જિંદગીમાં એક વાઘ જોઈએ…

untitled-2

જિંદગીમાં એક વાઘ જોઈએ…

દરેકની જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વાવાઝોડું આવતું હોય છે, કોઈ ઝંઝાવાત આવતો હોય છે. કોઈ અતિ વહાલું સ્વજન ગુજરી જતા જીવન નૈયા ડૂબી ગઈ હોય એવું લાગતું હોય છે. કોઈ ધંધામાં નુકશાન થતા લાઇફબોટ પોતેજ ડૂબી ગઈ હોય તેવી ક્ષણો આવી જતી હોય છે. તેવા સમયે જીવન નૈયા પર એક વાઘની જરૂરત ઊભી થતી હોય છે. લાઇફબોટનું ઉપલું કવર ખોલીને નીચે જોતા એક વાઘ છુપાયેલો નજરે ચડવો જરૂરી બની જતો હોય છે. વાઘ બહુ ક્રૂર પ્રાણી જરૂર છે, પણ એના મેમલ બ્રેઈનમાં ઓક્સીટોસીન જરૂર સ્ત્રવતા હોય છે. આ વાઘ જ જીવન જીવવાની મહેચ્છા પેદા કરી જતો હોય છે. એક આશા જગાવતો હોય છે. આ વાઘ જીવન આગળ ધપવા પામે તેવું કશુંક કરી જતો હોય છે. આ વાઘ એક સાહસ પેદા કરી જતો હોય છે. આ વાઘ કોઈ પણ બની શકે, કોઈ પણ હોઈ શકે.

મારા પિતાશ્રી ઓચિંતાં ફક્ત ચાર દિવસ બીમાર રહીને સિવિયર હાર્ટએટેકમાં ગુજરી ગયા ત્યારે મારું પણ વહાણ આ ઝંઝાવાતમાં સાવ ડૂબી ગયેલું. પણ મારી લાઇફબોટમાં થોડા વાઘ હતા. સૌથી મોટો વાઘ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રી હતા. મારી શ્રીમતી હતી, મારા બે બાળકો પણ હતા. થોડા આઘાત પછી મારું ફોકસ મારા કાયમ બીમાર રહેતા માતુશ્રીની ચિંતા કરવામાં રહેવા લાગ્યું. હું મારી લાગણીઓમાં ડૂબી મરવાને બદલે પત્નીનાં સહકાર વડે માતાની સારસંભાળમાં પડી ગયો. મારા પિતા મારા માટે સર્વસ્વ હતા પણ એમના ગયા પછી બીજા પ્રત્યેના ધ્યાને મને આગળ ધપતો રાખ્યો. લગભગ દરેકના જીવનમાં આવી આકરી ક્ષણો આવતી જ હોય છે ત્યારે કોઈ વાઘ આગળ ધપવામાં જરૂર મદદ કરતો હોય છે.

જીવનની અદ્ભુત નાવમાં મુસાફરી કરતા બચપણમાં થોડા ખરાબ અનુભવો પણ થઈ જતા હોય છે. ઝંઝાવાતો આવી જતા હોય છે અને લોકો એને સહન પણ કરી જતા હોય છે. છતાં આશા રાખું કે દરેકની જીવન નૈયા પર એક વાઘ કુદરતી ભેટ તરીકે હોય. આપણી પોતાની લાગણીઓ, ભાવનાઓ અને જરૂરિયાતો સિવાય પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય તે પણ જરૂરી છે. Without focus, we become self-absorbed, passive, and confused.  આપણે મુશ્કેલીઓનાં લીધે નાશ પામી જતા નથી પણ આપણું ધ્યાન કોઈના પ્રત્યે હોય નહિ તો જરૂર ખતમ થઈ જવાના.

