જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.

મૅમલમાં pair-bonding બહુ ઓછું જોવા મળે, લગભગ ના બરોબર. ગ્રેટ એપ્સમાં ચિમ્પૅન્ઝી, ગરિલા, બોનોબો વગેરેમાં પેઅર બૉન્ડિંગ હોતું નથી. ગૃપના નેતાજી બધી માદાઓને ભોગવતા હોય છે. બોનોબોમાં ગૃપ નેતા માતાજી હોય છે તે વાત જુદી છે. ગિબનમાં પેઅર બૉન્ડિંગ હોય છે. પણ એમાં માદા ગિબન ઇમર્જન્સીમાં બૂમ પાડે અને નર ગિબન જલદી આવે નહિ તો ખલાસ, માદા એને ઊભો મેલીને બીજો ભાયડો પસંદ કરી લેતી હોય છે.

પોતાના જેનિસ સહેલાઈથી મોટા કરવા હોય તો પેઅર બૉન્ડિંગ જરૂરી બની જાય છે. નાના નાના કારણોસર પેઅર બૉન્ડિંગ છૂટું પડી ના જાય, પેર અલગ પડી ના જાય માટે ધીમે ધીમે પેઅર બૉન્ડિંગને એક વિધિ આપવાનું શરુ થયું, કે તમારા સહજીવન શરુ થયા  સમયે આ વિધિ કરેલી છે, માટે નજીવા કારણોસર આવેશમાં આવીને છુટા પડાય નહિ. આવું ગોઠવીને સમૂહના બુદ્ધિશાળી આગેવાનોએ એક નવો કૉન્સેપ્ટ ઊભો કર્યો તેનું નામ લગ્નવિધિ, અને આ કર્મકાંડને આધારે સહજીવન શરુ થયા તેને કહેવાય લગ્નવ્યવસ્થા.

પેઅર બૉન્ડિંગ શરુ નહોતું થયું ત્યાં સુધી સંતાનો આખા સમૂહના કહેવાતા, ત્યાં આખો સમાજ ભેગાં થઈને બાળકોને ઉછેરતો હોય. પેઅર બૉન્ડિંગ શરુ થયા, એટલે સંતાનોની ઉછેરવાની જવાબદારી માતાપિતાની આવી ગઈ. હવે આ પેઅરમાંથી એક જુદું પડી જાય તો એકલાં પિતા કે એકલી માતાએ સંતાનને ઉછેરવું પડે. અમેરિકામાં હાલ એજ થઈ રહ્યું છે. સૌથી વધુ સિંગલ પૅરન્ટ અમેરિકામાં છે. બાળકોના ઉછેર બાબતે લગ્નવ્યવસ્થા  ખૂબ ઉત્તમ પુરવાર થાય છે. સિંગલ પૅરન્ટ દ્વારા ઉછેરાયેલા બાળકોની માનસિકતા અલગ રહેવાની તે નક્કી છે. માતાના સ્નેહ અને પિતાના રક્ષણ અને હૂંફ વચ્ચે ઊછરેલા બાળકોની માનસિકતા અલગ હોય તે સ્વાભાવિક છે.

મોટાભાગના મૅમલ પૉલીગમસ(બહુગામી) હોય છે, તેમ માનવજાત બહુગમન કરતું મૅમલ છે. લગ્નવ્યવસ્થા હતી છતાં પૉલીગમી ચાલુ જ હતી, પણ લગ્નવ્યવસ્થા એ મનૉગમી તરફનું પહેલું ચરણ હતું એવું મને લાગે છે. અમુક જગ્યાએ પુરુષો ઘણીબધી સ્ત્રીઓ સાથે લગ્ન કરી પૉલીગમી આચરતા તો ઘણા સમાજોમાં સ્ત્રીઓ બહુ પતિઓ રાખતી. ભારતમાં પણ ઘણા સમાજોમાં બહુપતિત્વ(પૉલીઍન્ડ્રી) ચાલુ હતું. તિબેટ બહુપતિત્વનું  ઉત્તમ ઉદાહરણ છે.

પૉલીગમી જીનમાં હોય છે અને મનૉગમી સામાજિક વ્યવસ્થા છે. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે. મનૉગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનૉગમી.

