“…હે ક્રોધી યોદ્ધા, તારા બાહુઓને નમસ્કાર, તારાં બાણોને નમસ્કાર..”

શ્રી પ્રહલાદ જોશી..
“…હે ક્રોધી યોદ્ધા, તારા બાહુઓને નમસ્કાર, તારાં બાણોને નમસ્કાર..”

દરેક સૈનિકને પોતાની રેજિમેન્ટનું અનહદ ગૌરવ હોય છે. જો એને ગાળ દઈ દેશો તો કદાચ ચાલશે પણ ખરું, પણ ભૂલે ચૂકે એની રેજિમેન્ટને કાંઈ કહ્યું, તો એ બોલનારનો મરો થયો સમજી લેવાનું. આવી અનેક રેજીમેન્ટસ્ આપણા નહેરુ કાકાએ એમની અવ્યાવહારિક આદર્શ ઘેલસફાઈમાં વિખેરી નાંખી અને સૈનિકોને ગૃહ ઉદ્યોગોમાં પ્રવૃત્ત કર્યાં હતા.

 

આ ઘટનાએ સૈન્યને હતાશ કરી નાંખ્યું હતું. કાકાએ સાબિત કર્યું હતું કે સૈનિકોના વ્યવસાયનું એ સૈનિકોના દેશના વડાને મન કોઈ મહત્વ ન હતું. આવા હતાશાના સમયમાં સૈનિકોની ઓછી સંખ્યા વાળી છિદ્રાળુ સરહદ પર ચીને આક્રમણ કર્યું હતું. એમાં પણ પરાજય પછી સૈનિકોનું મનોબળ વધારે આઘાત પામ્યું હતું.

 

આ ઘટના ભારતના ઇતિહાસમાં પહેલી વાર નહોતી બની. ક્ષત્રિયપુત્ર ભગવાન મહાવીરે એમનાં પોતાનાં આધ્યાત્મિક કારણોથી ક્ષાત્રધર્મનો ત્યાગ કર્યો, પણ એમની સિદ્ધિની સુવાસ, એમની આભા જોઈ એ સમયના દિશાહીન નાગરિકોને એમનામાં કાંઈક દેખાયું, કે એમની પાછળ ઘેલા થયા.

 

એમનાં ચાલીસ વર્ષ પછી ભગવાન બુદ્ધ આવ્યા. મહાવીર ભગવાનના ત્યાગ અને દેહ દમનના અતિરેક અને એમના પહેલાંના અતિ ભોગના (વૈદિક વિચારથી પ્રેરિત) માર્ગથી મધ્યમ માર્ગ એમણે પ્રબોધ્યો.

 

પણ, આ બે ય માર્ગોની અસર નીચે શસ્ત્રો દૂષણ ગણાઈ ગયાં. મહત્વાકાંક્ષા વિષ ગણાવા લાગી. જીવન વ્યર્થ ગણાવા લાગ્યું, પરિણામે જીવનવિમુખતાએ ઘર કર્યું. આ અસરમાં ‘દેવાનામ્ પ્રિય પ્રિયદર્શી રાજા’ અશોકે પૂરા શાસનમાં હથિયારબંધી કરાવી. અશોકનું સુદીર્ઘ શાસન ત્રણ પેઢી ચાલ્યું. ત્રણ પેઢી સૈનિકો અને એમના સંતાનો યુદ્ધકલાના અભ્યાસ વિનાના રહ્યા. એટલાં સમયમાં આ કલામાંથી રસ પણ ઊઠી ગયો હોય એવું પણ શક્ય છે.

