સૌન્દર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.Hard Truths About Human Nature.

સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે.Hard Truths About Human Nature.
સુંદરતા પામતા પહેલા સૌન્દર્ય બનવું પડે

માનસિક અને શારીરિક રીતે સ્ત્રી અને પુરુષમાં ઘણો ફરક દેખાતો હોય છે. પુરુષ એ રીતે ઈવૉલ્વ થયેલો હોય છે કે એને યુવાન, ક્લિઅર સ્કિન, સિમેટ્રીકલ ચહેરા સાથે શરીર ધરાવતી સ્ત્રી તરફ જવાનું એને પહેલું પસંદ આવતું હોય છે. સમય માપવાની રેતીવાળી શીશી જોઈ છે ? સુંદર ચહેરો અને hourglass ફિગર ધરાવતી નારી એટલે તંદુરસ્ત અને ફળદ્રુપ જે પુરુષને હંમેશા એના જીન પાસ કરવા મહત્તમ યોગ્ય લાગતી હોય છે. આ સરળ યુનિવર્સલ ગુણવત્તા સરહદો, સંસ્કૃતિઓ અને પેઢીઓ સુધી ફેલાયેલી પહેલી પસંદગી હોય છે.images (14)

સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ હોય છે તે પણ એટલું જ સત્ય છે. આજે પશ્ચિમની નારી પાતળી બનવા ખૂબ જહેમત કરતી જોવા મળે છે ત્યાં સત્ય એ છે કે પુરુષના એક દ્ગષ્ટિપાત માટે તમામ સંસ્કૃતિની નારી ખાય છે અથવા નથી ખાતી. ખોરાકની ઉપલબ્ધતા સાથે શરીરની સાઇઝની ગુણવત્તા નક્કી થતી હોય છે. એક ૭-ઇલેવન, મેકડોનાલ્ડ, બર્ગરકિંગ કે તાકોબેલ  વગર પાંચ માઈલ પસાર કરી શકતા નાં હોવ, જ્યાં ખાવાનું અઢળક વેચાતું હોય ત્યાં પાતળી પરમાર મોસ્ટ વેલકમ. સહારન, આફ્રિકન જેવા કલ્ચર કે જ્યાં ખોરાકની અછત હોય ત્યાં ચરબીથી લથપથ સ્ત્રીઓ બ્યૂટિફૂલ ગણાતી હોય છે.

મોટાભાગની સ્ત્રીઓની પહેલી પસંદગી તેમના કરતા વધુ ઊંચાઈ સાથે સિમેટ્રીકલ ફીચર ધરાવતા પુરુષો હોય છે. હેલ્થી અને પૅરસાઇટ વગરના સંભાવિત સાથીની આ નિશાની છે. છતાં સ્ત્રી હાઈ સ્ટૅટ્સ, સત્તા અને ધનવાન વ્યક્તિને પણ પ્રથમ પસંદગી આપતી હોવાથી કોઈ ઓછી ઊંચાઈ ધરાવતા ભાઈ પ્રાઇવેટ જેટ વિમાન ધરાવી એમની હાઇટ વધારતા પગ જોડી શકે છે. બૅંગકોંગ, મલૅશિયામાં ગરીબી ખૂબ છે. ઍવરિજ સામાન્ય આવક ધરાવતો અમેરિકન પુરુષ જે મકાન અને કાર ધરાવતો હોય તે એમને માટે તો સારો એવો પૈસાદાર ગણાય જે અમેરિકન સ્ત્રી માટે ગરીબ ગણાતો હોય. અમેરિકન ડોસલાં આરામથી મલૅશિયન સ્ત્રીઓની પહેલી પસંદ બની જતા હોય છે.

