મૃત્યુને પેલે પાર

મૃત્યુને પેલે પાર
  મૃત્યુ પછીના જીવનમાં માનવું ભારત માટે નવું નથી. આપણે ભારતીયો સતત પરલોકની ચિંતા કરતા હોઈએ છીએ. પુનર્જન્મ થવાનો જ છે એવી માન્યતાએ ભારતને સાવ  ધીમું પાડી દીધું છે. આજે નહિ તો કાલે અને આ જન્મે નહિ તો આવતે જન્મે કામ પૂરું કરીશું. નવા જન્મે સુખી થવા માટેની ચિંતા અને પળોજણમાં લગભગ હાલનો જન્મ બગાડીએ છીએ. ક્યારેક કોઈને એક્સીડેન્ટ થાય તો મોતના અનુભવ લઈને પાછાં આવ્યાના દાખલા પણ ચર્ચાતા હોય છે. શરીરમાંથી જીવ બહાર નીકળી ગયાનો અનુભવ પણ ઘણાને થતો હોય છે, અને જીવ પાછો શરીરમાં આવી જતો હોય છે. જીવ ક્યાંક મુસાફરી કરીને પાછો આવ્યાની અનુભૂતિ ઘણા વર્ણવતા હોય છે. આવા અનુભવને near-death experience (NDE)કહેવાય છે. આવા પારલૌકિક અનુભવ ખાલી ભારતમાં થાય છે તેવું પણ નથી. ૧૮ મિલિયન અમેરિકનો આવો અનુભવ થયાનું કબૂલે છે. હવે અમેરિકાના એક કરોડ કરતા વધુ અને ભારતના એક અબજ કરતા વધુ લોકો માનતા હોય કે આત્મા શરીર છોડી જાય છે અને ભગવાનને મળવા જાય છે કે મળે છે કે એવા બીજા અનેક  પૂરાવા રજૂ કરવાથી આ બધી બાબતો સત્ય બની જતી નથી. લોકો એમને થયેલા અનુભવો વિષે ખોટો અર્થ કરી લેતા હોય છે, વિપર્યાસ કરતા હોય છે. optical illusion આનું બહેતર ઉદાહરણ છે. બ્રેઈનમાં મૅમરી સ્ટોર થયેલી હોય છે તે જેવી માહિતી બહાર મોકલે તેવું ઘણીવાર દેખાતું હોય છે. એટલે કહેવત છે કે ઘણીવાર આંખે જોયેલું પણ સાચું હોતું નથી. હમણાં હું મારા શ્વશુરને ઘેર ગયેલો. બારણું ખોલતા અંદર જરા અંધારાં જેવું હોય તે સ્વાભાવિક હતું. અંદર દૂર મારા શ્વસુરજી ઉભા હતા પણ મને ક્ષણવાર માટે એમના બદલે મારા સાળાશ્રી જણાયા. બ્રેઇને  આંખો દ્વારા મળેલી માહિતીનું ખોટું પ્રોસેસિંગ ક્ષણવાર માટે કરી નાખ્યું. આખો દિવસ મંદિરમાં મૂર્તિઓ આગળ કાલાવાલા કર્યા હોય તો ભગવાન દેખાઈ જાય તે સ્વાભાવિક છે. રામકૃષ્ણ પરમહંસને મહાકાલી સાથે વાતો કરવાના ભ્રમમાંથી મુક્ત કરવા માટે યોગીરાજ તોતાપુરી સ્વામીને સારી એવી તકલીફ પડેલી.
     Kevin Nelson (The Spiritual Doorway in the Brain) નોંધે છે કે હ્રદયમાંથી ધકેલાતું ૨૦ ટકા બ્લડ સીધું બ્રેઈન તરફ જાય છે. બેભાન થતા પહેલા ઘણીવાર આ બ્લડ ફ્લો ૬ % સુધી ઘટી શકે છે. જ્યારે બ્લડ પ્રેશર ખૂબ નીચું જતું રહે અને નબળાઈને કારણે મૂર્છા આવે ત્યારે હૃદય સાથે સીધું જોડાણ ધરાવતી મોટી vagus nerve સભાન અવસ્થાને REM sleep તરફ વાળી મૂકે છે. જોકે બધા લોકોને આવું સીધી રીતે REM sleep તરફ વળવાનું શક્ય નથી બનતું, પણ ઘણા બધા ઝટ અસર થાય તેવા