व्यसनेषु किम् दरिद्रता ?

व्यसनेषु किम् दरिद्रता ?  

વર્ષો પહેલા ચા પીવી વ્યસન ગણાતું. આજે ચા પીવી કે પીવો એક સહજ જરૂરિયાત ગણાય છે. અમારા એક સંબંધી કહેતા કે વર્ષો પહેલા ચાનું આટલું ચલન નહોતું. સવારે ઊઠીને લોકો imagesશિરામણ કરતા. યાને બ્રેકફાસ્ટમાં બાજરાના રોટલા સાથે દૂધ પિવાતું. ચા અંગ્રેજો લાવ્યા. શરૂમાં કોઈ ચા પીતું નહિ, માટે ચાના પ્રચાર માટે મફત ચા પિવડાવતા. આજે નવી પેઢી જાણે તો નવાઈ લાગે કે રેલવે સ્ટેશને ચા મફત મળતી. એકવાર પ્રચાર થઈ ગયો અને ચા વગર ચાલે નહિ તેવું થઈ ગયું પછી ચાનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો. અમે નાના હતા અને ચા પીએ તો મોટેરાંને ગમતું નહિ.

ચા વ્યસન ગણાય અને તેને છોડવું જોઈએ તેવી વાતો થતી. હું છેક ૧૧માં ધોરણમાં બરોડા ભણવા આવ્યો ત્યાર પછી ચા પીતો થયેલો. તમાકુ પણ ભારતમાં અંગ્રેજો લાવ્યા. મુઘલ બાદશાહના દરબારમાં અંગ્રેજોએ તમાકુ પીવાનું પ્રદર્શન કરેલું. ત્યારે  બાદશાહે કહેલું કે તમે મોઢામાંથી ધુમાડા કાઢો છો, અમારા જાદુગરો તો અગ્નિ કાઢે છે. બાકી સિગારેટ, બીડી કે તમાકુ પીવાનું વ્યસન છોડવું સૌથી દુષ્કર મનાય છે.

          વ્યસન એટલે શું? એક એવું બંધન એક એવી વર્તણૂક જેમાંથી છટકવું મુશ્કેલ. જેટલા વ્યસન હળવા એટલાં છોડવા મુશ્કેલ. તમે દારુ પીવાનું છોડી શકો પણ ચા નહિ. છતાં એક હકીકત છે કે કશું પણ કર્યા વગર કોઈ થેરપી લીધા વગર સૌથી વધુ લોકોએ વ્યસન છોડેલા છે. જે નથી છોડી શકતા તેની સરખામણીએ છોડનારા વધુ હોય છે. હા એક કરતા વધુ પ્રયત્નો કરવા પડતા હોય છે, અને છતાં સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને ડ્રગ લેવાનું છૂટતું નથી હોતું તેવા લોકોએ પણ વારંવાર પ્રયત્નો કરીને વ્યસન છોડેલા છે.

                  આમ પરિવર્તન કુદરતના નિયમ પ્રમાણે ટેવોમાં અને સ્વભાવમાં પણ આવતું હોય છે. બચપનમાં તોફાની હોય તે મોટો થતા શાંત બની જતો હોય છે. પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. વિયેટનામ વોર વખતે ૯૦ ટકા અમેરિકન સૈનિકો હેરોઇન ઍડિક્ટ બની ગયેલા હતા. પણ જેવું વોર ખતમ થયું અને પોતાના ઘેર પાછાં ફર્યા પછી મોટાભાગના સૈનિકો આ વ્યસનથી મુક્ત થઈને સામાન્ય પ્રવાહમાં જોડાઈ ગયેલા.

          છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે છે છતાં કોઈ જાતના નિકોટીન પૅચ, નિકોટીનયુક્ત ચ્યુઇંગ ગમ કે હિપ્નોટિઝ્મ વગેરેની મદદ વગર સ્મોકિંગ છોડનારા સૌથી વધુ છે. હેરોઈનનું ઇન્જેક્શન લઈને બાળકો અને પત્ની સાથે તમે કાકરિયા ગાર્ડનમાં કે ફન રીપબ્લીકમાં ફરવા ના જઈ શકો. કોકેન લઈને તમે બાળકો સાથે ગણપતિ જોવા કે કમાટીબાગમાં ફરવા કે નવરાત્રિમાં ગરબા જોવા કઈ રીતે જવાના ?

     સોશિઅલ સ્મોકર નામ સાંભળ્યું છે ? કોઈ સામાજિક પ્રસંગે કે એવો કોઈ મેળાવડો હોય અને કોઈ મિત્ર જરા બહાર અલગ જઈને સિગારેટનો ટેસડો લેતા હોય અને તમે ત્યાં અચાનક પહોચી જાવ અને નવાઈ સાથે પૂછો કે તમે સિગારેટ પીવો છો ? મને ખબર નહોતી. તો કદાચ જવાબ મળશે કે ના!ના! હું તો આવો કોઈ પ્રસંગ હોય ત્યારે જ પીવું છું રોજ નથી પીતો. અમેરિકન હશે તો કહેશે, “Oh no, I don’t, I’m just social smoker.” આવા સામાજિક ફૂંકણીયા મિત્રોને ખબર નથી કે તેઓ ચેન સ્મોકર જેટલા જ ઍડિક્ટ કહેવાય, ક્યારે લપસણી સીડી પર લપસીને કાયમી ફૂંકવાની આદતમાં સરી પડવાના ખબર પણ નહિ પડે.

સેન્ટર ફૉર ડિઝીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અમેરિકાના ૨૦૦૮ના સર્વે મુજબ અમેરિકામાં દર વર્ષે ૪,૪૩,૦૦૦ લોકો ફક્ત સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે. એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે. બાકીના બીજા સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર  અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. Dr Joseph DiFranza, medical researcher at the University of Massachusetts Medical School કહે છે સોશિઅલ સ્મોકર એટલે,

૧) દિવસમાં પાંચ કરતા ઓછી સિગારેટ પીતા હોય,

૨) રોજ સિગારેટ પીવાનું જરૂરી સમજતા ના હોય,

૩) એવું સમજતા હોય કે સિગારેટ પીવાની તલપને રોકી શકતા હોય છે.

