ્યોએ પોતાની બુદ્ધિ થી બધા-જ કુદરતી ક્રમ-નિયમો તોડ્યા અને નરથી ચડિયાતી માદા એક ગુલામડી-બિચારી બની ગયી … અને … એટલી નિર્બળ બની કે આંતરિક-વિદ્રોહનાં હથિયાર અને તેની પ્રચંડ-સંવેદનાઓ પણ સમાજે થોપી-દીધેલા પાપ -પુણ્યનાં ફક્ત-સ્ત્રી-તરફી રીત-રીવાજ-નિયમોનાં ભાર નીચે ગૂંગળાઈ ગયા …
    આજે સ્ત્રીઓ ઘર ની બહાર નીકળી છે … પોતાની મહત્તા સમજી છે … હવે એવો તો જુવાળ જાગશે કે તે પુરુષ-સમોવડી નહિ પણ પુરુષ-ની-વડી બનશે અને … ખરેખર તે હકીકત માં પુરુષ-ની-વડી જ છે … એક માતા-શિક્ષિકા રૂપે તેનું સ્થાન સમાજ માં અગ્રીમ છે અને રહેશે …

    Like

  7. “સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે.” ખુબ ગમ્યુ.
    ઘણી વાતો સ્પષ્ટ છે, “બળાત્કારીઓના પૂતળા દર વર્ષે બળવા જોઈએ.” મને લાગે છે કે પૂતળા નહી તેઓની જાતને સળગાવવી જોઈએ. બાકી રાજકારણમાં તો થોડા સમયમાં ઘીના ઠામમાં ઘી ઢળી જશે. પ્રજા હતી ત્યાંની ત્યાં !

    Like

  8. પ્રિય ભાઈ,

    મને તમારા લેખોમાંની સ્પષ્ટતા ગમે છે, નિર્ભિકતા ગમે છે ને એટલે રસપૂર્વક વાંચું છું. પણ કોઈ વેળા કોઈક એકાદ મુદ્દો આત્યંતિક બની જાય તેથી તકલીફ પડી જાય છે…જેમકે –
    નવા લેખમાં તમે ગુજરાતીઓને ભીરુ કહ્યા પણ નવનિર્માણનો ગુજરાતી, અલગ ગુજરાત માગવાવાળો ગુજરાતી નિર્માલ્ય હતો ? તરતોતરત ગમે ત્યાં ઉછળીને કુદી ન પડનાર ગુજરાતીને ભીરુ કહી દેવાની ઉતાવળ શી ?

    સત્યને પચાવવાની વાતે તમે એમ કહેવા જાવ છો કે તમારી વાત સત્ય જ છે અથવા તમારી જ વાત સત્ય છે. સત્ય સૌનું સરખું ન હોય. કોઈ અજ્ઞાન હોય તો એને આપણું સત્ય જ સત્ય છે તેમ માનીને પરાણે ગળે ઉતરાવી શકાય ?

    ગાંધીની નિખાલસતાના મુદ્દે તમે ઘણી વાતો લખી હતી જે અપોનિયનમાં પણ છપાઈ હતી, મને તે વાતો બહુ ગમી હતી…હું ગાંધીભક્ત (શિષ્ય કે ફોલોઅર નહીં)હોવા છતાં !

    મહાન માણસોની કોઈ બેચાર બાબતોને કારણે એમની છબી ખરડાય ને રામકૃષ્ણજી જેવાને વિષે લોકોના મનમાંની છબી ખરડાય તેવી ભાષા શા કામની ? ઠાકુરની પોતાની એકાદ માન્યતાને બાદ કરો તો આજે દેશપરદેશમાં સૌથી વધુ સાત્વિક સંસ્થાઓ એમના નામની જણાય છે. ગાંધીએ બ્રહ્મચર્ય પરાણે પળાવ્યું તે ફક્ત આશ્રમવાસી હોય તેમને માટે જ…બહારના કોઈને માટે તે ફરજિયાત નહોતું. બાકી અંગ્રેજી શાસનની સામે ડંગોરો ઉગામવાની તાકાત એ બ્રહ્મચર્યના પ્રેમીએ જ બતાડી હતી…એમણે બ્રહ્મચર્યના ખોટે રવાડે કોઈને “ચડાવ્યા” નથી બાકી ગાંધીનો ફોટો જોવા માત્રથી લોકો અજાણ્યા માણસ પર વિશ્વાસ મુકી દે એવાં કામો એણે કર્યાં છે…તમે આવા મહાનુભાવોની સારી વાતો પણ લખો.

    જેમ બધી ખરાબી ભારતનાં શાસ્ત્રોને અનુસરનારા જ કરે છે તેવી જ રીતે અમેરિકા–ઈંગ્લાંડમાંની પણ નબળી વાતો મોટા અવાજે લખશો તો એ પણ સત્ય જ ગણાશે. નહીંતર ધીમે ધીમે એવું લાગશે કે જગતમાં ભારતના લોકો ખાસ કરીને હિન્દુઓ હવે માણસ કહેવા જેવા રહ્યા નથી ! જાતીયતાના કે બીજા કોઈ મુદ્દે તેઓ પાયમાલ થયા છે….(બસમાં પાસેની સ્ત્રીને અડપલાં અમેરિકામાં થતાં નહીં હોય પણ બેશરમ બનીને જાહેરમાં ઘણું થતું હશે. પશ્ચીમની સંસ્કૃતિમાં નિખાલસતા ઘણી છે તો તેણે દુનિયાના સામાજિક ટેક્ષ્ચરને તોડી નાખવામાંય ફાળો નાનો નથી આપ્યો.

    ભારતમાં રહીને જે વાત થઈ શકે તેવી જ વાત અમેરિકામાં રહીને અમેરિકનો વિશે કરવામાં આવે તો પણ મજા આવે.આ કાંઈ મારો અભિપ્રાય નથી. મને તો રાષ્ટ્રપ્રેમમાંય શ્રદ્ધા ઘટતી જાય છે !! ભ્રષ્ટાચારે માઝા મુકી છે ને જીવવાનું મોટાભાગનાને દોહ્યલું થયું છે ત્યારે રોટલાની વાત ગમે છે…સિદ્ધાંતોની વાતે ક્યારેક નોશિયા થાય છે. (કાલે સમાચાર હતા કે છેડતી/બળાત્કાર સામેના આંદોલનમાં પણ કેટલાંક તત્ત્વોએ આંદોલનકારી મહિલાઓની છેડતી કરી હતી !!)

    હજીય તમારાં લખાણોનો ચાહક જ છું ને રહીશ. પણ સમાજની બ્લૅક એન્ડ વ્હાઈટ બન્ને બાબતોની આશા રાખીશ. તમારો ખૂબ આભારી, – જુ.

    Like

  9. લાંબા અંતરાલ પછી તમારી વોલ પર કોઈ માંગ કરી તમે પૂરી પણ કરી..ધન્યવાદ.
    વેલ,નોટ માં તમે પંડિતોથી લઇ એ પીડિતા સુધી ના વિસ્તાર ને આવરી લીધો પણ દિલ્હી ની ઘટના ને હજી [મને જોઈતો સંતોષ ]નાં મળ્યો એનું કારણ હું હોઈશ.પુરુષ વિકૃતિઓ અને સ્ત્રી સ્વછંદતા વિષે તમારા વિચારો હજી વન્સ મોર માં માગું છું.પીડિતા ની વાત બાજુ પર,બળાત્કાર ધ્રુણાસ્પદ પણ હજી કઇક ખૂટે છે..ભારતીય સમાજ ના મગજ નું પી.એમ કરો…બક્ષી પછી તમે છો જે ઘટના નો તલસ્પર્શી અભ્યાસ કરી કોઈના લીરે-લીરા ઉડાડવાની નિર્ભયતા બતાવી શકો છો.

    Like

  10. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,

    આ લેખનો હિન્દીમાં અનુવાદ કરો અને વધારે વિશાળ વાચકવર્ગ સમક્ષ મૂકો.

    Like

  11. રાઓલજી અને જુગલભાઈની જુગલબંધી માણી. ‘જુગલભાઈની આત્યંતિકતાની વાત યોગ્ય છે, કારણ કે ઉપરના લેખમાં જ “સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે.” લખાયું છે અને મને ગમ્યું પણ છે. બીજુ બ્રહ્મચર્ય અને જાતિયતાનો ભેદ સ્પષ્ટ થવો પણ જરુરી છે. બ્રહ્મચર્યનો શાસ્ત્રાર્થ મારે નથી કરવો અને તેવી મારી ક્ષમતા પણ નથી, પણ જાતીય આવેગો ‘કુદરતી રીતે ઉત્પન્ન’ થાય ત્યારે તેનું સમન કરવું તે બ્રહ્મચર્ય છે. વિજ્ઞાન કહે છે કે સ્ત્રીમા જાતીય આવેગો ઓવ્યુલેશનના દિવસોમાં વધારે ઉત્પન્ન થાય છે. પુરુષને આવું હોતુ નથી તેનામાં સ્પર્મ બનવાની પ્રક્રીયા સતત હોય છે. પણ પુરુષ સ્ત્રીના કુદરતી રીતે ઉત્પન્ન થયેલા આવોગોને રીસ્પોન્સ કરે તો બ્રહ્મચર્ય જળવાય રહે. માફ કરજો આ મુદ્દો થોડો સાઈડટ્રેક છે પણ આ અગાઊ પણ આવા ઉલ્લેખ આવ્યા છે આથી જણાવ્યું. બાકી રહી વાત સમાજ અને સંસ્કૃતિની, એ અંગે મારા વિચારો હું મારા બ્લોગ પર જ લખી શકુ. આપની સાથેનો વિચારભેદ આપની અગાઊની એક પોસ્ટ ‘મર્યાદા મનમાં હોય કે…..’ સ્પષ્ટ થયેલો જ છે. એવું પણ લાગે છે કે ભારતીય લોકોને જ ભારતીય સમાજ અને સંસ્કૃતિની ‘એલર્જી’ છે. બાકીના દેશોના સમાજો અને સંસ્કૃતિ જાણે આલોચનારહિત છે.