પૂર્વ અને પશ્ચિમ પાસે સુખને જોવાની દ્ગષ્ટિ જુદી જુદી છે. પશ્ચિમનાં લોકો  જીવન પ્રવાહને સર્જીને સુખ પામે છે પૂર્વનાં લોકો જીવન પ્રવાહને સમજીને સુખ માને છે. પશ્ચિમ પાસે સર્જનાત્મકતા છે, પૂર્વ પાસે સમજ છે, જીવન પ્રવાહને સમજવાનું ડહાપણ છે. કેન્દ્રિત મન એક સાધન બની જાય છે. કોઈ બીજા પ્રત્યે કેન્દ્રિત મન હોય તો જીવવા માટે એક બળ મળે છે, એક હેતુ મળે છે, અકારણ જોખમ લેવાનું ટાળવાની આદત પડે છે. જ્યારે એક લાઇફ પાર્ટનર જિંદગીમાં હોય તો તમે વધારે જીવી શકો છો. થોડા બાળકો હોય, ભલે મુશ્કેલીઓ સર્જાતા હોય પણ તમે ઓર વધારે જીવી શકો છો. આપણે કોઈ વૃદ્ધ ગુજરી જાય તો એમના સંબંધીઓને કહેતા સાંભળ્યા હશે કે દાદા કે દાદી ચાર પેઢી જોઇને ગયા. પુત્ર પૌત્રાદી લાંબી જીંદગી માટે ચોક્કસ કારણભૂત બનતાં હોય છે. અરે એક કૂતરું જીવનમાં આવી ગયું હોય તો પણ લોકો વધારે જીવતા હોય છે. એટલે પશ્ચિમના એકલવાયા લોકો કૂતરા પાળતા હોય છે. This is in part so because focusing on other creatures causes us to produce more oxytocin, a calming hormone in both men and women.

ઘરના બારણે કોઈ પ્રિયજનની રાહ જોવી ડિપ્રેશન ઓછું કરનાર બની જતું હોય છે. આપણા કમભાગ્ય માટે કે વિપદા વિષે બીજાને દોષ દેવો કે સંજોગોને દોષ દેવો આપણને ઇનએક્ટીવ બનાવી દેવા પૂરતું છે. બીજા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી એનર્જી વપરાતી હોય છે માટે આપણે તેનાથી ઘણીવાર બચતા હોઈએ છીએ પણ કોઈના પ્રત્યે ધ્યાન ના આપવું વળી વધુ મોંઘું પડી જતું હોય છે.

ઘણીવખત આ વાઘ અથવા ફોકલ પોઇન્ટ આપણું મન ખુદ બની શકે છે. મેડીટેશનની વાતો બધી આજ છે. આપણે આપણા મન પર ધ્યાન કેન્દ્રિત કરીએ, મેડીટેશન કરીએ, વાસ્તવિકતાના આયનામાં જોઈએ ત્યારે આપણા વિચારો અને લાગણીઓને જોઈ શકીએ છીએ એમાં ખોવાયા વગર. ખોવાયા તો ગિયા..ઠાકુર તો ગિયા જેવું..અહાહાહા ! મેડીટેશન કરવાથી બ્રેઈન પર થતા અસાધારણ પરિણામો ન્યુરોસાયન્સ પરના અસંખ્ય અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યા છે, (Buddha’s Brain– by Rick Hanson). થોડું મિનિટનું ધ્યાન વધુ આનંદ અને આંતરિક શાંતિનો અનુભવ કરાવે છે.

એક ૫૫ વર્ષની સ્પેનીશ વિધવા મહિલાએ મને એકવાર કહેલું કે મારો હસબન્ડ મરી ગયે છ મહિના થયા છે, મને એના વગર ખૂબ તકલીફ થાય છે પણ આખી જીંદગી હું એની પાછળ રડી ના શકું. આપણે ભલે ભૌતિકવાદી કહીને આ લોકોને વખોડીએ પણ એની મેન્ટલી રીટાર્ડેડ છોકરી માટે એ બધા દુખ ભૂલીને કામે વળી ગયેલી મેં જોએલી છે. ડૂબતી જીવન નૌકામાં એક વાઘ શોધવા માટે જરૂર છે ફક્ત ખુલ્લી આંખની. શોધી કાઢો એને જે તમારામાંથી શ્રેષ્ઠને બહાર કાઢે. એની કાળજી રાખો એનું ધ્યાન રાખો..તોફાનો આવવાથી જીંદગી કાઈ અટકી જતી નથી.તોફાનો જિંદગીના ભાગરૂપ જ છે.