 

સૈનિકોએ શસ્ત્રો અને બ્રાહ્મણોએ શાસ્ત્રો મૂકી દીધાં. વૈશ્યો ખેતી વ્યાપાર અને શૂદ્રો કારીગરી છોડવા લાગ્યા. જીવન છોડી જવું એ મોક્ષનો રસ્તો થઈ ગયો. કર્મ કરવાની ઉંમરે સંન્યાસ ધારણ કરી નિવૃત્તિ લઈ લેવી એ ફૅશન થઈ ગઈ. પ્રમાદ, હતાશા અને જીવનવિમુખતાનો આવો સડો  દેશભરમાં ફેલાઈ ગયો હતો (એટલે કે પૂર્વ ભારતથી ઈરાન સુધી) ત્યારે છસો એક વર્ષો પછી કેરલના કાલડીમાં જન્મેલા એક મહા મેધાવી જન્મજાત જીનિયસને જેવા સાથે તેવા થઈ જૈન, બૌદ્ધ, તાંત્રિક, શાક્ત, વગેરે માર્ગોનું નિકંદન કાઢવા નીકળવું પડ્યું. એ શંકરાચાર્ય. એ સફળ પણ થયા. પણ બત્રીસ વર્ષના ટૂંકા જીવનના અંત સમયે કાશ્મીરમાં ક્ષીર ભવાની પાસે એમની સામે હારેલા શાકતોના અનુયાયીઓ (પ્રજા)માં શક્તિપૂજા, મૂર્તિ પૂજા આદિનાં ઊંડાંમૂળ જોઈ ભાન થયું કે યુ કેન વિન સમવન ઇન આર્ગ્યૂમેન્ટ બટ યુ કેન નોટ કન્વીન્સ ધ પર્સન ટુ ચેઇન્જ બાય વિનિંગ ઇન આર્ગ્યૂમેન્ટ.

આથી તેમણે જે પરંપરાઓ ઘર કરી ગઈ હતી એના પર અપ્રુવલનો સિક્કો મારી રી લેબલીંગ કરવું પડ્યું. સમાજમાં સન્યાસનું સ્થાન સ્વીકાર્યું. વેદાંતના પ્રણેતા હોવા છતાં દેવવાદ અને મૂર્તિપૂજા સ્વીકાર્યા. પણ પોતાના સૂર્ય જેવા પ્રભાવનો ઉપયોગ કરી સખત નિયંત્રણો મૂકી દીધાં.

 

પ્રથમ તો એ કે કોઈ સૈનિક, વ્યાપારી કે કારીગર વર્ગનો માણસ સન્યાસી ન થઈ શકે, જેથી ખેતી અને ઉદ્યોગ ધંધા ભાંગી ન પડે. સન્યાસી કેવળ સ્નાતક હોય તેવો (ગ્રૅજ્યુએટ) બ્રાહ્મણ જ થઈ શકે, એ પણ પોતાના ફર્સ્ટ ડિગ્રી સંબંધીઓ અને ગુરુ (શિક્ષક)ની અનુમતિ પછી જ. મન ફાવે ત્યારે ઘર છોડી જઈ ન શકે. અને સન્યાસી પણ ભારતના ચાર ખૂણે યાત્રા કર્યાં પછી જ સંન્યસ્ત દીક્ષા લીધા પછી જ સન્યાસી કહેવાય, ત્યાં સુધી પરિવ્રાજક જ કહેવાય (જે થી સન્યાસી ભારતના ભૂગોળ અને સમાજથી પરિચિત થાય). એ પણ પદયાત્રા કરવી પડે કારણકે સન્યાસીને વાહનમાં બેસવાની મનાઈ કરી. સંન્યાસ લેવો એક અઘરી વસ્તુ બનાવી દીધી. ભારતના વેરવિખેર તંત્રને જોતાં વર્ણોને કદાચ એમણે જ સખ્ત રીતે જન્મગત એન્ફોર્સ કર્યા હોય તો પણ કહી ન શકાય.

 

પણ ભારતના બૌદ્ધિકોએ દરેક બૌદ્ધિક હેતુનો પોતાના સ્વાર્થે દુરુપયોગ કર્યો જ છે. બ્રાહ્મણોએ છસો એક વર્ષ સુધી ગુમાવેલી પકડ પાછી મેળવી એ પાછી જાય નહી એટલે બ્રાહ્મણ સિવાય બીજાને ભણવા પ્રતિબંધ મૂકી દીધો અને ગોખેલા વેદોને સમસ્ત જ્ઞાનનો સંગ્રહ જાહેર કરી ઘેનમાં જતા રહ્યા. દેશનો વિચાર કરવો મૂક્યો પડતો.

