ગુજરાતમાં મોદીનો વાવટો ફરી લહેરાશે?
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગીને બંધ થઇ ગયા છે. વર્ષોથી હિન્દુત્વનો ઝંડો પકડીને સત્તા પર આવી ગયેલ ભાજપા ગુજરાતના સિંહાસન પરથી ઊતરવા તૈયાર નથી કે ગુજરાતની ભીરુ પ્રજા એને ઊતરવા દેવા માંગતી નથી. દાયકો વીતી ગયો કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખે. હવે આ વખતની ચૂંટણીમાં સત્તાનો ભૂલાયેલો સ્વાદ ચાખવા કોંગ્રસ ભુરાઈ થવાની છે. એના માટે ગમે તે હદે નીચે ઊતરવા તૈયાર થઈ જાય તો નવાઈ નહિ. સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે. એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે. જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય. આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય. બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે. મેમલ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા હોય છે અને દરેક સમૂહને એક નેતાની જરૂર હોય છે. નેતા જેટલો ડોમીનન્ટ તેટલો તેનો સમૂહ સીધો ચાલવાનો. બળવાન નેતાની જરૂર દરેક સમૂહને હોય છે. કારણ બળવાન નેતા જ સમૂહને પ્રિડેટરથી બચાવતો હોય છે. દરેક mammals ની સર્વાઈવલની તકનીક કે પધ્ધતિ બેજીકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે. mammals ગ્રૂપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે, અને નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. ઉત્ક્રાંતિવાદના મનોવિજ્ઞાનનું આ કડવું સત્ય છે.
કેશુભાઈ પટેલ ચૂંટાયેલા બધા ધારાસભ્યોને ખુશ રાખવા મથી રહ્યાં હતા એમાં જમ્બો પ્રધાન મંડળ બનાવી નાખ્યું હતું. નબળો આલ્ફા નેતા પોતાના સાથીદારોને કાબુમાં રાખી શકતો નથી, છેવટે ગબડી પડ્યા. આવા ઉત્તમ આલ્ફા નેતાનું ઉદાહરણ છે નરેન્દ્ર મોદી. કોઈ લોબીને તે ગાંઠ્યા નથી. એમના હાથ નીચે કામ કરતા પ્રધાનોને પણ એમની કેબીનમાં જતા ડર લાગતો હશે .ઢીલાં કેશુભાઈએ મોટાભાગના ધારાસભ્યોને પ્રધાન અને બીજા મહત્વના પદ સોંપીને રાજી રાખવાનો પ્રયત્ન કરેલો. પણ દરેકને મુખ્ય પ્રધાન બનવું હોય છે. છેવટે સરકાર તૂટી પડી હતી. મોદીએ ૧૫ પ્રધાનોથી શરુ કરેલું. આજે પણ ધારે તો ફક્ત પાંચ પ્રધાનો વડે ચલાવે તેવા છે. આપખુદ ગૃપનેતાની ગેરહાજરીમાં ગ્રૂપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પાન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. મોદી પણ એમના ભાષણો માટે પ્રખ્યાત અને કાબેલ છે. બુમો પાડવામાં શુરા છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રીડેટરથી કઈ રીતે બચાવશે?