આવા મિત્રો માનતા હોય છે કે તેઓ સ્મોકિંગ કંટ્રોલ કરી શકે છે કેમકે તેઓ બે ચાર પાંચ કે સાત દિવસ સિગારેટ પીતા નથી હોતા. પણ સત્ય એ હોય છે કે ગમે તેટલા લાંબા સમય સુધી પોતાની જાતને રોકી રાખે એમની નિકોટીન માટેની તલપ, ઇચ્છા અંદર નમ્રતા પૂર્વક ભેગી થતી જતી હોય છે. ધીમે ધીમે આ સુષુપ્તિ સમય ઓછો થતો જતો હોય છે અને ભાઈલો નિયમિત સિગારેટ ફૂંકતો થઈ જતો હોય છે.

          અઠવાડિયે એકાદ સિગારેટથી શરુ કરનાર હેવી સ્મોકર કેમ બની જતો હશે? કારણ કે બ્રેન નિકોટીન પ્રત્યે બહુ ઝડપથી સંવેદનશીલ બની જતું હોય છે. નિકોટીનનાં કારણે  બ્રેનની અંદર રહેલા અડિક્શન માટે જવાબદાર એરિઅની ડેન્સિટીમાં વધારો થતો હોય છે. ફક્ત એક સિગારેટ આ પ્રોસેસ શરુ કરી શકે છે. એક સિગારેટ ફૂંક્યા પછી ફક્ત બે જ દિવસમાં ફરી સિગારેટ પીવાની ઇચ્છા જાગે છે તેવું ડૉ. ડીફ્રાન્ઝાનું કહેવું છે. એમના રિસર્ચ પ્રમાણે અઠવાડીએ ફક્ત બે સિગારેટ ફૂંકતા ટીનેજર બે વર્ષમાં પુખ્ત માણસની જેમ હેવી સ્મોકર બની જતા હોય છે.

અમેરિકન નેશનલ સર્વે પ્રમાણે ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરવા પિક પિરિઅડ ગણાય છે. આ ઉંમરે યુવાનો સૌથી વધુ આવા વ્યસનમાં ફસાતા હોય છે. ૨૨ ટકા અમેરિકન આ ઉંમરના ગાળામાં સૌથી વધુ ડ્રગ્ઝ અને ઍલકહૉલ વાપરતા જણાયા છે, એની કમ્પૅરિઝનમાં ૫૫ થી ૫૯ વર્ષના ફક્ત ત્રણ ટકા જ જણાયા હતા. આમ મોટાભાગના લોકો એમના વ્યસનો ઉપર વિજય મેળવી લેતા હોય છે.

   ૪૦-૫૦ વર્ષ પહેલા અમેરિકામાં ઍડિક્ટ લોકોને ખરાબ ગણવામાં આવતા. એમનામાં શિસ્તનો અભાવ અને કોઈ નૈતિકતા વગરના માનવામાં આવતા, ચારિત્રહીન કહેવાતા. ભારતમાં તો હજુ પણ એવું મનાય છે. પછી નવો આઇડિઆ આવ્યો કે અડિક્શન એ રોગ છે જેવા કે ટી.બી. અલ્ઝાઈમર. એનો અર્થ એવો કે આવા ભારે વ્યસની લોકો ખરાબ માણસો નથી, ફક્ત બીમાર છે. આમ લોકો ઍડિક્ટને ઘૃણા મળવી ઓછી થઈ. સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું. જોકે આ નવી સમજે વ્યસની પ્રત્યે ભાવુક સહકાર વધ્યો.

    ખરેખર અડિક્શન અને રોગમાં ઘણો ફરક હોય છે. અડિક્શનમાં કોઈ ટી.બી. જેવા ચેપી જંતુ હોતા નથી. ડાયબીટિઝમાં હોય તેવો  કોઈ પથલૉજિકલ કે બાયલૉજિકલ પ્રોસેસ હોતો નથી, કે અલ્ઝાઈમર જેવી બાયલૉજિકલી ડીજેનરેટિવ કંડિશન હોતી નથી. રોગ જેવી એક સ્થિતિ બંનેમાં સરખી હોય છે કે ધ્યાનમાં નાં લો તો જીવલેણ નીવડે. ન્યુરોબાયલૉજિકલ આઇડિઆ પ્રમાણે ક્રૉનિક બ્રેન ડિઝીઝ કહેતા હોય છે. આને રોગ કરતા રોગના ચિન્હ તરીકે વધુ ઓળખવામાં આવે છે. અડિક્શન એ કૉમન સાઇકૉલોજિકલ સિમ્પ્ટમ છે. અડિક્શન કમ્પલ્સિવ બિહેવ્યર સમજો જેવી કે અકારણ ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કરવી, આખો દિવસ ઘર સાફ કર્યા કરવું, રામનામથી નોટબુક ભર્યા કરવી કે આખો દિવસ ફેસબુક ઉપર બેસી રહેવું.

          વ્યસન છોડવા કોણે પ્રયત્ન નહિ કર્યા હોય ? ૮૦ ટકા શરાબી હવે નહિ પીવું કહીને એકવાર બૉટલ ફોડી ચૂક્યા હોય છે, ૬૦-૯૦ ટકા લોકો સિગારેટ છોડીને ફરી પીવાનું  શરુ કરી દેતા હોય છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૪૨  મિલ્યન સિગારેટ ફૂંકનારા લોકો સામે ૪૮ મિલ્યન લોકો સિગારેટ છોડી ચૂક્યા છે. પાકા શરાબીમાંથી  ત્રીજા ભાગના લોકો બીજા વર્ષે ચાલુ રાખતા હોય છે. કોકેનનાં બંધાણીઓમાંથી અર્ધા સારવાર લઈને પાંચ વર્ષમાં એમાંથી બહાર નીકળી ગયા હોય છે.