 

બૌદ્ધિક બ્રાહ્મણો અને શક્તિશાળી ક્ષત્રિયોએ એક બીજાને માથે ચડાવી ભેગાં મળી ખેડૂતો, અને કારીગરોનું શોષણ શરુ કર્યું, એમાં વ્યાપારમાં પડ્યા એ જ ફાવ્યા અને બહુજન સમાજ શોષાતો રહ્યો.

જેમ બ્રાહ્મણોને પોતાની વિદ્યા બીજા કોઈને ન હતી શિખવાડવી, એમ ક્ષત્રિયોને પણ પોતાનો શાસનનો એકાધિકાર જતો નહી જ કરવો હોય એવો તર્ક અસ્થાને નહી કહી શકાય. એકલવ્યનો અંગૂઠો કપાવવામાં કદાચ દ્રોણાચાર્યનો ઓછો સ્વાર્થ હશે, કારણકે તાર્કિક રીતે વિચારતાં ગુરુને તો યોગ્ય શિષ્યથી નિસ્બત હોય છે. અર્જુન કરતાં સવાયો શિષ્ય એમને મળતો હતો, એમાં એમને શું વાંધો હોય? પણ ‘ઉપરથી’ (હસ્તિનાપુરથી – અર્જુન ના કાકા કે દાદા તરફથી) દબાણ આવ્યું હોય એવું પણ બની શકે ને? એટલે આજ પછી દ્રોણાચાર્યને ગાળો દેતાં પહેલાં આ શક્યતા વિચારી જોજો.

 

મુંબઈમાં અલ્લાદીયાખાન સાહેબ પાસે કુલીન કુટુંબનાંદીકરી શ્રીમતી કેસરબાઈ પણ ગાન શીખતા, તો એક ગણિકાનાં દીકરી મોગુબાઈ પણ શીખતાં, પણ મોગુબાઈને સંતાઈ સંતાઈને શીખવતા, કારણકે મુંબઈના કુલીન શેઠિયાઓને એ મંજૂર ન હતું કે અમારા ઘરની દીકરી આવા મોટા ગુરુ પાસે શીખતી હોય ત્યારે એક ગરીબની છોકરી એના માટે એક સ્પર્ધા ઊભી કરે. બિચારાં અલ્લાદીયા ખાન સાહેબને કોઈને ભણાવવામાં કોઈ વાંધો ન હતો, પણ એમના ધનવાન યજમાનોને વાંધો હતો. એમ જ દ્રોણાચાર્યને કાઈ વાંધો નહી જ હોય, પણ ભીષ્મ દાદા અને ધૃતરાષ્ટ્રને કે વિદૂર કાકાને હશે.

 

એક બ્રાહ્મણનો બ્રાહ્મણવ્યવસાય ન ચાલ્યો, તો મીઠાના વ્યાપારી (વણિક) બની ગયા. એમનો દીકરો હેમચંદ ક્ષત્રિયો ભેગો રમતો રમતો ઊછર્યો. મહત્વાકાંક્ષી એટલો કે ઇન્દ્રપ્રસ્થ પર રાજ કરવાનું સ્વપ્ન સેવ્યું. બ્રાહ્મણ અને વ્યાપારીપણું છોડી ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યો અને પોતાનું નામ બદલ્યું હેમરાજ વિક્રમાદિત્ય. શેરશાહ સૂરી જેવા ખતરનાક અફઘાન શાસકને તલવારના દ્વન્દ્વમાં પૂરો કરી દિલ્હીની ગાદીએ પણ બેઠો. પણ દુર્ભાગ્ય મારા દેશનું, કે ક્ષત્રિયોએ એક બ્રાહ્મણ વેપારીના દીકરાનો આદેશ માથે ચડાવવો પડે એ મંજૂર ન રાખ્યું અને હેમરાજને સાથ ન આપ્યો (મારો હાળો બોમણ થઈ અમોને કે શી કે હું કરવું? એવું કાંઈક બોલ્યા હશે અંદરોઅંદર). એ હેમરાજમાં વીરતાની કોઈ ખામી નહી જ હોય, યુદ્ધમાં એક આંખમાં તીર વાગી જવાથી તેર વર્ષના અકબરના સેનાપતિ બહરામખાનની સેનાના હાથે પકડાઈ ગયો અને અકબરે એનો શિરચ્છેદ કરી ગાઝી ઉપનામ ધર્યું. દુર્ભાગ્ય આપણા દેશનું તો જુઓ, કે હેમરાજને લોકો ઓળખતા પણ નથી.