ગુજરાતની પ્રજા પહેલેથી ભીરુ રહી છે. હિન્દુત્વનો ઝંડો પકડીને સત્તા પર આવી ગયેલા ભાજપાના નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની ચાદર ઓઢી લીધી છે. ધર્મની ધાબળી પર વિકાસની ચાદરનું મુલાયમ કવર મોદી ચડાવી ચૂક્યા છે. મોદી પ્રચારશુરા છે. નવી ટેક્નોલૉજી વાપરવામાં પણ શુરા છે. બોલવામાં એમને કોઈ પહોચે તેવું હાલ ગુજરાત કોંગ્રેસમાં છે નહિ. સત્તા મેળવવાની લાલસામાં પટેલ લોબી મોદી સામે પડી ચૂકી હતી પણ મોદી કોઈ લોબીને ગાંઠ્યા નહિ તેનું કારણ ધર્મભીરુ પ્રજા એમની સાથે છે તેવું મોદી જાણતા હતા. પટેલ નેતાઓ ભલે મોદી સામે હશે પણ પટેલ કોમ મોદી સાથે હશે તેવું માનવું અઘરું નથી. કેશુભાઈ પટેલ મરણિયો પ્રયાસ કરીને જુદા પડી ગયા. એમની મોદી સામેની ફરિયાદોનો દોર કેન્દ્રના ભાજપના વડીલ નેતાઓ સાથે ચાલતો હતો ત્યારે ઘણા મિત્રોનું સાદું ગણિત હતું કે કેશુભાઈ ગુજરાત ભાજપના પાયાના પથ્થર છે માટે એમનું ભાજપમાં ચાલશે અને મોદી પ્રાદેશિક પક્ષ બનાવી સત્તા ટકાવી રાખશે. ત્યારે મારું સાદું ગણિત કહેતું હતું કે ભાજપા મોદી નામના પ્રકાશમાન સૂર્યને નહિ છોડે, નિસ્તેજ બની ચૂકેલા ગ્રહને વિદાય આપી દેશે અથવા જતા રોકશે નહિ, અને એવું જ થયું કેશુભાઈએ પક્ષ છોડ્યો. પાયાના પથ્થર શંકરસિંહ વાઘેલાને પણ ભારે ઉપેક્ષા પછી બળવો કરીને વાગોવાઈને ગદ્દાર જેવા વિશેષણો મેળવીને વિદાય થઈ જવું પડેલું. ભાજપાની આ રીતિનીતિ કાયમી થઈ ગઈ છે. યુ.પી.ના કલ્યાણસિંહ, મદનલાલ ખુરાના, ગોવિન્દાચાર્ય, જસવંતસિંહ, ઉમાભારતી બધા આવી ઉપેક્ષા અને અવહેલના વેઠી ચૂક્યા છે.
ગુજરાતમાં તો કૉંગ્રેસ લાંબો સમય સત્તા વિહોણી રહી છે એટલે આર્થિક કૌભાંડો કરવાનો ચાન્સ ગુજરાતમાં મળ્યો નથી તે પૂરતી તેની આબરૂ સારી ગણી શકાય. પણ કેન્દ્રમાં નિતનવા લાખો કરોડોના આર્થિક કૌભાંડો રોજ કોંગ્રેસના રાજમાં બહાર હજુ પણ પડે જાય છે તેની અસર ગુજરાત કોંગ્રેસને પડવાની જ છે. કૌભાંડ શબ્દ કોંગ્રેસનો પર્યાય બની ચૂક્યો છે. વિકાસની લાહ્યમાં મોદી ઉદ્યોગપતિઓના આંધળા તરફદાર બની ચૂક્યા છે, અને એનો લાભ શઠ ઉદ્યોગપતિઓ લીધા વગર રહે તે વાતમાં માલ નથી. મહુવામાં ખેડૂતોનું આંદોલન આવા શઠ ઉદ્યોગપતિઓની અંધ તરફદારીનું કારણ છે. ઉદ્યોગપતિઓ સીધા ખેડૂતો પાસે જમીન લેવા જાય તો પોસાય નહિ. સરકાર જમીન સંપાદન કરીને આપે તો જ સસ્તી પડે. બાળકોના અપહરણ, ખેડૂતોની આત્મહત્યાઓ, સરકારી ખર્ચે મહાઉત્સવોમાં થતા બેફામ ખર્ચાઓ અને એવા બીજા અનેક મુદ્દાઓ મોદી વિરુદ્ધ જતા હોય છે. પણ કોંગ્રેસે કેન્દ્રમાં કૌભાંડો બાબતે જે મહા વિકાસ કર્યો છે તેનો લાભ ગુજરાતમાં ભાજપા લઈ જશે તેની કોઈ નવાઈ નથી. ગુજરાતમાં જે વિકાસ દેખાય છે તેની અવગણના પણ કરી શકાય તેમ નથી. સાત વર્ષે મેં અમદાવાદ જોયું તો એની કાયાપલટ તરત જ ઊડીને આંખે વળગી હતી.