વિવિધ  આભાસ થતા હોય છે, આને REM intrusion કહે છે. જાગૃત અને ઊંઘ વચ્ચેની અવસ્થા દરમ્યાન આવું ખાસ થતું હોય છે. રેમ અવસ્થા એટલે આપણે ઊંઘમાં સ્વપ્ના જોતા હોઈએ તે અવસ્થા કહેવાય અને આ અવસ્થા સમયે શરીર સાવ શીથીલ થઈ જતું હોય છે. આ સ્વપ્નાવસ્થા અને જાગૃત અવસ્થા વચ્ચે ઝોલા ખવડાવતું મીકેનીઝમ NDEs  અનુભવની વાતો કરનારા લોકોમાં પણ કામ કરતું હોય છે.  rem intrusion દરમ્યાન લકવો (sleep paralysis )થઈ ગયો હોય તેવો અનુભવ થતો હોય છે. આમાં સંપૂર્ણ જાગૃત હોઈએ તેવા અનુભવ સાથે ભારવિહીન હોઈએ તેવું લાગે, શરીરની બહાર હોઈએ તેવા અનુભવ સાથે દિગ્મૂઢ થઈ જવાય. રેમ સ્લિપ દરમ્યાન બ્રેઈનના પ્લેઝર સેન્ટર ઉત્તેજિત થતા હોય છે, એના લીધે  એક પરમ શાંતિ અને એકતાનો અનુભવ પણ થતો હોય છે જે NDEs દરમ્યાન પણ નોંધાયો છે. ઊંઘના ચાર તબક્કાઓ હોય છે. પહેલા ત્રણ ભાગને NREM- Non Rapid eye movement  સ્લિપ કહેવામાં આવે છે, અને ચોથા તબક્કાને REM એટલે કે Rapid eye movement કહેવામાં આવે છે. NREM નો ત્રીજો તબક્કો ઊંડી ઊંઘનો છે. ત્યાર પછી રેમ આવે તેમાં આંખો કશું જોઈ રહી હોય તેમ પોપચાં પાછળ ઝડપથી ફરતી હોય છે, સપના જોવાના શરૂ થઈ ચૂક્યા હોય છે.  ઊંઘવા માંગતો વ્યક્તિ ધીમે ધીમે ચોથા રેમ તબક્કામાં  પ્રવેશ કરે અને તરત જાગી જાય ત્યારે પણ  ઉપર મુજબનો અનુભવ થતો હોય છે.
Near-Death experiences વખતે કોઈ ટનલ, બોગદામાંથી પસાર થતા હોય તેવા લાખો અનુભવ પણ નોંધાયા છે. મૂર્છા પામતા પહેલા “tunnel vision ” અનુભવમાંથી પસાર થયાના દાખલા ખૂબ જાણીતા છે. નેત્રપટલનાં કેન્દ્ર કરતા એના પરિઘ તરફ બ્લડ ફ્લો વધારે ઓછો થતા દ્ગષ્ટિ ફલક કોમ્પ્રેસ્ડ થાય છે, અને તેના લીધે ટનલ વિઝન ઇફેક્ટ પેદા થતી હોય છે એવું  Neurophysiology નું માનવું છે. મૂળ આંખો તરફ લોહી ઓછું વહે તેમાં આવી ઇફેક્ટ પેદા થતી હોય છે.
     બીજો NDEs વિશેનો અનુભવ  શરીરની બહાર હોઈએ તે છે. આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવો અનુભવ થતો હોય છે. આ પણ એક જાતનું ઇલ્યુઝન છે. અચાનક જાગી જવાથી, એનિસ્થીઝયામાંથી બહાર આવતા, આંચકી કે તાણ આવે ત્યારે, માઇગ્રેન  થાય  ત્યારે ઘણાને આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય તેવા અનુભવ થતા હોય છે. હવે આ બધા કારણો વખતે આત્મા શરીર બહાર નીકળી જાય તેવું માનવાને કોઈ કારણ નથી. ૧૯૫૦મા Penfield નામના ન્યુરોસર્જન seizures ઉપર સંશોધન કરી રહ્યા હતા. બ્રેઇનમા ટ્યુમર હોય કે કોઈ જખમ થયો હોય તે seizure માટે કારણભૂત છે કે નહિ તે વિષે સંશોધન કરતા હતા. બ્રેઈનના cerebral cortex નો તાગ મેળવવા એમણે સેંકડો જાગૃત દર્દીઓના બ્રેઈનને stimulate કરેલા. બ્રેઈનમાં આપણું ફીજીકલ બોડી ક્યાં છે તેનો તાગ મેળવવો હતો.