 

પછી તો જે થયું એ ઇતિહાસ છે. મહારાણા ક્ષત્રિય હતા, તો પોતાની બેન અકબરને પરણાવનાર માનસિંહ પણ ક્ષત્રિય હતો.

બાકી વૈદિક સમયમાં યોદ્ધાનું અનહદ માન હતું કારણકે સમાજ યુયુત્સુ (યુદ્ધપ્રિય) અને વિજિગીષુ (વિજયોન્મુખ) હતો. શુક્લ યજુર્વેદમાં તો આખો એક અધ્યાય જ છે જેનું નામ જ છે ‘વીર પ્રશંસા’ એના શબ્દો તો સાંભળો! ચંદ્રકાન્ત બક્શીના શબ્દોમાં કહું તો ખતરનાક છે.

 

“…હે ક્રોધી યોદ્ધા, તારા બાહુઓને નમસ્કાર, તારાં બાણોને નમસ્કાર..”

“….હે યોદ્ધા, તારા હાથમાં બાણ છે માટે અમારાં સ્વજનો અને પશુઓ હણાતાં નથી…”

“….હે યોદ્ધા, શત્રુને હણવામાં નિપુણ એવા તારા બાહુને, તારા ધનુષને, અને તારાં બાણોને અમારા નમસ્કાર…”

“…સોનાવરણી બાહુઓ વાળા દિશાઓના સ્વામી, અમારાં પશુઓના પાલક, માર્ગોના સ્વામી, ઘાટા વાળ વાળા અને પુષ્ટ એવા જનોઈ ધારી યોદ્ધાને નમસ્કાર…”

“….શત્રુને વીંધવા વાળા, શત્રુના આયુધને નાશ કરનારા, ધનુષની ખેંચેલી પ્રત્યંચા વાળા અને [ક્યારેક] યુદ્ધ ન કરતા સારથી યોદ્ધા તને નમસ્કાર…”

“….લોહી રંગાયેલા, યુદ્ધમાં ત્રાડ નાંખનારા, શત્રુને રડાવનારા ભૂમિ વિસ્તારનારા યોદ્ધાને, એને ધન પૂરું પડનારને, એના માટે ઔષધી ઉગાડનારાઓને, એમના મંત્રીઓને, અને એમના સેનાપતિઓને નમસ્કાર…”

“ધનુષની પ્રત્યંચા પૂરેપૂરી ખેંચીને દોડી શકનાર, શત્રુને ભોંઠાં પાડનાર, શત્રુને નિ:શેષ કરનાર, બાણો વરસાવતી સેનાઓના સ્વામી, તલવારધારી, અગ્રણી એવા મહાપુરુષ, [અને જરૂર પડ્યે] યુદ્ધમાં કપટ કરી શકનાર ચતુર યોદ્ધાને નમસ્કાર…”

“….[શત્રુ રાજ્યમાં] લોકોને ઠગનાર, [શત્રુરાજ્યમાં નોકર બની] સ્વામીને ઠગનાર એવા ચોરોના સરદારને નમસ્કાર…”

