હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

પ્રેમના પુષ્પો કોઈના દિલમાં ખીલે તો પ્રથમ કયો રંગ યાદ આવે? વૅલેન્ટાઇન દિવસે કાર્ડ ઉપર દોરેલા લાલ રંગના હૃદય પર કોણ ઓળઘોળ નહિ થતું હોય? લાલરંગ લવ અને સેક્સનું પ્રતીક છે.  સ્ત્રી જ્યારે scarlet રંગછટામાં નીખરીને સામે ઊભી હોય ત્યારે પુરુષને ખૂબ appealing લાગતી હોય છે.

કસુંબી=scarlet – સ્કારલિટ,  કિરમજી, લાલચોળ, નારંગી ઝાંયવાળો રાતો રંગ.

દંતકથા હોય કે સંસ્કૃતિને લક્ષ્યમાં લો, લાલ રંગ રૉમૅન્સ સખત રીતે સાથે જોડાયેલો છે. ‘ એ લાલ રંગ કબ મુઝે છોડેગા?’ કાકાનું( રાજેશખન્ના) ફિલ્મમાં ગાયેલું આ ગીત સારું એવું પ્રખ્યાત હતું.  પુરુષોને સ્ત્રી ઉપર લાલ રંગ ગમે છે તેના મૂળિયા ઇવલૂશનરી ભૂતકાળમાં છુપાએલા છે. બબુન, માંકડા, ચિમ્પૅન્ઝી જેવા આપણાં ફીમેલ પ્રાઇમેટ સંબંધીઓ જ્યારે એમની ફલદ્રુપતાની ટોચે હોય, મતલબ અંડમોચન, ઑવુલ્યેશન સમયમાં હોય ત્યારે એમના ગુપ્તાંગ લાલચોળ બની જતા હોય છે, જે નર માટે સિગ્નલ હોય છે. નર આ જોઈ સમજી જાય કે સમાગમ માટે આ મહત્વનો સમય છે. આમ આ લાલ રંગ નરને આકર્ષતો હોય છે. આવી જ રીતે માનવજાતમાં પણ સ્ત્રી જ્યારે ovulation સમયમાંથી પસાર થતી હોય ત્યારે બ્લડ વેસલ ઍક્ટિવિટિ વધી જવાથી એના ચહેરા લાલ ગુલાબી રંગ પકડી લેતા હોય છે.

આમ સામાજિક અને બાયલૉજિકલ લાલ રંગ રૉમૅન્સ સાથે જોડાઈ ગયો છે. આપણે ત્યાં પણ લગ્નસમયે કન્યા લાલ શેડ આધારિત કપડાંમાં શોભતી હોય છે. લાલ રંગની બંગડીઓ, લાલ રંગની સાડીઓ સ્ત્રીની પહેલી પસંદ હોય છે. આધુનિક યુવતીઓમાં પણ લાલ રંગની ટી-શર્ટ વધુ પ્રચલિત હોય છે. ટૂંકમાં સ્ત્રી જ્યારે લાલ રંગે સજધજ  હોય તો પુરુષ એના પ્રત્યે વધુ આકર્ષાય તે હકીકત છે. સ્ત્રી ઉપરનો લાલ રંગ શબ્દો વગરનું એક આમંત્રણ છે. પરંતુ તમારે વિવેક રાખવો.  

વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કરેલો. ઑન-લાઈન ડેટિંગ સાઇટ્સ ઉપર કેટલી સ્ત્રીઓ રૅજિસ્ટર કરવામાં આવી. આ બધી યુવતીઓ ૨૦ થી ૩૦ વર્ષ ઉંમર ધરાવતી હતી. આ સ્ત્રીઓએ એમના પ્રોફાઇલમાં કલર ફોટા મૂકવાના હતા. ફોટા ચેસ્ટ સુધીના રાખવાના હતા. એકલો  ફેસ હોય તો કયા રંગના કપડાંમાં સજ્જ છે તે દેખાય નહિ. નવેક મહિના સુધી પ્રયોગ ચાલવાનો હતો. હવે આ સ્ત્રીઓને મળવા ઉત્સુક પુરુષોના આવતા ઈ-મેલ  ડેટા(ડૅટૅ) કલેક્ટ કરવામાં આવતા હતા. ફોટોશૉપની મદદ વડે આ સ્ત્રીઓના ચેસ્ટ એરિઅમાં દેખાતા કપડાઓનો રંગ ચોક્કસ સમયાંતરે બદલવામાં આવતો હતો. કપડાના બદલાતા રંગ, બ્લેક, વાઇટ, યેલો, બ્લૂ, ગ્રીન અને રૅડ હતા. અભ્યાસ પૂરો થયા પછી ૨૬ સ્ત્રીઓના ડેટા તૈયાર હતા. ૨૦૬૩ પુરુષોએ ઈ-મેલ કર્યા હતા.

