પ્રેમના પુષ્પો એક રસાયણિક સંયોજન. (Hard Truths About Human Nature ).

પ્રેમની જૈવિક પરિભાષા જોઈશું?
પ્રેમ સ્પષ્ટ રૂપે સેક્સ સાથે જોડાયેલો હોય છે, હેપીનેસ સાથે પણ જોડાયેલો હોય છે. સાથે સાથે પ્રેમ સ્ટૅટ્સ સાથે પણ જોડાયેલો હોય છે, આ માનવામાં આવે નહિ, અને કોઈનો એવો હેતુ પણ દેખીતી રીતે હોતો નથી. કિન્તુ પરંતુ ટિપિકલી જે વ્યક્તિ સ્ટૅટ્સ વધારવામાં મદદકર્તા હોય તેના પ્રેમમાં લોકો પડતા હોય છે. સ્ટૅટ્સ વિષે અગાઉના લેખોમાં ઘણું બધું કહેવાયું છે અહી પુનરાવર્તન કરતો નથી. હાઈ-સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિ કોઈ લો સ્ટૅટ્સ ધરાવતી વ્યક્તિના પ્રેમમાં પડે ત્યારે આ રૉમૅન્સ તેના ફેમિલીના આધિપત્ય સામે બળવો કરીને પોતાનું આગવું સ્ટૅટ્સ અને આધિપત્ય ઉભું કરતો હોય છે.પ્રેમ એક મોટો હૅપી કેમિકલ્સનો ડૉસ માત્ર છે. એક મોટો ન્યુરો કેમિકલ્સનો ફુવારો છે જે જિનેટિક સર્વાઈવલનાં હેતુ માટે મૅમલ બ્રેને આપેલો રિસ્પૉન્સ છે. જિનેટિક સર્વાવલનાં હેતુ માટે જે વ્યક્તિ મદદકર્તા લાગે, અર્થપૂર્ણ લાગે તેના પ્રેમમાં પડી જવું સહજ છે. આમ ન્યુરો કેમિકલ્સ દ્વારા બ્રેન બહુ મોટું મૂડી રોકાણ કરતુ હોય છે જે જિનેટિકલી સર્વાઇવ થવામાં મદદ કરે.પ્રેમ એ કોઈ એક હૅપી કેમિકલ નથી, અનેક હેપી કેમિકલ્સનું કૉકટેલ છે. પ્રેમ એ બ્રેનની સમૃદ્ધ બક્ષિશ છે, એના માટે જે પણ કઈ કરો તે રીપ્રૉડક્ટિવ સફળતા તરફ દોરી જાય છે. Sex is the small part of the story. પ્રેમ એક સાથી શોધવા માટે તમને પ્રેરણા આપે છે જે તમારો વારસદાર મૂકી જવામાં મદદ કરે. વારસા માટે તમે જે વિચારતા હોવ તેના પ્રત્યે મૅમલ બ્રેન ધ્યાન કેન્દ્રિત કરતુ હોય છે, અને તે રીતે અનુકુળ સાથી શોધવાની તૈયારી કરતુ હોય છે. અને જયારે કોઈ સ્પેશલ દેખાઈ જાય તો મૅમલ બ્રેનને એમાં એક્સ્ટ્રા લાર્જ boost વારસદાર માટે દેખાય છે અને એક એક્સ્ટ્રા લાર્જ હૅપી કેમિકલ્સનો ડોસ આપતું હોય છે. Love is an extra-large link between status and happiness.
પ્રેમ ક્યાંક છે સિરોટોનિન આધિપત્ય. તો વળી ક્યાંક છે મંજિલ પામવા જોઈતો વધારાની શક્તિનો ડોપમીન સ્ત્રોત. એમાં ભળે છે અટલ વિશ્વાસનું ઑક્સિટોસિન. તો વળી એમાં સામેલ થાય છે ઇસ્ટ્રોજન આમંત્રણ, કેસરિયા !!! કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ રે !! અને એમાં ભળે છે ઍસ્ટ્રોજન આલાપ,
આજ જાને કી જીદ ના કરો,
યુ હી પહેલું મેં બૈઠે રહો,
આજ જાને કી જીદ ના કરો.
હાય મર જાયેંગે,
હમ તો લુટ જાયેંગે ઐસી બાતે કિયાના કરો,
આજ જાને કી જીદ ના કરો.
અંતે બની જાય છે પોતાનું સત્વ રોપવાની ટૅસ્ટાસ્ટરોન મથામણ. પરિણામ સ્વરૂપ ગોદમાં રમે છે સુંદર સંતાનો, પ્રેમની નૌકામાં સહજીવનની મધુર યાત્રા શરુ થઇ ચૂકી છે.
