અપત્યકામ, અમરત્વની શોધમાં.Hard Truths About Human Nature.

ગાંધી પરિધાન.

દુનિયાના કોઈ પણ ખૂણે કોઈને પણ પૂછો, બાળકો કોણ નહિ ઇચ્છતું હોય? દરેકને એક બાળક હોય તેવું તો ઇચ્છતા જ હોય છે. એકાદ બાળક વગર જીવન અસફળ છે તેવું લાગતું હોય છે. સંતાનો મોટા થતાં આપણે તેમને પરણાવી દેવાની ચિંતામાં પડી જતા હોઈએ છીએ. દાદા દાદી માથુ ખાઈ જતા હોય છે કે ભાઈ ક્યારે પરણીશ? પૌત્રનું મોઢું જોઈને મરવું છે. પૌત્રનાં લગ્ન હોય તો દાદા દાદીનો હરખ માતાપિતા કરતા બમણો હોય છે. બાળકો આપણી મરણશીલતા સામે ઢાલ હોય છે. અપ્ત્યકામ એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છા દરેક સજીવના જિન્સમાં કુદરતે મુકેલી હોય છે.

Arnaud Wisman (The University of Kent)અને Jamie Goldenberg (The University of South Florida) દ્વારા કરાયેલા સંશોધન મુજબ ભાગ લેનારા વ્યક્તિઓને નકારાત્મક વિચારો જેવાકે મૃત્યુ, અસફલતા, પીડા અને દુઃખ વિષે લખવાનું કહેવામાં આવ્યું, સાથે આવા વિચારો સમયે કેટલા બાળકો રીયલ લાઇફમાં હોય અને કેટલા ફેન્ટસીમાં હોય તે વિષે લખવાનું જણાવવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે જેમ મૃત્યુનો વિચાર વધુ તેમ વધુ બાળકો હોય તેવું ઇચ્છવામાં આવેલું. વ્યવસાયિ પુરુષોની ઇચ્છામાં કોઈ ફરક નહોતો, પણ વ્યવસાયિ સ્ત્રીઓ જેમને એમની કારકિર્દી અને પ્રગતિને વધુ ધ્યાનમાં લીધેલી તેઓએ બાળકો ખાસ ઇચ્છેલા નહિ. હ! એમની પ્રગતિ કે કારકિર્દીમાં અડચણરૂપ નાં હોય તો બાળકો હોય એમાં શું વાંધો હોય? આમ બાળક હોવું તે દરેક સ્ત્રી પુરુષની આદિમ ઇચ્છા હોય છે.

આવોજ પ્રયોગ ડચ અને જર્મન નાગરિકો સાથે પણ કરાયેલો.

બે મૂળભૂત સરહદો જન્મ અને મૃત્યુ વચ્ચે માનવીનું જીવન વ્યતીત થતું હોય છે. પોતાની જાતના મૃત્યુની અનિવાર્યતાનો સામનો  કરવો તે માનવી માટે ખૂબ તણાવયુક્ત હોય છે. સાથે સાથે માનવી પાસે એક અદ્ભુત ક્ષમતા પણ છે જે નવું જીવન પેદા કરી શકે છે. માનવી પોતાનો જીવન સમય લંબાવી શકતો નથી, પણ એક બાળક પેદા કરી, એક નવું જીવન પેદા કરી તેને ઉછેરીને પોતાના ભવિષ્યના અમરત્વની ઓળખ મૂકતો જતો હોય છે. આ ચક્ર ચાલતું રહે છે તેને જ અમરતા કહેવાય.