માનવજાતે હમણાં સુધી પૉલીગમી આચરી છે. મનૉગમી બહુ જૂની વાત નથી. આમ ઐતિહાસિક રીતે જોઈએ તો માનવજાત પૉલીગમસ બહુ લાંબો સમય રહી છે. મજબૂત, વિપુલ રિસોઅર્સ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષો અસંખ્ય સ્ત્રીઓ રાખતા. એક પુરુષ ચાર સ્ત્રીઓ રાખે મતલબ બાકીના ત્રણ સ્ત્રી વગર રહી જવાના. હમણાં બ્રિટનમાં એક પુરુષ એની સાથે સાત સ્ત્રીઓ રાખે છે તે જોયું, મતલબ બીજા છ પુરુષોનો ચાન્સ ગયો. આમ ઇવલૂશનની હિસ્ટરીમાં ત્રીજા ભાગના પુરુષો એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા વગર જ દેવ થઈ ગયા છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. છતાં મનૉગમી બહુ ઝડપથી ફેલાઈ ગઈ.

જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે વિચારીએ છીએ કે આપણું એક વ્યક્તિ સાથેનું પેઅર બૉન્ડિંગ કાયમ માટે છે. મેરેજ કૉનસેપ્ટની અંદર મનૉગમી ખૂબ ઊંડે ધરબાયેલી છે. છતાં મનૉગમીનો ઇતિહાસ સાવ નવો છે. નેપાળમાં ૧૯૬૩માં મનૉગમી કાયદેસર થઈ. પુરુષોને સેક્સ્યૂઅલ વેરાયટિ અને શૉર્ટ ટર્મ યુનિયનમાં રસ હોય છે, જ્યારે સ્ત્રીઓને એમના બાળકોના ઉછેરમાં ઍક્ટિવ ભાગ ભજવે તેવા હેલ્થી, વેલ્થિ અને હાઈ સ્ટૅટ્સ ધરાવતા પુરુષમાં રસ હોય છે. છતાં આજે મનૉગમી સમાજ પર હાવી થઈ ગઈ છે.

બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના Joseph Henrich નામના એક વૈજ્ઞાનિકે એક રસપ્રદ સ્ટડી બહાર પાડ્યો છે. હાઈ-સ્ટૅટ્સ ધરાવતા પુરુષો એક્સ્ટ્રા પત્નીઓ મેળવી જતા ક્યારેક ત્રણ કે ચાર. આમ બાકીના લો-સ્ટૅટ્સ પુરુષો માટે સ્ત્રીઓનો દુકાળ વર્તાય. આમ લો-સ્ટૅટ્સ પુરુષો સ્ત્રીઓ માટે બેબાકળા બની જવાના, સાથે સ્ત્રી મેળવવા હિંસક બનતા વાર લાગે નહિ. હેનરીક અને તેના સાથીઓના અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું કે પૉલીગમસ સમાજોમાં ક્રાઇમ રેટ વધારે હોય છે. જ્યાં દરેકને સ્ત્રી ઉપલબ્ધ હોય છે ત્યાં પુરુષો એમના કુટુંબ અને સમાજ માટે કામ કરવામાં વ્યસ્ત વધુ જોવા મળે છે. મનૉગમી સમાજ માટે ફાયદાકારક છે. પૉલીગમી નેચરલ સિલેક્શન છે, મનૉગમી ગૃપ સિલેક્શન છે.

૧) મનૉગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રૅપ, સ્ત્રીઓનું કિડનેપિંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનૉગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.

૨) મનૉગમીનો બીજો ફાયદો સ્ત્રીઓ અને છોકરીઓ માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં એક પુરુષ અનેકવાર લગ્ન કરતો હોય છે. આમ અનેક સ્ત્રીઓ સાથે લગ્નો એક સાથે તો ના થઈ જાય. પહેલી પત્ની અને છેલ્લી પત્ની વચ્ચે ઉમરનો ખાસો તફાવત રહેવાનો. અનમેરીડ સ્ત્રીઓનો સપ્લાય ઓછો હોય ત્યાં ગમે તે ઉંમરનો પુરુષ હોય નવું લગ્ન યંગ એજની સ્ત્રી સાથે જ કરવાનો. આમ પતિ પત્ની વચ્ચે ઉમરનો તફાવત મોટો થતો જવાનો. જુવાન પત્નીને સાચવવી પણ વધારે પડે. લોખંડી પંજો તેની ઉપર ધરી રાખવો પડે. નહી તો કાગડા અને કોયલ જેવું થાય.

