પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?

 પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?

પહેલું કોણ મરઘી કે ઈંડું?  આવા સવાલના જવાબ હોતા નથી. આમ એક સવાલ એવો પણ પુછાય છે કે પહેલા શું આવ્યું? મ્યુઝિક કે લૅન્ગ્વેજ? સંગીત કે શબ્દો? ટ્રેડિશનલ એવું માનવામાં આવે છે કે મ્યુઝિક એ ભાષાની ઈવોલ્યુશનરી બાય-પ્રોડક્ટ છે. ભાષા એવી સ્કીલ છે જે માનવીને બીજા પ્રાણીઓ કરતા યુનિક બનાવે છે. ભાષાના લીધે માનવી અદ્વિતીય બન્યો છે. એટલે ભાષાનો રોલ માનવી માટે ઉત્ક્રાંતિના ક્રમમાં બહુ મહત્વનો ગણાયો છે. એમાં મ્યુઝિકનું મહત્વ કોઈને દેખાયું નહિ. ભાષાની બાય-પ્રોડક્ટ ગણીને એનું મહત્વ ઓછું આંકવામાં આવ્યું.

પણ હવે આ ટ્રેડિશન ચેઇન્જ થવા લાગ્યો છે.  Daniel Levitin, Michael Thaut, Ian Cross, Silvia Bencivello,  અને  David Huron જેવા સંશોધકો અને લેખકો નવી થિયરી લઈને આવ્યા છે. તેઓના કહ્યા પ્રમાણે મ્યુઝિક ભાષાની કોઈ બિનજરૂરી બાય-પ્રોડક્ટ નથી, પણ બ્રેઈન માટે મહત્વનું કોર ફંકશન છે.

મૉર્ડન હ્યુમન બ્રેઈન વિકસે આશરે ૫૦,૦૦૦-૧૦૦,૦૦૦ વર્ષ થયા છે. આર્કીઓલોજીકલ પુરાવા રૂપે   ગુફાચિત્રો, કલાત્મક હથિયાર અને શિલ્પો વગેરે મળેલું છે જે આશરે ૭૦,૦૦૦ વર્ષ જુનું છે. સૌથી જુનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમૅન્ટ થોડા વર્ષો પહેલા જર્મનીમાંથી મળેલું છે અને તે છે હાડકામાંથી બનાવેલી વાંસળી. આ વાંસળી ૪૦,૦૦૦ વર્ષ જૂની છે. આ પુરાવા આપણા પૂર્વજોના વિકસેલા બ્રેઈન માટેની નાનકડી સાબિતી છે. કે આપણા પૂર્વજ એવા આદિમાનવ પાસે કળા અને સર્જનાત્મકતા હતી, એની પાસે સંગીતની સમજ હતી.

ઈવોલ્યુશનનો મહત્વનો નિયમ છે ‘સર્વાઈવલ ઑફ ધ ફીટેસ્ટ’ અને જે લોકો લાંબું જીવ્યા હોય અને તેમના જિન્સ બીજી પેઢીમાં પાસ કર્યા હોય તેમની પાસે જીવવા માટે જે તકલીફો પડતી હોય તે પ્રશ્નો ઉકેલવાની આવડત હતી. તેમને અતિશય ઠંડીમાં જીવન પસાર કરવાના રસ્તા આવડતા હતા અને વાઘના પંજાથી દૂર રહેવાનું પણ આવડતું હતું. સર્જનાત્મકતા એક રીતે પ્રશ્નો સોલ્વ કરવાની આવડત જ હોય છે.

ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટ ચાઈલ્ડ ડેવલપમેન્ટ માટે આયના જેવું ગણાય છે. બાળકો ગાતા હોય છે, નાચતા હોય છે રમતા હોય છે અને આમ ભાષા શીખતા હોય છે ચિંતન મનન કરતા શીખતા હોય છે અને સોશિયલ અને ઇમોશનલ સ્કીલ શીખતા હોય છે. Perhaps it is through singing, dancing, and playing that early humans developed their cognitive, language, social, and emotional skills as well.

