રોજ રાત્રે આપણે ઊંઘી જઈએ પછી સ્વપ્ન સરિતામાં ડૂબકાં ખાવા પહોચી જતા હોઈએ છીએ. હા! એનો સમય દરેક વ્યક્તિએ અને સંજોગો પ્રમાણે ભિન્ન ભિન્ન હોય તે સ્વાભાવિક છે. રેમ પહેલાનો તબક્કો ઊંડી ઊંઘનો હોય છે. માનવ બ્રેઈન વિષે ખૂબ સંશોધન ચાલી રહ્યું છે. સાધુ સંતો, મહાત્માઓની જેમ હવામાં ગોળીબાર કરવાનું વિજ્ઞાનની તાસીરમાં હોય નહિ. છતાં REM બાયોલોજિક રહસ્ય છે તેવું વિજ્ઞાન કબૂલ કરે જ છે. MRI અને FMRI વડે બ્રેઈન વિશેના રહસ્ય ઉકેલવાનાં પ્રયત્નો ચાલુ જ છે. રેમના સાદા અર્થમાં ઊંઘની એવી અવસ્થા જેમાં vivid સપના જોઈ શકીએ છીએ. સ્વપ્નમાં લીમ્બીક સિસ્ટમમાં રહેલા amygdala ખાસ સક્રિય હોય છે. સપનામાં બ્રેઈનના બીજા સક્રિય ભાગો anterior cingulate gyrus, the parahippocampal gyrus and ventromedial or orbitofrontal cortex હોય છે. The dorsolateral prefrontal cortex is de-activated in REM. Neurochemically, REM sleep demonstrates high activation levels in forebrain dopaminergic and cholinergic circuits as well as cessation of activation in the noradrenergic locus ceruleus and the serotoninergic raphe nucleus. Note that this pattern of activation and deactivation strikingly replicates the pattern associated with impulsive aggression in the waking state.
સ્વપ્નમાં આમ aggression ખૂબ હોય છે. આમ ૬૦% પુરુષોના અને ૫૧% સ્ત્રીઓના સપનાઓમાં આક્રમકતા ક્યાંક ને ક્યાંક સંકળાયેલી નોંધાયેલી છે. સપના જોનારા વ્યક્તિઓમાં ૪૦% પુરુષો અને ૩૦% સ્ત્રીઓ પોતે જ આક્રમણ કરતા નોંધાયેલા છે. સપનામાં જોવાતી વ્યક્તિઓમાં પુરુષોમાં ત્રણ અને સ્ત્રીઓમાં ચાર સાથે કોઈ પણ પ્રકારની આક્રમકતા જોડાયેલી હોય છે. સપનાઓમાં જોવાતી ૮૦% વ્યક્તિઓ અજાણી હોય છે. આ અજાણી વ્યક્તિઓ મોટા ભાગે પુરુષો હોય છે અને તે સ્ત્રીઓ કરતા પુરુષોના સપનાઓમાં વધારે આવતી હોય છે. આમ અજાણી વ્યક્તિ સપનામાં આવે તો તે સપનામાં ફીજીકલ aggression ઉત્પન્ન થતું હોય છે. REM Behavior Disorder (RBD) વડે પીડાતી વ્યક્તિઓ માટે સપના હકીકત બની જતા હોય છે અને ઊંઘમાં ચીસો પાડવી, મુક્કા મારવા લાતો મારવી, પથારીમાંથી કૂદી પડવું, લડવું ઝઘડવું વગેરે વગેરે કરતા હોય છે. આમ રેમ આક્રમકતા સાથે જોડેલી ઊંઘની સ્થિતિ વધુ હોય છે. એવું પણ નથી કે કાયમ સપનામાં લડતા જ હોઈએ.
