બાબા બનાવે બાબલા.

બાબા બનાવે બાબલા.
  આમતો બાબાનો અર્થ સાધુ સંત કે ગુરુ થતો હોય છે, પણ ગુજરાતી  લેક્સિકોન ડિક્ષનરી મુજબ એનો એક અર્થ લૂંટારો થાય છે. લગભગ બાબાઓ લૂંટવાનું જ કામ કરતા હોય છે માટે આવો અર્થ ભાષા શાસ્ત્રીઓ ગણતા હશે. બાબો શબ્દ વળી નાના બાળક જે છોકરો હોય તેના માટે વપરાય છે. ગામમાં ઘણા દિવસે જઈએ તો મિત્રો, સગા સંબંધીઓ પૂછે પણ ખરા કે તમારા બાબલા શું કરે છે? શું ભણે છે? આપણાં દીકરાઓ વિષે પૂછતાં હોય છે. દીકરી હોય તો પૂછે  બેબલી શું કરે છે? આમ બાબાઓને મોટા નાના ભણેલા કે અભણ સૌ બાબલા બની રહે તેમાં જ એમનું ભલું દેખાતું હોય છે.
    મળથી છલોછલ ભરેલો નિર્મળ બાબુડીઓ પણ જબરો જાદુગર. એ ય તમારે બેઠો હોય મોટા કીમતી સિંહાસન ઉપર, બાબલાઓ અને બેબલીઓ વારાફરતી હાથમાં માઇક લઈને બોલતા હોય, એકાદ પ્રણામથી ચાલે નહિ, કોટી કોટી પ્રણામ, બાબા તમારી કૃપાથી નોકરી મળી, એડમીશન મળી ગયું, પગ સારો થઈ ગયો, બંગલો મળી ગયો, સમાગમમાં આવવા માટે પૈસાની કે ટીકીટની વ્યવસ્થા થઈ ગઈ. બાબુડીઓ સમાગમ કરે છે, સમાગમનો અર્થ સહવાસ, એકઠા થવું, સહયોગ, મેળાપ, મિલન, પરિચય, પાસે આવવું વગેરે વગેરે થતા હોવાથી કોઈએ એના પ્રચલિત અર્થમાં અનર્થ કરવો નહિ. જેમકે બાબાનો અર્થ લુટારો પણ થાય છે છતાં પહેલો અર્થ મનમાં તો સાધુ સંત જ આવવાનો.
     બાબા રામદેવ જેવી સેઈમ મોડસ ઓપરેન્ડી. બાબા પગના તળિયે કે ઘૂંટણમાં દર્દ હતું પણ કપાલભાતિ કરવાથી મટી ગયું. બાબા આર્થરાઈટીસ હતો પણ ભસ્ત્રિકા કરવાથી મટી ગયો. એજ માઇક અને એજ પ્રલાપ. ખેર પ્રાણાયામ બ્રીધિંગ ટેક્નિક તરીકે સારી વાત છે અને આયુર્વેદ પણ અમુક સામાન્ય દર્દોમાં ઘણો સારું કામ આપે છે. હર્બલ મેડીસીન તરીકે વિખ્યાત છે, ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ સાથે ક્રોનિક દર્દોમાં ઘણું સારું પરિણામ આપે છે. મને સૂકી ખાંસી થાય તો કફ સિરપ કરતા સિતોપલાદિ ચૂર્ણ વધુ માફક આવે છે. મારું માઇગ્રેન અને સૂર્યાવર્ત કોઈ પેઇન કીલરથી મટતું નહોતું, આયુર્વેદે મટાડી દીધેલું. પણ કેન્સર કે હાર્ટ ઍટેક કે બીજા કોઈ ગંભીર રોગોમાં કામ ના પણ લાગે. જોકે અહી નિર્મળ બાબુડીઓ તો કોઈ દવા વગર અને હાથ પણ લગાડ્યા વગર જ બધું મટાડી દે તો નકામાં કડવા ચૂરણ શું કામ ફાંકવા??બાબા રામદેવ ચેતો??
       બાબુને  ગ્લોરીફાય કરતો બકવાસ બંધ થાય એટલે બાબુ કહેશે ચાલો કાળા કલરના પર્સ, વોલેટ બહાર કાઢો અને ખોલીને સામે ધરી રાખો, બાબો હાથ હલાવે, પર્સ ધરીને બેઠેલી બબૂચક જનતાના મુખ પરના ભાવ જોવાની  મજા આવે, લાલચુઓ વગર મહેનતે પર્સ પૈસાથી ભરી દેવાની ખેવના રાખતા જાણે હાલ પર્સ અને ઘરની તિજોરીઓ ભરાઈ જવાની. કોઈ બબૂચકને પ્રશ્ન મનમાં ઉદ્ભવે નહી કે બાબો એના ઘરની તિજોરીને કાળા રંગે રંગીને હાથ હલાવીને કેમ નથ ભરી દે તો? શા માટે સમાગમમાં હાજરી આપવાની તગડી ૨૦૦૦ રૂપિયા ઍડ્વાન્સમાં ફીસ વસુલે છે? એના બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા ભરી દેવાના પછી SMS આવે, અને તે માટે મોબાઈલ નાં હોય તો પહેલા મોબાઈલ ખરીદો. સમાગમ વખતે બૅન્કમાં પૈસા ભર્યાનું ચલન રાખવાનું સાથે એક વેલીડ આઈડી પણ રાખવાનું. બાકી નો એન્ટ્રી. આટલાં બધા મહાન બાબા હોય તે દેશ આજે ગરીબ અને લાખો લોકો પાસે નાં ઘર છે નાં પૂરું ખાવાનું.
   વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે વિજાપુરમાં રહેતા હતા. તે સમયે ખેરાલુ બાપુનું વાવાઝોડું ટૂંક સમય માટે આવેલું. બાપુ પાણીમાં ફૂંક મારીને પીવા આપતા અને લોકોના અસાધ્ય રોગ મટી જતા. કદાચ બાપુના પવિત્ર મુખમાં રહેલા બેક્ટેરિયા રોગ મટાડવાનું દુર્લભ કામ કરતા હશે. ઘેલા ગુજરાતમાં વળી પૂછે કોણ? ધંધો એટલો બધો ચાલ્યો કે વ્યક્તિગત પાણીના શીશામાં ફૂંક મારીને બેક્ટેરિયા ફેલાવવાનો સમય ઓછો પાડવા લાગ્યો. તો બાપુએ મેદાનમાં લોકોને એકઠા કરીને માઇલો સુધી પહોચે તેવી ફૂંક મારવાનું શરુ કરેલું. અમારી પડોશમાં એક પી.ડબ્લ્યુ.ડી. ખાતામાં નોકરી કરતા સિવિલ એન્જીનીયર રહેતા હતા, તે વળી આખી જીપ ભરીને પાણીના બાટલા લઈને ત્યાં પહોચી ગયેલા. બાપુએ બે માઈલ  દૂરથી ફૂંક મારીને પાણી પવિત્ર કરી નાખેલું. જાણે ઇડરિયો ગઢ જીતીને આવ્યા હોય અને પરોપકાર કરતા હોય તેમ આખા દેવાણી વાસમાં આ પાણીની બોટલો ફ્રીમાં આપેલી. મારા ઘેર પણ એક બોટલ ભેટ આવેલી. મને ત્યારે પણ હસવું આવતું  હતું અને આજે પણ આવે છે.
     એક મિત્રે આખી જીંદગી ગુરુજી સેવા કરેલી. લાખ રૂપિયાનો ધંધો બગડતો હોય તો બગડવા દે, પણ ગુરુજીનો ફોન આવે તો તરત અમદાવાદ દોટ મુકે. પાર્ટનરે ૧૨ લાખનો ચૂનો ચોપડ્યો તો ગુરુજીએ હાથ ઊંચા કરી દીધા કે કરમ તો ભોગવવા પડે, દેવું ઓછું થયું વહેલું વૈકુંઠ મળશે.
   બાબાઓ પ્લસીબો Placebo ઈફેક્ટનાં જાણકાર હોય છે. irritable bowel syndrome પીડાતા કેટલાક દર્દીઓ ઉપર એક રીસર્ચ કરવામાં આવેલું. આ લોકોને જણાવેલું કે એક્ટીવ ઇન્ગ્રેડીએન્ટસ વગરની આ ટેબ્લેટ રોજ સવાર સાંજ બે વાર લેવાની છે. ૫૯ ટકા લોકોને ત્રણ અઠવાડિયા પછી રાહત થઈ ગયેલી. પ્લસીબો ઈફેક્ટનું એક્જેટ મીકેનીઝમ શું છે તે ક્લિયર નથી. પણ એની અસર થાય છે ખરી. માઈન્ડ કંડીશનિંગ પણ ભાગ ભજવે છે. શરીર શીખતું હોય છે કે એક કેપ્સ્યુલ ખાધી કે તરત રાહત થવાની ચાલુ. અરે પેલાં દર્દીઓને વૈજ્ઞાનિકો કહેલું પણ ખરું કે ગોળીઓ નકલી છે અને પ્લસીબો ઈફેક્ટમાં વિશ્વાસ રાખશો નહિ, છતાં કેટલાંને રાહત થઈ ગયેલી. Ted Kaptchuk નામના રીસર્ચરે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં આ પ્રયોગ કરેલો.
   તમે કાર ચલાવતા હોવ અને આઇફોનમાં ઈમેલ કે ટેક્ટ મેસેજનો રણકાર સાંભળો તરત તમે પેલાં પાવલોવના કૂતરાની જેમ લાળ ટપકવાનું ચાલુ. પાવલોવ રશિયન વૈજ્ઞાનિક હતો. ચોક્કસ સમયે કૂતરાને ખાવાનું આપે ત્યારે ઘંટડી વગાડતો. પછી ખાવાનું આપ્યા વગર પણ ઘંટડી વગાડે કૂતરાની લાળ ટપકવાની ચાલુ. ઈમેલ કે મેસેજનો રણકાર સાંભળી બ્રેઈન “dopamine squirt ” રિલીજ કરતું હોય છે, જે આપણને ઉત્તેજિત કરતું હોય છે. જયારે તમે દવા સમજીને સુગર પીલ ખાઓ ત્યારે સારું લાગતું હોય છે, દર્દમાં રાહત લાગે. રાહતની લાગણી કરતા કૈક વધુ બની રહ્યું છે, ખરેખર તમારું શરીર એન્ડોર્ફીન્સ રિલીજ કરતું હોય છે, ભલે નકલી ગોળી લીધી હોય. Every mental process is represented in the brain . બ્રેઈનમાં કશી હલચલ નાં થાય તો placebo પણ કઈ કામ ના કરે.