Anthony Brandt કહે છે બોલચાલની ભાષા એક વિશિષ્ટ પ્રકારનું સંગીત છે. તાજાં જન્મેલા બાળકો તમે જે બોલો છો, તમે જે ભાષામાં બોલો છો તેનો અવાજ પહેલા સાંભળતા હોય છે, શબ્દોનું સંગીત પહેલા સાંભળતા હોય છે, એમને તે શબ્દોના અર્થની  ખબર હોતી નથી, અર્થની સમજ પછી આવે છે. બાળકો પહેલા તમારા શબ્દોનું સંગીત સંભાળે છે પછી તેના અર્થ સમજે છે. ન્યુબોર્ન સ્વર, વ્યંજન, સ્પીચ સાઉન્ડ, એની પીચ, રીધમ વગેરેનો તફાવત સમજવાની એબીલીટી ધરાવતા હોય છે. સંગીત એટલે અવાજ સાથેની સર્જનાત્મક રમત..આપણે મોટા લોકો કોઈ અવાજ સાંભળીએ એટલે તેનો અર્થ સમજવાની કોશિશ કરીએ છીએ. બાળકો અવાજ ભલે તે શબ્દના સ્વરૂપે હોય કે ભાષાના સ્વરૂપે હોય તે રિધમિક પૅટર્ન સમજવાનો પ્રયત્ન કરતા હોય છે. શબ્દોના અર્થ તેમના માટે પછી આવે છે. આ રિધમિક અને phonemic  પેટ્રન એમના બ્રેઈનમાં સ્ટોર થઈ જતી હોય છે અને ત્યાર પછી એના અર્થ સમજતા હોય છે. સંગીત અને સુરની સમજનો સમય ધીમો હોય છે અને શબ્દોની સમજનો સમય ટૂકો હોય છે તેના કારણે સંગીત કે સુરની સમજ વહેલી શરુ હોવા થઈ હોવા છતાં લેન્ગ્વેજની સમજ મોડી શરુ થઈ હોવા છતાં શબ્દોની સમજ રેસમાં આગળ વધી ગઈ હોય છે આમ સુર અને શબ્દોની સમજનો સમય સરખો થઈ જતો હોય છે.

શરૂમાં ન્યુબોર્ન માટે એમની માતૃભાષા અને બીજી ભાષાઓ વચ્ચેનો તફાવત સમજવાની આવડત કે સમજ હોતી નથી. ધીમે ધીમે એકાદ વર્ષમાં તેમણે આ તફાવત સમજાવા લાગતો હોય છે. તેવી રીતે તેમના નેટિવ મ્યુઝિક અને બીજી સંસ્કૃતિના મ્યુઝિકને સમજવામાં પણ સમય લાગતો હોય છે. બાલક તેના પ્રથમ વર્ષમાં ક્રમશઃ પોતાની ભાષા અને પોતાના કલ્ચરના મ્યુઝિકની ઓળખ મેળવતું હોય છે. જુદા જુદા વ્યંજનના અવાજને ઓળખવા માટે બ્રેઈનના temporal lobe  વિભાગમાં ઝડપથી પ્રોસેસિંગ થવું જરૂરી હોય છે. તેજ રીતે જુદા જુદા વાજિંત્રોના સંગીત અને માત્રાઓ સમજવા કે ઓળખવા માટે તે જ ઝડપથી બ્રેઈનમાં પ્રોસેસિંગ થવું જરૂરી હોય છે. દાખલા તરીકે તમારે ‘બા’ અને ‘દા’ વચ્ચેના તફાવતને સમજવા બ્રેઈનમાં જે ઝડપથી પ્રોસેસિંગ થવું જોઈએ તે જ ઝડપથી પિયાનો અને ટ્રમ્પેટના સંગીત વચ્ચેના તફાવત સમજવા પ્રોસેસિંગ થવું જરૂરી છે. જો તમે આ પ્રોસેસિંગ ના કરી શકો તો પિયાનો અને ટ્રમ્પેટ વચ્ચેનો તફાવત સમજી નહિ શકો. આમ સંગીત કરતા શબ્દોની સમજ આગળ નીકળી જતી હોય છે. From a musical perspective, speech is a concert of phonemes and syllables. જે લોકો સ્પીચ અને રીડિંગ ડીસઓર્ડર વડે પીડાતા હોય છે ત્યાં મ્યુઝિક થેરાપી ખૂબ લાભ આપતી હોય છે. જે લોકો Dyslexia વડે પીડાતા હોય છે તે લોકો મ્યુઝિકની રીધમ સમજવામાં પણ કાચાં હોય છે. સ્ટ્રોકના  કારણે જે લોકોને બોલવાની તકલીફ હોય કે ભાષાની તકલીફ ઊભી થાય છે તેવા લોકોને એમાંથી બહાર નીકળવા માટે મ્યુઝિક આશીર્વાદરૂપ રહ્યું છે. કારણ બચપણમાં સંગીતે જ એમને ભાષા શીખવી હોય છે.