Ref —International Review of Neurobiology, 92, 69-86.; McNamara, P. (2008). Nightmares: The science and solution of those frightening visions during sleep. Westport, CT: Praeger Perspectives.McNamara, P. (2004). An evolutionary psychology of sleep and dreams. Westport, CT: Praeger/Greenwood Press. Barrett, D., & McNamara, P. (Eds.). (forthcoming, 2012). Encyclopedia of sleep and dreams (3 volumes). Westford, CT: ABC-CLIO. McNamara, P., Nunn, C. L., & Barton, R. A.
એક એકલવાયી ૩૦ વર્ષની પત્ની એક પુરુષ સાથે સપનામાં સંસર્ગ કરતી હોય છે, કે તે પુરુષ તેનો પતિ નથી. એક ૨૦ વર્ષનો યુવાન સપનામાં અજાણ્યા વ્યક્તિઓ ઉપર મશીનગન ચલાવતો હોય છે, એક વ્યક્તિ વળી સ્વપ્નમાં દુશ્મન પર હથોડા વડે હુમલો કરે છે. જાગતા હોઈએ ત્યારે આવું કદાપિ આપણે હકીકતમાં કરી શકીએ નહિ. આમ સપનામાં કોઈને જીવલેણ માર્યું હોય પણ તે વ્યક્તિને કોઈ જેલમાં પૂરું દેતું નથી. યશવંતભાઈ લખતા હતા ને કે સપનામાં પણ સપનું. સપનામાં પણ ખબર હોય છે પેલી પત્નીને કે જે પુરુષ સાથે સંસર્ગ કરે છે તે એનો પતિ નથી, આવું પુરુષોનું પણ સમજવું. છતાં તે સપનામાં આવું વર્તન કરે છે, અને સુખ, ઇચ્છા, તૃપ્તિ સાથે શરમ પણ અનુભવે જ છે. આમ સપના આપણી નકારાત્મક લાગણીઓ ખાસ ઉજાગર કરતા હોય છે. ખાસ તો નફરત, ભય, ગુસ્સો, આક્રમકતા વગેરે વગેરે લાગણીઓનું નિષ્કાસન સપનામાં થઈ જતું હોય છે. સપના આમ એક માનસિક ઔષધની ગરજ સારતા હોય છે.
શું પ્રાણીઓ પણ સપના જોતા હશે ખરા? પ્રાણીઓની ભાષા બોડી લૅન્ગ્વેજ હોય છે. એક બિલાડી ઉંદરને જુએ એટલે એની પૂંછ ટટ્ટાર થઈને જુદી રીતે હાલવા લાગે. ટૂંકમાં શિકાર કે ખોરાક જોઇને એનું શરીર ખાસ પ્રકારની સ્થિતિમાં આવી જાય. વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે તે મુજબ આવી જ બોડી લૅન્ગ્વેજ બિલાડીમાં ઊંઘતી વખતે રેમ અવસ્થામાં જોવા મળેલી છે. એક અનુમાન છે કે બિલાડી પણ ઊંઘમાં આપણી જેમ ઉંદરના સપના જોતી હોવી જોઈએ. મેમલ્સમાં રેમ સ્લિપ જોવા મળે છે. પાણીમાં રહેતા મેમલ્સમાં રેમ ક્લિયર નોંધાયું નથી. પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ રેમ અવસ્થામાં ઊંઘ લેતા જોવા મળે છે. સરીસર્પ રેમ અને નોનરેમ બંનેના કમ્બાઈન લક્ષણો નોંધાયેલા છે. આમ સરીસર્પની રેમ અવસ્થા વિષે વૈજ્ઞાનિકો બહુ જાણતા નથી.
