વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.

વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.

 
  પશ્ચિમના જગતમાં છોકરીઓ  જલદી પુખ્ત બની જતી જોવા મળતી હોય છે. જાતીય રીતે ઘણી વહેલી પુખ્ત બની જતી હોય છે. ઘણા સંશોધકો એવું માનતા હોય છે કે એનું કારણ અતિ પૌષ્ટિક ખોરાક છે. શારીરિક વિકાસ જલદી થઈ જાય તેમાં આવું બનતું હશે. પણ છોકરીઓને વહેલા પુખ્ત બનાવી દેવા માટે આ એક કારણ પૂરતું નથી. આ છોકરીઓ સેકસુઅલ મેચ્યોરીટી વહેલી કેમ મેળવી લેતી હશે? એમનો ઋતુચક્ર સમય પણ વહેલો શરુ થઈ જતો હોય છે. ૧૧ વર્ષની છોકરી પીરિયડમાં બેસતી થઈ જતી હોય છે. એનો મતલબ છઠ્ઠાં ધોરણમાં ભણતી છોકરી ગર્ભ ધારણ કરવા સક્ષમ છે. છોકરીઓમાં પીરિયડ શરુ થવાની અહીંની નેશનલ એવરેજ ઉંમર ૧૨ વર્ષ છે. અને ઘણી છોકરીઓ ૮ વર્ષની ઉંમરે પીરિયડમાં બેસતી જોવા મળતી હોય તેવા પણ દાખલા છે. ૧૦-૧૧ વર્ષે પીરિયડમાં બેસતી છોકરીઓનો કોઈ પાર નહિ હોય. એમાં કોઈ શક નથી કે આટલી નાની ઉંમરની છોકરીઓ માનસિક રીતે એક બાળક ઉછેરવા સક્ષમ હોય નહિ. તો શા માટે પ્રજનન ક્ષમતા પૂરતી ફીમેલ બાયોલોજી એમની સાયકોલોજી કરતા આગળ નીકળી જતી હશે?
 
    નવું ઇવોલ્યુશનરી રિસર્ચ કહે છે આના મૂળિયા માબાપની બાળ ઉછેરની કાળજીમાં, પદ્ધતિમાં સમાયેલા છે. એમાં ખાસ તો પિતા મહત્વનું કારણ હોય છે. menarche વિષે ઈવોલ્યુશન થિયરી કહે છે કે માતાપિતાની બાળ ઉછેર પદ્ધતિ અને ભાવનાત્મક જોડાણ ઘણો મોટો ભાગ ભજવી જાય છે. જે બાળકોને માતાપિતા તરફથી સતત કાળજીનો અનુભવ થતો નાં હોય, સાથે સાથે માતાપિતા તરફથી  નકારાત્મક લાગણીઓ અનુભવાતી હોય તો આવા બાળકોનો વિકાસ અસલામતી સાથે મેટિંગ સ્ટ્રેટેજી પ્રત્યે આશાવાદી તરીકે થતો હોય છે.
 
   માતાપિતાએ ડિવોર્સ લઈ લીધા હોય. ખાસ તો પિતાની ગેરહાજરી હોય, ત્યારે Menarche એટલે માસિકચક્ર શરુ થયાનો પ્રથમ દિવસ એના શરીરને Bio-signals તરીકે કહેતો હોય છે કે “This is an unstable environment,” or ” There is a shortage of males in the population .”   આવા સમયે ઈવોલ્યુશનરી બ્રેઈન વિચારતું હોય કે સર્વાઈવલ માટે પરિસ્થિતિ અનુકૂળ છે નહિ. તો જાતીય રીતે પુખ્ત બનવા માટે ઝડપ કરો અને મૃત્યુ પહેલા સાથી શોધી લો અને મોડું થાય તે પહેલા પોતાના જિન્સ નવી પેઢીમાં પાસ કરી દો. બાયોલોજીકલ પિતાની પ્રેમાળ હાજરીમાં, દેખરેખમાં છોકરી સમયસર જાતીય રીતે પુખ્ત થતી હોય છે, વહેલી નહિ. સ્ટેપ ફાધરની હાજરી પણ બાયો સિગ્નલ્સ જણાવી દેતા હોય છે કે લોહીનો સંબંધ છે નહિ ત્યાં ઉલટાની છોકરી વહેલી પુખ્ત બનીને વહેલું ઋતુ ચક્ર શરુ થઈ જતું હોય છે. The presence of an unrelated male should signal a reproductive opportunity , and thus accelerate menarche ( Barkow, 1986 ) .
 
