પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.

પ્રેમ વિષે ખૂબ લખાય છે. પણ પ્રેમ પેદા કરતા રસાયણો વિષે કશું ખાસ લખાતું નથી. પ્રેમ હૃદયથી થાય છે તેવું માનનારા સમજી લે કે હૃદય ખાલી શરીરમાં લોહી ફેરવનારો પંપ માત્ર છે. જેને આપણે પ્રેમની પરિભાષામાં હૃદય તરીકે ઓળખીએ છીએ તે બ્રેનમાં રહેલા લાગણી અને કલ્પના વિભાગ છે. પ્રેમ માટે કારણભૂત અનેક રસાયણો છે. પ્રે

પ્રેમ સાદી ભાષામાં કહીએ તો કેમિકલ લોચા છે. એ ખાલી નારંગીનો રસ નથી, પણ નારંગી, મોસંબી, કેરી, પાઈનેપલ, એમ જુદાજુદા ફળોના રસનું કૉકટેલ છે. પ્રેમ હંમેશા સુખ આપતો નથી. પ્રેમીઓને દુખી દુખી કરી મૂકવાની એની તાસીર સમજી લેવી જોઈએ. આ તાસીર સમજવા મૅમલ બ્રેનની તાસીર સમજી લેવી જરૂરી છે. પ્રેમમાં કાયમ ચડાવ ઉતાર કેમ થતા હશે ? સતત પ્રેમના સુખમાં કેમ જિવાતું નથી ?

Love triggers Dopamine:  Dopamine એક સુંદર લાગણી છે જ્યારે તમને કોઈ ખોવાયેલી ચાવી જડી જાય. બસ આ ખોવાયેલી ચાવી બ્રેન કાયમ શોધ્યા કરતું હોય છે. પ્રાણીઓ કાયમ ખોરાક અને સમાગમની  શોધમાં ફર્યા કરતા હોય છે. અને જ્યારે આ જરૂરિયાત પૂરી થાય કે તરત ન્યુરોકેમિકલ ડોપમીન મોજું ધસી આવે છે. પણ આ કાયમ મૌજા હી મૌજા નાં હોય. આ મોજું આ ફુવારો બહુ નાનો હોય. મોજું ઊંચે જઈને નીચે પછડાય તે એની જૉબ છે. તમારી જરૂરિયાત ફરી પૂરી કરવા માટે એક તક સૂચવે છે. એટલે આપણને જ્યારે કોઈ ચાવી મળી જાય એટલે આપણે સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ આ સુખ કાયમ ટકી રહે, મોજું ઊંચે ચડી રહે નીચે આવેજ નહિ તેવું વિચારીએ છીએ. અહીં માર ખાઈ જઈએ છીએ.

આપણને કોઈ પ્રેમી પાત્ર મળી જાય ત્યારે એનું સુખ કાયમ મળતું રહે તેવી ઇચ્છા ધરાવતા હોઈએ છીએ. પણ સુખનું મોજું કાયમ ઊંચે ચડેલું રહે નહિ, ત્યારે આપણે પ્રેમી પાત્રને બ્લેમ કરતા હોઈએ છીએ કે આ બદલાઈ ગયું છે. ભાઈ કોઈ બદલાઈ જતું નથી નાં આપણે નાં આપણું પ્રેમી. અને એનો અર્થ એવો નથી કે ડોપમીન લાગણી મેળવવા કાયમ પ્રેમીજન બદલતા રહીએ. કહેવાનો મતલબ એટલો જ છે કે કાયમ આ મોજું  ઊંચે ચડેલું રહે તે રીતે આપણે ઈવૉલ્વ થયેલા જ નથી.

