અંદુભઈની પેમલી.

‘અલ્યા જો તો આ સાપામાં  ફોટો  કુનો આયો સ?  ધૉળાં ધફ લુગડાં  પેરી ન,  કોઇ ધૉરિ ધફ્ફ બઈ  લાગસ.’

અમારા બાજુવાળા કાકા સવાર સવારમાં છાપુ લઇને ફેદતા હતાં અને હુ જરા ખુલ્લી હવામાં આંટો મારવા નીકળેલો.

કાકાના હાથે ઝડ્પાઇ ગયો.

‘કાકા! આ તો પામેલા એંડર્શન છે.’

‘કુણ ? પેલાં અંદુભઇની પેમલી? જબરી સ ન? મારી બેટી ચેવાં લુગડાં પેરી ન બેઠી સ? હાડી તો પેરી  સ પણ  કબજો પેરવાનુ ભૂલી જઇ લાગ સ.’

‘કાકા! ભુલી નથી ગઇ, જાણી જોઇને પહેરીને બેઠી હસે, અને અંદુભઇની પેમલી નથી. આ તો અમેરીકાની અભીનેત્રી છે, મૉડેલ છે. મૂળ તો કેનેડાની છે. ટી.વી સિરીયલ બે વૉચ પછી બહુ ફેમસ થઇ ગયેલી.’

‘હ! ઇમ કૉ, ફૉરેનની બઈ  સ. બાકી આપણાં દેશની હોય તો આવુ ના પેર.’

‘કાકા! હવે આપણી સિનેમા જગતની બાઈઓ પણ સુધરી ગઇ છે. એય હવે અધુરાં લુગડા પહેરવા લાગી છે.’

‘હાચી વાત સ ભૈ પેલા બાલુભાઇની વિધ્યાડી અમણાંની બઉ ચગી સ. ઉલ્લાળા ઉલ્લાળા કરતી, “અવ હુ જવાંન થઈ જઈ, જવાંન થઈ જઈ.”  ગઈ ગઈને માંથુ ખઈ જઈ.’ અલી બઈ તુ જવાંન નઈ આધેડ દેખાવા માંડી સ.’

‘કાકા તમે ય ખરા છો. બાલુભાઈની વિધ્યા? કાકા વિધ્યા બાલન કહો.’

‘પણ હાચુ કે જો આ વિધ્યા જવાંન લાગસ? બે ચાર સોકરાંની મા નહી લાગતી? પેલી પેમલીને ટ્ક્કર મા રઅ  એવુ નહી પેરતી?’

‘કાકા! ચાલ્યા કરે આ તો ફિલ્મી જગત છે.’

‘હુ ચાલયા કરે? આવુ તો હારુ લાગતુ અશે? પેલી કોઇ પડંયાજીની પુનમડી કાયમ નાગાપુંગા ફોટા પડાઈ પડાઈને મુકતી હોય સ. પેલા કોલિ એ બઉ હારા રન માર્યા તો આઈ લવ યુ કઈ ન એક નાગો ફોટો પડાઈ ન મુકી દીધો.’

‘કાકા! પૂનમ પાંડેની વાત કરો છો? એમાં આપણે શુ? એની મરજી.’

‘હાચુ કઉ, ઇન કોઇ કુતરાં ય હુઘંતાં નહિ, એટલ રઘવાઇ થઇ સ. વાત વાતમાં નાગો ફોટો પડાઇ ન મુકી દેવાની આ બાઇ ન આદત પડી જૈ સ. મ નઅ તો ગાંડી લાગ સ. અર્ધ ગાંડી.’

‘કાકા સાચી વાત છે તમારી. એને ફૅમસ થવુ હશે.’

‘પણ આવી રીતે જાંણીતા થવાતુ હશે? જુઓ પેલી વિધ્યા દેખાવમાં સાધારણ કેવાય, કોય એશ્વર્યા જેટલી બઉ રૂપાળી ના કેવાય પણ ઇનો એક્ટિન્ગ પાવર જુઓ. ઇમ ફૅમસ થવાય. હમજ્યા? બે પિચ્ચરમાં તો ભડાકા કરી નાંખ્યાં.’

કાકા મૂળ ઉત્તર ગુજરાતના. એટલે એમની ભાષામાં મહેસાણી ટંકાર દેખાતો. લેબુ, મેઠુ અને પૉણી એટલે સમજી જવાનુ.

કાકા જવાનીમા ફીલ્મો જોવાના શોખીન હતા. દર શુક્રવારે વીજાપુરમા આવેલી વદંના ટૉકિઝ્માં પહેલા શૉ માં મૂવી જોવાનુ એટલે જોવાનુ.