    હવે જ્યારે માતા સાથે પણ જો પુત્રીનું સલામત ભાવનાત્મક જોડાણ હોય નહિ, માતા તરફથી પણ અસલામતી અનુભવાતી  હોય તેવી છોકરીઓ પણ વહેલી પુખ્ત બની જતી હોય છે. માતા જો પુત્રી પ્રત્યે નિષ્ઠુર હોય તો આવું બનવું સ્વભાવિક છે.  This may be reflective of harsher maternal responses in the early environment, which influences future reproductive strategy (Belsky, Steinberg, Houts, & Halpern-Felsher, 2010). Meaning, if Mom is harsh, then it would be in a girl’s evolutionary interest to mature faster. This way, she could find a mate that would take care of her.
 
     આજે ભૂતકાળમાં ક્યારેય નહોતું બનતું એટલી ઝડપે છોકરીઓ વહેલી જાતીય રીતે પુખ્ત (Puberty ) બની જતી જોવા મળે છે. કારણ સામાજિક પરિસ્થિતિ બદલાવા માંડી છે. ડિવોર્સ અને સ્ટેપ ફેમિલી વધવા માંડ્યા છે. ત્યારે  બાળકો સાથે લાગણીભર્યા સહકારની વધારે જરૂર છે એવું નથી લાગતું?
 
 
 
 
 
 
 
 

15 thoughts on “વહેલી જાતીય પુખ્તતા.( Early Puberty). Hard Truths About Human Nature.”

 1. તમારા લેખો અભ્યાસપૂર્ણ હોય છે અને નિરાધાર નથી હોતા, પરંતુ ખાસ કરીને એક ખુલાસો કરો એ જરૂરી જણાય છે. બહુ મોટાં સંયુક્ત કુટુંબોમાં હંમેશાં એવું નથી હોતું કે મોટેરાં બાળકો પર સતત ધ્યાન રાખી શકે. બીજી બાજુ નાનાં શહેરો કરતાં ગામડાઓમાં જાતીય સંબંધો કેળવવાની શક્યતા વધારે હોય છે. આવી ઘણી વાર્તાઓ વાંચવા મળી હશે. આમ જૂઓ તો ગામડાનો સમાજ વધારે બંધિયાર હોય છે એટલે છૂટાછેડા જેવી સમસ્યા ત્યાં તો હોય જ નહીં. આમ ‘ઘર’ સલામત જ હોય છે, પરંતુ ખેતરે જતાંઆવતાં આવા સંયોગો ઊભા થાય છે. આપણે ત્યાં અલગ જીવનવ્યવસ્થા છે અને એનો અભ્યાસ થવો જોઇએ.

  Like

  1. શ્રી. દીપકભાઈ,
   મોટા સંયુક્ત કુટુંબમાં બધા લોહીના સંબંધી હોય છે જે બ્રેઈન નોટીસ કરતુ હોય છે, એકબીજાનો ટેકો હોય છે. દાદાદાદી માતાપિતા કોઈને કોઈ હાજર હોય. આ લેખનો વિષય છે વહેલી જાતીય પુખ્તતા. ઘણા બધા કારણો હોઈ શકે. સારો પૌષ્ટિક ખોરાક પણ કારણભૂત હોઈ શકે. મૂળ વાત છે અર્લી પ્યુબર્ટીની. ગામડાની સંયુક્ત કુટુંબમાં રહેતી છોકરીઓ ૮ વર્ષે કે ૧૧ વર્ષે પીરીયડમાં આવે નહિ. ૧૪ કે ૧૫ વર્ષે આવે. પછી જાતીય સંબંધો ખેતરોમાં સગવડતાને લીધે વધે તે જુદી વાત છે. હવે ગામડામાં પણ માબાપ છોકરી પર ત્રાસ ગુજારતા હોય તો તે છોકરી વહેલી જાતીય રીતે પુખ્ત બનવાની જ છે. હવે વિભક્ત કુટુંબમાં રહેનારી છોકરીના માતાપિતા પ્રેમાળ હોય અને સારી કાળજી માવજત કરતા હોય તો તે છોકરી સમયસર પુખ્ત બને વહેલી નહિ તે પણ એટલું જ સત્ય છે. માનો બાયોલોજીકલ પિતાની હાજરી હોય પણ પિતા કોઈ પૂર્વગ્રહ પીડિત હોય અને છોકરી પ્રત્યે ત્રાસ વર્તાવતો હોય તો તે છોકરી માટે પિતા છે કે નથી સરખું જ છે. આ છોકરી વહેલું પ્યુબર્ટી પ્રાપ્ત કરી લેવાની જ છે. મતલબ બાયોલોજીકલ પ્રેમાળ માતાપિતાની સુંદર માવજત જરૂરી છે. ધન્યવાદ.