    Like

  12. મારી કોમેન્ટની સાથે સંદર્ભ પણ ઉમેરી દઊં –
    http://religion.bhaskar.com/article/dharm-2-special-thithies-2496784.html
    महाराज मनु के मुताबिक इन घडिय़ों के तहत कुछ विशेष रात्रियां और तिथियां नियत हैं। यहीं नहीं इनमें से भी दो विशेष रात्रियों या तिथियों में स्त्री से मिलन करने वाला गृहस्थ पुरुष भी ब्रह्मचारी माना गया है, यानी उसका ब्रह्मचर्य सुरक्षित रहता है। जानते हैं ये शास्त्रोक्त तिथियां –

    यह दो खास तिथियां या रात्रि स्त्रियों के ऋतुकाल यानी रजोदर्शन के पहले दिन से 16वीं रात्रि तक के काल में आती हैं। इन 16 में से पहली 4 रातें व ग्यारहवीं, तेरहवीं रात यानी कुल छ: रातें मिलन के लिए निषेध है। शेष 10 रातें मान्य हैं। इन गर्भाधान के लिए अमान्य 6 रातों व शेष मान्य 10 रातों में से भी 8 रातों को छोड़कर बाकी बची कोई भी 2 रातों (जिनमें भी पर्व यानी अष्टमी, चतुर्दशी, अमावस्या, पूर्णिमा एकादशी शामिल न हो) पर स्त्री से मिलन या सहवास करने वाले का ब्रह्मचर्य भंग नहीं माना जाता है।
    તોતાપુરી અને રામકૃષ્ણના પ્રસંગમાં એક સમજુતી એવી પણ આપી શકાય –
    ‘ચક્ર’ વિજ્ઞાનમાં ‘આજ્ઞાચ્રક્ર’ નું સ્થાન કપાળની મધ્યમાં છે અને તે પીનીયલ ગ્રંથી સાથે જોડાયેલું છે. ફીઝીયોલોજીમાં પીનીયલ ગ્રન્થીના કાર્યો –
    The third eye controls the various bio-rhythms of the body. It works in harmony with the hypothalamus gland which directs the body’s thirst, hunger, sexual desire and the biological clock that determines our aging process.
    સંદર્ભ – http://www.crystalinks.com/thirdeyepineal.html

    આજ્ઞાચક્ર પરનો પ્રહાર (કપાળ પરનો પ્રહાર) એ મનને આ ચક્ર પર કોન્સન્ટ્રેટ કરવાનો પ્રયત્ન પણ હોય શકે.
    માફ કરજો ! કોમેન્ટની લંબાઈ વધી ગઈ.

    Like

  13. થેન્ક્સ સર.સવારે થોડો સમય ઓછો હતો એટલે એફ બી પર આભાર માનીને નીકળી ગયો હતો. પ્રસ્તુત લેખ મને ગમ્યો.દિલ્હી ના બનાવે હિન્દુસ્તાન ને અન્ના પછી ફરી ઢમઢોળ્યું છે.ફરી બધું રાબેતા મુજબ કાંતો રાજકારણ કરશે કાં અન્ય…નિકાલ ઉકેલ કે વાજબીપણાની વાત બાજુ એ રહેશે..નિશ્ચિત. સુધરેલા ભારત ને હજી નવી વિચારધારા ની જરૂર છે સમય પાક્યો નથી એમ લાગે છે.

    Like

  14. શ્રી.ભુપેન્દ્રસિંહજી.
    માન.જુ.ભાઈએ મિત્રદાવે આ લેખનાં ’વખાણ’ જેટલા કરવા જોઈએ તેટલા કરી જ દીધા છે ! એટલે પુનરાવર્તન અનાવશ્યક છે. આપને કદાચ સાચા મિત્રોની સાચી વાતો ગળે ન પણ ઉતરે, જો કે અમે પણ એમ કહી શકીએ કે, ’સત્ય પચાવવા માટે જોઈતા પાચક રસો સ્ત્રવતા લગભગ બંધ થઇ ચુક્યા છે !’ છતાં, અ(કે અર્ધ)સત્ય સામે મુંગા રહી મિત્રતાનું મર્ડર કરવા કરતાં બોલીને મીઠો ઝઘડો વહોરી લેવો એ મિત્રધર્મ છે એમ સમજી બે-ચાર વાતો લખીશ. (અને આપને માઠું લાગે તો પધારો ત્યારે બે રોટલા વધુ ખવડાવીશ !)

    સૌ પ્રથમ તો ઉપાડ જ ખોટો છે ! ’અહલ્યા, મમતા, સીતા, … કાયમ ઊંઘતો જ રહ્યો છે.’ આ કથન શું પૂર્વગ્રહયુક્ત નથી ? તેનાં ટેકામાં કેટલા પ્રમાણ મળશે ? ઉલટું, તેનાં વિરોધમાં ક્યાંય વધુ પ્રમાણો મળશે. આપે સમયગાળો પ્રાચીનથી અર્વાચીન લીધો તેથી નમૂનારૂપ પ્રમાણો પણ એમ જ લેવા જોઈશે. ’यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता’ નું શિક્ષણ અહીં (પણ) જનમ્યું હતું.

    * सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च । (मनु..३/६०)
    * यत्र तुष्यति भर्त्रा स्त्री स्त्रिया भर्ता च तुष्यति । (स्कन्दपुराण..काशी.४०/६०) — પત્નીથી પતિ અને પતિથી પત્ની સંતુષ્ટ રહે તે કુળનું સર્વદા કલ્યાણ થાય છે. (અહીં માત્ર પત્નીથી પતિ નથી કહ્યું, પતિથી પત્ની પણ કહી જવાબદારીને સમભાગે વહેંચી છે તે ધ્યાને લેવું.)

    * स्वां प्रसूति चरित्रं च कुलमात्मानमेव च ।
    स्वं च धर्म प्रयत्नेन जायां रक्षन् हि रक्षति ॥ (मनु..९/७) — મનુષ્યે પ્રયત્નપૂર્વક “સ્ત્રી”ની રક્ષા કરવી. (કદાચ આ શાસ્ત્ર પુરુષોનું બનાવેલું હશે છતાં સાવ કંઈ નાળિયેર ઘર ઢારું તો નથી જ ફેંક્યું ! પછી તો જેને પાણીમાંથી પણ પોરા કાઢવા હોય તે કાઢી શકે. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા !!)

    * योषितश्वैव हन्यन्ते कश्मलोपहते गृहे…(महाभारत, अनु.१२७/६-७) — અહીં અન્ય ઘણાં કારણો સાથે એક એ પણ છે કે, જે ઘરમાં સ્ત્રીઓને મારપીટ કરવામાં આવતી હોય (દુઃખી કરવામાં આવતી હોય) તે ઘર પાપને કારણે દૂષિત થાય છે. વગેરે..

    * सुवासिनी: कुमारीश्च रोगिणो गर्भिणीः स्त्रियः ।
    अतिथिभ्योऽग्र ऎवैतान्भोजयेद विचारयन्‌ ॥ (मनु..३/११४) — પરણેલી સ્ત્રી, કુંવારકા, ગર્ભવતી સ્ત્રી, રોગી, વૃદ્ધ, બાળક, અતિથિ વગેરેને ભોજન કરાવ્યા પછી જ સંસારી પુરુષે જાતે ભોજન કરવું. લ્યો ! આમાં ક્યાં ’ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો’ દેખાય છે ?! એ વાતની ના નહિ કે, સઘળે સારાં માણસો જ ન હોય. ક્યાંક નઠારાં પણ હોય. પણ એથી કરીને સમગ્ર ભારતનો, સઘળા સમયે, સઘળો સમાજ, નઘરોળ થઈ ગયો ?!

    આ બધાં વેદિયાવાક્યો જણાતા હોય તો લો બુદ્ધિમાનોના પિતામહ સમા ચાણક્યની એક બે વાતો પણ લઈએ. સમયગાળો આશરે ૨૩૦૦-૨૪૦૦ વર્ષ પહેલાંનો, અને સ્થળ આ ભારત જ છે.

    * स्त्रीणां द्विगुण आहारो बुद्धिस्तासां चतुर्गुणा | साहसं षडूगुणं चैव कामोऽष्टगुण उच्यते || (ચાણક્ય નીતિ ૧/૧૭) — અહીં પુરુષની સરખામણીએ સ્ત્રીનો આહાર બમણો, બુદ્ધિ ચાર ગણી, હિંમત છ ગણી અને કામેચ્છા આઠ ગણી કહી છે. (હવે આમાં પણ કોઈ બુદ્ધિ અને હિંમત માટે સહમત થાય અને આહાર, કામેચ્છાની વાત આવે ત્યાં છટ્‍ છટ્‍ કરી શકે ! પણ આ બુદ્ધિમાન શાસ્ત્રકારો પણ માત્ર કોઈને સારું લગાડવા તો નહોતા જ લખતા !!)

    * भर्ता च स्त्रीकृतं पापं… (चाणक्य नीति ६/९) — નીતિકારે અહીં પણ એમ નથી કહ્યું કે પતિનાં દુષ્કૃત્યનું પરિણામ પત્ની ભોગવે, બલ્કે એમ કહ્યું કે પત્નીનું કોઈ દુષ્કૃત્ય હોય તો સજા પતિ ભોગવે ! નારદીયમનુસ્મૃતિમાં પણ એક જગ્યાએ કહેવાયું છે કે, न स्त्री पतिकृतं…પતિ દ્વારા લેવાયેલા ઋણને ચુકવવાની જવાબદારી પત્નીની નથી. (પણ ચાણક્ય પ્રમાણે પત્ની દ્વારા લેવાયેલું ઋણ તો પતિએ ચુકવવું જ રહ્યું.)

    હવે આ બધાં શાસ્ત્રોને છોડી અર્વાચીન યુગમાં આવીએ. તો, મારે ઝાઝું લખવાની જરૂર પણ નથી, ગુગલ કે વિકિ મહારાજને જરાક અમથી કાને વાત નાખશો તો માહિતીઓ અને આંકડાઓના ઢગલા ખડકી દેશે ! અહીં નમૂના ખાતર થોડા અંકો જણાવું. (જો કે આમાં આગળ કે પાછળ હોવું એ કોઈ ગર્વની વાત છે એવું કહેવાનો અર્થ નથી. પણ આપ માત્ર “ભારતનો નઘરોળ સમાજ” કહો ત્યારે અન્ય નઘરોળોની સાથે સરખામણીનો અંગૂલીનિર્દેશ અનાયાસે જ થઈ જાય છે.)