“Beauty is in the eye of the beholder.” આ ઉક્તિ પ્રાચીન ગ્રીસ વખતની આજે પણ ચલણમાં છે. તો શા માટે આપણ દરેકનો ટેસ્ટ જુદો જુદો અને વિવિધ હોય છે ? શારીરિક  આકર્ષણના વૈજ્ઞાનિક અભ્યાસ સારા એવા મદદરૂપ થતા હોય છે કે સુંદરતાની વ્યાખ્યા દરેકની અલગ અલગ અને યુનિક હોય છે.  હા તો મિત્રો સુંદરતા જોનારની આંખોમાં નહિ, પણ જોનારના orbito –frontal cortex માં હોય છે તેવું neuroscience laboratory University college Londonનું કહેવું છે. આપણાં દરેકનો સુંદરતા વિશેનો એક ઇન્ટરનલ કૉન્સેપ્ટ હોય છે. કોઈ સારું સંગીત સાંભળતા હોય ત્યારે બ્રેનમાં જે ભાગ સક્રિય થતા હોય તેજ ભાગ કોઈ સુંદર દ્ગશ્ય કે ચિત્રો જોતા સક્રિય થતા હોય છે.

images (17)આપણાં અગાઉના અનુભવો મુજબ બ્રેન રિઍક્ટ કરતું હોય છે. જો મને ક્લૅસિકલ સંગીત અદ્ભુત લાગતું હોય અને ધમાલિયું રૉક સંગીત ઓછું પસંદ આવતું હોય તો ક્લૅસિકલ સંગીત સાંભળતી વખતે બ્રેનમાં રહેલા રિવૉર્ડ અને પ્લેઝર વિભાગ વધુ સક્રિય થવાના, રોક મ્યૂઝિક વખતે ઓછા.  Beauty is in the eye of the beholder, or more accurately in their medial orbito-frontal cortex. This part of the brain activates when we experience beauty either as art or as music.

મોટાભાગે એવું મનાતું હોય છે કે સુંદર ચહેરો, સુંદર વાળ અને ઘાટીલું બદન એટલે બ્યૂટિફૂલ કે હૅન્ડસમ. પણ શારીરિક આકર્ષકતા આનાથી કંઈક વધારે હોય છે. બધા કહેવાતા રૂપાળાં લોકો આકર્ષક હોતા નથી. ક્રિયાશીલ જોમવાળી શારીરિક આકર્ષકતા થોડી જુદી હોય છે. આમાં વ્યક્તિની ભાવ વાહકતા, અભિવ્યક્તિ, પ્રમાણબદ્ધ સુંદર શરીરની મોહકતા સાથે બૉડી લૅંગ્વિજ ઉમેરીને જે ડાઇનેમિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ ઊભી થાય છે તેની સામે કહેવાતી સુંદરતા પણ ઝાંખી પડી જતી હોય છે. ચાલવાની રીત, બોલવાની વાતો કરવાની છટા, ભાવ વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા, ખાસ તો હકારાત્મક લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા બધું ભેગું મળીને આકર્ષકતામાં વધારો કરી દેતું હોય છે.

બોલીવુડમાં આપણે જોઈએ છીએ કે ઓછા રૂપાળાં લાગતા અભિનેતાઓ મોટાભાગે ચૉકલેટી રૂપાળાં અભિનેતાઓ કરતા એમની આગવી છટાને લીધે વધુ સફળ થયેલા છે. એટલે સુંદરતા એટલે ફક્ત ગોરી ચામડી સમજી લેવું ખોટું છે. મતલબ સુંદર હોવું એટલે આકર્ષક હોવું તેવું સમજી લેવું વધારે પડતું છે. સ્ટૅટિક ફિઝિકલ અટ્રૅક્ટિવનેસ સાથે ડાઇનેમિક એક્સપ્રેસિવ સ્ટાઇલ ભળી જાય ત્યારે વ્યક્તિમાં એક charisma ઊભો થતો હોય છે. આવી charismatic  વ્યક્તિઓમાં ઇમોશનલ અને સોશિઅલ કમ્યુનિકેશન સ્કિલ ખૂબ ડેવલપ થયેલી હોય છે.

સુંદરતાના કોઈ માપતોલ હોતા નથી તેવું પણ કહેવામાં આવતું હોય છે. કારણ ઘણા પુરુષોને સોનેરી વાળ ધરાવતી સ્ત્રીઓ ગમતી હોય તો ઘણાને કાળા વાળ ધરાવતી. ઘણી સ્ત્રીઓને ગોરા પુરુષો ગમતા હોય તો ઘણી સ્ત્રીઓ ઘઉંવર્ણ ધરાવતા પુરુષને પસંદ કરતી હોય. આમ દરેકની પસંદ અલગ હોવાથી કહેવાય કે સુંદરતાનાં કોઈ માપતોલ હોતા નથી. છતાં સુંદરતા વિષે અમુક માન્યતાઓ બધે સામાન્ય સહજ સરખી હોય છે. સિમેટ્રીક ચહેરો દરેક કલ્ચરમાં સરખો સુંદર લાગતો હોય છે. આમાં પણ મૅથ(ગણિત) છે. ચહેરાના બંને બાજુના માપતોલ સરખાં હોય તે ચહેરો વધુ સુંદર લાગતો હોય છે.