   Like

 2. ભૂપેન્દ્રસિંહજી,

  આજકાલના વધુ પડતા જંકફૂડના હાનિકારક રસાયણો અને વધુ પડતા પ્રોટિનથી નાની ઉંમરમાં જ હોર્મોન્સમાં ફ્રેરફાર થવા માંડે છે. જીવનશૈલીની અસર પણ વધુ જોવા મળે છે. ઉપરાંત આજનું ટી.વી. કલ્ચર પણ વધુ અસર કરે છે ઉત્તેજિત દ્રશ્યો ફિલ્મ અને ટી.વી. પર આસાનીથી બાળપણથી જોતાં હોય છે. પશ્ચિમનું સીધું આંધળું અનુકરણ ભારતમાં થાય છે તેથી ભારતમાં પણ આ અર્લી પ્યુબર્ટિની સમસ્યા શરૂ થઇ જ ગઇ છે.

  જો કે લેખ વિશે એવું લાગે છે ઘણું બધુ રહી જાય છે.

  Like

 3. આપના અભ્યાસપૂર્ણ લેખ બદલ ધન્યવાદ
  સામાન્ય લોકો પણ માને છે કે કાચી વયે ઋજસ્વલા બની જતી છોકરીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હોવાનું નોંધ્યું હતું. એનો અર્થ એવો થયો કે બાળાઓમાં આઠ વરસની કાચી વયે જાતીય પુખ્તતા આવી જાય છે.
  માતા પિતાને ફિકર રહે છે કે બેડ ટચ વાળા લોકો જ બાળકોનું પહેલા જાતીય શોષણ કરે છે અને બાળક ટીનએજમાં પહોંચે એટલે તેને સ્પર્શ, આવેગની … ખુદ સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીએ નિખાલસતાથી તેમની કિશોર વયથી પુખ્તતા ભણી કદમ માંડતી મનોદશા …… છતાં શારીરિક કે માનસિક રીતે સાજા થવાને બદલે શરીરથી ક્શીણ થતા જાય છે અને ફક્ત આડઅસરથી વહેલા મૃત્યુ પામે છે.
  ત્યારે ઘણાખરા વૈજ્ઞાનિકો આવા ફેરફારોની ફિકર કરવાની ના પાડે છે.હોમ્સ કહેતા, ‘મને મૃત્યુ રોજ મારા કાનમાં બેસીને કહે છે, જીવો સાહેબ જીવો, પણ આનંદથી જીવો. હું તો ફુરસદે આવીશ. મને ઉતાવળ નથી. તમે ઉતાવળ ન કરતા.’
  કેટલાક માને છે કેપ્લાસ્ટિકમાંના બિસ્ફેનોલ એ (બીપીએ) અને ફટાલેટ્સ જેવા કેમીકલો એસ્ટ્રોજન અને અન્ય પ્રોજત્પાદક હોર્મોન્સમાં દખલ દેવાની શક્તિ હોય છે.