    વર્ષ: ૨૦૧૦ :: દર એક લાખની વસતીએ રેપકેસનાં અંકો (માત્ર કેટલાક સુધરેલા રાષ્ટ્રોની સરખામણી):
    સ્વિડન = ૬૩.૫, યુ.કે. = ૨૮.૮, યુ.એસ.એ. = ૨૭.૩, ન્યુઝિલેન્ડ = ૨૫.૮, જર્મની = ૯.૪, સ્પેન = ૩.૪, ભારત = ૧.૮ વગેરે…જાપાન જેવા ઘણાં દેશો ૧ કરતાંએ ઓછા કેસ ધરાવતા જણાય છે. આ તો એક લાખે આંકડાઓ હતા જે સરેરાશ ચિતાર આપે પણ કુલ કેસનાં અંકો જોઈએ (જે સ્વાભાવીક છે કે જે દેશની વસતી વધુ હોય ત્યાં પ્રમાણમાં વધુ હોવાનાં) તો પણ ૨૦૧૦માં અમેરિકામાં ૮૪૭૬૭, ભારતમાં ૨૨૧૭૨, યુ.કે.માં ૧૫૯૩૪, જર્મનીમાં ૭૭૨૪ ઘટના થયાનું જણાય છે. ફરી કહું કે, અન્યની પૂંછડીઓ સળગે છે એ જોઈ આપણે ખુશ થવું એવો હેતુ નથી કિંતુ જાણે આગ માત્ર આપણને જ લાગી છે અને અન્યત્ર તો સાવ ઠંડક જ ઠંડક છે એમ, અજાણતા જ, માનવા લાગવું એ એક છેડાની વાત છે. અને અંતિમોએ, છેડા પાસે, સત્ય લાધતું નથી એ તો આપે જ જણાવ્યું છે. ખંખોળસો તો એ પણ જાણવા મળશે કે યુ.એસ., જ્યાં ભારત જેવો નઘરોળ સમાજ નથી, ની ૧૮ % સ્ત્રીઓ સાથે ઓછામાં ઓછી એક વખત રેપની ઘટના ઘટી ચૂકે છે. (યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનાં રાષ્ટ્રીય અભ્યાસ ૨૦૦૭નો અહેવાલ) જો કે ત્યાં હિંસક બળાત્કાર માટે મૃત્યુદંડની જોગવાઈ છે. કિંતુ એ જોગવાઈ તો જ લાગુ પડે જો બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તી, આચરાયેલી હિંસાને કારણે, અવસાન પામી હોય ! જો કે પૂર્વગ્રહિત હોવાનો આરોપ આપણે માત્ર આપણાં બ્લોગર્સ પર જ ઢોળી ન શકીએ. ગત વર્ષે, પ્રતિષ્ઠિત ગણાતા એક મેગેઝિન, ઈન્ડિયા ટુડેમાં એક રિપોર્ટ વાંચવા મળેલો જે પ્રમાણે ભારત સ્ત્રીઓ માટે જોખમી ગણાય તેવું વિશ્વનું ચોથું રાષ્ટ્ર છે !!! (પ્રથમ ત્રણમાં અફઘાનિસ્તાન, કોંગો, સોમાલીયા છે !) આવું તેમણે કોઈ અક્કલમઠા સર્વેનાં આધારે ઠઠાડી દીધેલું ! જે સર્વે પાછળ વળી કોઈ પ્રમાણ હોવાનું તો જણાવવાની પ્રથા આપણાં “નઘરોળ ભારત”માં આમે ક્યાં છે ! (બોલો આ પશ્ચિમી દેશોનાં ગોરખધંધાઓને ભાંડીએ નહિ તો શું પૂજા કરીએ ?! એક લાખે ૬૩.૫, ૨૮.૮ કે ૨૭.૩ બળાત્કારના કિસ્સાઓ બને છે એ દેશમાં મહિલાઓ સલામત છે અને જ્યાં ૧.૮ કિસ્સા બને છે એ દેશ મહિલાઓ માટેનું નર્ક છે !!!!! મિત્રો, એમ જ લાગતું હોય તો જરા જાતે જ આસપાસમાં સર્વે કરવાની મહેનત તો લો. માત્ર કહીસૂની વાતો પર ધોકા પછાડે રાખવા એ સૌથી સહેલું અને હાલ બહુ પ્રચલીત કામ છે.) (સંદર્ભ: http://en.wikipedia.org/wiki/Rape_statistics#UN_Rape_Statistics )

    ટૂંકમાં, આપના લેખના માત્ર મંગલાચરણને લઈને ઘણું કહી શકાયું તો આગળ પણ ઘણું વિચારી શકાય. આપના લેખની ભાવના સંપૂર્ણપણે વાજબી છે કિંતુ અપ્રમાણ માહિતીઓ કે અયોગ્ય દૃષ્ટાંતો હેતુને ન્યાયકારી થવાને બદલે અન્યાયકારી બને છે. હેતુ માત્ર સમસ્યા દર્શાવવાનો હોય તો વાજબી માહિતીઓ સાથે સમસ્યાને ઉજાગર કરી શકાય. હેતુ નિરાકરણ દેખાડવાનો હોય તો અન્યત્ર સફળતાપૂર્વક અમલમાં આવેલાં કે ચોક્કસ તાર્કિક કારણોસર યોગ્ય જણાતા માર્ગોને આધારે નિરાકરણ પ્રત્યે અંગૂલીનિર્દેશ થઈ શકે. પણ અંતે આપનું જ વાક્ય આપને સાદર કરું તો; ’ગંગાને દુષિત કહેનારને ભાંડયા વગર એને શુદ્ધ કરો ને?’ — આપણે શું કરીએ છીએ ? માત્ર ભાંડવું, ભાંડવું અને ભાંડવું ! ભારત નઘરોળ છે. ભારતની પ્રજા નમાલી, નઘરોળ, નઠારી જ છે. ભારતનાં પ્રાચીનથી લઈ અર્વાચીન સુધીનાં મહાપુરુષોથી લઈને જનસામાન્ય સુધી સઘળાં ભૂંડાભુખ જેવા જ છે. અહીં માત્ર ’ભડ્વાઈ’ જ છે. અહીં જ સ્ત્રી માત્ર દુઃખી દુઃખી છે. (આમાં આપણે અને આપણાં ઘરની સ્ત્રીઓ પણ આવી ગયેલી જ ગણાવી જોઈએ !) અને અમે શું કરીએ છીએ ?! માત્ર ભાંડવું !!! હમણાં હમણાં માત્ર કેટલાંક બ્લોગર્સ કે ફેસબુકર્સ જ નહિ, ઘણાં નામી અનામી લેખકોની પણ આ આદત થઈ ગઈ છે. આ રવાડો અન્ય માટે સહ્ય ગણાય કિંતુ મિત્રો માટે સહ્ય નથી. જો કે, મિત્રો કંઈક વધુ સારાં, વધુ વિચારપ્રદ, વધુ સમતોલ, ન્યાયપૂર્ણ, માહિતીપ્રદ લેખની આશા કરે તેને મિત્રોની ’નબળી પાચનશક્તિ’ ગણાવી દેવી હોય તો આપની મરજી. અંતે વળી માત્ર એક લાઈન ઉપાડું તો; ’સ્ત્રીઓ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે એમાં કશું અનૈતિક નથી, કશું ખોટું નથી,.’ અને છતાં, રાવણની રોજની સમજાવટ છતાં, સીતા રામને છોડી રાવણની કેમ ના બની ??? ત્યાં તો તેને માત્ર દાસી બનાવી રાખવા અર્થે રામ પણ હાજર નહોતા.

    ક્યાંક થોડું કડવું લખાયું હોય તો આગોતરી જ ક્ષમા ચાહીશ. ધન્યવાદ.

    Like

    1. હહાહાહાહા જુગલભાઈ જુઓ કેટલા વર્ષે વાઘ બોલ્યો?? હહાહાહા…..જુઓ અમેરિકામાં બળાત્કાર નથી થતા એવું ક્યાંય મેં લખ્યું નથી. જે શાસ્ત્ર વચનો લખ્યા તે સરસ છે. સૌથી ઉચ્ચ શાસ્ત્રો આપણે જ રચ્યા છે. સમાજ એટલે એવરેજ સમાજની વાત છે, બધા જ ખરાબ હોય એવું ના હોય. રાવણ વિષે કહેવાનો ભાવાર્થ ખાલી આજના બળાત્કારીઓ કરતા રાવણ સારો હતો તેટલાં પુરતો હતો. સીતાજી વશ ના થયા તે મુદ્દો જ અલગ છે.. સ્ત્રીઓ ગુજરાતમાં વધુ સલામત છે છતાં ગુજરાતમાં પણ ગેંગ રેપ થયા જ છે. મૂળ તો દાખલાઓ વાંચી ગુસ્સો આવ્યો લાગે છે..હહાહા પણ ખોટા નથી….પાચન શક્તિ તો એવરેજ આખા સમાજની ઓછી છે. હવે દરેક વખતે એવરેજ લખવું પડશે.. પણ તમારી લાંબી કોમેન્ટ્સ મહિનાઓ પછી વાંચી આનંદ થયો..આખા લેખમાં એટલા બધા સરસ મુદ્દા હતા બધા તણાઈ ગયા. કોઈના નકામાં આક્રોશની શેહમાં નોધમાં લેવાયા નહિ..

      Like

      1. ’કોઈના નકામાં આક્રોશની શેહમાં’ ન આવવા જેટલું વજન તો ઘણાંખરાં આદરપાત્ર વડીલ મિત્રોના બે કાન વચાળે છે જ ! અને નોંધ પણ લેવાઈ જ છે ને, ઉપરથી ફરી વાંચો;
        ’આપના લેખના માત્ર મંગલાચરણને લઈને ઘણું કહી શકાયું તો આગળ પણ ઘણું વિચારી શકાય. આપના લેખની ભાવના સંપૂર્ણપણે વાજબી છે કિંતુ અપ્રમાણ માહિતીઓ કે અયોગ્ય દૃષ્ટાંતો હેતુને ન્યાયકારી થવાને બદલે અન્યાયકારી બને છે.’

        પણ મારા જેવો લપસીંદર માણસ બધું વિશ્લેષણ માંડીને બેસે તો પુસ્તકો ભરાય, એટલે ટૂંકાણમાં જ પતાવ્યું છે !! 🙂 લ્યો, ઓછામાં ઓછું આપની ’પાચન શક્તિ’ને તો પ્રણામવી જ પડશે કે આપ કડવો પ્રતિભાવ પણ પચાવી જાણો છો. ધન્યવાદ. ઑવર ટુ ન્યુ લેખ..

        Like

        1. ઘણા લોકો ગરજી ગરજી ને સાહિત્યની સેવા કરતા હોય છે. જુગલભાઈ જેવા મુક રહીને સાહિત્યની સેવા કરતા હોય છે. ફેસબુક પરના રાફડા કવિઓને જુગલભાઈનો બ્લોગ સૂચવ્યો છે. જેથી સ્વચ્છંદી કવિઓ છંદ શીખે..અને ઘણા બધાએ એની સરાહના કરી પણ છે..નબળી પાચન શક્તિ ધરાવતા અતુલભાઈ જેવા મિત્રોનો આક્રોશ એટલો બધો જલદ હશે કે સ્નેહભાવે મિત્રોને મારા વિષે ચિંતા ઉપજી હશે એવું લાગે છે..આપણા માન સન્માનની લાગણીઓ કન્ડીશનલ હોય છે. અહી પાછા આપણા એટલે તમારી ના સમજી લેતા, આપણા લખવાની મારી સ્ટાઈલ છે.હહાહાહા..આવી તકલાદી લાગણીઓ તૂટી પડવાનો કાયમ ભય સતાવતો હોય છે..એટલે આવું મારા જેવો કોઈ કહેવાતા અતિ પૂજ્ય મહાપુરુષ વિષે લખે તો આંચકો લાગતો હોય છે. અને પેલી તકલાદી લાગણીઓને ઠેસ પહોચતી હોય છે..મને રામકૃષ્ણ પરમહંસની માનવીય સંવેદના માટે અતિશય માન છે એમાં કોઈ કાલે ક્ષતિ ના પહોચે તે ના પહોચે.. મારે એક વડીલ સાથે ચર્ચા થયેલી. એમનું કહેવું હતું કે વડીલોના દોષ જોવા ના જોઈએ એમના પ્રત્યે માન ના રહે, પ્રેમ ના રહે..મેં કહ્યું એવું કેમ? વડીલોના દોષ જોઇને પણ એમના પ્રત્યે માન કેમ ના હોય, પ્રેમભાવ કેમ ના હોય? સંતાનોના દોષ જોઇને એમને પ્રેમ કરવાનું શું છોડી દઈએ છીએ? તો કહે તમારી ફિલોસોફી બહુ ઉંચી છે. લો આમાં શું ઊંચું છે? અહી પાછા કોઈ વડીલોના દોષ જોઉં છું તેવું નાં સમજી લેતા.. દરેક વખતે ચોખવટ કરવી પડે છે અને જુગલભાઈ તમારા ભાષાના મહારથી તરીકે વખાણ કરે છે… હહાહાહા…