Terror management theory (TMT), થિયરીના જનક Cultural anthropologist Ernest Becker કહે છે કલ્ચર અને ગૃપ રિલેટેડ બિહેવિયરનાં મૂળિયાં self-preservation મોટિવમાં રહેલા છે. મૃત્યુ માનવ અસ્તિત્વ સામે એક મૂળભૂત પડકાર છે. ટૅરર મૅનેજમેન્ટ એક બેસિક સર્વાઈવલ નીડ છે. બાળકો પેદા કરવા તે પણ બેસિક સર્વાઈવલ નીડ બની જાય છે. ભવિષ્યની આગોતર યોજના. બાળકો આપણા ભવિષ્યના અસ્તિત્વના પુરાવા છે. આમ બાળકો થકી આપણે અમર છીએ. કુદરતના કાનૂન સ્ટ્રેઈટ ફૉર્વર્ડ છે, જન્મ થયા પછી પાછાં ફરવાનો કોઈ રસ્તો હોતો નથી. આગે મોત હી હૈ. અને ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણી શકતું નથી. એટલે જેવો માનવી સમજણો થાય કે તરત એના મૃત્યુ વિષે વિચાર કરતો થઈ જવાનો અને એની નશ્વરતા સામે કોઈ ઉપાય હોય તેની શોધ કરવામાં લાગી જવાનો. ફીયર ઑફ ડેથ(ટૅરર) માનવને નવું જીવન પેદા કરવા પ્રેરતું હોય છે. આપણા બાળકો પ્રતિકાત્મકરૂપે આપણી અમરતાની નિશાની છે. એક બાળકને જન્મ આપીને અમરતાને જન્મ આપીએ છીએ.

મૃત્યુ વિશેનું ચિંતન આપણાં દેશ જેટલું બીજા કોઈ દેશે કર્યું નહિ હોય. મોક્ષ અને અમૃત વિષે પણ આપણા દેશ જેટલું ચિંતન કોઈએ નહિ કર્યું હોય. આત્માની અમરતા વિશેના શ્લોકો પણ આપણે જ સહુથી વધુ ગાઈએ છીએ. મૃત્યુથી સૌથી વધુ ભય પણ આપણે પામીએ છીએ. અચાનક અને સમજી ના શકાય તેવી આવી પડનારી આફતો સામે કોઈ રક્ષણ કરનાર હોય તેમાંથી ભગવાનની અને ધર્મની કલ્પના આવી હોઈ શકે. સેંકડો વર્ષ લાગી વિદેશીઓના આક્રમણો, મૃત્યુ વિશેનું વધારે પડતું ચિંતન, સામે અમરતા અને મોક્ષનું ચિંતન, કમજોર સજીવ ખૂબ વસ્તી વધારે જેથી સર્વાઈવ થઈ જવાય આ બધું ભેગું થઈને ભારત એક પ્રચંડ વસ્તી વિસ્ફોટ કરી બેઠું છે. અમરતાનો અણુબૉમ્બ ખતરનાક બની ચૂક્યો છે.

10 thoughts on “અપત્યકામ, અમરત્વની શોધમાં.Hard Truths About Human Nature.”

 1. “મૃત્યુથી સૌથી વધુ ભય પણ આપણે પામીએ છીએ.” સાવ એવું પણ નથી. આપણે પુનર્જન્મમાં માનીએ છીએ તેથી મરણનો ભય ઓછો લાગે છે. બીજી પ્રજાઓ જેઓ એક જ જન્મમાં માને છે તેઓ તો ગમે તે ભોગે જીવતા રહેવાના પ્રયત્નો કરતી હોય છે અને તેને માટે ધર્મનો આશરો પણ લેતી હોય છે.

  સમરસેટ મોમ ના એક નાટકનું પાત્ર કહે છે “My parents saught pleasure, they found me. Why should I honour them?” આપણી પ્રજામાં પણ ઘણા એવા હોય છે જેઓ અકસ્માત માબાપ બની બેસે છે અને પોતાની જવાબદારી નિભાવતા નથી.

  એક બે સંતાનો પેદા કરે ત્યાં સુધી ઠીક પણ ઉપરાછાપરી બાળકો પેદા કર્યા કરવા તે કંઈ અમરત્વની શોધ ખાતર ના કહી શકાય.