  એક પેશન્ટ temporal lobe seizures વડે પીડાતો હતો. Penfield વિદ્યુત કરંટ વડે દર્દીના બ્રેઈનને ઉત્તેજિત કરતા હતા. આ દર્દીના temporoparietal region stimulate કરતા દર્દીને લાગ્યું એનો આત્મા શરીર બહાર આવી ગયો છે. અને stimulation બંધ કરતા આત્મા પાછો શરીરમાં આવી ગયો છે તેવો  અનુભવ થયો. હવે ન્યુરોલોજીસ્ટ જાણી ચૂક્યા છે કે બ્રેઈનનો temporoparietal region  શરીરની રૂપરેખા કે નકશાને સંભાળવાનું કામ કરે છે. જ્યારે બહારથી આ વિભાગને કરંટ આપવામાં આવે છે ત્યારે તે કામ કરવાનું બંધ કરતા શરીરનો નકશો મન કે દ્ગષ્ટિ આગળ તરવા લાગે છે.  બ્રેઈનમાં  temporoparietal region આપણાં શરીરની રૂપરેખાનું પ્રતિનિધિત્વ કરે છે. આઈરીશ લેખક ક્રિસ્ટી બ્રાઉન આખા શરીરે લકવા ગ્રસ્ત હતો. જન્મથી દસ વર્ષ સુધી એને મેન્ટલી  રીટારડેડ સમજવામાં આવ્યો હતો. એ બોલી પણ ના શકતો. એનું બ્રેઈન ફક્ત ડાબા પગને જ કંટ્રોલ કરી શકતું હતું. ચાલી પણ ના શકતો. એણે ડાબા પગ વડે ચિત્રો દોર્યા, જુના જમાનાનું ટાઇપ રાઈટર ચલાવ્યું ને મોટો લેખક બની ગયો. સેરેબ્રલ પાલ્સીનો એ શિકાર હતો. બ્રેઈનનો આ  વિભાગ શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કરે છે. બાળકને જન્મ સમયે ઓક્સિજન  એટલે કે શ્વાસ   લેવામાં કોઈ ગરબડ ઊભી થાય કે આચકી આવે તો આ સેરેબ્રલ  વિભાગમાં ગરબડ થાય છે. આમ બ્રેઈન ચાલતું હોવા છતાં શરીરને સેરેબ્રલ વિભાગમાં ખામી હોવાથી કોઈ આદેશ આપી શકતું નહોતું. stephen hawking પણ હાલ એવી હાલતમાં છે. એમનું શરીર બ્રેઈનનાં કોઈ મેસેજ લઈ શકતું નથી. આમ જુઓ તો એમનો આત્મા શરીર બહાર કાયમ સ્થિત હોય તેવું જ છે ને?  temporoparietal region માં કશી ગરબડ થતા કે ઈજા થતા આત્મા શરીર બહાર નીકળી ગયો છે તેવું લાગતું હશે. એક તો આપણે આત્મા, પરમાત્મા અને પુનર્જન્મ જેવી માન્યતાઓમાં અગાઉથી સંપૂર્ણ રત હોઈએ અને આવી કોઈ ઈજા થાય અને શરીર હલનચલન કરવા હંગામી અસમર્થ બની જાય ત્યારે પેલી પૂર્વગ્રહિત ધારણાઓ પણ આત્મા બહાર નીકળી ગયો છે તેવું માનવા પ્રેરતી હોઈ શકે.