          Like

        2. એક તો આખા લેખમાં ઈતિહાસ જોવાને બદલે લોકો ધર્મને વચમાં ઢસડી લાવ્યા છે. આ બધા પાત્રો હિંદુ હતા તે એક્સીડેન્ટ માત્ર છે. અહલ્યાથી માંડીને આજ સુધીના દાખલા આપવાનું કારણમાં સ્ત્રીઓના માનસન્માન અને એને વસ્તુ સમજવાની જે વાતો છે તેનો ઉલ્લેખ છે. પુરાન્કાલ થી માંડીને આજ સુધી કોઈ ફરક પડ્યો નથી.. બ્રહ્મચર્યની જે વાતો કરી તેમાં એક સેક્સ સપ્રેસ્ડ સમાજ કઈ રીતે પેદા થાય છે તેનો અલ્પમતિ ખયાલ આપવાનો પ્રયાસ માત્ર હતો. નઘરોળ સમાજ એટલે ચાર જાગૃત લોકો વચ્ચે ચાર હજાર સુતા લોકોને જાગૃત સમાજ ના કહેવાય. સ્ત્રીઓના મુખ ના જોવાય તેવા કોન્સેપ્ટ સમાજને વધારે સેક્સ સપ્રેસ્ડ બનાવે છે તે હકીકત છે, અને તેનાથી સ્ત્રીઓ પરના બળાત્કાર વધે તેવું માનવું વધુ પડતું છે પણ તરુણ છોકરાઓ પર બળાત્કાર ચોક્કસ વધી જવાના. કારણ સ્ત્રીઓના મુખ જોવાની ના પાડી છે છોકરાઓના નહિ.. આવા કોન્સેપ્ટ ધરાવતી સંસ્થાઓમાં છોકરાઓને ભણવા મુકવા હિતાવહ નથી, ગભરુ છોકરાઓ તમને કહેશે નહિ અને ગુપચુપ સહન કરતા રહેશે.. સ્ત્રીઓથી દુર રહેવાની માન્યતા ધરાવતા ચર્ચમાં પણ આજ દશા છે. બીજું વાઘ તો હવે શિક્ષક પાછળ એરો મારી પાટલી પર ભણવા બેઠેલા હસતા તોફાની છોકરામાં પરિવર્તિત પામ્યો છે એટલે રમૂજમાં ધર્માંધ મિત્રોનાં મારા વિરુદ્ધના ઇરેશનલ બકવાસને લાઈક આપે તે સમજાય તેવી વાત છે પણ રેશનાલીસ્ટ મિત્રોનો અડ્ડો જમાવી બેઠેલા મિત્ર લાઈક કરે તે આશ્ચર્યજનક લાગ્યું..પણ આપણે એવા આફ્ટરશૉક્સ પચાવાવની અદ્ભુત ક્ષમતા રાખીએ છીએ..હહાહાહા..કારણ ગંગા સતીએ વીજળીના ચમકારે એક મોતી મારા બ્રેઇનમાં જબરું પરોવી દીધું છે કે મેરુ તો ડગે પણ મન ના ડગે, ભલે ને ભાગી પડે બ્રહ્માંડ જી રે….. આલોચક મિત્રો માટે દરવાજા હમેશા ખુલ્લા છે પણ પીઠ પાછળ ખંજર ભોંકતા લોકો માટે દરવાજા કાયમી બંધ છે. હું એટલો મહાન નથી.. પ્રોબ્લેમ એ થયો કે પોતાની દીકરીની છેડતી કરનારા બે ચાર છોકરાઓનાં સમુહને દીકરીનો બાપ ચારેબાજુથી ધીબેડી નાખે જુએ નહિ કે આ જગ્યાએ મરાય કે ના મરાય, ફકતને ફક્ત ધીબેડી નાખે તે સ્વાભાવિક છે. અતુલભાઈ, અશોકભાઈ કે બીજા મિત્રો આવું બને તો શું કરો તમે ? બસ મેં પણ બધાને ધીબેડી નાખ્યા …મને અહલ્યા, સીતા, દ્રૌપદી, મમતા બધામાં મારી માતા દેખાય છે અને બળાત્કારીઓએ પીંખી નાખેલી દિલ્હીની આ દીકરીમાં મારી દીકરી દેખાય છે. એટલે જો લિખા સો લિખા, જો બોલેસો નિહાલ સતશ્રી અકાલ..

          Like

          1. શ્રી.ભુપેન્દ્રસિંહજી, આપની આજ્ઞા હોય તો જ ચર્ચા આગળ ધપાવું. અન્યથા આને કેન્સલ કરશોજી. આભાર.

            ’જો લિખા સો લિખા’ – એ સિંહસમું લક્ષણ બતાવ્યું ! આપણે કંઈ થોડા રાજકારણીઓ છીએ કે ’અબી બોલા, અબી ફોક’ કરીએ ! મારો કે લગભગ લગભગ કોઈ પ્રતિભાવક મિત્રનો એવું કહેવાનો તો અર્થ ન જ હોય કે, આ લખ્યું તે પાછું વાળો ! (હા, ક્યારેક ક્યાંક કોઈ તકનિકી ક્ષતિ, અક્ષર કે શબ્દનાં ટાઈપમાં ભુલ, જેવું દેખાય ત્યારે અમે ચોક્કસ વિનંતી કરીએ જ છીએ કે ફલાણું લખાણ સુધારશો.) ઉલટું આપ લખો છો ત્યારે તો અમને વિચારવાયુ ઉપડે છે ! હું હંમેશથી ’નમ્ર મોંફટ !’ રહ્યો છું. સહમતી – અસહમતી બંન્ને દિલ ફાડીને દર્શાવું. (પણ બંન્નેમાં મારી જન્મજાત નમ્રતા તો ન જ વિસારું ! ). અને મારી બેશરમીની પણ કોઈકે કદર કરવી જોઈએ 🙂 અહીં સહીત ઘણાં સ્થળોએ, બ્લોગાધિપતિએ નહિ તો કોઈ પ્રતિભાવક મિત્રે, મારી સાથે વિનમ્ર નહીં તેવા વર્તનો કર્યાં જ છે. છતાં હું માઠું લગાડ્યા વિના, નાતાલનાં પવિત્ર દિવસો ચાલે છે તેમાં ઈશુજીને યાદ કરીને કહું તો, ઈશુનાં દર્શાવ્યા માર્ગે ચાલવાનો (ભલે એક રજકણ જેટલો જ) પ્રયાસ કરતાં, બીજો ગાલ ધરી દઉં છું !!! (હવે કોઈ એમ ના પૂછશો કે બીજા પર પણ પડે તો ?!! હું પણ મુન્નાભાઈને ઓળખું છું !! બોલો આવો અહિંસક વાઘ ક્યાંય જોવા મળે ?!)

            આપે લંબાવ્યું જ છે (કાઠિયાવાડીમાં ’લંબાવવું’નો એક અર્થ ’આરામ ફરમાવવો’ કે ’ઊંઘવું’ એવો પણ થાય તે માત્ર જાણવા અર્થે.) તો વધુમાં માત્ર એક ભયસ્થાન અને એક પરસ્પર વિરોધી બાબત આ લેખની જ દર્શાવું. “સ્ત્રીઓ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાય છે એમાં કશું અનૈતિક નથી, કશું ખોટું નથી,” આ વાક્ય સાથે સહમત થવાનો અર્થ શું ? આગળ જેસીકાનો કિસ્સો આ લેખમાં જ છે. હત્યારાઓ સત્તાવાન અને સંપત્તિવાન જ હતા, તેઓએ પણ અગાઉ ક્યાંક આ વાક્ય વાંચ્યું હશે ?! પણ સંપત્તિવાનો માટે આ વાક્યનો અર્થ એ જ થાય કે ’સ્ત્રીઓએ સંપત્તિવાન પ્રત્યે આકર્ષાવું જોઈએ ! એ જ નૈતિકતા છે ! એ જ સાચું છે ! કોઈ સ્ત્રી (જેમ કે જેસીકા) સંપત્તિવાન પ્રત્યે ન આકર્ષાય, તેનો હૂકમ ન માને, તેને અવગણે, તે અનૈતિક છે. ખોટું છે. એવી અનૈતિક અને ખોટી સ્ત્રીને સજા થવી જ જોઈએ !!!’ બોલો આમાં સાચા ગુનેગાર કોણ ? સ્ત્રી ? હત્યારા ? કે સંપત્તિવાનોને છાકટા થવા પ્રેરતા, જાણ્યે અજાણ્યે નૈતિકતાનાં ઉલ્ટા પાઠ પઢાવતા, આપણાં જેવા બુદ્ધિમાનો ?! વળી આ વાક્યને આપે હાઈલાઈટ કર્યું છે. એટલે એમ નહીં કહેતા કે, લોકો (એટલે કે અમ જેવા અબૂધો !) ધ્યાન આપવા જેવી બાબતોને બદલે નકામાં એકાદ વાક્યને લઈ મચી પડે છે !!!!!!!!