  ન્યુરોસાયન્સ શું છે? બ્રેઇનમા શું ચાલે છે તેનો અભ્યાસ છે. પણ મોટાભાગે આપણે જાણતા નથી કે dopamine અને સેરોટોનીન વચ્ચે શું તફાવત છે? કે હિપોકેમ્પસ અને amygdala શું છે? બસ કશું મગજમાં થયું, શું થયું? ભગવાન જાણે?  કાર ચલાવતા ચલાવતા પણ આઇફોનમાં મેઇલ ચેક કર્યા વગર રહી શકતા નથી, ભલે એક્સીડેન્ટ થઈ જાય. આમ પ્લસીબો ઇફેક્ટ ઘણું કામ કરી જાય છે. પ્લસીબો ટેબ્લેટ એક નાં બદલે બે વધુ કામ આપે છે, નાની કેપ્સ્યુલ કરતા મોટી  કેપ્સ્યુલ વધારે કામ આપે છે, પિલ્સ કરતા ઇન્જેક્શન વધુ રાહત આપે છે, જેમ દર્દ વધુ તેમ પ્લસીબો ઇફેક્ટ પણ વધુ, એક રોગ માટે સાચી દવા લીધી હોય તેજ દવા બીજા રોગમાટે નકલી પ્લસીબો તરીકે વાપરો તો વધુ ફાયદો આપે છે.  એન્ડોર્ફીન્સ પ્લસીબો ઇફેક્ટ માટે જવાબદાર હોય છે.
   બસ આ બાબાઓ જાણે  અજાણે પ્લસીબો ઈફેક્ટનો ઉપયોગ કરતા હોય છે. ડૉક્ટર ખાલી એની ફીસ વસૂલ કરતા હોય છે પણ આ બાબુડીયા તો તન, મન અને ધન સુધ્ધા હરી લેતા હોય છે. આમેય આપણે એડમીશન કે નોકરી માટે પ્રયત્નો કરતા જ હોઈએ છીએ. સફળ થઈએ તો બાબા કહેશે મારા લીધે થયું, નહિ થઈએ તો ફરી એની પાસે જવાના નથી, પણ ૨૦૦૦ રૂપિયા તો ગયાને? બાબુડિયાનાં ગતકડાં જુઓ. એક ભાઈ ૨૦૦૦ રૂપિયા ભરીને ગયા. બાબો પૂછે કે સવારે દૂધવાળો આવે તો દૂધ લેવા કોણ જાય છે? ભાઈ કહે કોઈ વાર હું જાઉં કે છાપું વાંચતો હોઉં તો ઘરમાંથી બીજું કોઈ જાય. બાબો કહેશે બસ દૂધ લેવા જાતે જતા નથી ત્યાંથી કૃપા આવે છે તે અટકી જાય છે. પેલાના ૨૦૦૦ રૂપિયા તો પડી ગયા. બીજાને કહેશે ફલાણા મંદિરે જાઓ છો?  મંદિર નજીકમાં હોય તેના વિષે કહેશે. જો તમે કહો ના તો કહેવાનો મંદિરે જતા નથી માટે કૃપા અટકી ગઈ છે. અને કહેશો હા જાઉં છું તો પૂછવાનો વચમાં શું આવે છે? તમે કહેશો વચમાં કોઈ નાનું દેરું આવે છે, બસ ત્યાં નળિયેર વધેરતા નથી માટે કૃપા અટકી ગઈ છે. તમને પૂછીને બહાનું શોધતા વાર કેટલી??સાવ બકવાસ બાલીશ ગતકડાં કાઢતો નિર્મળબાબા આજે મોટો સેલીબ્રીટી બની ચૂક્યો છે.
ખેરાલુ બાપુ પછી જેલમાં ગયેલા.
ધર્મ એક લાયસન્સ છે લોકોને ડફોળ બનાવી લૂંટવાનું. પેલો પ્રખ્યાત અશોક જાડેજા એકના ડબલ કરી આપતો હતો તેને જેલમાં પણ નાખેલો, અને આ બાબુડીઓ જેલમાં નહિ જાય કેમકે એની પાસે ધર્મનું લાઈસન્સ  છે. ટીવી ચેનલો બીજી જાહેરાતોની જેમ કેમ કહેતી નથી કે આ પેડ પ્રોગ્રામ છે?  pseudo spiritualism એક જુનો રોગ છે ભારતમાં. બધા આમાં સંડોવાયેલા છે, કિરીટભાઈજી, રમેશ ઓઝા, મોરારીબાપુ, સ્વર્ગસ્થ પાંડુરંગ દાદા અને હવે દીદી, આશારામ, રામદેવબાબા થી આજના નિર્મલબાબા સુધી. કેટલાના નામ લખીશું??

