હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.
સ્કૂલ કે હાઈસ્કૂલમાં પસાર કરેલા દિવસો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કૉલેજમાં પસાર કરેલા દિવસો પણ ભુલાતા નથી. કદાચ કૉલેજમાં પસાર કરેલા દિવસો ભૂલી જવાય, જો કે તદ્દન ભૂલી જવા તો નામુમકીન છે પણ હાઈસ્કૂલ તો આપણાં બ્રેઇનમા વસેલી હોય છે. સ્કૂલમાં ભણતા હોઈએ તે દિવસોમાં આપણું બ્રેઈન પુખ્ત હોતું નથી. એમાં કોઈ સખત ન્યુરલ વાયરિંગ થયેલું હોતું નથી. સામાજિક સંબંધો ઘડવાની હજુ શરૂઆત છે. કિશોરાવસ્થામાં વધી રહેલો માનવ છોડ, સમાજના વૃક્ષને વળગીને ઉપર ચઢવાનું હજુ શીખતો હોય છે. ક્યાં ટેકો લેવો અને ક્યાં છોડી દઈને આગળ વધવાનું હજુ શીખતો હોય છે..
મેમલ સ્ટેટસ માટે પોતાના ગ્રૂપ, ટ્રૂપ પેક કે હર્ડમાં હંમેશા હરીફાઈમાં ઊતરતા હોય છે. કારણ એમ કરવું રીપ્રોડક્ટીવ સક્સેસને પ્રમોટ કરતું હોય છે. હ્યુમન પણ એમ જ કરતા હોય છે, અને કોઈ બાહ્યાડંબર કે સભ્યતા વગર એડલેસન્ટ (adolescent) પણ એમજ કરતા હોય છે. સ્કૂલમાં જબરાં છોકરા ધાક જમાવીને પોતાનું ગ્રૂપ ઊભું કરી લેતા હોય છે. સ્કૂલનાં અનુભવો કાયમ આપણી સાથે રહેતા હોય છે. તરુણાવસ્થાનાં વર્ષો એક મેન્ટલ મોડલ બાંધતા હોય છે કે દુનિયા કઈ રીતે કામ કરે છે-how the world works. કદાચ આપણે આપણાં મનમાં રહેલી તરુણાવસ્થાથી એક અંતર ભલે રાખવા માંગતા હોઈએ પણ આપણાં બનાવેલા ન્યુરલ પાથવે સત્ય હોય છે.
There is no free love in nature . દરેક જાતી-પ્રજાતિમાં સેક્સ માટે પ્રાથમિક ક્વોલીફાઈંગ રમતોમાંથી પાસ થવું પડતું હોય છે. ઓલોમ્પીકમાં પ્રવેશ મળે તે માટે પણ પહેલા પ્રિ-ક્વોલીફાઈંગ મેચો રમવી પડતી હોય છે. એના માટે વર્ષો જહેમત કરવી પડતી હોય છે. પ્રાણીઓ પણ આ આવડત કેળવવા વર્ષો વિતાવી નાખતા હોય છે. જે ખાસિયતો વડે હાઈસ્કૂલમાં પૉપ્યુલર બનાય છે તેમાં અને આપણાં પૂર્વજ મેમલ્સને રીપ્રોડક્ટીવ સક્સેસ પ્રમોટ કરતી ખાસિયતોમાં કોઈ ફરક હોતો નથી. ફીજીકલ સ્ટ્રેન્થ, આકર્ષકતા, સામાજિક જોડાણ અને જોખમ લેવાનું સાહસ આ બધી લાક્ષણિકતાઓ જરૂરી હોય છે. નેચરલ સિલેકશને બ્રેઈન એવું બનાવ્યું છે કે જે આ લાક્ષણિકતાઓની ચિંતા કરતું હોય છે કેમકે તે સર્વાઈવલ માટે જરૂરી છે. માનવોમાં શાર્પ બુદ્ધિ, અભ્યાસમાં તેજસ્વિતા, વિવિધ કળાઓમાં મહારત (ગાયન, વાદન, ચિત્રકલા, લેખન, કવિતા) બધી વધારાના ખાસિયતો ગણાય.