            બસ આપણે તકરાર આવી હોય છે ! ઘણાં લોકો અષ્ટમપષ્ટમ લખે રાખે છે. બેજવાબદારી ભર્યું લખે રાખે છે. છાપાં, પાક્ષિકો, સોશ્યલ નેટવર્ક, ચોપાનીયાઓ, ભર્યા પડ્યા હોય છે આવા બેજવાબદાર અને ગેરમાર્ગે દોરતા વિધાનોથી. ક્યારેક જાણીજોઈને તો ક્યારેક અજાણતાથી. પણ એ બધાંનો વિરોધ કરવાનો મેં કંઈ કોન્ટ્રાક્ટ નથી રાખ્યો ! કારણ કે હું એવું એક કાનેથી વાંચીને બીજા કાનેથી કાઢી નાખું છું !! પણ આપ સમા મિત્રોનું મગજમાં ઉતારું છું તેથી કહું છું. ન તો આપ આવા વિધાનનાં ટેકામાં ઊભેલો કોઈ સબળ સંદર્ભ, સંશોધન કે નિરિક્ષણનો હવાલો આપી શકશો કે ન તો આપ આ પ્રકારનાં વિધાનને વૈજ્ઞાનિક ઠેરાવી શકો. ઘણાં સમય અગાઉ હું વિકિને હવાલેથી જણાવી ચૂક્યો છું કે સઘળાં વૈજ્ઞાનિકો પણ આ પ્રકારનાં સંશોધનના પરિણામોને બ્રહ્મવાક્ય ગણતા નથી. ઇવોલ્યુશનરી સાયકોલોજી એ પણ હજુ તો ચકાસાતો વિષય છે. સાબિત થયેલી કે સર્વમાન્ય થયેલી શાખા નથી. છતાં હવાલો આપી શકાય, પણ તેની હદ જાણીને. અન્યથા અનર્થ થઈ શકે એ ચોક્કસ વાત છે. એક તરફ સંપત્તિવાનોનો, બળવાનોનો, સ્ત્રીઓ પર સર્વાધિક અધિકાર સાબીત કરવાની ચેષ્ટા (તમે વાક્ય સ્ત્રીના દૃષ્ટિકોણે લખો પણ દરેક પુરુષ વાચક કુદરતી રીતે જ તેને પોતાના દૃષ્ટિકોણથી વાંચવાનો ને ! અને આમે આ કથન સ્ત્રીઓનાં દૃષ્ટિકોણથી સત્ય હોવાનું પણ ક્યાં સાબીત થાય છે !) અને બીજી તરફ સ્ત્રીઓ પ્રત્યે સન્માન કેળવવાની શિખામણ. ભલે અજાણતા જ, પણ એક લેખક માટે, એક વિચારક માટે, આ અવઢવ ભરી સ્થિતિ ગણાય. અને તે પ્રત્યે ધ્યાન દોરવાની વાચકોની ફરજ છે. સિવાય કે, વાચક પોતાના લેખક પ્રત્યે, મેં ઉપર જણાવ્યું તેમ, અટેચમેન્ટ ન ધરાવતો હોય અને એક કાનેથી સાંભળી, બીજા કાનેથી કાઢી નાખતો હોય ! આપને એવા વાંચકો જોઈએ છે ?

            અંતે “લાઈક” મુદ્દે આપનો થોરો સમજાયો નહિ. સૌને પોતપોતાની પસંદગી હોય, કારણો હોય અને સૌથી વધીને તો, સ્વતંત્રતા હોય. પણ કદાચ મારી સમજમાં ન આવ્યું એવું આપનું કોઈ કારણ હશે. જવા દો ! એ કંઈ બહુ મોટી ચર્ચાનો વિષય નથી. બસ આપણે સૌ મળીને આપણો ઝઘડો પુરબહારમાં ચલાવો ને ! અન્ય સૌ મિત્રોને જ્ઞાન સાથે ગમ્મત થશે !! સરકસનાં પ્રાણીઓ પાસે આથી વધુ તો શું અપેક્ષા રાખી શકાય ?!

            (આપે મને નામથી એક પ્રશ્નાર્થ મુક્યો છે. ’…શું કરો ?’ — તેનો પ્રત્યુત્તર હું અનામત રાખું છું.)

            Like

          2. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,

            શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,

            હમણાં સમાચાર મળ્યા કે બળાત્કારનો ભોગ બનેલી છોકરીનું અવસાન થઈ ગયું છે. આ ઘટના પર કઈ રીતનો પ્રતિભાવ આપવો એની બહુ ચર્ચા થઈ. સ્વસ્થ, શાંત પ્રતિભાવ એટલે શું, ક્યાં અતિરંજના થઈ, બીજા દેશોની સ્થિતિ સાથે આપણા દેશની સ્થિતિની તુલના, આંકડાની ઇન્દ્રજાળ…મૃત્યુ કદાચ બધી ચર્ચાનો અંત લાવી દેશે, એમ માનું છું.

            બળાત્કારના કેટલા આંકડા અમેરિકામાં નોંધાયા અને આપણા દેશમાં કેટલા નોંધાયા, તે અવશ્ય આંખ ખોલી દે તેવું છે. પણ જ્યાં સુધી “નોંધાયા” શબ્દ પર ધ્યાન ન જાય ત્યાં સુધી જ. આપણા દેશમાં “નોંધાવું” અને “બનવું” એમાં મોટું અંતર છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ. હું સીતા, અહલ્યા કે દ્રૌપદીને પણ યાદ કરવા નથી માગતો, કારણ કે ભૂતકાળમાં બધું સારું હતું અથવા બધું ખરાબ હતું – એ બન્ને કથનો આપણને ભૂતકાળની બહાર નીકળવા નથી દેતાં.

            આપણે આજની દુનિયામાં જીવીએ છીએ; ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે, એમ કહીએ છીએ. મેસૅપોટેમિયા, નાઈલ, ગ્રીસ બધાના ભૂતકાળ માત્ર કથાનો વિષય રહ્યા છે, માત્ર આપણી સંસ્કૃતિ જીવંત રહી છે, એમ કહીએ છીએ. આથી સવાલ ઊભો થાય છે કે શું જીવંત રહ્યું છે? જેની ટીકા કરીએ છીએ તે’સંસ્કૃતિ’નાં ખરાબ અંગો સાથે આપણી સંસ્કૃતિનાં એવાં જ અંગોની તુલના કરીને સંતોષ કરી લઈશું?

            આ ઘટનામાં માત્ર બળાત્કાર નથી. એવું ન બન્યું કે બળાત્કારીઓ દુષ્કર્મ કરીને ભાગી છૂટ્યા. એક ગેરકાનૂની રીતે ચાલતી બસમાં પાંચ જણ દારૂ પીને મોજ કરવા નીકળ્યા. લોકોને ફસાવવા જાણે કોઈ રૂટ પર બસ જતી હોય એમ બૂમો પાડીને બન્ને યુવક યુ્વતીને અંદર આવવા દીધાં. એમની સાથે જઘન્ય કૃત્ય કર્યું તે પછી પણ સંતોષ ન થયો. છોકરીની યોનિમાં સળિયા ભોંકી, એને મૃત્યુ તરફ લઈ જાય એવી ઈજા પહોંચાડી, બન્નેનાં વસ્ત્રો ઉતારી નાખી નગ્ન હાલતમાં સડક પર ફેંકી દીધાં. આ નઘરોળ વર્તણુકની – આજના જમાનામાં – ભૂતકાળમાં નહીં પણ વર્તમાનમાં બનેલી આ ઘટનાની ટીકા મને તમારા લેખમાં ન મળી તેમ જ પ્રતિભાવકોનાં લખાણમાં પણ ન મળી. તમારા લેખની આ અધુરાશ છતાં, મેં તમારી આક્રોશ વ્યક્ત કરવાની રીતને તમારી રીત માનીને હિન્દીમાં વિશાળ વાચક વર્ગ સમક્ષ મૂકવાનું જ સૂચવ્યું. મારી નજરે આમાં બૌદ્ધિક પટાબાજી માટે જગ્યા જ નહોતી.

            અમેરિકામાં પણ આવું બને છે. આપણે કઈ રીતે અલગ છીએ? ગમે તેટલા દાવા કરીએ, અમુક દલીલો તો માત્ર આપણા જેવા રૂઢિચુસ્ત દેશમાં જ સાંભળવા મળશે, જેમ કે સ્ત્રીઓ અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરીને પુરુષની કામૂકતાને ઉત્તેજન આપે છે અથવા સ્ત્રીઓએ રાતના બહાર નીકળવું ન જોઈએ વગેરે… કોઈ આની પાછળનો તર્ક સમજાવી શકશે? કોઈ કહી શકશે કે પુરુષની અનિયંત્રિત કામૂકતાને આપણે શા માટે ક્ષમ્ય ગણી લઈએ છીએ? શું એમ કરીને આપણે બળાત્કારીને અમુક અંશે માફ તો નથી કરતા ને? વિક્ટિમને જ કલ્પ્રિટ નથી માની લેતા? આવો, આપણ્રે દરેક જણ છાતીએ હાથ મૂકીને બોલીએ કે આપણે શું માનીએ છીએ. આનો અર્થ એ નથી કે હું મારી દીકરીને કે પુત્રવધુને રાતે એકલા જવા દઈશ (અને કોઈ સાથે હશે તો એ બચી જશે એવું પણ નથી!). પરંતુ એકલા ફરવાનો, મનગમતાં વસ્ત્રો પહેરવાનો એમનો અધિકાર હું માન્ય રાખીશ. એમ નહીં કહું કે “એ જ લાગની…!” હું એમની સુરક્ષાની ચિંતા કરીશ કારણ કે કેટલાંયે અસામાજિક બળો સામે હું લાચાર છું અને મને પોલીસ વ્યવસ્થામાં વિશ્વાસ નથી. પણ હું છાતીએ હાથ મૂકીને કહું છું કે હું આવી ઘટના માટે કદી પણ સ્ત્રીને જવાબદાર નહીં માનું.

            અમેરિકામાં હાલમાં જ સ્કૂલનાં બાળકોને મારી નાખવાની ઘટના બની. મને તો એ વાંચીને પણ અરેરાટી છૂટી ગઈ હતી. નિર્દોષ બાળકોનાં લોહીની કલ્પના કરો. શા માટે આપણે માનવીય સંવેદનાના સ્તર પર નથી વિચારી શકતા અને દલીલોમાં પડીએ છીએ? અમેરિકામાં પણ સમસ્યાઓ છે.

            પરંતુ હાલમાં જ આયર્લૅન્ડમાં યુવા ભારતીય મહિલા ડોક્ટરનું મૃત્યુ થયું ત્યારે ત્યાંના જ લોકો દેશના ભેદ ભૂલીને સહાનુભૂતિમાં સંગઠિત થયા હતા. બીજી બાજુ, આપણે ત્યાં એક વિદેશી છોકરી બીચારી પ્રવાસે આવે છે અને એરપોર્ટ પરથી જ એનું અપહરણ થઈ જાય છે, બલાત્કાર થાય છે અને પછી લાશને ફેંકી દેવાય છે. કોઈ કશું બોલતું જ નથી. માનવીય સંવેદના દેશની સીમાઓ સુધી મર્યાદિત રહે છે. રામે અમુક વર્તણુક શા માટે કરી અથવા શા માટે ન કરી, રામકૃષ્ણ પરમહંસે શારદા દેવી સાથે અમુક કર્યું અથવા અમુક ન કર્યું, એને આ ઘટના સાથે શો સંબંધ? રામ અથવા રામકૃષ્ણના ઉદ્દેશ્ય જે હોય તે – આપણા સુધી પહોંચ્યા છે?

            હું બધા જ બૌદ્ધિક વિવાદોથી દૂર્ રહીને આ ઘટનાના અપરાધીઓ અને દેશમાં બનેલા બીજા બધા બળાત્કારના કેસોના અપરાધીઓને તાબડતોબ ફાંસી આપવાની માગણી કરૂં છું અને એમાં તમારા વાચકોને અભિપ્રાય આપવા અપીલ કરૂં છું. બહુ વિસ્તારથી લખ્યું છે તો ક્ષમા કરશો.