સપનાંમાંથી ઘણીવાર જાગી જઈને ફરી સપનામાં સરી જતા હોઈએ છીએ. અથવા તો લાગે કે આપણે સપનું જોઈ રહ્યા છીએ અને થોડીવાર પછી જાગૃત થતા હોઈએ છીએ. અથવા ઘણીવાર લાગે કે જાગી ગયા છીએ પણ ખરેખર જાગેલા હોતા નથી. અર્ધજાગૃત અવસ્થા જેવું કહી શકાય. આવી અવસ્થામાં અજબ, શંકાશીલ અનુભવ થતું હોય છે. એક ચાઇનીઝ ફીલોસોફરને સપનું આવ્યું કે પોતે પતંગિયું બનીને ઊડી રહ્યો છે, પણ અર્ધજાગૃત અવસ્થામાં લાગ્યું કે પોતે માનવ છે. હવે એને અજબ અનુભવ થયો કે ખરેખર હું માનવ છું? હું માનવ સપનામાં પતંગિયું બનીને ઊડી રહ્યો છું કે પતંગિયું સપનું જોઈ રહ્યું છે કે માનવ બની ગયું છે? False awakenings, જાગીને જોયું તો જગત દીસે નહિ.
ટ્રેડિશનલ સમાજોના મોટાભાગના રીલીજીયસ આઈડીયા સપનાઓની પેદાશ છે તેવું Jackson Steward Lincoln અને Sir Edward Tylor (The dream in Native American and other primitive cultures)કહે છે. સપનામાં જોએલી વાતો ધાર્મિક રીતિ રિવાજ બની જતી હોય છે. યુરોપીયંસ પહેલીવાર અમેરિકા આવ્યા ત્યારથી માર્ક કરતા કે નેટિવ અમેરિકન્સ એમના સપનાઓને ખૂબ મહત્વ સતત આપતા હતા. જાગૃત જીવન તો મુશ્કેલીઓ અને હાડમારીઓથી ભરેલું હતું, જ્યારે સપના એમને શક્તિ અર્પતા હતા. અતીન્દ્રિય શક્તિઓ સપના જોનાર વ્યક્તિ સાથે વાતો કરતી હતી, એને તકલીફ પહોચાડી શકતી હતી, આદેશ આપતી હતી. આમ સ્પીરીટ અને soul નો આઈડીયા આવ્યો. જે વ્યક્તિઓ મૃત્યુ પામી હોય છે તે પણ સપનામાં દેખાતી હોય છે. આમ મૃત્યુ પછીના જીવનનો આઈડીયા આવ્યો. અને આ મૃત વ્યક્તિઓ એમના જીવન વિષે વાતો કરતી હોય છે, સપનામાં ચેતવતી પણ હોય છે, આમ આત્મા અમર છે તેનો ખ્યાલ આવ્યો. આત્માની અમરતાની ધાર્મિક વાતો સપનાની પેદાશ છે, બાય પ્રોડક્ટ કહેવાય. મૃત પૂર્વજો એટલી બધીવાર સપનામાં આવતા કે પછી એમની ભક્તિ કરવાનું મન નાં થાય તો નવાઈ. પશુઓ પણ સપનામાં ખૂબ આવતા, આમ કેટલાક પશુઓની પણ પૂજા શરુ થઈ ગઈ. એક આત્મા બીજા શરીરમાં ઘૂસી જાય તેવો વિચાર પણ સપના દ્વારા ફેલાયો કહીએ તો ખોટું નથી. કારણ લોકો સપના જોતા હોય છે કે વ્યક્તિઓ અને સ્પીરીટ ક્યારેક એનિમલ બની જતા હોય છે અને એનિમલ વ્યક્તિઓ. જોકે રીલીજીયસ આઈડીયા પેદા થવાના બીજા અનેક કારણો હશે, ગ્રેટ ડીબેટનો વિષય છે, છતાં આ એક કારણ પણ હોવું જોઈએ.