એ જમાનામાં મૂવી કે ફીલ્મ કહેવાને બદલે પિક્ચર કહેતાં. પછી પિક્ચરનુ  પિચ્ચર થતા વાર કેટલી?   કાકા આજે પણ  ફીલ્મોના સમાચાર પહેલા વાંચે. એમાં છાપામાં વળી સૈફ અલીનો ફોટો જોયો. કાક શરુ.

‘આ પટોડીએ સોકરાને હમજાયો નઈ એ વખતે, ખોટો પેલી અમરતીમાં ફસઈ જ્યો.’

‘કાકા શેની વાત કરો છો?’

‘દહ વરહ મોટી બૈરી જોડે પૈણાય ખરુ?’

‘અરે! કાકા સૈફઅલીખાન અને અમ્રુતાસિંઘની વાત કરો છો?’

‘ઓવ ભઈ! આપણઅ નૉના હઈએ તાણ પેલી બઈ પાકી જુવાન હોય, ફાટ્ફાટ થતી હોય. એટલ હારી લાગ. આકરશન થઈ જાય.

હુ યે નેહાળમાં ભણતો તો તાણ નવાં નવાં આયેલાં રમીલાબુન શીક્ષિકા મ ન બઉ ગમતાં.’

‘કાકા! શુ વાત છે? તમે ય ઓછા નથી હો કે!’

‘હુ તો હાચુ કેવા વાળો સુ ભઈ, નાંનપણમાં એવુ થાય, હઉ ન થાય કોઇ કે અને કોઈ ના કે. અવ સૈફને અમ્રુતા ઘૈડી લાગવા માંડી. એટલઅ જુવાન ફૂટકડી દહ વરહ નાંની  કરીના પાસળ પડ્યો સ. એ વખતે હમજ ના પડ ક આ દહ વરહ મોટી બાઇડી વેલી ઘૈડી થઈ જવાની સ. દહ વરહ નાંનુ બૈરુ લવાય પણ મોટુ ના લવાય.’

‘કાકા તો બૈરાને દસ વર્ષ મોટો ધણી વહેલો ઘરડો ના લાગે? એ પછી કોઈ જુવાન મિત્ર શોધે તો?’

‘હોધય ખરી, ના નો કેવાય. પણ બૈરાંની માનસિકતા જુદી હોય સ. આદમી માટ બૈરાની જુવાની મહ્ત્વની હોય સ. ગલઢો થાય તોય જુવાન બૈરાં હૉમે ટ્ગર ટગર જોતો હોય સ.’

‘તો કાકા  સ્ત્રીઓ માટે પુરુષની ઉમ્મર કેટલી મહત્વની હોતી હશે?’

‘અલ્યા ભૈ, બૈરાંને પ્રેમ જોઇએ, ભાવના અને લાગણી જોઇએ, એમને માટે તો Age is just number.

‘કાકા શુ વાત છે અન્ગ્રેજીમાં?’

‘કોક દાડો ફાડી નૉખીયે વળી.’

એટ્લામાં કાકીએ બુમ પાડી, લ્યો હેંડો ચા પીવા ચાણ્ના બાર હુશીયારી માર્યા કરોસો હેડો પસ ટાઢી થૈ જ સ તો ફરી નૈ બનાઇ આલુ.

કાકાની ફીલોસોફીમાં દમ તો ખરો. કાકા ઘરમાં ગયા તો હુ પણ મારે રસ્તે પડ્યો.  

19 thoughts on “અંદુભઈની પેમલી.”

      1. ચ્યમ બાપુ? ચ્યમનું થ્યું સ? બાએ તો આ પેમલીના ફોટાને આ બધી વાતું જાણીને ટોંટિયા નથી ભાંગ્યાને? આ પાસલી ઉમ્મરે ઝરા હાસવવુ ભાઇલા…

        Like

      2. બાપુ, આરોગ્યની કંઈ સમસ્યા થઈ કે શું ? જલ્દી સાજા થાઓ તેવી શુભકામનાઓ.
        (આશા રાખું હું ખોટો હોઉં, અને ધવલભાઈ પણ સાચા ન પડે !!)

        Like

      3. રાઓલ જી મઝા પડી ગઈ હો ..એક કિસ્સો યાદ આવ્યો છે …….. વિજાપુર – માણસા ની તળપદી ગુજરાતી ભાષા નો ..એહવા નહિ હમજતા …..કોઈ વોત માં સાર નઈ, બેટ્ટી તરાક ચ્યો ચ્યો જી ને કુચે મરી આવ્યા અન કોમ ધંધો કોઈ નઈ કરવા ,કોમ ધંધા કર ઈમાં કોઈ સાર ન મલ , બસ ઓમ જ બેઠા બેઠ બધું ખઈ ઝવું સ હપુચા મોથે પડે …..એહવા નહિ હમજતા…..લોદરા વાળા બળદેવદાસ મીસ્ત્રી બી.એલ .મિસ્ત્રી …….ના વેવાઈ માણસા વાળા ડાહ્યા લાલ પોતાના મોટા ભઈ ચુની ભઈ જોડે બાખડી પડ્યા હતા ……અને બરા બર ના રિહે ચડ્યા હતા…..બરા બર ના કાયા થયા હતા ……એહવા નહિ ……..હમજતા……