લંડનના પાંચ પાંચ પબ્લિશિંગ કંપનીઓ તરફથી રીજેક્ટ થયા બાદ   Knopf Canada દ્વારા ૨૦૦૧મા પબ્લીશ થયેલી, Man Booker Prize for Fiction સાથે બીજા અનેક એવૉર્ડ જીતી ગયેલી,  Yann Martel લિખિત ફૅન્ટસી એડવેન્ચર નૉવેલ   Life of Pi  પરથી આજ નામની એક જબરદસ્ત ફિલ્મ બની ચૂકી છે. સમુદ્રી તોફાનમાં પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા અને લાઇફ બોટ પર સાથીદાર તરીકે ભયાનક રૉયલ બેન્ગોલ ટાઈગર સાથે ૨૨૭ દિવસ પછી સર્વાઇવ થઈ જતા એક ભારતીય છોકરાની વાત લઈને આવેલું આ મુવી સહુએ જોવા જેવું છે.

આ લેખ કુદરતી કે માનવસર્જિત આફતોમાં  પોતાના અંગત સ્વજનોને ગુમાવી સર્વસ્વ ગુમાવ્યાની અનુભૂતિ કરતા તથા પોતાના પ્રેમીજનોને સામાજિક પરમ્પરાઓ અથવા બીજા સંજોગોવશાત ગુમાવીને હતાશાની લાગણી અનુભવતા યુવાન યુવતીઓને સમર્પિત…

18 thoughts on “જિંદગીમાં એક વાઘ જોઈએ…”

  1. ‘વાઘ બહુ ક્રૂર પ્રાણી જરૂર છે, પણ એના મેમલ બ્રેઈનમાં ઓક્સીટોસીન જરૂર સ્ત્રવતા હોય છે. આ વાઘ જ જીવન જીવવાની મહેચ્છા પેદા કરી જતો હોય છે. એક આશા જગાવતો હોય છે. આ વાઘ જીવન આગળ ધપવા પામે તેવું કશુંક કરી જતો હોય છે. આ વાઘ એક સાહસ પેદા કરી જતો હોય છે. આ વાઘ કોઈ પણ બની શકે, કોઈ પણ હોઈ શકે’
    ….સરસ માહિતી અને આપના દ્રુષ્ટાંતથી આનંદ
    આમ તો મગજના ‘ફિલ ગુડ’ ફેક્ટર માટે ડોપામાઇન, ઓક્સીટોસીન, એડ્રીનાલીન અને વાસોપ્રેસીન જેવા રસાયણો કામ કરે છે તેમા ઓક્સીટોસીનો ઉપયોગ ગેરકાયદેસર હોવા છતાં ગાય ઝડપથી દૂધ આપે તે માટે તેના ઈન્જેકશન આપવામાં આવે છે. આ ડ્રગના કારણે ગાય સખત ઘૂ્રજારીનો અનુભવ કરે છે જેને તે લેબરપેનના અનુભવ જેવી લાગે છે
    અને તે દૂધ આપણે પીતા…………………..!

    Like

    1. ગાય હોય કે ભેંસ એના બચ્ચા માટે વિશ્વાસ પેદા થાય ત્યારે ઓક્સીટોસીન ઝરતા દૂધ નીચે ઉતારે છે. આવું ના થાય તો દૂધ નીચે ઉતરે નહિ ત્યારે પશુપાલકો ઓક્સીટોસીનનું ઇન્જેક્શન આપી દેતા હોય છે. મેં જાતે પણ પ્રયોગ કરેલો છે.

      Like

  2. અંતમાં , ‘પાઈ’ “વાઘ” માટે જે શબ્દો બોલે છે , તે અદભુત હતા . . ! અને સાવ અંતમાં તે જયારે કહે છે કે તમને કઈ વાર્તા પસંદ આવી ત્યારે પણ . . . 🙂

    Like

  3. પશ્ચીમનાં લોકો જીવન પ્રવાહને સર્જીને સુખ પામે છે.

    પશ્ચીમમ પાસે સર્જનાત્મકતા છે.

    ભારતમાં તો સામાન્ય રીતે વાઘ આવ્યો રે વાઘ વાર્તા જાણીતી છે..

    Like

  4. Bhupendrabhai, a good and a motivational article – Thanks !

    I’d think this applies to everyone’s lives. There are tough times and rough patches that hit everyone at some point in their lives and using this period to gather strength rather than succumbing to it, is the only way of generating internal strength.

    Like

    1. રાકેશભાઈ ખુબ ખુબ આભાર. આપણું લખેલું કોઈને કામ આવે એને હિંમત મળે તો પણ બહુ થયું.