                વ્યસન છોડીને ફરી શરુ થઈ જવું હવે સારી નિશાની મનાય છે કે ચાન્સ છે એનાથી છૂટવાનો. કદી છોડવાનો વિચાર જ ના કરતા હોય તેના કરતા તો સારું કે એમના મનમાં વ્યસન છોડવાનો વિચાર તો એકવાર આવેલો.  G.Alan Marlatt, professor of psychology and director of the Addictive Behaviors Research Center at the University of Washington કહે છે વ્યસન ફરી શરુ થઈ જવું સાયકલ ચલાવતા શીખવા જેવું છે, સાઇકલ શીખતા લગભગ બધા એકવાર તો ગબડતા જ હોય છે. વ્યસનની જે તલપ લાગે છે તેમાંથી છૂટવા માટે કોઈ નવી ટેક્નિક શોધવી પડશે. કંઈક નવું શીખવા અને જાણવા મળે. આમ વ્યસન ફરી શરુ થઈ જવા કોઈ મોટું ડિઝાસ્ટર નથી.

  ઇન્ટરનેટ અડિક્શન વ્યાપક રોગચાળો છે કે પછી ઘેલછા ? ત્રણમાંથી એક વ્યક્તિ માનતો હોય છે કે ઇન્ટરનેટ રોટી, કપડા, મકાન, હવા અને પાણી જેટલું જ જરૂરનું છે. હ્યુમન સર્વાઇવલ માટે ટેક્નૉલોજિની જરૂરિયાત ફરજિયાત નથી તે હકીકત છે. ઇન્ટરનેટ એક સાધન માત્ર છે. કોરિયામાં ઇન્ટરનેટ અડિક્શન મોસ્ટ સીરિઅસ પ્રૉબ્લેમ બની ચૂક્યો છે. ચાઈના પણ ખૂબ સ્ટ્રગલ કરી રહ્યું છે આના નિવારણ માટે. અઠવાડીયામાં ૩૮ કલાકથી વધુ ઇન્ટરનેટ વાપરવું પ્રોબ્લમટિક ગણાય છે. કોરિયામાં ૨૦૦ હૉસ્પિટલમાં ૧૦૦૦ કાઉન્સેલર ઇન્ટરનેટ ઍડિક્ટ લોકોની સારવાર માટે પ્રયત્નો કરી રહ્યા છે.

 અમેરિકામાં ૮-૧૮ વર્ષના બાળકો રોજ ૮-૧૨  કલાક નેટ, ટીવી, કમ્પ્યૂટર, એમ્પિ-૩ પ્લેયર અને વિડિઓ ગેઈમ પર હોય છે. વધારે પડતા ઇન્ટરનેટ વપરાશ સામે બાળકો માટે કોઈ કાયદા છે નહિ. આમાં તો કાયદા કરતા માબાપની સમજ અને બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની તૈયારી જ કામ લાગે.

   અડિક્શન અને અડિક્ટિવ બિહેવ્યર સાઇકૉલોજિકલ પેએન અને બેચેનીમાં ત્વરિત રાહત આપે છે. મન તણાવયુક્ત થઈ જાય તો એકાદ સિગારેટ ફૂંકી લેવાથી રાહત થઈ જાય છે. પણ આ રાહત હંગામી હોય છે, પ્રૉબ્લેમનું  કોઈ કાયમી નિવારણ હોતું નથી. અડિક્ટિવ બિહેવ્યરની સીરિઅસ સાઇડ ઇફેક્ટ એ હોય છે કે તે ઇમોશનલ પેએન અને બેચેની દૂર કરવાની સાથે  લાગણીવિહીન પણ કરી નાખે છે. અડિક્શન ભાવશૂન્ય બનાવી નાખે છે.

  આપણે ખાલી સિગારેટ, ઍલકહૉલ અને નશાકારક ડ્રગ્ઝ વિષયક અડિક્શનને મહત્વ આપતા હોઈએ છીએ. એક સિગારેટ, એક ગ્લાસ વાઈન, એક કપ ચા કે કોફી કે એક વૅલિયમની જરૂર છે, તો સમજી લો કે આ ચીજો આપણે પેએન-કિલર તરીકે વાપરીએ છીએ. ખોરાક પણ ક્યારેક અડિક્શનનું કારણ બનતો હોય છે. ઇટીંગ ડિસૉર્ડર વડે પીડાતા લોકો ઇમોશનલ  પ્રસન્નતા માટે ખૂબ ખાતા હોય છે. આ બહુ વહેલું બચપણથી શરુ થઈ જતું હોય છે. જે બાળકો ખૂબ લાગણી ભૂખ્યા હોય, ધ્યાન દોરવા માંગતા હોય કે સ્પેશલ કાળજી ઇચ્છતા હોય તે ખૂબ ખાતા હોય છે.

ઘરમાં મહેમાન આવે ત્યારે બાળકો ખૂબ ધમાલ કરતા હોય છે અથવા ખાવાનું માંગતા હોય છે. આપણે  વધુ પડતું ખાઈને તૃપ્ત થતા હોઈએ તો એવું કહેવા માંગતા હોઈએ છીએ કે “મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી, હું મારી જાતે પોષણ મેળવી શકું છું.”  ખાવામાં અરુચિ બતાવી ખાવાનું ના પાડનાર પણ આજ કહેતો હોય છે કે મારે કોઈ પાસેથી ખોરાક મેળવવાની જરૂર નથી, મારે કોઈની પાસેથી કશાની જરૂર નથી. આમ અતિશય ખાનારો અને વધુ પડતો ઉપવાસી બંનેની માનસિકતા સરખી હોય છે. આમ ખોરાક પણ અડિક્ટિવ રસ્તે વપરાતો હોઈ શકે.