45 thoughts on “બાબા બનાવે બાબલા.”

 1. aapne vagar mahente badhu joea chhe.darek manas ne khabar chhe ke potana mansik takat per j badhu chhe, aa bapu o aajna yug ni jaheratni yuktino upyog kari manas ne murakh banave chhe,aa badha kem aatala prkhyat chhe?koea teno vichhar karyo chhe? aapni nabalaeo, jate vicharvu nathi,duniya su kaheshe?sachu janto hova chhata duniya thi darine,khoti dekhdekhimo khota adamberma satyano tyag kare chhe.t.v. chhenal jovi chhe, parantu koea potana mulbhut dharmana , sacha gyan apta pustako vachhava, vasavvani taklif lidhi chhe?pote janto to nathi tatha potana anugamione pan kashu aapto nathi.pote pachhat ganase te bike dharm mathi sachu gyan melavvani koshish karto nathi.

  Like

 2. મારા બચપણમાં તો ઘણી વાર સાંભળવામાં આવતું કે “બાબાભાઈની બેબીને બાબો આવ્યો.” લો કરો વાત!

  લોભિયા હોય ત્યાં જ લુંટારા ફાવે તેવું નથી, મુર્ખાઓ કે આળસુઓ હોય ત્યાં પણ ફાવતા હોય છે.

  ગંભીર અને અસાધ્ય ગણાતા રોગો પણ કોઈ કોઈ વાર આયુર્વેદિક ચિકિત્સાથી મટતા હોય છે. પરંતુ તેવા કિસ્સાઓને ગાઈ વગાડીને રજુ કરવામાં આવે છે જયારે તેનાથી અનેકગણા કિસ્સાઓમાં નિષ્ફળતા મળી હોય તો તે ભૂલી જવાય કે છુપાવી દેવાય છે. રોગ ના મટ્યો હોય તો દર્દી કાં તો મરી ગયો હોય કે પછી બીજા પાસે ગયો હોય પણ તે તો અસલ વૈદની સફળતા માં જ ગણી જાય. કારણ કે નિષ્ફળતાનો કોઈ રેકોર્ડ રાખવાનો નથી હોતો.

  Like

  1. આયુર્વેદ હર્બલ મેડીસીન સાયન્સ જ છે. ઘણા અસાધ્ય રોગો મટી જતા હોય છે,એની પણ ક્યાંક લીમીટ હોય છે. એક ભાઈને થાયરોઈડનું કેન્સર હતું, એમને સગાઓએ ખૂબ કહ્યું પણ માન્યા નહિ અને રામદેવની દવાઓ ખાધે રાખીને વહેલા ઉકલી ગયેલા.

   Like

 3. BHAI SHRI,
  YOU ARE RIGHT , I TOTALLY AGREE AND CONFIRM ALL YOU NARRATED IS OPEN AND I ALSO SEE AND WITNESS EVERY DAY ALL THESE NATAK OR DRAMA BY EACH ONE OUR SO CALLED SPRITUAL LEADERS . EVERY BELIEVER OF THE SIGHTED GURU WANTS TO CONFIRM THIS IS AS CORRECT , BUT EXCEPT OF THEIR GURU OR BABA OR KATHAKAR OR SADHU OR SANT OR (SETAN) .why they pay or cost for t.v. paid advt.?

  ALL COLLECT MONEY FROM HIS OR HER FOLLOWERS AND SAY I DONT ASK BUT THEY PAY, BLINDLY OR HAVING FAITH IN HIM. NO BODY HAS ONE FARM OR INDUSTRY OR BUSINESS TO EARN THEIR SAY IS AN ART OR TECHNIC OR MAGIC . WHAT WE CAN DO? .–OUR ALL BLOGGS ARE DOING SO; BUT WHO WANTS TO KNOW AND FOLLOW? WE ARE NOT NASTIC , BUT LOOKING ALL THESE LOOTINGS WE ARE BURNING IN HEART AND IF WE DARE TO SAY, EVERY BODY WILL JOIN US ,YES THIS IS CORRECT BUT OUR GURU IS NOT GANTAL, OTHERS ARE SETAN WE KNOW.

  NOW WHOLE WORLD ALL RELEGIONS, SAMPRADAYA OR EVN BAVA -BAVIO OR LEADERS OF POLITICAL PARTIES OR AN ORDINARY NETA OF VILLAGE OR TOWN OR CITY DOING SAME AND THEY FOLLOW THEM AND WASTE MONEY ACCORDING TO US OR ANY ONE LEARNED OR WITH COMMON SENSE. BUT THEY MEAN WE ARE DOING WITH FAITH IN HIM.

  YOU ARE WELL STUDIED AND EXPERIENCED, AND LOOKING TO MY AGE I ALSO KNOW ALL THESE BUT I HAVE NO COURAGE TO SPEAK OR SAY AS BANIA BY BIRTH OR DUE TO CIRCUMSTANCES IN WHICH— I HAVE TO CONTROL MY ATMA, MY GOD OR MY UNDERSTANDING AS THEY SAY YOU DONT KNOW OR NO STUDY.

  IN GEETA KRISHNA HAS TOLD DONT TELL TO ANY ONE my geeta-WHO IS NOT BELIEVING ME AS PAR BRAHAM ; and MEAN A GOVALIO, IT WILL HAVE NO EFFECT.

  NOW A DAys advertisement by any or all means can make a man MAHATAMA ,or GOD no body has time to study or analise or servey and no body try to do so or go in deep and those activist like you or annaji or his team member will be victimised by people in power either political or relegious. they are in a pack and also help each other., all victims are sufferrings no govt or court is doing any thing. for years and years.——- justice delayed is denied.

  You know and many more, you have boldly named iN the last line of the articles, but many hundred and thousands Such Gurus ARE DOING and ONLY except the follower of that particular guru, others are setan and one who believe in is SANT AND/OR GOD for him..

  Now guide me or let us have telephonic talk what we can do? otherwise of no use burning our blood, i have no spare blood or time to make them or bring them to senses, its my inability i mean.
  thanks take time to talk 631-471-7799, free and time god bless youWITH RESPECT AND REGARDS. WE ARE IN THE SAME BOAT. I CAN NOT TYPE OR WRITE IN GUJARATI AND NO PROPER WORDS IN ENGLISH SORRY. THANKS FOR THOUGHTS I LOVE TO READ AND ENJOY

  Like

  1. પ્રફુલ્લભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જૈફ વયે પણ આટલું બધું લખીને આપની બળતરા જાહેર કરો છો, જયારે આજનો યુવાન સાવ અંધ બનીને આવા ધુતારાઓને અનુસરતો હોય છે તે જોઈને ખૂબ દુઃખ થતું હોય છે. આપનો પ્રેમ, લાગણી અને આદર આપના લખાણમાં અનુભવી શકું છું. હું ફોન કરીશ. આપ તબિયતનું ધ્યાન રાખશો.

