“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

Man with the golden arm

“રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.

Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.

હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

5 thoughts on ““રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન””

  1. ખૂબ જરુરી આંદોલન
    હવે તો રક્તદાતા અને લેનાર બન્નેની ખૂબ કાળજી લેવાય છે ત્યારે સમજાવવાનું પણ સરળ છે…આ આંદોલન દેહદાન સુધી લંબાવાય તે જરુરી…

    Like

  2. મેં અનેક વખત રક્ત દાન કરેલું છે અને ગત વર્ષમાં ગણેશોત્સવ અમારા લત્તામાં રકતદાન કેમ્પ સાથે જ ઉજવેલ ! ઉપરાંત મેં તો દેહદાનનો પણ સંકલ્પ કરેલો છે. આકસ્મિક મૃત્યુ થાય તો અને બ્રેઈન ડેડ થાય તો જે શરીરના જે કોઈ અંગ-ઉપાંગો અન્ય કોઈને કામ આવે તેમ હોય તો દાન કરવા પણ સંકલ્પ કરેલો છે. આ વિચારનો ફેલાવો વધુ અને વધુ લોકો સમક્ષ થવો અત્યંત આવશ્યક છે.

    Like

    1. દેહદાનનો સંકલ્પ તો બહુ ઉત્તમ કહેવાય. મેં તો ડ્રાઈવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનર લખવી જ દીધું છે.

      Like

  3. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ………..
    Blood Donation is very the Act of Love & is the most precious Gift of a Human to another Human.
    May this Message is spread in India….& may there be MORE Blood Banks there too !
    This is the Wish of a Doctor from the Heart !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Bhupendraji..Inviting you to my Blog !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s