          કામ  કરવું સમાજમાં સ્વીકાર્ય હોય છે. ઘણીબધી હરકતો એવી હોય છે કે તેને અડિક્શન માનવું અઘરું હોય છે. વધુ પડતા કામ કરનારા વર્કહૉલિક હોય છે. સતત કામ કર્યા જ કરતા હોય છે. ઘણા ફિટનેશ ફનૅટિક હોય છે. આ બધી પ્રવૃત્તિઓ બ્રેનમાં ડોપામીન રિલીસ કરતી હોય છે અને રિવૉર્ડ સિસ્ટમને ઉત્તેજિત કરે છે, જે સુખાનુબોધ અર્પે છે. આમ એક રીતે ડ્રગ જેવું કામ આપે છે.

               આમ વારંવાર કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિ પેએન કિલરનું કામ કરીને આપણને ભાવશૂન્ય બનાવી અડિક્ટિવ બનાવી નાખે છે. વધારે પડતું કામ કરવું, અર્થ વગરની બિનજરૂરી ખરીદી કર્યા કરવી, વધુ પડતી કસરત કર્યા કરવી, આખો દિવસ ટીવી જોયા કરવું, ઇન્ટરનેટ  પર આખો દિવસ બેસી રહેવું, રીડિંગ, ગેમ્બલિંગ, લિસ્ટ બહુ લાંબું થતું જાય છે. જોઈ લો, વિચારી લો કે કોઈ સામાન્ય પ્રવૃત્તિ રિપેટિટિ, કમ્પલ્સિવ તો નથી બની ચૂકી ને ? એક સંબંધી સન્નારીને આખો દિવસ ઘર સાફ કરવાનું અબ્સેશન મેં જોએલું છે. હું મજાકમાં કહેતો કે નગરપાલિકામાં સફાઈ કામદારની જગ્યા ખાલી પડી છે. એમના  ધર્મપતિદેવ પણ કહેતા કે મારા ઘરમાં કોઈ ગયા જનમની સફાઈ કામદાર આવી ગઈ લાગે છે.

    નાના બાળકોને ગુસ્સે થાય તો પોતાની જાતે પગ પછાડે છે કે હાથ પછાડે છે. આમ ઇમોશનલી હર્ટ થાય ત્યારે બાળકો પોતાની જાતને પ્રહાર કરી મન વાળતા હોય છે. પાછળથી એમને સમજ આવે છે કે પોતાના ગુપ્ત અવયવોને સ્પર્શ કરવામાં આનંદ આવે છે. આમ સાઇકલૉજિકલ પેએનથી દૂર ભગવા માટે હસ્તમૈથુન કરતા થઈ જતા હોય છે. આમ ઇન્સ્ટન્ટ ટૅન્શન રિલીવર તરીકે આના ઍડિક્ટ બનતા વાર લાગતી નથી.  આમ સેક્સ પણ અડિક્શન બની શકે છે. પોર્ન સાહિત્ય વાંચવું, પોર્ન મૂવિ જોયા કરવા અને સમાગમ વખતે ફૅન્ટસીમાં રાચવું આવી કમ્પલ્સિવ સેકસુઅલ ઍક્ટિવિટિ અને પ્રોમિસ્ક્યુઇટી ભાવશૂન્ય બનાવી નાખે છે.

 અમુક વ્યસનો શરીરને હાનિકર્તા  છે. અમુક અડિક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના ઍડિક્ટ બની શકાય છે.

 

 

44 thoughts on “व्यसनेषु किम् दरिद्रता ?”

  1. માહિતીસભર લેખ. લાગતાવળગતાઓને જરૂરથી આ લેખની લીંક મોકલીશ. જોકે બધુંય જાણતા હોવા છતાં લોકો તેના પર અમલ કરતા નથી કે અમલ કરવા માંગતા નથી એ કરુણતા છે.

    Like

  2. રાઓલ સાહેબ,ખૂબ સરસ આર્ટીકલ છે.ખાસ તો વ્યસન જેવા વિષયને આટલો માહિતી સભર બનાવી પીરસવો,આસાન કામ નથી.તમારી ત્રણ ખૂબીઓએ મને હંમેશા આકર્ષિત કર્યો છે :
    (૧) વિવિધ વિષયોને અસરકારક રીતે રજુ કરવાની આપની પાસે વિશેષ ક્ષમતા છે.
    (૨) વિષયને અનુરુપ વાતમાં વૈજ્ઞાનીક તથ્યો હોય છે.
    ….અને
    (૩) મને સૌથી વધારે આકર્ષે છે..આપની નિર્ભિક્તા..! પોતાને જે સત્ય લાગે તે રજુ કરવામાં ચહેરો છૂપાવે એ બીજા..ભૂપેન્દ્રસિંહ નહીં..!!
    હા, કેટલીક વાતો બીજાને ખૂંચે એ સ્વાભાવીક છે. વિનોબા ભાવે કહેતા: જે વિચારો વાચકને પરોણીની માફક ભોંકાતા નથી,એ વિચારો પરિવર્તન માટે કશા ખપના નથી !!
    ….વલ્લ્ભ ઈટાલિયા

    Like

    1. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. વૈજ્ઞાનિક તથ્યો વગરની વાતો કરી કરીને આજ સુધી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. ખાસ તો ભારતમાં મનોવિજ્ઞાનને ખૂબ અવગણવામાં આવી રહ્યું છે જેથી મારી એવી વાતો ખૂંચે તે સ્વાભાવિક છે. અને ધાર્મિક પાખંડો વિરુદ્ધની વાતો તો ભાલાની જેમ ભોંકાવાની. ફરીવાર આભાર માની લઉં.

      Like

  3. હું લિમિટેડ સ્મોકિંગ કરૂ છું એથી મને ઘણા લોકો કહે છે કે રજનીભાઈને જુવો, આમ હોય! પણ મારો વળતો જવાબ હોય છે કે લીમીટ બીમીટ જેવું કશું નથી હોતું. ખોટું કે ખરાબ એટલે ખોટું કે ખરાબ જ, એમાં કોઈ માત્ર ન હોય. એને તમે ઓછું ગણાવીને છટકી ન શકો.