ક્લિઅર સ્કિન યુનિવર્સલ પહેલી પસંદ હોય છે. પુરુષત્વ સૂચિત ચોરસ જડબા પુરુષો માટે અને હાઈ ચીક બૉન્સ સ્ત્રીઓ માટે વૈશ્વિક પસંદગી હોય છે. સેન્ટ્રલ આફ્રિકામાં ગોળમટોળ ભારેખમ સ્ત્રીઓ પહેલી પસંદ હોય છે. ઇથિઓપિયામાં સુર્માં અને મૂર્સી સ્ત્રીઓ એમના હોઠ પર બહુ મોટી પ્લેટ પહેરતી હોય છે. મ્યાનમારની kareni અને padaung  સ્ત્રીઓ  ડોકમાં રિંગ્સ પહેરતી હોય છે. ડોક આમ એટલી લાંબી થઈ ગઈ હોય કે પછી રીંગ વગર ચાલે નહિ.Neck_Elongation

Men, on average, tend to be attracted to women who are shorter than they are, have a youthful appearance, and exhibit features such as a symmetrical face, full breasts, full lips, and a low waist-hip ratio. Women, on average, tend to be attracted to men who are taller than they are, display a high-degree of facial symmetry, masculine facial dimorphism, and who have broad shoulders, a relatively narrow waist, and V-shaped torso.images (16)

 

 

 

 

 

19 thoughts on “સૌન્દર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.Hard Truths About Human Nature.”

  1. સુંદરતા પર સુંદર છણાવટ. એક બહુ જુની કહેવત પણ છે કે સીદીભાઇને સીદકાં વહાલાં – એને જો બીજા અર્થમાં લઈએ તો પ્રત્યેક પ્રજાના માપદંડ છે સુંદરતા માટેના તે અલગ છે.

    સુપર્બ.

    Like

    1. આભાર મીતેશભાઈ. બચપણથી સુંદરતા વિશેના માપદંડ બ્રેઈનમાં જમા થઇ જાય તે આખી જીંદગી ચાલતાં હોય છે.

      Like

  2. aapanu saudary vishenu chintan bahu suksham ane talasprshi,koine pan vicharataa kari mooke evu chhe.Darek vichaaravaa lag ke mane je malyu chhe te sundar chhe ke nahi sathe aape samaadhan pan kari aapyu ke “jevi drashti tevi srushti” Saudary vishena dareknaa maapadand juda juda hoyachhe. Gori chamadi karataa ghaatilo deh vadhu aakarshak laage e sahaj chhe.chhata loko gorapanaane zankhchhe ane e maate juda juda prayatno karvaa jataa potaani asal i isundartaane gumaavavaano vakhat baahy upakaranothi aavavaani shakyataa aave. tyaare ghanu modu thai gayu hoy. je jinsmaa malyu hoy emaato farak thavaano nathi, je saaru chhe enu jatan vichaarpoorvak thavu ghate.

    aap je vishayne sparsho chho tene sampoornataathi chakaasavana aapanaa
    khantane salam karvanu man thaay eva aapanaa lekho avashya vachavaa game chhe.Daroj kai navu lai avochho jethi em lagechheke ekey vishayane baaki nahi raakho. aabhinandan.

    Like

    1. શ્રી અનિલાબહેન. લગભગ બધા વિષયો આમ તો સામાન્ય જ હોય છે, જરા વૈજ્ઞાનિક સંદર્ભમાં ફરી લખતો હોઉં છું. આપની લાગણી બદલ આભાર.

      Like

  3. સીમેટ્રીક ચહેરા અને મેથ્સ વીશે લખ્યું છે ત્યાં સીમેટ્રીક ચહેરો મુકો. આપે એ ચહેરાને જરાક ઉપર મુકેલ છે.