૭ ઑક્ટોબર ૨૦૦૧ના દિવસે ગાદીનશીન થયેલા નરેન્દ્ર મોદી જુલાઈ ૨૦૦૭માં ૨૦૬૩ દિવસ સળંગ સત્તા પર રહીને લાંબો સમય ગુજરાત ખાતે સત્તા પર રહેવાનો રેકૉર્ડ બનાવી ચૂક્યા હતા. ડિસેમ્બર ૨૦૦૭મા પ્રજાએ ફરી ગાદી પર બેસાડી દીધા હતા. ગુજરાતની શાંતિ ઇચ્છતી મોજીલી ભીરુ પ્રજા નરેન્દ્ર મોદીને આગામી ડિસેમ્બરમાં ફરી ગાદી સોંપી દે તો નવાઈ નહિ..
Gujrati Dharmabhiru Praja…lol..:D Good one…;)
LikeLike
વાવટો જરૂર લહેરાશે ….
LikeLike
નેતાની વ્યાખ્યા શું? લોકો કહે તે કરે તે નેતા કે નેતા કહે તે લોકો કરે તે નેતા? આજે દેશમાં દરેક નેતા પ્રજાને ગમતું કરવા તૈયાર છે પ્રજાને લાભપ્રદ છે કે નહિ તે જોતા નથી, હું મોદી કે ગાંધી કોઈનો ટેકેદાર નથી અને મારું કોઈ હિત પણ સંકળાયેલું નથી, પરંતુ એક જિજ્ઞાસુ તરીકે જોઉં છું ત્યારે લાગી છે કે શ્રી મોદી જયારે વિકાસ અને ઉદ્યોગની વાત કરે છે ત્યારે કોંગ્રેસ ને વાંધો પડે છે, મોદી ઉદ્યોગપતિના માણસ છે એમ કહે છે, વિકાસ થઇ રહ્યો હોય ત્યારે દરેક સ્થળે એક સાથે તેની અસરો ન પડે, અને એને નુકસાન ગણવામાં આવે, ઉદ્યોગો માટે જમીન જોઈએ અને એ જમીન આપવામાં આવે ત્યારે કહે કે તરફદારી છે,જો જમીન નહિ મળે તો શું હવામાં ઉદ્યોગો સ્થાપશે? કચ્છ જે રણ પ્રદેશ કહેવતો હતો ત્યાં પણ ઉદ્યોગો શરુ થયા તો એમાં કેટલા માણસો ને નુકસાન થયું? જો કોઈ ખાનગી કંપનીએ દરિયાઈ બંદર બાંધ્યું તેમાં કેટલા નું હિત જોખમાયું? આ ઉદ્યોગોને કારણે રોજી રોટી મળવા માંડી અને બેકારીનું પ્રમાણ થોડું છું થયું તો વધારે કેમ ઓછું ન થયું, અને ઉદ્યોગોને કારણે ન થયું એવી ખોટી દલીલો શા માટે કરવામાં આવે છે?