    ^ અને આવી વાતો કરીને પણ આડકતરી રીતે આપણી જાતને છેતરતા જ હોઈએ છીએ.

    Like

    1. સોશિયલ સ્મોકર મળ્યા ખરા. જાતને છેતરવાના અનેક પ્રકારો છે. પ્રમાણિક કબૂલાત. થેન્ક્સ ભાઈ.

      Like

  4. આ લેખ વાંચ્યો. એટલી બધી વિગતો છે કે પહેલી વારમાં બધું ધ્યાનમાં ન રહ્યું. પણ ધ્યાન કેન્દ્રિત કરવું હતું એટલે ચપટી તમાકુ અને ચૂનો મસળીને ખાધા પછી ફરી વાંચતાં લાગ્યું કે લેખ ઘણો સારો છે. પણ, દુનિયા એમ સુધરે એવી નથી, એમ લાગે છે. મારી કૉમેન્ટ વાંચ્યા પછી તમને પણ લાગ્યું હશે.

    Like

        1. તમારા રેશનલ વિચારોને માફક ન આવે તેવી વાત કહેવા મન થાય છે.
          આંતરિક જાગૃતિ અને અંદર તરફની યાત્રામાં આપણા જીવનની અનેક સમસ્યાઓના ઉકેલ હોય છે – શાસ્ત્રમાંથી નહીં, અનુભવ થકી કહું છું.
          આદત પ્રબળ સંકલ્પથી ત્યારે જ છૂટે મ જો સમ્પૂર્ણ આંતરિક જાગૃતિ આવી હોય તો.
          અને….
          બધી ધર્મિક માન્યતાઓ અને પાખંડોના મૂળમાં પણ આ જ સત્ય છૂપાયેલું છે – એ આ સત્યની કરૂણતા છે !!

          Like

      1. વાત એકદમ સાચી છે. પણ ગમે તેવું વ્યસન મક્કમ સંકલ્પથી છૂટી શકે છે. હું રોજના ૮ થી ૯ કલાક કોમ્યુટર અને ઈન્ટરનેટ પર બેસતો હતો. એમાંથી એક કલાક પર આવી ગયો છું.
        પણ હજી સાવ તો છૂટતું નથી જ ! દિપક ભાઈનો આભાર – હાસ્ય દરબારને અહીં ખેંચી લાવવા માટે !

        Like

        1. શ્રી. સુરેશભાઈ
          આપની વાત સાચી છે મેં પણ મક્કમ મન અને સંકલ્પ થકી સિગરેટ જેવા વ્યસન છોડેલા જ છે. લેપટોપ પર બેસવાનું પણ ઓછું કરી નાખ્યું છે.

          Like

        2. એમાંથી એક કલાક પર આવી ગયો છું…………..

          કેમ સ્વાસ્થ્ય ને લીધે?
          તો હવે ટાઇમ કેવી રીતે પસાર કરોછો?

          Like

  5. बहोत ही उम्दा ….काफी संशोधित लेख..बहु आयामी….हर एक जरुरी मुद्दे को उभारता हुआ….सोचने पर मजबूर करता हुआ…..

    Like

  6. રાઓલજી, તમારો લેખ ફરી ફરી વાંચવાનું વ્યસન થઇ જાય એટલો સારો છે.

    મને એક જોક યાદ આવે છે. એક બાપુને હોકો પીવાનું વ્યસન હતું.હોકો ખુબ દુર મુકે

    અને ખુબ લાંબી નેસથી પીએ.કોઈએ પૂછ્યું બાપુ કેમ હોકો આટલો દુર મુક્યો છે ?

    બાપુ કહે વ્યસનથી જેટલા દુર રહીએ એટલું સારું ?

    Like

  7. રાઓલ સાહેબ,નમસ્તે ….વ્યસન અંગે ખૂબ જ ઉપયોગી અને માહિતી સભર લેખ …સાહેબ,કેટલાંક વર્ષો પહેલા સાદો મુખવાસ પણ નહી ખાનારો હું એક વખત ૩૦૦ નંબર તમાકુનું પાન ખાઈ ગયો અને ઊલટી થઇ ગયા પછી ફરી વાર પણ ખાધું .અને આમ હું રોજના દસેક થી પણ વધુ પાનના ડૂચા ઓગાળી જનારો પાકો બંધાણી થઇ ગયો.લગભગ દસેક વર્ષ જુનું જાળી ગયેલું વ્યસન છોડ્યાને અઢી વર્ષ થયા છે ..વ્યસન આપણે જ કર્યા હોય છે અને તે છોડવા અને ફરી નહી કરવાની માનસિક મજબુતાઈ પણ આપણે જ કેળવવી પડે છે .અઘરું છે અશક્ય નથી…..આ આર્ટીકલ બદલ રાઓલ સાહેબનો ફરી ફરી આભાર અને અભિનંદન.
    .. ,

    Like

    1. મેં પણ એકવાર ૧૨૦ તમાકુવાળું પાન ખાધેલું અને ઊલટી થઇ ગયેલી, પછી કદી ખાધું જ નહિ.

      Like

  8. જે કંઇ પણ વારં વાર કરીએ , કરીએ નહીં તો ચેન ન પડે તેને આ પણે ટેવ કે વ્યસન કહીશું.

    ‘સારી’ હોય એ ટેવ અને ‘ખરાબ’ હોય એ વ્યસન.

    એ દ્રષ્ટિએ તો આપણે દરરોજ એવી તો કેટ્લીય ઐચ્છિક પ્રવૃતિઓ કરતા હશું જે ‘ટેવ’ની વ્યાખ્યામાં તો બંધ બેસતી જ હશે,દા.ત.- કંપ્યુટર પર નવરાશનો સમય પસાર કરવો, પુસ્તક લઇને વાંચવા બેસી જવું, સંગીત સાંભળવા બેસી જવું જેવી શૌકીયા પ્રવૃતિઓ.