હાઈસ્કૂલમાં કરેલી મેમલીયન સ્ટ્રગલ બ્રેઈનમાં ગૂંથાઈ જતી હોય છે. તરુણોમાં કાયમી ન્યુરલ સર્કિટ એક સારા કારણ માટે સેટ થઈ જતી હોય છે. સેક્સ માટે સાથીદાર મળે તે પહેલા મેમલ પોતાના ગ્રૂપને છોડી બીજા ગ્રૂપમાં જતા રહેતા હોય છે. નવા વાતાવરણમાં સર્વાઈવ માટે એમને ઘણુબધું શીખવું પડતું હોય છે. આપણ માનવોમાં પણ લગ્ન કરીને બીજા ગામ અને બીજા સમૂહમાં રહેવા જવું પડતું હોય છે. નવી ભાષા, નવા રીવાજો નવી ભૂગોળ શીખવી પડતી હોય છે.Puberty દરમ્યાન રીવાયરીંગ થઈ શકે તેવું બ્રેઈન નેચરલ સિલેકશનની દેન છે. આ બધું જાણબહાર થતું હોય છે. પ્રાણીઓ કોન્શિયસ અવેરનેસ વગર ઇન-બ્રીડિંગ રોકતાં હોય છે. ચિમ્પાન્ઝી મેલ ડોમિનન્ટ સમાજ છે, ત્યાં માદા ચીમ્પે મેટિંગ પાર્ટનર મળે તે પહેલા ગ્રૂપ છોડવું પડે છે. બોનોબો ફીમેલ ડોમિનન્ટ સમાજ છે ત્યાં નરે ગ્રૂપ છોડવું પડતું હોય છે. આપણાં પુરુષપ્રધાન સમાજમાં છોકરીઓને ડોલીમાં બેસાડી સભ્ય રીતે વળાવી દેવાય છે. કન્યાવિદાય એ દીકરીઓને કાઢી મૂકવાનો અતીસભ્ય પ્રકાર ગણાય. હાઈસ્કૂલ સ્ટુડન્ટ આમ અજાગૃતપણે સુખદાયી અને દુઃખદાયી ન્યુરોકેમિકલ સાથે ન્યુરોન્સને સંલગ્ન કરતા હોય છે.
આ નાટકમાં સેરોટોનીન મહત્વનો ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. સેરોટોનીન સુખદાયી ન્યુરોકેમીકલ છે. સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતા વાનરમાં સેરોટોનીન લેવલ ઊંચું જતું હોય છે. વધારે પડતા અગ્રેસિવ વાંદરાને નાતબહાર મૂકવામાં આવે છે જંગલમાં એકલો પછી મરી જતો હોય છે. પણ જે વાનર કાયમ શરણે જ થઈ જતો હોય તેનું સેરોટોનીન લેવલ ખૂબ નીચે જતું રહેતું હોય છે. તરુણાવસ્થામાં આપણે બીજા લોકો વચ્ચે આપણી જાતને જાળવવાનું અને એક મુકામ આપવાનું શીખવું પડતું હોય છે. આપણે બીજા લોકો વડે ઘેરાયેલા હોઈએ છીએ. આ સમય હતાશાજનક હોય છે પણ જીવન જીવવાની કળા ભેટમાં આપતો આ સમય હોય છે.
આપણું બ્રેઈન સતત નક્કી કરતું હોય છે કે ક્યારે શરણે થવું અને ક્યારે પ્રભુત્વ મેળવવું. ક્યારે દાદાગીરી કરવી અને ક્યારે હથિયાર હેઠાં મેલી દેવા તે બ્રેઈન સતત નક્કી કર્યા કરતું હોય છે. આપણે કહેતા હોઈએ કે મને તો બીજાની કાઈ પડી નથી, પણ આદર કે માન મળતા સેરોટોનીન સ્ત્રવતું હોય છે જે સારું લાગતું હોય છે. અને જેમ સારું લાગે તેમ વધુ ને વધુ મેળવવાની ઇચ્છા થતી હોય છે. દરેક તક એની સાથે રીસ્ક અને રીવોર્ડ લેતી આવતી હોય છે. સમય જતા આપણે સેરોટોનીન સ્ત્રવે અને કોર્ટિસોલ દૂર રહે તેવી વર્તણુંક શીખી જતા હોઈએ છીએ. મોટાભાગનું બ્રેઈન વાયરિંગ કિશોરાવસ્થામાં થતું હોય છે કારણ તે સમયે બ્રેઈન લચીલું હોય છે. શીખવા માટે તત્પર હોય છે.