            Like

            1. આખો બનાવ એટલો બધો હ્રદયદ્રાવક છે કે એનું અતિશય વર્ણન કરવાની મારી હામ ચાલતી નહોતી છતાં ફરી લેખ વાંચશો આની સાથે જેસીકાલાલની ઘટના વિષે પણ લખ્યું જ છે. આ બનાવની ટીકા રૂપે તો આખો લેખ લખાયો છે. કપડા વિષે પણ અગાઉ લેખ લખી ચુક્યો છું. સ્કુલના બાળકો વિષે પણ આના પછીનો લેખ વાંચી લેશો. અમેરિકાના સમાજ વિષે પણ લખ્યું જ છે. છતાં એક વાત કહું કે આખી દુનિયામાં બળાત્કાર થાય છે ભારત કરતા વધુ તેનાથી ભારતમાં થતું બધું વાજબી ગણાય?? જય વસાવડા કહે છે ૭૫ % નોધાતા જ નથી તે બધા નોધાશે તો અવ્વલ નંબર પર આવી જઈશું.. તામારી વાતો સાથે સહમત. તમારી અપીલને સંપૂર્ણ ટેકો..આવા લોકોને જાહેરમાં સૂળીએ ચડાવવા જોઈએ.

              Like

              1. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,
                હું અમેરિકા અને ભારતની સરખામણી કરતો જ નથી. તમે અમેરિકાના બનાવો વિશે લખેલું જ છે. સવાલ કદી પણ દેશનો નથી હોતો. માનવતાનો હોય છે.

                આ આખી ચર્ચામાં કશું ‘માણવા’ જેવું હતું જ નહીં. (સંદર્ભઃ એક કૉમેન્ટ) – આ સામાન્ય સૈદ્ધાંતિક મુદ્દાની ચર્ચા નથી. તમારો આ લેખ એક અત્યંત કરપીણ ઘટના બદલ પોતપોતાની રીતે દુઃખ વ્યક્ત કરવાનું પ્લેટફૉર્મ બન્યો હોત.. કહેવાનો આશય એ છે કે દિલ્હીમાં જે બન્યું તે કોઈ પણ પ્રજાએ સાંખી ન લેવું જોઈએ. આમાં બૌદ્ધિક વાદવિવા્દને સ્થાન જ નથી.

                દેશમાં જે આક્રોશ ભડક્યો છે તે દેખાડે છે કે હજી કઈંક બચ્યું છે. બીજું હું એ વાત પર ભાર મૂકવા માગતો હતો કે અહીં સ્ત્રીને જોઈને કોઈ ચળી ગયા એવું નથી. એમણે ‘મોજ’ કરવાનો મનસૂબો કર્યો. ફસાવ્યાં અને તે પછી પણ જે અનાચાર કર્યા તે સ્વતંત્ર રીતે બળાત્કાર જેટલા જ ક્રુર છે. આ ક્રુરતાને કઈ કામૂકતા સાથે સંબંધ છે?

                હું તમારી સાથે સંમત છું. આ છોકરી હવે નવા સખત કાયદા, પ્રજાકીય જાગૃતિ અને પુરુષના માનસમાં પરિવર્તનના રૂપે જીવતી રહે એવી આશા રાખીએ.

                Like

      2. બાપુ,

        સિંહ અને વાઘ ! હું તો માસ્તર. એટલે આમાંથીય એવો અર્થ કાઢું કે સિંહે ડણક દીધી તો વાઘ બોડમાંથી બહાર નીકળ્યો….એને બહાર લાવવામાં જો હુંય કદાચ નિમિત્ત બન્યો હોઉં તો હાંઉં ! પણ એક વાત નક્કી (ને એનો યશ હું લેવા મથીશ !) કે હજી પહેલી વાર જ એમને હું મળ્યો ત્યારે મેં સાવ અજાણ્યા જેવા એ જણને પહેલો સવાલ જ એ પૂછેલો કે તમારું બૅકગ્રાઉંડ (અભ્યાસમાં) શું ?! આ સવાલ પાછળનો હેતુ એ હતો કે મને એમ હતું કે આ માણહ નક્કી ભાષા કે ફિલસુફીમાં એમ.એ હોવો જોઈએ !! એમનેય નવૈ લાગેલી કે આ કાકો પહેલી જ મુલાકાતે પહેલો જ સવાલ કેમ આવો પૂછતો હશે ?

        હકીકતે આ ભાઈબંધ પાસે કેટલીક એવી તાકાત છે, કેટલીક એવી ભાષાશક્તિ છે જેને નેટજગતે પીછાણવી જરૂરી છે. (કેરોમાં બેઠેલો પેલો વેપારની વાતું કરનારો અલ્લાનો બંદોય એવી જ ભાષામૂર્તિ છે !)

        આજે વાઘની બોડમાંથી જે અભ્યાસુ જણ દેખાયો છે તે માટે હું તમનેય સલામ ભરીશ. કેટલી બધી વાતો એમણે કહી છે !….. (નેટ પર વિગતો તો મળી જ રહે પણ તેને યોગ્ય પરિપ્રેક્ષમાં મૂકવાની તાકાત બધા વાપરતા નથી. તમ જેવા મિત્રો આ ખજાનો સૌ સમક્ષ ખોલીને જે સેવા કરો છો તેને સલામ.)

        મેં તો એક જ વાત મુખ્ય કહી કે આત્યંતિકતા ખતરનાક છે. તટસ્થતા (જેને શાસ્ત્ર વિવેક કહે છે તે) સમાજના શિક્ષકોનું ભૂષણ છે. વિવેકપૂર્ણ રજૂઆત હશે તો વાતમાં ડંખ કે કર્કશતા નહીં આવે. આજે બહુ આનંદ થયો….સિંહ અને વાઘ…..વાહ !

        Like

        1. મને ય બેકગ્રાઉન્ડ પુછજો. ગ્રાઉન્ડ બ્રેકીંગ જાણવા મળશે.હહાહાહ…આમ તો વાઘને સિંહની દોસ્તી બહુ જોવા મળે નહિ પણ આ અજાયબી છે.હહાહા

          Like

          1. ભારતમાં ૭૫% જેટલા રેપ કેસીઝ ધાર્મિક સામાજિક માન્યતાઓને લીધે કદી પોલિસ ચોપડે ચડતા જ નથી. એફ.આઈ.આર. જ થતી નથી.

            Like

  15. ———
    Bhupendrasinh – ચાલો તમે કહો છો તો બીજીવાર વાંચ્યું અને હવે પ્રતિભાવ પણ અપાવો-જ રહ્યો … કારણકે તમારી વાત-વિચાર સાથે હું સંપૂર્ણ સહેમત છું …
    આમ કેમ થયું?
    દરેક સમાજમાં અને ધર્મમાં સેક્સ જેવી કુદરતી ક્રિયાને કેમ ‘પાપ’ની ઉપમા આપવામાં આવી?
    આવી અ-કુદરતી વાતો ફેલાવવાથી કોને ફાયદો થયો?
    માનવ-ઈતિહાસ જોઈએ તો આ વાત થોડી સમજાય છે. માનવ જ્યારથી પોતાની તાકાત થી પોતાના સામ્રાજ્ય સ્થાપિત કરવાની ચેષ્ઠા કરવા લાગ્યો ત્યારથી તે બીજા પ્રદેશ અને સમાજની સ્ત્રીઓ ઉપર બાળાત્કાર કરતો થઇ ગયો. બીજા સમાજની સ્ત્રીઓ ઉપર બાળાત્કાર એટલે તે રાજ્ય / સમાજ ઉપર અઢી પત્ય સથાપિત કરવું, કારણકે તે વખતે સ્ત્રીઓ ઘરમાં-જ રહેતી અને આ યોધ્ધાઓ તેમને ભોગવી અને સ્ત્રીસુખ-ની-તરસ છુપાવતા, પણ સમય સાથે તેમને આવી આદત થઇ ગયી કે બાળાત્કાર તેમનો અધિકાર અને સુખ ભોગવવાનો જરીયો બની ગયો. અને પછી તો કોઈપણ રાજા અને સૈન્ય પોતાની-ઈચ્છએ-તાકાતે વર્તતા થઇ ગયા. ત્યારે … ત્યારે, ધર્મ / સમાજમાં ‘સેક્સ’ ને ‘પાપ’ની ઉપમા આપી જેથી સમાજમાં આ ધર્મનાં અંચળા હેઠળ અનીતિ અને સ્ત્રીઓ ઉપરનાં અત્યાચાર એક અલગ ધાર્મિક-નિયમ દ્વારા અટકાવી શકાય.
    પણ … પરિણામ શું આવ્યું? …
    આ અદ્ભુત કુદરતી ‘ઈશ્વરીય-તત્વ’ સેક્સ અભડાઈ ગયું. સમાજમાં સામાન્ય પરણિત લોકો પણ આ વાતને પાપ સમજવા લાગ્યા અને તેનો ગેરલાભ લયી અને ધર્મ-ગુરુઓએ આ વાતને કડક કાયદામાં પરાવર્તિત કરી અને આ સુંદર-કુદરતી-રસિક વિષયને ધાર્મિક-કાયદાઓની જંજીરો પહેરાવી દીધી … તે એટલે હદ સુધી કે … સામાન્ય સમાજ ફફડવા લાગ્યો અને તાકાત વાળાઓએ રાજકીય તાકાત અને ધાર્મિક નિયમો નીચે પોતાની સવ્છંદ બાળાત્કાર-ની-લીલાઓ ચાલુ રાખી. આ નિયમ સ્ત્રી માટે હોવાને કારણે આ નિયમ પાળવાની જવાબદારી પણ સ્ત્રીઓ ઉપર આવી પડી … અને … જે સ્ત્રીઓ પરદા વિહીન હતી તે-જ આક્રમણોને કારણે અને રાજકીય શાશકોનાં જુલ્માને કારણે પરદામાં રહેવા લાગી … આને કારણે સ્ત્રીઓ આ આકરા નિયમો અને જુલ્મોની નીચે દબાતી ચાલી અને તેમના કુટુંબનાં સભ્યો પણ હવે આ સેક્સનાં નિયમોને લીધે આકળ-વિકળ થઇ રહ્યા. આખા ધર્મ / સમાજમાં પણ કુટુંબનાં સભ્યો પણ આ નિયમનું ઉલ્લઘન ઘર-પરિવાર-કુટુંબો માં જ કરવા લાગ્યા. અને સ્ત્રીઓ બુરખા-ઘૂંઘટમાં છુપાવી દેવાઈ. સ્ત્રીઓની સંપૂર્ણ સ્વતંત્રતા છીનવાઈ ગઈ. સ્ત્રીઓનું સામાજિક-આર્થિક-માનસિક સ્તર ફફડીને દબાઈ ગયું.
    પણ … સેક્સ એ તો ‘ઈશ્વરીય-તત્વ’ …
    સેક્સની કુદરતી ઈચ્છાથી કોણ બચી શકે?
    પછી શરુ થઇ ગયી સાધુઓની પણ લીલાઓ … જેને જે મળ્યું તે લાગ્યા ભોગવવા ધર્મનાં નામે અને જેને સ્ત્રીઓનાં મુખ જોવાની મનાઈ ફરમાવવામાં આવી તેઓની કામ-લીલાની તો CDઓ બહાર પડી અને ધૂમ વેચાઈ … અને જેને કઈ નાં મળ્યું તે સાધુએ કુમળા-બાળકોને અકુદરતી આચરણ થી દુખી-દુખી કરી નાખ્યા …
    હવે એક સત્ય હકીકત – એમેઝોન-રીવરનાં જંગલ પ્રદેશમાં એક આદિવાસી જાતી છે. તેમાં એક નિયમ છે કે જે પુત્રી રજસ્વલા થાય ને તેને સંભોગ-કુટીરમાં જવા દેવાય અને ત્યાં તે પોતાના ગમતા પુરુષને આમંત્રિત કરી શકે સંભોગ કરી શકે અને પછી તે તેમાંથી પોતાને ગમતો પુરુષ પસંદ કરી અને લગ્ન કરે. આ આદિવાસી સમાજે ‘બાળાત્કાર’ શબ્દ ક્યારેય નથી સાંભળ્યો. જ્યાં સેક્સ અને પુરુષ-પાત્ર પસંદગીની પૂરી છૂટ સ્ત્રીને હોય ત્યાં ‘બાળાત્કાર’ શબ્દનો નાશ હોય-જ ને …