    સામાજીક સંદર્ભમાં આવા શોખ એક માટે જે ‘ટેવ’ છે તો બીજાંની દ્રષ્ટિએ તે ‘વ્યસન’ દેખાય એવું પણ બને.

    દરરોજ નીતનવું કર્યા કરી શકવું [to be engaged in randomly generated activities] તે કંઇ બચ્ચાંના ખેલ થોડા છે?

    અને પાછું કોઇ આમ નીત નવું કરવાની રોજીંદી ઘટમાળને કોઇ ‘ટેવ’માં ગણાવી દે તો તો બાર જ વાગી જાય!

    આ તો ફસાઇ ગયા!!!!

    Like

    1. રોજ નિતનવું તો શું કરી શકીએ? જે કરીએ તે ટેવ બની જતું હોય છે! એક વાર સારૂં લાગે એટલે એ જ અનુભવ ફરી લેવાનું મન થાય, એમાંથી ટેવ બને.

      અમારો એક મિત્ર એક છોકરીને પ્રેમ કરતો હતો અને દરરોજ એની સાથે ફરતો. પછી એનાં સગપણ એની સાથે થઈ ગયાં. એ કહે કે આજે કઈંક નવું કરીએ. તો અમારા બીજા એક મિત્રે કહ્યું – નવું શું કરીશ? રોજ છોકરીને ફરવા લઈ જતો હોય છે, તો આજે એના બાપને ફરવા લઈ જા!

      આમ નવું કરવાનો સ્કૉપ પણ બહુ ઓછો હોય છે.

      Like

  9. મીત્ર,

    વાહ વાહ,

    (૧) છૂટવું મુશ્કેલ એવા વ્યસનમાં સ્મોકિંગ સૌથી પહેલા નંબરે.

    (૨) ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે

    (૩) સિગારેટનાં લીધે થતા હ્રદયરોગ, હાઈપરટેન્શન, સ્ટ્રોક, અલ્ઝાઈમર અને એવા બીજા રોગોનાં કારણે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવી લેતા હોય છે.

    ચા, કોફી, બીડી, તમાકુ, દારુ, ડ્રગ્ઝ, ઈન્ટરનેટ, વગેરે કુટેવમાં થુકવાનો ઉમેરો કરી નાખો.

    Like

  10. વ્યસન તો કામની વાત છે. એક વડીલ ઘણા માંદા પડ્યા. ડોકટરે કહ્યું ‘એકાદ વ્યસન છોડી દો તો કદાચ બે ત્રણ મહિના ખેંચી કાઢશો.’ તેઓને એકેય વ્યસન નહોતું તે શું છોડે? બિચારા બે દિવસમાં ગુજરી ગયા. ત્રણ ચાર વ્યસન રાખ્યા હોત તો કેટલા બધા મહિના જીવી શક્યા હોત? જો કે દસ પંદર વર્ષ વહેલા ગયા હોત પણ મરણ ટાળી શકાય તે લાભ ખરાબ નથી.

    હું પણ જુવાનીમાં સોશિઅલ સ્મોકર હતો. પણ જે દિ’ મારો મોટો પુત્ર જન્મ્યો તે દિ’ તે પણ છોડી દીધું કેમ કે કયા મોઢે તેને સિગારેટ પીવાની ના પાડું?

    એક બીજું વ્યસન છે ફિલોસોફીનું. બે ત્રણ હિંદુઓ ભેગા થાય કે થોડી વારમાં ફિલોસોફી ચાલુ થઇ જાય!

    એક આડ વાત. તમે લખો છો, “એમાંથી ૧,૨૮૦૦૦ તો ફેફસાંના કેન્સરમાં દેવ થઈ જતા હોય છે.” આપણે “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” એમ કહીએ છીએ તે આવા અર્થમાં હોઈ શકે? કોઈ કોઈ સંતાનોના મનમાં આવો ભાવ હોઈ શકે ખરો.

    Like

    1. ‘ તજી મસુલ કી દાલ’ જેવું. કોઈ કહે કશો નિયમ લો તો કહેવાનું તજી મસુલ કી દાલ. આમેય ક્યાં મસુલ ની દાળ ખાઈએ છીએ? સિગરેટ પીનારા પિતાશ્રીનાં સંતાનોમાં આ વાંચીને આવો ભાવ પેદા થવાનો પિતૃદેવો ભવ.

      Like

  11. ઉત્ત્મ પ્રકારનો લેખ છે………

    જે વ્યસન શરીરની અને આત્માની હાનિ કરે એ દુર્વ્યસન અને
    જે વ્યસન શરીરની ઉન્નતિ કરે પણ આત્માની હાનિ કરે એ પન દુર્વ્યસન અને
    જે વ્યસન શરીરની હાનિ કરે પણ આત્માની ઉન્નતિ કરે એ સુવ્યસન કહેવાય
    અને જે વ્યસન શરીરની અને આત્માની ઉન્નતિ કરે એ ઉત્તમ વ્યસન કહેવાય

    આ વ્યસનોમાં કયુ વ્યસન છોડવુ અને પકડી રાખવુ એ મનુષ્યની ગતિ નક્કિ કરે છે અને જે મનુષ્ય સુગતિ તરફ જતો હોય તો એ દેશનુ અમુલ્ય ધન કહેવાય

    પણ જે મનુષય અધોગતિ તરફ જતો હોય એ દેશને માથે કલંક કહેવાય અને ઉપરવાળો એવા મનુશ્યોથી સતત દુઃખી જ થતો રહે છે, એવા મનુશ્યો સમાજ અને દેશ માટે ઘાતક અને દેશદ્રોહી ગણવો જોઈએ…..

    આપણે સૌ કઈ પ્રકારના મનુશ્ય માં ફિટ થઈએ છીએ એ જાણવુ જરુરી નથી કે ??

    Like

  12. ચા, કોફી, બીઅર, ઈન્ટરનેટ. હજી ડ્રગ્સ વગેરે ટેસ્ટ કરવાના બાકી છે 🙂

    Like

  13. ભાઈ ભુપેન્દ્રસિંહ,

    માહિત સભર લેખ ને બિરદાવું છું.