અસલામતીની ભાવના કુદરતી હોય છે. પ્રાણી જગતમાં તો બચ્ચાઓને પુખ્ત થતા મોટા પ્રાણીઓ વચ્ચે પોતાની જગ્યા બનાવી પડતી હોય છે. આપણ માનવોમાં હાઈસ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પણ માતાપિતાનો ખૂબ સપોર્ટ મળતો જ હોય છે. પણ સ્કૂલમાં બીજા સહાધ્યાયીઓ ઉપર પ્રભુત્વ મેળવવાની હરીફાઈમાં માતાપિતા બહુ મદદ કરી શકતા નથી. ઉલટાના વધુ પડતા ચોખલિયા અને નૈતિકતા ધરાવતા માતાપિતા બાળકોને ધમકાવી સીધી લીટીના બનાવવાની ઘેલછા ધરાવતા હોય છે. આમેય સ્કૂલમાં બાળકો અસહાયતા અને અસલામતી અનુભવતા જ હોય છે એમાં આવા માતાપિતા ધરાવતા બાળકો વધુ અસહાયતા અનુભવતા હોય છે. સ્કૂલમાં માનમરતબો તો તમારે જાતે જ મેળવવો પડતો હોય છે.
પર્સનલ પાવરની સમજ પુખ્ત બનતા આવતી જતી હોય છે. પોતાની જાતને પાવરલેસ અનુભવવા લાગો તેમ હતાશા વધતી જવાની, ડિપ્રેશન વધતું જવાનું. ડિપ્રેશન એટલે ડીસઓર્ડર ઑફ પાવર.. આત્મિક શક્તિની આંતરિક સૂઝ ઊભી કરવી તે જ ઉપાય છે. આ શક્તિ કોઈ આપી શકે નહિ. કે કોઈની પાસેથી ઉછીની લઈ શકો નહિ. જીવનના અનુભવો લઈને જેમ વિકાસ પામતા જઈએ તેમ આસપાસના લોકો સાથે તડજોડ કરવાનું, વાટાઘાટો કરવાનું અને સહકાર આપવાનું શીખી જવાતું હોય છે. તરુણો આવી તડજોડ અણઘડ રીતે કરતા હોય છે કેમકે તેઓ હજુ શીખી રહ્યાં છે.સમય જતા બધી આવડત આવી જતી હોય છે. અને આત્મશ્રદ્ધા પણ વધતી જતી હોય છે.
આપણને જે બ્રેઈન વારસામાં મળેલું છે તે સતત ઇચ્છતું હોય છે કે કોઈ ને કોઈ તેને નોટિસ કર્યા કરે. કોઈ ધ્યાનમાં લે જાણે એના વગર જીવન થંભી ના જવાનું હોય? દરેક મેમલીયન સમૂહમાં કેટલાક એવા હોય કે બીજાનું ધ્યાન વધુ ખેંચતા હોય છે. તમારા પાછલાં મેળવેલા અનુભવો દ્વારા ધ્યાન ખેંચવાના જુદા જુદા તરીકા તમે અપનાવતા હોવ છો. ધ્યાન ખેંચવાના તરીકા રૂપે ન્યુરલ સર્કિટ તરુણાવસ્થામાં બનાવી ચૂક્યા હોઈએ છીએ જે પુખ્તવયે સેવા કરવા હાજર જ હોય છે. કોઈ રમતગમતમાં આગળ વધી ધ્યાન ખેંચતા હોય છે કોઈ અભ્યાસમાં તેજસ્વી બનીને ધ્યાન ખેંચતા હોય છે. કોઈ અદ્ભુત ચિત્ર દોરીને કોઈ કવિતા લખીને ધ્યાન ખેંચતા હોય છે. જેમ પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ ઓછામાં ઓછી વાંકાચૂકા રસ્તે બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. તરુણાવસ્થામાં ન્યુરોપ્લાસ્ટીસીટી પીક પર હોય છે. જ્યારે જ્યારે ન્યુરો કેમિકલ સ્ત્રવે ન્યુરોન્સ કનેક્ટ થતા હોય છે. આમ સુખ અર્પતી વસ્તુઓની સર્કિટ જે તરુણાવસ્થામાં બની હોય છે તે ભવિષ્યમાં પણ આજ રીતે કામ આપે છે. જ્યારે દુખ અનુભવો ત્યારે પેલાં ન્યુરલ પાથવે પર અનહેપી કેમિકલ છવાઈ જતા હોય છે. આમ ભવિષ્યમાં એનાથી દૂર રહેવાની આવડત પણ કેળવાઈ જતી હોય