ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

Oral  sex  વિષે કોઈ અજાણ્યું હોય તેવું આજે સંભવ નથી. ગુજરાતીમાં મુખમૈથુન કહેવાય. છાપાંમાં સેક્સ વિશેની કોલમોમાં એની ચર્ચા ખૂબ થતી હોય છે. ડો પ્રકાશ કોઠારી જેવા સેક્સોલોજીસ્ટ કહેશે જાતીય અંગોની સ્વચ્છતાનું ધોરણ સાચવી ઓરલ સેક્સ કરો તો કશું વાંધાજનક નથી. એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટને કોઈએ સવાલ કર્યો કે ઓરલ સેક્સ ચાલુ કોણે કર્યું હશે? એમણે ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબોનો એક ઓરલ સેક્સ કરતો ફોટો જ મૂકી દીધો. માળાં હારા વાંદરા એ ઓછા નથી!!

ખાજુરાહોનાં ભવ્ય મંદિરોના શિલ્પોમાં મુખમૈથુન દર્શાવતી પ્રતિમાઓ જાણીતી છે. ઓરલ સેક્સ વાજબી છે કે નહિ તેની ચર્ચા આપણે ડોક્ટર્સ અને સંતો ઉપર છોડી દઈએ.  સ્વામી સચ્ચિદાનંદનું એક વ્યક્તવ્ય વાંચ્યાનું યાદ આવે છે. મળમૂત્ર વિસર્જન કરતા અંગો હોય ત્યાં બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોવાના, ત્યાં મોઢાં ઘાલવા એમની(સ્વામીજી) બુદ્ધિમાં ઊતરતું નહોતું, અસ્વાભાવિક લાગે. મને એ વાંચીને તે સમયે ખૂબ હસવું આવેલું. ખાજુરાહોની ઓરલ સેક્સ દર્શાવતી પ્રતિમાઓનું સમર્થન કરનારાઓના કમનસીબે સ્વામીજીની વાત નવા અભ્યાસ મુજબ સાચી પડી રહી છે.

Reverend Bryan Fischer, અમેરિકાના એક જબરાં રેડિયો કૉમેન્ટેટર છે. જોકે એમની નામના ધર્મ અને સંસ્કૃતિના રખેવાળોના વહાલા તરીકેની છે. સજાતીય લગ્નો વિરુદ્ધ સખત ફટકાબાજી કરવા માટે જાણીતા છે. એબોર્શન, નેશનલ હેલ્થકેર, સજાતીય લગ્નો, ગે એડોપ્શન બધાનો સખત વિરોધ કરતા હોય છે. હમણાં તેમણે ડેમોક્રેટ્સ અને ઓરલ સેક્સ ઉપર જબરદસ્ત હુમલો કર્યો. એમના રેડીઓ શોમાં એમણે બે દાવા કર્યા કે ઓરલ સેકસના લીધે અમેરિકામાં head -neck કેન્સરમાં નાટકીય વધારો નોંધાયો છે અને બીજું એમાં બીલ ક્લીન્ટન મુખ્ય ગુનેગાર છે. હહાહાહાં બિચારાં ક્લીન્ટન? મોનીકાનું ભૂત હજુ ધૂણે છે.

Reverend Fischer કહે છે ઓરલ સેક્સ તમારી તંદુરસ્તી માટે હાનિકારક છે. કમનસીબે તેઓ સાચા છે. Throat -mouth કેન્સર વધી રહ્યા છે, દર વર્ષે ૩૫,૦૦૦ નવા કેસ નોંધાય છે. multiple oral sex પાર્ટનર ધરાવનારાઓમાં ગળા અને મુખના કેન્સર વધી રહ્યા છે તેવું ૨૦૦૭ નો એક અભ્યાસ કહે છે. એક બીજો અભ્યાસ જણાવે છે કે oral સેક્સ અને open-mouth kissing, human papillomavirus ને એકબીજામાં ફેલાઈ જવા માટે સગવડ વધારે છે. અભ્યાસ મુજબ ૧૪-૬૯ ઉંમર ધરાવતા ૭ % લોકો oral HPV વડે સંક્રમિત જોવા મળ્યા છે. ઓરલ સેક્સની પોપ્યુલારીટી વધતા અને ખાસ કરીને યુવાન લોકોમાં, ડોક્ટર્સને ત્યાં જાતીય અંગો સ્થિત cold sore herpes જતાવતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી. ૧૯૯૩મા (ક્લીન્ટન પ્રમુખ બન્યા) University of Wisconsin માં ૩૧% વિદ્યાર્થીઓ genital sores herpes વડે પીડાતા હતા, ૨૦૦૧મા (ક્લીન્ટને ગાદી છોડી) ૭૮% વિદ્યાર્થીઓ આ ભયાનક રોગ વડે પીડાતા નોંધાયા. જોકે અને દુઃખદ અકસ્માત ગણી શકાય.