   Like

 4. ભુપેન્દ્ર્સીહ,
  બાબા શબ્દ ના અર્થ ઘટન ઉપર રમુજ વાંચી આનંદ આવ્યો.
  પ્રશ્ન એ થાય છે કે તમારો આ લેખ ગુજરાત ના નામાંકિત છાપા (અખબારો) જેવા કે
  સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલ છાબ કે બીજા કોઈ પણ પ્રકાશિત કરે કે નહ્યી?
  ધારો કે છાપે તો પ્રશ્ન નથી, પરંતુ ના છાપે તો છાપા ના તંત્રીઓ અથવા
  આ લેખ ના છાપવા ના નિર્ણય માટે શું કારણો આપે?

  Like

  1. કોઈ લીડિંગ ન્યુઝ પેપર છાપે નહિ. એમને ધંધો કરવાનો છે, બાબાઓના આશ્રિત હોય છે. સંદેશના એક સહ એડિટરને ખાલી ફેસબુક ફ્રેન્ડ હોવાના નાતે મારા લેખો ટેગ કરતો હતો તેમાં પણ ભાઈ નારાજ થઇ ગયેલા. મને એમ કે ભાઈ વાંચન શોખીન હશે અને મારા લેખો એમને ગમશે. હું કોઈ બકવાસ ફોટા કે વાક્યો કે કવિતા માટે ટેગ કરતો નહોતો. એક કારણ બહુ સહેલું છે કે મારા લખાણો લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવે તેવા છે.

   Like

 5. તમારા લેખો વાંચું છું.ખરેખર સુંદર અને માહિતીથી ભરપુર હોઈ છે.
  લોકોને શિક્ષિત કરતુ તમારું અભિયાન સફળ થાય એવી અભિલાષા.
  હર્ષદ મહેતા.

  Like

 6. પ્લસીબો ઇફેક્ટ ની ખૂબ સરસ સમજુતિ

  અંધશ્રધ્ધા અંગે એક સંત સામે ઉહાપોહ થયો કે તે લૂંટી ગયો અને ખબર પણ ન પડી!!

  ત્યારે વારંવાર કહેવામાં આવે છે કે તેમા લૂંટાનાર પારખી ન શકે કે આ સંત છે કે લુંટારો ?

  તો કોનો વાંક ?
  મારું નમ્રપણે માનવું છે કે પ્લસીબો ઇફેક્ટ ની સારી અસર હોય તે સ્વીકારી રાહત માટે વાપરવી

  Like

 7. “આયુર્વેદ પણ અમુક સામાન્ય દર્દોમાં ઘણો સારું કામ આપે છે. હર્બલ મેડીસીન તરીકે વિખ્યાત છે, ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ સાથે ક્રોનિક દર્દોમાં ઘણું સારું પરિણામ આપે છે.”
  એલોપથિક ડોકટરો જ્યાં સુધી ચોક્કસ નિદાન ન થાય ત્યાં સુધી સારવાર ચાલુ કરતા નથી. તેથી કોઈ કોઈ વાર એવું પણ બને છે કે બધા ટેસ્ટ કરાવવા છતાં રોગ પકડતો નથી અને ડોકટરો ઉપાય ચાલુ કરતા નથી. આવા સંજોગોમાં રોગી વૈકલ્પિક ચિકિત્સા કરવા ઈચ્છે તો પણ આયુર્વેદિક અથવા હોમિયોપેથીક ઉપચાર કરે તે હિતાવહ ગણી શકાય, બાબાચિકિત્સા તો નહીં જ.
  પ્લેસીબોનો અખતરો તો મેં પણ કર્યો હતો. એક ભાઈનું માથું સખત દુખતું હતું તે વિટામીનની ગોળી આપવાથી મટી ગયું હતું. ભાઈએ દવાનું નામ પૂછ્યું તો મારે કહેવું પડ્યું કે મને ખબર નહોતી, મારા ડોક્ટર ભાઈએ અમેરિકાથી મોકલેલી ટીકડી હતી.

  Like

 8. Bhupenbhai,

  Have you ever had this type of revolutionary thoughts about baba(or any other holy persons you mentioned) when you were in India or you just got enlighten here in America?

  Do these babas preach to live a life addictions free?
  http://en.wikipedia.org/wiki/Addiction

  Look at the astrologers what they do to people?

  http://en.wikipedia.org/wiki/Vastu_shastra
  http://en.wikipedia.org/wiki/Fortune-telling
  http://en.wikipedia.org/wiki/Palmistry
  http://en.wikipedia.org/wiki/Gambling

  Like

  1. ભારતીય અમેરિકનો વળી ખૂબ અંધશ્રદ્ધાળુ છે. માટે દર ઉનાળે એક આખી ફોજ બાબાઓની અહીં ઉતરી આવે છે. હું પહેલેથીજ આવો છું. ફક્ત મને ખબર નહોતી કે હું આવું લખી શકીશ. કે મારામાં લખી શકવાની થોડી ઘણી આવડત છે. અહીં આવીને કોમ્પ્યુટર જરૂર પૂરતું શીખ્યો અને લખવાનું શરુ કર્યું છે. આભાર.