Love triggers Oxytocin:  ઑક્સિટોસિન ન્યુરોકેમિકલ વિશ્વાસનું જનક છે. Orgasm સમયે તેનો સ્ત્રાવ થતો હોય છે. જ્યારે પ્રેમીજનનો હાથ હાથમાં લઈએ ત્યારે થોડી માત્રામાં તે સ્ત્રવે છે. પ્રાણીઓ તેમના બચ્ચાને ચાટતાં હોય ત્યારે પણ તે સ્ત્રવે છે. માતા બાળકને ધવરાવતી વખતે એના માથે હાથ ફેરવતી હોય ત્યારે પણ એનો સ્ત્રાવ થતો હોય છે જે અદ્ભુત આનંદ અર્પે છે.

આપણી મનપસંદ રાજકીય પાર્ટી જીતે ત્યારે અને ક્રિકેટ મેચ જીતી જઈએ ત્યારે નીકળતી રેલી અને ધમાલ વખતે પણ આનો સ્ત્રાવ થતો હોય છે. મૅમલ પ્રાણીઓ કાયમ ઑક્સિટોસિન રિલીસ કરતા હોય છે. સગાઓ સાથે અને પોતાના સમૂહ સાથે જોડાણ અનુભવે કે તરત આનો સ્ત્રાવ થવાનો. જે વ્યક્તિ સાથે જેટલું વધારે જોડાણ અનુભવો તેટલો આનો સ્ત્રાવ વધુ થવાનો. More touch, more oxytocin, more trust. પણ હ્યુમન બ્રેન માટે ટ્રસ્ટ ખૂબ કૉમ્પ્લિકેટેડ હોય છે.

આપણી અપેક્ષાઓ પ્રમાણે આપણે કોઈના ઉપર વિશ્વાસ કરતા હોઈએ છીએ, અને આપણી અપેક્ષાઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી હોય છે તેનો કોઈ અંદાજ આપણને હોતો નથી. કાળક્રમે આપણું પ્રેમીજન આપણી અપેક્ષાઓ પૂરી કરવા માટે નિષ્ફળ જતું હોય છે. તેમ આપણે પણ એની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કાયમ સફળ થતા નથી.

આપણાં મૅમલ બ્રેન માટે વિશ્વાસ ગુમાવવો જીવલેણ કટોકટી હોય છે, લાઇફ થ્રેટનીંગ. એક ઘેટું એના ટોળાથી છૂટું પડી જાય તો એનું ઑક્સિટોસિન નીચું ઊતરી જાય છે, અને cortisol ઊંચે ચડી જાય છે. જે એને ભય પમાડે છે. જેથી ઘેટું મોટીવેટ થાય કે કોઈ જીવતું ચાવી જાય તે પહેલા ટોળામાં પાછું જતું રહે. માનવની કોઈ અપેક્ષા પુરી થાય નહીં તો cortisol મૅમલ બ્રેન માટે ઇમર્જન્સી ઊભી કરી દેતું હોય છે. જે સર્વાઇવલ માટે જરુરી હોય છે.

Love triggers serotonin:  માનસન્માન મળે તો અદ્ભુત આનંદ આવતો હોય છે, તેનું કારણ છે સેરોટોનિનનો સ્ત્રાવ. પ્રાણી જગતમાં સામાજિક સર્વોપરિતા સમાગમની સાથે સાથે વંશ વારસોના સર્વાઇવલની તક વધારી દેતું હોય છે. કોઈ સચેતન રીતે લાંબા સમયના લક્ષ્યને લીધે પ્રાણીઓ એકબીજા ઉપર ધાક જમાવે છે તેવું નથી, તેઓ ધાક જમાવે છે કે સિરોટોનિન આનંદ અર્પે છે. જ્યારે કોઈ આપણાં સ્ટૅટ્સ માન મોભાને સન્માને છે ત્યારે આપણે ખુશી અનુભવીએ છીએ.