      Like

  5. માનવિય લાગણીઓને સુંદર રીતે રજુ કરતો લેખ… જોગાનુજોગ છે ગઇકાલે અવો જ બનાવ મારી સોસાયટીમાં બની ગયો ૨૧ વર્ષના એકના એક પૂત્રે આત્મહત્યા કરી લીધી એના પિતાનું આક્રંદ જોઇને ભલભલા પત્થર દિલ પણ પીગળી જાય… પિતા જો સહનશીલતાની પરાકાષ્ટાએ પહોંચી ગયા હોય તો એમની માતાની શું હાલત હશે ? આ વિચાર માત્રથી ભય અને ભાવનાઓનું લખલખું શરીરમાંથી પસાર થઇ જાય… આશા રાખીએ પૂત્ર વિહોણા બનેલા એ માતા-પિતા પાસે પણ કોઇ વાઘ હોય
    મારા બિમાર રહેતાં માતાશ્રી ચાલ્યાં ગયાના એક વર્ષ બાદ મારા ખૂબ જ તંદુરસ્ત પિતાશ્રી પણ ચાલ્યાં ગયેલાં ત્યારે આવી જ લાગણીઓમાંથી હું પસાર થયેલો… એ દુ:ખમાંથી બહાર આવવા માટે મારી પત્ની અને ૧૦ વર્ષનો પૂત્ર મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખૂબ મદદરૂપ થયેલાં

    Like

    1. અશોકભાઈ દરેકના જીવનમાં આવી ઘડીઓ આવતી હોય છે. પેલા છોકરાએ લાઈફ ઓફ એ પાઈ જોયું હોત તો કદાચ આત્મહત્યા ના કરી હોત. એનામાં વાઘને જોવાની દ્રષ્ટિનો અભાવ. જ્યારે કોઈ વાઘ આવી ક્ષણોમાં ના દેખાય તો આપણું પોતાનું મન હંમેશા અવેલેબલ હોય છે, ધ્યાનમાં ઉતરી જવું સારું.

      Like

  6. ભુપેન્દ્ર ભાઈ…..હું બ્લોગ જગત નો ખાસ જાણકાર નથી,….પણ તમારા મોટા ભાગ ના બ્લોગ્સ નિયમિત રીતે વાંચતો હોઉં છુ.તમારી જાણકારી અને એકદમ Non Traditional Approach બહુ જ ધારદાર બનાવે છે લખાણ ને.
    Life of Pi તમે કહ્યું તેમ એકદમ ઉમદા વિષય પર બનેલી ઉત્તમ ફિલ્મ .મને એ જોતા જ ટોમ હેન્ક્સ ની “Cast Away” યાદ આવી ગઈ.એમાં આ જ વિષય પર જરા જુદી વાર્તા હતી.Life Of Pi નો સૌથી સરસ ડાયલોગ છેલ્લો છે જેમાં ઈરફાન ખાન લેખક ને પૂછે છે “You heard both of my Stories ,which one did u like?” અને લેખક કહે છે “The one with TIGER” .ઈરફાન ખાન કહે છે “God too preferred it” …ઘણું બધું માત્ર એક જ લાઈન મા…દરેક ના જીવન મા વાઘ ની હાજરી અનિવાર્ય જ છે.માત્ર ઓળખવા ની જરૂર છે….

    Like

    1. થેન્ક્સ અર્પીતભાઈ, દરેક વખતે નવું આપવાનો પ્રયત્ન કરું છું. કોઈ પ્રોફેશનલ લેખક છું નહિ માટે જ કદાચ ધારદાર લાગતું હશે.

      Like

  7. આજેજ હમણાજ જોઇને આવ્યો આ અદ્દભુત મુવી, જીવન જીવવા ની તો ઠીક એ વિષે વિચારવાની ફરજ પાડે એવું મુવી

    Like

  8. સરસ લેખ.

    મને એમ કે દુ:ખ નું ઓસડ દહાડા, પણ આજે કંઇક નવું જાણવા મળ્યું.

    બીજી રીતે કહીએ તો સ્વકેન્દ્રી કે સ્વાર્થી થવાને બદલે આસ પાસના કે આપણા લોકો માટે પણ જીવતા શીખવું જોઈએ.

    Like

Leave a comment