જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

17 thoughts on “જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?”

 1. પ્રશ્નઃ જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?
  ઉત્તરઃ Don’t Fight Life , Flow with it.(તરો નહીં વહો)
  સુંદર રજુઆત.
  આટલી વાત સમજાઈ જાય તો બીજું કાંઈ સમજવાનુ રહેતું નથી. કોઈ ધર્મશાસ્ત્રોની જરુર નથી.એનો મતલબ એવો નથી કે બધા દુઃખ દુર થઈ જશે પણ દુઃખ પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ જશે. અધ્યાત્મ કે ધર્મ જે કહો તે, બીજું કાંઇ નહી બસ આમ દૃષ્ટિ બદલવાની પ્રક્રિયા જ છે.જે દુ;ખને આનંદમાં પરિવર્તિત કરે છે.જીવનમાં આનંદ વધી રહ્યો છે તો ધર્મના રસ્તે અને દુઃખ, પીડાઓ,
  ચિંતા, ભય, કામનાઓ વધી રહ્યા છે તો અધર્મના રસ્તે. ધર્મ અધર્મ તેના પરિણામોથી પરખાય
  છે ક્રિયાકાંડોથી નહી.

  છે ક્રિયાકાંડોથી નહી. છે ક્રિયાકાંડોથી નહી.

  Like

 2. Right Bhupendrasinh – Move On… anything may happen in life but you “MOVE ON…
  એક ફિલોસોફી છે – સુખી-આદમી (સાધુ) તો ચાલતા ભલા…
  જયારે નરસિંહ મહેતા કહે છે કે – .”ભલું થયું ભાંગી જંજાળ… સુખે ભજીશું શ્રીગોપાળ …”.
  પણ હકીકત એ જ રહેવાની કે .. જે સમયે તમને કોઈક પણ વ્યક્તિ/વસ્તુ/સ્થળ થી પ્રેમ થાય છે કે તમે કોઈ-ને-પણ મદદ કરવા ની પણ જહેમત ઉઠાવો એટલે તે તમારી જવાબદારી અને બીજા શબ્દો માં પગ ની બેડીઓ બની જાય છે. અને આજ પ્રેમ / જવાબદારીની બેડીઓ તમારી બદલાવ ને અનુરૂપતા કે બદલાવ ઉપર સર્વો-પરિતા કેળવવા નાં ગુણ ને અટકાવી દે છે, તો પછી આ મનુષ્ય-સંસાર ને ઉત્પન્ન કરવો-વિકસિત કરવા ની જવાબદારી કોની?
  ‘સાધુ તો ચાલતા ભલા’ ફિલોસોફી માં મોટે ભાગે ‘જવાબદારી માં થી ભાગવા ની વૃત્તિ વધારે દેખાય છે…. અને સંસાર માં રહી ને સાધુતા / દુખ થી પર રહેવું શક્ય જ નથી…
  એટલે – પરિવર્તન ને અપનાવો… પણ જવાબદારી અને પ્રેમ-સંબંધ ને વળગી ને જ… પછી ભલે થોડા દુખી થવાય… કારણકે નિષ્ક્રિય રહી ને પોતાની જવાબદારી બીજા ઉપર નાખી ને સુખી રહેતા માણસો (સાધુ/સંત/સ્વામીઓ) તે ‘પરોપજીવી’ છે અને તેવી જિંદગી પાયા-વગર ની છે…

  Like

  1. આભાર જયેન્દ્રભાઈ.
   દુઃખનો સ્વીકાર દુખ મુક્તિનો ઉપાય છે. આજે આ રખડતા બાવોમાથી કોણ ધ્યાન કરવા બેસતો હશે? કામ ના કરવું પડે એટલે ભાગી છુટેલાને મેડીટેશન શું એજ ખબર નહિ હોય. મેં ઘણીવાર ટીવીમાં બાબા રામદેવને આસનો, પ્રાનાયણ કરતા શીખવતા જોયા છે. પણ મેડિટેશનના ઊંડા મર્મ સમજાવતા કદી જોયા નથી એને યોગ ગુરુ કેમનો કહેવો? એનાથી સારા તો દીપક ચોપરા છે જે ભલે પૈસા લે છે પણ ધ્યાન તો શીખવે જ છે. બૌદ્ધ મંદિરમાં ટકોમુંડો કરાવીને દીપક ચોપરા ધ્યાનના ગહન પાઠો શીખ્યા છે. ધ્યાન કદી ભાગવાનું શીખવે નહિ નહીતો ધ્યાન નો કહેવાય.