મને એક દાખલો યાદ છે. મારું બચપણ વિજાપુરમાં ગુજરેલું. ત્યાં એક હાઈ-સ્ટૅટ્સ ધરાવતા વ્યક્તિ હતા તેમણે નવ વાર લગ્ન કરેલા. તેમની નવમી પત્ની ખૂબ નાની હતી. આ નવમી પત્નીના ઑરમાન દીકરાઓ એમના કરતા મોટા હતા. અરે એમની ઑરમાન પુત્રવધુઓ પણ એમનાથી મોટી હતી. આમ બહુ મોટી એજ ગેપ અવિશ્વાસમાં પરિણમતી હોય છે ત્યાં ડોમેસ્ટિક વાયલન્સ ખૂબ વધી જતું હોય છે.

સામે છેડે મનૉગમીમાં age ગેપ ઓછી થઈ જતી હોય છે. યુવાન સ્ત્રીઓ પર પ્રેશર ઓછું થતું હોય છે. ઓછી થતી જતી એજ ગેપ લોકશાહી અને સ્ત્રી પુરુષ સમાન છે તે મુદ્દા તરફ લઈ જતી હોય છે.

૩) મનૉગમી ઘરેલું શાંતિ લાવે છે. પૉલીગમસ ઘરમાં અનેક સ્ત્રીઓ એક જ ઘરમાં રહેતી હોય છે. એકબીજા સાથે લોહીના સંબંધ ભાગ્યે જ હોય. આમ આ સ્ત્રીઓ વચ્ચે વિખવાદ કાયમ રહેવાના. હિંસા, મર્ડર, કુડકપટથી ભરેલો રજવાડાઓનો ઇતિહાસ આપણે ક્યાં નથી જાણતા? એમાં રાણીઓ વચ્ચેની હરીફાઈઓ જ મુખ્ય હતી. મનૉગમસ મેરેજમાં આવું બધું સાવ ઓછું થઈ જાય તે સ્વાભાવિક છે.

૪) મનૉગમી  પિતા અને બાળક વચ્ચેના સંબંધો માટે ફાયદાકારક છે. પૉલીગમીમાં પુરુષનું ધ્યાન વધારે ને વધારે સ્ત્રીઓ મેળવવા તરફ વધુ હોય છે. મલ્ટિપલ વાઇવ્સના મલ્ટિપલ ચિલ્ડ્રન્સ પ્રત્યે પિતા પૂરતું ધ્યાન આપી શકતો નથી. મનૉગમીમાં પિતા બાળક પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકે છે.

આમ મનૉગમીમાં પુરુષ એક જવાબદાર પિતા અને પતિ બનવા તરફ વધુ ધ્યાન આપી રહ્યો હોય છે. મનૉગમીનો મુખ્ય ગેરફાયદો એ છે કે એના વડે નવી પેઢીમાં મજબૂત જેનિસ પાસ કરવાનો ઉત્ક્રાંન્તિનો મુખ્ય હેતુ સરતો નથી. મનૉગમી અને લગ્નવ્યવસ્થાને લીધે બીમાર, કમજોર, વિકલાંગ, માનસિક વિકલાંગ, માનસિક બીમારીઓથી પીડાતા, ભયાનક રોગો વડે પીડાતા અને દરિદ્ર જે પોતાના સંતાનોનું પોષણ સરખું કરી શકે તેમ ના હોય તેવાં દરેકને સ્ત્રી મળી જતી હોવાથી પ્રજા ધીમે ધીમે એવી બીમાર જેનિસ ધરાવતી વધતી જ જાય છે.

 

 

 

 


 

17 thoughts on “જોડે રેજો રાજ-૪ Hard Truths about Human Nature.”

