હોરરની મજા હેલોવીન..
આપણે ત્યાં કાળીચૌદસનો દિવસ ભૂતપ્રેતનો દિવસ ગણાય છે. તે દિવસે તાંત્રિક વિદ્યામાં માનતા લોકો સ્મશાને જઈને વિધિવિધાન, સાધના વગેરે કરતા હોય છે. અહિ અમેરિકામાં આપણી કાળીચૌદશ જેવો જ હેલોવીન Halloween તહેવાર આવે છે. બંને તહેવારોનો સમયગાળો પણ લગભગ એક જ હોય છે. એકવાર કાળીચૌદશ અને હેલોવીન એકજ દિવસે હતું. હેલોવીન માટેની તૈયારીઓ લોકો અગાઉથી કરતા હોય છે. ઘર આગળ હાડપિંજર અને ભૂતપ્રેત જેવા પૂતળા મુકાઈ જાય છે. ટીવી પર ભૂતપ્રેતના હોરર મુવીનો મારો શરુ થઈ જતો હોય છે. કેસરી રંગના કોળાઓનો બહુ મોટો વેપાર થઈ જાય. લોકો ઘર આગળ આવા કોળા મૂકે. આ દિવસે નાના બાળકો પણ ભૂતપ્રેતની વેશભૂષામાં આવી જાય અને ઘેર ઘેર “Trick or treat?” બોલતા જાય અને ચોકલેટો કે કેન્ડી ઉઘરાવતા જાય. The word “trick” refers to a (mostly idle) “threat” to perform mischief on the homeowners or their property if no treat is given. બાળકોને આ દિવસે જલસો થઈ જતો હોય છે. ઢગલો ચોકલેટ કેન્ડી મળી જતી હોય છે. આપણા ભારતીય બાળકો પણ ખૂબ ઉત્સાહભેર ભૂતપ્રેત, મોન્સ્ટર બનીને ભાગ લેતા હોય છે. અહીંના લોકો આવા તહેવાર ઊજવીને બાળકોના મનમાંથી ભૂતપ્રેતનો ડર આવી રીતે કદાચ ભગાડી મૂકતા હશે.
આપણે ત્યાં હોરર મુવી બનાવવા માટે રામસે બ્રધર્સ પ્રખ્યાત હતા. જોકે એની ક્વોલીટી બહુ વખાણવા જેવી નહોતી. અહિ હોરર મૂવીનું બહુ મોટું માર્કેટ છે. ઘણાબધાને સ્કેરી મુવી જોવાનો શોખ હોય છે અને એવા પુસ્તકો વાંચવાનો પણ શોખ હોય છે. મને પોતાને હોરર મુવી જોવાના ગમે છે. The Exorcist જેવા મુવી જોવા ભારતમાં પણ પડાપડી થતી હતી. ઘણા લોકો આવા ભાય પમાડે તેવા મુવી જોઈ શકતા નથી. ઢીલાં માણસોએ જોવા હિતાવહ પણ નથી. મને આવા મુવી જોવાનો શોખ છે અને મને તે જોયા પછી કદી એવા ભયજનક સપના આવતા પણ નથી. શા માટે લોકોને આવા ભય પમાડે તેવા મુવી જોવા ગમતા હશે?
હેલોવીન, કાળીચૌદશ, સ્કેરી મુવી અને હોરર નવલકથાઓ વગેરે વગેરે આપણને સાચી ભયજનક પરિસ્થિતિમાં મૂક્યા વગર આપણી અંદર ખૂબ ઊંડે રહેલા મૃત્યુ અને બીજા આંતરિક અંધકાર વિશેના ભયનો પ્રત્યક્ષ સામનો કરાવે છે. અચાનક ભયજનક સ્થિતિમાં આવી જઈએ તો એનો સામનો કરવા અધિક બળ જોઈએ. ભયનો સામનો કરવા ભાગવા માટે અથવા લડવા માટે પણ અધિક બળ જોઈએ. adrenaline કેમિકલ આ બળ આપતું હોય છે. અચાનક લાગતી બીકને ફન અને મનોરંજનમાં ફેરવવા માટેની કળા રૂપે હેલોવીન, કાળીચૌદશ, સ્કેરી મુવી કે હોરર વાર્તાઓનું અસ્તિત્વ આવ્યું હોવું જોઈએ..એક રીતે મૃત્યુનો અહેસાસ આપણે જીવંત છીએ તેની ખાતરી કરાવતો હોય છે. આમ આપણી અંદર રહેલું ડિફેન્સ મીકેનીઝમ આપણને જીવન વિષે આશાવાદી બનાવે છે. ડીપ્રેસ્ડ લોકોમાં આ ડિફેન્સ મીકેનીઝમ ભાંગી પડેલું હોય છે. ડીપ્રેસ્ડ લોકો પેસમિસ્ટિક (pessimistic) અને સિનિકલ (cynical) હોય છે, પણ સંશોધકોનું કહેવું છે કે ડીપ્રેસ્ડ લોકો દુનિયાને વધારે પડતા વાસ્તવિક દ્રષ્ટિએ જોતા હોય છે. અને વાસ્તવિકતા કડવી હોય છે.