સપના મસાલેદાર ખીચડી જેવા હોય છે. દાખલા તરીકે થોડા મહિના કે દિવસો પહેલા તમે કોઈ ભાલા ફેંકની સ્પર્ધા ટીવી પર જોઈ હોય, પછી કોઈ ફિલ્મમાં ઘોડાની રેસ જોઈ હોય અને દિવસે ભદ્ર આગળ લાલ દરવાજે કશું ખરીદવા ગયા હોય અને રાત્રે સપનું આવે તો હાથમાં ભાલો લઈને ભદ્ર આગળથી તમે ગાંધીરોડ પર ઘોડા બેસીને જઈ રહ્યા છો અને આગળથી લાલબસ પસાર થઈ જાય છે તેવું પણ જોઈ શકો. તમારું બચપણ જ્યાં પસાર કર્યું હશે તેના સપના હજુ વૃદ્ધ થયા હશો તો પણ આવશે. મારે મારા પિતાશ્રી સાથે લાગણીઓનું જોડાણ ખૂબ હતું. આજે પણ તેઓ સાથે હું સપનામાં નાનો બાળક હોઉં તેમ ફરતો હોઉં છું. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં અને દિવસોમાં એમનું સપનું આવે જ છે. મેં જાતે માર્ક કર્યું કે કોઈ તકલીફ હોય કે બીમારી હોય કે કોઈ મૂંઝવણ ભરી સ્થિતિ કે દિવસો હોય ત્યારે એમનું સપનું ખાસ આવે છે. બચપણ અને યુવાનીમાં કાયમ એમનું માર્ગદર્શન મેળવ્યું હોય, સહારો, સાથ અને હૂંફ મેળવી હોય તેની માંગ આજે પણ સપના દ્વારા વ્યક્ત થાય છે તેવું મારું તારણ છે. સપનાની ખીચડી થઈ જતી હોય છે અને માટે તે ઢંગધડા વગરના લાગતા હોય છે. પણ તમે યાદ રાખીને વિશ્લેષણ કરો તો ક્યાંક એનો તાળો મળી પણ જાય, અને નાં મળે તો બહુ દુખી થવા જેવું નથી. સ્વપ્ન સરિતાના ઊંડાણ અતલ હોય છે. બસ ડૂબકાં મારો, રીલેક્સ થઈ જાવ અને સવારે તાજામાજા થઈને કામ કરવા નીકળી પડો.
આમ તો મને સપનાં ભાગ્યે જ યાદ રહે છે. પરંતુ વર્ષો પહેલાં એક સપનું સતત કેટલાયે દિવસો સુધી આવતું. તે પછી ફ઼રી અમુક વર્શનાગાળે અને તે પચી ફ઼રી અમુક વર્ષો પછી…એમ બન્યું એટલે એના વિશે કહેવાનો લોભ થાય છે.
હું આકાશવાણી ભુજમાં એનાઉંસર હતો. ઓચિંતા જ એક સપનું શરૂ થયું અને સતત એકાંતરે બે દિવસે આવતું. એમાં હું છાપું વાંચતો હોઉં અને પાછળથી પગ જમીનથી ઊંચા થઈ જાય અને હું હવામાં છાપાને સહારે તરતો હોઉં!
તે પછી બે-ત્રણ મહિનામાં મારી દિલ્હીમાં ન્યૂઝ રીડર તરીકે પસંદગી થઈ ગઈ અને મેં ભુજ છોડ્યું. વળી ત્રણ-ચાર વર્ષે ફરી એ જ સપનાં શરૂ થયાં અને મારૂં મોસ્કો જવાનું થયું. ત્યાં ત્રણ વર્ષ પછી રેડિયોના સતાવાળા મને રોકવા માટે પ્રયાસો કરતા હતા અને દિલ્હીમાં મિનિસ્ટ્રીને પણ લખી નાખ્યું હતું પણ મને ફરી એ સપનાં શરૂ થઈ ગયાં!
દિલ્હીથી મંજૂરી ન મળી અને હું દિલ્હી પાછો આવી ગયો. અહીં ખબર પડી કે હું દિલ્હીઆવવા માટે નીકળ્યો તે જ દિવસે દિલ્હીથી મંજૂરીનો પત્ર મોકલી દેવાયો હતો! અહીં પાછા આવ્યા પછી કદીયે આ સપનું છેલ્લાં ત્રીસ વર્ષમાં નથી આવ્યું!
મને લાગે છે કે આ સપનું મારે માટે દર વખતે સ્થાનાંતરણનો સંકેત બની રહ્યું.