“….પાઘ બાંધનાર, પર્વતોમાં ભ્રમણ કરનાર, છળ કરનાર, ધનુર્ધારી, પ્રત્યંચા ખેંચનાર, નિશાન તાકનાર, અને બાણ છોડનાર યોદ્ધાને નમસ્કાર…”

“….સભાને નમસ્કાર, સભાપતિને નમસ્કાર, ઘોડાઓને નમસ્કાર, એમના અશ્વાપલાકોને નમસ્કાર…”

“….સેનાને નમસ્કાર, સેનાપતિને નમસ્કાર, રથારૂઢ યોદ્ધાને નમસ્કાર, રથ વિનાના યોદ્ધાને નમસ્કાર, સારથીઓને નમસ્કાર, કુલીન યોદ્ધાઓને નમસ્કાર, સાધારણ પ્રજામાંથી આવેલા યોદ્ધાઓને નમસ્કાર.”

“….શિલ્પીઓને નમસ્કાર, સુથારોને નમસ્કાર, કુંભારોને નમસ્કાર, લુહારોને નમસ્કાર, ભીલોને નમસ્કાર, પારધીઓને નમસ્કાર, કૂતરાં ઉછેરનારાઓને નમસ્કાર, શિકારીઓને નમસ્કાર, બાણો બનાવનારાઓને નમસ્કાર, ધનુષ બનાવનારાઓને નમસ્કાર.”

” …સેનાને ત્વરાથી દોરીજતા અને વેગથી રથ દોડાવતા શૂર શત્રુના હૃદયને વીંધનાર યોદ્ધાને નમસ્કાર…”

“માથે લોઢાનું શિરસ્ત્રાણ પહેરનાર, કવચ પહેરનાર, બખ્તર પહેરનાર (કવચ એટલે છાતી જ ઢાંકે તે,પણ ‘વર્મિ’ એટલે બખ્તર, જે આખું શરીર ઢાંકે. એના પરથી જે બખ્તર પહેરે તે વર્મા કહેવાતો), જેના રથ પર શત્રુનાં બાણ રોકવા લોઢાનું આવરણ છે તેવા, કીર્તિમાન, જેની સેનાની પણ કીર્તિ છે તેવા અને દુંદુભિ વગાડનાર યોદ્ધાને નમસ્કાર.”

“….હણવાની હિંમતવાળા, વિચારશીલ, સુંદર આયુધો અને તીક્ષ્ણ બાણો વાળા તલવાર ધારી યોદ્ધાને નમસ્કાર.”

“….ઉગ્ર અને ભયંકર, સામેના શત્રુને હણનાર, દૂરના શત્રુને હણનાર, અને જે પોતે હણાય પણ છે તેવા યોદ્ધાને નમસ્કાર.”

શ્રી પ્રહલાદ જોશી—૧૦ નવેમ્બર ૨૦૧૨ .

Advertisements

14 thoughts on ““…હે ક્રોધી યોદ્ધા, તારા બાહુઓને નમસ્કાર, તારાં બાણોને નમસ્કાર..”

 1. અદભુત , અદભુત અને ખરેખર ગાભા કાઢી નાખે એવું અદભુત !

  રણસંગ્રામની એ રૂંવાડા ઉભા કરી દે તેવી કોઈ લડાઈ જો જોવી હોય તો , રસિયાઓ માટે હોલીવુડ મુવી ” 300 ” તો છે જ . . . 300 એવા યોધ્ધાઓ કે જે ખાલી સામે ઉભા રહે ત્યાં જ શત્રુના પ્રાણ નીકળી જાય !