જ્યારે આ સ્ત્રીઓના કપડા લાલ રંગના પ્રોફાઇલમાં બતાવ્યા હતા તે સમયમાં સૌથી વધારે ડેટિંગ ઑફર પુરુષો દ્વારા ઈ-મેલ વડે  આવી હતી. અને સૌથી ઓછી બ્લેક કપડા સમયે. આ પ્રયોગ Gueguen and Jacob નામના વૈજ્ઞાનિકોએ કરેલો.

” બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા.”—- ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ શું સૂચવે છે?? લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) .

લાલ રંગ લવ, રૉમૅન્સ અને સેક્સનું પ્રતીક ગણાય છે. એના મૂળિયા ઉત્ક્રાંન્તિના ઇતિહાસમાં પડેલા છે. આપણાં પ્રાઇમેટ પૂર્વજો માંકડા, ચિમ્પૅન્ઝી જેવા બીજા એપ્સમાં જુઓ તો માદા હીટમાં આવે ત્યારે એમના જેનિટલ અંગો ફૂલીને લાલચોળ ગુલાબી જેવો રંગ પકડી લેતા હોય છે. આ નર માટે સિગ્નલ હોય છે. માનવજાતમાં પણ સ્ત્રી એની ફલદ્રુપતાની ચરમસીમાએ હોય છે ત્યારે એના મુખ પર પણ કોઈ ગજબની લાલી છવાઈ જતી હોય છે. આમ લાલ રંગ લવ અને રૉમૅન્સ સાથે જોડાઈ ગયો.

આમ છતાં લાલ રંગ ખતરાની નિશાની તરીકે પણ જોવાય છે. એના બે ત્રણ  કારણો છે.  એક કારણ ઇવલૂશન સાથે જોડાયેલું છે. સર્વાઇવલ માટે દરેક પ્રાણીને બે વસ્તુ મુખ્ય જરૂરિયાતની હોય છે. એક તો ખોરાક અને બીજું પોતાના જેનિસ નવી પેઢીમાં ટ્રાન્સ્ફર કરવા. આ બંને માટે પ્રાણી જગતમાં ખૂબ હરીફાઈ હોય છે. ચાલો ખોરાક તો મળી જાય પણ પોતાના જેનિસ ટ્રાન્સ્ફર કરવા માટે માદા મેળવવા ખૂબ લડાઈ લડવી પડતી હોય છે.

ઍલ્ફા નરને પણ ખૂબ લડાઈ લડ્યા પછી ઍલ્ફા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય છે અને પછી માદાઓ ભોગવવા મળતી હોય છે. માદા પણ નબળા નરને જલદી હાથ મૂકવા દેતી નથી. બીજું ઍલ્ફા પદ સાચવી રાખવાનું પણ સાવ સહેલું નથી. આ પદ સાચવી રાખવા માટે પણ કાયમ લડાઈઓ લડવી પડતી હોય જ છે. અને જ્યારે લડાઈ થાય ત્યારે સૌથી પહેલું શું વહે છે? સૌથી પહેલું લાલ રંગનું લોહી વહે છે. આ લોહી જો વધુ વહી જાય તો મોત મળે છે. એટલે લોહીનો લાલ રંગ બહુ વહી જાય તો જીવન સમાપ્ત. આમ આપણાં જીનમાં પ્રોગ્રામિંગ થયેલું હોય કે જેમ લાલ રંગ રૉમૅન્સનો છે તેમ જોખમનો પણ છે. કારણ લવ અને રૉમૅન્સ પામવા જતા પણ પહેલા તો લાલ રંગનું લોહી વહાવવાનું જોખમ તો ઊભું જ હોય છે. ભલે અત્યારે સામાજિક વ્યવસ્થાઓને લીધે માનવજાતને સ્ત્રી મેળવવા લોહી ભલે ના વહાવવું પડતું હોય પણ મૅમલ બ્રેનમાં થયેલા પ્રોગ્રામિંગ ભૂસવા સરળ નથી.