મોદી કોઈ મંત્રીને ભાવ આપતા નથી, કોઈના કામ કરતા નથી એવી જે દલીલો થાય છે તો તે તેમની કાર્ય પદ્ધતિ છે, અંગત વાંધા હોઈ શકે પણ તેઓ નેતા છે, અને તેમના અનુયાયીઓને શાસનમાં રાખી શકે છે અને તેથી તે ચર્ચાનો મુદ્દો નથી, જે શ્રી કેશુભાઈ ન કરી શક્યા, ખોટા પ્રચાર સામે સાચી હકીકત રજુ કરવા જો કોઈ ઉત્સવો કર્યાં હોય તો તે ક્ષમ્ય છે, કારણકે સત્તાભૂખ્યા પક્ષોને વાંધા કાઢવા સિવાય કોઈ કામ નથી, જે ઔદ્યોગીકરણને વિપરીત વિકાસ કહે તેઓ શું ન કરી શકે? જયારે એ પ્રકારના ઉત્સવોનું મહત્વ નહિ રહે કે વધારે પડતા થઇ જશે ત્યારે જનતા જ કહેશે કે ભાઈ બંધ કરો, પણ જો 30 વર્ષ સુધી સત્તામાં રહીને જનતાના ભાગ પાડવા સિવાય, પૈસા બનાવવા માટે જ સત્તા ની સિદ્ધાંત રાખ્યો હોય તો તેમને તો વાંધો પડે જ, શ્રી સિદ્ધાર્થભાઈ અને બીજા નેતા પુત્રો જે અત્યારે નેતા છે તે આપની સામે જીવતા ઉદાહરણો છે, શ્રી ચીમનભાઈ, શ્રી માધવસિંહ, શ્રી અમરસિંહ વ,વ, શું કર્યું હતું તેના સાક્ષીઓ હજી છે,
LikeLike
ન મો – એતો સુશાસનનો પર્યાય …
તેઓને મુખ્યમંત્રી ‘નાં’ કહેવાય … એતો ગુજરાતનાં સીઈઓ છે Bhupendrasinhભાઈ …
જે માણસ સવારનાં 5 વાગ્યાથી કાર્યની શરૂઆત કરે તે ક્રાંતિ જરૂર આણે …
આ નિરાશા-વાદી ભારતીય સમાજમાં એક નવો જુવાળ ભર્યો છે નમો એ …
ક્યારેક તેમના સંપર્કમાં આવેલા સરકારી અમલદાર કે કોન્ટ્રાકટર કે સામાજિક સંસ્થા વાળાઓને પૂછી જો-જો … મેં તો ઘણી વાતો સાંભળેલી છે … અને અભિભૂત થયો છું એટલે હું બોલું તો કદાચ તમને સાચું નહિ લાગે પણ અહી હું થોડીક વાતો ટાંકું છું …
** એક જાણીતા ઉદ્યોગ પતિએ તેમની કંપનીના ઉદ્ઘાટન માં બોલાવ્યા અને જયારે તેમને દાન વિષે વાત કરી તો નમો એ સ્ત્રી સુધાર સંસ્થાના નામે ચેક (વ્હાઈટ મની) માટે કહ્યું … (ઉદ્યોગપતિનાં મુખેથી સાંભળેલી વાત)
** એક કોન્ટ્રાકટરને અમલદારો દ્વારા જણાવ્યું કે તમારી કંપનીએ જે પેલો રોડ બનાવ્યો છે તે ચાલુ-ક્વાલીટીનો છે તો ફરીથી બનાવો ત્યાં સુધી તમારા બીજા કોન્ત્રક્ત કેન્સલ …(રોડ અને બિલ્ડિંગ ખાતા નાં કલેકટર લેવલ નાં મિત્ર પાસે સાંભળેલી વાત) ….
આવી તો કઈ કેટલીયે વાતો છે જે નમોનું વ્યક્તિત્વ બતાવે છે … આવી વ્યક્તિ ને સર્મુખાહ્ત્યાર કરતા સીઈઓ કહેવા વધારે યોગ્ય રહેશે … કારણકે કંપનીનાં સીઈઓ તે કંપનીમાં એક હથ્થુ નિર્ણયો લેતા હોય છે કે જે કંપનીનાં હિતમાં હોય … નમો માટે ગુજરાત એક કંપની છે અને તેના વિકાસ માટે તેઓ સવારે 5.00 વાગ્યે ઉઠે છે અને રાત્રે 12.00 પછી સુએ છે અને નિરંતર ગુજરાતનીજ ચિંતા કરે છે …
છેલ્લે કહીશ : ગુજરાત માં થી નમો કેન્દ્રમાં ‘નાં’ જાય તો ગુજરાત માટે સારું …
LikeLike
મોદીએ કોંગ્રેસને સુધરવાની તક આપેલ છે.