છે. આમ પુખ્ત બનતા ભળે તમે રીવાયરીંગ કરી, નવા પોલીશ્ડ રસ્તા બનાવો પણ એના કોરમાં મધ્યમાં તરુણ અવસ્થાએ બનાવેલ ન્યુરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ કામ કરતું હોય છે. આમ પુખ્તવયે કિશોર બનવાની કે તે સમયની લાગણીઓને ફરી અનુભવી તાબે થઈ બાલીશ હરકતો કરવાની જરૂર નથી હોતી, જરૂર છે તેની પ્રમાણિતતા સ્વીકારવાની નહીં કે વખોડવાની……
1) સાચી વાત છે ભુપેન્દ્રસિંહજી , હાઇસ્કુલ સમયનું વાતાવરણ ઘણી મોટી અસર છોડી જાય છે ! મારા અંગત અનુભવ પરથી એક વાત કહેવાની લાલચ રોકી શકતો નથી કે બાળકને આ ગાળા દરમ્યાન કોઈ પણ ધાર્મિક પશ્ચાદભુ ધરાવતી સ્કુલમાં પ્રવેશ ન અપાવવો જોઈએ કારણકે ત્યાં એ બાળકોનું તાર્કિક સ્તર તથા સંઘર્ષનું સ્તર વિકસતું જ નથી
2) ૧૫ થી ૧૭ વર્ષની વય સુધીમાં વ્યક્તિએ ગ્રહણ કરેલ સ્વભાવ , ટેવ / કુટેવ , તેના જીવનના અંત સુધીમાં તેનાથી છૂટી શકતા નથી .
3) કન્યાવિદાય એ દીકરીઓને કાઢી મૂકવાનો અતીસભ્ય પ્રકાર ગણાય. 100% agreed .
LikeLike
ધાર્મિક પશ્ચદ્ભુ ધરાવતી સ્કુલોમાં તો કદી પણ બાળકને મુકાય જ નહિ. બાળકને સંઘર્ષ કરવાનું શીખવવાનું હોય માથું ટેકવી આખો વખત ભજનીયા ગાતા અને હે ભગવાન મદદ કરોના પોકારો પાડવાનું નહિ.
LikeLike
સમૂહ વચ્ચે ઘેરાયેલા હોવા છતા બધાથી કેવી રીતે અલિપ્ત રહેવુ એ તરુણાવસ્થા શિખવે છે એ સનાતન સત્ય જ છે અને એનો અનુભવ મને જુદી જુદી (બબ્બે વર્ષે બદલાતી ) શાળા ઓમા ભણવાને કારણે થયોજ છે. એક જગ્યાની માનસિક છાપ દ્રઢ થાય ત્યાજ બદલીનો ઓર્ડર આવે–આમ અનેક જગ્યાના અનુભવો હોવા છતા આજે આટલા વર્ષે પણ હુ એકેય શાળા કે મિત્રોને ભૂલી શકી નથી. બધા પ્રસંગો પણ યથાતથ યાદ છે.
આજનો આપનો લેખ વાચીને માનસપટ પર એક રીલ ચાલુ થઇ ગઇ. આપની વાત સાવ સાચી છે કે આપણે શાળાજીવનને ક્યારેય ભૂલી ના શકીએ જાણે એ એક જાદુઇ ચમ્ત્કાર હોય એમ માનસમા અંકિત થઇ ગયુ છે, બહુ સરસ અનુભવયુક્ત વાણી આપ અહી વદ્યા છો.
LikeLike
High school atmosphere or even ukg, nursery leave a lasting impression on tender mind. During those days the flower of human mind is blossoming. So at this stage any bad or good experience is remembered for long long times. Children’s mental food is play and games during this periods. if parents and teachers are morons then life becomes hell for these children. A school must have a huge compound or ground for children to grow properly. A school Must have kind and understanding teachers. Too much diciplene kills the creativity in the child. Suicide rate has increased. Good !!!!
LikeLike