    આ પ્રમાણે વાળ, કપાળ, આંખ ઉપર ભ્રમર, આંખો, કીકી, કાન, ચહેરો, હોઠ અને હડપચી વગેરે ચીત્ર બનાવી જોઈશું તો સુંદરતાની ફુટપટ્ટી મળી જશે.

    આ પછી અભીવ્યક્તી ઉમેરો એટલે માર્કસ આપવામાં સરળતા થશે. બધા નીસ્ણાત થઈ જશે અને બીજાની સુંદરતા જોનારા પોતે સુંદર થઈ જશે.

    Like

  4. લેખનું મથાળું વાંચીને મને ઘણુંખરું મારું જે તે વિષયમાં શું માનવું છે તેના કેટલાંક માપદંડો હોય છે.

    જેથી કરીને મને લેખના અંતે ઘણી ખૂટતી કડીઓ જણાતી હોય છે. બની શકે ઘણું નવું પણ જાણવાનું મળતું હોય છે.

    પણ સુંદરતાના માપદંડમાં સામાન્ય રીતે જે તે વ્યક્તિનું આભામંડળ ઘણું અગત્યનું છે. ઈમોશનલ અને સોશિયલ સ્કીલની વાત એકદમ સાચી છે.

    અને એની સાથેનું હકારાત્મક અભિગમ વાળું આંતરિક જીવન એક અનેરી આભામંડળ ક્રિયેટ કરે છે. જે વ્યક્તિને સુંદર કે અતિસુંદરની ઉપમા આપે છે.

    વધુમાં હવે સુંદર હોવા કરતા વધુ, સ્માર્ટ હોવું અગત્યનું છે. એનું કારણ આ જ છે.
    —–
    just surf any matrimonial website, you will come to know more about how people prefer their life-partner these days.

    Like

  5. ઘણો જ સુંદર લેખ છે, કિંતુ………………………
    ………………………………………………………..
    …………..આ વિષયે આવડો અમથો એક લેખ (અને ચિત્રો !!! 😉 )થી કામ નહિ ચાલે !

    અમારી માગણી છે કે આ વિષયે હજુ થોડું વધારે સંશોધન કરી લખો તો સારૂં. ખાસ તો ’સિમેટ્રીકલ ફીચર’ની વાત આવી, તો એ ફીચર એટલે શું ? તેના કોઈ પ્રકાર ? વગેરે પણ સમજાવાય (સરળ ભાષામાં, જે આપ સારી રીતે કરી શકો છો) તો મજા આવી જાય. અમારે ફોટોગ્રાફીમાં પણ આ સિમેટ્રીકલ ફીચરનો ઉલ્લેખ ’ગોલ્ડન રેશિયો’ વગેરેની વ્યાખ્યાઓથી સમજાવાય છે. પરંતુ ગુજરાતીમાં, સરળતાથી, સમજવા મળે તેવી લાલચ પણ છે ! આભાર.

    Like

  6. સુગ અને સૌંદર્ય વસ્તુગત નથી,પણ ભાવનાગત છે.
    અમે નાના હતાં ત્યારે ખાસ કરીને બાળકોને ફળિયામાં જ સંડાસ કરવા બેસાડતા.
    અમે સુપડી-ઝાડુથી તે વણી ખાડામાં દાટી આવતા.
    કોઈ પૂછે શું કરો છો તો કહેતા ફૂલ વણીએ છીએ.
    આ અહીં કામ લાગ્યું.બાળકોના ડાયપરના સોલીડ વેસ્ટ ફ્લશ કરી, પધ્ધતીસર સફાઈ કરીએ કેટલાક પૂછતા કે મને સુગ નથી આવતી?
    જ્યારે વડિલને કોઈવાર એક્સીડન્ટ-(અહીં એ શબ્દ વપરાય છે)થતો તો તેઓને ક્ષોભ ન થાય તે રીતે સાફ કરતાં!
    …………………………………………………………………..

    નશાની છૂટ છે ત્યાં પણ તે અંગેના કાયદાઓ ખૂબ કડક હોય છે જ.

    સ્થાપિત હિતો આ અંગે પોતાના મંતવ્યો રજુ કરે છે.
    કહેવાતો સમજદાર તબીબો પણ !

    હાર્ટને માટે રેડવાઈન લો તો લીવરનો નિષ્ણાત કહેશે લીવરના ભોગે નહીં!