   Like

 9. મારો સગો ભાઇ1978મા અમદાવાદ્થી ગુમ થૈ ગયોહતો ત્યારે એ 28 વર્ષનો હતો. મારાપિતાજી બિલકૂલ તમારાજેવાજ
  વિચારો ધરાવતા.હુ સાતમા ધો.મા હતી ત્યારે આબુ-અંબાજી ગયેલા .અમેબધા મન્દિરમા દર્શન કરવા ગયા પણ તે ન
  આવ્યા અને બહર ફર્વા જતા રહ્યા.મને એમનો વારસો અમુક બાબતોમા મળ્યો છે. (થોડીક આડ્વાત થઇ ગઇ.)
  મારા એઅભાઇનો પત્તો આજસુધી નથી.તેના કોઇ સમાચાર પણ નથી. મારા માતાજીને કારણે મારે એની શોધખોળ માટે એમની સાથે આવા બાવલાઓ પાસે જવુ પડ્યુ હતુ. કેટલાએ પૈસા બરબાદ કર્યાપછી મે તેમને કહ્યુ કે-
  આવુ બધુ કરવાનો કોઇ અર્થ નથી. આમારાબધા ભૈ બહેનોમા હુ સૌથી મોટી એટલે મને બહુ કહે નહી,જાતે જાતે પ્રયત્ન કર્યાકરે. આવખતે થયેલા ઘણા બધા અનુભવો હુ આપને કોક્વાર લખિને મેલ કરીશ.

  આબાબાની પાછળ બહુ પડ્યા છો આને આપણે આ આપનો લેખ મેલ કરીશુ?

  Like

 10. બાબા વિષે વધારે નહોતો જાણતો પર્ંતુ તમારી આ પોસ્ટ અને બ્લોગ પરનું લખાણ વાંચ્યા પછી યુ ટ્યુબ પર બાબાના ૪ વિડીયો જોઈ કાઢ્યા. બીલકુલ બકવાસ બાબા અને બાબાના દરબારમાં ભણેલા ગણેલા(સોરી ભણૅલા પરંતુ ગણૅલા નહી તેવા) લોકો ને જોઈ આશ્ચર્ય થયું. કોઇ પણ જાતના આધ્યાત્મિક બેઝ વગરનો બાબાનો બકવાસ સાંભળવા લોકો ૨૦૦૦ રુપિયાનો ખર્ચ કેમ કરતા હશે?.બાબાની વેબસાઈટ કોઈ પ્યોર કોમર્સીયલ વેબસાઈટને ટક્કર મારે તેવી છે.વેબસાઈટ પર સમાગમના ૨૦૦૦ ક્યાં,ક્યારે અને કેવી રીતે આપવા તે બાબત પરજ મહત્વ અપાયું છે. …બાબા ના બિલકુલ વાહીયાત સવાલોના, ચાલાકીપુર્વકના અતિવાહીયાત જવાબો..જેવા કે….સેમસંગકા મોબાઈલ ક્યું નહી લિયા? સસ્તા મોબાઈલ લેને સે તુમ્હારી તરક્કી રુક ગઈ…..બેન્ક મે સે સોને કા બિસ્કીટ ખરીદના શુરુ કરો……ક્રિકેટકા નયા બેટ ખરિદ લો………..આ બધું જોયા પછી મને આવા બાબાઓ પર ગુસ્સો નથી આવતો..પરંતુ આવા બાબાઓ ને મહાન બનાવનારી મુરખ પબ્લીક પર બેહદ ગુસ્સો આવે છે.

  Like

  1. રાઓલજી,
   તમારા લેખ મારફતે આ જાણ્યું. હું તો આ બધું જોતો નથી. ઘણાં ભલામણો કરે કે ફલાણી ચેનલ પર ફલાણાને સાંભળજો. પણ ક્યારેય મન થયું નથી. હવે તો જોવું જ પડશે! મજા આવે તેવું જણાય છે!

   Like

 11. ખરા સંત પુરુષ નું કામ ધર્મ માંથી કચરો સાફ કરી ને એને ખરા સ્વરૂપ માં સમાજ સામે મુકવો અને વ્યક્તિ ને વિકાસ ની તરફ કુચ કરાવી એ છે..( માનસિક, વૈચારિક, અધ્યાત્મિક ) ..બાપુ તમે આ બધા ઓ ને વખોડ્યા સારી વાત છે પણ તમારા ધ્યાન માં સર્વાંગ અને સંપૂર્ણ કોઈ બાબો હોય આજના યુગ માં એની જાણ કરવા વિનંતી…..

  Like

 12. ભાઈ મને તમારા “બાબાઓની જરૂર જ ક્યાં છે?”

  વાક્ય પર મજાક સુઝી.

  વિષયઆંતર કરવાનો ઈરાદો નથી

  બાબાઓ ની જરુરજ નથી જરૂર છે બેબીઓ ની! (Pun on “Baba”)

  જો આ સ્ત્રી ભૂર્ણ હત્યા ઓછી નહિ થાય તો……..

  બધા બાબા વાંઢા રહેશે !!!

  Like

 13. શ્રી.ભુપેન્દ્રસિંહજી,
  માળું આ ’બાબા’ વિશે કશું સાંભળ્યું નથી ! કદાચ અમારે સૌરાષ્ટ્ર બાજુ આ બાબાનું ચલણ નથી !! જો કે આ બાબા જો ૨૦૦૦|- અંકે રૂ|. બે હજાર જેવી તગડી ફી વસુલતા હોય તો સૌરાષ્ટ્ર બાજુ તેની ભક્તિ ચાલે પણ નહીં ! કેમ કે અહીં તો ત્યાગી અને વૈરાગીને જ સન્માન મળે ! સીધા ધંધાદારીઓને લોકો ઘાસ પણ ન નાખે !