હાઈ-સ્ટૅટ્સ, માન મોભો સમાગમની તકો વધારી દે છે તે હકીકત છે. પ્રિયજન આપણને માનસન્માન આપે છે. આપણો મોભો વધારે છે. બીજા લોકો આ રીતે સન્માન આપે તેમાં મદદરૂપ પણ થાય છે. પણ આપણું બ્રેન કાયમ વધારે ને વધારે માન સન્માન મેળવીને વધારે ને વધારે સિરોટોનિન આનંદ ઇચ્છતું હોય છે. જેટલું વધારે માન મળે તેટલું વધારે સુખ મળતું હોય છે આમ માન મેળવાની ઇચ્છા વધતી જતી હોય છે. એટલાં માટે લોકો એમના પ્રિયજન પાસે સતત ડિમાન્ડ કર્યા જ કરતા હોય છે. જેટલી ડિમાન્ડ પૂરી થાય તેટલું વધારે માન મળ્યું તેમ સમજાતું હોય છે. બસ અહીં માર ખાઈ જવાય છે. કાયમ અપેક્ષા કે ડિમાન્ડ પૂરી થાય તેવું બને નહિ.

પ્રાણીઓ સમાગમ માટે સાથીની બાબતે ખાસ પસંદગી ધરાવતા હોય છે. Free love is not the way of nature. એક પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થવું સેક્સ માટે જરૂરી હોય છે. માદા સક્રિય રીતે  ફળદ્રુપ હોય ત્યારે પ્રાણીઓ સમાગમ કરતા હોય છે. ફીમેલ ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે જ સમાગમ કરતી હોય છે. બાકીના સમયમાં તે ગર્ભવતી હોય કે એના બચ્ચાને ઉછેરતી હોય. માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે હીટમાં આવતી હોય છે. ઑવુલ્યેશન વગર નર ચિમ્પૅન્ઝી માદામાં રસ લેતા નથી. પણ  જ્યારે આ તક ઊભી થાય છે ત્યારે તેઓ કોઈ પણ ભોગે તેને ઝડપી લેવા તૈયાર થઈ જતા હોય છે.

વંશ વારસો પેદા કરવા માટે પ્રોત્સાહક બને તે રીતે હૅપી કેમિકલ ઈવૉલ્વ થયેલા હોય છે. લાખો વર્ષ લાગી કુદરતના રાજમાં બચ્ચા બહુ બચતા નહિ. જાતજાતની બીમારીઓ અને અસલામત, નિષ્ઠુર જંગલના કાનૂન હેઠળ જેટલા વધુ બાળકો પેદા થાય તેટલા સારા તેવું હતું. એમાંથી જે બચ્યા તે ખરા. ભલે આજે બર્થ કંટ્રોલના જમાનામાં તમે બાળકો પેદા કરવાનું બહુ વિચારતા ના હોવ પણ તમારું મૅમલ બ્રેન એ રીતે જ ઇવોલ્વ થયેલું છે કે જેટલા વારસો પેદા થાય તેટલા વધુ સારું. Natural selection created a brain that rewards reproductive behavior with happy chemicals.

પ્રેમ પ્રોત્સાહન છે રીપ્રૉડક્શન માટે. એટલાં માટે તે પુષ્કળ હૅપી રસાયણનો સ્ત્રાવ કરે છે. રીપ્રૉડક્ટિવ બિહેવ્યર માટે સેક્સ સમાગમ ફક્ત એક પાસું છે. પ્રેમ ખૂબ મહત્વનું પાસું છે, તે પ્રેરણા આપે છે જેથી આપણે આપણાં પ્રિયજન આડે આવતા મોટા પહાડોને દૂર કરી શકીએ. અને ઉત્ક્રાંતિનો ક્રમ સચવાય તે માટે વંશ વારસનું  બચવું પણ તેટલું જ મહત્વનું છે. એને માટે જરૂરી છે ઉચ્ચ કોટીના સાથીદાર પર વિશ્વાસ અને ભાવનાત્મક અટૅચમન્ટ. બસ આ બધું ભેગું મેળવવા માટે ન્યુરોકેમીકલ્સ એમની જૉબ કરતા હોય છે બીજું કઈ નહિ. હવે આ કેમિકલ્સ કોઈ ભાષાકીય શબ્દો વાપરવાનું જાણતા નથી, અને આપણે પાગલ પ્રોત્સાહક વર્તણૂક માટે શબ્દો શોધીએ છીએ.