એક કારણ એવું પણ છે કે જ્યારે કોઈ વસ્તુ હદ બહાર ગરમ થાય કે સળગે ત્યારે લાલ રંગ પકડી લે છે. લાકડા, કોલસો સળગે ત્યારે લાલ રંગ પકડી લેતા હોય છે. જ્વાળામુખી ફાટે ત્યારે લાવા લાલ રંગનો હોય છે. અગ્નિનો રંગ લાલ છે. હવે આવી તપેલી લાલ વસ્તુને પકડીએ તો શું થાય? આ રીતે પણ લાલ રંગ જોખમના પ્રતીક તરીકે માનસિકતામાં ઘૂસી જાય તેમાં શું નવાઈ?

લાલ રંગ ભયના સિગ્નલ તરીકે વપરાય છે. ટ્રૅફિક સિગ્નલ પર થોભવા માટે લાલ રંગ વપરાય છે. બીજે પણ જ્યાં જીવનું જોખમ હોય ત્યાં લાલ રંગ ચેતવણી માટે વપરાય છે. તેનું કારણ ભૌતિકવિજ્ઞાનમાં છે. લાલ રંગના કિરણોની વેવ-લેન્થ હાયેસ્ટ હોય છે. બીજા રંગના કિરણો  air molecule વડે વેરવિખેર થઈ જતા હોય છે ત્યાં લાલ રંગના કિરણો બહુ ઓછા વેરવિખેર થતા હોય છે તેનું કારણ એની હાયેસ્ટ વેવ-લેન્થ છે. આમ લાલરંગના કિરણો બહુ લાંબે સુધી જઈ શકતા હોય છે. એટલે ઘણા દૂરના અંતરેથી પણ લાલ રંગ જલદી દેખાઈ જાય છે.  જોખમ તો વહેલું દેખાઈ જાય તો જ સારું ને?

દાંત અને જડબા વચ્ચે કુદરતનો રંગ લાલ છે.download

 

21 thoughts on “હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. Hard Truths About Human Nature.”

  1. લાલ રંગ હંમેશા જાતિય આવેગ માટે આકર્ષક રહ્યો છે,એટલે જ તો આપણે લાલ રંગની એક આગવુ મહત્વ છે.

    Like

  2. રાઓલ સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે. લાલ રંગ આકર્ષણ નું પ્રતિક રહ્યું છે. પ્રેમ ના અપીલ નો રંગ છે. તેમાં માદકતા
    છલકાય છે. પણ ભારત માં જો કોઈ પ્રેમ કરે એટલે બીજા બધા નો રંગ લાલ થઇ છે તેનું શું? ભારત માં પ્રેમ માટે એકાંત નથી.

    Like

    1. જેલસ…..કોઈને પ્રેમ કરતા જોઈને લાલ નહિ કાળા પડી જાય. હહાહાહા!! તમે ફાવી ગયા અને અમે રહી ગયા.

      Like

      1. અશોક મોઢવાડિયા પેલા કોન્ગ્રેસ્સ ના મોઢવાડિયા ની જેમ બફાટ કરે છે .
        ભૈલા મે તો ભારત માં જે પરિસ્થિતિ છે તેનો ચિતાર કહ્યો છે. બીજું એકાંત શોધી લ્યો એ વ્યક્તિગત જવાબ છે.
        ઘણા એવા કિસ્સા છે જેમાં સમાજ ના ડર થી જ પ્રેમીઓ આપઘાત કરવા પ્રેરાય છે.