LikeLike
આ સારું હવામાં ઉડવાનું સપનું આવે તે મજા આવે. એસ્ટ્રોનોટ!!હમણાં મેં હબલ ટેલીસ્કોપ રીપેર કરવા જતી ટીમ બાબતે એક ડોક્યુમેન્ટરી જોઈ. એમાં આવું હવામાં ઉડવાનો અનુભવ મતલબ તરતા હોય તેમ થતું હોય છે.
LikeLike
sapna ma sapanu evu to pela movie “INCEPTION” ma pan batavyu chhene.. ane j desired hoy ane real ma j na kari sakta hov te pan subconscious mind kare che.. ane peli pitashri wali vat pan sachi che.. true..
LikeLike
ગુઢ વિષયની સ રસ વૈજ્ઞાનિક સમજુતિ.
સામાન્યતયા આવા વહેમ દ્વારા પીડાતા “ખરાબ કે ભયાનક સપનાઓ દેખાય છે તો તે ઊંઘમાંથી ઉઠી જાય અને આ અપુરતી ઊંઘને કારણે તેના સ્વાસ્થય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. આ અવસ્થાથી બચવા માટે રાતે સુતા સમયે કે ઊંઘમાં ભયાનક સપનાઓ આવે કે ડર લાગે તો સુતા પહેલા પલંગની નીચે રોટલી બનાવવાની તવીને ઊંધી રાખી દો”.
“…સપના જોવા મળે તો આ સંકેત મળતા હોય છે અને તેમને સમજવું જોઈએ કે તમારા જીવનમાં કલેશ, વિરહ અને દુઃખના યોગ બની રહ્યા છે.”
આ વિજ્ઞાન સમજવું અઘરું છે પણ પ્રયાસ કરવાથી ઘણી તકલીફોમાંથી ઉગરી જવાય……….
LikeLike
આ તવી ઉંધી મૂકવાનું રહસ્ય શું છે? અને સીધી તવી મુકીએ તો??
LikeLike
બાપુ,
ભાગ ૧ અને ૨ મળીને ખરે જ બહુ જાણવા લાયક માહિતીઓ મળી. ’સપનાઓ’ એ ખરે જ એવો વિષય છે કે સૌને કુતૂહલ થાય. અહીં બહુ ઊંડાણપૂર્વક જાણવા મળ્યું. મને દરરોજ, નિયમિત, સપનાઓ આવે જ છે. અને એકાદ સપનું એવું હોય છે જે પાકે પાયે યાદ રહી ગયું હોય છે (એટલે તો ખબર પડે છે કે દરરોજ સપનું આવે જ છે). આ લેખ વાંચીને યાદ રહેલાં સપનાઓમાં સમાનતા શોધવા પ્રયત્ન કર્યો તો એક વાત એ જાણી કે, મને લગભગ ૭૦ % સપનાંઓ (જે યાદ રહ્યા હોય તેમાંના) જમવાને (ભોજન) સંબંધિત જ આવે છે !! (જેમાં હું સારી સારી વાનગીઓ ઝાપટતો હોઉં છું !) ઝઘડાને લગતા તો બહુ યાદ નથી પરંતુ ઘણી વખત કોઈ ભયાનક પ્રાણી પાછળ પડ્યું હોય અને હું દોડતો હોય તેવું બને. (અને ખરે જ ઊંઘ ઊડી જાય અને હું પરસેવે રેબઝેબ હોઉં તેમ પણ બને જ !) આ તો માત્ર હકિકત અર્થે લખ્યું છે. કોઈ સલાહ કે સૂચન ?
શક્ય બને ત્યારે આ વિષયે હજુ વધુ જાણકારીઓ આપશોજી. આભાર.
LikeLike
ભાઈ સપનાઓનું વિશ્લેષણ કરવું અઘરું છે. લગભગ જાગવાની પહેલા આવેલું સપનું યાદ રહેતું હોય છે બાકી બધા ભૂલાઈ જાય છે. ભોજનમાં પ્રીતિ ઘણી લાગે છે.