 1. ખરેખર તો મૉનોગૅમીએ પિતૃપ્રધાન સમાજ સ્થાપ્તયો. તમે જે ફાયદા ગનાવ્યા છે તે માતૃપ્રધાન સમાજમાં પણ હોઈ શકે છે. બર્ટ્રાન્ડ રસેલની Marriage and Morals વાંચવા મળે તો જરૂર વાંચશો. માતૃપ્રધાન સમાજમાં સ્ત્રીએ એક પુરુષ સાથે બંધાયેલા રહેવાની જરૂર નથી. સ્વેચ્છાએ ભલે રહે. આમાં પુરુષના સ્વભાવ વિશે તમે જે લખ્યું છે તેના માટે પણ અવકાશ રહે છે. પુરુષ પણ બીજી સ્ત્રી સાથે જવા સ્વતંત્ર છે. એક જ પત્ની રાખવાનો નિયમ પુરુષના લાભમાં કામ કરે છે અને જો કે પિતૃપ્રધાન સમાજના ફાયદા પણ છે. પરંતુ એ ફાયદાના મૂળમાં પુરુષને મળતો સામાજિક દરજ્જો છે. આવા જ લાભો માતૃપ્રધાન સમાજમાં પણ હોઈ શકે. ્રસેલ લખે છે કે સ્ત્રીના ભાઈ પર બહેનના સંતાનની આર્થિક જવાબદારી હોય. એવું બનતું હોય છે. દરેક સંબંધ pair bonding જ છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી માટે પાત્રની પસંદગીની તકો ઘટી જાય છે.
  આજે wome’s empowermentની વાતો સાંભળીએ છીએ તેમાં સંતાન ક્યારે થવું જોઇએ એ નક્કી કરવાનો સ્ત્રીનો અધિકાર હોવા પર ભાર મૂકવામાં આવે છે. ભવિષ્યમાં આ ભાવનાનો વિસ્તાર થાય તો સંતાન કોનાથી પ્રાપ્ત કરવું એ પણ સ્ત્રીનો અધિકાર બની શકે છે. આમ pair bonding સમય વીતતાં fixed pair bonding બની ગયું એના નામે સ્ત્રીઓ સાથે થતા અન્યાય પર ધ્યાન નથી અપાતું. એ દિશામાં અવાજો ઊઠવા લાગ્યા છે.

  Like

  1. ખેતી કરવાની શરૂઆત થઇ અને પુરુષપ્રધાન સમાજ બનવાની શરૂઆત થઇ, ધીમે ધીમે પુરુષો સમાજ પર હાવી થઇ ગયા. પોલીગમસ સમાજ હતો ત્યારે પણ પીતૃપ્રધાન તો બની ચુક્યો જ હતો. મનોગમી બહુ જૂની વાત નથી. તિબેટમાં પોલીગમસ સમાજ હતો પણ માતૃપ્રધાન હતો. ત્યાં સ્ત્રી બહુ પતિ ધરાવતી. ૧૯૬૩મા નેપાળમાં કાયદા આવ્યા ને પોલીગમી દુર થઇ. ભારતમાં આઝાદી પછી બંધ થઇ. તો પોલીગમસ સમાજ પણ ઘણી જગ્યા એમાતૃપ્રધાન હતા, આજે પણ છે. તેમ મનોગામી સમાજ પણ માતૃપ્રધાન કેમ ના હોઈ શકે? અમેરિકામાં જ્યાં સ્ત્રી વધુ કમાતી હોય ત્યાં પુરુષ સ્વેચ્છાએ ઘેર બેસીને બાળકો સાચવે છે. મારા ઘર સામે એક કપલ મેં જાતે જોયું છે. એના પતિનો પગાર ઓછો હતો તેણે જોબ છોડી દીધી અને બાળકોને સાચવવા લાગ્યો. અમેરિકામાં આમ કોઈના ઘેર પીતૃપ્રધાન અને કોઈના ઘેર માતૃપ્રધાન વ્યવસ્થા ચાલુ થઇ ગઈ જ છે. ખાનગીમાં કહું લગભગ દરેકના ઘરમાં સ્ત્રીનું જ રાજ ચાલતું હોય છે.હહાહાહાહાહાહા!!!

   Like

 2. Sir,
  bauj saras mahiti..bharat ma stree-purush nu praman jota monogamy j sari vyavastha lage chhe.ketalak savalo..
  1)balako ni pratibha kaya samaj ma sari vikasit thay chhe…polygamy or monogamy?
  2)shu apane western culture ni nakal karavi joie?ke aemana mathi prerana laine apane vadhu bahetar banavu joie?

  Like

  1. ટેકનીકલી જોઈએ તો બાળકોની પ્રતિભા મનોગમીમાં વધુ નીખરે. બીજું આપણે કોઈની નકલ કરવાની જરૂર નથી. પશ્ચિમની સારી સારી બાબતો અપનાવવામાં કશું ખોટું હોતું નથી. આપણે સારું છોડી દઈએ છીએ અને ખોટું અપનાવી લઈએ છીએ. થેન્ક્સ ભાઈ.