જાડી ચામડીના કોંગ્રેસીઓ સુધરે એમ લાગતું નથી.
કોંગ્રેસનું વહાણ ડુબાડવાનું પાપ મોદી ઉપર ઢોળાસે.
LikeLike
THIS ELECTION LOT OF EXCHANGE OF UNPARLAMENTARY LECTURES DELIVERED BY ALL PARTY MEMBERS AND I WAS THINKING THAT VOTER MAY BE CONFUSED AS TO WHOM TO VOTE BUT THE PERCENTAGE VOTING ABOVE 70% SAYS THAT VOTER IS NOT CONFUSED BUT DETERMINED TO ELECT THE BEST CANDIDATE LET US WAIT TILL 20TH DECEMBER 2012
LikeLike
ગત લેખ પરના પ્રતિભાવમાં કહ્યું ને કે, ’ક્યાંક અમારી ચાંચ ડૂબતી નથી !’ જુઓને આ જ લેખ; ’ગુજરાતમાં મોદીનો વાવટો ફરી લહેરાશે?’ — અમોને આવી ખબરૂં પડવા માંડતી હોત તો કાળેપાણે શેના શેકાતા હોત ! ન ગાંધીનગરે મહાલતા હોત !! 🙂 ( જો કે, તા:૨૦/૧૨નાં બપોર પછી પૂછશો તો ફટ દઈને જવાબ હાજર કરીશું ! ).
આપે ઘણો જ અભ્યાસપૂર્ણ અને સમતોલ લેખ બનાવ્યો છે. રાજકારણ વિષય પર મારૂં જ્ઞાન અલ્પ છે. પણ આપના આ લેખ માંહ્યલાં વૈજ્ઞાનિક પાસાઓ ખરે જ વિચારપ્રદ છે. ખાસ તો, ’નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. ઉત્ક્રાંતિવાદના મનોવિજ્ઞાનનું આ કડવું સત્ય છે.’ — હવે કેટલી પ્રજા નબળી છે અને કેટલી શૂર, તે ખબર તો બે દહાડામાં પડી જ જશે ! ધન્યવાદ.
LikeLike
100% agree with you. Perfect analysis.But, Most of your Blog and Facebook friends will not agree with you
LikeLike
આપનું ગગજીભી જેવું ગન્દડે ઘા હોય ચલાવી લેવાનું હહાહાહાહા…. બાપુ મારું એક્સીડેન્ડ થયું અને અંગુઠામાં લાગ્યું છે એટલે વચ્ચેની આંગળીથી ધીમે ધીમે ટાઇપ થાય છે (કોંગ્રેસને આંગળી કરું છું એવું ન સમજવું (???) કૌંસમાં કૌંસ સમજવાં વાળા સમજી જાશે) બાકી અશ્કાની ઉગ્રતા આજે આંગળીના ટેરવે આવીને અટકી ગઇ… કાદવમાં કમળ ખીલતું રહે એવી ઇચ્છા અને અરમાનો સાથે જય હિન્દ વંદે માતરમ (આ કોમેન્ટ ઈલેક્શન પહેલાની છે)
LikeLike
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ૯૪ ટકા બળાત્કાર જે તે યુવતી કે બાળકીના સગાં-સંબંધીઓ કે પરિવારના મિત્રો દ્વારા જ થાય છે. બળાત્કારનો ભોગ બનતી યુવતીઓમાં ૧૦.