કહેવાય છે કે માનવી પક્ષીઓની સુરની ભાષા સાંભળી જોઈને શરૂમાં એમના જેવા સુરની ભાષા શીખ્યો હોવો જોઈએ પછી એમાં શબ્દો આવ્યા હોવા જોઈએ. માનવી આફ્રિકાથી મિડલ ઈસ્ટ થઈને સીધો દક્ષિણ ભારત પહોચેલો ત્યાં સુધીમાં એનામાં ઘણી બધી ખૂબીઓ સામેલ થઈ ગઈ હોવી જોઈએ. કેરાલામાં વર્ષમાં અમુક ચોક્કસ દિવસોમાં એક ખાસ કોમના માણસો એમના નાનાં બાળકોને લઈને ઘાસના બનાવેલા વિશાલ ઘરમાં અમુક દિવસો માટે પુરાઈ જતા હોય છે. ત્યાં રોજ સુરની ટ્રેનિંગ ચાલતી હોય છે. આ સુર કોઈ ભારતીય શાસ્ત્રીય સંગીતના હોતા નથી કે નથી કોઈ પણ જાતના હાલના ચાલતા સંગીતના. ફક્ત પક્ષીઓ ગાતા હોય તે રીતના કોઈને પણ સમજ ના પડે તેવા સુરના રાગડા રાત દિવસ ચલતા હોય છે. મોટેરાં લોકો બાળકોને એની તાલીમ આપતા હોય છે. અમુક દિવસે તાલીમ પૂરી થઈ જાય પછી પેલું ઘાસનું વિશાલ ઘર સળગાવી દઈને આ અજીબોગરીબ સુરોત્સવની પૂર્ણાહુતિ થઈ જાય છે. પશુપક્ષીઓ પાસેથી શીખેલી સુરની ભાષા શીખવવાની આ પદ્ધતિસરની તાલીમ તો નહિ હોય ને? શું માનવી સૂરને શબ્દોમાં ફેરવવાની કળા અહીંથી તો નહિ શીખ્યો હોય ને?

If you are interested in reading more about the connection between music and evolution, I recommend the following books:

13 thoughts on “પહેલા શું આવ્યું? સંગીત કે શબ્દો?”

 1. 1} તેટલા માટે જ કદાચ જેમ નાની વયમાં અજાણી ભાષા જો બાળકોને શીખવવામાં આવે તો તેઓ કોઈ પણ જાતના અવરોધ વગર ઝડપથી ભાષા ગ્રહણ કરી શકે છે ! કારણકે તે અજાણ્યા શબ્દો બોલાતા સમયે તેઓ તેમનો ભાવ પકડે છે નહિ કે ભાવાર્થ 🙂

  2} અને સંગીતની અસરથી કેટલાય રોગો પર સકારાત્મક અસર થાય છે , તેનું વૈજ્ઞાનિક કારણ શું હશે તે પણ જણાવશો .

  Like

 2. Bhupendrasinh – good subject and the perfect content…
  ધુ ઉ ઉ ઉ મ … ધમાક .. અવાજ આવ્યો અને…
  ઢીચ્કાઉં … … ઢીચ્કાઉં … ઢીચ્કાઉં અને ખેલ ખતમ…
  પી..પી…પીપીપી… પી…. સાથે સફેદ ઝંડો લહેરાવાયો અને યુદ્ધ ખતમ…
  ચારે તરફ… કુ..ઉ ઉ ઉ … કુ ઉ ઉ ઉ . કુ કુ કુ ઉ ઉ … કોયલ નાં સુરીલા-સુર લહેરાવા લાગ્યા…
  અમુક ઘટનાઓ ને વર્ણવા માટે કોઈ જ ભાષાકીય શબ્દો જ નથી… ફક્ત સંગીત કે અવાજ અક્ષરો માં લખી શકો તેટલુંજ…
  આજ પણ છોકરા નાં મુખે થી છેડાતી આ વ્હીસલ … “shwee wee eee shuu wee …” નું સંગીત તે એક વિશ્વ-માન્ય ટયુન તો એટલો કોમન છે… કે કદાચ દુનિયાની કોઈપણ સ્ત્રી આ સાંભળી ને છેડાય-છંછેડાય-આનંદ અનુભવે છે…
  એટલેજ… સંગીત પહેલા અને શબ્દો પછી…

