લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .
લાલ રંગ લવ, રોમાન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઈમેટ પૂર્વજો માંકડા, ચિમ્પાન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જનીન અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રોમાન્સ સાથે જોડાઈ ગયો.
આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઈવોલ્યુશન સાથે જોડાયેલું છે. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જિન્સ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જિન્સ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે. આલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી આલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું આલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જિન્સમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રોમાન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રોમાન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મેમલ બ્રેઈનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.
એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?
લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રાફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવલેન્થ હાઈએસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાઈએસ્ટ વેવલેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?
દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે. 
 

4 thoughts on “લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .”

  1. અહા ! આ ભૌતિક વિજ્ઞાનનું કારણ તો ભણ્યા હતા. જાણતો પણ હતો. પણ લોહીનો રંગ લાલ અને એ વહેવા સાથેનું જોખમ મગજમાં નહોતું આવ્યું. અને હા, આ બહુગરમ વસ્તુઓનું ઉદાહરણ પણ સમજવા યોગ્ય લાગ્યું. ક્યાંક વાંદરાઓની વાર્તા વાંચેલી, જેમાં વાંદરાઓ ચણોઠી (જે લાલ ચટક રંગની હોય છે)ને ફૂંક મારી મારી ઠારવા પ્રયાસ કરતા હોય છે. (પેલી વાંદરા અને સૂઘરીની વાર્તામાં આ પ્રસંગ છે) આ વાંદરાઓનું વર્તન પણ મૂળે તો રંગ પ્રેરિત જ હશે. ટૂંકમાં “લાલ” રંગ “આવો” અને “ભાગો” બંન્ને સૂચવે છે ! ખરે જ નવાઈ ભર્યો વિષય છે. મજેદાર લેખ (બંન્ને). આભાર.

    Like

  2. લાલ રંગ ખતરા,તાકાતનો, શક્તિનો, શૌર્યનો, એક્સાઇટમેન્ટનો, હૃદયનો, લોહીનો અને……………………

    Like

  3. લાલી લિપસ્ટિક , યે લાલ રંગ કબ મુજે છોડેગા, લાલ ગુલાબ , લાલ ચુંદડી , લાલ રંગ ખતરા,તાકાતનો, શક્તિનો, શૌર્યનો, એક્સાઇટમેન્ટનો, હૃદયનો, લોહીનો અને પ્રેમનો પ્રતિક છે ………………

    Like

Leave a comment