હૅપી કેમિકલ આપણને એવી માહિતી અર્પતા હોય છે કે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ હોય છે. માનો કે ટીવી પર મેચ જોતા હોઈએ. સચિન ૧૦૦મિ સદી પૂરી કરવા જઈ રહ્યો હોય. સ્ટેડિઅમમાં  હજારો લોકો ઉત્તેજિત હોય. આપણે પણ અહીં ઘરમાં ઉત્તેજિત બનીને ખુશીના માર્યા ઝૂમતા હોઈએ. આપણે સમજતા હોઈએ કે હજારો લોકો મારા રિઍક્શનને સમજે છે સાથ આપે છે, ત્યારે શ્રીમતીજીને એમાં કોઈ રસ ના હોય તો એવું  ફીલ થાય કે લાખો લોકો મારી સાથે છે તો આ ઘરના માણસને શું થયું છે ? રાજકારણ, ધર્મ, સ્પૉર્ટ્સ અને બીજી સામૂહિક ઍક્ટિવિટિ ઑક્સિટોસિન સ્ત્રાવ માટે કારણભૂત હોય છે. આપણને એક વિશ્વાસ પેદા થતો હોય છે.

આપણને સુખ અર્પતા કેમિકલ્સ કાયમ જોઈતાં હોય છે. થોડા રૉમૅન્સ દ્વારા જોઈતાં હોય છે થોડા જીવનના બીજા પાસા દ્વારા, નો મૅટર ગમે ત્યાંથી. હૅપી રસાયણનો ફુવારો છૂટે છે અને બંધ થઈ જાય છે, પણ શામાટે તે સમજાઈ જાય તો આપણે ન્યુરોકેમિકલ્સ સિગ્નલ વડે કન્ફ્યૂઝ થવાને બદલે આપણી વર્તણૂક મૅનેજ કરી શકીએ તેમ છીએ. ૨૦૦ મિલ્યન્સ વર્ષની લાંબી દડમજલ કરીને આ મૅમલ બ્રેન વિકસેલું છે. એને તમે સમજી શકો પણ જીતી ના શકો.

હા! તો પોતાની જાતને કે પ્રિયજનને બ્લેમ કરવાની જરૂર જ નથી કે કાયમ હૅપી કેમિકલ્સ સ્ત્રાવ થવાનો જ નથી. May be nothing is wrong; you are just living with the operating system that has kept mammals alive for millions of years. 

11 thoughts on “પ્રેમ, રસાયણોનો ફુવારો. Hard Truths About Human Nature.”