  Like

 2. બ્રાહ્મણો બીજાને વિદ્યા શીખવાડતા નહિ તે યોગ્ય નથી કેમ કે વિદ્યા તો બ્રાહ્મણો જ આપતા
  અને તે વિદ્યા ની આજે પણ લોકો યાદ કરે છે. બ્રાહ્મણ એટલે શિક્ષક અને ગુરુ. તેની વિદ્યા સચોટ
  અને જીવન માં ઉતરી જાય તેવી હતી. પણ કાળ ક્રમે અનામત ઘુસાડી ને ભણતર ની પત્તર ઠોકી નાખી ..
  હોશિયાર જ શિક્ષક હોય તે જરૂરી છે. બુદ્ધી આંક પણ ઉંચો હોવો જોઈએ. અને અનામત પ્રથા ના લીધે
  હોશિયારી હોશિયા માં ધકેલાઈ ગઈ.
  જોકે બ્રાહ્મણ આ નવી વ્યવસ્થા થી વિચલિત થયા વિના અને સરકારી સખાવતો વિના તેની બુદ્ધી થી
  તે વધુ આગળ નીકળી રહ્યો છે. આજે આ વર્ગ સરકાર ની કોઈ પણ મદદ વગર નવા નવા ફિલ્ડ માં
  પ્રગતિ કરી રહ્યો છે અને તમને જાણી ને નવાઇ લાગશે કે ઘણા તો સરકારી નોકરી ને ઠુકરાવે છે.
  તેમને મન સરકારી નોકરી એટલે જીવન નો રકાસ. આ છે તેમની કાબેલિયત અને બુદ્ધી ચાતુર્ય .
  આજે પણ જો શિક્ષણ માં ફક્ત બ્રાહ્મણો હોત તો દેશ ની આટલી વૈચારિક દુર્દશા ના હોત .
  બ્રાહ્મણ કદી સરકારી ભીખ માગવા નીકળતો નથી તેજ તેની પ્રતિભા અને આભા છે.
  બાકી બ્રાહ્મણ નો વહીવટ અને ક્ષત્રીય ના બાહુ સાથે મળી જાય તો દેશ પર કોઈ આંચ નાં આવે.
  સમય હવે તેજ આવી રહ્યો છે.

  Like

 3. Too-Good a Thoughts … A Kind of bravery avoid to our Nations old-time Worriers and Xatriyas …

  “આ ક્ષારત્વની જવાની-ની-કહાની કોણ માનશે? …
  આપણા દેશમાં ખૂંખાર-દેશદાઝ વાળાઓની બલિદાનની વાત કોણ માનશે?

  શિયાળવા-ઝરખો એ પહેરેલી છે સિંહોની ખાલ …
  આપણા દેશને બળવાન કોણ માનશે?”

  Like

 4. યાદ આવે

  Alfred, Lord Tennysonની કવિતા

  1.

  Half a league, half a league,
  Half a league onward,
  All in the valley of Death
  Rode the six hundred.
  “Forward, the Light Brigade!
  “Charge for the guns!” he said:
  Into the valley of Death
  Rode the six hundred.

  2.

  “Forward, the Light Brigade!”
  Was there a man dismay’d?
  Not tho’ the soldier knew
  Someone had blunder’d:
  Theirs not to make reply,
  Theirs not to reason why,
  Theirs but to do and die:
  Into the valley of Death
  Rode the six hundred.

  3.

  Cannon to right of them,
  Cannon to left of them,
  Cannon in front of them
  Volley’d and thunder’d;
  Storm’d at with shot and shell,
  Boldly they rode and well,
  Into the jaws of Death,
  Into the mouth of Hell
  Rode the six hundred.

  4.

  Flash’d all their sabres bare,
  Flash’d as they turn’d in air,
  Sabring the gunners there,
  Charging an army, while
  All the world wonder’d:
  Plunged in the battery-smoke
  Right thro’ the line they broke;
  Cossack and Russian
  Reel’d from the sabre stroke
  Shatter’d and sunder’d.
  Then they rode back, but not
  Not the six hundred.

  5.

  Cannon to right of them,
  Cannon to left of them,
  Cannon behind them
  Volley’d and thunder’d;
  Storm’d at with shot and shell,
  While horse and hero fell,
  They that had fought so well
  Came thro’ the jaws of Death
  Back from the mouth of Hell,
  All that was left of them,
  Left of six hundred.