    આમ સાંપ્રત સમય અને સમાજની જરુરીઆત મુજબ પ્રબુધો સમાજહિતમા જે નીર્ણય કરે તે પ્રમાણે અમલ કરીએ એ આદર્શ ગણાય…

    ………………………………………………………………………….

    HT5-મગજ કરતા પેટમા વધારે છે..સવારનો ચાર વાગ્યા પછીનો પહેલો પેશાબ શરુઆતનો થોડો જવા દેવાનો ત્યારબાદ એક ગ્લાસમાં લેવાનો અને છેલ્લો થોડો જવા દેવાનો.અને તે ગ્લાસ પી જવાનો અને ત્યારબાદ દાતણ કરવાનુ. આ પ્રયોગથી પેટ સાફ થશે,મોંમાં દાંતનો કોઇ જ રોગ થશે નહીં.શરીરની અંદર રહેલ પ્રવાહી તકલીફોનુ નિરાકરણ પણ થઇ જશે.
    ખયાલ અપના અપના/સુગ અને સૌંદર્ય વસ્તુગત નથી,પણ ભાવનાગત છે.

    Like

  7. સાયન્ટિફિકલી પરફેક્ટ આર્ટીકલ!!!સ્થળો અનુસાર સૌંદર્યની વ્યાખ્યા જુદી છે..’લવ એટ ફર્સ્ટ સાઈટ’રિસર્ચ મુજબ ખરેખર ”જીન્સ”વિજાતીય પાત્રની શારિરીક ક્ષમતા,પ્રજનન ક્ષમતા..વગેરે બાબતો ને માઈક્રો સેકન્ડ્ઝમાં ”કેલ્ક્યુલેશન”કરી નાખે છે..જો ઉપરની શરતોની પૂર્તતા થતી હોય તો ‘લવ’થાય છે !સૌદર્યનું રહસ્ય ”સિમીસ્ત્રી”(સમરૂપતા)માં છુપાયેલું છે ..ચામડીના રંગની તો ક્યાય વાત જ નથી…ખુબ સરસ આર્ટીકલ !!સ્થળો અનુસાર સૌદર્યની વ્યાખ્યા ફરે કારણકે ભૌગોલિક વાતાવરણ,સંસ્કાર,કલ્ચર,મૂલ્યો આવી બાબતો ફરતી રહે..”જીન્સ”આ મુજબ ગણતરી કરતુ રહે!…

    Like

  8. Bhupendraji,
    I am back to your Blog.
    This time via a Link given to me by Vinodbhai Patel of “Vinod Vihar”.
    I read this Post.
    Then ther was an Email about MADHURI DIXIT with her Photos.
    After reading that I wrote back with these Gujarati Lines>>>>

    માધુરી સુંદરતાની એક પુર્ણતા,
    ફીલ્મી જગતની એક કલાકાર,

    જેના ચહેરે હંમેશ હાસ્ય ચમકે,
    જેમાં જ ખરી “માધુરી મધુરતા” વહે,

    નારી સ્વરૂપે, જગતને એક પ્રભુભેટ,
    ફક્ત સુંદરતા નહી, “માનવતા”ભાવે દેખ !

    એવા ભાવે, કામનાઓ બધી દુર જાશે,
    તમ હ્રદયમાંથી ફક્ત સ્નેહ જાગે,

    ચંદ્ર કહે ઃ આવી જો હાલત તમારી,
    તો, શુભેચ્છા સહીત પ્રાર્થનાઓ છે મારી !

    >>>ચંદ્રવદન
    “Beauty is in the eyes of the Beholder” is the Universal Truth.
    Yet….as on appreciated that “Beauty” how does your Heart/Man (Mind) react is very sacred !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting YOU & your READERS to my Blog Chandrapukar !