  જેઓ સંતતિનિયમનનો વિરોધ કરે છે તેઓ માનવજાતના શત્રુઓ નથી લાગતા? “અમરતાનો અણુબૉમ્બ ખતરનાક બની ચૂક્યો છે” તે આવાઓને લીધે જ ને?

  Like

  1. એવું પણ બની શકે કે મૃત્યુના ભય થકી પુનર્જન્મનો કોન્સેપ્ટ ઊભો થયો હોય. આ રીસર્ચ થયું છે તે પ્રમાણે જ્યારે મૃત્યુના વિચારો વધુ આવ્યા હોય ત્યારે વધુ બાળકો ઇચ્છવામાં આવેલા હતા. મૃત્યુના વિચારોમાં ઘટાડો થયો હોય ત્યારે ઓછા બાળકો ઇચ્છવામાં આવેલા. વ્યવસાયમાં પડેલી ડચ સ્ત્રીઓએ બાળકો કારકિર્દીમાં બાધારૂપ બની શકે માટે બાળકો ઈચ્છેલા નહિ. પુરુષોને એમાં કોઈ ફરક પડતો નહોતો. અત્યારની અતિશય વસ્તી વધારામાં સંતતિ નિયમનનો વિરોધ કરનારા માનવજાતના શત્રુઓ ભલે લાગે, પણ જે પ્રજાઓ ચુસ્ત ધાર્મિક છે જેવા કે મુસ્લિમ અને જ્યુઇશ સંતતિ નિયમનમાં માનતાં નથી તે પણ હકીકત છે. ભારતમાં સંતતિ નિયમન આવ્યું છે પણ ક્યારે? અતિશય વસ્તી વધ્યા પછી. બીજું વસ્તી અતિશય વધવાના અનેક કારણો હોઈ શકે.

   Like

 2. આત્મા અને મોક્ષ વીશે ચીંતન કર્યું પણ બધાએ પોત પોતાની રીતે કર્યું અને હીન્દુઓ, જૈનો, બૌદ્ધો અલગ અલગ થઈ ગયા. હીન્દુઓના જેટલા ફાંટા એટલા મોક્ષ થયા.

  Like

 3. ચિંતનાત્મક વિચારોની સ રસ અભિવ્યક્તી
  મૃત્યુ સમયની પીડા-વેદનાનું મૂળ કારણ છે. બીજું કારણ છે કે જીવન પ્રત્યે અનંત મોહ. કીડીથી હાથી અને દરેક મનુષ્યને જીવનનો મોહ હોય. છે. જીવવાની ઇચ્છા- જિજીવિષા હોય છે. આવી ઇચ્છા બુનિયાદી આંતરિક પ્રેરણા છે. Belief in the immorality of the self. અસ્તિત્વની અમરતામાં વિશ્વાસ હોય છે. આ વિશ્વાસ જ એવું જણાવે છે કે, મૃત્યુ નહીં અને થાય તો મૃત્યુ બાદ પણ અમર થવાય. મૃત્યુ વખતે મૃત્યુથી ભય જિજીવિષાની ઝલક છે.

  Like

 4. જેનો નાશ નથી તેને અમર ગણી શકાય.હ​વા,પાણી,અગ્નિ,પ્રુથ્વી,આકાશ એ પાંચ તત્વો છે.દરેક સજીવ માટે આ તત્વો જરૂરી છે જ.આ તત્વો કાયમ રહેવાના જ.છતાં પણ તે અમર નથી.જન્મથી મ્રુત્યુ સુધી આ શરીરને ચલાવનાર જ અમર છે.ઝાડમાં બીજ છે કે બીજમાં ઝાડ છે?