  Like

 4. Right now, the biggest culprit seems to be the super-sized American diet. The rate of obesity in children ages 2 to 11 has nearly tripled over the last few decades . Fat cells produce estrogen, as well as the hormone leptin, which can stimulate the release of the hormones that trigger puberty. Girls who are overweight also produce excess insulin (a hormone that helps the body use starches and sugars from food for energy), which can stimulate the ovaries and adrenal glands to release more sex hormones. A 2003 study found that nearly 60 percent of girls with precocious puberty were overweight

  Like

 5. What about boys if they face such odd/insecure circumstances?
  Why people notice only girls all the time? News papers/magazines etc. Everywhere people write about girls in such circumstances.
  there are many incidents girls are also facing from such boys too.

  Like

 6. વાહ ફરીથી ખુબ ખુબ અભિનંદન ભુપેન્દ્રભાઈ, સ…..રસ વિષય મુક્યો છે.

  મારા મતે તો આ બધી પળોજણ ફક્ત અને ફક્ત ટેલીવિઝન, મેગેઝીનો, જાહેરાતો અને મુક્ત સેક્સ નુ વાતાવરણ જ છે બીજુ કશુય નહિ. કેમ કે આંખેથી જેવુ જોઈએ અને મનમાં રટીએ એવુ રંગસુત્રોમાં રેકોર્ડ થતુ જાય અને લાંબે ગાળે એટલે કે એક-બે પેઢીએ એના ફળ દેખા દે, આ મારુ માનવુ છે. આવુ માનવાનુ કારણ એ કે ભારત દેશમાં આજે નાના બાળકોને પ્રેમ-સેક્ષ વિશે આપણે એ ઉંમરના હતા એ કરતા વધુ સમજ ધરાવે છે. વળી સ્કુલોમાં પણ સેક્ષનો વિષય ખુલ્લંખુલ્લા ચર્ચાય છે અને એના ઉદાહરણો ટીવી-ફિલ્મોના દ્રશ્યો દ્વારા પુરા પડાતા હશે. અને હકિકતે સાચ્ચે જ ભારતનુ આજનુ બાળક આપણા કરતા વધુ સજાગ અને સમજણ ધરાવે છે અને પ્રક્ટીકલ પણ કરતા હોય છે જે આપણા વખતમાં શક્ય ન હતુ. આવુ આપણા દેશ કરતા ત્યાં ખાસ કરીને મુક્ત વાતાવરણમાં વધુ થતુ હોય છે અને અતિમુક્તતાને કારણે સ્ત્રી-પુરુષો વેહલા છુટા પડી જાય છે કે થાવા ઈચ્છે એની અસર બાળકો પર પડે છે અને એનુ પરીણામ આ લેખમાં વર્ણવ્યા જેવુ બનતુ હશે.

  Like

 7. અને , ઘણીવાર એ પણ કહેવાય છે કે – વધુ પડતાં શેમ્પૂ, કોસ્મેટીક્સ કે જંક ફૂડ નો ઉપયોગ પણ – early puberty માટે જવાબદાર હોય છે. આજકાલ ના ફ્રોઝન ફૂડ્ઝ, જંતુનાશક દવાઓ થી પકવેલ ફળફળાદી અને શાકભાજીઓ પણ મહદઅંશે જવાબદાર છે.

  Like

 8. આ નું કારણ એ પણ હોય કે હવે માનવ ની LIFE ૬૦ – ૭૦ વર્ષ થઇ છે
  માટે ૧૦૦ વર્ષ ની સરખામણી એ ૬૦ -૭૦ વર્ષ આ એ કુદરતી રીતે અને
  ઉત્ક્રાંતિ ની દ્રષ્ટિ એ જરૂરી ફેરફારો કુદરત કરતી હોવી જોઈએ
  તેજસ પરમાર

  Like

 9. દીકરીયોમાં જુઅની વહેલી પાન્ગરેછે . એનું એક એ કારણ પણ હોઈ શકે કુદરતી બક્ષીસ
  જો જનક ફૂડને કારણે હોય તો છોકરાઓ ક્યાં પ્રોટીન વાળા ખોરાક નથી ખાતા ?

  Like

  1. આતા આપનો પોઈન્ટ સાચો છે, મૂળ તો માબાપનો પ્રેમ અને સહકાર ના મળે તો દીકરીઓ વહેલી પુખ્ત બની જતી હોય તેવો સાર નીકળે છે. અને લોહીના સંબંધ વગરના પુરુષોની સતત હાજરી પણ આમાં ભાગ ભજવે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s