LikeLike
કહે છે કે ભોજનનાં સપનાં આવે તો સમજવું કે પેટ ખરાબ રહે છે! કદાચ આ જ તકલીફ઼ અશોકભાઈની પાછળ ભયાનક પ્રાણી બનીને દોડતી હશે!
LikeLike
ઈતિ સિદ્ધમ્ !!! કે સપનાઓ પાછળ કંઈક ગુઢ કારણ તો રહેલું હોતું જ હશે ! કેમ કે નહીં તો દીપકભાઈ મારી નાડી જોયા વગર આટલું સચોટ કેમ પારખી શક્યા ?! મારા પુરતું તો દીપકભાઈનું કથન એકદમ સાચું. (મને ય આજ સુધી એમ હતું કે ’ભોજનપ્રીતિ’ ને કારણે ભોજનના સપનાઓ આવતા હશે ! પણ આ ખરે જ આરોગ્યનો મામલો લાગે છે)
અને હા પેલું તવી વિશે, તેને સીધી મુકીએ તો રજ-કચરો તેમાં જમા થાય ! સવારે વળી ઉટકવાની (માંજવી) મહેનત થાય !!
LikeLike
આ એક બહુ ગહન તો ખરોજ પણ હુતો એને રસિક વિષય કહુ. સ્વપ્નની વાતો સાભળવાની બહુ મઝા આવે.
આપની જેમ મને પણ મરા માતા-પિતાના સ્વપ્ન બહુ આવે છે મારાપિતાને ગયેતો 48 વર્ષ થઇ ગયા તોયે હજુ
તેમના સ્વપ્નબહુ આવે છેપણ તે ઘણા વિચિત્ર હોયછે.કોઇ પ્રાણી અને તેમાયે વાઘ પાછળ પડ્યો હોય અને હુ
રાત્રે ચિસ પાડીને જાગી જાઉ એવુ પણ બહુવાર બન્યુ છેવાઘ સાથેતો કાઇ થયુ હોય એવુતો બન્યુજ નથી……આવા
ઢંગધડા વગરના સ્વપ્નોને કારણેજ બધા કહેતા હશેકે–” સ્વપ્ના જોવાનુ છોડીને હકિકતની દુનિયામા આવો.”……
રસિક વિષયની રસપ્રદ વાતોનુ રહસ્ય સમ્પૂર્ણ નહીપણ થોડુ જ્ઞાન મળ્યુ. વધારે જાણવાની ઇચ્છા છે.,આપે
psychology નો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો છેકે શુ?જોકે અમને આપના દ્વારા લાભજ થાયછે……ધન્યવાદ…
LikeLike
બધા ના સપના અને તેના અર્થઘટનો અને analysis વાંચવાનો આનંદ આવ્યો.
મને આ વાંચનો માં રમુજ વધારે લાગી, કોય ની લાગણી દુભાવવાનો ઈરાદો નથી.
મેં મારા અંગત અભિપ્રાયોજ રજુ કર્યા છે, ખોટા પણ હોય.
સપનાનો વિષય વાસ્તવિકતા થી પર લાગે છે.
ગણતરી થાય, માપીશકાય અને પુરાવા આપી શકાય એવા વિષયો પર ના લખાણો
અને અભિપ્રાયો વધારે રસપ્રદ હોય છે.
કોય અભિપ્રાય માં સપનાને electromagnetic waves છે તેવી રજુવાત હતી.
પરંતુ આ waves ને માપવા કે તેની ગણતરી કેવી રીતે તેનો ઉલેખ નહોતો.
જો ભવિષ્ય માં સપનાના waves મપાતા થશે ત્યારે આ વિષય અતિ રસપ્રદ બનશે
તેમ હાલ પુરતું હું માનું છું.
એમ પણ લાગે છે કે ઘણી વાર સીધેસીધું માપવાનું શક્ય ના પણ બને,
અને indirectly માપ નીક્ળી શકે.