   Like

 3. લેખને કાવ્યમય નામ પ્રદાન કરીને બહુ ગહન વિશયની ચર્ચા કરી.લેખકમાથી ફિલોસોફર અને રુશીમુનિ થવાની તૈયારી આદરી છેકે શુ ? ધ્યાન જેવા અઘરી વસ્તુને આસાનીથી સમ્જાવવુ એવિચાર્મા ડૂબીને બધાને વિચરના વમLમા ઉતારી દીધા–રાહી મનવા દ્:ખકી ચિનતા ક્યુ સતાતી હૈ દૂ::ખતો અપના સાથી હૈ–સ્વિકારવુજ રહ્યુ

  Like

 4. જીવન એક વહેતી નદી છે, જીવન જીવવાની કળામાં આંતરીક ઉર્જા મહત્વનો ભાગ ભજવે છે અતિશય લાગણીશીલ વ્યક્તિમાં આ આંતરીક ઉર્જા ઓછી તો હોય જ છે સાથે સાથે સુખમાં અતી ઉત્સાહીત અને દુ:ખમાં, નાસીપાસ નીરુત્સાહીત થવાના લક્ષણ પણ વધુ માત્રામાં જોવા મળે છે, અને વિશ્વાસઘાત મનુષ્યના સ્વાર્થ સાથે જોડાયેલ છે મનુષ્ય મુળભૂત રીતે સૃષ્ટી પરનું સૌથી સ્વાર્થી પ્રાણી માનવામાં આવે છે એક જ વ્યક્તી એક માટે વિશ્વાસઘાતી તો બીજા માટે એ જ વ્યક્તી વફાદાર પણ હોય શકે એટલે વિશ્વાસઘાતને કોઇ સ્થાઇ વ્યાખ્યા કે બીબામાં ન ઢાળી શકાય
  જીવન લડવા કરતાં એની સાથે વહેવામાં દુ:ખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેશન શીખવે છે મેડીટેશન… બરાબર છે સાથે એક સૂત્ર હમેંશા યાદ રાખવું “સુખ હોય કે હોય દુ:ખ, આ દિવસ પણ ચાલ્યો જશે”… સરસ લેખ બાપુ

  Like

 5. ધ્યાનનો મુખ્ય હેતુ ‘નિર્વિચાર’ અવસ્થા મેળવવાનો હોય છે કે જેથી મન પર કાબુ પામી શકાય. આ લખનારનો અનુભવ છે કે મન બે સ્વરૂપમાં કામ કરતું હોય છે, બાહ્ય મન અને આંતરિક મન. ઘણી વાર આ બે મન એક જ સમયે જુદાજુદા વિચાર કરતાં હોય છે. મનને વિચાર કરતું બંધ કરવાને બદલે એવી રીતે કેળવવું જોઈએ કે બંને મન એક સમયે એકી સાથે એક જ કામ વિષે વિચાર કરે અને તે પ્રમાણે તે કામ કરે. આને આપણે ‘એકવિચાર’ કહી શકીએ. અથવા આંતરમનને એવું કેળવવું જોઈએ કે તે સતત પ્રાર્થનામય રહે. સંસારિક કૃત્યો તો કર્યા કરવા પડે. તેમાં બાહ્ય મન પરોવાયેલું રહે. પણ જયારે જયારે બાહ્ય મન નવરું પડે ત્યારે ત્યારે આંતરમન પ્રાર્થના કર્યા કરે. તેનો પણ અતિરેક ના થવો જોઈએ. આપણી જે કંઈ જવાબદારી હોય તે પ્રત્યે દુર્લક્ષ ના થવું જોઈએ. ‘નિર્વિચાર’ તો દિવસમાં થોડા કલાક જ કરી શકાય અને બાકીના સમયમાં દુર્વિચાર અને દુષ્કૃત્યો પણ કરી શકાય. જયારે સદ્વિચાર તો જાગૃત અવસ્થામાં સતત કરી શકાય અને કરતાં રહેવું જોઈએ કે જેથી સત્કૃત્યો કરતાં રહીએ.