    વાંચેલું/સભરેલું કથન “અન્ન પણ ઔષધી ની માત્રા માં લેવું જરૂરી છે”
    લગ્ન સમારંભ માં મારા એક મિત્ર buffet (food out on table for choosing) ને રમુજ માં “ગીધ ભોજન” નામે વર્ણવે છે. મરેલા જાનવર ના શરીર ઉપર જેમ ગીધ તૂટી પડે છે તેમ — સમારંભો માં ભૂખ્યા જનો જાણે આજ પછી ખાવાનું મળવાનું નથી તે સમજી ગજા ઉપરાંત આરોગતા જોવાનો પણ એક અનોખો રમુજી અનુભવ છે!

    સમાજ માં સૌ થી ઝડપ થી પ્રસરી રહેલા શારીરિક સ્થૂળતા (Obesity) સાથે
    સંકલિત રોગો (B.P., Heart disease and Diabetes etc etc) પણ ઝડપ થી વધી રહ્યા છે.

    મારા બે પિત્રાઈ ભાઈઓ બહુજ સારા અને લગભગ ૨૦-૨૫ વર્ષો ના અનુભવી psychiatrists ના વ્યસાય માં છે. પ્રસંગો પાત થતા વાર્તાલાપો માં કહેતા હોય છે. લગભગ મોટાભાગ ના અસાધારણ મનુષ્ય વર્તન (abnormal behavior) માટે there is a genetic component responsible! આ સાંભળેલી વાત છે, મારી અંગત સમજ આવા વિષય માં ઘણી
    જ ઓછી છે.

    Like

    1. મૂળ વાત એછે કે પહેલા સર્વાઈવલ માટે ખોરાક મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી, શારીરિક શ્રમ ખૂબ પડતો. માઈલો સુધી દોડતા ત્યારે એકાદ હરણ કે સસલું માંડ હાથ આવે. હવે આરામથી બધું મળે છે. માટે શ્રમ રહ્યો નહિ, કેલેરી બળતી નથી પછી આપે જે કહ્યા તે રોગો વધે તેમાં નવાઈ શુ?

      Like

  14. Very good article.

    Business Industries make profits both way and create jobs.

    (1) by selling/marketing addictive products.
    (2) by selling/marketing addiction preventive products.

    Doctors,Gurus,Psychologist are also get benefited.

    Old sayings……….stay away from Vaidya.Vakil,Veri,Veshya………..and now addiction…..

    watch your Wallets !

    સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?…………

    http://gayatrigyanprasad.org/2009/12/18/samajne_vyasanmukat_karva_shu_karvu/

    Like

  15. જૈન બાળકોને નાનપણથી અમુક ટેવો પાડવામાં આવે છે. જે મૂળભૂત રીતે મનને સંયમ માં લાવવા માટેની ધીમી પ્રક્રિયા હોય છે.

    મને યાદ છે, કેટલીક ટેવો જેમકે કંદમૂળ ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, અમુક તમુક દિવસે ટી.વી. જોવાનો ત્યાગ, અમુક દિવસે અમુક રૂપિયા (પ્રમાણિક પણે પોતાની નાની બચતમાંથી) દાનમાં આપવાનો નિયમ, અમુક ભાવતા રસનો ત્યાગ, તિથીએ શાકભાજીનો ત્યાગ, ખાધા પછી ૩ થી ૪ કલાક સુધી કશું પણ ખાવું નહિ. અમુક જોડી કપડાંથી વધુ કપડાનો ત્યાગ, બહારની કોઈ વસ્તુ નહિ ખાવાનો નિયમ. વગેરે. હવે, ઈન્ટરનેટ વગેરેનો અમુક તમુક દિવસે ત્યાગ, facebook no tyag. વેગેરે. ઝીણી ઝીણી કેટલીક ટેવો લગભગ નિયમિત રૂપે કરવામાં આવે તો ક્યારેક ઘણી કસોટી થાય, પણ એવે વખતે મન ધીમે ધીમે ઘણું ઘડાય છે.

    હા, જાતે જ પ્રમાણિકતાથી વર્તુવું પડે. બીજું તો કશું નહિ, પણ ચિત્તની એકાગ્રતા જબરજસ્ત કેળવાય છે.

    મને તો આજે પણ આવા નવા નવા નિયમ સવારે મનમાં ધારીને દિવસની શરૂઆત કરવી ગમે છે. હા, પણ કોઈને અડચણ ના થવી જોઈએ. બાકી, પોતાનું નિરીક્ષણ કરવાની મજા જ કંઈક જુદી છે.
    —–
    પણ સૂક્ષ્મ રીતે આમાં એવું છે કે પેટને અમુક વસ્તુ ખાવાની ના પાડી, પણ મનથી જે તે વસ્તુનું ચિંતન પણ ના કરાય. મહાવીર આને સ્વભાવસાર કહે છે.

    દરેક ઇન્દ્રિયને એના જે તે કામમાં જ પ્રવૃત્ત રાખવી. પેટ કોઈ વસ્તુ ખાય નહિ, પણ મન એ વાતનું ચિંતન કરે, તો એનો કોઈ અર્થ રહેતો નથી. ઘણો ઊંડો વિષય છે. પણ મનોવિજ્ઞાનની રીતે પોતાની જાતને સમજવા માટે ખરેખર ખુબ ઉપયોગી સિદ્ધાંતો મહાવીરે કહ્યા છે. અરે, પૃથ્વી પર એ એક જ છે, જેણે ભોજન માટેના જાત જાતના પ્રયોગો ૪૦ વરસ સુધી કર્યા છે અને બધામાં એ પોતાની ચેતનાને વધુ ઉજાગર કરી શક્યા હતા.