google Ngram Viewer મુજબ  જાણવા મળ્યું છે કે અમેરિકામાં ઓરલ સેક્સનું પ્રમાણ બીલ ક્લીન્ટન મોનિકાને મળ્યા તે પહેલા ત્રણ દાયકાથી વધ્યું છે. એટલે એવું કહી શકાય કે ત્રણ દાયકાથી અમેરિકામાં જે મુખમૈથુન વધતા ગયા હતા એના ચક્કરમાં ક્લીન્ટન પણ આવી ગયા, નહિ કે ક્લીન્ટનને કારણે ઓરલ સેક્સમાં વધારો થયો.

હા તો મિત્રો હવે ઓરલ સેક્સ કરવું કે નહિ તમારે જાતે વિચારવાનું છે.

Advertisements

25 thoughts on “ઓરલ સેક્સ વિષે કડવું સત્ય.

 1. સાંપ્રત સમયનો ચર્ચાસ્પદ નાજુક વિષય સરળ રીતે રજુ કર્યો…બ્રહ્મચર્ય તો બીજી બાજુ સહજ જાતિય કે વિકત જાતિય પ્રવતિમા એક પણ વ્યક્તીની સંમંતિ વગર કે ગેરસમજથી કે કાયદાવિરુધ્ધ (બાળક શોષણ) ન જ થઇ શકે ત્યાર બાદ જ ચર્ચા થઇ શકે

  Like

 2. ભારત માં હજુ સેક્ષ વિષેની ભ્રામક માન્યતાઓ છે અને પૂરું વિષયજ્ઞાન ના અભાવે સેક્ષ નો આનંદ ફક્ત છોકરા પેદા કરવા
  પુરતો સીમિત થઇ ગયો છે. ઓરલ સેક્ષ વિશેની માહિતી તમે આપી તે આવકાર્વાદાયક છે. પણ ભારત માં સમજણનો
  અભાવ હોવાથી તેમ જ ઓરલ સેક્ષ ની માહિતી અને ક્રિયા ના અજ્ઞાન ના લીધે રોગી થવું શક્ય છે. મોટાભાગ નર કે નારી પોતાનાં આંતરિક અંગો ની સફાઈ માં બેદરકાર
  ના લીધે ઓરલ સેક્ષ હિતાવહ નથી. સેક્ષ દરમિયાન ઓરલ સેક્ષ થાય તે કુદરતી પ્રક્રિયા નો જ ભાગ છે.

  Like

 3. સેક્સના નાજુક અને ચર્ચાસ્પદ વિષય પર લાજવાબ લેખ
  હું પણ એવું માનતો કે ગુપ્તાંગો સ્વચ્છ હોય તો ઓરલ સેક્સમાં કાંઇ ખોટું નથી પરંતુ લેખ પઠન પછી લાગે છે કે વધારાના આનંદ માટે એ જોખમ કર્યા જેવું નહીં

  Like

 4. The urinary tract is flushed with antiseptic liquid that is urine. So, unless you have urinary tract infection (testicle infection does not affect this) or kidney stones, it is safe to do oral sex. Precautions: always urinate before and after oral sex. Do mouthwash before and after oral sex. This is what I would recommend from personal experience.