  Like

 6. આપણે ‘લાઈફ ને ફાસ્ટ બનાવી છે પણ મનને સ્થગિત કર્યું છે એવું લાગે છે.
  બુધ્ધ વિશે તો બહુ જ્ઞાન નથી પણ વિપશ્યના કરેલ છે, એમાં નસ્તિક/આસ્તિકના બદલે ‘ધર્મ’ સાચી રીતે સમજવાની વાત છે. વિપશ્યનાને વિજ્ઞાનના આધાર સાથે મેં મારા બ્લોગ પર લખેલ છે. એવી જ વાત જયન્દ્રભાઈની કોમેન્ટ જેવી અભિવ્યક્તિ મેં ‘લાગણી – ઍક અવરોધ’ ની પોસ્ટમાં આપી હતી. કેટલાક મિત્રો જુદા પડ્યા, પણ તમારી આજની પોસ્ટ પ્રમાણે મારે તો વહેવાનું છે. ફરી ઝરણાઓના પ્રવાહમાં ક્યાંક મળી જઈશું !

  Like

 7. એક વાર એક લેભાગુ ધર્મપ્રચારકે મને ધ્યાનમાં બેસાડી મારા પર વશીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. સદ્વિચારની ઢાલે મને બચાવ્યો ન હોત તો હું પણ તેના પંથમાં ભળી ગયો હોત. ખરાબ વ્યક્તિઓના દુર્વિચાર અને દુષ્ક્રુત્યોમાંથી તો સદ્વિચાર જ બચાવે, નિર્વિચાર નહીં.

  ભવિષ્યને ભૂતકાળ બનતા વાર નથી લાગતી. આવા ક્ષણાર્ધજીવી વર્તમાનમાં કેવી રીતે વર્તી શકાય? ટ્રેડ મિલ પર કસરત કરતાં કરતાં વિચાર તો આવે જ કે ભૂતકાળમાં એવું તે શું થયું હતું કે અત્યારે આ કસરત કરીએ છીએ? અને કસરત પૂરી થયે શું કરવાનું છે તેનો પણ વિચાર આવે. ભુપેન્દ્રસિંહજીનો ફોન આવે તો જોઈએ કે પાંચ જ મિનીટ બાકી છે તો ત્યારે નિરાંતે વાત કરવાની છે. બધા વિચાર કંઈ દુઃખદાયક, ચિંતાજનક કે નકારાત્મક નથી હોતા. સારા સકારાત્મક વિચારોને રૂંધવાની શી જરૂર?

  ધ્યાનમાં બેઠા બેઠા પણ તે પૂરું કરવાનો સમય થયો કે નહીં તે તો જાણવું જ પડે ને? કે પછી કોઈ જગાડે નહીં ત્યાં સુધી ધ્યાન ધર્યા કરવાનું?

  અમારા એક સંબંધી બાયપાસ સર્જરી માટે મુંબઈની જાણીતી હોસ્પિટલમાં દાખલ થયા હતા. કોઈએ કહ્યું કે અમદાવાદમાં કોઈ ડોક્ટર યોગ વડે હૃદયરોગ મટાડે છે. અમદાવાદ ગયા, યોગ શીખ્યા. મહિનાઓ સુધી સારું લાગ્યું. પણ એક દિવસ તાત્કાલિક બાયપાસ સર્જરી કરાવવી પડી. પેલા ડોક્ટર સાહેબને તો જાણ પણ નથી. તેમની યાદીમાં આ એક સફળ કેસ ગણાય. કારણ અસંતુષ્ટ દર્દીઓ કંઈ ડોકટરોને જણાવતા નથી હોતા. દાઢ સણકા મારતી હોય, હાડકું તૂટ્યું હોય, કુતરું કરડ્યું હોય જેવા કિસ્સાઓમાં યોગચિકિત્સા કામ લાગે?