  પ્લસીબો ઈફેક્ટ અને પાવલોવના પ્રયોગો અભ્યાસમાં આવેલા, આજે યોગ્ય જગ્યાએ, યોગ્ય સંદર્ભમાં, જાણવા મળ્યા. સરસ સમજૂતી આપી છે. આગળ શ્રી કિરણભાઈએ કહ્યું તે જ કહીશ, ’મને આવા બાબાઓ પર ગુસ્સો નથી આવતો..પરંતુ આવા બાબાઓ ને મહાન બનાવનારી મુરખ પબ્લીક પર બેહદ ગુસ્સો આવે છે.’ જો કે ’મુરખ પબ્લીક’ કહેવા કરતાં હું ’લાલચુજનો’ એમ કહેવું પસંદ કરીશ. અગાઉ મેં ક્યાંક લખેલું તેમ આ લાલચનો ખેલ છે ! બંન્ને પક્ષે લાલચ ! આમાં કોઈ અબૂધ નથી, કોઈ છેતરાતું નથી ! બસ એક ખેલ છે જેમાં સ્વૈચ્છાએ ભાગ લેવાય છે અને દરેકને હું જ કાંદા કાઢી લઈશ એવો આત્મવિશ્વાસ હોય છે !!! બન્ને પક્ષને માલમલિદો મળ્યે રાખે ત્યાં સુધી બહુ મજા હોય છે અને વાંકુ પડે તો બાબાને અન્ય મુરઘાંઓ અને મુરઘાંઓને અન્ય બાબાઓ લાઈનમાં ઊભા જ હોય છે ! આ બધા બહુ જબરજસ્ત ગેમપ્લાન્સ હોય છે. ખરેખર ભોળા માણસ હોય તેમણે આ ઝંઝટથી ગાઉ એક છેટું જ રહેવું હિતાવહ છે. આપના લેખમાંથી ખરેખર તો આ ખરા ભોળા માણસોએ જ કંઈક સમજણ મેળવવી રહે. બાકી જેવી જેની મરજી.
  આભાર.
  આભાર.

  Like

  1. Ashokbhai,
   Very nice! your explanation has practicality and is quite reasonable.
   Personally in my view it makes good sense too, explaining why so many follow the path.

   Like

 14. અરે આ ’મળથી છલોછલ ભરેલો નિર્મળ’ બાબુની કથામાં મુદ્દાની વાત વિસરાઈ ગઈ !
  આપને અને કુરુક્ષેત્રનાં સર્વે સાથી/સામા યોદ્ધાઓને (યોદ્ધા કહેતાં નર-નારી બંન્ને ગણી લેવું !) મકર સંક્રાન્તની હાર્દિક વધાઈ.

  Like

 15. અમારા વિસ્‍તારમાં પણ આવા એક બાબા રહે છે. બધા માનતા, બાધા, રાખે છે. દર બિજે મેળાની જેમજ માણસો ઉભરાય છે. લોકોની અંધ શ્રધ્ધાના જોરે બાબાનો ધંધો જોરદાર ચાલી રહ્યો છે. બાબા ફોરવીલમાં જલસા કરે છે. જે.સી.બી. પણ છે. ગાયો, ભેસો, ઘોડા, ખેતી, ઘણું બધું પ્રજાના જોરે ચાલે છે. બાબા સંસારી છે બે પરણેલા છોકરા પણ છે. હું વર્ગમાં બાળકોને બાબાની સીગારેટ ની સતત વાત કરતો. પણ પ્લસીબોની વાત થી વધારે સ્‍પષ્ટતા થઇ.તમે મંજુરી આપો તો મૈત્રી સ્‍પંદ (અમારું લોકલી) સામાયીકમાં તમારો લેખ પરકાશિત તમારા નામ જોગ કરીએ. સાધુ ક્યારેય વ્‍યસની ન હોય અને જો વ્‍યસની હોય તો તે સાધુ ન હોય. તમારો લેખ વાંચી તમને કહેવાનું મન થાય કે તમારું કુરુક્ષેત્ર જેવું જ કામ છે.

  Like

 16. ભુપેન્દ્રસિંહ:
  આપે ખરેખર કમાલ કરી. સુંદર લેખ. આવા લેખો વાંચીને ગુજરાત ના ભણેલા લોકોની આંખો ઉઘડે તેવી આશા રાખીએ .
  અમેરિકાની જેમ ટીવી ઉપર આવા કટાક્ષોનુ રોજ પ્રસારણ થવાની જરૂર છે. કદાચ આ માટે તમો ટીવી વાળાઓને સુંદર સ્રીક્પ્ત ઉપલબ્ધ કરી શકો તેમ છો. અભિનંદન.
  કેશવ

  Like

 17. ગમે તેટલું લખો આ બાબાની જમાતની પાછળ-પાછળ ચાલનારાં પોતાની ભીતર જોવાના નથી! એ લોકોને પૂરો ભરોસો છે કેઃ આ બાબા જ એમને સ્વર્ગમાં પહોંચાડશે!
  જીવન ભલે નર્ક થઇ જતું હોય સ્વર્ગમાં પહોંચવાની કેટલી બધી ઉતાવળ છે આ લોકોનેઃ સૂર્યોદય થતાં જ હર એક ચેનલ પર આજ ભક્તિભાવ! તમે આ બાબાઓને, લોકોને આડા હાથે લીધા- ગમ્યું.