LikeLike
સપના અને ઈમેજીનેશન વિષે વાંચવાનો અને તેની વાતો કરવી એ મારા રસ નો વિષય છે….. મને મારા મોટા ભાગ ના સપના યાદ રહી જતા હોય છે…. મારો ૨ -૩ વખત નો અનુભવ છે કે મને સપના પણ હફ્તા માં આવતા હોય છે (તમારા સ્વપ્ન સરિતા ના બે ભાગ ની જેમ), જ્યાંથી સપનું અટક્યું હોય, બીજી રાત્રે ત્યાંથી જ શરુ થાય. અને ઘણા સપના રીપીટ પણ થતા રહે છે…. નાનપણ થી એક મંદિર નું સપનું આવતું હતું જે ઘણી વાર રીપીટ થયું, તે મંદિર મેં કોઈ દિવસ જોયું નો’તું ….પણ તેની ડીઝાઇન અને લોકેશન યાદ હતા…. હમણા થોડા મહિના પહેલા જ “ગળતેશ્વર મહાદેવ” ના દર્શને ગયા ત્યારે મારું ધ્યાન ગયું કે આ તે જ મંદિર હતું, વિથ સેમ લોકેશન એન્ડ સ્ટ્રક્ચર….. અને તે પછી એ સપનું બંધ થયું અને હવે બીજું મંદિર દેખાવા લાગ્યું છે….. આ તો તમારી interesting પોસ્ટ જોઇને share કરવાની ઈચ્છા થઇ ગઈ… 🙂
LikeLike
સ્વપ્નાવસ્થા કદાચ શરીર ની એવી વ્યવસ્થા હોઈ શકે, કે અજાગૃત મન માં ભરેલી દ્વિધા ઓ અને અપૂર્ણ ઈચ્છા ઓ, ગર્ભિત ભય જેવી માનસિક અવસ્થાઓ,સ્વપ્ન દ્વ્રારા અજાગૃત મન માં થી જાગૃત મન માં ટ્રાન્સફર થતી હોય અને તે એક ઇમેજિંગ તરીકે આપણે ઊંઘ માં જોતા હોઈએ. પણ સ્વપ્ન સારા કે નરસા આવવા તે આપણી દિનચર્યા કે મગજ ને લાગેલા થાક પર નિર્ભર હોઈ તેવું બની શકે. મને બાળપણ માં જયારે હું દસેક વર્ષ નો હોઈશ,એક સ્મશાન યાત્રા જોવાના મારા કુતુહલ ને મારી દાદી માં એ દબાવી દીધેલી અને જોવા નહિ દેવાનો પ્રયત્ન કરેલો. તો પણ મેં કૂદકો મારી નનામી પર લાલ કપડા માં વીંટળાયેલ મૃતદેહ ને માત્ર માઈક્રો સેકન્ડ પુરતો જોયેલો ..ત્યાર બાદ તે મૃતદેહ ને જયા બાળેલો તે જગ્યા નું પણ કુતુહલ વશ ઓબ્ઝર્વેશન કરેલું ..ત્યાર થી આજ સુધી હજુ પણ મને નદી કાંઠા ના સ્મશાન, મુડદા, સળગતી ચિતા ઓ જેવા વિચિત્ર સ્વપ્ના આવે છે.સ્વપ્ન છે એ ભવિષ્ય માટે નું કોઈ એંધાણ કે અગમચેતી છે તેવું નક્કી નથી થઈ શકતું.ઘણા એવું માને કે રાત્રે સુતી વેળા એ ઓશિકા નીચે ચપ્પુ રાખવા થી ખરાબ સ્વપ્ના નથી આવતા !!! તો સ્વપ્ન માં મોનાલીસા કે એન્જેલીના ને જોવી હોય તો તેના માટે પણ ઓશિકા નીચે રાખવા ની કોઈ વસ્તુ હોવી જોઈએ કે કેમ?
LikeLike