સપના પણ આવી બાબતોમાં ખૂબ મહત્વનું કામ કરતા હોય છે. ઘણા લોકો સપનાને સત્ય સમજતા હોય છે. અથવા એ બહાને લોકોને લલ્લુ બનાવતા હોય છે. અમારા એક વૃદ્ધ સંબંધી મહિલા ઘણીવાર લોકોને લલ્લુ બનાવતા કહેતા કે આજે કાનુડો મને મળવા આવેલો. પછી ખબર પડી કે સપનામાં કાનુડો આવેલો. ખરેખર કાનુડાનું સપનું પણ આવ્યું હશે કે કેમ? પણ લોકો એમની પાસે કશી શક્તિ છે સમજી પુછવા આવતા. ઘણીવાર મૃત સગા સપનામાં આવે તો ભૂત થયા છે તેવું પણ લોકો માનતા હોય છે. સપનામાં આવતી મૃત વ્યક્તિઓના લીધે પણ પુનર્જન્મ છે તેવી ધારણા બંધાઈ જતી હોય છે. ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને  Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે.
ભગવાન, એન્જલસ, ભૂત, મૃત્યુ પામેલા પૂર્વજો આવી અદ્રશ્ય ગણાતી વ્યક્તિઓ  શા માટે દેખાતી હશે? આવી બધી બાબતોમાં માનવું ઉત્ક્રાન્તિના વારસામાં જન્મજાત મળેલું હોય છે. The Oxford psychologist Justin Barrett has suggested that the prevalence of beliefs of this kind may in part be explained by our possessing a Hyper-sensitive Agent Detection Device, or H.A.D.D. આપણે આસપાસની દુનિયાનું બે રીતે પૃથક્કરણ કરતા હોઈએ છીએ એક તો કુદરતી કારણો વિચારીને  અને બીજું વ્યક્તિને અનુલક્ષીને વિચારતા હોઈએ છીએ. દાખલા તરીકે વૃક્ષ ઉપરથી કેરી નીચે પડી તો એક કારણ એવું હોય કે પવન આવ્યો અને કેરી નીચે પડી ગઈ બીજું કારણ એવું હોય કે મગનભાઈને કેરી ખાવાનું મન થયેલું એમણે વૃક્ષ હલાવ્યું અને કેરી નીચે પડી. આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ ત્યાં આસપાસ અસરકર્તા બહુબધા વ્યક્તિઓ રહેતા હોય છે. ફેમિલી મેમ્બર્સ, મિત્રો, દુશ્મનો, હરીફો, હુમલાખોરો, શિકાર અને શિકારી આવા અનેક આસપાસ હોય છે. આપણે આવા પ્રતિનિધિઓ બાબતે વધારે પડતા સેન્સીટીવ, ઓવર સેન્સીટીવ બનવા ઇવોલ્વ થયેલા છીએ. એમને જાણવા અને ઓળખવા સર્વાઈવલ અને રીપ્રોડક્શન માટે મદદરૂપ થતું હોય છે. એટલે પાછળ કોઈ સુસવાટા મારે કે પવન જોરથી આવે તો આપણે તત્ક્ષણ પાછાં ફરીને કોઈ છે કે નહિ તે જોવાનો પહેલો પ્રયાસ કરીશું. પહેલો વિચાર એવો નહિ આવે કે ખાલી પવન છે. આમ કાલ્પનિક અસંખ્ય પ્રીડેટર વિષે વિચારવું બહેતર બની જાય એક રીયલ પ્રીડેટરનાં મુખમાં સ્વાહા થઈ જવા કરતા. Thus evolution will select for an inheritable tendency to not just detect – but over detect – agency. We have evolved to possess (or, perhaps more plausibly, to be) hyper-active agency detectors. એટલે ભલે કોઈ ના દેખાય પણ કોઈ છે  તેવું વિચારવા આપણે ઇવોલ્વ થયેલા છીએ. આ વલણનાં લીધે સ્પીરીટ, ઘોસ્ટ, એન્જલસ, ભગવાન, રાધાકૃષ્ણના રાસ બધું દેખાતું હોય છે. કેટલાક સ્માર્ટ લોકો આ ખૂબીનો દુરુપયોગ કરીને ખૂબ રૂપિયા કમાય છે જેને આપણે ધર્મગુરુ કે કથાકાર કહીએ છીએ.