પ્રેમના હાર્દ વિવાદનો વિષય છે ત્યારે આપે સહજ વ્યહવારમા પ્રેમ અંગે અભ્યાસપૂર્ણ માહિતી આપી.આપે ફિશરના અભિપ્રાયનાં પ્રેમના અનુભવને સ રસ વર્ણવ્યું.
સામાન્ય પ્રેમ – વાસના, આકર્ષણ અને આસક્તિ.વાસના લોકોને અન્યો સમક્ષ લાવે છે, રોમેન્ટિક આકર્ષણ લોકોને તેમની ઉર્જા સંવનન પર કેન્દ્રિત કરવા પ્રોત્સાહન આપે છે અને આસક્તિ જીવનસાથી ને બાળક ઉછરીને મોટું થાય ત્યાં સુધી સાંખી લેવાની શક્તિ આપે છે. સંવનન પ્રોત્સાહિત કરતા રસાયણો ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન ચેતાવિજ્ઞાન પ્રમાણે ફેરોમોન્સ, ડોપામાઇન નોરપનેફ્રીન અને સેરટોનિન સહિતના રસાયણોનો ચોક્કસનો સમૂહ અને તેના એમ્ફટમીન ની જેમ જ કામ કરતા મગજના આનંદ કેન્દ્ર ને ઉત્તેજિત કરે છે તેનો આપે સુંદર ઉલ્લેખ કર્યો.
પ્રેમમા આકર્ષણના તબક્કાઓ કામચલાઉ ગણાતા હોવાથી, લાંબા ગાળાના સંબંધો માટે એક ત્રીજો તબક્ક જરૂરી મનાયો છે. અનુબંધ છે, જે ઘણા વર્ષો સુધી લગ્ન અને બાળકો જેવી પ્રતિબદ્ધતાઓ આધારિત હોય છે કે પછી સરખી રુચિ જેવી ચીજો જેવી પારસ્પરિક મિત્રતા પર આધારિત છે. તે ટુંકા ગાળાના સંબંધો કરતા પણ વધારે મોટા પ્રમાણમાં ઓક્સીટોસિન અને વેસોપ્રેસિન જેવા રસાયણોના ઊંચા સ્તરો સાથે સંકળાયેલા છે. જ્યારે પ્રેમમાં પડે છે, ત્યારે ચેતા વૃદ્ધિ પરિબળ તરીકે ઓળખાતા પ્રોટીન અણુનું સ્તર ઊંચુ હોય છે, પરંતુ એક વર્ષ પછી તે અગાઉના સ્તરે પહોંચી જાય છે.
મનોવૈજ્ઞાનિકોની સામાન્ય વાતમા પ્રેમના ત્રણ અલગ ઘટકો છે,ત્યારે બર્ટ્રન્ડ રસેલ પ્રેમને સાપેક્ષ મૂલ્ય થી વિરુદ્ધ “નિરપેક્ષ મૂલ્ય”ની શરત તરીકે વર્ણવે છે. તત્વચિંતક થોમસ પ્રમાણે પ્રેમ કરવો એટલે “સાર્વત્રિક શુભને પ્રોત્સાહન આપવા બીજાને હેતુપુર્વક, સહાનુભૂતિપુર્વક પ્રતિસાદ પાઠવવો.
આપે રસાયણિક સંયોજન સાથે ગઝલનો ઊલ્લેખ કર્યો તે હાય મર જાયેંગે, હમ તો લુટ જાયેંગે ઐસી બાતે કિયાના કરો, આજ જાને કી જીદ ના કરો…તે જ્યારે જ્યારે પણ ફરીદા ખાનુને ગાઇ ત્યારે કેટલાયે કસક અનુભવી છે! ગઝલના કવિના અવસાનવખતે નેતા અભિનેતાના અવસાન વખતે દેખાતી ગમગીની કરતા વધુ લોકોએ ગમગીની અનુભવી છે!
LikeLike
ખૂબ ખૂબ આભાર. આપે થોડા રસાયણો ઓર ઉમેરી આપ્યા.
LikeLike
prem vish viki = http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AE
LikeLike
NAMASTE.APNI VAT SACHI CHHE. JYARE KOE PATRA GAMATU HOY ANE SAME HOY TYRE SAMAY BHULI JAVAY CHHE, KARAN HAPPINESS, EK BIJI VAT, SHRI RAJANISHJI A KAHU CHHE PREM NI CHARAM SIMA PER MANAVI JO CHHAHE TO SHIV NE PRAPT KARE CHHE. PUSTAKNU NAM CHHE =:SAMBHOG THI SAMADHI SUDHI AVIVEK LAGE TO SORRY.