  1. ખૂબ સ રસ લેખ
    ધન ભાર અને ઋણ ભાર એકબીજાને આકર્ષે છે, તેવી કુલમ્બના નિયમ જેવા વિદ્યુત સિદ્ધાંતોના પગલે માનવ જીવનમાં પણ “વિરોધીઓ વચ્ચે આકર્ષણ” જેવા સામ્યો વિકસ્યા હતા.ગઈ સદીમાં, માનવ સંવનનની પ્રકૃતિ અંગે થયેલા સંશોધનોમાં સામાન્યપણે જણાયું છે કે જ્યારે ચરિત્ર અને વ્યક્તિત્વનો મુદ્દો આવે છે, ત્યારે આ સાચુ નથી, કેમ કે લોકો તેમના જેવા લોકોને પસંદ કરવાનું વલણ ધરાવે છે. જોકે, પ્રતિકારશક્તિ વ્યવસ્થાઓ જેવા, કેટલાક અસામાન્ય અને ચોક્કસ ક્ષેત્રોમાં એવું જણાય છે કે માણસો તેમના જેવા ના હોય, તેવા (દા.ત. ઓર્થોગોનલ પ્રતિકારશક્તિ વ્યવસ્થા ધરાવતા) લોકોને પસંદ કરે છે, કારણ કે તેના કારણે એવું બાળક પેદા થશે, જે બંને દુનિયાના શ્રેષ્ઠ તત્વો ધરાવતું
    પ્રેમના જૈવિક મોડેલ્સ તેને ભૂખ (hunger) કે તરસt (thirst) જેવા સસ્તનીય આવેગો તરીકે જુએ છે;(સંદર્ભ આપો) જ્યારે મનોવિજ્ઞાન પ્રેમને સામાજિક અને સાંસ્કૃતિક ઘટના તરીકે વધારે જુએ છે. બંને દ્રષ્ટિબિંદુઓમાં સંભવતઃ સત્યના અંશો છે.હોર્મોન્સ જેવા કે ઓક્સીટોસિન ન્યૂરોટ્રોફિન્સ અને ફેરોમોન ની પ્રેમ પર ચોક્કસપણે અસર પડે છે. અને લોકો પ્રેમમાં કઈ રીતે વિચારે છે અને વર્તે છે તેના પર તેમના મ અંગેના વિચારોની અસર હોય છે. જીવવિજ્ઞાન )નું પરંપરાગત દ્રષ્ટિબિંદુ કહે છે, કે પ્રેમના બે મુખ્ય આવેગો છે, જાતિય આકર્ષણ અને આસક્તિ પુખ્ત લોકો વચ્ચેની આસક્તિ એ જ સિદ્ધાંતો પર કામ કરતી હોવાનું મનાય છે, જે એક બાળકને તેની માતા જોડે છે.પરંપરાગત મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પ્રેમને મૈત્રીપુર્ણ પ્રેમ અને આવેગપુર્ણ પ્રેમનું મિશ્રણ ગણે છે.આવેગપુર્ણ પ્રેમ તીવ્ર ઝંખના છે અને તેમાં મોટે ભાગે શારીરિક ઉત્તેજના (ટુંકા શ્વાસોશ્વાસ, હ્રદયના ઝડપી ધબકારા) જોવા મળે છે. જ્યારે મૈત્રીયુક્ત પ્રેમ ઘનિષ્ટતાની લાગણી અને સ્નેહ છે, જેમાં શારીરિક ઉત્તેજના થતી નથી.

    Like

  2. BAPU BHARE KARI..
    .VERY STUDIED ARTICLE CONGRATULATIONS FOR HARD WORK AND ENLIGHTEN US, IF NOT TO ME,
    ,A WAY TO HAPPINESS WITHOUT BLAMING OTHERS,
    . CURTAIL DESIRE (OR APEKSHA) IS THE ONLY WAY OUT. TO BE HAPPY IN LIFE. ONLY ADJUSTMENT AS PER SITUATION IS OTHER WAY OUT.
    I HEAR FROM ONE OF THE SAINT- CHANELS ON T.V., GOD IS ULTIMATE SOURCE OF ANAND , SO BHAJ RADHE RADHE,…. KRISHNA IS HALF WITHOUT RADHE,, RADHE-KRISHNA, …RADHE- KRISHNA
    IT IS VERY HARD TO GET THAT ANAND WITHOUT GOING TO GOD AND
    SO I BELIEVE TILL YOU DIE ,YOU WONT GET, YOU HAVE TO DO ALL YOUR DUTIES, AS PER GEETA ONE CANNOT LIVE WITHOUT DOING ANY THING.. DEATH MEANS MOKSHA-NO MORE..END OF LIFE AND NO DOINGS..
    LET IT GO..ENJOY..i,e., ANAND,,AND NOT ANAND IN GUJARAT,PLACE NOW I AM INTENDING TO GO IN NEAR FUTURE TO JOIN MY SON,,THANKS
    WILL BE HAPPY TO TALK, IF TIME PERMIT INGUJARATI I WILL LOVE..PREM

    Like

  3. ખૂબ ખૂબ સરસ લેખ. આપે endocrine સિસ્ટમ ની આમારા જેવા lay men સમજી શકે તેવી ભાષામાં સારી છણાવટ કરી છે.
    આભાર.