   Like

 3. બંનેના ટકરાવમાં માનવજાત ફસાઈ ગઈ છે tyare aava lekho atayant upyogi sabit thavana ema be mat nathi, well done.very good nice article. superlike.

  Like

 4. Thanks sir..
  -Dukh ni vat ae chhe ke je sadhu bavaoe lagn j nathi krya..(aema pan gana virgine nathi aeva)…ane samaj thi bhagela..(pan samaj na paise tagaddhinna karta)….aeva loko paccha apanane bhashan aape!ke tamare aam rahevu joieye..aa kevu?
  -koi vaigyanik ke samajshashtri pase java karta loko aavao pase vadhu jashe..
  Aavu kem…..
  Aetlej samaj monogami hova chchata balako ne geta ni jem uchervani tev padi lage che…ane balako ni pratibha no prvah sadhuo na charne jai ataki padato lage chche..

  Like

  1. ભાઈ આપણે ત્યાં વૈજ્ઞાનિક અભિગમ નથી માટે લોકો મનોવૈજ્ઞાનિક પાસે જવાના બદલે બાવાઓ પાસે સમસ્યાના સમાધાન માટે જતા હોય છે. એક કડવું સત્ય એ પણ છે કે આપણા મનોવૈજ્ઞાનિકોને પણ આધ્યાત્મનો આફરો ચડેલો હોય છે, મનોવિજ્ઞાનમાં પણ ગીતા શોધતા હોય છે.

   Like

 5. બહુ સારો લેખ આપ્યો મહેન્દ્રભાઈ
  બધી માથકુટ સમાજ સરળતાથી અને શાન્તિ ચાલે એના માટે છે. એકની સામે એક વ્યવસ્થા જ સારી છે. બાકી પછી કુતરા બિલાડા જેવુ થઈ જાય. માણસ કુદરતની નજીક હતો ત્યારે કુતરા જેવુ વર્તન માણસના અસ્તિત્વ અને પ્રોડક્શન માટે મદદ રૂપ હતુ.આજે માણસે કુદરત ને પાછળ ધકેલી દિધી છે. આજે પ્રોડક્શન ની કોઇ ચિન્તા નથી. ઓવર પ્રોડક્શન થઈ રહ્યુ છે. અને અસ્તિત્વમાં પણ ડૉ. વિજ્ઞાન ઘણુ કરે છે.

  Like

  1. મારું નામ ભૂપેન્દ્રસિંહ છે. સમાજ સરળાથી ચાલે માટે એકની સામે એક વ્યવસ્થા સારી જ છે. આભાર.

   Like

 6. ૧) મનોગમીનો પહેલો ફાયદો એ છે કે તે ક્રાઇમ રેટ ઓછો કરે છે. એક પુરુષ ત્રણ કે ચાર સ્ત્રીઓ રાખીને બેઠો હોય તો બાકીના રહી ગયેલા સ્ત્રી પામવા માટે કોઈ પણ જોખમ ખેડવા તૈયાર રહેવાના. અભ્યાસ જણાવે છે કે કુંવારા પુરુષો પોતાનું એક ગૃપ બનાવતા હોય છે અને તે ખૂબ જોખમી અને ગંભીર ક્રાઇમ જેવા કે મર્ડર, રેપ, સ્ત્રીઓનું કીડનેપીંગ કરતા વિચારતા નથી. પરણેલા પુરુષો આવું ઓછું કરતા હોય છે. મનોગમીનાં કારણે દરેકને સ્ત્રી મળી રહેતી હોવાથી સિંગલ પુરુષોની સંખ્યા ઓછી થતી હોવાથી ક્રાઇમ રેટ નીચો જાય છે.:>
  >
  ખુબ જોરદાર બાપુ આહીસાબે રામ એ મનોગામી નું આદર્શ ઉદહરણ કહી શકાય પણ હાલ ની પરિસ્થિતિ જોતા નક્કી બાપુ સાધુડા કામ લીલા રચતા જાય છે તે પોલીગમસ (બહુગામી) ની માનસિકતા ને જન્મ દેવા વાળો થઇ રહ્યો છે જેના ખરાબ પરિણામ આખા સમાજે ભોગવવા પડશે આ ત્રીજુ યુદ્ધ કદાચ પુરુષ ને મહિલા ના અસ્નતુંલીત રેટિયો ને લીધે મારા માણવા મુજવ થઇ શકે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s