એરિસ્ટોટલ કહેતો કે કદરૂપી અને દુઃખદ વસ્તુઓમાંથી પણ આપણે શીખતા હોઈએ છીએ. આપણે ક્યાંક જતા હોઈએ અને કોઈ એક્સીડેન્ટ જોઈએ. ઘાયલ વ્યક્તિ અને લોહી વગેરે જોઈને ભય અને સૂગ પેદા થતી હોય છે. આ ભય અને સૂગ ચડવી એક જાતના સિગ્નલ છે જે ભવિષ્યમાં સર્વાઈવલ માટે કામ લાગતા હોય છે.
બાળકોને અમુક ઉંમર સુધી આવા સ્કેરી મુવી બતાવવા જોઈએ નહિ. ૧૨ વર્ષ સુધીના બાળકો પર બહુ ખોટી અસર પડવાની શક્યતા હોય છે. તેમને અંધારાનો ડર લાગી જતો હોય છે. અંધારામાં સૂઈ શકતા નથી. •Children under 5 have problems distinguishing reality and fantasy in media. •Children under 7 are usually scared by spooky fantasy (e.g., The Incredible Hulk, sharks in Finding Nemo). It doesn’t much matter what the adult says (‘it’s not real’) because it feels real to the child. •Children 8-12 are most frightened by realistic violence (e.g., people breaking in the home, storms).
બાળકો હેલોવીન પર હાડપિંજર દોરેલા કપડા પહેરીને મજા કરશે, ચોકલેટ ભેગી કરશે પણ એવા મુવી જોવા તેમના માટે હિતાવહ નથી. બાળક ફૅન્ટસી ઇન મીડિયા અને રીયાલીટી વચ્ચેનો તફાવત સમજતું ના થઈ જાય ત્યાં સુધી આવા મુવી કે અન્ય મીડિયાથી દુર રાખવા સારા..
1} સાચી વાત છે , કે એક ઉંમર પછી જ તેઓને ભૂતની મુવીઝ જોવાની છૂટ આપવી જોઈએ કારણકે કદાચ તેઓ જણાવતા નહિ હોય પણ અજાગૃતપણે તેમના મનમાં એવો ફડકો બેસી જાય છે કે જિંદગી આખીનું બિહામણું સ્વપ્ન બની જાય છે !
2} અને ડરનો એટલો તો વિશેષ પ્રભાવ છે કે 99% ધાર્મિક જગત તેના પર જ પોતાની રોજી રોટી કમાય છે 🙂 . . .
3 supreme factors : 1) Fear 2) Desire 3) Hope .
LikeLike
હોલોવીન ઉપર સરસ માહિતી આપતો આપનો લેખ ગમ્યો.
LikeLike
યાદ આવ્યું, Poltergeist નામક હોરર ચલચિત્ર આવેલું (લગભગ ‘૮૨માં), તે મેં અને મુન્શીજીએ, ૮૫૦ની ક્ષમતા ધરાવતા વિશાળ થિએટરમાં, માત્ર અમે બે જ જણે, એકલાએ જોયેલું ! બોલો !! ડોરકિપર પણ બહારથી દરવાજો બંધ કરી રખડવા ચાલ્યો ગયેલો અને અમે બેઉ હલવાઈ પડ્યા !! ત્યારે એ થિએટર મુન્શીજીના ભાઈ સાહેબ હસ્તક હતું અને અમારું પાણી માપવા ખાસ અમને બેઉને જ અંદર સાલવેલા ! જો કે અમે બેઉ સાથે હોઈએ ત્યાં ત્રીજું એકે ભૂત ઝપટે ચઢવાની હિંમત ન કરે ! 🙂
LikeLike
ભ”ને કાઇની “ભગવાન” અને “ભ”ને દીર્ઘ ઊ “ભૂત” આ બે “ભ”એ સમુહમાં દર્શન આપ્યા હોય એવાં દાખલા ક્યાંય નોંધાયા નથી, એકલાને દેખા દીધી હોય એ માનસિક ભ્રમ હોય શકે… બાકી તો રેડિયોના યુગમાં કાનજીભાઇ ભુટ્ટા કહી ગયા છે “ભૂત ભૂવાને ડાકલાં ઇતો તૂતે તૂત”… એ વાત હજુ કમ્પ્યુટર યુગમાં પણ ઘણાં પન્ધાઓને નથી સમજાતી… કમ્યુટર યુગની આ તે કેવી કરુણતાં?
LikeLike
કાનજીભાઈ ભુટ્ટા સાચું કહી ગયા છે. પણ કોમ્પ્યુટર યુગમાં માણસો એના એજ છે.
LikeLike
” શબદ કટારી કેરું કર્તન ” આદરણીય ભૂપેન સિંહજી તમારા શબ્દો ના ચાબખા નો હું અઠંગ ચાહક રહ્યો છું આપનો મેં વાંચેલો પ્રથમ લેખ હતો”રસાયણિક તત્વ જ્ઞાન” પછી તો ચલતા ભલા વાંચતો જ રહ્યો અહી મારી એક વિનંતી છે કે તમને હું સીધી તો ફ્રેન્ડ રીક્વેસ્ટ ના મોકલી શકું તમે તમારા ફેસ બુક વોલ પર જો સબસ્ક્રીબ એક્ટીવ રાખો તો અમારા જેવા પ્યાસી લોકો ને ઘણો આનંદ આવશે .
LikeLike