  Like

  1. રશ્મીભાઈ થેન્ક્સ, તમારા ઉત્સાહવર્ધક વચનોથી અમને ખૂબ ચાનક ચડે છે નવું નવું લખવાની.

   Like

 3. સંગીત જ પહેલાં આવ્યું હોય તે તો સમજી શકાય ચે.પહેલાં ચિત્ર વિચિત્ર ધ્વનિઓ આવ્યા હશે અને માનવમન એનું અર્થઘટન કરતું હોય તેમાંથી શબ્દો બન્યા. પણ ખૂબીની વાત એ કે કે આજે આપણામામ્થી મોટા ભાગના શબ્દ વિનાના, માત્ર સુરો પર આધારિત શાસ્ત્રીય સંગીતથી દૂર થઈ ગયા છીએ. શબ્દો વિના મઝા ન આવે. સમજાય નહીં. આ કેવી વિચિત્રતા છે?

  Like

 4. શબ્દો તો માનવીએ પોતાની સરળતા ખાતર બનાવેલું એક ટુલ છે.
  સંગીત, ‘તરંગો’ ની દેન છે. મગજની કામ કરવાની પધ્ધતિ પણ વીજતરંગો પર આધારિત છે.
  તો સંગીત શબ્દો કરતા પહેલા જ આવ્યું હશે ને !

  Like

 5. હું તો હમણાં “મજા” કરું છું ! આજે એકસાથે બાકી રહેલા બધા લેખ વાંચી કાઢ્યા. ઉમદા લેખો.
  આ સંગીત પ્રથમ આવ્યું કે શબ્દો એ જરા વધુ ગમ્યો. વિકિ પરની કામગીરી માટે કંઈક કંઈક એકઠું કરતો રહું છું તેમાંથી આપને આ એક ધ્વનીમુદ્રણ સાંભળવું અને સમજવું ગમશે. આ કદાચ જવાબ પણ હોય શકે !! (સરજુ – રબારી સમાજમાં પ્રચલીત સ્તુતીગાન)

  Like

  1. ઉપર લિંક દેખાણી નહિ. ફરી મેલું છું:
   * http://upload.wikimedia.org/wikipedia/commons/b/b1/Saraju.ogg

   * [url=http://commons.wikimedia.org/wiki/File%3ASaraju.ogg][img]//bits.wikimedia.org/static-1.21wmf3/skins/common/images/icons/fileicon-ogg.png[/img][/url]
   [url=http://commons.wikimedia.org/wiki/File%3ASaraju.ogg]Saraju[/url] [CC-BY-SA-3.0 or GFDL], by Ashok modhvadia (Own work), from Wikimedia Commons

   Like

  2. અશોકભાઈ આ રબારી સમાજનું સરજુગાન તો અદ્દલ પેલા મેં ઉલ્લેખ કર્યો તે કેરાલાના બ્રાહ્મણો રાગડા તાણે છે તેવું જ છે. ક્યાંક અંકોડા જોઇન્ટ થાય જ છે. પણ વધુ રીસર્ચ કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર આ ધ્વનીમુદ્રણ મુકવા બદલ..

   Like

 6. Man must hav started mimicking the voices of different animals n especially birds…n this is how faculty of recognizing music in nature must have developed…Sounds from nature e.g. thunder,ligtening, friction between two branches of a tree,etc must have added to it… That is why music helps in healing minds n is used as therapy for various diseases… if we refer some books on classical indian music,they have clear mention about which Raag helps in curing which disease… Thanx,Sir!ur info is 100% true… 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s