  Like

 18. વાહ બાબા વાહ ,સરસ લખો છો. પણ વાંચનારા અને અમલ કરનારા કેટલા? પેરિયાર રામાસ્વામી,મહાત્મા જ્યોતિબા ફૂલે ,ડો. બાબા સાહેબ આંબેડકર,કબીર, અખો ભગત,દયાનંદ સરસ્વતી,સ્વામી વિવેકાનાદ,સ્વામી સચ્ચીદાનાદ કેટલા બધાએ પ્રયત્નો કર્યા છે.ભારતની ભોળી પ્રજાને પોતાની જાતને ધાર્મિક અને ઉચ્ચ કહેનારા પાખંડીઓ બાનમાં લઈને બેઠા છે.બીજા ધર્મોમાં પણ આજ પરિસ્થિતિ છે.ક્રિયાકાંડ ન કરનારો અધર્મી અને કહેવાતા ક્રિયાકાંડ કરીને ધોળા દિવસે લુંટનારા લાંચ લેનારા તેમજ જીવ અહિંસામાં માનનારા ધર્મના નામે હિંસાનું આચરણ કરનારા પાંખડીઓને ફક્ત અને ફક્ત વિચાર ક્રાંતિ વડે જ મહાત કરી શકાશે .
  વિચારોનું પ્રદુષણ કોણ ફેલાવી રહ્યું છે? ટીવી, વર્તમાન પત્રો ,સીરીયલો,સિનેમા ,પુસ્તકો,કથાઓ, પગપાળા યાત્રાઓ, રાજકારણીઓ અને ખુદ લોકો દ્વારા.
  ભૌતિકતાનો વિરોધ કરનારા ભૌતિકવાદી બની ગયાછે.ભારતની સંસ્કૃતિ મહાન છે. ભારતમાં આજે સંક્રાંતિકાલ ચાલી રહ્યો છે.ધર્મના નામે દબાવી રાખેલી જાતિઓ આજે જાગી ગઈ છે.રામ, મદિર, મંડલ,રથયાત્રાઓ વગેરે થી પર થઈને ધર્મના નામથી મુક્ત થઈને જાતીવાદી બનતી જાય છે.જાતીવાદી સંગઠનો વધતા જાય છે.અને આ એક અસાધ્ય પ્રશ્ન બની જશે.

  Like

 19. Religion is a psychological placebo. It works for some even though there is no active ingredient.

  yes…for 5,000 years religion has been a tool of the few, to control the many.

  Religion is Slavery. Only you can bind yourself in chains. Only you can set yourself free.

  “Copy and pasted quotes”

  Like

 20. Very good thoughts.
  You know that India is land of miracles.Believe or not?? If you don’t believe then they say you don’t have inner eyes(antar-chakshu) to see it and needs purification of heart.

  All religious mythological stories are based on miracles and doing rituals.

  Article supporting links.

  http://en.wikipedia.org/wiki/Miracle
  http://en.wikipedia.org/wiki/Devil

  http://www.divyabhaskar.co.in/article/MAG-agochar-darshan-jayesh-raval-doctors-have-seen-the-marks-of-spiritual-astonishme-2763872.html?HF-9=

  http://letslivepositive.wordpress.com/2012/01/19/an-unbelievable-transformation/


  Like

 21. shree bhupendrabhai, i like it,very good thoughts,….pan me thoda time pela news ma vachelu..baba ahsaram vishe ,pakhndi..lage chhe dekhai chhe…su gujrti loko ni budhhi atli nani chhe k bahar thi avela baba o gujrat ma avi ne raj kare chhe e jani ne gujrati o upar kharekhar guso ave chhe..india ma gujrati samju ganai chhe pan ava dhongi o ne padi ne su kam betha chhe,,,,.

  Like

  1. ઢોંગી કો ગુજરાત ભલો. ગુજરાતી માનસિક રીતે કમજોર છે, માટે એને ભગવાનમાં શ્રદ્ધા વધુ રહેવાની. બીજા રાજ્યોના લુંચ્ચાઓ આ વાત જાણે છે, માટે દરેક રાજ્યમાંથી અહીં ગુજરાતીઓને છેતરવા પાખંડીઓ આવી જતા હોય છે. કોઈ હરીયાણાથી આવે કોઈ યુ.પી બિહારથી, તો મરાઠી માનુષ શું કામ બાકી રહે? તે પણ આવીને ૫૦૦ કરોડ ભેગા કરીને દેવ થઇ ગયો.આભાર.

   Like

   1. sure sidhi bat no bakvas vanhva ni maja aave j jo aap fb per ho to janavjo tya ghani var discuss thai shake ekbija ni anukulta e blog ane fb no aa moto faydo che

    Like

 22. વાહ બાપુ !ખરી ક્ષત્રીય વાળી કરી આપે ખુલ્લી તલવારે વારો લીધો આ ઢોગીડા નો ….ગુજરાત ના ગામેગામ આવા ઉદાહરણો છે ..લોકજાગૃતિ માટે આપ જેવાઓએ સતત પ્રયત્ન શીલ રહેવું પડશે

  Like

 23. aaje j pa.pu.dha.dhu. pramukh swami maharaje 68 navyuvano ne DIKSHA aapi..jema 17 engineer,3 doctor,1 pilot,14 foreigner…etc etc..

  can’t say much about future of this country,,,,

  prabhu sav ne sadbudhdhi aape…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s