        Like

      2. મેં ધાર્યું કે આ મિત્રએ જબ્બર સેન્સ ઑફ હ્યુમર દર્શાવી છે ! વાંધો નહિ, કોઈને માઠું લગાડવાનો ઈરાદો તો નહતો જ. છતાં ક્ષમા. (જો કે ’શ્રી.jignesh rathod’એ વાંધો દર્શાવ્યો હોય તેવું અહીં જણાયું નથી ! મેં ધાર્યું તેમ તેઓની સેન્સ ઑફ હ્યુમર પાવરફૂલ હશે જ !)

        ફકરો; ” ” બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી, ગજરા મહેકેગા.”—- ભારતીય સ્ત્રીઓના કપાળમાં લાલ રંગનો ચાંદલો અને હાથમાં પહેરેલી લાલ ચૂડીઓ શું સૂચવે છે?? ” — જેના અંતના પ્રશ્નને મિત્રએ વળતા પ્રશ્ન તરીકે પ્રતિભાવ્યો, તેનો આ હ્યુમરીક પ્રત્યુત્તર હતો !!
        હવે અર્થ પણ હું જ કરી આપું. કહેવાનો ભાવાર્થ એ છે કે, આ ચિહ્નો ધરાવતી સ્ત્રી કદાચ (કદાચ !) પોતાનું લાખેણું દિલ કોઈકને દઈ બેઠી હોય ! (લગ્નમાં નવવધૂને લાલ ઘળચોળું શા માટે છે ? ગામને દેખાડવા, કે યે લાલ રંગ અબ મૂજે નહિ છોડેગા !!! અને મરણાંતે પરણિત, સૂહાગણ સ્ત્રીને માથે લાલ ચૂંદડી ઓઢાડીને જ વિદાય અપાય છે.)

        * હવે પ્રેમનાં લેખોમાં પણ ભજન લખવા પડશે !!! (આ બાપુએ જ ખોટો ઉપાડો લીધો છે ! હજુ આ પ્રકારના લેખ અપાચ્ય જ રહેશે !!!) મેં મિત્ર jagdishshabdsoor ને કોઈ પ્રત્યુત્તર આપ્યો જ નથી ! તેમનાં પ્રત્યુત્તર વિષયે કશી ચર્ચા પણ કરી નથી ! છતાં તેઓએ આમાં “કૉંગ્રેસ”, “મોઢવાડીયા” અને “બફાટ” વચ્ચે ઘુસાડ્યા એ બદલ મને માઠું લાગું લાગું થઈ તો રહ્યું છે !!! પણ હું ટેવાયેલો છું, વજ્રાંગી છું, (ખાસ તો મગજ અને હૃદય !) એટલે આપે મારી જેમ ’ક્ષમાપ્રાર્થી’ થવાની જરૂર નથી જ ! ધન્યવાદ.

        Like

  3. Dear Bhupendrasinhji yes Absolutely Correct…and so as a symbol of LOVE …RED ROSES are being presented to a lady…..even good news are ALSO been informed through RED SAHI….as it’s a SUBHA…..Rahi baat SEX INVITATION ki…..is also cent percent TRUTH….and u must have observed that in European Countries a GAME of Showing RED CLOTH and how that AKHALA..ya …..are FURIOUS and Run after that person……..God bless us all..jay shree krishna
    Sanatkumar Dave..

    Like

    1. દાદા જાણકારી માટે લખું કે આખલા કલર બ્લાઈન્ડ હોય છે. લાલ રંગ આખલાને દેખાય નહિ.