LikeLike
આ વિષયના નિષ્ણાત ડૉ. રાજેન્દ્રભાઈ ત્રિવેદીનો ઈ-મૅઈલ
Dear Bhupendrasinh Rao,
To understand Love one has to know Human Mind Brain relation.
Behavior of life science.
Here is simple way is said…Click and read and give the feedback to surfers.
http://www.youramazingbrain.org/lovesex/sciencelove.htm
Happy Holidays and better 2012….
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike
Dear Bhupendrasinh Rao,
To understand Love one has to know Human Mind Brain relation.
Behavior of life science.
Here is simple way is said…Click and read and give the feedback to surfers.
http://www.youramazingbrain.org/lovesex/sciencelove.htm
Happy Holidays and better 2012….
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike
ઘણું સુંદર, ઉપયોગી વેબસાઈટ સૌ મિત્રોને જોવા વિનંતિ.
LikeLike
Dear brother,
good article but the length is short in comparison to your usual articles. So i will put some inputs and at the end put a question before all your valued readers in hope of getting response.
In her book, Why We Love: The Nature and Chemistry of Romantic Love, Fisher proposed that humanity has evolved three core brain systems for mating and reproduction:
1. lust – the sex drive or libido, also described as borogodó.
2. attraction – early stage intense romantic love.
3. attachment – deep feelings of union with a long term partner.
Love can start off with any of these three feelings, Fisher maintains. Some people have sex with someone new and then fall in love. Some fall in love first, and then have sex. Some feel a deep feeling of attachment to another, which then turns into romance and the sex drive. But the sex drive evolved to initiate mating with a range of partners; romantic love evolved to focus one’s mating energy on one partner at a time; and attachment evolved to enable us to form a pair bond and rear our young together as a team. Fisher discusses many of the feelings of intense romantic love, saying it begins as the beloved takes on “special meaning.” Then you focus intensely on him or her. People can list the things they dislike about a sweetheart, but they sweep these things aside and focus on what they adore. Intense energy, elation, mood swings, emotional dependence, separation anxiety, possessiveness, physical reactions including a pounding heart and shortness of breath, and craving, Fisher reports, are all central to this feeling. But most important is obsessive thinking. As Fisher says “Someone is camping in your head.”
Fisher and her colleagues have put 49 men and women into a brain scanner to study the brain circuitry of romantic love: 17 who had just fallen madly in love, 15 who had just been dumped, and 17 who reported that they were still in love after an average of 21 years of marriage. One of her central ideas is that romantic love is a drive that is stronger than the sex drive. As she has said, “After all, if you casually ask someone to go to bed with you and they refuse, you don’t slip into a depression, commit suicide or homicide–but around the world people suffer terribly from romantic rejection.”
Fisher also maintains that taking certain antidepressants can potentially dampen feelings of romantic love and attachment (as well as the sex drive).
Now, now my questions are: are we, human beings mere chemical factory ? Is there any purpose of our existence? Is our sole work is to reproduce and keep on living as long as we can? Is it beyond the capacity of human mind to understand the final facts of “life” ?
LikeLike
http://en.wikipedia.org/wiki/Love
http://www.jillsolomonmft.com/pages/Sex_Love_Addiction.html
India had all these answers in vedic literature but we are looking at west.
Sexual rites ……
http://en.wikipedia.org/wiki/Tantra
Sexual rites of Vamamarga may have emerged from early Hindu Tantra as a practical means of catalyzing biochemical transformations in the body to facilitate heightened states of awareness.[30]
http://en.wikipedia.org/wiki/Sexual_practice
http://www.tantra.com/youtube_videos/
LikeLike
શ્રી.ભુપેન્દ્રસિંહજી,
“પ્રેમ એ બ્રેઈનની સમૃદ્ધ બક્ષિશ છે, એના માટે જે પણ કઈ કરો તે રીપ્રોડક્ટીવ સફળતા તરફ દોરી જાય છે.” — ક્યા બ્બાત હૈ. વિગતવાર પછી ક્યારેક કહીશ પણ આપે ઉલ્લેખેલા પ્રેમ સંબંધી રસાયણીક કેમિકલોને પ્રતાપે જ સાવ શુષ્ક ગણાતા કેટલાક કોમ્પ્યુટર સોફ્ટવેર્સ શિખવામાં સફળતા મળી હતી !!! (જો કે આ મુળ કારણ તો હવે આ રસાયણ શ્રેણી વાંચતા વાંચતા સમજમાં આવ્યું છે) બહુ સરસ. || Merry Christmas ||
LikeLike