    Like

    1. અરે અહીં તો ઉપવાસ કરીને ફરાળી વધું પડતું એટલે કે રોજ ખાતા હોય તેના કરતા વધુ ઝાપટી જતા હોય છે. એક સંબંધીના ઘેર જન્માષ્ટમીનાં દિવસે મને યાદ છે, બટાકાની સુકી ભાજી, રાજગરાના લોટનો શીરો, મોરિયાનો ભાત, શિંગોડાનો લોટ નાખીને બનાવેલી કઢી, બેસન નાખે તો ઉપવાસ ભાગી જાય, આવું બધું બનતું. આમ રોજ કરતા વધુ ઝાપટતા.

      Like

  16. નાનપણમાં અંગૂઠો ચુસવાવાળા બાળકો મોટેભાગે મોટા થઈને સિગારેટ/બીડીના વ્યાસની બને છે.

    Like

    1. શ્રી હિરલબહેન, કદાચ માનવા જેવી વાત છે.
      સત્યાર્થતા ચકાસી નથી પરંતુ જાણવા મળેલું કે નાનપણમાં અપૂરતાં સ્તનપાન કે એ પ્રકારે માતૃસ્નેહથી અળગું રહેલું બાળક અંગૂઠો ચૂસવાને રવાડે (ટેવ) ચઢવાની શક્યતા વધારે. અને એ આગળ જતાં સિગારેટ/બીડીના રવાડે ચઢે તેવી શક્યતા પણ વધારે. (મૂળ તો નાનપણે અચેતન મનમાં રહી ગયેલી અધૂરપ આ સિગારેટ/બીડી ચૂસવાને પ્રેરતી હોય તેમ બને !)

      જો કે આ સંબંધે નિરીક્ષણ અને ખાંખાખોળા કરવા જેવું છે. વધારે કશો સંદર્ભ મળશે તો અહીં જ જણાવીશ. આભાર.

      Like

      1. અપૂરતા સ્તનપાન સિગારેટ અને અંગુઠા ચૂસવાને માટે એકાદ કારણ તરીકે માની શકાય તેમ છે.

        Like

  17. અદ્‌ભૂત !
    ફરી એ ’વિચારે ગુજરાત’ માંહ્યલો ચમકારો જોવા મળ્યો !!! સસંદર્ભ અને માહિતીપૂર્ણ લેખ.
    ’કોઈ પણ વસ્તુના એડીક્ટ બની શકાય છે.’ — એકદમ સાચું અવલોકન. જો કે ’વ્યસન’ એ પણ સ્થળકાળને સાપેક્ષ સમજાતી ઘટના કહેવાય. જેમ સુટેવ અને કુટેવ. ટેવ તો બંન્નેમાં છે ! ’સુ’ અને ’કુ’ની ગણના સ્થળકાળને આધારે નક્કી થતી રહે. છતાંએ અમુક ટેવને સર્વ સ્થળકાળે ’કુટેવ’ ગણવામાં આવતી હોવાનું જણાશે.

    ભ.ગો.મં. માં ’વ્યસન’નો અર્થ જે ક્રમમાં આપ્યો છે તે ઘણો વિચારપાત્ર છે !
    * આસક્તિ. (૨) ટેવ, આદત, હેવા. (૩) દુઃખ, આપત્તિ, આપદા, સંકટ. (૪) ખુવારી, નાશ

    અને એક ’વિદ્યાવ્યસન’ શબ્દ પણ છે. (એક જાહેરાત યાદ આવી, ’દાગ અચ્છે હોતે હૈ’ દાગની જગ્યાએ વ્યસન વાંચી શકાય !!) પરંતુ સૌથી વધુ એ વાત ગમી કે, ’સાવ અનૈતિક ગણાવું તેના કરતા બીમાર સમજે તે સારું.’ વ્યસન (ખરાબ લાગતું હોય તે !) થી મુક્ત થવાનો એક જ રસ્તો છે; મક્કમ મનોબળ ! (અને મનોબળ મક્કમ બનાવવાના વળી ઘણાં રસ્તા છે !!)
    આભાર.

    Like

  18. ચંદ્રકાંત બક્ષી કહેતા કે દારૂ છોડવો સહેજ પણ અઘરો નથી, મે મારી જીંદગીમાં ચારસો વાર દારૂ છોડેલ છે.

    Like

    1. આ કૉમેન્ટ મૂળ માર્ક ટ્વેઇનની છે, ચન્દ્રકાન્ત બક્‍શીએ ગુજરાતી વાચકો માટે એનો ઉપયોગ કર્યો હશે. માર્ક ટ્વેઇનના મિત્રે સિગારેટ છોડી દીધી. એમની કૉમેન્ટ હતી કે તમે તો એક જ વાર સિગારેટ છોડી શક્યા છો, મેં તો વીસ વાર છોડી છે!

      Like

  19. ‘અમુક એડીક્શન મનને હાનિકર્તા છે. વ્યસનો અપાર છે. કોઈ પણ વસ્તુ કે ક્રિયાને વ્યસન બનાવી શકાય છે. કોઈ પણ વસ્તુના એડીક્ટ બની શકાય છે…..’

    વ્યસન દ્વયમેવ કેવલં વ્યસનમ્
    વિદ્યાભ્યસનં વ્યસનં,યદ્વા હરિપાદસેવનં વ્યસનમ્

    મૂર્ચ્છાઽસત્યા બાષ્પમલીકમ્ સમ્પદિ સક્તો રામો નૂનમ્ તદારાધનં કેવલમેકં પ્રબલં તે વ્યસનમ્

    Like

  20. કમ્પ્યુટર સાયબર સિક્યુરીટી ડીપાર્ટ માં હોવા ને લીધે મોટાભાગે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ નો હું ડેઈલી 13 કલાક કે તેથી વધુ પણ વપરાશ કરું છું,તો શું આને વ્યસન કેહેવાય ?? હા કામ વગર ક્યારે પણ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ નો વપરાશ નથી કરતો

    Like

    1. જોબ છે તમાર્રી વ્યસન ના કહેવાય..કારણ જવાબ તમે આપી દીધો છે કે કામ વગર કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ વાપરતા નથી.

      Like

Leave a comment