  6.

  When can their glory fade?
  O the wild charge they made!
  All the world wondered.
  Honor the charge they made,
  Honor the Light Brigade,
  Noble six hundred.

  Like

  1. એકદમ સાચી વાત.
   આવી પ્રશંસા શુદ્રધર્મની થઈ હોય – તો તેની ખબર નથી. પણ કદી સેવાની કદર ભારતે કરી નથી.
   અને હવે તો માત્ર વૈશ્ય ધર્મની જ બધા સ્તરે બોલબાલા છે.

   Like

 5. એવું કહેવાય છે કે “To err is human”, અર્થાત ભૂલ કરવી એ એક સહજ માનવીય ગુણ છે. પરંતુ ક્યારેક તમારાથી કોઇ એક ગંભીર ભૂલ થઇ જાય છે જે ’અક્ષમ્ય’ કક્ષાની નજીકની હોય છે, જેનાં માટે માફી માંગવાનો અવકાશ નથી રહેતો. માફ થઇ શકે એવી એ ભૂલ હોતી નથી. માફી માંગી શકાય નહી અને માફી મળે નહી એ બન્ને વચ્ચેની જે અસહ્ય અવસ્થા હોય છે તે પારાવાર દુ:ખદાયક હોય છે. કોઇ કહેશે, બીજુ થાય પણ શું..ભૂલ કરી છે તો ભોગવો હવે! પરંતુ મારે જે વાત છેડવી છે એ છે કે, માનો કે તમે આવી કોઇ ભૂલ કરી(અહી ભૂલની વાત થાય છે હો, તેને ’અપરાધ’ સાથે સરખાવશો નહી. અપરાધ માટે તો સજા જ હોય!), પરંતુ તે ભૂલ તો એકમાત્ર હતી, તેની સામે તમે કરેલ સારા કર્યો, મદદ, વિતાવેલ સારા સમયની ક્ષણોનો સરવાળો આ એક ભૂલ સામે તોતિંગ હોય તો? થતુ એવું હોય છે કે આપણે ઘણીવાર કોઇને તેણે કરેલ એક ભૂલની સાપેક્ષે જ નિરખતા, પારખતા, અવલોકતા અને જોતા હોઇએ છીએ. તે વ્યક્તિની ક્યારેય પણ વાત નિકળે કે તેનાં વિશે વિચાર આવે, આપણે તરત જ તેની પેલી ભૂલને યાદ કરીને તેનાં વ્યક્તિત્વને એની સાપેક્ષે માપી લેતા હોઇએ છીએ. તો પછી એક પ્રશ્ન એ પણ થાય કે તેણે જે કાંઇ પણ સારા કાર્યોનું ચણતર કરેલું તે એક જ ઝાટકે કડડભૂસ કરી દેવાનું? હા, એ ભૂલ એનો વાંક છે…તો લાફો મારો.. તેનાં વિશે તે વ્યક્તિ સાથે ચર્ચા કરો અને શક્ય હોય તો માફ કરો પણ તમારા લિસ્ટમાથી તેનાં નામ પર સાવ ચોકડી જ મારી દેવાની? તો પછી તેની સાથે તમે જે ઉમદા ક્ષણો વિતાવેલી, જે ક્ષણો માટે તમે પોતે જ આફરીન પોકારી ગયેલા, તેણે જે કાંઇ મદદ કે તમારા માટે સારુ કરેલુ, વિચારેલુ તેને સાવ આમ જ ધુતકારવાનું? અફકોર્સ, તેણે જે કાંઇ પણ તમારા માટે કરેલું એ તમને પછીથી ગણાવવા માટે ના જ કરેલું હોય, અલબત એ નિજાનંદ માટે કરેલુ હોય કે જેનો હિસાબ, સરવાળા, બાદબાકી પછીથી કરવાનાં ના જ હોય…. પણ બાત નિકલી હૈ તો, બાત પુરી કરેંગે!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s