  Like

 8. રશ્મિકાન્તભાઈ,
  કોઈ પોસ્ટની કોમેન્ટ પર કોમેન્ટ કરવી યોગ્ય લાગતી નથી, પણ યોગ અંગેની મોટાભાગનામાં ભ્રાંતિ ફેલાયેલી છે. યોગગુરુઓ પણ બધા દુઃખોની ચાવી યોગ ગણાવવા માંડ્યા છે. યોગ મારી દ્રષ્ટિએ શરીર અને મનને જોડવાની પ્રક્રીયા છે. હૃદય રોગ મહદ અંશે શારિરીક કરતાં માનસિક કારણોથી વધુ થાય છે, યોગ વડે મનને શાંત કરી શરીર સાથે જોડી શકાય તો રાહત થઈ શકે, પણ ફક્ત શરીરને મન સાથે જોડવા કરવી પડતી શારિરીક ક્રીયાઓથી શરીર સારુ ન થાય. પ્રાણાયમમાં શ્વાસ લેતી વખતે મનમાં પ્રકૃતિમાંથી પોઝીટીવ એનર્જી શરીરમાં ઇનહેલ કરું છું અને ઉચ્છવાસ વખતે શરીરની નેગેટીવીટી બહાર ફેકું છું એવી માનસિક ભાવના થવી જોઈએ અને તેનું રટણ થવું જોઈએ, નહીંતર પ્રાણાયામ ફેફસાની એક કસરત સિવાય કંઈ નથી

  Like

 9. ખુબજ સુંદર લેખ રાઓલજી ! આપે ધ્યાન વિષે વાત કરી એટલે મને પણ થોડું લખવાનું મન થયું. રશ્મીકાંતભાઈ ની વાત સાથે સંપૂર્ણ પણે સહમત છું. ધ્યાન ના સમય દરમ્યાન જ મન ને ‘નિર્વિચાર’ કરી સકાય, બાકીના સમય દરમ્યાન ‘એકવિચાર’ કે ‘સદ્વિચાર’ કરતુ કરીએ તો ઘણું છે! ધ્યાન ની ફલશ્રુતિ રાઓલજી સરસ લખી છે એટલે ફરીથી નથી લખતો પણ ધ્યાન વિષે થોડુંક ….

  ધ્યાન શું છે? ધ્યાન એ કોઈ વ્યક્તિ, સાંપ્રદાય કે ધર્મ ની જાગીર નથી! ગુરુ કૃપા હોઈ તોજ ધ્યાન લાગે તે વાત સદંતર બકવાસ છે. ધ્યાન – મેડીટેશન એ અંતર ની અનુભૂતિ છે! મન ની એક વિચાર શૂન્ય અવસ્થા! આપણાં મન માં ચલાતા વિચારો નું વિશ્લેષણ કરીએ તો…કાંતો મન ભૂતકાળ ના સારા કે ખરાબ અનુભવો કે સ્મુતી કે શ્રુતિ માં રમમાણ રહે છે અથવા ભવિષ્ય ની કલ્પના માં રાચતું રહે છે, પરંતુ વર્તમાન અવસ્થા માં કોઈ સમય રહેતું જ નથી ! મન ને પેલા જીન ની જેમ સતત પ્રવૃત્તિ કરવા જોઈએ. મન વર્તમાન માં આવે તો નવરું થઇ જાય, જે મન ને પસંદ નથી તેથી મન વર્તમાન માં આવવા તૈયાર નથી…ઊંઘી ગયા પછી પણ મન શાંત નથી તેથીજ સ્વપ્ન દેખાય છે…આને આમ કહ્યું તેને બદલે તેમ કહ્યું હોત તો ?… મેં આ જવાબ આપ્યો તેના બદલે તે જવાબ આપ્યો હોત તો?…આ પ્રોપર્ટી ના બદલે પેલી લીધી હોત તો?…ભવિષ્ય વિશે પણ… આ કરીશ ને તે કરીશ… આ લઈશ ને તે લઈશ…આમ લખીશ ને તેમ લખીશ…અહીં નહિ મળે તો ત્યાં જઈશ…ડોક્ટર કે ઇજનેર બનીશ કે બનાવીશ…કૈક ને કૈક અવિરત ચાલ્યાજ કરે છે. ટુકમાં મન વર્તમાન માં રહેવા ટેવાએલૂ નથી અથવા તો તેને રહેવૂજ નથી.