    Like

  16. મિત્રો આ છોકરીનું અવસાન થઇ ગયાના સમાચાર મને રાત્રે મીરાબા જાડેજા નામની દીકરીએ છેક કચ્છમાંથી મેસેજ કરીને મોબાઈલ દ્વારા જણાવ્યા કે ‘બાપુ પેલી છોકરીનું અવસાન થઇ ગયું છે ‘ વાંચી હું ઘડીભર સુન્ન થઇ ગયો. ત્યારે હું જોબ પર હતો. પાંચ મીનીટમાં મારા બ્રેઈનમાં અજીબ ચુન્થારો થવા લાગ્યો. મને ખયાલ આવી ગયો કે બ્લડપ્રેશર હાઈ થઇ રહ્યું છે. મનમાં ભયાનક આક્રોશ છવાઈ ગયો. ફક્ત સવારે જ બ્લડ પ્રેશરની ટીકડી ખાઉં છું રાત્રે ઘેર આવીને પણ ખાવી પડી. બીજી ચર્ચાઓ અન્યત્ર કરીશું મેં ઘણું બધું લખ્યું છે, અને લખવાનો પણ છું જ..હું તલવાર કદી મ્યાનમા રાખતો જ નથી. આ મૃત દીકરીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલી આપું છું સાથે સાથે આ જઘન્ય કૃત્ય કરનારા લોકોને સરકાર સત્વરે ફાંસીએ ચડાવી દે તેવી આશા.

    Like

  17. આમ તો અમારે અમારી બેશરમીની પણ ક્યાંક હદ બાંધવી જોઈએ, અને પ્રતિભાવવા ન આવવું જોઈએ ! પરંતુ, માન.દીપકભાઈને ધ્યાને એક વાત લાવવી છે. — “આ સામાન્ય સૈદ્ધાંતિક મુદ્દાની ચર્ચા નથી. તમારો આ લેખ એક અત્યંત કરપીણ ઘટના બદલ પોતપોતાની રીતે દુઃખ વ્યક્ત કરવાનું પ્લેટફૉર્મ બન્યો હોત..” અને “ફાંસી આપવાની માગણી..” —

    હું પણ કહું છું, કૃપયા આ લેખ ફરી વાંચો. માત્ર તાજેતરની દિલ્હીની ઘટના કે એ પ્રકારનાં વિષયે વાત હોય તો, ગુનેગારોને ફાંસી એ પણ બહુ હળવી સજા છે. (માત્ર ફાંસી નહિ, સંગસારીની સજા થવી જોઈએ). દેશમાં કદાચ જ કોઈ હશે જે આ માંગણી નહિ કરતું હોય. હું પણ એ માંગણીમાં સામેલ છું. પણ આ લેખ એ ઘટનાને અનુસંધાને મૂળભુત પ્રશ્નની પણ વાત કરે છે. લોકોની ક્ષણીક લાગણીઓનો લાભ ઊઠાવવો એ તો રાજકારણીઓનું કામ છે. અમારાં ગામની એક, આંતરરાષ્ટ્રીય કક્ષાની, સામાજીક સંસ્થાએ રાબેતામુજબ નવવર્ષ પાર્ટીનું આયોજન કરેલું તે તુરંત રદ કરી દીધું. કંઈ કેટલી સંસ્થાઓ, વ્યક્તીગત રીતે, સમારોહો, જલસાઓ, પ્રસંગો રદ કરી દુઃખમાં ભાગીદારી દર્શાવી. ગુજરાતમાં ચૂંટાયેલા કેટલાક સંવેદનશીલ નેતાઓએ પણ વિજયયાત્રાઓ કે અભિવાદન સમારોહો રદ કર્યા. અને કેટલાકે રાબેતામુજબ ભવ્ય સમારંભો કર્યા પણ ખરા ! (તેઓએ પણ વાજતે ગાજતે દુઃખ વ્યક્ત કરી દીધું અને પોતાની ફરજ બજાવી લીધી ! લોકોને પણ કદાચ આવું દુઃખપ્રદર્શન વધુ માફક આવતું હશે !). આવતી કાલે ૩૧ ડિસેમ્બર છે. જરા નજર રાખજો. એના નામે કેટલી પાર્ટીઓ થશે ! માત્ર એક જ દિવસ, અને લોકો બધું વિસરી ’પાર્ટી’માં મગ્ન બની જશે. આ કડવું સત્ય છે. જો કે આજે આ દુઃખદ કિસ્સાને, કદાચ પ્રજામાં વધુ જાગૃત્તિ આવવાથી, આટલી મહત્તા મળી. એ બહાને પણ સમાજમાં જાગૃત્તિ આવે, કાયદાઓમાં સુધારા આવે, બહેનોની હાલત સુધરે, અસામાજીક તત્વોમાં ભય ફેલાય, કઠોરતમ સજાઓનું પ્રાવધાન શક્ય બને, તો સારું. બાકી અત્રેનાં લોકો થોડા વર્ષ પહેલાં અહીં બનેલાં, ’ચાંદની હત્યા કેસ’ નામે ઓળખાયેલા, જેમાં ધોળા દહાડે એક યુવતીની હત્યા થયેલી અને એક યુવતી બલાત્કારનો ભોગ બનેલી, જઘન્ય કક્ષાનાં બલાત્કાત અને હત્યા કેસનાં સાક્ષી છે. ઘણાં માસે આરોપીઓ ઝડપાયેલાં અને આજે પણ બેઠાંબેઠાં મફતનાં રોટલા તોડે છે. હજુ ચાર દહાડા પહેલાં સાવ નાનકડી, અઢી-ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરાયો અને હત્યા કરાઈ. આવી દરેક ઘટનાનીં નોંધ લેવાનું સૌ માટે શક્ય ન બને. છતાં હજારો કિમી દૂર ઘટેલી ઘટનાની, સ્થાનિક ઘટના કરતાં પણ વધુ, નોંધ લઈ છેવાડાનાં લોકો, દેશ વિદેશનાં લોકો, પણ માત્ર લાગણીઓ દર્શાવી બેસી ન રહેતાં કશીક નક્કર પ્રવૃત્તિઓ પણ કરે છે. લાગણીઓમાં વહેવું એ પણ સારી વાત છે. પણ આ દેશના નેતાઓ હવે જાડી ચામડીનાં થઈ ગયા છે. તેઓને લાગણીઓની અસર થાય કે ન પણ થાય. અને આગલા અનુભવો એમ માનવા પ્રેરે છે કે લોકો પણ બે-પાંચ દહાડા હોબાળો કરીને પછી બધું વિસારી દે છે.

    કહેવાનો આશય એ છે કે, આ લેખ ભલે એક ઘટનાને કારણે લખાયો હોય પણ મૂળભુત સમસ્યા પર વિચાર પ્રગટ કરે છે. અને એટલે જ, પ્રતિભાવકો માત્ર એક ઘટના નહિ, સમગ્ર સમસ્યા વિષયે ચર્ચા કરે છે. આવી જઘન્ય ઘટનાઓને રોકવા માટે સમસ્યાનાં મૂળ સુધી પહોંચવું પડે. શરૂઆત સાવ નાની નાની વાતો અને પ્રભાવ-કુપ્રભાવથી કરી કશીક, ઓછામાં ઓછું વ્યક્તિગત ધોરણે, વ્યવહારમાં, ક્યારેક ઉપયોગી થઈ શકે તેવી, નક્કર સમજણ અને પગલાંઓ સુધી પહોંચવાનો પ્રયાસ થવો જોઈએ. જો લેખકશ્રીનો આશય માત્ર એક ઘટના પ્રત્યે સંવેદના પ્રગટ કરવાનો જ હતો તો અન્ય ચર્ચાઓ (લેખમાંની પણ) અસ્થાને છે. તો પછી કાં તો લેખકશ્રીનો મૂળ હેતુ સમજવામાં અમારી ચૂક થાય છે અથવા સમજાવવામાં તેઓની. અને તો પછી આપની વાત સાચી છે. આવી જઘન્ય ઘટનાઓ પ્રત્યે પોતાનો રોષ કે આક્રોશ પ્રગટ કરવા માટે દરેક લોકોને કોઈ બ્લૉગ, લેખ, લેખક કે ચર્ચાની જરૂર પડે જ તેવું નથી ! એ તો લોકો પોતાની રીતે જ પ્રગટ કરી શકે છે, કરે છે.

    હવે જ્યારે મારા દ્વારા કરાયેલી ચર્ચાને જ “અસ્થાને” ઠરાવાઈ છે ત્યારે વધુ તો શું કહેવાનું રહે ! જેણે પોતાનો મહામૂલ્યવાન જીવ ખોઈને સમાજની આંખો ઉઘાડી એ આત્માને શ્રદ્ધાંજલી. કશુંક નક્કર કાર્ય કરી શકવાની અમોને શક્તિ મળે તેવી પ્રાર્થનાસહઃ સૌ મિત્રોને ક્ષમાયાચના સાથે. ધન્યવાદ.

    Like

    1. પ્રતિભાવ આપવા ના આવવું જોઈએ તેવું મેં તો કહ્યું નથી. ઉલટાની મારી તો ફરિયાદ છે કે હવે તમે પહેલાના જેવા પ્રતિભાવ આપવા આવતા નથી. મારા આલોચકોને હું હમેશાં આવકારું છું તમે આલોચક માત્ર નથી એક પ્રિય મિત્ર પણ છો. અતુલભાઈ માટે આ બ્લોગના દરવાજા કાયમી બંધ છે. મતભેદને મનભેદ સુધી લઇ જઈ એમણે ઘણું કર્યું છે એનું વર્ણન ફરી કરવું નથી. યાદ પણ નથી કરવું જે ગામ જવું નહિ એનું નામ લેવું નહિ. મારી કાયમ ચૂર્ણ જેવી પોસ્ટ વાંચતા એમને કાયમી સંગ્રહણીનો રાગ આલાપવાનો છે. હહાહાહાહાહા.. હવે તમે મતભેદને મનભેદ સુધી લઇ ના જતા તેવી સ્પષ્ટ સૂચના આપું છું નહિ તો બહુ મારીશ…જુગલભાઈની સાક્ષીમાં પાછો..અને મુન્શીડો તો બાજુમાંજ હસતો હસતો ઉભો હશે.. દક્ષાબેન છોડાવશે પણ નહિ ઉલટાના કહેશે બે વધારે મારો…ઈ લાગના જ સે…હહાહાહાહાહાહાહા..