28 thoughts on “મૃત્યુને પેલે પાર”

  1. સમજવામાં કઠિન લાગતી વાત સરળતાથી સમજાવવા બદલ ધન્યવાદ

    Like

  2. Varsho pahelaa Psychologymaa Ek “Drashti bhram tathaa bhraanti” — namanu chapter bhanvaama aavelu.teno ek niyam “doradaamaa sarpni bhrantithavi”e ahi aapano aa lekh vaachataa yaad aavi gayu . Ane kadach aa maanyataao saty aabit thai hoy evu laage chhe.
    aape bahu sahaj rite samjavyu je samaany maanavinaa gale utari jaay.

    Like

  3. માહિતીપ્રદ પોસ્ટ આપી. ઘણા વર્ષો પહેલાં મેં Life after life વાંચેલી. કોઈ અમેરીકન લેખકનું પુસ્તક હતું, તેણે near death experience કરનારા અને biologically death થઈ ગયું હોય અને ફરી જીવતા થય હોય તેવા લોકોના ઇન્ટર્વ્યુ લીધા હતા. ગુજરાતીમાં તો મૃત્યુ પછી શું ? ના ઘણા પુસ્તકો જોયા છે. આપની ઇલ્યુઝનની વાત સાચી છે. એક બીજું લોજીક પણ ઉપયોગી છે. સામાન્ય રીતે ઉમર વધતા આપણી શોર્ટ મેમરી (તાજી – એટલે હમણા જે બન્યું હોય તે ભૂલાય જાય છે.) લોસ થતી હોય છે. પણ આપણા જુના પ્રસંગોની યાદ તાજી રહે છે. બાળપણના પ્રસંગો તમે હમણા યાદ કરો તો યાદ નહીં આવે, પણ જેમ જેમ મૃત્યુ નજીક આવે તેમ તેમ તે વધારે તાજા થતા જાય છે. મારા બાના મૃત્યુના છેલ્લા દિવસો મેં તેમની સાથે ગાળેલા હતા અને એમના બાળપણને અનુભવ્યું હતું. હવે જો આ તર્કને સ્વીકારીએ તો, મૃત્યુની એક્દમ નજીક આપણને મા ના ઉદરમાંથી બહાર નીકળતી વખતે જે અનુભવ થયો હોય તે યાદ આવે એ હકીકત છે.. અમેરીકન લેખકના પુસ્તક્માં ૮૦ ટકા લોકોએ આ ટનેલ અનુભવની વાત કરી છે. અને આપણા જન્મ સમયની પ્રથમ યાદ પણ એક લાંબી ટનેલમાંથી પસાર થઈ અંતમાં પ્રકાશ જોવાની જ છે.