  પરતું મન ને વર્તમાન માં લાવવાની જરૂર શી છે? આપણે કાર્ય કરવા માટે કોઈ નિર્ણય પર આવવું પડે. આપણે ભૂતકાળ ના અનુભવો કે સ્મુતી કે શ્રુતિ અને ભવિષ્ય નો વિચાર કરી ને નિર્ણય લેતા હોઈએ છીએ. પરંતુ આમાં ક્યારેક સાચા ને ક્યારેક સદંતર ખોટા નિર્ણય લેવાઈ જતા હોઈ છે. કારણ કે ભૂતકાળ જેવી એનીએજ પરિસ્થિતિ અત્યારે ના પણ હોય અને ભવિષ્ય તો કોઈને ખબર જ નથી. મન શૂન્ય વિચાર આવસ્થા માં નિર્ણય લે તો તે ક્યારેય ખોટો ના પડે જેને સરળ ભાષા માં આંતરસ્ફુરણાં કહે છે. કોઈપણ પૂર્વગ્રહ, અભિપ્રાય કે અપેક્ષા થી મુક્ત નિર્ણય, જેનું વર્ણન ના થઇ શકે, બસ મને લગ્યું કે આમ કરવું જોઈએ અને કર્યું! આપણે ઘણી વખત બોલીએ કે સાંભળીયે છીએ કે ધ્યાન રાખીને વાંચ, ધ્યાન થી સાંભળ, ધ્યાન થી જો, ધ્યાન રાખીને કર…પરંતુ કરીએ છીએ ખરા? આપણે ધ્યાન થી વાંચતા નથી વિશ્લેષણ કર્યા કરીએ છીએ (તમે અત્યારે ધ્યાન થી વાંચો છો ખરા?). આપણે ધ્યાન થી સાંભળતા નથી દલીલ શું કરવી કે પ્રશ્ન શું પૂછવો તેના વિષે વિચારીએ છીએ. ધ્યાન થી જોતા નથી સરખામણી કર્યા કરીએ છીએ. દરેક કામ અન્યમનસ્ક થઇ ને કરીએ છીએ ચાલું ક્રિયાઓ બ્રશ કરવું, ગાડી ચલાવવી, જમવું, ચાલવું વગેરે માં મન હોતું જ નથી, યંત્રવત કામ થાય છે. બીજા કામ પણ જો રૂટીન વર્ક હોઈ તો તેમાં પણ મન હોતું નથી. ધ્યાન (મન ને વિચાર શૂન્ય અવસ્થામાં) રાખીને વાંચીએ કે સાંભળીયે તો બીજીવાર વાચવાની કે સાંભળવાની જરૂરજ ના પડે! તાંબા ના પતારા પર લખીએ તેમ મગજ માં પણ કોતરાય જાય. ધ્યાન રાખી ને કામ કરીએ તો કરેલું કામ શ્રેષ્ઠ જ હોય. સ્વામી વિવેકાનંદે આવીજ રીતે મન ને કેળવ્યું હશે ને ? વિચાર શૂન્ય અવસ્થા માં લીધેલો નિર્ણય સર્વ શ્રેષ્ઠ જ હોઈ જેને શુશુપ્ત મને લીધેલો નિર્ણય કે આંતરસ્ફુરણાં કહે છે. ( જાગ્રત, અર્ધ જાગ્રત કે શુશુપ્ત મન ની વાતો આને રીલેટેડ છે પણ અહી નથી લખવી! અસ્થાને છે.)