        Like

  1. vaah vaah raolji , aapato assal mijaajmaa aavi gayane kai! bahuj maja aavi gai. aa bhaasha varsho pahelaa saabhleli, aaj bahu vakhate saabhalva mali.
    maradada Harijmaa 500 vighaa jamin vasaveli ane be lati pan hati. dada dadi hata tya sudhi dar vekeshanma ame ek mahino Harij rahevaa jarur jata. aatali jamin etalee surksha mate gharm talvar –banddok pan raakhataa. dada gharada thay, marapitaji ekala bhanine mamalatdar thai gayelaa etale nokri ane Districtmathi unchanaa aave ane bija ek kaka Aafrika jaine tyathi London jata rahelaa. Mota kaakana hathmaa Harijno badho vahivat etale emane dadane nava kakini chathavanithi ek divas raatre Talvar ane Bandook batavine badhi janin potaanaa name karaavi lidhi. atyar jamino vechine emanaa chhokaraoe ploto padine vechi didha ,ek latie vechi nakhi. haju ek chhe. atyar emnaa chhokarano ek chhokaro jelni hava khaya chhe ane ek ahi Amerikamaa chhe.
    havto tya javnue nathi thatu kutumb chhe etale lagn ane maran na prasange bhega thaie chhie. Pan aaje aapanaa mukhethi aa ardha maatru boli saabhalvaani majhaa aavi gai. Joonaa smarano taja thayaa ane aatalu laabi haiyavaraL shabdomaa taki nakhi. majhaa avi gai eto nirvivad chhe.
    lekhanani adbhoot kala apna manasma ane apni lekhinima chhe. ek Moordhanya saahityakaar jevi.

    Like

  2. બાપુ, આ મેહાણાની બોલીમાં કમાલ કરી નાંખી ! મોજ આવી ગઈ. આ કાકાની કથામાં અમારાંએ કેટલાક કટાઈ ગયેલાં પાના ઉઘડી ગયાં !! જેમ કે,

    આ બાઈ પમેલાને તો બહુ મોડા ’બે વોચ’થી ઓળખતા થયા કિંતુ મને આજે પણ યાદ છે કે અમારી હાઈસ્કુલની પાછલી દિવાલ લગોલગ ઠેઠર (થિએટર) હતું એમાં માત્ર અંગ્રેજી પિચ્ચર જ આવતાં અને આપણું (એટલે કે મારૂં !) જોયેલું પેલ્લુંવેલ્લું અંગ્રેજી પિચ્ચર “૧૦” (Ten). ઈવડી ઈ ’બો ડેરેક’ને દરીયાના પાણીમાંથી વનપીસમાં બહાર નીકળતી જોઈને પંદર દા‘ડા સુધી તો જડબું ખુલ્લું ને ખુલ્લું ચોંટી ગયેલું ! હજી પણ ક્યારેક ઘોડા પર ચઢીને સપનામાં આવે ! (આ વાત ખાનગી રાખવાની છે હોં કે !! મારી સાથે તે‘દિ એ પિચ્ચર જોનારા બે જણા આ બ્લોગ જગતમાં આજે પણ હાજરાહજૂર છે !!! PG અને 1/3, કેમ બાકી આપણી યાદશક્તિ !). આ લગભગ ‘૮૦ની વાત છે. અને પમેલા તો મારાથી બે મહિના જ નાની ! એટલે પછી બે વોચમાં આપણને બહુ ગોઠી ગયેલું 🙂

    સાચું કહું તો હવે ઈ-નેટનાં જમાનામાં ઈ મજા રહી નથી 😦

    આપને કદાચ અંદાજ નહિ આવે કે આપનો આ લેખ વાંચીને અમને કેટલો આનંદ થયો છે ! હવે આપ ઈચ્છો તો અમને ૧૦૦ ગાળો પણ (મેહાણીમાં જ સ્તો) આપી શકો છો !!! 🙂

    Like

    1. ભઈ આ પેમ્લીના ફોટા તમે લખ્યું સ્ એવા બૌ અતા. પણ માર નાગાપુન્ગા ફોટા મૂકી નોમ નતું કમાવું. આ ફોટો હોધ્તાં દમ નેકરી જ્યો.મુઈ હાડીમાં પણ ચેટલી બધી સરસ લાગ સ્ નઈ? અવ હમજાણું પેલા ગુજરાત સમાચારમાં થાંભલી લખતા જૈ ભઈ નો બ્લોગ ચમ વધાર લોકો ખોલતા અશે? વોચવા ફોચવા નઈ નાગોડિયા ફોટા જોવા. ઈમની થાંભલી નું નોમ ય બળ્યું એવું જ સ્ ન?અનાવૃત. તમે આંય આયા તે બહુ હારું લાગ્યું.