    Like

  4. Very true. Mind plays with human psyche a lot! And that’s why we must overcome this illusion and must try to find our true self! All the spiritual experiences are outcome of play of mind. A yogi must not feel dwelved into it. Those experiences are just illusion and not truth!

    Also, would like to share: http://rutmandal.info/guj/2008/07/mrutyupaa/ which I wrote with my views on the subject then! I would write differently today on it though 🙂

    Like

  5. તમે તો લખ્યું પણ માનશે કોણ? વિજ્ઞાનનું કામ કોને છે? તમારો લેખ વાચીને કોઈ તો કહેશે જ કે ખરેખર પ્રભુની લીલા અકળ છે, એણે કેવું મગજ બનાવ્યું છે.

    Like

    1. થોડો ફેર તો પડશે જ. મારો લેખ મુકતાની સાથે સૌરાષ્ટ્રમાં ઘણા મિત્રો એવા છે જે એની કોપીઓ કાઢીને વહેચે છે. વૈજ્ઞાનિક અભિગમ વધશે ધીમે ધીમે. એના માટે વિજ્ઞાન આધારિત સોલીડ વાતો લખવી પડશે. વૈજ્ઞાનિક અભિગમ વધારો એવી બુમો પાડે મેળ નહિ પડે. રેશનાલિઝમનાં બ્યુગલ જે કામ નહિ કરે તે મારા લેખો કરશે. જાતિવાદ વિરુદ્ધની કે સમાનતાની ઉગ્ર ચર્ચાઓ જે કામ નહિ કરે તે મારા જીનેટીક્સ આધારિત લેખો કરશે.

      Like

      1. તમારી વાત સાવ જ સાચી છે, મારી કૉમેન્ટમા નિરાશાનો સુર છે તે કબૂલ કરૂં છું. પરંતુ હું પોતે આંતરિક રીતે જોઉં છું તો લાગે છે કે હું એટલો નિરાશ નથી.તો પણ મેં આમ કેમ લખ્યું? મને પોતાને જ સમજાતું નથી. તમારા જવાબની પણ અસર થઈ છે. ” क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप ” હૃદયની ક્ષુદ્ર દુર્બળતા છોડીને, હે અર્જુન ઊભો થા” જેવું થયુમ છે. આભાર. તમે સાચી દિશા પકડી છે.

        ખાસ તો, મારે ભાઈ ચિરાગને અભિનંદન આપવાનાં છે. એમની કૉમેન્ટ પર ફરી વિચાર કરશો, માત્ર લખવાનું આમંત્રણ ન આપો. માણસ પોતે એક વાતમાં માનતો હોય અને એના માટે લખતો હોય – અને વિચારો બદલાય ત્યારે કહે કે વિચારો બદલાયા છે. આ જ સાચો વૈજ્ઞાનિક અભિગમ છે. આટલી પારાવાર પ્રામાણિકતાનાં દર્શન થયાં એ મારા માટે “દિવસ સારો જશે” એમ કહેવા માટે પૂરતું કારણ બની રહે છે.

        ચિરાગ અને મારા દૃષ્ટિકોણમાં ઘણી વાર અંતર રહ્યું છે. એમને ચેતન તત્વની પ્રાથમિકતામાં વિશ્વાસ અને મને જડ તત્વની પ્રાથમિકતામાં વિશ્વાસ. પણ આ તો વિચાર થયા. ખરી વાત વિચારવાની રીતની પ્રામાણિકતા છે. ચિરાગ જેટલી પ્રામાણિકતા મારામાં અને આપણા સૌમાં પણ વિકસે એવી શુભેચ્છા આપશો.