  આતો ધ્યાન ની એક બાય પ્રોડક્ટ છે મુખ્ય છે બ્લિસ(Bliss) ની પ્રાપ્તિ! પરમ આનંદ ની પ્રાપ્તિ. આપણે આનંદ શબ્દ ને તદ્દન સસ્તો બની દીધો છે. હેપીનેશ, જોય અને બ્લિસ(પરંમ આનંદ) સરખા અર્થ ધરાવે છે પણ તેની આનુભુતી આલગ છે. હેપીનેશ, જોય બાહ્ય વસ્તુ, વ્યક્તિ, સ્થળ, સમય, સંજોગો પર આધારિત છે, જયારે આનંદ એ અંતર ની અનુભૂતિ છે, અંદર થી પ્રગટે છે, એનું વર્ણન ના થઇ સકે બસ કહી શકીએ કે મજા આવી! આ આનંદ નો અનુભવ આપણે ઘણી વખત કરીએ છીએ પણ પકડી સકતા નથી ! કલ્પના કરો… (આંખો બંધ કરીને ખરે ખર કરવાની છે…હો ! ) આપણે ક્રિકેટ જોતા હોઈએ , થોડા રન બાકી હોય, થોડા બોલ બાકી હોય, દડો ફેકાય, બેટ વિંજાય, દડો આકાશ માં અધ્ધર, ચોક્કો? છક્કો? કે કેચ? મો ખુલી જાય…, મન એક ક્ષણ માટે શૂન્ય થઇ ગયું . ધ્યાનસ્થ થઇ ગયું! અને પરમ આનંદ ની પ્રાપ્તિ થઇ! એટલેજ ક્રિકેટ જોવામાં ૧૦ વર્ષ નો પોત્ર અને ૭૦ વર્ષ ના દાદાને એક સરખી મજા આવે છે! બધા મુવી ની વાત નથી કરતો પરતું કોઈ એકાદ મુવી એવું આવે કે તેના સંવાદો કે આગળ ની વાર્તા વિષે અનુમાન ના થઇ શકે તો મન મુવી ના પ્રવાહ સાથે જોડાય જાય, મન ત્રણ કલાક માંથી એકાદ ક્ષણ વર્તમાન માં આવી જાય અને આનંદ ની પ્રાપ્તિ થાય. ઓશો ની “સંભોગ થી સમાધિ શુધી” વાચી છે? આવી એકાદ ક્ષણ નો અનુભવ તેમાં પણ થતો હશે! કદાચ મગજ માં કોઈ કેમિકલ નો સ્ત્રાવ થતો હશે. દરરોજ બે કલાક પૂજાપાઠ કે જાપ કરતો માણસ નું મન એકાદ ક્ષણ પણ સ્થિર થય જાય તો બીજું વર્ણન ના કરી શકે તો કઈ નહિ પણ મજા આવી એટલું તો જરૂર કહી શકે. મન વર્તમાન કાળ માં રહે તેને જ આપણે સમાધિ લાગી કે ધ્યાન લાગીગયું તેમ કહીએ છીએ.

  ધ્યાન કરવું કેમ ? મન ને રસ પડે એઅવી વાત માં મન સ્થિર નહિ થાય, મન ને કંટાળો આવે તેવું કામ કરો! નિયમિત પણે કરો, ચોક્કસ સમયે કરો, અને માટેજ એની સાથે ધર્મ ને જોડી દીધો જેથી સાતત્ય જળવાય રહે. દરરોજ બે કલાક પૂજા પાઠ કરો, ૧૦૮ માળા કરો, નિયમિત પણે કરો, ધ્યાન પૂર્વક કરો. ( લાખોમાં એકાદ બે વ્યક્તિ માંડ મળે હો..નથી થતું ! દેખાડો કરતા હોય તેની વાત નથી થતી!) થોડો મહિના પછી મનને ખાતરી થઇ જશે…”એ સાત વાગ્યા…હવે બેસી જશે બે કલાક સુધી…કઈ કરવાનો નથી…બસ એકનું એક…” ધીરે ધીરે મનને કંટાળો આવશે, મન સ્થિર થશે. જરૂરી નથી કે …ૐ નમઃ શિવાય …ૐ નમઃ શિવાય…કરો…કોકા કોલા…કોકા કોલા…કરશો તો પણ પરિણામ મળશે, ટ્રાય કરી જોજો…અઘરો, લાંબો અને અટપટો શ્લોક જલદી પરિણામ આપશે!