    Like

  4. Very good thoughts.

    Here are article related videos…..

    Brain and Chemicals

    Brain Power 1 of 6

    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

    Like

  5. અત્યંત ઉત્તમ લેખ. અને ખુબ જ સરસ રીતે વર્ણન. અદ્ભુત છે. હજુ વધુ ઉદાહરણો સાથે આ લેખ વાંચવો છે. અને ખુબ જ ઝડપથી પુરો થઇ ગયો હોય એવું લાગ્યું. સાથે સાથે એક વાત હજુ જાણવી છે કે અ બધા રસાયણોને સમજીને નિયંત્રિત કરી ના શકાય જેથી વધુને વધુ સમય આનંદમાં રહી શકીએ?

    Like

  6. બાપુ,
    ઝક્ક્કાસ લેખ !
    અને લો આદતવશ કેટલુંક આડુંઅવળું પ્રેમ+રસાયણનાં સંયોજન વિષયે !
    * ’રસાયણ’નો એક અર્થ ’જરા (ઘડપણ) અને વ્યાધિ (રોગ) દૂર કરનાર ઔષધ’ આ લેખ વાંચ્યા પછી કેટલો ચસોચસ બેસતો લાગે છે !
    * ગુજરાતીમાં “રસાયન” પણ કહેવાય, હવે એક નજર આ તરફ;
    રસાયન = કમર; કટિ. ઝેર; વિષ. દવા; ઔષધ. માખણ. સત્ત્વ; કસ.
    * અને ’રસાયની’ એ ’અમૃત સંજીવની’ નામક વનસ્પતિને પણ કહેવાય. રસ વહી જનારી સૂક્ષ્મ નળી; `લિમ્ફ વેસલ` એ પણ રસાયની !
    * અને રસાયનને લીધે થતું ખેંચાણ એટલે “રસાયનાકર્ષણ”.
    * અને એક શબ્દ “રસાયણી પ્રીતિ” એવો મળ્યો જે આ લેખનાં મથાળા તરીકે ચસોચસ બેસે તેવો જણાયો ! (આ ભગોમંપ્રીતિનો પ્રસાદ !)

    બાકી એ વાત, ’ભાઈ કોઈ બદલાઈ જતું નથી’ પરથી ફરી પેલી હળવી વાત યાદ આવી કે; લગ્ન પહેલાં (કે પ્રેમમાં પડ્યા પહેલાં !!) પુરૂષને થાય છે કે ’આ’ આવીને આવી જ રહેશે, અને સ્ત્રીને થાય છે કે હું ’આ’ને બદલી નાંખીશ ! પણ થાય છે ઉલ્ટું !!

    આપનો ’રસાયણ પ્રેમ’ જળવાઈ રહે જેથી અમોને નવું નવું અને ’રસસભર’ જાણવા મળતું રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

    Like

  7. ભુપેન્દ્ર સર, ઔષધીય રસાયણશાસ્ત્ર (Medicinal chemistry) ના વિદ્યાર્થી તરીકે હું ચોક્કસપણે કહી શકું કે બહુ ઓછા લોકો વિજ્ઞાનને આટલું સરળ શબ્દો માં વ્યક્ત કરી શકે છે… નાનપણ થી સફારી મેગેઝીન માં આ શૈલી માં ઘણા લેખ વાંચ્યા છે, આપનો આ લેખ પણ એટલો જ અદભૂત લાગ્યો… આપના જ્ઞાન-કોષ માં સહભાગી બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

    Like

Leave a comment