  Like

 5. અંધશ્રધ્ધાના કારણે બેસુમાર શ્રધ્ધા ગટરમાં વહી જાય છે
  ભારતને બિનસાંપ્રદાયિક અને શ્રધ્ધાળુઓનો દેશ ગણવામાં આવે છે સમાજ વ્યવસ્થાને નિંયત્રિત રાખવા માટે મનુષ્યને કોઇ અજ્ઞાત ભય અને અજ્ઞાત કૃપાના વહેમમાં રાખવા માટે ધર્મ નામની એક આખી માનસીકતા ઘડી કાઢવામાં આવી છે અને તેનાથી સામાન્ય કક્ષાના મનુષ્યો ઉપર બુધ્ધિશાળી મનુષ્યો રાજ ચલાવી શકે છે.
  ભારતમાં તેત્રીસ કરોડ પ્રકારના દેવો હોવાની માન્યતા છે અને તેના માટે બુધ્ધિશાળી મનુષ્યોએ અનેક પ્રકારના શાસ્ત્રો રચીને સમાજના સામાન્ય મનુષ્યોને બુધ્ધિપુર્વક બાંધી રાખ્યા છે શાસ્ત્રો અને કોઇ ગ્રંથો ઉપર કોઇ દેવતાઓની સહી હોતી નથી કે કોઇ ભગવાનના અગુંઠાની છાપ મારેલી હોતી નથી. માત્ર અને માત્ર બુધ્ધિશાળીઓ સમયે સમયે અન્ય માનવીઓને પોતાની સમજણ અને પોતાના તાબામાં કરવા માટે નિયમો અને આચારસંહિતાઓને નિર્દેશીત કરતી કથાઓમાં વ્યવસ્થિત પાત્ર લેખન કરીને સમાજને દોરવતા રહ્યા છે.
  આમ તો શ્રધ્ધા અને વિશ્વાસ એ બે શબ્દો માણસના આત્મવિશ્વાસ માટેના બે અલગ અલગ ઘટકો છે શ્રધ્ધા શબ્દ પરાવલંબી છે જે અજ્ઞાત શક્તિઓ પાસે અપક્ષિત ઘટક છે તો વિશ્વાસ શબ્દ સ્વાવલંબી અને સ્વશક્તિનો અપેક્ષિત ઘટક છે મનુષ્યના જીવનમાં સ્વાવલંબન કરતાં પરાવલંબન વધુ હોય છે જેના કારણે તેને આત્મવિશ્વાસની સતત જરૂર પડતી રહે છે અને આત્મ વિશ્વાસને સતત જાળવી રાખવા માટે કોઇને કોઇ અજ્ઞાત શક્તિ પર આધાર રાખવાની જરૂર પડે છે તે અજ્ઞાત અધારને શ્રધ્ધા કહેવાય છે અને જ્ઞાન અથવા પોતાના કે બીજાના અનુભવથી જે સ્વંશક્તિનો આધાર બને છે તેને વિશ્વાસ કહેવાય છે આમ શ્રધ્ધા અને વિશ્વાસથી મનુષ્યની માનસીકતાને બળ મળી રહે છે જેને આપણે આત્મવિશ્વાસ કહીએ છીએ.
  જ્યારે કોઇ અજ્ઞાત આધાર પર માનસીકતા પ્રવૃત હોય ત્યારે તેના માટે પ્રતિકો અને વિશેષ સ્વરૂપોને અજ્ઞાત આધારના રૂપકો તરીકે પ્રમાણિત કરવા પડે છે જેના વિના શ્રધ્ધાને ટકાવી શકાતી નથી. આ રૂપકોના આધાર પર જ શ્રધ્ધાનું ઘડતર થાય છે આવા આધારો આપણી સામે મુર્તિઓ કે પ્રતિકૃતી(ફોટા)ઓના રૂપમાં આપવામાં આવ્યા છે આ રૂપકોને કે સ્વરૂપોને ચોક્ક્સ કારણો અને એક બીજાને આધાર આપે અને તેનાથી પ્રકૃતીનું નિયમન થાય તેમ રચવામાં આવતા હોય છે. જો માનસીકતાને બળ પુરૂ પાડવા માટે શ્રધ્ધા અને વિશ્વાસ જેવા ઘટકો ના હોય તો માણસ નિરાધાર રીતે જીવનના કર્મોને ગતિ આપી શકતો નથી.
  સંસારનો દરેક માણસ સમજે છે કે મુર્તિઓ અને ફોટામાં વાસ્તવિક રીતે નાક-કાન જીભ કે આંખ હોતા નથી કે કોઇ પ્રકારનું ચૈતન્ય હોતુ નથી વાસ્તવમાં ફોટા-મુર્તિઓમાં ભગવાન, માતાજી, ઇશ્વર કે પરમાત્મા હોતા નથી કે તેનો રતિભાર અંશ પણ હોતો નથી, લોકો પુષ્પો ચડાવે તે કોણ સુંઘે છે ? મંત્રો સ્તુતિઓ કોણ સાંભળે છે ? આરતી ઉતારો, દિવડા પ્રગટાવો તે પ્રકાશ કોને મળે છે ? શૃંગાર કરો તે કોણ જુવે છે ? દર્શન-શ્રવણ – ઉચ્ચાર વગેરે કાર્ય કરવાની ચેતનાઓ ફોટાઓ કે મુર્તિઓમાં હોતી નથી, શ્રાવણ મહિનામાં શીવલીંગ ઉપર હજારો ગેલન દુધ, ગંગાજળ અને સુકામેવા ચડાવી દેવાય છે તે ગૌમુખીમાં થઇને ગટરમાં જાય છે પાંચ પચ્ચીસ હજ્જારના લીંગ કે મુર્તિ ઉપર બનેલા લાખો-કરોડોના મંદિરો-આશ્રમોમાં ગુંચવાયેલા લોકોને કારણે મનુષ્યની વૃતિઓ, ભાવનાઓ, દર્શન, શ્રવણ અને કર્મની નીતિઓમાં દોષ પેદા થયા છે માનસીકતામાં વધુને વધુ બગાડ થતો જાય છે માણસ વધુને વધુ લાલચુ અને કર્મ કરવાથી આળસુ બનીને તત્વથી વિખુટો પડી ગયો છે સત્વના મર્મથી છુટો પડી ગયો છે.