      Like

      1. ભુપેન્દ્રસિહભાઈ નમસ્કાર
        માણસ સિવાય લગભગ બધા જ જીવ કલર બ્લાઈંડ જ હોય છે. આંખો તો સરખી છે પણ મગજ માણસ જેવા બધા પાસે નથી. હકિકતમાં કલર
        જેવી વસ્તુ જ નથી. વસ્તુ કઈ ફ્રિક્વન્સી વાળો પ્રકાશ આંખ તરફ ફેંકે છે એના પર થી માણસનું મગજ નક્કી કરી લે છે આને આ કલર કહેવાય. બીજા પ્રાણી ના મગજ અલગ અલગ ફ્રિક્વન્સી એનાલિસીસ નથી કરી શકતા.
        બીજુ તમે લાલ રંગને સેક્સ સાથે જોડી દિધો. લાલ રંગ સુન્દરતાનું પ્રતિક માત્ર છે. અને કોઇ રંગમાં નારી સુન્દર લાગતી હોય તો નર તો તૈયાર જ હોય. નર ને સેક્સ સાથે નિસ્બત છે, સુન્દરતા એમાં ઉત્તેજન આપે છે.
        બીજા પ્રાણીઓમા કલર તો શું રંગરૂપ પણ નથી જોવાતા. માદા કાણી હોય, કુબડી હોય, લંગડી હોય કે બિમાર હોય. કાંઈ પણ જોવાતું નથી. હીટ જ મહત્વની છે. અને હીટ હવામાં ગન્ધ છોડે છે કે નર ગમે ત્યાં થી માદાને શોધતો શોધતો આવી પહોંચે છે.
        તમને ગામડાનો અનૂભવ હોય તો જાણતા હશો કે ગાય અને ભેંશોના ધણને ચોમાસામા સરકારી મેદાનોંમા સાથે ચરવા લઈ જવાય છે. સાથે એકાદ પાડો કે આખલો પણ હોય, કોઇ ગાય કે ભેંસ હીટમા આવે તો ટુંકમા કામ પતિ જાય એટલા માટે. કોણ કલ્પના કરી શકે કે ભેંસમાં પણ લાલ રંગ હોય ? ૧૦૦ ભેંસમા થી ક્યાંથી વાસ આવે છે એ ગોતતો ગોતતો પાડો હીટવાળી ભેંસ પાસે પહોંચીજ જાય. વચ્ચે ઘણી નિર્દોષ ભેંસ રસ્તામા આવે પણ એના સામે જુએ પણ નહી.
        તમેં વાંદરાની પણ વાત કરી. ઘણા નર વાંદરા પણ પાછળ નો ભાગ લાલ હોય એનું શું ?
        સાયકોલોજી માં લાલ ને ભડક કલર માનવામાં આવે છે. અમુક માણસો તો દાવો કરે છે કે કલર ઉપર થી માણ્સનો સ્વભાવ નક્કી થાય છે. લાલ કલર માણસ ની પસંદગી છૅ, ખુરસી લાલ, ગાડી લાલ, સોફા લાલ પેન લાલ. બધે ક્યા ક્યાં સેક્સ જોવા બેસવું.
        આ મારા વિચારો હતા. બાકી તો જેને જે લાગતું હોય તે

        જેવિઇ

        Like

  4. વિચારવું જ હોય તો થોડું વધુ વિચારો !
    લાલ રંગ આકર્ષણ કે પ્રેમનું પ્રતિક, માન્યું ! પરફેક્ટ સમજાવ્યું છે.
    પણ એ જ લાલ રંગ ભય (ખતરા) કે રુક જાઓ (STOP) પણ સૂચવે છે. હવે પછી સમજાવશોજી. ધન્યવાદ.

    Like

  5. વેલેન્ટાઇન દિવસે યુવક-યુવતિઓ એકબીજાને લાલ ગુલાબ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરે …લાલ રંગ રોમાન્સનો પણ રંગ છે, અને ભયનો પણ રંગ છે. …. યિન-યંગનું પ્રતિક છે.

    Like

  6. શબ્દસૂરની કોમેન્ટ મજાની છે – શબ્દપ્રયોગો પણ આ જ સૂચવે છે.
    “ચહેરો લાલચોળ થઈ ગયો” (કોઈના પ્રેમના કારણે !)

    બીજા પ્રયોગો પણ :
    “ચહેરો શરમનો માર્યો લાલ લાલ થઈ ગયો”
    “લાલ લાલ ગાલ” વગેરે

    Like

  7. RED: THE COLOR OF THE BASE OR ROOT CHAKRA

    Red is the color fo the base or root chakra. This chakra is located at the base of the spine and allows us to be grounded and connect to the universal energies.

    First chakra, base of the spine. Groundedness, trust, belonging, lessens feelings of mistrust.

    Gemstones that will aid the Root chakra include lodestone, ruby, garnet, smokey quartz, obsidian, hematite and onyx.

    http://www.sensationalcolor.com/color-messages-meanings/color-meaning-symbolism-psychology/all-about-the-color-red.html
    http://en.wikipedia.org/wiki/Red

    Like

Leave a comment