  પણ આતો સોર્ટકટ છે, અને તેમાં પણ મન એકાદ બે ક્ષણ જ સ્થિર થશે વધારે નહિ. ધ્યાન કરવાની ઘણી પધ્ધતિ છે, ત્રાટક, પ્રતિબિંબ ધ્યાન વગેરે…બધા માં શ્રેઠ છે વિપસના. શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા ને વિપસના ધ્યાન કહે છે. ચાલું વર્તમાન કાળ માં થતી અને અતત અનુભવાતી જો કોઈ પ્રક્રિયા હોઈ તો તે શ્વાસોચ્છવાસ છે. સરુવાત માં ર્હદયના ધબકારા નહિ સંભળાય થોડા અભ્યાસ પછી તે પણ સાંભળવા મળશે. કોઈ એક સમય ને સ્થળ નક્કી કરો, એક દિવસ સાંજે એક દિવસ સવારે તેમ નહિ, બની શકે તો સમય બદલાવાસો નહિ. સ્થળ પણ એકાંત કે ઓછી અવર- જવર વાળું પસંદ કરો, ક્યાંય કસે (નોકરી-ધંધે) જવાનો હોઈ તેની નજીક નો સમય પસંદ કારસો નહિ, બહાર થી આવીને કે કોઈ ની સાથે ફોન પર વાત કરી ને ધ્યાન કરવા ના બેસો, સુખાશન માં બેસો, શરીર ને અગવડ કે કષ્ટ પડે તેવું ના કરસો, શ્વાસોચ્છવાસ લાંબો ટૂંકો ના કરસો, અટકાવાસો નહિ. શ્વાસ લીધો તેને અનુભવો, ઉચ્છવાસ કાઢ્યો તેને અનુભવો. ઠંડો લાગે છે? ગરમ લાગે છે? અનુભવો, બસ અનુભવો, બીજું કશુજ નહિ. મન જ્યાં જાય ત્યાં જવાદો, વિચારવાદો. સરુવાત માં તકલીફ પડશે,અગત્ય ના કામ કે જરૂરી વિચાર આવશે, કશો વાંધો નહિ તમે તમારું કામ કરો. થોડા મહિના (મહિના?) પછી ધીમે ધીમે મન તે સમયે કંટાળો અનુભવશે, સ્થિર થશે, શ્વાસોચ્છવાસ ના આવલોકન માં સહકર આપશે. એકાદ કલાક માંથી પાંચ-દસ મિનીટ ધ્યાન લાગશે, પછી સમય વધતો જશે. પરંમ આનંદ ની પ્રાપ્તિ થશે. નજીક ના વિપસના કેન્દ્ર માં ટ્રેનીંગ માટે જાવ…સાવ મફત છે, બુકિંગ કરવું પડશે. નવ દિવસ શુધી, ત્યાજ રહેવાનું, ત્યાજ શુવાનું, કોઈ ને સાથે વાત નહિ, સપર્ક નહિ, ફોન નહિ. એક ટાઈમ નાસ્તો, એક ટાઈમ જમવાનું, સાંજે ચા કે કોફી. સવારે ત્રણ કલાક ધ્યાન, બપોર પછી ત્રણ કલાક, સાંજે એક કલાક પ્રશ્નોતરી. પ્રશ્નો પણ ધ્યાન વિષે જ. નવ દિવસ મૌન, નાવમાં દિવસે વાત કરવાની છૂટ ત્યાં શુધી સહાધ્યાયી સાથે પણ વાત નહિ ( ધ્યાન વિશે પણ નહિ). પછી ઘરે આવીને આભ્યાસ કરો.

  બસ પછીતો પરંમ આંનદ. મન સદાય વર્તમાન માં! કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, કાયરતા, કામુકતા, આલસ્ય, આવેશ, સંશય આદિ માનસિક ઉદ્વેગોની મુક્ત થઇ ગયા હોય તેમ લાગશે. કારણ કે આ બધાં ઉદ્વેગો ભૂતકાળ ની યાદ ને ભવિષ્ય ની ચિંતા ના કારણે અનુભવાય છે. ધ્યાન માં ભૂતકાળ ની યાદ નહિ, ભવિષ્ય ની ચિંતા નહિ. શુખ – દુઃખ થી પર થઇ ગયા તેમ લાગે. સાચા અર્થ માં બોદ્ધ બની ગયા તેવું લાગશે. આંતરસ્ફુરણાં થી જીવન માં બનતા કે બનવાના પ્રસંગો નો અંદાજ આવી જશે કે તેના પ્રતે નિર્લેપ રહેવાની શક્તિ આવી જશે. ખેચરી વાણી માંથી મુક્તિ થશે. વાકસિદ્ધિ કે વચનસિદ્ધિ પ્રાપ્ત થઇ તેવું લાગશે. ગંગાસતી કહે છે તેમ ચિત્ત શુદ્ધિ થયા પછી અભ્યાસ જાગે ને વીજળીના ચમકારા જેવી બ્લિસ ની પ્રાપ્તિ થાય ત્યારે નિર્ણય રૂપી મોતી પરોવી લેવા! ખુલ્લાપણું કે અવેરનેસ વધી જાય. મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે આપણે વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઓલ ઈઝ વેલનો બેલ વાગતો રહે છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું ધ્યાન વડે શીખી શકીએ છીએ.