  Like

 5. Reverend Fischer કદાચ Prejudice થી પીડાતા હોય તેમ લાગે છે…
  અને રીસર્ચ નાં આંકડા પણ બનાવટી હોય તેમ લાગે છે… કારણકે છેલ્લા ત્રણ દાયકાઓ થી તો ભારતીય સમાજ આ ક્રિયા ને ‘ફોરપલે’ તરીકે સામાન્ય રીતે વાપરતો હોય તેમ સંભળાય છે-જણાય છે… તેનો અર્થ જો આ સર્વે નાં આંકડા મુજબ કરીએ તો-તો ભારત ની ૫૦% વસ્તી આ ‘genital sores herpes’ થી પીડાતી હોવા જોઈએ જે ક્યાંય ધ્યાનમાં / જોવામાં / સાંભળવામાં આવતું નથી… મારા માનવા મુજબ દરેક રીસર્ચ ને માથે ચઢાવા જેવા નથી હોતા.અમુક આંકડાઓ લોકો બીજા ને ‘દબાવવા કે બદનામ’ સાબિત કરવા પણ કરતા હોય છે. મને MrFischer નો અહી તેમનો Gay -Lesbian વિરુદ્ધ નો અભિગમ કામ કરતો હોય તેમ લાગે છે…
  છતાં ચેતવા જેવું – oral – sex પહેલા Genitals clean કરી ને જ માણવું… જીવાણું -એ-જીવાણું છે… જેઓ Atomic-Bomb (Not Your Lady Partner) કરતા પણ ખતરનાક છે…

  Like

 6. મન કપડા મેલા ભયા, ઈનમેં બહોત બિગાર,
  યે મન કૈસે ધોઈયે, સંતો કરો બિચાર.

  તનકા વેરી કો નહિ, જો મન શિતલ હોય,
  તુ આપાકો ડાલ દે, તો દયા કરે સબ કોય.

  મન ગયા તો જાને દે, મત જાને દે શરીર,
  બિન ચિલ્લે ચઢિ કમાન, કિન બિધ લાગે તીર.

  મનકા બહોત રંગ હય, તલ તલ જૈસા હોય,
  એકા રંગ જો રહે, તો કોટી મધે કોય.

  મન મેરા પંખી ભયા, જહાં તહાં જાય,
  જહાં જૈસી સંગત કરે, તહાં તૈસા ફળ ખાય.

  મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
  મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત………..kabir

  Like

 7. ઓરલ સેક્સ સાથીની પસંદગી થી કરવામાં આવે તો તેમાં કઈ ખોટું નથી, તેમજ ઘણીવાર માત્ર પુરુષ ના દબાણ ના કારણે સ્ત્રીઓ ઓરલ સેક્સ માટે ફરજ પાડવામાં આવે છે.અને તેથી ભારત ના સાધુ (સ્વામી સચિદાનંદ) તેની મંજૂરી કદાચ નહિ આપતા હોય…!!!

  ખજુરાહો મંદિર/કામસૂત્ર માં પણ ઓરલ સેક્સ નો ઉલ્લેખ મળી આવે છે,માટે ધાર્મિક દ્રષ્ટીએ ઓરલ સેક્સ ખરાબ નથી.

  નોંધ:-ભારત માં મંજૂરી સાથે પણ ઓરલ સેક્સ માનવું એ કાયદાકીય ગુનો છે.

  Like

 8. સરસ લેખ પણ મારી જાણ અને બીજે વાંચ્યા પ્રમાણે એચ પી વી.વાયરસ આપણા બધાના શરીર માં આપણા જીવનકાળ દરમ્યાન પ્રવેશી જ ચુક્યો હોય છે.એચ પી વી વાયરસ થી થતા કેન્સર નો ભોગ મોટે ભાગે સ્ત્રીઓ જ થતી હોય છે.પુરુષોમાં એ હોય છે પણ કોઈ મોટું કેન્સર થવાનો ભય નહીવત જેવો જ હોય છે અને dormant રહે છે જ્યાં સુધી તમારી તન્દુરસ્તી અને શરીર નબળું નહિ થાય ત્યાં સુધી કશું થતું નથી.સ્ત્રીઓને પ્રજનન અવયવો નું કેન્સર થવનો ચાન્સ પુરુષો કરતા વધારે છે.

  Like

 9. અને બીજું આ લેખ વાંચી કોઈ એનું પાલન કરવા નું નથી કે કોઈ બીજા પ્રકાર કેન્સર ને રોકી શકવા નું નથી એ હકીકત છે.કેન્સર જેટલું વહેલું પકડાય એ સારું.છેલ્લા સ્ટેજમાં પકડાય ત્યારે એની સારવાર નકામી જ નીવડે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s