  Like

 6. The nature has given basically only one task to all living beings and that is to procreate, all other tasks are just helping agents to accomplice the main objective. Even to live or exist is for serving the main task of producing of your photocopies. when one is able to do this he/she would be in the good books of nature otherwise according to nature a waste material, a lump of energy consumed by the great recycling machine of mother nature.

  Like

 7. હું એકતાલીસ વરસનો, સફળ મનુષ્ય છું. પાડાને કાંધ મારે તેવી તબિયત છે. મારે બે બાળકો છે – બન્ને દિકરા.
  બેમાંથી એક પણ મને મારા જીવનના એક્સ્ટેન્શન જેવા ક્યારેય નથી લાગતા. મને લાગ્યા કરે છે કે એમને આ દુનિયામાં લાવવાનું અને તાલિમ આપવાનું હું સાધન છું. [એમને પણ એવું જ લાગે છે ;-)] બાર વરસથી એ અનુભવમાં કંઈ તબદીલી નથી આવી.
  મને તો લાગે છે કે મારા અસ્તિત્વનો અનુભવ થવો [ચિદ્‍] તે જ જૈવરાસાયણિક ઘટના છે. એક દહાડે અટકી જશે. મને જેટલી એ અટકી ગયા પછીની બીક લાગે છે તેના કરતાં એના અટકતાં થશે તે પીડાની લાગે છે.
  બીજો ભય મને એ લાગે છે કે જીવનને ટાંકા-ટેભા કરીને લંબાવવા પડેલું વિજ્ઞાન મને મરવા દેશે કે કેમ? મરવું ઉપયોગી તો છે જ! નહીં તો વિચારો – આપણા પરદાદા આજે જીવતા હોત તો કેટલા દુઃખી થાત અને કરત? આપણે અમર થઈએ તો સો વરસમાં આપણે પણ પાગલ થઈ જઈએ અથવા કરી મૂકીએ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s