    Like

  9. …….
    Bhupendrasinh … સુંદરતાનાં કુદરતના નિયમને આકર્ષણ સાથે કોઈ લેવા દેવા નથી … કુદરતમાં જે “પરફેક્ટ” છે તે આકર્ષકનાં પણ હોઈ શકે … કે કદાચ અમુક જીવ માટે આકર્ષક હોઈ શકે … આમ તો કુદરતમાં જે સૌથી વધારે આકર્ષક હોય કે પરફેક્ટ હોય તે ઘાતક-જ હોય …
    ……
    અને જ્યાં સુધી માનવની સુદરતાનો સવાલ છે – ત્યાં સુધી “સેક્સ” માટેની પસંદગી અને સહવાસ માટેની પસંદગીનાં કારણો “વિરોધાભાસી” છે … સેક્સ માટે સુંદર સુડોળ શરીર જરૂરી છે … જ્યારે સહવાસ માટે સ્વભાવ -હુન્નર – માનવીય ગુણવત્તાને પ્રાધાન્ય રહેવાનું …અને બન્યું પણ સાલું એવું-જ … “અમારી પહેલી “સખી” એટલી બ્રિલીયંટ (યુનીવર્સીટી-1સ્ટ ક્લાસ- 1સ્ટ) હતી કે અમને પછી કોઈ સ્ત્રી-સુંદરતા “સેક્સ-ઈચ્છા”થી વધારે નાં આકર્ષી શકી … ઘણીવાર એમ વિચાર આવે પણ છે કે યાર – “પેલી સ્ત્રી-મિત્ર સેટ હતી તો યાર “સેક્સ”માં શું વાંધો હતો? … પછી વિચાર આવે કે જવા-દે કે જેની સાથે વાત ‘નાં’ થઇ શકે તેની સાથે શું ફક્ત “ચામડા-ચુન્થાવા”? …” સાલું, કમિટમેન્ટ ભી કોઈ ચીજ હોતી હૈ …ઔર દિમાગ?
    ……
    એની-વે કુદરતના નિયમ પ્રમાણે સુંદરતા વિષે ઘણું લખી શકાય કે જે પ્રથમ આકર્ષણ અજમાવે છે … જેમાનો પ્રથમ-નિયમ તે તમે કહ્યું તેમ -“સિમેટ્રી / સંતુલીત્તા” …

    Like

  10. ચહેરાના ડાબા જમાણા ભાગ એકબીજાની મિરર ઈમેજ એટલે કે એક જ માપમાં હોય તે ચહેરો વધુ આકર્ષક હોય છે તેવું વૈજ્ઞાનિકો કહે છે. જોકે મોટા ભાગના લોકોમાં ડાબા ભાગ અને જમણા ભાગ ના ચહેરામાં થોડો ફેર તો હોય છે. કોઈ સુંદર સ્ત્રી એકદમથી સામે આવી જાય તો આંખોની કીકી પહોળી થઇ જાય છે. એટલે જ ક્યારેક સુંદર સ્ત્રી એકદમથી સામે આવી જાય તો પુરુષો ક્ષણભર માટે અવાક થઇ જાય છે. સુંદરતાના દરેકના માપદંડ જુદા હોય છે. કેટલાકને સ્ત્રીઓના તીખા નેનનક્શ ગમે છે (શ્રુતિ હાસન) તો કેટલાકને માસુમ ચહેરો (ભૂમિકા ચાવલા). જોકે માસુમ ચહેરાવાળી દિલથી માસુમ હોય તેવું માની લેવું વધુ પડતું છે. ચહેરા પરનો તલ પણ ચિત્તાકર્ષક બને છે.
    .
    જોકે ચહેરાની સુંદરતા ઉપરાંત પણ ઘણા ફેક્ટર સ્ત્રી પુરુષને એકબીજા પ્રત્યે આકર્ષિત કરી શકે છે. મારી હાઈટ વધારે છે એટલે હું પોતાને તાડ જેવો માનતો. પણ નવાઈની વાત એ છે કે મારા એક મિત્રે મને જણાવ્યું કે તેની વર્તમાન GF ભૂતકાળમાં મને બહુ લાઈક કરતી હતી. કારણ તેને મારી હાઈટ બહુ ગમતી હતી. એ કહી ના શકી અને હું સમજી ના શક્યો. મિત્ર લઇ ગયો અને હું રહી ગયો.

    Like

  11. સરસ લખ્યુ છે.મારા મિત્ર પાસેથી સાંભળેલી એક પંક્તી યાદ આવી ગઈ.”રંગોની મમત અમને નથી એવુ નથી,ગોરુ ગમે,ગમે ગુલાબી પણ આ ભીને વાન ગજબ છે.

    Like

Leave a comment