        Like

  6. lekh pramane mane evu lagyu k salu aa Computer ma pan ek TEMP folder hoy che..ema pan nakami vastu padhi hoy che j kyarek kyarek display thay jay che

    Like

  7. ગઈ કાલની મારી પોસ્ટમાં ઉલ્લેખ કરેલ પુસ્તકની વધુ વિગત નીચેની લીન્ક –
    http://www.lifeafterlife.com/
    નીચેની સાઈટ પરથી ડાઊનલોડ કરી શકાશે
    http://www.4shared.com/office/ciGwcIvF/Raymond_Moody_-_Life_after_Lif.html
    નીચેની સાઈટ પર જુદી જુદી થીયરીઓ આપેલ છે. જેમાંની એકનો મેં ગઈ કાલની પોસ્ટમાં ઉલ્લેખ કરેલો છે એ થીયરી ‘ટનેલ અનુભવ’ ની પણ છે. એમાં સ્પીડના અનુભવનો પ્રશ્ન ઉભો કરેલ છે. પણ ખરેખર તો બાળકનો જન્મ એક ઝાટકા સાથે જ
    થાય છે.
    http://www.near-death.com/experiences/experts01.html
    ચેક કરી જુઓ અને સત્યની નજીક રહો.

    Like

  8. અમારાં એક ઓળખીતા કુટુંબનાં વડિલનાં અવસાનનાં વર્ષો પછી મિલકતનાં ભાગ-ભોગ વિષયે ભાઈ-બહેનને વાંધો થયો તે પછી બહેનનાં સપનાંમાં રોજ વડિલ આવતા અને સૂચના આપતા કે પેલે ઠેકાણે છે તે ખેતર અને ફલાણું મકાન અને આટલાં દાગીના વગેરે મેં તને આપવા ધાર્યું હતું, અને જ્યાં સુધી એ ખેતર, મકાન, દાગીના વગેરે તને નહીં અપાય ત્યાં સુધી મારો મોક્ષ નહિ થાય !! મામલો પેચિદો બનતાં મને વળી લવાદ નીમ્યો તે મેં કહ્યું કે, ’બહેન, હવે વડિલને કહેજે કે કાં તો ભાઈનાં અથવા અશોકભાઈનાં સપનાંમાં જઈ આ વિગત જણાવી આવો એટલે પછી તેમની જે કંઈ મનોકામના (કે બહેનની મનોકામના !!) હશે તે પૂર્ણ કરવાની હું જવાબદારી લઉં છું !!! અન્યથા નિયમાનૂસાર જે ભાગમાં આવે તે સ્વિકાર્ય કરો. (અંતે પેલા ભાઈને સ્વપનમાં વડિલ આવ્યા હોય તો પણ સ્વાભાવિક છે કે તે મને જણાવે નહિ અને મને તો સ્વપનમાં “સારૂં સારૂં જમવા” સિવાય ભાગ્યે જ કંઈ આવે છે !!!)

    Like

  9. અનિતા મુરજાનિ ને આવા અનુભવ થયા હતા જે તેમણે તેમના પુસ્તક “dying to be me” માં વર્ણવ્યા છે . તેમનુ કેન્સર ચોથા સ્ટેજ માં પહોચી ગયેલુ. આ અનુભવ પછી તેમનુ કેન્સર સંપુર્ણ નાબુદ થયુ, કેન્સરની લીંબુ જેવડી ગાંઠો પણ ઓગળી ગઇ, જેની ડૉક્ટરોને પણ કોઇ આશા જ નહોતી. તેમના કેન્સર મટવાનું કારણ શું હોઈ શકે?

    Like

    1. પહેલું તો આ બાઈ ગપ મારે છે. સારુ અંગરેજી બોલે એટલે સાચું હોય એવું માની લેવાય નહિ. ભારતીય કથાકારની જેમ ફીલોસફી ઠોકે છે.. હોંગકોંગમાં કોણ તપાસ કરવા ગયું? એના શરીર પર કેંસર સરવાઈવરનું કોઈ લક્ષણ દેખાતું નથી. ફેંફસામાં કશું થયું હશે ને પછી કેંસરનું નામ આપતી ફરતી હોય એવું લાગે છે.