  Like

 10. thought provoking article. where there is life there is pain. happiness and sorrow are two faces of a coin of life. Both these words or phenomena are relative. cold water may be uncomfortable for some and very pleasing for others. The show must go on. So try to enjoy life as much as you can.

  Like

 11. બ્લોગ સાથે સાથે બધી કમેન્ટસ પણ ખુબ રસપ્રદ્…મને અહી એક સવાલ થાય છે કે શુ મેડીટેશન માટે એકાંતમા પલાઠી વાળીને બેસવુ જરુરી છે..? શુ એવુ બીજુ કશુ નથી જેમા ‘થોટલેસનેસ’ બની શકાય અને મન આનંદ/તાજગી અનુભવી શકે???

  Like

 12. લેખ અને comment ખુબ જ સરસ છે …આપની આ પોસ્ટ ખુબ ગમી સારુ લગાડવા નથી કહેતો ..મન એક ચક્રવ્યુ તો હજી થોડી વાંચી છે પણ સમજવાની બાકી છે .. પણ મને તો આ લેખ અને comment ગમી છે ..જોકે હજી બેચાર વખત વાંચી ને આપને કૈક લખવાવા નો વિચાર છે ..બીજા પુસ્તકો માટે પણ કદાચ આપ ગેર સમજ કરો તેવો ડર છે ..છતાં લખીશ ..એક jain muni એ (ધર્મ કે પૂજા પાઠ કે મંત્ર સિવાઈ ) મન ની પ્રક્રિયા વિષે ૩૦૦ જેટલા પુસ્તકો જેમાં અમુક સમાધિ બુક જેવા છે તેમનું નામ શ્રી વિજય રતન સુંદર છે ..આપના જ જેવા વિચારો ને ખુબ સાદી ભાષા એટલે એકદમ સરળ રીતે રજુ કરેલ છે ..આપે જે મેમલ બ્રેઈન વિષે જે લખેલ છે તેવુ જ મન વિષે લખેલ છે ..આપનો આ લેખ મને ખુબ ગમ્યો અંદર ઉતરવાની કળા અને મેડી ટેસન વિષે કોઈ જાણતું નથી પણ આ લેખ થી થોડું જાણવા મળેલ છે ..મેમલ બ્રેઈન belence કરે છે સુખ અને પછી દુ:ખ ..પરંતુ અમુક સ્થરે ઊંચ ભૂમિકા એ માત્ર સુખ જ હોય છે સ્માંધીસ્ત સ્થિતિ જેવું એવું પણ વાંચવામાં આવેલ છે ..શરીર ના રોગો આપે કહ્યું તેમ શ્વાસ પર ધ્યાન ને જેને વિપસ્યના કહે છે તે કામ લાગે છે કે નહિ તેની ખબર નથી ..ઉપર ના muni ના પુસ્તકો માંથી બેચાર ગોતી ને વાંચવા જેવા છે ..જોકે અમુક પુસ્તકો કદાચ આપને ના ગમે પણ થોડા પુસ્તકો પર ઉડતી નજર કરશો તો આપના વિચાર જેવા કદાચ ..કદાચ હોય તેમ મને લાગે છે અને ના પણ હોય મારો મત સાચો છે તેમ નથી કહેતો ..ખેર આ લેખ ખુબ સરસ છે વહેતી નદી ..વિચારો નો પ્રવાહ પણ એવો જ છે ..ખુબ આભાર બાપુ .thanks

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s