૬ ટકા તો ૧૪ વર્ષની વયથી નીચેની સગીરાઓ હોય છે. જ્યારે ૧૯ ટકા ટીન એજ હોય છે. એ જ રીતે ’જાગોરી’ અને દિલ્હી સરકારે કરેલા એક સર્વે અનુસાર (૧) ૮૫ ટકા દિલ્હીની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરે છે. (૨) દરેક વર્ગની સ્ત્રીઓ ૧૫થી ૧૯ વર્ષની ઉંમરમાં કોઈ ને કોઈની છેડછાડ અથવા તો યૌન પ્રતાડનાનો ભોગ બને છે. (૩) પાંચમાંથી ત્રણ મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, કોઈ ને કોઈ સમયે તેમણે શારીરિક છેડતીનો સામનો કર્યો છે. (૪) ૫૦ ટકા મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, બસ અથવા ટ્રેનમાં તેમની સાથે છેડછાડ થઈ ચૂકી છે. (૫) સૌથી વધુ બસ, ટ્રેન, મેટ્રો અને સડકો પર મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર થાય છે. (૬) ત્રણમાંથી બે મહિલાઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાછલા વર્ષમાં બેથી પાંચ વખત તેઓ આ પ્રકારની છેડતીની ઘટનાઓનો શિકાર બની છે. (૭) ૬૫ ટકા મહિલાઓની ફરિયાદ છે કે, તેમની ફરિયાદ પછી પણ તેમને કોઈ મદદ કે રાહત મળતી નથી. બીજી નોંધનીય વાત એ છે કે, રસ્તા પર પસાર થતી કોઈ યુવતી પર બળાત્કાર કરનારા લોકોમાં સૌથી વધુ યુવાનો અશિક્ષિત, ઓછું ભણેલા તથા ઝૂંપડપટ્ટીઓમાં રહેનારા હોય છે. જે રીતે જેલો એ નવી નવી ગુનાખોરી શીખવતી ક્રાઈમ યુનિર્વિસટીઓ બનતી જાય છે તે રીતે ઝૂંપડપટ્ટીઓ પણ ગુનેગારોને પેદા કરતી અને ગુનેગારોને પનાહ આપતી વસાહતો બનતી જાય છે. દિલ્હીની છેલ્લી બળાત્કારની ઘટનાના સાતેય આરોપીઓ ઝૂંપડપટ્ટીમાં રહેનારા છે.
LikeLike
kya gya bhai, election na result pachi chup thai gya ? badha gujarati author ni copy kari ne blog lakho cho … sharm karo sharam
LikeLike
ડફોળ હું લખું છું તે કોઈ લખતું નથી.. ગુજરાતી લેખકો મારો બ્લોગ વાંચીને કોપી કરતા હશે…હહાહા શરમ તો તને આવવી જોઈએ કે મારો બ્લોગ પૂરો વાંચ્યા વગર દીધે રાખે છે…
LikeLike
પ્રથમ મને લાગ્યું એ આ સજ્જને કંઈક અણસમજ કે અજ્ઞાન કે ભૂલથી અહીં પ્રતિભાવ આપ્યો હશે. પરંતુ હાલની છેલ્લી પોસ્ટ પર પણ આવો જ પ્રતભાવ છે એથી નક્કી થાય છે કે માત્ર અપમાનનાં ઈરાદાથી અપાયેલો પૂર્વગ્રહિત પ્રતિભાવ છે. આ વખોડવા લાયક ગણાય. વિચારો સાથે અસહમતી વાજબી અને વખાણવાયોગ્ય પણ હોઈ શકે કિંતુ ભુપેન્દ્રસિંહ જેવા યુનિક વિચાર અને લખાણશૈલી ધરાવતા મિત્ર પર અસંદર્ભ કોપી-પેસ્ટનો આરોપ અમાન્ય છે. એમના મિત્રો તો ઠીક (વૈચારિક) વિરોધીઓ પણ નહિ માને.
LikeLike
અશોકભાઈ હું નાના છોકરાને પણ માન દઈને બોલાવું છું. એમાં જ ફેસબુકમાં તેમજ બ્લોગમાં મારા યુવાન મિત્રો મને પુષ્કળ માન આપે છે. પછી નાં છુટકે કોઈને ડફોળ કહેવો પડે છે.
LikeLike
તુલસી ઈસ સંસાર મેં, ભાત ભાત કે લોગ…..
LikeLike