      Liked by 1 person

  10. જી, મને પણ લાગ્યુકે આમાં કંઇક તો લોચો છે, પણ શુ હોઇ શકે એના કોઇ તાણાંવાણા મળતા નો’તા. આખરે હુ પણ એક નાસ્તિક છુ અને કોઇપણ આવી ઘટના ધ્યાનમાં આવે ત્યારે દરેક રેશનલ માણસને એ ઘટનાનું પુરેપુરુ પોસ્ટમોર્ટમ કરવાની તાલાવેલી લાગે. અને આવી ઘટનાઓનું સત્ય જાણવુ જરુરી પણ છે, જેથી બીજા લોકોને પણ એ ઘટના પાછળનુ સત્ય (કારણ) સમજાવી શકાય. મારે એ જાણવુ છે કે મન વિશે તમે શું વિચારો છો?
    મન ઘણીબધી માનસિક બાબતો પર ઊંડી અસર પાડે છે, જે આપણે બધા જાણીએ છીએ પણ
    શુ આ મન રુપી સૉફ્ટવેર થી શરીર રુપી હાર્ડવેર પર કોઈ ઠોસ અસય થઇ શકે ખરી?

    Like

    1. મન અને આતમા એટલે brain જ સમજો. નાનું મગજ એટલે એનીમલ brain અને મોટુ મગજ એટલે large cortex . બંને ભાઈઓ ભેગા મળીને કામ કરે છે. એનીમલ brain પાસે શબદોની કોઈ ભાષા નથી. તેની પાસે ભાષા કેમિકલની છે. તમને સરવાઈવલ માટે જોખમ લાગે એટલે તે કેમિકલ છોડે એટલે તમે દુખી અનહેપી ફીલ કરો. સરવાઈવલ માટે અનુકૂલ લાગે એટલે તે કેમિકલ છોડે એટલે હેપી ફીલ થાય. કેમિકલ જુદા જુદા હોય છે. એટલે મન વિચારોની અસર શરીર પર તરત પડે. સાયકોસોમેટિક કહેવાય.. બાળકો પરિક્ષા આવે એટલે બિમાર પડતા હોય શરદી થઈ જાય છે.. આ blog ના હોમ પેજ પર રાસાયણિક ગીતા નામનું પેજ છે જે વાંચી લેશો.. ઘણા બધા સવાલોના જવાબ મળી જશે. બુદધને ભગવાનને બદલે મનોવૈજ્ઞાનિક સમજો. ઘણા રેશનલ મિત્રો મેડીટેશનમાં માનતા નથી પણ મેડીટેશન કોઈ ધારમિક નહિ brain કસરત સમજો, મોક્ષનો મારગ નહિ પણ મનની તંદુરસ્તી માટેની મેડીસીન સમજો. નિયમીત મેડીટેશન કરનારાઓના મોટા મગજના gray matter માં વધારો નોંધાયેલો છે.

      Like

  11. ખુબજ સરપ્રદ માહિતી બદલ ખુબ ખુબ આભાર.
    તમારા લેખો ખરેખર અદ્ભુત છે. શુ હુ તમારા લેખને whatsapp કે facebook પર તમારા નામ સાથે કોપી પેસ્ટ કરી શકુ છુ?

    Like

    1. ચોક્કસ.. મારુ વોટસપ ગૃપ છે એમાં તો હું મૂકતો જ હોઉ છું. બીજુ મેં યુટુબ પર સાતેક વિડીયો ૧૫ મિનીટના મૂક્યા છે તેની લીંક પણ મોકલી શકો. સુરત સત્ય શોધક સભામાં લેકચર આપેલું તે અને જામનગર આપેલું તે પણ યુટુબ પર છે. https://youtu.be/H2z2xM3HXGY

      Like

Leave a comment