      Like

      1. અરે, અશોકભાઈ હું એટલું જ કહેવા માગતો હતો કે આ બાબત બૌદ્ધિક ચર્ચાની નથી. આ માત્ર બળાત્કાર પણ નથી પણ માણસની અંદર એક પશુ વસે છે તેનું કુકૃત્ય છે. અજમલ કસાબે મુંબઈ પર ત્રાસવાદી હુમલો કર્યો તેમ આ પણ આપણાં માનવીય મૂલ્યો પર ( માત્ર ભારતીય નહીં) ત્રાસવાદી હુમલો છે. આ ઘટનાનું ઘાતકીપણું હૈયાને હચમચાવી દે એવું છે.

        મેં લખ્યું જ છે કે આપણી સંસ્કૃતિમાં બધું સારૂં છે એમ કહેવું કે બધું ખરાબ છે એમ કહેવું એ બન્ને બાબતો આપણને ભૂતકાળમાં જ રોકી રાખે છે.. મેં તો શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના લેખની અધુરાશ પર પણ ધ્યાન દોર્યું છે કે આ ક્રુરતાને કામૂકતા સાથે સંબંધ નથી.

        પરંતુ મને લાગ્યું કે આપણે ‘રડવા’નાં કારણોને બદલે ‘રડવાની રીત’ વિશે ચર્ચા કરતા થઈ ગયા. પોક મૂકીને ન રડાય, ડૂસકાં ન સંભળાવાં જોઈએ વગેરે નિયમોની ચર્ચા કરીએ અને રડવાનાં કારણૉની ચર્ચા ન કરીએ એ કેમ ચાલે?. એક જણ જોરથી રડે, બીજો ચુપ રહીને આંસુ સારે. રડવાનું કારણ છે કે નહીં, એ મૂળ સવાલ છે. પહેલાં આવું હતું કે નહીં, એ બધાં અર્થઘટનો છે. કોઈ કહે પહેલાં આવું નહોતું, કોઈ કહે કે આપણા સમાજમાં પહેલાં પણ આવું જ હતું. બન્ને જણ માત્ર આજની ચર્ચા કરે તો? તો, બન્ને પોતપોતાની રીતે રડે તેમાં કઈં પણ ખોટું નથી. રડતી વખતે પણ અમુક નિયમો પાળવા જોઈએ એ તો બૌદ્ધિક વ્યવહાર થયો.

        વ્યક્તિગત રીતે મારી મર્યાદા મેં તો સ્વીકારી લીધી છે કે હું કાયર છું અને મારી પુત્રી કે પુત્રવધુની સલામતી માટે એમને રાતે બહાર જતાં રોકીશ. હું આટલું જ કરી શકું.આનું કારણ એ કે વ્યક્તિગત રીતે હું માત્ર આટલું જ કરી શકું. સ્ત્રી સન્માનભેર ફરી શકે એવા કાયદા ન બને ત્યાં સુધી આપણે સૌ વ્યક્તિ તરીકે આપણી માતાઓ, પુત્રીઓ અને બહેનોની સુરક્ષામાં કમજોર જ સાબીત થવાના છીએ. દિલ્હીમાં તો આ આતંકનો માહૌલ કેટલાયે દાયકાઓથી છે જ. એક ઘટના કરતાં મૂળ માહૌલ પર ધ્યાન આપવું પડશે. આજની સ્થિતિમાં રામ કે રામકૃષ્ણ પરમહંસનાં કૃત્યો અથવા આદર્શોની ચર્ચા મને “અસ્થાને” જણાઈ હોય તો હું તમારો, શ્રી જુગલભાઈનો અને શ્રી ભૂપેન્દ્રસિંહભાઈનો અવશ્ય અપરાધી છું.

        તમારી એ વાત સાથે સંમત છું કે લોકો નવા વર્ષની ઊજવણી માટે તૈયારીમાં લાગી ગયા હશે. દિલ્હીમાં કૉનોટ પ્લેસમાં ટ્રાફિક નિયંત્રણના નિયમો પણ જાહેર થઈ ગયા છે!

        Like

      2. ના ! ના ! બાપુ, માઠું લગાડવાની વાત જ નથી. મને મલાલ માન.દીપકભાઈ જેવા મિત્રની વાતને કાપવાનો થયો. માટે ’બેશરમીની હદ’ વાપર્યું. હું ’સાચો’ એવું સાબીત કરવાની લાલચ રોકવી અઘરું કામ છે. જો કે દીપકભાઈએ મારી ચર્ચાને સાવ અસ્થાને તો નથી જ ગણાવી એ જાણી કંઈક રાહત થઈ. મને ડર એ રહે કે, ક્યાંક દૂધ ઠામુકું બોઘરણાંની બારું જ નથી જાતું ને ! બાકી આપની સાથે તો હું પૃથ્વીનાં છેડા સુધી લમણાંઝીંક કરતો રહીશ !!! આમે કુરુક્ષેત્રમાં ખાંડાં નહિ ખખડાવીએ તો શું મંજીરા અને ઢોલક લઈ ભજન ગાશું !!!

        દીપકભાઈ જે ’ડર’ની કબૂલાત કરે છે એ ડર, અમ જેવા દરેકને સતાવતો ફરે છે. કદાચ અમે વધુ કાયર છીએ કે કબૂલી પણ શકતા નથી. ચાલો એક હોમવર્ક કરીએ, આટલી ચર્ચા પછી રસ ધરાવતા સૌ મિત્રો (સ્ત્રી-પુરુષ બધાં), પોતાનાં અનુભવ કે આવડતનાં જોરે, પાંચ પાંચ કે દશ દશ એવા મુદ્દાઓ તૈયાર કરીને લખે. (પોતપોતાના બ્લૉગે) ભલે કેટલાંક બેવડાતા રહે. જે મુદ્દાઓ બહેનો દિકરીઓ અને સમગ્ર સમાજને ત્રણ રીતે ઉપયોગી થઈ શકે. (૧) સાવચેતી, (૨) બચાવ, અને દૂર્ભાગ્યે આવી ઘટના ઘટીત થઈ જ જાય તો (૩) લડાઈ. મેં માત્ર સુઝ્યાં તેવા મુદ્દા જણાવ્યા. વધુ અર્થપૂર્ણ મુદ્દાઓ ઉમેરી શકાય. હા, બેઠાબેઠાયા ઉપદેશાત્મક નહિ પણ વ્યવહારુ અને કારગર નિવડી શકે તેવા મુદ્દાઓ લઈશું. આ કાર્ય તુરંત જ કરવું એવું નથી પણ આ કાર્યને સાવ છોડી દેવું એવું પણ ન થાય તે જોવું.

        મારો જાત અનુભવ છે કે, ભિન્ન ભિન્ન સ્થિતિઓમાં વસતા અનેક લોકો એકઠા મળી ઘણું ઉપયોગી વિચારી શકે છે. એક માણસ બહુ તો પોતાની આવડત, વાતાવરણ, અનુભવ જેટલું વિચારી શકે. પણ ૧ અને ૧ મળી ૧૧ થઈ શકે છે. યોગ્ય જણાય તો સૌ વિચારશોજી. આભાર.

        Like

  18. સાચી સમઝણ, ખરી સંવેદનશીલતા, જબરી હીમ્મત, પ્રમાણિક નિસ્બત વગર આવો લેખ લખી જ ન શકાય. ભૂપેન્દ્રસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપને ખૂબ ખૂબ અભિનંદન.

    Like

  19. સાર્કોઝી અને કાર્લાબ્રુની વખતે ભારત સરકારે જે સ્પષ્ટ વલણ અપનાવ્યું તેવું ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જુલિયા ગિલાર્ડના કેસમાં ના કર્યું. ભારત સરકાર આ વખતે ઉદાર બની. ભારત સરકારે જુલિયા ગિલાર્ડ સાથે તેમના પાર્ટનર ટીમ મેથીસનને ભારત આવવું હોય તો ’ભલે પધાર્યા’ કહેવા તૈયારી રાખી. તેમને બધાં જ સન્માન અને દરજ્જાના હક્કદાર બનાવવાનું નક્કી થયું. ફ્રાન્સના પ્રમુખ વખતે અપનાવવામાં આવેલા અભિગમ કરતાં આ અભિગમ વિરોધાભાસી હતો. વાત એમ હતી કે ઓસ્ટ્રેલિયાનો કોમન લો અને ફ્રાન્સનો કોમન લો અલગ છે. ફ્રાન્સમાં કોઇ સ્ત્રી-પુરુષે લગ્ન કર્યાં ના હોય તો તેને પતિ-પત્ની તરીકેનો અન્ય કાયદાકીય દરજ્જો મળતો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાના કોમન લો પ્રમાણે લગ્ન ના કર્યાં હોય તો પણ ટીમ મેથીસનને જુલિયા ગિલાર્ડના પાર્ટનર તરીકે કાયદો સ્વીકારે છે. વડાપ્રધાનના પાસપોર્ટમાં પણ ટીમ મેથીસનના નામનો ’પાર્ટનર’ તરીકે ઉલ્લેખ કરેલો છે. ટૂંકમાં ફ્રાન્સમાં લગ્ન કર્યા ના હોય તો પાર્ટનરને લીગલ સ્ટેટસ મળતું નથી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યાં ના હોય તો પણ પાર્ટનરને લીગલ સ્ટેટસ મળે છે.

    Like

  20. દાદાશ્રી : એવું છે ને, કોઈ માણસ કર્મ કરતો હોય ને તો આંખે દેખાય નહીં. દેખાય છે તમને ? આ જે આંખે દેખાય છે ને, એને આપણાં જગતના લોકો કર્મ કહે છે. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આણે આને માર્યો, એવું કર્મ બાંધ્યું. હવે જગતના લોકો એવું જ કહે છે ને ?

    Like

  21. ૨૦૧૨ ડિસે. થી આજે ૨૦૧૫ ડિસે. સૂધીમાં આ લેખ આજે પણ સાંપ્રત, અથવા સદાકાળ સત્ય જ સાબિત થયો છે. લેખ અને બાપૂની લેખિની વાઢીનાંખે એવી છે. સાથોસાથ મળેલી કોમેન્ટનો આક્રોશ પણ આ નફ્ફટ સમાજને અત્યાર સૂધી બદલી શક્યો નથી એ દુખદ વાત છે.

    Like

      1. આપની આ લિન્ક મેં આભાર સહિત ફેસબુક પર પોસ્ટ કરી છે.
        ****************
        શ્રી દિપકભાઈ ધોળકિયા સાહેબે ભુપેન્દ્રસિહ રાઓલની નરધોળ સમાજની….લેખ અંગે રાજ્ય સભામાં જુવૅનાઈલ જસ્ટિસ બિલ અને બીજા દેશોની કાનુની જોગવાઈની માહિતી મોકલી છે જે જાણવા જેવી છે. આભાર દિપકભાઈ.

        Like

Leave a comment