      Like

      1. થાંભલી ?!! વાહ !!
        અને હાચી વાત છે હવે ’આવા’ ફોટા આપણાં ભાગમાં રહ્યા જ ક્યાં છે ! કેટલાક ’થાંભલીયુ’ માં જડાઈ ગયા ને વધ્યા ઘટ્યા હવે ધારાસભાઉમાં આંટાફેરા કરવા મંડ્યા !! (છાપાંવ ક્યે છે કે આપણી ધા.સ.માંયે હવે તો પોંચી ગયા છે !!!) પછેં હોધ્યા જડે ક્યાંથી ?! આપણે તો ’અક્ષરો પાડીને જ અનાવૃત’ કરવાનું ભાગમાં આવે !!

        આ ’આયા’, ’બૌ’, ’સ’, ’ચમ’, ’નેકરી’, ’ચેટલી’, ’વોંચવું’ જેવા મેહાણીયા લહેકા તો છોકરો ન્યાં કણે ચાર વરહ ભણ્યો એમાં શીખી ગયો. મને તો બળ્યું બૌ બધું નોં હમજાય પણ મજા ભારે આવે !

        અને હા પેલા ૧૦માં તઈણ જણનું તીર અંધારામાં ઠોકેલું એમાં આ નીચે એક તો ઝપટે ચઢી ગયો !! (આપનો ચેલો !) હવે એક બાકી ર્‌યો !! (મારા વાલીડાંવ છોકરાંવ આ લેખ/ને કોમેન્ટ ન વાંચી જાય તો હારૂં ! નકર અમારેય પથારીમાં પડવું જોહે !) આભાર.

        Like

        1. ધવલભાઈ સાચા નહિ પડે, કારણ બાસાહેબ બ્લોગ વાંચતા જ નથી. જમાનો બદલાઈ ગયો છે બાકી બધી બાસાહેબોને ખબર જ હોય કે બાપુઓ સ્પેર વ્હીલ રાખવાના બંધાણી હોય છે. નાનકડી સર્જરી જેવું છે. બેચાર દીમા હારું થઈ જશે.

          Like

          1. ચાલો હું ખોટો પડ્યો એ વાતની ખુશી છે. પણ સારું છે કે બાસાહેબ બ્લૉગ વાંચતા નથી, કેમકે આ કળીયુગમાં તો ક્યાં એવા અસલ બા સાહેબો રહ્યા છે જે સ્પેર વ્હિલને સ્વિકારી લે? અને હા, ઓલ્યું તમારા અંગરેજીમોં કીસી ને એ , ઘેટાને વેલા શૂન્ય…!

            Like

            1. ભાઈ અસલ બાસાહેબોને આધુનીક્નારીનો વાયરસ લાગી ગયો છે. સ્પેરવ્હીલ વગર ચલાવી લેવું પડે છે.

              Like

  3. ગુરુજી નમસ્કાર,
    “કુછ હટકે” “અંદુભઈની પેમલી” સ_રસ રહ્યું,
    લેખ સાથે આ વાક્ય – “પણ માર નાગાપુન્ગા ફોટા મૂકી નોમ નતું કમાવું. આ ફોટો હોધ્તાં દમ કેકરી જ્યો.” ખૂબ ગમ્યું.
    અશોક”જી” એ કહ્યું તેમ – જો વાત ખાનગી રાખવાની હો ! અંગ્રેજી પિક્ચર “૧૦” (Ten) જોવામાં ત્રણ જણ માં નો એક જણ હું હતો, અશોક”જી” ની યાદ શકિત કમાલ છે! 🙂
    આ કાકાની કથામાં અમારાંએ કેટલાક કટાઈ ગયેલાં પાના ઉઘડી ગયાં !!
    [ખરેખર !]

    Like

  4. ભાઈ ભુપેન્દ્રસિંહ,

    બિલકુલ ગામઠી ગુજરાતી ભાષા અને શબ્દ પ્રયોગો વાપરી લખેલો “અન્દુભયી ની પેમલી”
    આપના ગુજરાતી ભાષા પર ના પ્રભુત્વ ની ઝાંખી કરાવે છે. વાંચતા વાંચતા હસવા નો “ટેસડો” પડી ગયો.

    કોઈ ગુજરાતી “ભવયી” માં વપરાતા સંવાદો અને શબ્દ પ્રયોગો ની યાદ અપાવે છે.

    Like

  5. વાહ, કાકા, વાહ

    અંદુભાઈની પેમલીને હવે ઘણાં પમેલા કાકી કહે છે….

    Like

Leave a comment