વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય-૧

વેદનાનું સોહામણું સત્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

વધુ પછી….

4 thoughts on “વેદનાનું સોહામણું સત્ય-૧”

 1. પેઈન કિલર દવાઓ દુખાવાની જાણ થવા ન દે તેથી ઘણી વાર આગળનું થવું જોઈતું કામ અટકી પડે છે. દર્દ એ સારવાર માટે માર્ગદર્શનરૂપ ક્રિયા બને છે. તાવને આયુર્વેદમાં રોગ કરતાં વિશેષ તો રોગનું લક્ષણ કહેવાયો છે જે અન્ય લક્ષણોને આધારે સાચા નિદાન તરફ લઈ જાય છે !

  આયુર્વેદનાં ત્રણ સૂત્રો જાણવા જેવાં છે :

  ૧) ન વાતે ન વિના શૂલમ્…૨) ન પીત્તે ન વિના દાહમ્…૩) ન કફેન વિના કંડુ અર્થાત્

  કોઈ પણ જગ્યાએ શૂળ છે ? તો વાયુ કારણ છે;
  કોઈ પણ જગ્યાએ દાહ થાય છે ? તો કારણ પિત્ત છે;
  કોઈ પણ જગ્યાએ ખજવાળ છે ? તો કફ કારણભૂત છે.

  નાનપણના કેટલાક આઘાતો જીવનભર નડતા રહે છે એટલું જ નહીં, પણ કેટલીક માન્યતાઓને ક્રોનિક બનાવી દે છે.

  કેટલાક આઘાતો પેઢી દર પેઢી વારસાગત બનીને જીવતા રહે છે ને કેટલાક સામાજિક અન્યાયો સદીઓ, હજારો વરસ સુધી સમાજના ભાગલા પાડીને ધુણ્યા કરતા હોય છે ને ધુણાવ્યા કરતા હોય છે !!

  સરસ લેખ બદલ ધન્યવાદ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s